“ગુજરાત દિન” મહોત્સવ !

મે 22, 2010 at 6:39 પી એમ(pm) 11 comments

 
 
 

“ગુજરાત દિન” મહોત્સવ !

શનિવાર, મે ૧, ૨૦૧૦, એટલે ભારતના અત્યારના ગુજરાત રાજ્યની ૫૦મી એનીવરસરી !….એ શુભ દિવસે ૫૦ વર્ષ પહેલા સ્વતંત્ર ભારતના “મહાગુજરાત” રાજ્યના ભાગલાઓ થતા, એ રાજ્યોએ જન્મ લીધૉ…યાને “ગુજરાત” અને “મહારાષ્ટ” !
આ વર્ષે આ શુભ દિવસે, ગુજરાતમાં અનેક શહેરોમાં આની ખુશી ઉજવાય…આ ખુબ જ આનંદની વાત !…….પણ, ઘણી જ ખુશીની વાત તો એ કે  આ દિવસની ખુશી પરદેશમાં અનેક શહેરોમાં રહેતા ગુજરાતીઓએ   “ઉત્સવો”કરી માણી.
અમેરીકાના અનેક શહેરોમાં આવો આનંદ હતો…..સધર્ન કેલીફોર્નીઆમાં રહેતા ગુજરાતીઓએ શનિવાર મે, ૧, ૨૦૧૦ના રોજ સાંજના “ગુજરાત દિન મહોત્સવ” રાખ્યો હતો….. લોસ એન્જીલીસ શહેરથી દુર હોવાના કારણે એ ઉત્સવમાં હાજરી આપીવી અશક્ય હતું તો મેં મારો હ્રદયબાવ ઈમેઈલથી દર્શાવ્યો>>>>>
 
 
 
 
પ્રિય ગુજરાતીજનો,
આપણા સ્વતંત્ર ભારતમાં આપણા પ્યારા ગુજરાતે એક રાજ્ય તરીકે ૫૦ વર્ષ પુરા કર્યા એ ઘણા જ ખુશીની વાત છે…..અને, શનિવાર, તારીખ મે, ૧, ૨૦૧૦ના શુભ દિવસે અમેરીકાના કેલીફોર્નીઆના લોસ એન્જીલીસ વિસ્તારે આપણે સૌ ભેગા થઈ એક “ગુજરાતદિન મહોત્સવ” કરી, આનંદ અનુભાવી રહ્યા છીએ. સૌ ગુજરાતીઓ માટૅ આ “ગૌરવ-કહાણી” છે !
ભારતથી દુર….ગુજરાતથી દુર….અહી અમેરીકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓ “માતા”ને ભુલ્યા નથી. અત્યારના સ્વતંત્ર ભારતના એક રાજ્યરૂપે ગુજરાતનો “નવલ-જન્મ” પચાસ(૫૦) વર્ષ પહેલા થયો હતો…..એને યાદ કરી, આજે આપણે આ “સ્નેહ સમુહ-મિલન” કરી એકબીજાને મળીએ છીએ, અને ગુજરાત કે વિશ્વના કોઈ પણ જગ્યાએ રહેતા ગુઅરાતી બંધુઓને આપણી ખુશી જાહેર કરીએ છીએ…….અમેરીકાના ઈતિહાસના પાને આ એક યાદગાર ઘટના  હશે !
આવા આનંદમાં નાચી, મારૂં હૈયું કહે છે…….
…..
ગુજરાત “માત” મારી, તમારી, અને આપણી,
  
જન્મદિનને યાદ કરી, ઉત્સવ કરવાની છે ફરજ આપણી,
  
આજે, ગુજરાતના કવિ, લેખકો ‘ને સાહિત્યકારોને યાદ કરીએ,
  
નર્મદ, ઝવેરચન્દ મેઘાણી જેવા અનેકને કેમ ભુલીએ ?
  
આજે, ભારતના નેતાઓને યાદ કરીએ,
  
ગાંધી, સરદાર જેવા અનેક રત્નોને કેમ ભુલીએ ?
 
ભવ્ય સોમનાથ મંદિરને નિહાળી, ગુજરાતના ઈતિહાસને યાદ કરીએ,
 
સ્વતંત્ર ભારત કરવા આપેલ ગુજરાતની કુરબાનીઓને કેમ ભુલીએ ?
 
પ્યારા ગુજરાતની “સુવર્ણ જયંતિ” છે આજે,
 
“જુગ જુગ જીવો ગુજરાત” નાદ એવો ચંદ્ર-હૈયે છે આજે !>>>>>ચંદ્રવદન
 
આ ઉત્સવરૂપે અહી સાકાર કરવા માટે અનેકનો ફાળો છે…પણ  અહી અરવિંદભાઈ જોષી તેમજ હર્ષદભાઈ મોદીને ફાળો હંમેશા યાદ રહેશે…..અને, મારા વંદન છે એમને અને સૌને !
 
ડોકટર ચંદ્રવદન મિસ્ર્તી
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ.
“ચંદ્રપૂકાર “
 
ગુજરાતની ૫૦મી એનીવસરીનો દિવસ તો અનેક દિવસો પહેલા હતો…અને, ગુજરાતી વેબજગતમાં અનેક બ્લોગો પર એ વિષે પોસ્ટો હતી …તો શા માટે આજે  આ પોસ્ટ “ચંદ્રપૂકાર” પર ?
એનો જવાબ છે>>>>>
 
ગુજરાત છે મારા હ્રદયમાં..
 
ગુઅરાતની પ્રગતિ છે મારા વિચારોમાં…
 
ગુજરાત જન્મ જયંતિ આનંદ છે હંમેશા મારા મનમાં …..
 
તો, ગુજરાત વિષે આ પોસ્ટ જરૂર હોય શકે આજે મારા બ્લોગમાં !
 
આશા હવે એટલી કે તમે આ પોસ્ટ વાંચી, કહો ” જય જય ગુજરાત ! ” મનમાં કે પ્રતિભાવરૂપે શબ્દોમાં !
 
ચંદ્રવદન.
FEW WORDS
On May 1st 2010 was the  50th   ANNIVERSARAY of GUJARAT…..A day celebrated  by ALL Gujarati….aall in Gujarat & all residing in other States of India…& also ALL GUJARATI residing OVERSEAS…..This day was celebrated in Southern California on May 1st 2010.
I was not able to attend that Event & so I had sent my BEST WISHES via an Email…& it is published in this Post !
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: Uncategorized.

સુવિચારો…જીવન, સેવા, અને કુદરત ! ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪)

11 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  મે 22, 2010 પર 7:09 પી એમ(pm)

  એક ગુજરાતી હમેશા ગુજરાત માટે ગર્વ લે છે એને માટે ગુજરાત દિન હોવો જરુરઈ નથી.ચંદરવદનભાઈ સ્રરસ પોસ્ટ..અભિનંદન,
  સપના

  જવાબ આપો
 • 2. Harnish Jani  |  મે 22, 2010 પર 7:10 પી એમ(pm)

  જય ગુજરાત–ચાલો એ બહાને દેશ તો યાદ આવ્યો-

  જવાબ આપો
 • 3. dhavalrajgeera  |  મે 22, 2010 પર 7:45 પી એમ(pm)

  ગુજરાતી હમેશા ગુજરાતી.
  ગુજરાત માટે ગર્વ લે.

  Rajendra Trivedi ,M. D.
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Hande, Shukla,Patel, Shah and Trivedi families

  જવાબ આપો
 • 4. pragnaju  |  મે 22, 2010 પર 8:04 પી એમ(pm)

  સ્રરસ
  અભિનંદન,
  સ્વર્ણિમ જયંતી મહોત્સવના આ આખા વર્ષના ૩૬૫ દિવસમાં સાડાપાંચ કરોડ ગુજરાતીઓના સાડાપાંચ કરોડ સંકલ્પોથી આવતીકાલનું ગુજરાત એવી ઊંચાઇ પર પહોંચી જશે જેની સામે કોઇ તાકાત સ્પર્ધા નહીં કરી શકે એવો વિશ્વાસ…

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  મે 22, 2010 પર 8:46 પી એમ(pm)

  ગુજરાત છે મારા હ્રદયમાં..

  ગુઅરાતની પ્રગતિ છે મારા વિચારોમાં…

  ગુજરાત જન્મ જયંતિ આનંદ છે હંમેશા મારા મનમાં …..
  વતનની માયા ને બંધન

  હૃદયે જડ્યાં છે રતન

  ભાવે રમાડે ચન્દ્રવદન

  સરસ ભાવથી ભરેલી આદર

  ઉભરાવતી બ્લોગ પોષ્ટ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. પટેલ પોપટભાઈ  |  મે 23, 2010 પર 1:35 એ એમ (am)

  જય જય ગરવી ગુજરાત

  જવાબ આપો
 • 7. Ishvarlal R. Mistry  |  મે 24, 2010 પર 5:53 એ એમ (am)

  Very good topic about Gujrat .We arefrom Gujrat and we should be proud for it.Lot of things has happened in Gujrat. People from Gujrat all over the world.We have some good Doctors Engineers
  Saints .etc etc. Very good post Chandravadanbhai. Thankyou.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 8. chandravadan  |  મે 24, 2010 પર 12:26 પી એમ(pm)

  This was an EMAIL to RAJENDRABHAI TRIVEDI from ULLASBHAI OZA….& sent to 60= GROUP….I received it and as I read it ..Iwas filled with JOY…
  As I have the Post on GUJARAT on CHANDRAPUKAR, I took the liberty of posting as a COMMENT from ULLASBHAI..
  Hope Ulaasbhai OR Rajendrabhai DO NOT MIND…
  Inviting BOTH & others to read this as a comment .
  JAY JAY GUJARAT !>>>>>>>>

  ——————————————————————————–

  From: Ullas Oza [mailto:ullas.oza@gmail.com]
  Sent: Monday, May 24, 2010 8:07 AM
  To: Rajendra Dr. Trivedi
  Subject: Gujarat

  Dear Raju-mama,

  Article from Gujarat Samachar 2nd May 2010.

  Lots of “unknown” facts about Gujarat .

  Hope you will like it.

  Jay Ramji-ki,

  Ullas

  દોસ્ત, હું ગુજરાત છું.

  જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી

  આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં

  પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને

  માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

  હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,

  અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના

  કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી

  તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ

  પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે

  પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

  સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે.

  મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી

  પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની

  તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

  મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો

  એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની

  જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું

  ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી

  મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

  ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની

  પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા

  અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ

  ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું,

  અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી

  પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે

  ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

  હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની

  કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના

  ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે

  ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ

  ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક

  થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી

  ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર

  અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

  વ્હાલા, હું ગુજરાત છું.

  મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ

  સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે

  અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે,

  અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના

  ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો

  સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે

  એ મને ખુદને ખબર નથી.

  મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર

  તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના

  વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને

  જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ

  મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.

  હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના

  ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર

  હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે.

  કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની

  ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને

  નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી

  આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની

  ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

  અરે વાહ, હું ગુજરાત છું!

  મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

  હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

  ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

  ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

  મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

  હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

  ડાર્લંગ, હું ગુજરાત છું!

  સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

  હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.

  મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે.

  હા, હું ગુજરાત છું.

  મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિના ગર્વ જ સાંભળી મારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

  રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે, નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે…

  …ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!

  જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે,હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું. હું બોસ છું.

  બાપુ, હું ગુજરાત છું.

  ફાસ્ટ ફોરવર્ડ

  અર્બુદ (આબુ) અરબ સમુદ્ર વચાળે

  ધરતીના આ આઉ દૂધાળે

  આવી વળગી હર્ષ ઉછાળે

  ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી

  વિધવિધ પ્રજા સુહાસી

  હું ગુર્જર ભારતવાસી…

  ઝંખે પલપલ સહુજન મંગળ

  મન મારૂં ઉલ્લાસી..

  જવાબ આપો
 • 9. pravina Avinash  |  મે 24, 2010 પર 4:32 પી એમ(pm)

  Yes,, in Houston we celebrated Gujarat Din on 15 th May.
  Click on Gujarati Sahitya Sarita web.
  visit http://www.pravinash.wordpress.com
  enjoy

  જવાબ આપો
  • 10. chandravadan  |  મે 24, 2010 પર 5:30 પી એમ(pm)

   Pravinaben,,,
   THANKS !
   I did visit the Blog wih the LINK given …but I SROLLED dowm & read the Post…
   Now I am posting it as your COMMENT>>>>>

   સુવર્ણ જયંતિની વધાઈ
   Posted by: pravinash1 on: મે 1, 2010

   In: ચિંતન લેખ1 Comment
   આજે પહેલી મે. ૧૯૬૦ નો એ દિવસ આજે પણ યાદ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર

   એક બીજાથી અલગ થયા હતા. તે વાતને આજે પચાસ વર્ષ થઈ ગયા. ગુજરતી

   કુટુંબમા જન્મ એટલે ગુજરાતી તેમાં જરા પણ શંકા નહી. મુંબઈમા જન્મ અને મુંબઈમા

   બાળપણ, વિદ્યાર્થીકાળ, કોલેજના સુનહરી વર્ષો, જીવનસાથી સંગે મુલાકાત, લગ્ન અને

   બાળકો સઘળું મનોહર મુંબઈમા.

   આ તો જન્મે ભારતીય અને કર્મે અમેરીકાના નાગરિક. જેમ બને દેશને વફાદાર તેમ

   આજે મહારાષ્ટ્રનો યા ગુજરાતનો બન્નેનો સુવર્ણજયંતિ ના પર્વ પ્રસંગે શુભેચ્છા. કિંતુ હૈયામા

   ભારતીય હોવાનો ગર્વ. બન્ને પ્રાંતે ખૂબ પ્રગતિ સાધી છે. ગુજરાતેતો દુનિયાના નક્શામા

   આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુંબઈની મોહિનીની તો શી વાત કરવી. આજે ૩૦ વર્ષ દેશને

   છોડે થયા. વિમાનમાથી ઉતરતા જેવૂં સાંતાક્રુઝનો હવાઈ અડ્ડો દેખાય કે અમેરિકાની ધરતી

   ભુલાઈ જાય. માટીની સુગંધ અંગ અંગમા વ્યાપી જાય.

   સુવર્ણ જયંતિની વધાઈ અને શુભકામના

   જવાબ આપો
 • 11. Capt. Narendra  |  મે 24, 2010 પર 10:35 પી એમ(pm)

  સ્વર્ણીમ ગુજરાતદિને આકાશમાં થતી આતશબાજીની જેમતમારા અાંગણમાં ઉજવાયેલ દિવસ માણવાનો આનંદ અનેરો હતો. તમે દીપ પ્રગટાવ્યો અને વાચકોએ તેમાં રમગબેરંગી ઉજાસ ઉમેરી ઉલ્લાસ ઉછાળ્યો, મજા આવી. આભાર, અંદ્રવદનભાઇ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: