માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩)

મે 3, 2010 at 12:47 am 15 comments

 
 
 
 
 
 
 
 
 
 
Enlarged view of atherosclerosis
 
 
 
 
 
 

Diagram illustrating the main complications of persistent high blood pressure.

 
 
Categories for Blood Pressure Levels in Adults*
(In mmHg, millimeters of mercury)
Category Systolic
(Top number)
Diastolic
(Bottom number)
Normal Less than 120 Less than 80
Prehypertension 120-139 80-89
     
High Blood Pressure Systolic Diastolic
Stage 1 140-159 90-99
Stage 2 160 or higher 100 or higher
 
 
 
 
 

A diagram explaining factors affecting arterial pressure

 
 
 
 
 

માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩)

 
એક “ડોકટપૂકાર” નામે પોસ્ટ પ્રગટ કરી, મારે આ “માનવ તંદુરસ્તી”નો વિષય બંધ કરવો હતો….પણ મારૂં મન ના માન્યું ….અને આજે તમે આ બીજી પોસ્ટ વાંચી રહ્યા છો….આ પોસ્ટના આધાર છે આગળની પોસ્ટોમાં મળેલા પ્રતિભાવો….જેમાંથી મેં એક ચુંટ્યો છે . એ હતો રેખાબેન સિંધલનો પ્રતિભવ જે “”ડોકટરપૂકાર (૧)માં હતો…..ઉપર પ્રગટ કરેલા પ્રતિભાવમાં રેખાબેને કંઈક “સુંદર” શબ્દોમાં લખ્યું છે…તેમાંથી “હાઈ બ્લડ પ્રેસર અને હાઈ કોલેસ્ટ્રોલ”ની બિમારીને આ પોસ્ટનો વિષય બનાવી, ચર્ચાઓ કરવા નિર્ણય લીધો છે…..આશા છે કે  તમોને આ “સવાલ-જવાબ “રૂપી પોસ્ટ ગમશે ! 
 
એક સવાલ….(ONE QUESTION)
  
 
 
 

31. અક્ષયપાત્ર  |  February 15, 2010 at 3:09 pm

આ પ્રકારની માહિતી બહુ જરૂરી છે. મનુષ્ય કોઈ સંપૂર્ણ નથી. પોતાની શારિરીક કે માનસિક ક્ષતિઓ પત્યે ધ્યાન આપવાને બદલે મનુષ્ય હમેંશા બીજાની ક્ષતિઓ પ્રત્યે જ મન વાળે છે અને આનંદના અભિલાષમાં પોતાના શરીર અને મન પ્રત્યે બહેરો થઈ જાય છે. આથી સાચો આનંદ દૂર જ રહે છે. ખરૂ ને? આપે પ્રશ્નોત્તરી શરૂ કરી તે બહુ ગમ્યુ. મારા જેવા ઘણાને મેડિકલ સલાહની જરૂર અવારનવાર પડતી હોય છે. હું પોતે હાઈ બ્લડપ્રેશરની દર્દી છું હાઈ કોલેસ્ટરોલ પણ વારસાગત જ છે. દવાઓ લઉ છું પણ જીવન પધ્ધતિમાં ફેરફાર કરવો બહુ જ કઠીન છે. સમજણ હોય તેટલું પણ અમલમાં મૂકવા આડે હજાર બહાના આવી જાય છે. જીવવાની પ્રબળ વૃતિ જ કેટલીક વાર મંદ થઈ ડ્રીપ્રેશન તરફ લઈ જાય. અને આવું થાય ત્યારે દવા ઘરમાં હોય તો પણ કાં તો ભૂલાય જાય અથવા તો ખાવાની ઈચ્છા જ ન થાય. જો કે આવુ ક્યારેક જ થાય છે. પણ એ ક્યારેક દવા ન લેવાનું કેટલી હદ સુધી જોખમી બની શકે તે પર જરા પ્રકાશ પાડશો?
 
  ( A COPY/PASTE of The COMMENT by REKHABEN SINDHAL is published here as the REASON for this Post “DOCTORPUKAR…& intending to discusss on HEPERTENSIN & HIGH CHLOLESTROL )
 
  
 
 

એ સવાલના “જવાબ”રૂપે…..(ANSWER to the QUESTION)…..

 
 
 
આજની પોસ્ટ છે “ડોકટરપૂકાર”રૂપે ત્રીજી (૩) પોસ્ટ …..અને સવાલના જવાબરૂપે છે ! અહી માનવ તંદુરસ્તીને બે રોગો વિષે પુછાયું છે>>>>
 
(૧)…”હાઈ કોલેસ્ટ્રોલ”(HIGH CHOLESTEROL or HYPERCHOLESTROEMIA )
 
(2) … “હાઈ બ્લડ પ્રેસર ” (HIGH BLOOD PRESSURE or HYPERTENSION  )
 
આ બન્નેને જોડનાર રોગ છે…..આથેરોસ્કેરોસીસ (ATHEROSLEROSIS )……અને, “આથેરોસ્લેરોસીસ”ને ટુંકાણમાં સમજાવવું હોય તો “અહી લોહીની  નળીઓ યાને “આરટરીઓ”ના અંદરના ભાગે કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો જામી જાય અને, આરટરી “સાંકડી” થાય…જેથી લોહીનું ભ્રમણ જોઈએ તેવું ના થાય…અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં બિમારીઓ હોય શકે….દાખલારૂપે…હ્રદયની આરટરી બ્લોક થાય તો “હાર્ટ એટેક ” હોય શકે !
ચાલો, આપણે હવે નીચે મુજબ ચર્ચાઓ કરીએ >>>>
 
(A)… “કોલેસ્ર્ટોલ” (CHLOESTEROL )
 
કંઈ પણ હું કહું તે પહેલા મારે ખાસ જણાવવું છે કે…..”માનવ દેહને “કોલેસ્ટ્રોલ” નામના તત્વની ખ્સ જરૂરત છે…અને એના વગર માનવીનું જીવવું અશક્ય છે “ અહી મારા કહેવાનો હેતું એટલો જ કે માનવ દેહના બધા જ ભાગોને જીવીંત રાખવા માટે જે “સેલ્સો”(CELLS) હોય તેને “ન્યુકલ્સ” (NUCLEUS)રૂપી તત્વની જરૂર પડે તે માટે “કોલેસ્ટ્રોલ” જોઈએ ……આ જરૂરતનો કોલેસ્ટ્રોલ માનવ દેહ ખોરાકમાંથી બનાવી શકે,….અને એ જુરૂરત કે પ્રમાણમાં લોહી દ્વારા મળી શકે…….પણ જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ જરૂરત કરતા વધી જાય ત્યારે એની “ખરાબ અસર ” પડે, અને “આથેરોસ્લેરોસીસ ” થાય….અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં “રોગો”રૂપી ચિન્હો જોવા મળે…દાખલારૂપે… “હાર્ટ એટેક”  …કે ..”સ્ટ્રોક”
 
 
હવે, આપણે “કોલેસ્ટ્રોલ કેમ શરીરમા વધે ?” તે વિષે જાણીએ>>>
 
 

 

 
હવે, આપણે “કોલેસ્ટ્રોલ કેમ શરીરમા વધે ?” તે વિષે જાણીએ>>>
  
(૧)…જ્યારે માનવી ખોરાકમાં વધુ “ચરબી”વાળી ચીજો આરોગે…તો. લોહીમાં કોલેસ્ત્રોલનું પ્રમાણ વધે….જો આ  વધારે પ્રમાણમાં ફરતો કોલેસ્ટ્રોલ શરીરમાં નુકશાન કરે !
  
(૨)…કોઈવાર, માનવી ખોરાકમાં જરૂરત પ્રમાણે કોલેસ્ટ્રોલ લેય, તેમ છતાં, રોગોના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે…દાખલારૂપે>>ડાયાબીટીસ (DIABETES ) કે પછી હાઈપોથાઈરોડીસમ (HYPOTHYROIDISM )….અહી શરીરમાં બનતા હોર્મોનો (HORMONES…namely INSULIN & THYROID HORMONE)જરૂરત કરતા ઓછા હોવાથી આવું થાય છે !
  
 
 (૩)… કોઈકને લોહીમાં વધુ કોલેસ્ટ્રોલ “વંશવેલા”ના કારણે હોય શકે…યાને જેનેટીક કે ફેમીલીઅલ ( GENETIC/FAMILIAL ).
 
 
(B)… આથેરોસ્લેરોસીસ ( ATHEROSLEROSIS )
 
ઉપરના વર્ણને તમે કોલેસ્ટ્રોલ વિષે જાણ્યું…..હવે, તમે આ પોસ્ટ પર મુકેલો ડાયાગ્રામ નિહાળૉ…..હું તમોને કંઈ શબ્દોમાં કહું તે પહેલા તમે સમજી શકશો કે આથેરોસ્લેરોસીસ (ATHEROSLEROSIS ) એટલે લોહી જેમાં ફરે તે લોહીનળીઓ યાને આરટરીસ (ARTERIES ) ધીરે ધીરે સાંકડી થવા લાગે…કારણ કે એના અંદરના ભાગે કોલેસ્ટ્રોલ અને બીજા તત્વો એકઠા થઈ કઠણ બને…..આવૂં થવાથી, લોહી જે પ્રમાણમાં ઓરગન ( ORGAN )ને જોઈએ તે પ્રમાણે જઈ ના શકે…આથી, જુદા જુદા રોગોરૂપી અસર માનવ દેહ પર હોઈ શકે..દાખલારૂપે જો હ્રદયની આર્ટરીઓ (CORONARY ARTERIES) સાંકડી થાય તો હ્રદયને લોહી જોઈએ તેટલું ના મલી શકે….જેના કારણે છાતીએ દુઃખાવો યાને “ચેસ્ટ પેઈન કે એન્જાઈના” (CHEST PAIN or ANGINA)…..અને, આનો અર્થ એ  પણ કે હ્રદયને જરૂરત પ્રમાણે પ્રાણવાયુ (OXYGEN) નથી મળતો…..અને, આ એન્જાઈનામાંથી અંતે “હાર્ટ એટેક” (HEART ATTACK) હોય શકે !…અત્યારે આટલું જ જાણવું અગત્યનું છે…જુદા જુદા વિષયે એનો ફરી ઉલ્લેખ હશે !
 
હાઈ કોલેસ્ટ્રોલની સારવાર (TREATMENT for HIGH CHOLESTEROL )
 
(a)ખોરાકની પરેજી (DIET)
 
ખોરાક આપણા શરીરમાં જાય તેમાંથી જ કોલેસ્ટ્રોલ બને…..ખોરાકરૂપે શું લેવું એ આપણે જાતે નક્કી કરી શકીએ…જો આપણે ખોરાકમાં “ફેટી” (FATTY) ચીજો ના લેવાનો નિર્ણય ક્રો તો તે યોગ્ય કહેવાય. ફેટી  ખોરાક થોડા પ્રમાણમાં લેવાનો નિર્ણય હોય તો, એવા ચીજો લેવી કે જેમાં “કોલેસ્ટ્રોલ” ઓછો હોય…ઈંડાના “પીળા” ભાગમા તેમજ શ્રીમ્પસ (Yelloe of Eggs or Seafoods like Shrimps) જેમાં કોલેસ્ટ્રોલ વદારે હોય તે ખાવામાં ઓછું કરાય !
 
(b)ચાલવું કે કસરત (WALKING and EXERCISES )
 
ચાલવાથી કે કસરતો કરવાથી આપણે ખોરાકમાંથી મળેલી શક્તિ (ENERGY)નો ઉપયોગ કરીએ, અને આથી ખોરાકમાંથી મળેલી શક્તિ વપરાય જાય, અને શરીરમાં “ચરબી”રૂપે ભેગી ના થાય….ખોરાકમાંથી મળેલી ચરબી યાને “ફેટ્સ” પણ લોહીમાં વધે નહી….અને જે થકી, આરટરીસમાં ચોંટી, આથેરોસ્લેરોસીસ થવાની સંભવતા ઓછી રહે.
 
(c)ઉપરના બે કાર્યો અમલમાં મુક્યા બાદ પણ કોલેસ્ત્રોલ ઓછો ના થાય ત્યારે દવાનો સહારો (TREATMENT by MEDICINES that LOWER CHOLESTEROL)
 
અત્યારની જાણ પ્રમાણે, અનેક દવાઓ મારકેટમાં છે…..દેહમાં જે પ્રમાણે કોલેસ્ટ્રોલ બને તેમાં “દખલગીરી” કરી એ કોલેસ્ટ્રોલરૂપી સ્વરૂપ ના બને એવાં જ સિધ્ધાંતે આ દવાઓ એની અસર કરે ….દાખલારૂપે “સ્ટાટીન” દવાઓ (STATINS as Medicines )…અનેક દર્દીઓ આવી દવાઓ પર હોય છે (Eg. ZOCOR, LIPITOR,etc. )
કોઈક દવાઓ આંતરડાઓમાંથી લોહીમાં કોલેસ્ટ્રોલ જાય ત્યાં અસર કરી, કોલેસ્ટ્રોલને લોહીમાં જતા અટકાવે (દાખલારૂપે ….ZETIA )
 
(d)ઉપરના મુખ્ય ઈલાજો સિવાય સલાહો (Other INSTRUCTIONS )
 
>>>>વજન વધારે હોય તો વજન ઓછું કરવાની સલાહો ( Weight Reduction )
 
>>>>બીડી પીતા હોય તો, એ ટેવ છોડવી (Stop SMOKING )
 
>>>>જો “નાયાસીન” કે “વાયટામીન ડી” જેવા (NIACIN or other VITAMINS like D)લઈ શકાતા હોય તો લેવા
 
>>>>જો “થાયરોડ હોર્મોન” (THYROID Hormone )ઓછો હોય અને એના કારણે લોહીમાં વધારે કોલેસ્ટ્રોલ હોય તો એ રોગની સારવાર કરવાથી કોલેસ્ટ્રોલ ઓછો થઈ શકે !
 
>>>>>જેને “ડાયાબીટીસ” (DIABETES MELLITUS)હોય તેઓને શરીરમાં “ફેટ્સ” જે પ્રમાણે બને તેમાં તકલીફો રહે અને એના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલ વધે…પણ, જો ડાયાબીટીસ રોગ કંટ્રોલમાં હોય તો  લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછો હોય શકે !
 
>>>>>અંતે…..સર્વ રોગોનો “એક ઈલાજ ” રૂપે મારે એટલું કહેવું છે કે ……”યોગા” કે “મેડીટેસન” (YOGA or MEDITATION)દ્વારા મનની “શાન્તી” (MENTAL PEACE)લાવી શકાતી હોય તો એનાથી “સ્ટ્રેસ” (MENTAL STRESS) ઓછા થાય, એને, એથી ફાયદો થાય…દવાઓ જે લેતા હોય તેનો “ડોઝ” ઓછો હોય શકે અને કદાચ નાનો જ ડોઝ હોય તો એની જરૂરત પણ ના રહે !
 
>>>>ઉપર મુજબ એક કર્તવ્યરૂપે કે ડોકટરી સલાહઓરૂપે કરતા…પ્રભુ પર શ્રધ્ધા રાખી કરતા મનમાં “પોસીટીવ” (POSITIVE)વિચારો આવે..જેના કારણે શરીરમાંથી “એક અનોખી શક્તિ” મળે છે…જેનાથી ફાયદો જ છે !
 
 

હાઈપરટેન્સન (HYPERTENSION)

માનવ શરીરના લોહીભ્રમણને માટે “પ્રેસર”ની જરૂરત રહે….આ “પ્રેસર” હ્રદયના “ધબકારા” તેમજ આરટરીના “ટેન્સન” આધારીત હોય છે…અને, નોરમલ પ્રેસર ઉપર/નીચે બે આંકડામાં ૧૨૦/૮૦ હોય છે..જ્યારે આ આંકડો વધારે હોય યાને કે ઉપર ૧૪૦અને વધારે અને નીચે ૯૦ કે વધારે…અને આ પ્રમાણે એક બે વાર આવું બતાવે ત્યારે ડોકટર કહે ….”તમને હાઈપરટેન્સન છે”
હાઈપરટેન્સનના કારણે “સીરીઅસ બિમારીઓ” હોય શકે….એથી એની સારવાર ઘણી જ અગત્યની છે !
 
કારણો (CAUSES)
 
કારણો જાણી આ રોગ સમજવા પ્રયાસો હંમેશા ચાલુ જ હોય છે….અત્યારની સમજ પ્રમાણે, હજુ વધુ જાણવાની જરૂર છે…જે જાણ્યું છે તેને બે વિભાગોમાં કહી શકાય >>>>
 
(A) પ્રાઈમરી કે અસેન્સીયલ હાઈપરટેન્સન (PRIMARY or ESSENTIAL HPERTENSION )
 
 જ્યારે, હાઈ બ્લડ પ્રેસર હોય અને એનું કારણ સમજાતું ના હોય ત્યારે એને “એસેન્સીયલ હાઈપરટેન્સન”તરીકે કહેવામાં આવે છે…..અહી, કદાચ “ફેમીલી જીન્સ”નો ફાળો હોય શકે…અને આવી રીતે આશરે ૯૦ ટકા દર્દીઓ હોપ છે !
 
(B)”સેકન્ડરી હાપરટેન્સન” (SECONDARY HPRTENSION )
 
જ્યારે તપાસો કરતા, કોઈ કારણ મળૅ ……કે પછી, કોઈ બીજા ચિન્હો હોપ ત્યારે “અન્ય કારણો” વિષે શંકાઓ આવતા જુદી જુદી “ટેસ્ટ” કરતા કારણ જાણી શકાય
 
 (૧) એડ્રીનલ ગ્લાન્ડ્ના કારણે (ADRENAL GLANDS & the HORMONES )
 
એડ્રીન્લ્સ બે જાતના હોર્મોન્સ બનાવે છે (MINERALOCORTICOIDS,,and GLUCOCORTICOIDS)…અને જો આ જરૂરત કરતા વધારે બને તો એની અસરના કારણે હાઈપરટેન્સન હોય શકે…..પણ, આવા સમયે હોર્મોનોની બીજી અસરોના ચિન્હો નિહાળી, ડોકટર એવી “ટેસ્ટો” કરે છે !
 
(૨)કીડનીના રોગોના કારણે (KIDNEYS)
 
કોઈવાર, જન્મથી કીડનીની બિમારી (POYCYSTIC KIDNEYS) કે જન્મ બાદ રોગો (GLOMERULONEPHRITIS ,,RENOVASCULAR DISEASE) હોવાના કારણે હાઈપરટેન્સન હોય શકે !
 
(૩) “પ્રેગ્નસી”ના કારણે (PREGNANCY)
 
સ્ત્રી જ્યારે “પ્રેગન્ન્ટ” હોય ત્યારે એના શરીરમાં “હોર્મોનો”માં ફેરફાર થાય અને ૧૧ ટકા સ્રીઓમાં હાઈપરટેન્સન હોય શકે !
 
(૪) કોઈવાર, શરીરમાં “પોટાસીઅમ” તત્વ ઓછું થાય ત્યારે કે “આરસેનીક પોઈસનીન્ગ” કારણે હાઈપરટેન્સન હોય શ કે !
 
ઈલાજો કે સારવાર (TREATMENT of HYPERTENSION )
 
(A) પહેલી સલાહો (PREVENTION )
 
>>>શરીરનું “વજન” ઓછું કરો !(REDUCE BODY WEIGHT )
>>>ખોરાકમાં “મીઠું ” છું કરો !(SALT RESTRICTION in DIET )
>>>ધુમ્રપાન બંધ કરૉ !(STOP SMOKING )
>>>દારૂ પીવાનું ઓછું કરો કે બંધ કરિ !( REDUCE or QUIT ALCOHOL )
>>>”સ્ત્રેસ” કે ચિન્તાઓ દુર કરો !(REMOVE STRESSES of LIFE )
 
(B) દવાઓરૂપી સારવાર ,,,(MEDICAL TREATMENT )
 
(1) “એઈસ ઈનહીબીટર્સ” દવાઓ (ACE INHITITORS like CAPTOPRIL…LISINOPRIL, ALTASE )
 
(2) “એન્જીઓટેન્સીન ટુ ઈનહીબીટર્સ (ANGIOTENSIN 2 INHIBITORS like COZAAR )
 
(3)”કેલસીયમ ચેનલ બ્લોકર્સ”(CALCIUM CHANNEL BLOCKERS like NIFEDIPINE or ADALAT..AMIODIPINE or NORVASC )
 
(4) “ડાયુરેટિક્સ” (DIURETICS like HYDROCHLOROTHIAZIDES etc )
 
અહી વિગતો નથી આપી….આ સિવાય પણ બીજી ઘણી દવાઓ હોય છે , તે સહજ જાણ માટે !
 
(C) “કોમ્પ્લીકેસનો” યાને સારવાર ના કરે તો “સીરીઅસ” અસરો (COMPLICATIONS of HYPERTENSION )
 
જો સારવાર ના શરૂં થાય તો…કે પછી, સારવાર જૉઈએ તેવી ના હોય ત્યારે આવું થઈ શકે….મગજ….હ્રદય…..આંખો…..કીડનીઓ…. વિગેરે પર અસર !
 
(a) STROKE   or ENCEPHLOPATHY  (b) CARDIOMYOPATHY…& HEART FAILURE (c) HYPERTENSIVE RETINOPATHY in EYES (d) NEPHROPATHY in KIDNEYS Etc
 
 
 
FEW WORDS…
 
Today you are reading another DOCTOR PUKAR Post…and the Topic is HIGH CHOLESTEROLin the BLOOD, ATHEROSLEROSIS…….and also HIGH BLOOD PRESSURE or HYPERTENSION.
 
CHOLESTEROL had been regarded as BAD…..BUT one must realise that it is VERY ESSENTIAL for the HUMAN BODY….It is needed for ALL CELLULAR ELEMENTS of our BODY, including our NERVOUS SYSTEM.
The Cholesterol in the blood MUST remain NORMAL….when it is HIGH, then it has its BAD EFFECTS on our Body.
In this Post, I had tried to explain how Cholesterol is made in our Body.Then, I had shown how the EXCESS of this Cholesterol id DEPOSITED into the WALLS of the ARTERIES…therefore, the LUMEN of these Arteries if NARROWED. Thus, the Blood supply to that ORGAN (Heart, Kidneys etc ) is NOT AS PER NEEDS…This is the ATHEROSCEROSIS. This process of Atheroscerosis can eventually TOTALLY BLOCK the Artery. Depending on where this PARTIAL or FULL BLOCKAGE is, the DAMAGE results (Eg. If Blood vessel of HEART, then HEART ATTACK).
This Post also giving some BASIC informations on HYPERTENSION. The DEFINITION, CAUSES and TREATMENT are briefly told….The Readers are warned that one MUST NOT IGNORE this Disease, & initiate the treatment EARLY or else face the SERIOUS COMPLICATIONS.
 
I hope this post is read by MANY…..it can give the BASIC UNDERSTANDING of many ILLNESSES which are so often in the Medical Literature, TV Etc
 
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health. Tags: .

માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨) નિવૃત્તિની પ્રવૃત્તિ-પુસ્તકાવલોકન

15 Comments Add your own

  • 1. Ramesh Patel  |  મે 3, 2010 at 1:13 am

    બહુ જ ઉપયોગી લેખ શીલાલેખ જેવો.

    વૈજ્ઞાનિક માહિતીસભર અને ડે ટુ ડે લાઈફ પર

    પ્રકાશ પાડતા લેખ માટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 2. pragnaju  |  મે 3, 2010 at 3:10 am

    અમેરિકામા બાળકોના મૃતદેહોની તપાસમા ઘણા બાળકોના લોહીમા ચરબીનું પ્રમાણ વધુ અને હાડકામા કેલશિયમનું પ્રમાણ પણ ઓછું જણાયું .હવે સાવ રે સફાળા જાગીને તે અંગે ખૂબ પ્રચાર ર્હાય છે પણ અહીંના સ્થાપિત હીતો સામે હજુ વધુ પ્રચાર માંગે છે.કેટલીક બાબતોનું પુનરાવર્તન થાય તો પણ આ અંગે પૂર્તિ કરવી જરુરી જણાય છે તેથી આ અંગે તો જાણીએ જ-
    હ્રદયરોગના દર્દીઓમાં કુલ જોખમી પરિબળોની હાજરી જાણવાની તપાસના ભાગરૂપે લોહીમાં કોલેસ્ટેરોલ અને અન્ય ચરબીનું પ્રમાણ માપવાની તપાસ કરવામાં આવે છે. તંદુરસ્ત વ્યક્તિમાં સામાન્ય રીતે પહેલાં માત્ર કુલ કોલેસ્ટેરોલ અને એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ જ માપવામાં આવે છે. કુલ કોલેસ્ટેરોલ વધારે આવે તો અથવા એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ આછું આવે તો પછી, બધી પ્રકારનાં કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લીસરાઇડની તપાસ (લીપીડ પ્રોફાઇલ) કરવામાં આવે છે. હ્રદયરોગના દર્દીમાં પહેલેથી જ સંપૂર્ણ લીપીડ પ્રોફાઇલની તપાસ કરાવવી હિતાવહ છે.
    નોર્મલ કોલેસ્ટેરોલ કેટલું હોય? કોલેસ્ટેરોલના ચાર પ્રકાર છે – એચ.ડી.એલ., એલ.ડી.એલ., વી.એલ.ડી.એલ. અને આઇ.ડી.એલ.. આમાંથી એચ.ડી.એલ. પ્રકારનું કોલેસ્ટેરોલ ઉપરોગી (‘સારું) કહેવાય છે જયારે બાકીના બધાં કોલેસ્ટેરોલ નુકસાનકારક (‘ખરાબ) કહેવાય છે. એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધારે હોય તો હ્રદયરોગની શકયતા વધવાને બદલે ઘટે છે! તંદુરસ્ત વ્યક્તિઓમાં એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ ૩૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોવું જોઇએ અને ૪૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોય તો ઉત્તમ. કુલ કોલેસ્ટેરોલ ત્ાથા એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનો ગુણોત્તર ચાર કરતાં ઓછો હોય તો હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે જયારે છ થી વધુ ગુણોત્તર થતાં આવી શકયતા ખૂબ વધવા લાગે છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં એલ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૧૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોવું જ જોઇએ અને ૯૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોય તો ઉત્તમ.
    નોર્મલ ટ્રાયગ્લીસરાઇડ કેટલું હોય? ભારતની તંદુરસ્ત વ્યક્તિમાં ભૂખ્યા પેટે કરેલ લોહીની તપાસમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ દર ૧૦૦ મિ.લી. એ ૧૫૦ મિ.ગ્રા.થી આછું હોવું જોઇએ. ૧૫૦ થી ૨૫૦ મિ.ગ્રા. વચ્ચેનું પ્રમાણ ‘બોર્ડરલાઇન વધારે કહેવાય છે અને ૨૫૦ મિ.ગ્રા.થી વધુ પ્રમાણ ‘વધારે તરીકે ઓળખાય છે
    ભારતીય લોકોના લોહીમાં કોલેસ્ટેરોલનાં ઘટકોનું પ્રમાણ

    લોહીમાં કોલેસ્ટેરોલ

    આદર્શ પ્રમાણ

    (મિ.ગ્રા./ડે.લિ.)

    બોર્ડરલાઇન

    (મિ.ગ્રા./ડે.લિ.)

    નુકસાનકારક

    (મિ.ગ્રા./ડે.લિ.)

    કુલ કોલેસ્ટેરોલ

    ૧૭૦ થી ઓછું

    ૧૭૦ થી ૨૦૦

    ૨૦૦ થી વધુ

    કુલ ટ્રાયગ્લીસરાઇડ

    ૧૫૦ થી ઓછું

    ૧૫૦ થી ૨૫૦

    ૨૫૦ થી વધુ

    એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ

    ૪૫ થી વધુ

    ૩૫ થી ૪૫

    ૩૫ થી ઓછું

    એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ

    ૯૦ થી ઓછું

    ૯૦ થી ૧૧૦

    ૧૧૦ થી વધુ

    કોલેસ્ટેરોલની તપાસ ભૂખ્યા પેટે કરવી કે ગમે ત્યારે?
    કોલેસ્ટેરોલનો સંબંધ ખોરાકની ચરબી અને ખોરાકના કોલેસ્ટેરોલ સાથે હોય છે. આજે લીધેલ ચરબીવાળા ખોરાકને કારણે આજે ને આજે કંઇ લોહીનું કોલેસ્ટેરોલ નથી વધી જવાનું! અભ્યાસો જણાવે છે કે ખોરાકની ચરબીની અસર લોહીના કોલેસ્ટેરોલ પર થતાં એકથી બે અઠવાડિયા જેટલો સમય લાગે છે. એટલે કોલેસ્ટેરોલ મપાવતા પહેલાનાં ત્રણ અઠવાડિયાં સુધીનો ખોરાક એકસરખો હોવો જરૂરી છે. આ ત્રણ અઠવાડિયાં દરમ્યાન એક દિવસ ઉપવાસ અને બીજે દિવસે ઠાંસી ઠાંસીને ખાનારામાં તેમજ રૂટીન ખોરાક કરતાં વધારે ચરબીવાળો ખોરાક (દા.ત. લગ્ન કે અન્ય સમારંભમાં) લેનારના કોલેસ્ટેરોલમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે. ટૂંકમાં, કાયમી, રૂટીન ખોરાક ત્રણ અઠવાડિયાં સુધી ખાધા પછી જ કોલેસ્ટેરોલની તપાસ કરાવવી જોઇએ. આ ત્રણ અઠવાડિયાં સુધી વજનમાં પણ ખાસ વધઘટ થવી ન જોઇએ. તપાસના ત્રણ દિવસ પહેલાંથી દારૂ પીવાનું બંધ કરવું જોઇએ.
    જયારે માત્ર કુલ કોલેસ્ટેરોલ જ માપવું હોય ત્યારે દિવસના કોઇપણ સમયે. ગમે ત્યારે ખાધા પછી કે પહેલાં તપાસ થઇ શકે છે. પરંતુ કોલેસ્ટેરોલની સાથોસાથ ટ્રાયગ્લીસરાઇડ અને એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ માપવુ હોય તો તપાસ માટે લોહી લેતાં પહેલાના બાર કલાક સુધી કોઇ પણ ખાદ્ય પદાર્થ દર્દીએ ખાધો ન હોવો જોઇએ. બાર કલાકના ઉપવાસ પછી જ ટ્રાયગ્લીસરાઇડ અને એલ.ડી.એલ. કોલેસ્ટેરોલના સાચા રિપોર્ટ મળી શકે છે.
    કોલેસ્ટેરોલની તપાસ માટેનું લોહી વ્યક્તિ ઊભાં ઊભાં આપે કે બેઠાં બેઠાં કે સૂતાં સૂતાં આપે એમાં કંઇ ફરક પડે? જી હા! તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે કે ઊભાં ઊભાં લીધેલ લોહી કરતાં વીસ મિનિટ બેઠાં પછી લીધેલ લોહીની અંદર કોલેસ્ટેરોલમાં છ ટકાનો ઘટાડો થાય છે અને વીસ મિનિટ સૂતાં પછી લીધેલ લોહીની અંદર કોલેસ્ટેરોલમાં દશ થી પંદર ટકા જેટલો ઘટાડો નોંધાય છે! વ્યક્તિની શારીરિક સ્થિતિને કારણે કોલેસ્ટેરોલના રિપોર્ટમાં ફેરફાર ન આવે એ માટે, અમેરિકાના નેશનલ કોલેસ્ટેરોલ એજયુકેશન પ્રોગ્રામની માર્ગદ(ર્શકા મુજબ, દર્દી લેબોરેટરીમાં પાંચ મિનિટ બેઠેલો હોય એ પછી જ તપાસ માટે લોહી લેવુ જોઇએ.
    કોલેસ્ટેરોલની તપાસ માટે લોહી લેવામાં અન્ય શું કાળજી રાખવી? લોહી તપાસ માટે લેતી વખતે, નસ (વેઇન) પકડવા સામાન્ય રીતે બાવડાના ભાગે ટાઇટ રબર, દોરી, ટુર્નીકેટ કે હાથ વડે દબાણ આપવામાં આવે છે. જો આ રીતે દબાણ આપીને લોહીને બે મિનિટથી વધુ સમય સુધી મુકત રીતે ફરતું અટકાવવામાં આવે તો કોલેસ્ટેરોલના પ્રમાણમાં બેથી પંદર ટકા જેટલો વધારો થઇ જાય છે! માટે, કોલેસ્ટેરોલની તપાસ કરવા લોહી લેતી વખતે બાવડા પર બાંધેલ ટુર્નીકેટ કે દબાણ એક મિનિટથી વધુ સમય ન રાખવું. જો એક હાથમાં નસ ન પકડાય તો તરત બીજા હાથે નસ પકડવાનો પ્રયત્ન કરવો, જેથી એક જ હાથે લાંબો સમય ટુર્નીકેટ કે દબાણ ન રાખવું પડે.
    એક માણસનું કોલેસ્ટેરોલ એકસરખો ખોરાક હોય તો આખું વરસ એક સરખુ રહે કે બદલાય? તાજેતરના કેટલાક રિપોર્ટો દર્શાવે છે કે ઋતુ પ્રમાણે કોલેસ્ટેરોલના પ્રમાણમાં વધઘટ થાય છે. ઘણા લોકોમાં શિયાળા દરમ્યાન કોલેસ્ટેરોલનું પ્રમાણ થોડુંક વધી જાય છે.
    ચરબીવાળા ખોરાક સિવાયના કોઇ પરિબળ કે બીમારીથી કોલેસ્ટેરોલ વધી શકે? કોલેસ્ટેરોલ વધારવામાં વારસાગત પરિબળો ખૂબ અગત્યનો ફાળો આપે છે. કોલેસ્ટેરોલ વધવાની પ્રક્રિયા જનિનથી નિયંત્રીત છે. આ સિવાય લીવર, કીડનીની બીમારી તથા થાઇરોઇડ ઘટી જવાની તકલીફમાં કોલેસ્ટેરોલ વધી જાય છે. સગર્ભાવસ્થાને કારણે પણ કોલેસ્ટેરોલ વધે છે.
    કોઇ દવા લેવાને કારણે કોલેસ્ટેરોલ પર અસર પડે? જી હા! એટેનોલોલ જેવી હાઇબ્લડપ્રેશરની દવા; થાયેઝાઇડ જૂથની પેશાબ વધારતી દવાઓ; ગર્ભનિરોધક ગોળીઓ; હોર્મોન રીપ્લેસમેન્ટ થેરપી માટે વપરાતી ઇસ્ટ્રોજન વગેરે દવાઓ શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારી મૂકે છે.
    કોઇ બીમારીને કારણે કોલેસ્ટેરોલ ઘટી જાય એવું બને? તમને જાણીને નવાઇ લાગશે પણ એ હકીકત છે કે ભલે કોલેસ્ટેરોલ વધવાથી હ્રદયરોગનો હુમલો થતો હોય, પરંતુ હ્રદયરોગનો હુમલો થયા પછી દર્દીના શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટી જાય છે. (કદાચ લાંબા સમય સુધી સૂઇ રહેવાથી / આરામ કરવાથી કે અન્ય કોઇ કારણસર), એ જ રીતે પેરેલિસિસનો હુમલો પણ (વધારે કોલેસ્ટેરોલ સાથે સંકળાયેલ હોવા છતાં) કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડી દે છે. અરે, કંઇ પણ વાગવાથી, બેકટેરિયા કે વાઇરસના ચેપથી પણ થોડા દિવસ માટે કોલેસ્ટેરોલ ઘટી જાય છે. એટલા માટે જ કોલેસ્ટેરોલની તપાસ કરવાની હોય એના અગાઉના બે મહિનામાં દર્દીને કોઇપણ પ્રકારની ભારે ઇજા, હાર્ટ એટેક, પેરેલિસિસનો હુમલો, ભારે ઓપરેશન, બેકટેરિયાનો ચેપ કે વાઇરસનો ચેપ થયો હોવો જોઇએ નહીં.
    એક જ વખતનો કોલેસ્ટેરોલનો રિપોર્ટ ભરોસાપાત્ર ગણાય કે બે-ચાર વખત કરાવવો જોઇએ? એક જ વખત માપેલ કોલેસ્ટેરોલમાં ઘણી બધી જગ્યાએ ભૂલોની શકયતા રહે છે એટલે માત્ર એક વખતના કોલેસ્ટેરોલને સંપૂર્ણ ભરોસાપાત્ર ગણી શકાય નહીં. અમેરિકાના નેશનલ કોલેસ્ટેરોલ એજયુકેશન પ્રોગ્રામની માર્ગદ(ર્શકામાં જણાવ્યા મુજબ ચાર વખત કોલેસ્ટેરોલ (ખાસ કરીને એલ.ડી.એલ. અને એચ.ડી.એલ.) માપવાનું આદર્શ ગણાય, પરંતુ ખર્ચ અને વ્યવહારિકતાની દ્દષ્ટિએ ઓછામાં ઓછી બે વખત એક-બે અઠવાડિયાના અંતરે કરાવેલ તપાસ કોલેસ્ટેરોલનો ભરોસાપાત્ર અંદાજ આપી શકે છે. બે વખત લીધેલ કોલેસ્ટેરોલ (અને જુદા જુદા પ્રકારો) ના પરિણામમાં ૨૫ ટકાથી વધુ ફરક ન હોવો જોઇએ અને આ બંનેની સરેરાશ વ્યક્તિનું સાચુ કોલેસ્ટેરોલ દર્શાવે છે.
    એક વખત કોલેસ્ટેરોલની તપાસમાં વધુ કોલેસ્ટેરોલ આવે પછી ઓછામાં આછું દર વર્ષે એક વખત કોલેસ્ટેરોલ ચેક કરાવવું જરૂરી છે. કેટલાક દર્દીઓમાં (ખાસ તો કોલેસ્ટેરોલ ઘટાડવાની દવા લેતા દર્દીઓમાં) દર ત્રણ કે છ મહિને કોલેસ્ટેરોલ ચેક કરતાં રહેવું પડે છે.
    પાતળા લોકોમાં પણ કોલેસ્ટેરોલ વધારે હોય? કોલેસ્ટેરોલ એ લોહીમાં ફરતી ચરબી છે અને પાતળા તેમજ જાડા બંને પ્રકારના લોકોમાં એ વધારે હોઇ શકે. તમે પાતળા હો એનો અર્થ એટલો જ છે કે તમારા શરીરમાં ચરબીના થર નથી જામ્યા પરંતુ તમારા લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોઇ શકે છે. અલબત્ત, તાજેતરના રિપોર્ટ મુજબ જાડા લોકોમાં વધુ કોલેસ્ટેરોલ હોવાની શકયતા વધારે રહે છે તેમજ જાડાપણાને લીધે કોલેસ્ટેરોલ (ખાસ કરીને એલ.ડી.એલ.) અને ટ્રાયગ્લીસરાઇડ વધે છે જે સહેલાઇથી (દા.ત. ખોરાકના પરિવર્તનથી) કાબૂમાં નથી આવતા. (જેટલી સહેલાઇથી પાતળા માણસમાં વધી ગયેલ કોલેસ્ટેરોલ કાબૂમાં આવે છે.) ટૂંકમાં, કોલેસ્ટેરોલ ઘટાડવું હોય તો જાડામાંથી પાતળા થવું ફાયદાકારક છે.
    બ્લડપ્રેશર અંગે પણ હજુ વિગતવાર ચર્ચા થાય અને સામાન્ય પ્રજાજનને તેની અગત્યતા સમજાય તે ખૂબ જરુરી છે

    Reply
    • 3. chandravadan  |  મે 3, 2010 at 1:18 pm

      Dear Pragnajuben,
      THANKS for your COMMENT.
      You had said very nicely about the DETAILS on the CHOLESEROL …including the NORMAL & ELEVATED Levels in the Body.
      Let me post the LEVELS in English too !>>>>

      Total cholesterol level
      •Less than 200 is best.
      •200 to 239 is borderline high.
      •240 or more means you’re at increased risk for heart disease.

      LDL cholesterol levels
      •Below 100 is ideal for people who have a higher risk of heart disease.
      •100 to 129 is near optimal.
      •130 to 159 is borderline high.
      •160 or more means you’re at a higher risk for heart disease.

      HDL cholesterol levels
      •Less than 40 means you’re at higher risk for heart disease.
      •60 or higher greatly reduces your risk of heart disease.

      Reply
  • 4. Dilip Gajjar  |  મે 3, 2010 at 12:26 pm

    ચન્દ્ર વદનભાઈ ખુબ ઉપયોગી માહિતિ, ચન્દ્ર્પુકાર સામ્ભળીયે તો ડોક્ટરપુકાર સંભળાય અને યમપુકારને થોભાવી શકાય નહિ ? તમે પોકારી પોકારી ને સ્વાસ્થ્યની વાત કહો તે ખુબ સારુ કહેવાય..આપને આભાર ઈમેઈલ સંદેશ આપ નાની વિગત ધ્યાનમાં રાખો છો..મળ્યો આપને મળીશું…

    Reply
  • 5. chandravadan  |  મે 3, 2010 at 1:41 pm

    NOW…
    by this COMMENT, I wish to inform the READERS about TRIGLYCERIDES LEVELS in the Blood, and it’s relation to HUMAN HEALTH>>>>>

    How are Triglycerides and Cholesterol Related?
    Cholesterol and triglycerides are both medical terms describing types of fat in your blood. Cholesterol is used to build cells and certain hormones; it is found naturally in the body and in foods you eat and is only needed in small amounts. Both triglycerides and cholesterol are critical to your health. In recent years, studies have shown that triglycerides should not be overlooked. If left untreated, very high triglycerides, like elevated cholesterol levels, can lead to future health problems. Talk to your doctor. Taking your medication(s) as directed by your doctor, along with eating a healthy diet and exercising daily, can help you lower very high triglycerides and cholesterol. Your doctor may use different medication to treat very high triglycerides than to treat high cholesterol. Both of these are lipids you need to be aware of and manage on a daily basis.

    What You Should Know About Triglycerides
    Here’s what you need to know about triglycerides:

    Everyone has triglycerides
    Some people have too many triglycerides
    If you eat more calories than your body burns on a regular basis, your triglycerides might become too high
    People who have above-normal triglycerides often have other health risks like high LDL (bad) cholesterol and low HDL (good) cholesterol
    If you already have other health problems like diabetes, you might be at risk for having very high triglycerides
    There are things you can do to help lower your very high triglycerides
    For more information about terms related to triglycerides, see the Glossary.

    What Are Normal Versus Very High Triglyceride Levels?
    Normal triglycerides are less than 150 mg/dL. Here are the National Cholesterol Education Program (NCEP) guidelines for normal to very high triglyceride levels:

    Why Should I Be Concerned about Triglycerides?
    When triglycerides are “very high” (500 mg/dL or higher), it means there is too much fat in the blood; this is a serious medical condition. It is important to be aware of your triglyceride number as having very high triglycerides can put you at risk for future health problems.

    Am I at Risk for Very High Triglycerides?
    Your doctor can measure your triglyceride level with a blood test. This blood test is part of a lipid profile that also checks your cholesterol levels. Your triglyceride number is different from your cholesterol numbers, and your doctor may use different medications to treat each condition.

    You might be at risk for very high triglyceride levels if you have other health problems like:

    High blood pressure
    High cholesterol
    Obesity
    Diabetes

    Reply
  • 6. સુરેશ  |  મે 3, 2010 at 2:02 pm

    Very nice. It always baffled me why cholesterol is there in body at all. I never knew that it IS NECESSsAARy.
    Thank you very much for simple explanation.

    Reply
  • 7. sapana  |  મે 3, 2010 at 9:08 pm

    આભાર આ લેખ માટે ..ઘણી ઉપયોગી માહિતિ મળિઅ સપના

    Reply
  • 8. Harnish Jani  |  મે 3, 2010 at 9:44 pm

    તમારો લેખ સુંદર છે-મારું ઘોડું તો તબેલામાંથી નાશી છુટ્યું છે અને હવે મને જાણ થાય છે કે ઘોડા કાબુમાં કેવી રીતે રાખવા. ચાલો તમાર લેખમાંથી કોઇ ડાહ્યો જણ કાંઇ શીખે.

    Reply
  • 9. Sheela Patel  |  મે 4, 2010 at 1:37 am

    Chandravadanbhai,
    Thankyou for this very important topic.You are really giving us good informations regarding Human health. God Bless you for all the time you are spending to educate the public.
    I really admire that!

    Reply
  • 10. Vinod Patel, USA  |  મે 4, 2010 at 2:13 am

    Very useful information. Throught my life, I experienced difficulty in remembering HDLcholesterol good and LDLcholesterol bed. So to remember correctly, I come up with LDL cholesterol as Lousy (L for lousy) meaning undesirable, bad.
    Thank you your article.

    Reply
  • 11. Ramesh Patel  |  મે 4, 2010 at 3:59 am

    Thanks for sharing useful information.Also.
    a special focus made by Pragnabena is found worth reading.

    Ramesh patel(Aakashdeep)

    Reply
  • 12. પટેલ પોપટભાઈ  |  મે 4, 2010 at 4:36 am

    મા. શ્રી ચન્દ્રવદનભાઈ

    તમારો આ સ-ચિત્ર ,સવિસ્તાર કોલેસ્ટેરોલ હાઈપરટેન્સન, ઉપરનો લેખ પણ ખૂબજ ઉપયોગી, ખાસ કરીને મારા પોતાને સમજવા માટે.

    તમે પોકારી પોકારી સ્વાસ્થ્ય માટે લખો છો, મને ગમે છે.

    જવાબમાં પ.પૂજ્ય પ્રજ્ઞાબેન તરફથી પણ ઉપયોગી માહિતિ જાણવા મળી.

    Reply
  • 13. chandravadan  |  મે 4, 2010 at 1:17 pm

    This is the EMAIL of B. J. MISTRY>>>>

    From: BJ Mistry……

    Shree Ankur Kothari…..& OTHERS

    Thank You, below some more information in pure Gujarati.

    માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩)
    MORE UNDESTANDING ON CHOLESTEROL
    Please CLICK above link

    AND MY RESPONSE>>>>

    Bhikhu,…..THANKS for sending the LINK to the Post on CHOLESTEROL…
    MAY BE…you can give this LINK for all HEALTH Posts on CHANDRAPUKAR to ALL you know>>>>>

    https://chandrapukar.wordpress.com/category/%e0%aa%a4%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a5-health/

    OR

    તંદુરસ્તિ/હેલ્થ..Health « ચંદ્ર પુકાર

    AND…..
    May be ONE DAY you will VISIT/READ the Posts…& may be COMMENTS dor Posts you like>>BHAI

    Reply
  • 14. Ishvarlal R. Mistry  |  મે 6, 2010 at 8:08 pm

    Hello Chandravadanbhai,
    Very good information about LDL& HDL i have my blood test done 3 times a year and my Doctor is watching my Cholestrol leval and this helps me to learn more about it. TYhankyou for sharing your knowledge.

    Ishvarbhai R, Mistry

    Reply
  • 15. Daxesh Contractor  |  મે 9, 2010 at 3:24 pm

    very good and informative article. As a blogger, and being a doctor, you shine in medical field more than in literature.🙂

    Most of the people think that heart attack means natural death. They do not know that it is a disease, which can be avoided. We, as an Asian and Indian are prone to heart disease because of all the three factors – our food, our culture (lifestyle) and our genetics. Round stomach is no more a sign of health (prosperity) but its the opposite. The sooner we understand it, its better.

    Also salute to Pragnaju ben for posting an article length comment which nearly provide all necessary information. She has amazing knowledge in this fields, and moreover she takes pain to write it at such a length. Pl. convey my thanks.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,305 hits

Disclimer

મે 2010
M T W T F S S
« Apr   Jun »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: