વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

મે 28, 2010 at 12:21 પી એમ(pm) 26 comments

 
 Rajiv Pandya
PRAGNAJUBEN VYAS
 (NO PHOTO)
 

વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

 
  
  
 

ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !

મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)
  
ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,
  
પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !
  
જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)
  
ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,
  
 વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો,  હૈયે ખુશી હતી મારી !
  
જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)
  
હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી ,
 
ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)
  
“નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,
  
આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)
  
પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,
   
પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?
 
હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫)
 
ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,
 
અને,  હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે !
 
હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬)
 
તારીખ..માર્ચ, ૧૫, ૨૦૧૦             ચંદ્રવદન
 
 
આજે ઘણા દિવસો બાદ, પ્રજ્ઞાજુબેન ફરી “ચંદ્રપૂકાર”પર આવી
 
અનેક પોસ્ટો માટે પ્રતિભાવો આપ્યા…અને આ કાવ્ય લખવા પ્રેરણા મળી !
 
>>>>ચંદ્રવદન.
 
 
 
 
 

બે શબ્દો…..

આજની “વ્યક્તિ પરિચય…મિત્રતા”ની પોસ્ટ છે પ્રજ્ઞાજુબેન વ્યાસના વિષે !
ગુજરાતી વેબજગતમાં થયેલા અનેક નારીઓના પરિચયોમાંથી મેં એમને મારા “મોટીબેન”સ્વરૂપે નિહાળી, આ પોસ્ટ પ્રગટ કરી છે !
 
પ્રથમ શા માટે ?
 
બ્લોગજગતની સફરોમાં અનેક બ્લોગોમાં એમના “પ્રતિભાવો” વાંચ્યા …..એમને થોડા જાણ્યા….અને, ત્યારબાદ, એમણે જુલાઈ, ૨૦૦૮માં એમનો બ્લોગ “નિરવ રવે” શરૂં કર્યો. અને, એમના એ બ્લોગ પર ફરી ફરી જતા એમને વધુ જાણ્યા. એમણે પ્રગટ કરેલી પોસ્ટો વાંચતા હું એમને વધુ સમજવવા લાગ્યો. આમ તો એમણે “ચંદ્રપૂકાર” પર આવી જે પ્રતિભાવો આપ્યા હતા એ આધારે, હું એમના “ઉંડા જ્ઞાન”થી પ્રભાવીત થઈ ચુક્યો હતો જ, પણ એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટોમાં અનેક વિષયોના દર્શન થયા…..ગુજરાતી કે અંગ્રેજી સાહિત્ય કે પછી ધર્મજ્ઞાનનો વિષય હોય…..કે પછી, ભુગોળ, ઈતિહાસ કે મેડીકલ જ્ઞાનનો વિષય હોય…..આવા વાંચન સાથે, જેને મેં “બેન” ગણ્યા, એમને મળવા માટે હૈયે “આશાઓ” જાગ્રુત થઈ…..ઈમેઈલથી એમના વિષે જાણવા મારા પ્રયાસો હતા. સફળતા ના મળી !…….શા માટે આવું હશે ?……મારૂં મન આનો જવાબ માંગતું રહ્યું ……અંતે જાણ્યું કે અમેરીકામાં “આઈડી”ની ચોરી થાય , અને એમને પોતાના વિષે પુરી માહિતીઓ ના આપવાની સલાહો હોય શકે …અને આ વિચાર એક “ડર” રૂપે હોય શકે…આ ફક્ત મારૂં અનુમાન છે !
 
એમના વિચારોને માન આપવું એ જ યોગ્યતા કહેવાય !…..હું એમને એમના “વિચારો”માં નિહાળતો રહ્યો.
 
એમના બ્લોગ પર પોસ્ટો વાંચતા, હું એમના વિષે જરા વધુ જાણી શક્યો……..જાણ્યું કે અમેરીકા આવવા પહેલા, એઓ સુરત, ગુજરાતના રહીશ હતા…..એમના ભાગ્યમાં પ્રફુલ્લભાઈ વ્યાસ પતિ/જીવનસાથી …..કદાચ, પ્રફુલ્લભાઈ સૌરાસ્ટ્રના હશે કારણ કે એમના લગ્ન બાદ થોડા સમય માટે પ્રજ્ઞાજુબેન ત્યાં હતા……અને , લગ્ન પહેલા, એમની અટક કદાચ “શુક્લ” એવી જાણ કોઈ પોસ્ટ દ્વારા થઈ ( ભુલ હોય તો સુધારવા ક્રુપા કરશો )…..એમને પ્રભુએ “દિકરા-દીકરીઓ”નું સુખ પણ આપી  ક્રુપા કરી હતી …..આજે એઓ સંતાનો સાથે ન્યુ જર્સીમા આનંદભર્યું જીવન ગાળી રહ્યા છે…..અનેક પોસ્ટોમાં એમની દીકરી “યામિની” ના કાવ્યો કે પછી એના સાહિત્ય જ્ઞાનના દર્શન “નાટકો” કે “પ્રગટ કરેલા પુસ્તકો” દ્વારા થાય છે….અને, સાથે સાથે જ્યારે જાણ્યું કે યામિની એક “ડોકટર/પેથોલોજીસ્ટ” છે ત્યારે મારા મારા મનમાં કોણ જાણે કેમ એક વિચાર આવ્યો…” પ્રજ્ઞાજુબેન પણ ડોકટર હોય શકે ને ? “
 
આ ઉપરનો વિચાર પણ ખોટો હોય….
 
તો, એમના ઉંડા વાંચનને જાણી, કદાચ એઓ એક “ટીચર” પણ હોય શકે ?
 
અરે, શા માટે હું આવા વિચારો કરૂં છું ? કદાચ, મારૂં મન એમને વધુ જાણવાના હેતુથી
આવું કરી રહ્યું હશે.
 
છોડો આ બધુ…..બેન જ એક દિવસ એમની ઈચ્છાથી જાણ કરશે !
 
અને, હા, એક અગત્યની વાત કહેવાનું તો ભુલી જ ગયો …..એકવાર, પ્રજ્ઞાજુબેનનો ઈમેઈલ મારા આવ્યો..એમાં જે લખ્યું હતું તે કોપી’પેસ્ટ  નીચે મુજબ>>>>
 
ડોકટરને બતાવવાનું થયું…તો સીધી સેરેઝોન લખી આપી…લાયબ્રેરીમાંથી આ અંગેના ઘણા ચોપડાનો અભ્યાસ કર્યો તો મઝાની વાતો જાણવા મળી.તે વખતના સુ.કો.ના વડા રેહન્ક્વીસ્ટ પણ મેડીકલ બેદરકારીનાં ભોગ બનેલા! અને અહીંના સમાજમાં પણ આ અંગે ઘણી બેદરકારી છે-તો આપણે તે તરફ ધ્યાન દોરવું
 
 
આ સલાહ મારા મનમાં રમતી રહી…..કેવી રીતે બ્લોગ પર “મેડીકલ જ્ઞાન” વિષે પોસ્ટો હોય શકે ?…..સમય વહેતો ગયો…..”ચંદ્રપૂકાર” પર અનેક પોસ્ટો પ્રગટ થઈ. એનો આનંદ હૈયે હતો, છતાં, “પ્રજ્ઞાજુ-સલાહ” મારા મનમાં ફરી ફરી આવતી હતી….અને એક દિવસ, ડીસેમ્બર ૨૦૦૯માં એક વિચાર આવ્યો…”માનવ શરીર/દેહ વિષે કંઈક “સરળ ગુજરાતી ભાષા”માં પોસ્ટરૂપે લખું કે જે દ્વારા સૌને “મેડીકલ જ્ઞાન” મળે, અને સાથે સાથે “માનવ-બિમારીઓ” સમજવાનો લ્હવો મળે”…..બસ, આટલા વિચાર દ્વારા “માનવ તંદુરસ્તી” નામકરણે જાન્યુઆરી ૨૦૧૦માં “ચંદ્રપૂકાર” પર પોસ્ટો પ્રગટ થઈ….જે માટે એક ડોકટર તરીકે મને ખુબ જ આનંદ છે …અને, એ આનંદના ભાગીદાર છે પ્રજ્ઞજુબેન ! 
 
બે કે ત્રણ વર્ષ પહેલા, પ્રજ્ઞાજુબેને “૫૦મી વેડીંગ એનીવસરી” ઉજવી હતી …..હશે કદાચ ૨૦૦૭ની સાલ …તો લગ્ન હશે ૧૯૫૫ ( આગળ કે પાછળ )….તો, આજે એઓ હશે ૭૦ આસપાસ( more likely 75 years or more )…તો મારા “મોટીબેન” જ થયાને ?
 
ગુજરાતી બ્લોગજગતમાં ફરતા કોઈ પણને પ્રજ્ઞાજૂબેનનો ભેટો એમના “પ્રતિભાવો” દ્વારા થઈ જ જાય ….પણ, એમના બ્લોગ “નિરવ રવે ” પર જવા માટે “લીન્ક ” છે>>>>>
 
http://niravrave.wordpress.com/
 
મારા દીલમાં એમનો “ફોટો” ના જોયો એવો “અફસોસ” હંમેશા રહ્યો…..ત્યારે મારૂં મન મને ફરી ફરી કહેતું ..”હ્રદયમાં છે તો ફોટાની શી જરૂર ?”
 
આજે, આ પોસ્ટ પ્રગટ કરતા, એક જ પ્રાર્થના….” પ્રભુ, પ્રજ્ઞાજુબેનને તમે હંમેશા તંદુરસ્ત રાખજો…..એઓ ગુજરાતી બ્લોગજગતમાં એમની “પ્રસાદી” આપતા રહે” …..અને, અંતે એક જ આશા>>>કોઈવાર ન્યુ જર્સીમાં જવાનું થાય અને ના ધારેલી જગ્યાએ એમનો ભેટો થઈ જાય !  અશક્ય ? ના, પ્રભુ ઈચ્છા હોય તો આ પણ શક્ય !….અને, અંતે મારે એમના પ્યારા મોટાબેન, જેમણે એમને જન્મ બાદ ગોદમાં લીધા હતા, એ “રમાબેન”ને વંદન પાઠવું છું !….એમના પતિ પ્રફુલ્લભાઈને “જય શ્રી ક્રુષ્ણ” !
 
આ પોસ્ટ વાંચી,  પ્રતિભાવો આપશોને ? અને, પ્રજ્ઞાજુબેન કોઈ ભુલ થઈ હોય તો માફ કરશોને ?
 
>>>>>ચંદ્રવદન. 
 
 
 
 

અને,વધુમાં લખવાનું કે…….

ઉપર મુજબ “પોસ્ટ”રૂપી લખાણ તૈયાર કર્યા બાદ, પ્રજ્ઞાજુબેને “૬૦+ના ગ્રુપ”માં ઈમેઈલ દ્વારા ( તારીખ મે,૨૩,૨૦૧૦) નીચે મુજબ લખ્યું >>>>
 
 
થોડી મારી વાત …
અમે અહીં આવ્યા બાદ મારી સ્થિતી કાંઈક આવી હતી.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
    ઉપાય સૂચવાયો…
  જે પણ વિચાર આવે તે લખો
 પછી સ્નેહીજનો પર મોકલો.ત્યારે ફોન,ઈન્ટરનેટ સેવાઓ ધીમી અને ખર્ચાળ હતી.અમારા વર્જીનીયાવાળા જંત્રાણીયા એક સી ડી લાવ્યા હતા જેનાંથી ગુજરાતીમા લખાય અને કોમ્પ્યુટરમા સેવ થાય.પણ તેમા ફાવટ આવી નહીં.મારા કાકાશ્રીએ સેંટ જોનથી ઈ-મૅઈલ મોકલ્યો અને ફોન પર કહ્યું કે ઈ-મૅઇલથી ઉતર આપો.અંગ્રજીમા ઈ-મૅઈલ ચાલુ થયા અમારા નોર્થકેરોલીનાના ભત્રીજાના દિકરાની વહુએ ગુજરાતી વાંચવાની પધ્ધતિ બતાવી.શરુઆતમા પ્રતિભાવ અંગેજીમા આપતા.અમને એવી સલાહ આપવામાં આવેલી કે અહીં કોઈ પણ વસ્તુ મફ્ા ન હોય અને અમારા પૌત્રે લયસ્તરોનું સબસ્ક્રીપશન ભર્યું અને અમને ફીકર થઈ કે કેટલો ખર્ચો થશે?પણ પૂછ્યુ તો બધાને હસવું આવ્યું! ત્યાં સોનલ બ્લોગ કાઢ્વાની વાત લાવી! અમે તો પૂછી જ લીધું કે આમા ખર્ચો કેટલો થાય? તો કહે મ  ફ  ત અને અમારા ઈ-મેઈલ પ્રમાણે પોસ્ટ મૂકી આપી અને તે ન્યુયોર્કના આખલાને નાથવામા પડી ગઈ…જેમા અમારી ચાંચ ન ડૂબે તેવી ફાઈનાન્સની કામગીરીકરે! શરુઆતમાં જ સૂચના આપેલી કે બોલ્ડમા લખો તે ગુસ્સો કર્યો કહેવાય! આઈ ડી ખાસ સાચવવાની! તમારી સાચી બર્થડેટ તથા ફોટા મૂકવા નહીં. નહીં તો આઈ ડી ચોરાઈ જાય !
  આ પોરી પાન વગરની ડાળખીને પાન ખરની બીક બતાવે! પણ ગુરુવચન પાળવાનો પ્રયત્ન કરીએ છીએ.અમારા સ્નેહી જનોમા વિદ્વાનો છે પણ તેઓને કોંપ્યુટરની એલર્જી છે…અને .
      મારું ગાંડપણ એવું છે તમે કેમ છો?ના બોર આપ્યા અને અમે અમારી જાતે કલ્લી …
  ચાલો કોલ આવ્યો-વેરીઝ આ આ આ જી! અને તેમના પેટમાંથી હાર્ટમા જવાનો રસ્તો ચાલુ રાખવા જ ઉં છું ત્યારે……

 

 
 
 
આવું જાણતા, ….જે મારૂં અનુમાન હતું કે એમને “આઈડી ચોરી”નો ડર છે તેને “સત્ય ઘટના”રૂપી સ્વરૂપ મળ્યું …..આ પ્રમાણે, પ્રજ્ઞાજુબેને હ્રદય ખોલી જે લખ્યું તે વાંચી મને ખુબ જ આનંદ છે !….પ્રભુની ક્રુપા હશે તો…..આ પોસ્ટ હું પ્રગટ કરૂ તે પહેલા, કદાચ એમનો “ફોટો” એમના બ્લોગ પર નિહાળવાનો લ્હાવો મળશે….અને, આવું જો શક્ય થાય તો એ ફોટો આ પોસ્ટ સાથે પ્રગટ કરીશ….
 
ચંદ્રવદન.

 

 
FEW  WORDS
 
After the initial Posts on 5 MALE PERSONS as my FRIENDS ( MITRA), I had published Posts on “HEALTH” & “SUVICHAO”…and  also a Post on “MOTHER’S DAY” & a Post of a “BOOK REVIEW”…..and on the 50th Anniversary of GUJARAT.
 
As of today, it is Friday May, 28th 2010 and bu TITHI it is ADHIK VAISHAKHI PADVO meaning  1st Day of the ADHIK VAISHAKH MONTH & you are viewing the 1st Post under the Title of  “VYAKTI PARICHAY..MITRATA”…and of the Seies of these Posts under this Title there will be 5 WOMEN.(with Pragnajuben as the 1st Woman )
 
Today’s Post is on PRAGNAJUBEN VYAS….an Elderly Lady with the KNOWLEDGE!
She has been very active sharing her thoughts with others in the the GUARATI WEBJAGAT. At her age of more than 75 years & close to 80, she is the INSPIRATION to ALL !
 
You may know more about Pragnajuben by visiting her Blog “NIRAV RAVE…”by this LINK>>>>
 
http://niravrave.wordpress.com/
 
 
 
 
I pray to God that she remains in good health, and continue to encourage others.
It is my wish that one day I will see her in a PHOTO or actually MEET her !
 
Many in the Gujarati Webjagat know Pragnajuben….I invite you to read  this Post. I also will be HAPPY to read your COMMENTS with “Best Wishes” to her. Those who have NOT KNOWN her, will surely have the admiration for her !
 
CHANDRAVADAN  MISTRY

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪) વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

26 ટિપ્પણીઓ Add your own

  • 1. chandravadan  |  મે 28, 2010 પર 12:35 પી એમ(pm)

    વ્હાલા ચંદ્રપૂકારના મહેમાનો,

    સૌને નમસ્તે !

    આજે આ પોસ્ટ પ્રગટ કરી !

    આ પોસ્ટેનું લખાણ તૈયાર કરી, વિચાર્યું હતું કે હું વ્યક્તિઓ વિષેની આ પોસ્ટ જુન

    માસમાં પ્રગટ કરીશ……પણ, જ્યારે “ચંદ્રવિચારો શબ્દોમાં(૧૪) પ્રગટ ક્ર્યા બાદ, અનેકે

    વ્યક્તિ-પોસ્ટો માટે આતુરતા દર્શાવી….અને હું મેં મહિનામાં જ આ પ્રગટ કરી રહ્યો છું .

    બસ, આટલું જણાવવા માટે આ રહ્યો આ પોસ્ટ માટે “પહેલો પ્રતિભાવ” !>>>>>>ચંદ્રવદન.

    જવાબ આપો
  • 2. Harnish Jani  |  મે 28, 2010 પર 12:46 પી એમ(pm)

    પ્રગ્નાજી-નો પરિચય જાત જાતના બ્લોગમાં એમની ટીકા ટિપ્પણી વાંચીને થયો છે- મારા હિસાબે,તેમનું વાચન અતિ વિશાળ છે-વાંચે તો ઘણાં છે- પરંતુ યોગ્ય સમયે તે જુદા જુદા વિષય પર ટિપ્પણી કરી શકે છે-મારા અનુભવે કહી શકું કે તેઓ ડહાપણની ખાણ છે-વિવેકનો ધોધ છે-કરુણાનો સાગર છે- ગ્નાન નો મેરુ છે.- એમની મિત્રતા માટે ગૌરવ છે– આવું મેં કોઇને માટે કહ્યું નથી-મારી પત્ની માટે પણ નહીં.
    મારું માન્વું છે કે તેમણે તેમના ગ્નાન નો બીજાઓને લાભ આપવા પુસ્તક રુપે વ્યવસ્થિત લેખો બહાર પાડવા જોઇએ.

    જવાબ આપો
  • 3. dhavalrajgeera  |  મે 28, 2010 પર 1:20 પી એમ(pm)

    We are happy to know Pragnaben.
    We know that she is ,

    ” ડહાપણની ખાણ,
    ગ્નાન નો મેરુ છે,
    કરુણાનો સાગર,
    વિવેકનો ધોધ છે
    એમની મિત્રતા માટે ગૌરવ છે.”
    hope she stay connected with us .

    Dhavalrajgeera
    http://www.bpaindia.org

    જવાબ આપો
  • 4. Pancham Shukla  |  મે 28, 2010 પર 2:54 પી એમ(pm)

    આદરણીય પ્રજ્ઞાજુના પ્રતિભાવોમાંથી અનેક વિષયો પર ઘણું જાણવા મળે છે. આશા છે એમનો ફોટો અને એમના વિશે વધુ માહિતી આપને એ ભગનીભાવે બ્લોગપ્રોફાઈલિંગ માટે આપી શકશે.

    જવાબ આપો
  • 5. Ishvarlal R. Mistry  |  મે 28, 2010 પર 4:40 પી એમ(pm)

    Very happy to read her comments .She is very knowledgeable person with lot of experience and wisdom.Pray for her good health and happiness .we need you, best of luck.

    Ishvarbhai R. Mistry

    જવાબ આપો
  • 7. Bhajman Nanavaty  |  મે 28, 2010 પર 5:09 પી એમ(pm)

    આદરણીય પ્રજ્ઞાજુબેનના જ્ઞાન નો પરિચયા તો તેમનાં લખાણથી થયો જ હતો આપની પોસ્ટ વાંચી નિકટતાનો અનુભવ થયો. એમને વંદન.

    જવાબ આપો
  • 8. Ramesh Patel  |  મે 28, 2010 પર 6:19 પી એમ(pm)

    આદરણીય પ્રજ્ઞાજુબેન

    ચંદનની સુગંધ કેમ છૂપી રહે? કર્ણાટક ના એ પ્રદેશ જ્યાં ચંદન વૃક્ષો

    થાય છે તે વિસ્તારની મુલાકાત લઈએ તો પવન સંદેશા દેતો સામે આવે.

    આવો અનુભવ તેમના પ્રતિભા સંપન્ન પ્રતિભાવો વાંચતાં સૌ કોઈએ અનુભવ્યા.

    તેમના બ્લોગ વિષે તો હવે ખબર પડી.સાહિત્યકારના ગુણો અને વિશાળ

    અનુભવો વહેંચી બધાને આપે શ્રીમંત બનાવ્યા છે .આપના પરિવાર

    અને શ્રી પ્રફુલ્લભાઈને અંતરથી શુબેચ્છા સાથે જય યોગેશ્વર.

    ડો શ્રી ચંદ્રવદનભાઈની મિત્રતાના ભાવની સરસ કવિતા મનને સ્પર્શી ગઈ.

    આપ આ રીતે સ્નેહ સુગંધના સમીર બની સેવા આપતા રહેશો એવી અભોલાષા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 9. sapana  |  મે 28, 2010 પર 8:45 પી એમ(pm)

    આદરણીય પ્રજ્ઞાજુબેન,
    તમારી કોમેન્ટસ ઉપરથી ખબર હતી કે તમે એક નોલેજેબલ વ્યકતિ છો…ખૂબજ ગ્યાની.આજે ચંદ્રવદનભાઈ તરફથી સ્મર્થન મળ્યું..વાંચીને ઘણિ ખુશી થઈકે આપણા બ્લોગ જગતમા આવા સરસ લોકો છે.થોડા લોકો જે વાતાવરણને બગાડે છે એના સિવાય મિઠૂ છે આ જગત..
    સપના

    જવાબ આપો
  • 10. Capt. Narendra  |  મે 29, 2010 પર 3:44 એ એમ (am)

    અમારા સંસ્કૃતના ગુરુજી શાસ્ત્રી સાહેબે એક સુભાષીત શીખવ્યું હતું: “विद्या विनयेन शोभते” આ સુભાષિત મેં પ્રજ્ઞાબહેનના વ્યક્તિત્વમાં પ્રગટ થતું જોયું. તેમનું પોતાનું જ્ઞાન એટલું વિપુલ છે, તેઓ પોતાનો બ્લૉગ કરવા ધારે તો તે અભૂતપૂર્વ પથ નિર્માણ કરી શકે. પરંતુ તેમણે અન્ય લોકોના લખાણોમાં પોતાની comments દ્વારા નિવેદન કરી પોતાની પ્રતિભાને છુપાવી. પરંતુ પ્રતિભા ચંદ્રકિરણ સમાન હોય છે. શિતળ, સુંદર અને પૃથ્વિપટલ પર ફેલાતી રહે છે. તેમના esoteric વાચનનો ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે તેમણે Charge of the Light Brigade પર સુંદર લેખ લખ્યો. એક ગેર-લશ્કરી વ્યક્તિ પાસેથી Huzzaria જેવા શબ્દો વાંચી આ લશ્કરી માણસ એટલો પ્રભાવિત થયો, શબ્દોમાં વર્ણવી શકતો નથી.

    ચંદ્રવદનભાઇ, પ્રજ્ઞાબહેનનો પરિ ચય આપી તમે અમને તેમના પ્રતિ અમારી ભાવના વ્યક્ત કરવાનો અવસર આપ્યો છે તે માટે આપનો ધન્યવાદ!

    જવાબ આપો
  • 11. pravina Avinash  |  મે 29, 2010 પર 2:37 પી એમ(pm)

    YES, She is a “VIDUSHI” lady. I have lots of respect for her.
    She is very knowledgable and smart lady. I would love to meet
    her. her comments are unbelievable.

    જવાબ આપો
  • 12. Gandabhai Vallabh  |  મે 29, 2010 પર 9:47 પી એમ(pm)

    ચંદ્રવદનભાઈ,

    નમસ્તે.
    પ્રજ્ઞાજુબેનનો સુંદર પરીચય આપવા બદલ હાર્દીક આભાર.

    -ગાંડાભાઈ

    જવાબ આપો
  • 13. neeta kotecha  |  મે 30, 2010 પર 3:35 એ એમ (am)

    bhai pahela to thanksss aava uncha vyakti no aatlo saras parishany aapva badal..

    ane પ્રજ્ઞાજુબેન ni comment ni to hu hamesha chahak rahi chu…gr888 che teo…

    જવાબ આપો
  • 14. chandravadan  |  મે 30, 2010 પર 8:18 પી એમ(pm)

    This is an EMAIL RESPONSE from BALUBHAI & JASUBEN MISTRY of Coventry, U.K.>>>>>>>

    Flag this messageRe: NEW POST on CHANDRAPUKARSunday, May 30, 2010 1:07 PMFrom: “Budhiabhai Mistry” View contact detailsTo: “chadravada mistry”

    Dear Sri Chandravadan
    Jai Sri Krishna
    After long time I am writing this letter to you………………

    I am vey impress reading your mail and people comment. Your health blog is very interesting. Also Mitra Parichaya is most beneficial and helpful introduction of a friends to one another.Specialy those people whose contact and fields are the same. it also help a man like me but not involve himself in disscussion. Don’t take me wrong though I cannot comment but I read everyone mail comment and artical and try to understand everyone point of view. I wish all the best and GOD bless you all. Soon I will be sending a letter to you by post for \Rupa

    Hows Kamuben and all family give my regards to all.

    Balubhai and Jasuben
    Jai Sri Krishna (Coventry)

    જવાબ આપો
  • 15. પટેલ પોપટભાઈ  |  મે 31, 2010 પર 3:11 એ એમ (am)

    મા. શ્રી ચન્દ્રવદનભાઈ
    પ.પૂજ્ય પ્રજ્ઞાજુબેનનનો પરિચય મને જ્યારથી એમના પ્રતિભાવો રૂપી લખાણો – ક્રુતિ ધ્વારા યયો ,ત્યારથી મેં એમને ” પરમ પૂજ્ય ” થી સંબોધવાનુ શરૂ કર્યું હતું, આજે અંગત આનંદ એ વાતનો છે કે “હું ખોટો નથી ” ( કોક્ને કદાચ મારું ” અભિમાન ” પણ લાગે તો પણ…..!!!!!! ભલેને)

    ચન્દ્રવદનભાઈ તમે તંદુરસ્તી ( હેલ્થ ) ઉપરના લેખો બંધ કર્યા !!!!!!! ક્યારે શરૂ કરશો ??? ચાતકની જેમ રાહ જોનારા પણ છે.

    જવાબ આપો
  • 16. વિશ્વદીપ બારડ  |  મે 31, 2010 પર 8:07 પી એમ(pm)

    she is visiting and write comments on most of Gujarati blog.thank you for ypur appriciation..she is a great person.

    જવાબ આપો
  • 17. sudhir patel  |  જૂન 1, 2010 પર 2:54 એ એમ (am)

    Nice article on Pragnaben! I always read her comments and learn a lot!!
    Sudhir Patel.

    જવાબ આપો
  • 18. dilip  |  જૂન 2, 2010 પર 11:12 એ એમ (am)

    khub sunder bhav ane temaay chandrvadanbhai no maitribhav Prajnashuben ne namaskaar

    જવાબ આપો
  • 19. નટવર મહેતા  |  જૂન 3, 2010 પર 1:22 એ એમ (am)

    સાચી વાત કરૂં તો માનનિય પ્રજ્ઞાબહેન વિશે મને આપના મારફત જ જાણવા મળ્યું, અને થયું કે દુનિયા કેટલી વિશાળ છે. અને હું એક કૂપ મંડૂક છું.

    એઓ એક વ્યક્તિ વિશેષ છે. અને સહુથી અગત્યની વાત એ શિખી છે કે ઉંમર નહિં ઉમંગ જિવનમાં અગત્યના છે. ઉમંરની સાહે જેનો ઉમંગ જળવાય રહે એઓ હર હંમેશ પ્રજ્ઞાશાળિ રહે છે.

    ગુજરાતી લેક્સિકોન પ્રમાણે પ્રજ્ઞા એટલે બુદ્ધિ, એકાગ્રતા, બુદ્ધિશાળી સ્ત્રી.

    અહિં મું પ્રજ્ઞાબહેને શેક્સપિયરને સાવ ખોટો પાડ્યો.. બીચારો અમસ્તો જ કહી ગયો હતો કે, ‘What is in a name?’

    મુ. પ્રજ્ઞાબહેન વિશે મને જાણવાનું મળ્યું એ બદલ આભાર. પણ મા. ડૉ. મિસ્ત્રી સાહેબ આપની લાગવગ લગાવી એઓને કહેજો કે મારા બ્લોગને પણ સહેજ પવિત્ર કરે અને એઓના પાવન પગલાઓ મારા બ્લોગ પર પાડે અને આશિર્વાદ આપે.

    બીજી એક આડવાત, અમારા વડિલ શ્રી અને દરિયાપારના મહાન લેખકો પૈકી એક એવા પ્રવીણ પટેલ ‘શશી’ એ ન્યુ જર્સીએથી પ્રકાશિત થતા ‘ગુજરાત દર્પણ’ માં આવી જ એક શ્રેણી શરૂ કરેલ છે એમાં એઓ સાહિત્ય રસિક વ્યક્તિવિશેષ વિશે બહુ જ સચોટ માહિતી આપે છે. એ શ્રેણીનું નામ છે ‘BUT મોગરો’ છે. અને બહુ જ જલ્દી એ પુસ્તક સ્વરૂપે પણ અવતરનાર છે.

    હા, એઓ કાવ્ય સ્વરૂપે નથી મુકતા.

    આપની કાવ્ય શ્રેણી વ્યક્તિ વિશેષ આટે અદ્વિતિય છે.

    જવાબ આપો
  • 20. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 4, 2010 પર 2:08 એ એમ (am)

    “ચંદ્રપૂકાર” પર પધારેલા સર્વ મહેમાનો,

    સૌને નમસ્તે !

    મેં પ્રજ્ઞાજુબેન વ્યાસની આ પોસ્ટ તારીખ મે,૨૮. ૨૦૧૦ના રોજ પ્રગટ કરી હતી….અને ત્યાર બાદ, કુલ્લે ૪૦૦થી વધુ આ બ્લોગ પર પધાર્યા હતા…..અને આ પોસ્ટ માટે ૧૯ પ્રતિભાવો છે..તેમાંથી પ્રથમ પ્રતિભાવ મારો છે !…..જે ૧૮ વ્યક્તિઓએ “એ શબ્દો” લખ્યા તે માટે ખુબ ખુબ આભાર !….આ બધાઓમાંથી અનેક પ્રજ્ઞાજુબેનને તો આગળથી ઓળખતા હતા…તો કોઈએ એમને પહેલીવાર જાણ્યા……પહેલા ન જાણ્તી વ્યક્તિઓમાંથી છે નટવરભાઈ મહેતા……જેમણે એમના વિષે જાણી, સુંદર શબ્દો લખ્યા, અને એમના બ્લોગ પર જવા આમંત્રણ પણ આપ્યું …..નટવરભાઈના શબ્દો પ્રજ્ઞાજુબેનને ઈમૅઈલથી જણાવ્યા ત્યારે જ સંતોષ થયો..આશા એટલી કે નટવરભાઈ અને પ્રજ્ઞાજુબેન એકબીજાને વધુ જાણે !>>>>>>ચંદ્રવદન

    જવાબ આપો
  • 21. સુરેશ જાની  |  જૂન 4, 2010 પર 1:39 પી એમ(pm)

    સોરી

    બહુ મોડો પડ્યો છું . એમને મોટીબેન કહું છું. વધારે કશું લખવું નથી.

    જવાબ આપો
    • 22. chandravadan  |  જૂન 4, 2010 પર 1:47 પી એમ(pm)

      Sureshbhai,
      IT IS BETER LATE THAN NEVER !
      I am happy to read your few words !
      Remember ….when I published the Post announcing the NEXT Posts will be on LADIES…..you expressed your eagerness…& Iwas waiting for you because of that !
      Pragnajuben will be HAPPY to read your FEW WORDS !

      જવાબ આપો
  • 23. nilam doshi  |  જૂન 4, 2010 પર 1:52 પી એમ(pm)

    its better late than never….

    i have deep respect for her….and i think..not only me..

    બ્લોગવિશ્વની દરેક વ્યક્તિને એમના માટે આદર અને માન હશે જ..છે જ…અને એ સાવ સ્વાભાવિક છે.

    ચન્દ્રવદનભાઇ…આભાર..એમના વિશે લખવા બદલ…

    પ્રજ્ઞાબહેનના વ્યક્તિત્વને સલામ..

    જવાબ આપો
  • 24. Valibhai Musa  |  જૂન 7, 2010 પર 3:52 પી એમ(pm)

    સ્નેહીશ્રી ચન્દ્રવદનભાઈ,

    સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ ઉપરના વ્યક્તિપરિચય શ્રેણીના ભાગરૂપ આપના કાવ્ય ઉપરના પ્રતિભાવે મેં મારા બ્લોગ ઉપર ” (195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ) શીર્ષકે એક આર્ટિકલ જ મૂકી દીધો છે, જેનો લિંક છે : –
    http://www.musawilliam.com/2010/06/07/195-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5-%e2%80%93-%e0%ab%a7-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d/

    આશા રાખું છું કે આપના બ્લોગના વાંચકો ઉપરના લિંકે જઈને વાંચશે તો પ્રજ્ઞાબેન અને તમારી રચનાઓ વિષે વધુ જાણકારી મેળવી શકશે.

    સ્નેહાધીન,

    વલીભાઈ મુસા

    જવાબ આપો
    • 25. chandravadan  |  જૂન 8, 2010 પર 2:26 એ એમ (am)

      વલીભાઈ,

      તમારો પ્રતિભાવ સાથે મુકેલી “લીન્ક”થી હું તમારા બ્લોગ પર ગયો…..અને, તમે પ્રગટ કરેલી પોસ્ટ “ભાવપ્રતિભાવ-૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ )” વાંચવાનો લ્હાવો લીધો…….આનંદ થયો !

      અનેક શબ્દોમાં લખે…..કોઈક ઉચ્ચ ભાષામાં લખે, કોઈ સરળ ભષામાં પ્રયાસ કરે……આ બધાઓમાંથી, કોઈ હ્રદયના ઉંડાણમાંથી શબ્દો પ્રગટ કરે (સરળ કે ઉંચ્ચ ભાષામાં)

      વલીભાઈએ જે તમે શબ્દો ચુંટીને પ્રજ્ઞાબેન વિષે લખ્યું તે ખરેખર તમારા હ્રદયના ઉંડાણમાંથી છે…..જે હું મારી આ પ્રગટ કરેલી પોસ્ટમાં દર્શાવી શક્યો ન હતો તે તમે એક સુંદર લેખરૂપે લખ્યું ..તમારી કલમ અધભુત છે…એ માટે તમોને વંદન !

      વલીભાઈ, જે તમે પ્રજ્ઞાબેન માટે લખ્યું તે સત્ય છે !……જે લખ્યું તે તમારા બ્લોગ પર પધારી, તમારી પોસ્ટ વાંચી ..કે પછી, અહી, મારા બ્લોગ પર પધારી, આ પ્રતિભાવે વાંચતા, “લીન્ક”દ્વારા તમારા બ્લોગ પર પહોંચી એ પોસ્ટ વાંચી……કે પછી, ૬૦+ગ્રુપમાં તમે આ નવી પોસ્ટની જાણ કરી તેથી વાંચી…..પ્રજ્ઞાબેન જરૂર ખુશ હશે !……પ્રજ્ઞાબેન.એમની ખુશીને શબ્દોમાં પ્રગટ કરશે એવી આશા નથી પણ મને ખાત્રી છે કે આ તમારા “બે શબ્દો” કે પછી મારી પ્રગટ કરેલી એમના વિષેની પોસ્ટ વાંચી/જાણી, “પ્રજ્ઞા-હ્રદય”માં થોડી ખુશી જરૂર હશે જ !

      વલીભાઈ, આ સુંદર પ્રતિભાવ માટે આભાર !

      >>>>>ચંદ્રવદન

      જવાબ આપો
  • 26. Valibhai Musa  |  જૂન 14, 2010 પર 1:37 એ એમ (am)

    ડો. ચન્દ્રવદનભાઈ મિસ્ત્રીના બ્લોગ ઉપર ‘વ્યક્તિપરિચય-મિત્રતા’ શ્રેણીની રચનાઓને કાવ્યકૌશલ્ય કરતાં વિશેષે કરીને ભાવકૌશલ્યના પરિપ્રેક્ષ્યમાં માણવા જેવી છે. “૬૦+ ગુજરાતીઓ” ગ્રુપના હોમ પેજ તથા સ્વાગત સંદેશ ઉપર વયોવૃદ્ધોને બાળકો તરીકે સંબોધવામાં આવ્યાં છે. બાળકોની અનેક ખાસિયતો પૈકીની એક તેમની ‘નિખાલસતા’ સૌને ખૂબ જ પ્રિય હોય છે. ચન્દ્રવદનભાઈની એક બાળકના જેવી નિખાલસ અને કાલીઘેલી ભાષામાં જાણે કે લખાએલી હોય તેવી તેમની વિવિધ વિષયો ઉપરની કાવ્યરચનાઓનો બંધાણી માત્ર હું જ નહિ, પણ અનેકાનેક તેમના વાંચકો પણ છે; જેની પ્રતીતિ આપણને થાય છે જે તે રચના ઉપર ગોઠવાયે જતા કોમેન્ટ્સના ખડકલા થકી.

    મારી આ કોમેન્ટના મૂળ પાટે આવું તો ચન્દ્રવદનભાઈએ મને ખાસ નિમંત્રણ પાઠવ્યું હતું કે મારે પ્રજ્ઞાબેન ઉપરના પરિચયકાવ્ય ઉપર કંઈક લખવું, જેનો મેં તાત્કાલિક પ્રત્યુત્તર તો આ શબ્દોમાં આપી દીધો હતો : “પ્રજ્ઞાબેન ઉપરની પોસ્ટ વાંચી, ત્યારનો ઉત્સુક છું કે સરસ કોમેન્ટ મૂકું. પ્રજ્ઞાબેન વિશિષ્ટ વ્યક્તિ હોઈ ખૂબ જ વિચારણાપૂર્વક લખાય તેમ હું ઈચ્છું છું. થોડોક મુડ અને ફુરસદ બેએક દિવસમાં કામને અંજામ અપાવશે જ. વિલંબમાં થોડીક તબિયતની અસ્વસ્થતા પણ કારણભૂત છે.”

    મારા પ્રજ્ઞાબેનના વ્યક્તિત્વ અંગેના પ્રતિભાવપ્રવેશ પૂર્વે મારા જ એક ‘આત્મા’ ઉપરના આર્ટિકલમાંના ‘ઈશ્વર’ ઉપરના એક અવતરણનું શબ્દાંતર કરીને કહેવા માગું છું કે “બ્લોગજગતમાં વિસ્તરેલા વિવિધ અને તલસ્પર્શી વિચારો અને ગહન જ્ઞાનને અવલોકીને, હે પ્રજ્ઞાબેન, તમને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તમને ઓળખવા, તમારી નજીક આવવા મથે છે; ત્યાં તો તમે માઈલો દૂર ચાલ્યાં જાઓ છે.’

    આ કોમેન્ટના વાંચકો ઉપરનું અવતરણ વાંચીને વિસ્મયથી પોતાનાં આંગળાંને કરડવાની ચેષ્ટા કરશે, કેમ કે અહીં ભાષાશાસ્ત્રના વ્યતિરેક અલંકારમાં પણ અતિશોક્તિ અલંકાર પ્રયોજાઈ ગયો છે. અહીં સ્પષ્ટતા કરી લેવી હિતાવહ છે કે મારો આશય માત્ર એ જ છે કે પ્રજ્ઞાબેનને જાણવા અને ઓળખવા માટે આપણી પાસે તેમની કૃતિઓ (Comments) માત્ર જ છે અને એ થકી જ તેમને કર્તા અર્થાત્ વ્યક્તિ તરીકે કલ્પવાં કે ઓળખવાં રહ્યાં કે તેઓ આવાં હશે કે તેવાં હશે.

    સુજ્ઞ વાંચકો મારી એક વાત સાથે સંમત થશે જ કે આ બાઈ માણસ માત્ર ‘પ્રજ્ઞા’ જ નહિ, પણ ‘સ્થિતપ્રજ્ઞા’ પણ છે. ચન્દ્રવદનભાઈની તેમના જ ઉપરની રચના ઉપર મારો આ પ્રતિભાવ મુકાય છે ત્યાં સુધી તેમનો પોતાનો જ પ્રતિભાવ આપવાની તેમણે જરાય ઉતાવળ કરી નથી. મારા સહિત ચન્દ્રવદનભાઈએ પ્રજ્ઞાબેન પહેલાં પાંચ વ્યક્તિઓ ઉપરનાં પરિચયકાવ્યો આપ્યાં છે, તે પૈકીના બધાએ જ પોતાના પ્રતિભાવ કોમેન્ટ કે મેઈલ સ્વરૂપે આપ્યા છે. આ જે કંઈ લખી રહ્યો છું તે ‘સ્થિતપ્રજ્ઞતા’ કે જેને સહજ અર્થમાં ‘ઠરેલપણું’ કહી શકાય તે સમજાવવા માટે જ છે. આહારશાસ્ત્રમાં જેમ પાચ્ય અને અપાચ્ય ખોરાકોની યાદી હોય છે; તે જ રીતે માનવજીવનમાં કેટલીક ભૌતિક કે અભૌતિક બાબતો એવી હોય છે જેમને પચાવવી કે ન પચાવવી તે વ્યક્તિલક્ષી બાબત હોઈ કોઈ તેમને પચાવી જાણે, તો કોઈને અપચો થઈ શકે છે. આવી કેટલીક અભૌતિક બાબતોમાં પ્રશંસા, કીર્તિ, સન્માન, સમૃદ્ધિ, કૌશલ્ય આદિને ગણાવી શકાય. પ્રજ્ઞાબેન વિષે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણનારા કબુલ કરશે જ કે આગળ ગણાવેલી અભૌતિક બાબતોને પચાવી જાણનાર આ નારીનું ક્યાંયે ઘમંડ તો શું, તેનો અણસાર સુદ્ધાં પણ જોવા મળશે નહિ.

    મેં ક્યાંક પ્રજ્ઞાબેનને તેમના બહુમુખી જ્ઞાનને બિરદાવતાં તેમને “Mini Encyclopedia’ તરીકેનું બિરૂદ આપ્યાનું યાદ છે, પણ મને યાદ છે ત્યાં સુધી તેમણે આ બિરૂદનો સ્વીકાર પણ નથી કર્યો કે અસ્વીકાર પણ નથી કર્યો, અર્થાત્ મૌન જ સેવ્યું છે. મૌન પણ એક અભિવ્યક્તિ છે અને તેને સમજવું એ વાચાળનું કામ નથી. પ્રજ્ઞાબેનના મનોજગતને સુપેરે સમજનાર એમનાં આપ્તજનો જ હોઈ શકે. ચન્દ્રવદનભાઈ કે અન્યોએ તો માત્ર કલ્પનાના ઘોડા જ દોડાવવા પડે. આ અન્યોમાંથી હું મારી જાતને આપમેળે જ બાકાત ગણું છું, તે એટલા માટે કે મેં આ પ્રતિભાવ લખતી વખતે માત્ર કલ્પનાઓનો સહારો લીધો નથી, પણ ઘણી જહેમત ઊઠાવીને શક્ય તેટલું સીમિત સ્રોતોમાંથી પણ તેમના વિષે જાણવાની કોશીશ કરી છે. મારા આ લખાણમાં તેમના વ્યક્તિત્વનું કોઈક પાસું અસ્પર્શ્ય રહેશે તેની ના નથી, પણ જે કંઈ અને જેટલું કંઈ આ લઘુલેખમાં દર્શાવવા જઈ રહ્યો છું, તે માત્ર યથાર્થ જ નહિ, પણ પ્રજ્ઞાબેનને સ્વીકાર્ય પણ રહેશે તેવું મારું દૃઢ માનવું છે.

    બ્લોગજગતમાં એવા કેટલાય ઈસમો હોઈ શકે જે પોતાનો કોઈ બ્લોગ ન ધરાવતા હોય અને છતાંય જ્ઞાનવર્ધક અને મનોરંજક એવી આ પ્રવૃત્તિમાં પ્રતિભાવક તરીકે ગળાડૂબ રહેતા હોય. સામાન્યત: કોમેન્ટ બોક્ષમાં ઈ-મેઈલ Id ઉપરાંત પોતાની કોઈ વેબ હોય તો તે પણ દર્શાવી શકાતી હોય છે, જે દ્વારા કોમેન્ટના વાંચકોને પોતાની વેબ ઉપર આવવા આકર્ષી શકાય છે. પ્રજ્ઞાબેને મારા ખંખાખોળા મુજબ હજારોના આંકમાં પોતાની વિદ્વતાપૂર્ણ કોમેન્ટ્સ મૂકી હોવા છતાં તેમણે એવી નિસ્પૃહતા બતાવી છે કે જાણે તેમનો સંકલ્પ હોય કે ‘નેકી કર, કૂએમેં ડાલ!’. ચન્દ્રવદનભાઈએ તેમની અંગત જાણકારી વિષેની અનેક પરિકલ્પનાઓ (Hypothesis) કરી છે, પણ પ્રજ્ઞાબેનનો કોઈ બ્લોગ હોવા ન હોવા અંગેની મારી ધારણાનું પલ્લું બ્લોગ હોવા તરફ વધુ ઢળે છે. ખરેખર, જો એમનો કોઈ બ્લોગ સક્રીય હોય, તો તેમણે ભલે જાહેર તરીકે નહિ તો અંગત તરીકે પણ પાસવર્ડ હેઠળ સુરક્ષિત રાખીને પોતાને યોગ્ય લાગે તેવા પસંદગીના વાંચકો માટે ખુલ્લો મૂકવો જોઈએ.

    પ્રજ્ઞાબેન માટે મેં કોઈક જગ્યાએ તેમના પ્રતિભાવ ઉપર મારો પ્રતિભાવ આપતાં તેમને ‘વિદુષી’(વિદ્વાન સ્ત્રી) તરીકે ઓળખાવ્યાં છે. તેમના માટેનું આ વિશેષણ સંપૂર્ણતયા એટલા માટે બંધબેસતું છે કે તેમણે અનેકાનેક બ્લોગ ઉપર મૂકાતા એવા કોઈ વિષયને પોતાના પ્રતિભાવથી વંચિત રાખ્યો નથી. ગુજરાતીઓ માટે સહજ એવા ત્રિભાષી જ્ઞાન ઉપરાંત એમનું સંસ્કૃત અને ઉર્દુ ઉપરનું પ્રભુત્વ પ્રશંસાપાત્ર છે. થોડીક તેમના મિજાજ (સ્વભાવ) વિષેની વાત કહું તો તેઓ જેટલાં ધીર અને ગંભીર છે તેટલાં જ રમુજી પણ છે. તેમની રમુજવ્રુત્તિ સહજ હોવા ઉપરાંત ઊંચા ધોરણની પણ છે, જેની પ્રતીતિ આપણને ‘હાસ્ય દરબાર’ ના ફલક ઉપર થયા વિના રહેશે નહિ. 60+ ગુજરાતીઓનું ગૂગલ ગ્રુપ પરિપક્વ અને વિદ્વાન સભ્યો ધરાવતું હોઈ ત્યાં પણ તેમની વિદ્વતા સોળે કલાએ ખીલતી અનુભવાશે. વળી એટલું જ નહિ, પોતે તમામનાં મોટાં બહેન હોય તે રીતે બધાયને વિવિધ બાબતે મુલ્યવાન Tips આપવાનું પણ ચુકતાં નથી.

    અહીં હું મારા આ લેખના સમાપનની નજીક પહોંચી ગયો હોઈ તેમના વ્યક્તિત્વના એક ઉજળા પાસાને જાહેર કર્યા સિવાય રહીશ નહિ, અને તે એ છે કે તેમણે બ્લોગજગતના નવોદિત નિશાળિયાઓને પોતાના પ્રતિભાવોથી પ્રોત્સાહિત કર્યા છે. એવા કોણ જાણે કેટલાય ઊગતા સિતારાઓને પોતાના જ્ઞાન અને પ્રશંસાના ભલે ને બે શબ્દો જ હોય તે થકી પોતાનું પૂરક તેજ પૂરું પાડીને દેદિપ્યમાન બનાવ્યા હશે જ.

    અંતે હું પ્રજ્ઞાબેન અને ચન્દ્રવદનભાઈને વિનંતી કરીશ કે મારા આ પ્રતિભાવમાં જાણે કે અજાણે કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા કોઈ અણગમતી બાબત લખાઈ ગઈ હોય તો મને દરગુજર કરે.

    ગુણાનુરાગી,

    વલીભાઈ મુસા

    નોંધ : – સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસનો બ્લોગ “Niravrave” જાણવા મળી ગયો છે.

    જવાબ આપો

Leave a reply to Harnish Jani જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,351 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31