સુવિચારો !…..માનવ જીવન !

મે 13, 2010 at 12:30 પી એમ(pm) 17 comments

https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gifhttps://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif

 સુવિચારો !

માનવ જીવન !

જીવન શું ?…..એક જીવનું “વન” કે વનમાં એક “જીવ” ?……જો માવવી અનેક્ને મળી
 
 વન બનાવે તો સારૂં …અને જો વનમાં એક જીવ તરીકે જીવન વિતાવે તો એ
 
 માયાજાળમાં ફસાયેલો એક માનવી !>>>>ચંદ્રવદન.
 
બે શબ્દો

આજે તમે વાંચો છો એક નાનો વિચાર !
 
માનવ જીવન વિષે !
 
માનવી જગતમાં જન્મ લેય, અને એનું “જીવન”શરૂ થાય.
 
હવે જીવન કેવું જીવવું તેનો નિર્ણય માનવી પર રહે છે.
 
જો એ એના હ્રદય/આત્માને પુછી કાર્યો કરે તો, એનું જીવન સુગંધીત બને.
 
અને, અનું મરણ થાય તો પણ, એના જીવનની યાદ જગતમાં રહે !
 
આનું નામ જ અમરતા !>>>>>ચંદ્રવદન
 
FEW WORDS…
 
Today’s “SUVICHARO” ( Pearls of Wisdom )…..
A LIFE of a HUMAN can be as ONLY ONE INDIVIDUAL…& ignoring ALL OTHER HUMANS…..OR it can be a ONE in a FOREST (of HUMANS), caring for OTHERS !
 
The MAN can be SELFISH   or the MAN  can be LOVING to OTHERS !
 
The DESISION an Individual (HUMAN) must make !
 
The LIFE of LOVE towards OTHERS can keep the MOMORIES ALIVE even after his/her DEATH !
 
CHANDRAVADAN

Advertisements

Entry filed under: સુવિચારો.

સુવિચારો ! સુવિચારો…જીવન, સેવા, અને કુદરત !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 13, 2010 પર 12:49 પી એમ(pm)

  માનવ જીવનમાં જ્યાં સંઘર્ષ નથી, ત્યાં જીવન નથી. સંઘર્ષ જ માનવ જીવનની સફળતાની ચાવી છે. સંઘર્ષ વિના સફળ થવું મુશ્કેલ છે. જો માનવ શરીરને પામીને પણ સંસારમાં સંઘર્ષ અને પુરૂષાર્થ ન કરી શકીએ તો જીવનમાં સુખ અને આનંદ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? દુઃખ અને અસફળતાનું કારણ પુરૂષાર્થહિનતા અને સંઘર્ષહિનતા હોય છે. વેદોમાં કહેવાયું છે કે, કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતં સમાઃ

  એ માનવી ! શ્રેષ્ઠ કર્મ કરતા કરતા તુ સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખ. સાચ્ચે જ આ સંસાર એક રણક્ષેત્ર કે સમરાંગણના રૂપે સ્થિત છે. જે વિચારશીલ અને મનનશીલ થઈને આ રણક્ષેત્રમાં કમર કસીને સંઘર્ષ માટે યુદ્ધ કરવા કુદે છે, તે જ સુખ અને આનંદને પામે છે. પરમપિતા પરમાત્માએ આ સંસાર જીવોના કલ્યાણ માટે જ બનાવ્યું છે. જે તેમાં

  જવાબ આપો
 • 2. Harnish Jani  |  મે 13, 2010 પર 1:44 પી એમ(pm)

  અમરત્વ માટે ના બહુ સરસ વિચાર છે- હું માનું ચ્હું કે દરેક સામાન્ય વ્યક્તિ પોતાના પૌત્ર પૌત્રીઓના જીવન સુધી જીવે ચ્હે-

  જવાબ આપો
 • 3. P Shah  |  મે 13, 2010 પર 2:55 પી એમ(pm)

  સુંદર વિચાર !
  એક સામાન્ય માણસને ગીતાની શીખ ખૂબ જ શબ્દોમાં
  અને સરળ ભાષામાં સમજાવી.

  જવાબ આપો
 • 4. chandravadan  |  મે 13, 2010 પર 5:44 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE of AKHILBHAI for this Post >>>>

  From: “AKHIL sutaria” View contact detailsTo: “chadravada mistry”
  Message contains attachments2 Files (544KB) | Download Allસરક્યુલર ૦૧ 12.05.2010.pdfas-atv-flyer.jpgવિચારોને અમલમાં મૂકવાનો અવસર …

  અમને તમારો સમય આપશો ?
  અમને તમારા સંપર્ક આપશો ?
  અમને તમે સગવડ આપશો ?
  અમને તમારી સંપત્તિનો એકાદ અંશ આપશો ?

  ખાસ તમારે માટે અટેચમેન્ટ મોકલું છું.

  બાકી …. ઇન્ટરનેટ પર એન્ટર અને એસ્કેપ વચ્ચે રોજના લાખો વીચાર ફંગોળાતા રહે છે અને ઘણું ખરું તમામની કસુવાવડ થતી રહે છે.

  with best regards,

  AKHIL sutaria

  જવાબ આપો
  • 5. chandravadan  |  મે 13, 2010 પર 5:45 પી એમ(pm)

   અખિલભાઈ…તમે મારી પોસ્ટ મળ્યા બાદ, ઈમેઈલ કર્યો એ તમારા પ્રતિભાવરૂપે ઉપર મુક્યો છે !

   તમે જે બે “એટચમેન્ટો” મોકલ્યા તે આધારે તમે “જનસેવા ” કરી રહ્યા છે તે જાણી આનંદ !

   હું પણ, મારી રીતે કંઈક “સેવા” પ્રબુપ્રેરણાઓ દ્વારા કરૂં છું !

   મારૂં જીવન આ બ્લોગ પર છે જે માટે “લીન્ક ” છે>>>>

   https://chandrapukar.wordpress.com/maru-jivan-zarmar/

   આશા છે કે તમે બ્લોગ પર પધારી વાંચશો !….ફક્ત જાણ માટે !

   ભવિષ્યમાં પ્રભુની ક્રુપા હશે ત્યારે કંઈક સાથે કરવા લ્હાવો મળશે જ !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 6. Capt. Narendra  |  મે 13, 2010 પર 7:45 પી એમ(pm)

  સુંદર વિચાર અને એટલા જ સરસ પ્રતિભાવ આ પોસ્ટમાં જોયા. અભિનંદન. કેટલાય સવાલ ઉભા થાય છે. અમારા ભાવનગર રાજ્યના શિક્ષણખાતાના અધિકારી શ્રી. ગજાનન ભટ્ટે એક પુસ્તક લખ્યું હતું – મને લાગે છે તેનું નામ “માનવ કથા” હતું. તેમાંની એક વાત યાદ આવે છે.

  બાપુના રાજમાં આવેલા એક નાનકડા ગામમાં ભગત રહેતા હતા. આખું જીવન પ્રભુભક્તિમાં ગાળ્યું. તેમના નાના ભાઇ ખેતી કરતા અને પરિવારનું ભરણપોષણ કરતા. ભગત એમને ઘણી વાર કહેતા, “ભાઇલા, કો’ક ‘દિ તો ભજનમાં બેસો!” ભાઇએ કહ્યું, “બાપલા, ઇ કામ તમારૂં. મારા કામમાંથી વખત નીકળશે તે દી અાંય બેસીશ. પણ એક વાત યાદ રાખજો. જે દી મોટું તેડું આવે અને સરગે જવાનું થાય તંઇ મને સાથે લઇ જાજો.”

  એક દિવસ ખેડુતબાઇ ખેતરેથી આવતા હતા ત્યાં ખેતરના શેઢ તરફ એક ગાડું આવતું જોયું. ઝળહળતા ગાડામાં ભગત બેઠા હતા. નજીક પહોંચ્યા ત્યારે ભગતે કહ્યું, “ભાઇલા, હાલો મારી સાથે. ભજન ગાતાં ગાતાં ગામતરે જાશું.” ભાઇએ કહ્યું, “ભગત, તમ તમારે ઉપડી જાવ. ઘરે તમારા ભાભી અને છોકરાંયૂં વાટ જોતા હશે. હજી ઘણાં કામ બાકી છે. ઇ પતે એટલે જોશું.”
  ખેડૂતભાઇ ઘેર પહોંચ્યા ત્યારે જોયું કે ભગત હાથમાં તંબુરા સાથે ઢળી પડ્યા હતા. ગામ આખું તેમની અંતિમ યાત્રા માટે ભેગું થયું હતું. બધા બસ ભાઇની રાહ હોતા હતા.

  ભટ્ટસાહેબની વાત તો ત્યાં પૂરી થઇ. મને સવાલ થયો, ભક્તિ કોની મોટી હતી? અમરત્વ કોને મળ્યું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થની ફરજ બજાવી રહેલ ભાઇને મળશે ખરૂં? અને એવા અમરત્વની કોને જરૂર જેણે તેનો કદી વિચાર જ નથી કર્યો? કેવળ કર્તવ્ય કરતો રહ્યો? કોઇ મને માર્ગદર્શન આપશે. please?

  જવાબ આપો
  • 7. chandravadan  |  મે 14, 2010 પર 12:00 એ એમ (am)

   નરેન્દ્રભાઈ,

   તમે પોસ્ટ વાંચી, પ્રતિભાવ આપ્યો…..એમાં, એક “વાર્તારૂપી” ઉદાહરણ હતું…અને તમે સવાલ કર્યો>>>

   બે વ્યક્તિઓમાંથી કોણ “પ્રભુભક્ત” ?

   ભક્તિની સમજ આ ઉદાહરણરૂપી વાર્તામાં જ સમાયેલ છે !

   ધર્મ પ્રમાણે જીવન, પુરૂષાર્થરૂપી ફરજોનું પાલન, અને કર્તવ્ય-પાલન, જે કોઈ જીવન જીવે, અને, “મોક્ષ કે અમરતા”ના વિચારો ના કરે …તે માનવી ખરેખર સાચા અર્થમાં “સેવા” કરે છે …આ સેવારૂપી સ્વરૂપ એ જ ખરી “ભક્તિ”!અને, આવી ભક્તિમાં “સ્વાર્થ” ના હોય !

   હવે, વાર્તાના મોટાભાઈ “પ્રભુભક્ત” તરફ નિહાળો>>>

   એમણે એમનું જીવન પ્રભુભક્તિમાં જ અર્પણ કરી, જીવન જીવવા નિર્ણય કર્યો હતો….એથી , “પ્રભુસેવા”માં એમનું જીવન વહેતું હતું ……એમના જીવનમાં કાંઈ “સ્વાર્થ” ન હતો…. મોહમાયાથી એ દુર હતા….અને, એવા હ્રદયભાવના કારણે એઓ ગાડામાં “પ્રભુધામ” જતા હોય એવા દર્શન હતા…યાને એમણે “અમરતા” પ્રાપ્ત કરી કહેવાય !

   તો….

   આ બન્ને ભાઈઓ ખરેખર “ભક્તિપંથે” જ હતા !…ખેડુતભાઈ, સંસારમાં રહી, એનું કર્તવ્ય પાલન કરતો કરતો, “સેવા”માં જીવન જીવતો હતો..ત્યારે મોટાભાઈ “પ્રભુસેવા”માં …જનસેવા એ જ પ્રભુસેવા !….મોટાભાઈ ‘ખરી ભક્તિ કારણે અમરતા પામ્યા..અને, નાનાભાઈ પણ “ખરી સેવા” કારણે અમરતા મળવશે ..એમાં કોઈ શંકા નથી !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 8. Ishvarlal R Mistry  |  મે 13, 2010 પર 10:50 પી એમ(pm)

  Human seva is very important.Manavseva is Prabhoo Seva.
  That is the saying. It is good you can do to help your fellow humans.Very good thoughts Chandravadanbhai ,keep up the good work. Best wishes.

  Ishvarbhai R Mistry.

  જવાબ આપો
 • 9. chandravadan  |  મે 13, 2010 પર 10:59 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE from JAY GAJJAR of CANADA>>>>

  Flag this messageRe: NEW POST…SUVICHARO (2)Thursday, May 13, 2010 8:27 AMFrom: View contact detailsTo:Dear Shri Chandravadanbhai,’
  Thanks
  Good Suvicharo
  Jay Gajjar

  જવાબ આપો
 • 10. pragnaju  |  મે 14, 2010 પર 2:53 એ એમ (am)

  કેટલાકનામાં સદગુણો અને પુરુષાર્થની તમન્ના હોય છે એથી તેઓ આપોઆપ લોકપ્રિય થતા જાય છે. જો કે અમરત્વ ભિન્ન બાબત છે એને ઇશ્વરી બક્ષિસ કહી શકાય. મોટા ભાગના ધર્મશાસ્ત્રોમાં આત્મા અમર હોવાની વાત લખાએલી છે. તેમાં પણ એવા આત્મા અમરત્વ પ્રાપ્ત કરે અથવા મોક્ષ પામે જેઓએ ઇશ્વરપ્રિય કર્મો કર્યાં હોય અને પાપોનું પ્રાયશ્ચિત કર્યું હોય. એટલે કોઇ પણ વ્યકિત સારાં અથવા નરસાં કામો કરી જરૃર જગજાહેર થઈ શકે પણ ઇશ્વરની ઇચ્છા સિવાય કોઇ અમરત્વ અથવા મોક્ષ પામી ન શકે
  એક તપોવનમાં મુનિ યાજ્ઞવલ્ક્યનો આશ્રમ હતો. મૈત્રેયી અને કાત્યાયની એમની બે પત્ની હતી. પ્રભાતનો સમય હતો. મુનિ યાજ્ઞવલ્ક્ય એમના આશ્રમમાં પૂજન અર્ચન કર્યા પછી બેઠા છે. હવે બધું છોડીને વધુ સાધના અને તપ માટે ચાલ્યા જવા માટે એમનો જીવ તલપી રહ્યો છે. મનની વાત તેઓ એમની પત્નીઓને કહે છે :
  ‘મારા આ આશ્રમ, ગૌશાળા, જમીન વગેરે જે મારી ભૌતિક સંપત્તિ છે તે તમારા બંને વચ્ચે વહેંચી દઈ હું જવા માંગું છું. આમાંથી તમારે શું જોઈએ છે તે કહો.’ મૈત્રેયી બ્રહ્મવાદિની હતી. એણે મુનિ યાજ્ઞવલ્ક્યને કહ્યું : ‘આ સંપત્તિ મને શું અમરત્વ આપી શકશે ? તમે જ કહો. જે મને અમરત્વ ન આપી શકે, અમૃતત્વ ન આપી શકે એવી નાશવંત ચીજોને લઈને હું શું કરું ? મારે તો તમારી અધ્યાત્મ જ્ઞાનસંપત્તિ છે તે જોઈએ છે !’ મૈત્રેયીનો વિચાર જાણ્યા પછી કાત્યાયનીને આશ્રમ ગૌશાળા વગેરે સોંપી દઈ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી બંને ચાલી નીકળ્યાં.
  આ અમરત્વ પામાવા માટે આપણે સૌ પ્રાર્થના કરી છીએ.

  असतो मा सत गमय तमसो मा
  ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ।।
  અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
  ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
  મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.
  તું હીણો હું છું તો તુજ દર્શનનાં દાન દઈ જા.

  આ પ્રાર્થના આપણે કરીએ છીએ. અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ લઈ જવા માટે આપણે પ્રભુને કહીએ છીએ પરંતુ જીવનમાં એ માટે કેટલો પુરુષાર્થ કે સાધના કરીએ છીએ ? આપણે તો જીવનની રેટ રેઈસમાં આંખ મીંચીને દોડતાં જ રહીએ છીએ. સતત તાણ, સ્પર્ધા હોંસાતોંસી અને ઈર્ષ્યામાંથી આપણે ઊંચા નથી આવી શકતાં. જીવન એમ ને એમ વીતી જાય છે. રોજ સવાર પડે છે અને મૃત્યુ એક દિવસ આપણા ભણી નજીક આવે છે. પ્રત્યેક ક્ષણે આપણે મૃત્યુની નજીક ને નજીક સરકતાં જઈએ છીએ. દિવસોના દિવસ કશુંય ઊર્ધ્વમૂલ એવું પામ્યા વગર પસાર થઈ જાય છે અને આપણે તો હતાં ત્યાં, ને ત્યાં !

  તમે જો બધા આવાં વળગણો દૂર કરી ભળવા જાઓ તો તમારા વર્ગના લોકો તમને સ્વીકારશે નહિ. હરિજનવાસમાં ભજન કરવાની હિંમત તો નરસિંહ મહેતા જ કરી શકે ! આવાં વર્તુળો ઊભાં કરી આપણે આપણું સામાજિક જીવન સંકુચિત કરીએ છીએ પણ તમે જેટલા જુદા જુદા અને ભિન્ન ભિન્ન વર્ગના માણસોને મળો – એમને જાણો – એટલું તમારું જીવન અને તમારો ભાવકોષ વધુ સમૃદ્ધ થશે. ચેતોવિસ્તાર વધશે. જેટલી કૃત્રિમ દીવાલો તોડતા જઈશું એટલી એકતાની એકાકારતા કેળવીશું. વ્યાપક મનુષ્યજાતિ અને મનુષ્યસંબંધો દ્વારા પ્રસરતા જઈએ. એ જ રીતે પ્રભુને પામી શકાય. ચૈત વિસ્તરીને અનંત ચેતનાને આપણી ચેતના પામી શકે

  હવે પ્રશ્ન પર આવીએ.ભગતજી કે સર્વ ફરજો નિષ્ઠાથિ કરતો વ્યક્તી
  અમરત્વ પામવા અહં ન હોય તે જ પામી શકે
  અધ્યાત્મસાધના માટે ‘હું’ આ દેહ નથી, આત્મા છું, પરમતત્વનો અંશ છું એમ દેહથી ઉપર ઊઠવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પરમતત્વમાંથી વિખૂટું પડેલું ઈશ્વરી તત્વ મારી અંદર પડેલું છે એ પરમતત્વ સાથે મારે હવે અનુસંધાન કરવાનું છે. પરમતત્વ સાથે સાયુજ્ય માટે સાધના કરવાની છે. અત્યાર સુધી દેહસ્થ હતાં, હવે આત્મસ્થ બનીએ. માનવજીવનનો એકમાત્ર ઉદ્દેશ છે ‘આત્મસાક્ષાત્કાર’. આ આત્મસાક્ષાત્કાર એટલે શું ? કામ ક્રોધ ઈત્યાદિ વિકારોથી મુક્ત એવું આપણું જે મૂળ આત્મસ્વરૂપ છે તેમાં સ્થિર થવું તે. આપણે કહીએ છીએ કે નસીબ આડે પાંદડું ખસી જાય તો બસ ! આપણી ચેતના અને પરમ ચેતનાના સાયુજ્ય આડે પણ પાંદડું આવતું હોય છે. જૈનધર્મમાં એને અંતરાયકર્મ કહે છે. ચેતનાની આડે જે અંતરાય આવે છે તે મનુષ્યનો અહં છે. આ અહં જ માનવ માનવના સંબંધની આડે આવે છે. જીવ અને શિવના અનુસંધાનમાં પણ અહં જ આડે આવે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે દીવાલ અહંકાર ઊભી કરે છે. આ અહં ઓગળે – મારાપણું જતું રહે પછી બધે જ પરમચેતનાની ઝાંખી થવાની ! જીવમાત્રમાં – માત્ર મનુષ્યમાં જ નહિ પણ પશુપક્ષી – જીવજંતુ અને પ્રકૃતિ બધાંમાં જ પરમાત્માનું દર્શન થવાનું. સંપૂર્ણ શરણાગતિ વગર અહં ઓગળે નહિ

 • 11. pragnaju  |  મે 14, 2010 પર 3:00 એ એમ (am)

  ભૂલમા જે વાક્યો બે વાર છપાયા છે તેને સુધારી લેવા વિનંતિ

  જવાબ આપો
  • 12. chandravadan  |  મે 14, 2010 પર 3:10 એ એમ (am)

   Pragnajuben,
   THANKS for your REVISIT & your COMMENT,
   As said, I had deleted the REPEATED words…I hope I did what you hsd desired…Please read it !>>>Chandravadan

   જવાબ આપો
 • 13. sapana  |  મે 14, 2010 પર 4:01 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ જીવન વિષે સાદી ભાષામા તમે સરસ સમજાવ્યુ અને પ્રગ્ના બેને પણ સરસ વિસ્તારથી સમજાવ્યુ.હું તો બસ આટલું કહુ જીવન વન ભલે હોય પણ એને સુશોભીત અને સુગંધીદાર આપણા આત્માથી થાય છે બસ આત્મા પરમાત્મા છે આત્માની પુજા કર . આત્માની અવાજ સાંભળ જ્યારે કાઇક ખોટુ કરવા જઈશ આત્મા ચોખી ના કહે પણ જેમ ઈશ્વરને અવગણીએ એમજ આત્માને અવગ્ણીને જેમ કરવુ હોય તેમ કરીએ..જીવન વન ક્યાંથી બને?
  સપના

  જવાબ આપો
 • 14. પટેલ પોપટભાઇ  |  મે 14, 2010 પર 4:49 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  તમારા બે શબ્દોના, સુંદર સુવિચાર.

  વ્યક્તિ જન્મે ત્યારે અને પછી પોતાના સમય સંજોગો, આસપાસનું વાતવરણ મુજબ જીવતાં શીખે અને જીવે છે. પથ્થર યુગ પહેલાંનો માણસ એના સંજોગો મુજબ એનું જીવન જીવન જીવતો હતો. એ પછી જે તે યુગ આવ્યા, તે મુજબ જીવતાં જીવતાં આજે ભૌતિક્વાદ, ઈન્ટરનેટ – અવકાશ યુગ સાથે આધ્યાત્મિક જીવન પણ જીવે છે. આજના યુગ સમય મુજબ જે સારું કહેવાય એવું જીવી જાય એટલાથી સંતોષ માનવો રહ્યો.

  આ સિવાય સારા એવા અભિપ્રાયો, પ્રતિ અભિપ્રાયો વાચવા મળ્યા,જાણવા મળ્યું.

  પોતે મર્યા વિના સ્વર્ગે ના જવાય, એવું પણ કહેવાય છે. પણ સ્વર્ગ કેવું છે એ કહેવા કોઈ પાછા આવ્યા હોય એવું સાંભળ્યુ નથી.

  જેવું પણ જીવ્યા હોઈએ એ પછી “જીવન” પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રી સુધી હૈયાતી વિના જીવાય છે.

  જવાબ આપો
 • 15. પટેલ પોપટભાઇ  |  મે 14, 2010 પર 6:00 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સમય સંજોગો,અનુંસાર ” જીવન” ની વ્યાખ્યા અને જીવવાની પધ્ધતિ પણ બદલાતી રહેશે.

  એક વાત સમજાય છે કે ” જીવન ” સમય સાથે ઝરણાના જળની જેમ નિત્ય વહેતું ને વિકસતું રહે છે.

  જવાબ આપો
 • 16. પટેલ પોપટભાઈ  |  મે 14, 2010 પર 6:51 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  તમારા બે શબ્દોના, સુંદર સુવિચાર.

  વ્યક્તિ જન્મે ત્યારે અને પછી પોતાના સમય સંજોગો, આસપાસનું વાતવરણ મુજબ જીવતાં શીખે અને જીવે છે. પથ્થર યુગ પહેલાંનો માણસ એના સંજોગો મુજબ એનું જીવન જીવન જીવતો હતો. એ પછી જે યુગ આવ્યા તે મુજબ જીવતાં જીવતાં આજે ભૌતિક્વાદ, ઈન્ટરનેટ – અવકાશ યુગ સાથે આધ્યાત્મિક જીવન પણ જીવે છે. આજના યુગ સમય મુજબ જે સારું કહેવાય એવું જીવી જાય એટલાથી સંતોષ માનવો રહ્યો.

  આ સિવાય સારા એવા અભિપ્રાયો, પ્રતિ અભિપ્રાયો વાચવા મળ્યા,જાણવા મળ્યું.

  પોતે મર્યા વિના સ્વર્ગે ના જવાય, એવું પણ કહેવાય છે. પણ સ્વર્ગ કેવું છે એ કહેવા કોઈ પાછા આવ્યા હોય એવું સાંભળ્યુ નથી.

  જેવું પણ જીવ્યા હોઈએ એ પછી જીવન પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રી સુધી હૈયાતી વિના જીવાય છે.

  સમય સંજોગો,અનુંસાર ” જીવન” ની વ્યાખ્યા અને જીવવાની પધ્ધતિ પણ બદલાતી રહેશે. એક વાત સમજાય છે કે “જીવન” સમય સાથે ઝરણાના જળની જેમ નિત્ય વહેતું ને વિકસતું રહે છે

  જવાબ આપો
 • 17. Rajendra M.Trivedi, M.D.  |  મે 14, 2010 પર 12:12 પી એમ(pm)

  સંઘર્ષ વિના સફળ થવું મુશ્કેલ છે.
  જીવનમાં જ્યાં સંઘર્ષ નથી, ત્યાં જીવન નથી.
  Enjoy the time line of Life.

  Rajendra Trivedi, M .D.
  http://www.yogaeast.net

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: