ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪)

મે 26, 2010 at 12:45 એ એમ (am) 12 comments

 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪)

તમે “ચંદ્રપૂકાર” પર પધારી, તારીખ ફેબ્રુઆરી,૨૧, ૨૦૧૦ના દિવસે “ચંદ્રપૂકાર શબ્દોમાં(૧૩)” ની પોસ્ટ વાંચી હતી.અને ત્યારબાદ, તમે “વ્યક્તિ પરિચય..મિત્રતા” નામે થોડી પોસ્ટો વાંચી…અને એક “સુવિચારો”ની પોસ્ટ બાદ, અનેક “માનવ તંદુરસ્તી” ની પોસ્ટો વાંચી……અને ત્યારબાદ “એક બુક રીવ્યુ”ની પોસ્ટ, અને તારીખ મે, ૯, ૨૦૧૦ ના રોજ હતી એક “મધર્સ ડે”ની કાવ્યરૂપી પોસ્ટ !…..અને પછી, થોડી પોસ્ટો હતી “સુવિચારો”વિષે.

અને,,,અંતે પોસ્ટ હતી ગુજરાત વિષે !

.
અને હવે, તમે ફરી “વ્યક્તિ પરીચય…મિત્રતા “ની બીજી પોસ્ટો વાંચશો…..તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટ દ્વારા  “પાંચ પુરૂષો” વિષે જાણ્યું હતું ……અને હવે, મારી બ્લોગ જગતની સફરમાં થયેલી “નારીઓનૉ ઓળખાણ” વિષે જાણશો. પુરૂષ-મિત્રો વિષે લખવાનું બાકી છે છતાં મને થયું  કે નારીઓ વિષે લખવું એ જ યોગ્ય કહેવાય. બ્લોગજગતે …કે “ગુજરાતી બ્લોગજગતે” અનેક નારીઓ ફાળો આપી રહ્યા છે…સૌને મારા વંદન !
અનેક નારીઓના નામો ગુંજે છે …અને તેમાંથી અનેક નારીઓ ને વધૂ જાણી , કઈક “મિત્રતા” ભાવે નિહાળતા, “વ્યક્તિ પરીચય…મિત્રતા”ના હારમાં મુકવા આ મારો પ્રયાસ છે……કોઈ નારીને પ્રથમ એના “ઉપનામે” જાણી…..કોઈને એના “ઈનીસીયલ્સ” સ્વરૂપે જાણી,તો કૉઈને “પ્રોફેસનલ કામ” કરતી જાણી. તો એનેકને ઘરકામ કરતા કરતા, “એક સાહિત્ય પ્રેમી “ તરીકે નિહાળી…..અને કોઈનું નામ જાણ્યું અને ફોટો નિહાળ્યો….તો કોઈનું ફક્ત નામ જ જાણ્યું અને “ફોટો કે પ્રોફેસન” માટે અજ્ઞાનતા રહી……..
અત્યારે હું ૬૦થી વધુ અને ૭૦થી ઓછા વર્ષોનો માનવી……જ્યારે, મારાથી વધુ ઉંમરની નારીને નિહાળું ત્યારે “માત”ભાવ મારા હૈયે જાગ્રુત થાય…..મે મારી માતાને એમની ૮૨ વર્ષની વય સુધી “બા” કહી પૂકારેલા…..એથી સર્વ નારીઓ પ્રથમ તો “માતૄ”ભાવ જ પ્રગટ કરે……પણ જ્યારે એ નારી મારી ઉંમર આસપાસ હોય ત્યારે “બેન” ભાવ જાગ્રુત થાય……”મોટી બેન ” …કે “નાની બેન “…..મારા ભાગ્યમાં “બેન” ન હતી …મારા જન્મ પહેલા બાળ અવસ્થામા મારા માતા-પિતાની બે દીકરીઓ ગુજરી ગઈ હતી…આથી , મારા માતા-પિતાના બે દિકરાઓ….હું અને મારા “મોટાભાઈ” ( જે મને છોડી પ્રભુધામે)…
મારાથી નાની નારીઓને હું “દીકરી-સમાન” નિહાળું છું …..અને, કોઈક વાર, કોઈએ આગળ પડીને મને “કાકા” કહી માન આપ્યું તે કદી ના ભુલાય !
બસ, મારે મારા હ્રદયનું કહેવું હતું અને મેં કહી દીધું …..સૌ નારીઓને ફરી વંદન !
હવે, સવાલ આવે છે …પ્રથમ વ્યક્તિ કોણ ? અને ત્યારબાદ, કોણ ?
તો,
પ્રથમ છે વડીલ સ્વરૂપે, એક સાહિત્ય-પ્રેમી, અનેક બ્લોગર્સના પ્રેરણાઆપનારા પૂજ્ય બેન હશે !
  
એ પોસ્ટ …અને ત્યારબાદની અન્ય પોસ્ટો  વાંચવા આવશોને ?
 
>>>>>ચંદ્રવદન
  
 
FEW WORDS…
 
After several Posts of “SUVICHARO”, you are reading “CHANDRA-VICHARO SHABDOmaa(14)”. You had read ine past a Series of Posts entitled ” VYAKTI-PARICHAY….MITRATA”…..& those posts were about 5 Male-Blogger Friends. Now you will be viewing 5 MORE Posts but these will about 5 WOMEN.
 
In my heart, there is MOTHERLY LOVE for ALL WOMEN …..then I see those of my age & even some elder ones as my SISTERS ….& in those YOUNG ONES, I see my DAUGHTERS……Some even had shown me the respect by calling me KAKA (Uncle).
 The next Post & 1st in the Series on WOMEN, it will be on the Elderly Respected Lady  (NAME NOT REVEALED NOW ). …and then OTHERS.
 
Hope you will READ all these Posts !
 
CHANDRAVADAN
 
Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

“ગુજરાત દિન” મહોત્સવ ! વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 26, 2010 પર 1:10 એ એમ (am)

  આ વિશ્વ આખું વૃંદાવન છે એવું માનીને એમાં ગોપીભાવથી પરમાત્માની પ્રસન્નતા કે કૃપા માટે જ રહેવાનું છે.

  વૃંદાવનમાં એ વખતે જીવ ગોસ્વામી વાસ કરતા. ભક્તોમાં એમની પ્રસિદ્ધિ હતી.મીરાંબાઈએ એમના આશ્રમમાં રહેવા માટે એમની અનુમતી મંગાવી.જીવ ગોસ્વામીએ જણાવ્યું કે
  હું સ્ત્રીનું મોઢું નથી જોતો, એટલે મારી મુલાકાત તથા આશ્રમમાં રહેવાની

  અનુજ્ઞા નહિ આપી શકું.

  મીરાંને એ ઉત્તર અત્યંત આશ્ચર્યકારક લાગ્યો. એણે જણાવ્યું, ‘મારા

  મનમાં તો એવું હતું કે વૃંદાવનમાં એક જ પુરુષ હશે, અને એ પુરુષ

  બીજા કોઈ નહિ, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જ હશે. બીજા પુરુષો તો

  વૃંદાવનમાં આવતાંવેંત જ ગોપીભાવ ધારણ કરતાં હશે. પોતાને ગોપી

  માનતા હશે, ને ગોપીની પેઠે પ્રેમભક્તિમાં ડૂબીને ભગવાન કૃષ્ણના દર્શન માટે કામના કરતા હશે. પરંતુ મને જુદી જ જાતનો અનુભવ થઈ રહ્યો છે. વૃંદાવનમાં વરસો સુધી વસવા છતાં પણ તમે હજુ પોતાને પુરુષ માનો છો. તમારા એ જ્ઞાનથી મને ખરેખર આશ્ચર્ય થાય છે.’

  મીરાંએ એ ભાવનું દિગ્દર્શન કરવા ગાયું છે :

  ‘આજ લગી હું એમ જાણતી વ્રજમાં

  કૃષ્ણ પુરુષ છે એક,

  વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો

  તેમાં ધન્ય તમારો વિવેક.’

  મીરાંનો પ્રેમભક્તિથી ભરેલો માર્મિક સંદેશ સાંભળીને જીવ ગોસ્વામીની આંખ ઉઘડી ગઈ. એ સંદેશમાં સમાયેલો સાર એ સમજી શક્યા.
  એમને થયું કે મીરાંબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી લાગતી. એના સંસ્કાર ઘણા ઊંચા છે.

  એમનું મન પરિવર્તન થયું. એ આશ્રમમાંથી બહાર આવ્યા, ઝડપથી ચાલ્યા, ને મીરાંબાઈના ચરણમાં પડ્યા.

  મીરાં પાછી ખસી ગઈ ને બોલી, ‘અરે આ શું કરો છો ? તમે તો સ્ત્રીનું મોઢું પણ નથી જોતા !’

  ‘એ મારી ભૂલ હતી.’ ગોસ્વામીએ કહ્યું. ‘એ ભૂલને તેં સુધારી. તારે માટે આશ્રમનાં દ્વાર ઉઘાડાં છે. તું એમાં ખુશીથી રહી શકે છે.’

  મીરાંબાઈ ગોસ્વામી પાસે રહેવા માંડી.

  માણસ ચર્મચક્ષુથી જ જગતને જોયાં કરે અને જ્યાં સુધી એનાં દિલચક્ષુ ઉઘડે નહિ ત્યાં સુધી એની સંકુચિતતા નથી મટતી, એના ભેદભાવ નથી ટળતા, એની અંદર સાચી ભક્તિ નથી જાગતી, અને એનો ઉદ્ધાર પણ નથી થતો. વેશ કે દેશને બદલીને બેસી નથી રહેવાનું, પણ મનની દશા બદલવાની છે.

  વૃંદાવનમાં આજે પણ કેટલાય રહે છે, પરંતુ ગોપીભાવથી કેવળ પરમાત્માને પુરુષ સમજી, એમની પ્રસન્નતા માટે કેટલા રહે છે ? અને એકલા વૃંદાવનની જ વાત શા માટે ?

  જવાબ આપો
  • 2. chandravadan  |  મે 26, 2010 પર 1:35 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન,

   પ્રથમ પ્રતિભાવ છે તમારો !

   આભાર !

   “પુરૂષભાવ” અને “સ્ત્રીભાવ કે નારીભાવ”…..

   અહી, “હું-પદ”નો રંગ છે !

   “ગોપીભાવે” એક જ રંગ ,

   એ છે “ક્રુષ્ણ-રંગ” !

   પ્રજ્ઞાગુબેન, તમે તમારી વાર્તારૂપી ઉદાહરણ દ્વારા એક અગત્યનો સંદેશો આપ્યો છે !…આવી સમજ આપવા માટે આભાર !>>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 3. Harnish Jani  |  મે 26, 2010 પર 3:32 એ એમ (am)

  હું દરેક સ્ત્રીને તેમના નામ પાછળ “જી” લગાડીને સંબોધું છું- હું પણ ગોપી ભાવ રાખું છું રૂપાળી સ્ત્રીઓ માટે-અને “બહેન” કહેવાનું ટાળું છું. મારી બુકમાં આ જગતમાં બધી જ સ્ત્રીઓ રૂપાળી છે-

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  મે 26, 2010 પર 3:56 એ એમ (am)

  પ્રથમ બેનના પરિચયની આતુરતા પૂર્વક રાહ જોઉં છું.

  જવાબ આપો
 • 5. pravinash1  |  મે 26, 2010 પર 4:07 એ એમ (am)

  I have two brothers . Do not mind to have third one.

  જવાબ આપો
 • 6. neeta kotecha  |  મે 26, 2010 પર 9:11 એ એમ (am)

  🙂 hu pan rah jov chu..

  જવાબ આપો
 • 7. Capt. Narendra  |  મે 26, 2010 પર 3:11 પી એમ(pm)

  જુની કાઠીયાવાડી કહેવત પ્રમાણે હું કહીશ, ” અમ બી ડીચ!”

  જવાબ આપો
 • 8. Ishvarlal R. Mistry  |  મે 27, 2010 પર 5:45 એ એમ (am)

  Hello Chandravadanbhai what you have mentioned is true and that is how we should look at bheno.Thankyou for sharing your thoughts.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 9. sapana  |  મે 27, 2010 પર 11:48 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ હવે તો મને પણ આતુરતા થઈ કે પ્રથમ કૉણ હશે..અને હા અમે પાંચ બહેનો અને બે ભાઈ વધારે એક ભાઈ અને એ પણ ડોકટર!! હવે બુઢાપામા ડોક્ટરભાઈ હોય તો સારું! જોયુ કેટલી સ્વાર્થી છું?
  સપના

  જવાબ આપો
 • 10. પટેલ પોપટભાઈ  |  મે 28, 2010 પર 4:58 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  ““માતૄભાવ “ને પ્રથમ-વિશેષ, અવર્ણનિય એવું અલૌકિક મહત્વ આપુ છું.

  બીજા બધા સંબંધો મારા માટે એટલા જ મહત્વના હોવા છતાં લૌકિક છે.

  ઉંમ્મર અને સામાજિક સંબંધ મુજબ માન ભર્યો જે ભાવ હોવો જોઈએ તે .

  જવાબ આપો
 • 11. nilam doshi  |  જૂન 4, 2010 પર 1:56 પી એમ(pm)

  nice to read all this

  જવાબ આપો
 • 12. Gopal Shroff  |  જુલાઇ 9, 2010 પર 1:44 એ એમ (am)

  Very good writing with heart touching words.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: