Archive for જૂન 10, 2010

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.

 
 
 rekha
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.

 
 
 

રેખાબેન સિંધલ કોણ ?

રેખાબેન સિંધલ કોણ હશે ?
 
પુછો એવું, તો તમે એ જાણવું પડશે !…….(ટેક )
 
“ચંદ્રપૂકાર”કર્યા બાદ, હું તો હતો બ્લોગ જગતે,
 
અનેક બ્લોગો પર હતું “રેખા સિંધલ”નામ અનેક પ્રતિભાવે,
 
કોણ હશે ? ક્યાં હશે ? પ્રશ્ર્નો એવા મારા મનમાં રમે,
 
હાલત એવી હતી મારી !……….રેખાબેન…….(૧)
 
“ચંદ્રપૂકાર” પર મહેમાન બની રેખાબેન આવી ગયા,
 
પ્રતિભાવે “સુંદર શબ્દો” પ્રસાદી મુકી ગયા,
 
ઈમૅઈલ એડ્રેસ એમનો આપી ગયા,
 
હાલત બદલાય છે મારી !……રેખાબેન……(૨)
 
ધીરજ ખોઈ, કર્યો એક ઈમેઈલ રેખાબેનને,
 
જવાબ તરત આપ્યો  રેખબેને,
 
અનેક ઈમેઈલોમાં ખુશીઓ ભરી અમે !
 
હાલત હવે ખુશીભરી હતી મારી !…..રેખાબેન…..(૩)
 
જાણ્યો “અક્ષય પાત્ર”નામે બ્લોગ એમનો,
 
અમેરીકાના “ટેનેસી”ના રહીશરૂપે વાંચ્યો પરિચય એમનો,
 
કાવ્યો કે લેખો વાંચી, આનંદ મળ્યો મુજને
,
હાલત સ્નેહસંબંધે બંધાયેલી હતી મારી !…..રેખાબેન…(૪)
 
આવા સ્નેહસંબંધની યાત્રામાં, મળી એક બેન ભાઈને,
 
આવા સ્નેહસંબંધમાં ખીલે “ભાઈ-બેન”નું પુષ્પ જગતમાં,
 
અને, આવા સ્નેહસંબંધ માટે વંદન છે પ્રભુજીને !
 
હાલત આવી ખુશીઓ ભરીમાં રહી, , ચંદ્ર ન્રુત્ય કરે !
 
 
 કાવ્ય રચના તારીખ…માર્ચ, ૨૬, ૨૦૧૦          ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ દ્વારા તમે રેખાબેન સિંધલ વિષે જાણી રહ્યા છો !
તમે ઉપર પ્રગટ કરેલી “કાવ્ય” લખાણ દ્વારા રેખાબેન વિષે થોડું તો જાણ્યું !
રેકાબેનનું નામ એમણે બ્લોગો પર આપેલા પ્રતિભાવો વાંચતા પ્રથમ જાણ્યું …..અને પછી, હું એમના બ્લોગ “અક્ષય પાત્ર”પર જઈ, એમની પોસ્ટો વાંચી એમને વધુ જાણ્યા…..અને, રેખાબેન પણ મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર આવી એમના પ્રતિભાવો મુક્યા………ત્યારબાદ,  એમને ઈમેઈલો કરવાનો લ્હાવો મળ્યો.
હું જેમ જેમા રેખાબેનને વ્હધુ જાણતો ગયો…તેમ તેમ હું એમની નજીક જવા લાગ્યો…..એક બ્લોગર “મિત્ર”ભાવે નિહાળતા, એક “નાની બેન” સ્વરૂપે નિહાળતો થયો…અને જવાબરૂપી  ઈમેઈલોમાં એમણે મને “એક ભાઈ ” તરીકે માન આપ્યું !….આ રહી અમારો “ભાઈ-બેન”ના સ્નેહસંબંધની શરૂઆત…જે ધીરે ધીરે વધુ અને વધુ ખીલતી રહી છે !
આવા પવિત્ર સંબંધે બંધાયા બાદ, જે પરિચયરૂપે જાણ્યું તે……
રેખાબેન સિંધલ અત્યારે યુ.એસ.એ.ના “ટેનેસી” રાજ્યના રહીશ છે….એઓ અમેરીકામાં ૨૦ વર્ષથી વધૂ સમયથી અમેરીકામા પરિવાર સાથે સ્થાયી છે….અને, એમના વિષે કાંઈ વધુ લખું તે પહેલા, એમના બ્લોગ પર એમણે જ લખેલા શબ્દો મુકું છું >>>>
 
માઈક્રોબાયોલોજી અને શિક્ષણમાં સ્નાતક થયા પછી ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે અને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકની મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું છે. ઘણા વર્ષો સુધી મેડિકલ લેબોરેટરીમાં ટેકનિશીયન તરીકે કામ કરેલ છે. સાથે સાથે ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓમાં ત્રણ પુત્રીઓની માતા અને ભારતીય પત્નીની રસોડા દ્વારા પતિને રીઝવવાની પ્રથા…..આ બધા આનંદ વચ્ચે ક્યારેક ક્યારેક કલમ ઉપાડીને લીટીઓ તાણ્યાનો આનંદ પણ માણ્યો છે. સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છીક સેવાઓ આપતા રહેવાનો સતત પ્રયત્ન કરતી રહી છું. નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે એમ સૌ કહેતા હોય છે એટલે માનવું પડે છે બાકી ભાવપ્રદેશમાં કેડી કંડારવાની હજુ બાકી છે.
હવે શક્તિના પૂર ઓસરવા લાગ્યા છે ત્યારે કલમનો ટેકો વધુ યાદ આવે છે. અને એ ટેકે ટેકે આગળનો પંથ સરળ બને એવા પ્રયત્નમાં વાચકોનો સથવારો મળશે તો આ આનંદયાત્રા વધુ માણી શકાશે. એમ માનીને આ બ્લોગ શરૂ કર્યો છે. દેશ છોડ્યાને 2008માં વીસ વર્ષ થયા. હાલ યુ.એસ.એ.ના ટેનેસી રાજ્યમાં રહું છું. જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
 
રેખાબેન સાહિત્ય પ્રેમી છે,…અને, સમય સમયે ગુજરાતી તેમજ અંગ્રેજી માં સુંદર લેખો લખી એઓ એમના બ્લોગ પર પ્રગટ કરે છે…અને, કોઈવાર “કાવ્યો”રચનાઓ પણ પ્રસાદીરૂપે બ્લોગ પર મુકે છે…..આવો રસ હોવા છતાં, એઓ પ્રથમ એક “ભારતીય નારી”તરીકે ગૌરવ અનુભવે છે, અને સંસારમાં રહી, “કર્તવ્ય-પાલન”ને ધર્મ માની, જીવનમાં આગેકુચ કરે છે ……એમના વિચારો એમના “પોસ્ટરૂપી લખાણ”માં જાણી, તેમજ  એમના “ઈમેઈલો”માં એમનો ઉંડો “લાગણીબાવ” નિહાળી, હું આટલું કહી શકું છું ….>>>”રેખાબેન, સત્યના પંથે ચલનારા દયા, લાગણીઓ ભરપુર નારી છે !”….એમણે જ એમના બ્લોગ પર  “ડીપ્રેસન” વિષે એક લેખ પ્રગટ કર્યો હતો….એમાં એમના જીવનમાં જે સહન કર્યું , સારવાર લીધી, અને જે સફળતા મેળવી એનું વર્ણન કરી, અનેક આવી માંદગી માટે સમજ-માર્ગદર્શન અનેકને આપ્યું  ….ખુલ્લા દીલે આવું પ્રગટ કરવું એ કંઈ સહેલું નથી !…..એમને એ માટે મારા વંદન ! 
રેખાબેન વિષે જે મેં જાણ્યું તે જ લખ્યું છે….પણ, તમારે એમના વિષે વધુ જાણવું હોય તો તમારે એમના બ્લોગ “અક્ષય પાત્ર” પર જવું જોઈએ, અને તે માટે “લીન્ક” (LINK) છે>>>>>
 
http://axaypatra.wordpress.com/
 
અંતે મારે આટલું જ કહેવું છે>>>>
 
રેખાબેનનું જીવન ચિન્તાઓ મુક્ત રહે, આનંદભર્યું રહે…..અને એમની ઈચ્છાઓ પ્રભુ પુર્ણ કરે, અને એમને તંદુરસ્તી બક્ષે !..બસ, આટલી જ એક ભાઈની એક બેન માટે પ્રાર્થના !
 
ચંદ્રવદન.
 
 
FEW  WORDS…
 
Today you are reading a Post on another individual…..and it is on REKHABEN SINDHAL of U.S.A.
Some of you know her.
She has her own Blog AXAYPATRA.
I have written this Post on Rekhaben, as I had known by reading the Posts on her Blog …& also by reading her comments on her other Blogs.
Then there were Email Contacts with her……and I was closer to her…..and I regarded her as my younger sister and she respected me as her brother.
You can know more about her by visiting her Blog by the LINK>>>>

 
 
Thanking you all in advance for reading this Post.
Your COMMENTS are welcome !
 
CHANDRAVADAN

 

જૂન 10, 2010 at 12:40 પી એમ(pm) 18 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,413 hits

Disclimer

સંગ્રહ

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930