સુવિચારો !

મે 11, 2010 at 12:07 પી એમ(pm) 7 comments

સુવિચારો !

 
https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gifhttps://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif

માનવી, અને એનું જીવન !

માનવીનું જગતમાં આવવું …એને, “જીવન”ની શરૂઆત કહો,
 
માનવીનું “જે પ્રકારે” જગતમાં જીવવું,…એને જ એનું જીવન કહો,
 
માનવીએ જો જીવન એવું જીવ્યું ,…કે લોકો કહેઃ “એ ખરેખર માનવી હતો !”
 
ચંદ્રવદન
 
 

બે શબ્દો

 

 

 

આજે જે “સુવિચારો”રૂપે લખ્યું એમાં ફક્ત એક જ સંદેશ છે>>>>માવવને એનું જીવન
  
 જીવવા પ્રભુએ “વિચાર-શક્તિ” સાથે “સ્વતંત્રતા” આપી છે. જીવન કેવી રીતે જીવવું એનો
 
 નિર્ણય એણે લેવાનો રહે છે …..તો તમે તમારૂં જીવન કેવું બનાવશો ?
 
>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS…
 
Today’s “SUVICHARO” ( Pearls of Wisdom )…..The Topic is MIND for THINKING….It is FREE & INDEPENDENT…..So, the DECISION is of the INDIVIDUAL how to live his/her LIFE on this EARTH !
This simple MESSAGE is conveyed !
 
CHANDRAVADAN
 
Advertisements

Entry filed under: સુવિચારો.

કમુ, અને મધર્સ ડે ! સુવિચારો !…..માનવ જીવન !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 11, 2010 પર 3:09 પી એમ(pm)

  શરીરની આસપાસ એક સુક્ષ્મ શરીર હોય છે જે શનિ ગ્રહની આસપાસ રહેલા વલય પ્રકારે હોય છે. દરેક શરીરનો અલગ પ્રભાવ અને અલગ ઓજસ હોય છે. આ બધું એનામાં રહેલા ભગવાન ના કારણે હોય છે. તમને થશે કે આ શું વારંવાર ભગવાન ભગવાન માંડ્યું છે. પણ હા, “દરેક વ્યક્તિ માં ભગવાન રહેલો છે, જે ઓળખે એનો બેડો પર” એવી જૂની કહેવત છે. પણ એ ચીજ હકીકત માં છે શું? એ આપણા માં રહેલા ભગવાન નું નામ શું છે? એનું નામ છે આપણું “અર્ધ જાગ્રત મન”. શરીરના તમામ અંગો એક બીજા સાથે જોડાયેલા છે.પણ આ મન અને એના પપ્પા જેવું અર્ધ જાગ્રત મન એ આખા શરીર ઉપર વલય આકારે જોડાયેલું છે. એ આપણા આખા શરીર ને કાબુ માં રાખે છે. અકસ્માતોથી, રોગો થી અને આવી રહેલી સંભવિત મુસીબતો થી બચાવે છે. બસ જરૂર છે એના પર ભરોસો કરવાની. એને ભગવાન માનીને માત્ર એક વખત ભરોસો કરી જુવો. મને નથી લાગતું કે તમે નિષ્ફળતા મળે. હમેશા ચહેરા પર મુસ્કુરાહટ રાખો અને જીવતા જાઓ એના આદેશ પ્રમાણે. ઘણાજ અનુભવ થયા હશે જિંદગીમાં, કૈક કરતા પહેલા ” આ ના કરું તો ?” એવા પ્રશ્નો આવ્યા હશે સામે. પણ એને અવગણી ને આગળ ગયા પછીના બનવો પણ યાદ હશે. અરે મિત્ર, તમે એકજ પ્રશ્ન તમારી જાત ને પૂછો કે તમારી સાથે કામ કરતી હોય એવી કોઈ વ્યક્તિ કે તમારા ઘર માં તમારી સાથે રેહતી હોય એવી કોઈ વ્યક્તિ તમારી વાત નો ભરોસો ના કરે તો તમને કેવું લાગે? તો આતો તમારા શરીર ની ૨૪ કલાક રક્ષણ કરતી તમારી પોતાની ચેતના છે… જે હર હમેશ તમારી સાથે રહે છે…. દરેક અવતારમાં….અને તમે એની વાત નૈ માનો? એ હમેશા તમારી, તમારા શરીરની,તમારી પ્રગતિ ની ચિંતા કરે અને એને સાચી દિશામાં દોરવણી આપવાનો પ્રયત્ન કરે

  જવાબ આપો
 • 2. Capt. Narendra  |  મે 12, 2010 પર 3:13 એ એમ (am)

  પ્રજ્ઞાબહેનની વાત ઘણી ઉંડી છે અને તેમાં તથ્ય છે. અહીં હું મારા માર્ગદર્શક સ્વ. કર્નલ બક્ષીના પુસ્તક “વૈશ્વીક ચેતના”નો ઉલ્લેખ કરીશ. (જેનું અંગ્રેજી સંસ્કરણ “Cosmic Consciousness” તેમણે પોતે જ કર્યું હતું). બક્ષીદાદાએ માનવીની ચેતનાનું વૈશ્વીક ચેતના સાથે કેવી રીતે સંકલન છે, અને તે કેવી રીતે વિકસાવી શકાય તેની માહિતી આપી છે. દરેક વ્યક્તિનું આભાવલય (aura) સમગ્ર વિશ્વ સાથે જોડાયેલું છે, અને પ્રજ્ઞાબહેને જણાવ્યા મુજબ એ જ આપણા જાગૃત મનમાં intuition રુપે આવનાર મુશ્કેલીની કે ખુશીના સમચારની આગાહી આપે છે. આભાર, ચંદ્રવદનભાઇ અને પ્રજ્ઞાબહેન. આપની વાતોથી ઘણી માહિતી અને સંદર્ભ મળ્યા.

  જવાબ આપો
 • 3. સુરેશ  |  મે 12, 2010 પર 5:03 એ એમ (am)

  માનવીના મનને તાગી શકવું અશક્ય છે. એને બનાવીને ભગવાને હાથ ધોઈ નાંખ્યા હશે !

  આ બાબત મારા ચિંતનમાં કદાચ વાચકોને રસ પડશે –
  http://gadyasoor.wordpress.com/2007/12/19/human_insticts/

  અને

  http://gadyasoor.wordpress.com/2007/12/20/human_insticts-2/

  જવાબ આપો
 • 4. Ishvarlal R. Mistry  |  મે 12, 2010 પર 5:26 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  Very important about good thoughts in mind.One very good saying with knife one can kill a person the other we can use knife for cutting fruits ,vegetables etc, so how you think makes a big difference and it is very good to have good thoughts than bad thoughts. that is my understanding.Always have good thoughts and control your mind by knowlege,.Spiritual knowledge will always take you to the right path.Thanks for sharing your good thoughts and other comments very informative.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 5. Harnish Jani  |  મે 12, 2010 પર 6:38 પી એમ(pm)

  મોટે ભાગે આપણા જીવન પર બહારના પરિબળો બહુ અગત્યનો ભાગ ભજવે છે-ઘણાં જીવનો જીવવાની ચાહમાં જ જીવાઇ જતા હોય છે.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  મે 13, 2010 પર 3:50 એ એમ (am)

  માનવનું ઘડતર શીશુવયે જેવું ઘડાય તે મોટો આધાર બની જાય છે.ત્યાર બાદ આસપાસના

  સંજોગો તેને ઘડતા જાય છે.માણસ જો ભલમનસાઈ કરવાનું શીખી જાય તો મૂઠી ઊંચેરો

  તે બની જાય.મનનો વિકાસ એ આંતર ચેતનાને ઉંડાણથી સમજ્વાની શક્તિ આપે અને તેના થકી જ

  દૈવી જીવનનો પાયો નંખાય.

  ડૉ શ્રી ચંદ્રવદનભાઈ પણ જીવનમૂલ્યો માટે સુવિચાર દ્વારા એક જ્યોતિ ધરી પ્રકાશ

  ફેલાવી રહ્યા છે તે માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. પટેલ પોપટભાઈ  |  મે 14, 2010 પર 7:13 એ એમ (am)

  “વિચાર-શક્તિ” સાથે “સ્વતંત્રતા”

  “વિચાર-શક્તિ” વેડફવી નહીં અને ઉપયોગ એવી રીતે કરવો, બીજાને અડચણ્રરૂપ – હેરાનરૂપ ના બનવું, બધી રીતે દરેકનો સર્વાંગી સતત વિકાશ થાય.

  “સ્વતંત્રતા” એવી રીતે વાપરવી જેથી આપણી ફરજનું ભાન રહે, બીજાની સ્વતંત્રા ના છીનવાય.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: