Archive for જૂન 4, 2010

વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

 

વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

 
 
 

મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !

મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !…..(ટેક)
 
ગુજરાતી બ્લોગોની સફરોમાં,
 
હતો હું “ટહૂકો” કે “ઊર્મીસાગર” બ્લોગોમાં.
 
નામ નિતા કોટેચા વાંચ્યું પ્રતિભાવોમાં,
 
એવી ઓળખાણ પ્રભુએ જ કરી હશે !……મિત્રતા….(૧)
 
“મનના વિચારો” બ્લોગ પર જાતા, હતો આનંદ ચંદ્ર-હૈયે,
 
“ચંદ્રપૂકાર”પર નિતા-પ્રતિભાવો વાંચી, હતો આનંદ ચંદ્ર-હૈયે,
 
“ચંદ્ર-હૈયા” જેવો આનંદ જરૂર હશે નિતા-હૈયે,
 
આવી આનંદની ઘડીઓ પ્રભુએ જ કરી હશે !…..મિત્રતા….(૨)
 
હવે, તો, બ્લોગ-મુલાકાતો સિવાય ઈમેઈલથી સંર્પક હતો,
 
અરે, એડ્રેસ-ફોન જાણી, ચંદ્ર તો નિતાબેન નજીક હતો,
 
આવા “ઓળખાણરૂપી પુષ્પ”માં સ્નેહભાવ ખીલતો હતો !
 
આવી સ્નેહ-સબંધ ઘડીઓ પ્રભુએ જ કરી હશે !….મિત્રતા…(૩)
 
ચંદ્રે હ્રદયભાવો ખુલ્લા કરી, હ્રદય એનું હલકું કર્યું
,
રૂબરૂ મળવાની આશાઓ ભરી, હ્રદય એનું ફરી ભર્યું,
 
કહો  માયા કે પ્રેમભાવ એને તમે !
 
આવી ચંદ્ર-હાલત પ્રભુએ જ કરી હશે !….મિત્રતા….(૪)
 
 
તારીખ…માર્ચ ૨૦, ૨૦૧૦              ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે નિતાબેન કોટેચા વિષે !
 
તમે પ્રશ્ર્ન કરશો કે ….”કેવી રીતે તમે નિતાબેનને જાણો છો ?”
 
આ સવાલના જવાબરૂપે તમે ઉપર પ્રગટ કરેલા કાવ્ય દ્વારા થોડું તો જાણ્યું જ છે !
 
તેમ છતાં, આ “બે શબ્દો”ના લખાણ દ્વારા હું કંઈક વધુ કહેવા માંગુ છું .
 
પ્રથમ……તમે જાણ્યું કે ૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નો જન્મ થયો….હું તો આનંદમાં ગુજરાતી
 
 બ્લોગજગતમાં અનેક બ્લોગોની મુલાકાતો લઈ, જુદી જુદી પોસ્ટો વાંચતો…અને સાથે
 
 સાથે એ પોસ્ટો પર મુકાયેલા પ્રતિભાવો પણ વાંચતો…..અનેકવાર, નામ હતું “નિતા
 
 કોટેચા” !…..એ પ્રતિભાવો દ્વારા મેં જાણ્યું કે નિતાબેનનો પણ એક બ્લોગ હતો…અને એનું
 
 નામ હતું “મનના વિચારો “……આટલું જાણતા, મારૂ હૈયું મને તરત એમના બ્લોગ પર
 
 લઈ ગયું…..જુની પોસ્ટો વાંચી….અને એક પોસ્ટ પર મેં મારો પ્રતિભાવ મુક્યો…..અને
 
 નિતાબેનને મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર પધારવા આમંત્રણ આપ્યું …..અને, થોડા જ
 
 દિવસમાં નિતાબેન “ચંદ્રપૂકાર”પર હતા. એમના પ્રથમ પ્રતિભાવ વાંચી મેં મારા હૈયે
 
 આનંદ અનુભવ્યો….એમના મળેલા ઈમેઈલ દ્વારા એમને “આભાર” પાઠવવાની તક
 
 મળી…..પછી તો, એમણે મારા બ્લોગની અનેક મુલાકાતો લીધી…..અને મે પણ એમના
 
 બ્લોગની મુલાકાતો લીધી. અનેક ઈમેઈલો પણ એક્બીજાને થયા.
 
 
નિતાબેનની પોસ્ટોમાં એમના વિચારો જાણ્યા…..એમના પ્રતિભાવોમાં એમના વિચારો
 
 જાણ્યા……અને, એમના ઈમેઈલો દ્વારા એમના વિચારો જાણ્યા……હું હવે નિતાબેનને વધુ
 
 જાણતો હતો, વધૂ ઓળખતો હતો…….મારૂં મન મને કહે..”નિતાબેન ખુબ જ
 
 લાગણીઓભર્યા વ્તક્તિ છે !”….અને, મારા હૈયાની પણ એવી જ પૂકાર હતી !
 
મેં નિતાબેનને મારી એક “નાની બેન” સ્વરૂપે નિહાળ્યા…એમણે પણ મને એક “મોટા
 
 ભાઈ” કહી માન આપ્યું !
 
જ્યારે વ્યક્તિ હ્રદયમાં ખરી ઉંડી લાગણીઓ રાખે ત્યારે, કોઈ સાથે “સખી “બની આનંદ
 
 અનુભવે…..જ્યારે સખીનું વર્તન એવૂં હોય કે હૈયે ખુબ દુ”ખ થાય….એવી જ એક
 
 ઘટનાના કારણે નારાજ થઈ નિતાબેન વિચારોમાં રહી, એમના બ્લોગ પર પોસ્ટો પણ
 
 ના મુકતા ત્યારે સુરેશભાઈ જાની તેમજ અન્ય તરફથી ફરી “ઉત્સાહ” રેડાયો…..અને,
 
 ત્યારે મારા પણ “ઉત્સાહ”ભર્યા શબ્દો ઈમેઈલઓથી હતા !…..ફરી એમનો બ્લોગ “મનના
 
 વિચારો “નવી પોસ્ટો સાથે “પ્રસાદીઓ” આપતો હતો. એ નિહાળી મારા હૈયે આનંદ હતો !
 
નિતાબેને ગુજરાતીમાં અનેક ટુંકી વાર્તાઓ લખી હતી….એમની કોઈક વાર્તાને “એવોર્ડ”
 
 પણ મળ્યું છે….અને જાન્યુઆરી ૨૦૧૦માં “મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય એકાડેમી” દ્વારા
 
 એક  ટુંકી વાર્તાઓનું પુસ્તક “મનન” પ્રગટ કર્યું ,,,,,ત્યારે એમના હૈયે તો ખુખી…..અને,
 
 મારા હૈયે પણ ખુખી….નિતાબેનને એ માટે ખુબ જ “અભિનંદન” !
 
 
એ પુસ્તક કવર છે……
 
 
હવે નિતાબેન વિષે શું લખું ?
 
નિતાબેન મુંબઈના ઘાટકોપર વિસ્તારના રહીશ છે….એઓ પરિવાર સાથે સુખી
 
 છે….દીકરીઓ માટેનો એમનો પ્રેમ ઉંડો છે…એમનું ભણતાર એજ એમની
 
 પ્રાર્થના….એમનો ગુજરાતી સાહિત્ય પ્રેમ પણ ઉંડો છે …..મેં તો જે જાણ્યું તે જ
 
 લખ્યું …..તમે નિતાબેનને વધુ જાણવા હોય તો જરૂરથી એમના બ્લોગ “મનના
 
 વિચારો”ની મુલાકાત લેશો ….એથી મને પણ આનંદ થશે !…..અને, જો શક્ય હોય તો
 
 એમની પ્રગટ કરેલ પુસ્તક “મનન” વાંચશો તો જરૂરથી એમના “વિચારો” તમે જાણી,
 
 નિતાબેનને ખરેખર જાણશો !
 
અને, એમના બ્લોગ પર જવા માટેની “લીન્ક” (LINK) છે>>>>
 
http://neeta-kotecha.blogspot.com/
 
તમે “ચંદ્રપૂકાર”પર પધારી આ પોસ્ટ વાંચી તે માટે આભાર !…જો તમે તમારા “ભાવો”
 
 પ્રતિભાવરૂપે મુકશો તો વાંચી “આનંદભર્યો આભાર ” !
 
 
ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today you are reading a Post on another women….it is on NEETABEN KOTECHA of MUMBAI, INDIA.
How do I know her ?
Well, she is a BLOGGER…& has her own Blog “MANna VICHARO”.
As I surfed on the different Blogs of the GUJARATI WEBJAGAT, I came to know her by reading her COMMENTS on different Blogs & also by reading the POSTS on her Blog.
As I read her comments & her Posts, I realised that she is an individual with “deep feelings for others in her heart”…..She is very emotional too !….And, as i communicated with her via EMAILS, I was closer to her …I saw her as my “younger sister” and she respected me as her “brother”.
Neetaben had written many “short stories” (TUNKI VARTAO) in Gujarati…and one of her “vaarta” selected as one of the best and she received an Award fot that. She had also published a Book of “Tunki Vartao” in Gujarati entitled “MANAN”.
If you wish to visit her Blog, then the LINK is>>>>>
 
http://neeta-kotecha.blogspot.com/
 
I hope you enjoy reading this Post !
 
CHANDRAVADAN MISTRY

જૂન 4, 2010 at 2:13 એ એમ (am) 19 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,415 hits

Disclimer

સંગ્રહ

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930