માનવ તંદુરસ્તી..(૧૦)…જઠર, આંતરડાઓ, અને પ્રાચનક્રિયા.

એપ્રિલ 25, 2010 at 12:48 પી એમ(pm) 38 comments

 
 
 Gallbladder
 
 
 
 
 
 
 
 
Large Intestine
 
 
 
 
 

માનવ તંદુરસ્તી..(૧૦)…જઠર, આંતરડાઓ, અને પ્રાચનક્રિયા.

 
હાડકાઓ, મગજ, હ્રદય, અને ફેફસાઓ વિષે પોસ્ટો વાંચ્યા બાદ, આ પોસ્ટ છે “માનવ તંદુરસ્તી(૧૦) ..જઠર, આંતરડાઓ અને પ્રાચનક્રિયા” (STOMACH, INTESTINES & DIGESTIVE SYSTEM).
 
હવે, તમારો પ્રષ્ન હશે કે….”આગળની પોસ્ટોની મહત્વતા તો સમજાવી, અને બરાબર..પણ, આજે બીજા વિષય પર નહી અને આ વિષય શા માટે ?”…..તો, મારો જવાબ આ પ્રમાણે છે..>>>>>
 
ભલે, મગજ માર્ગદર્શક હોય, ભલે, હ્રદય અને ફેફસાઓ દ્વારા “પોષણ”મળે….પણ, જો બહારનો આહાર, જેમાં શરીરને ટકાવવાના “તત્વો” જો અંગોને મળી ના શકે તો એ સર્વ શું કામના ?……તો, હવે, આ પોસ્ટ જે પ્રમાણે પ્રગટ કરી તેની સાથે સહમત હશો.
 
હવે, ચાલો, આપણે  પોસ્ટ સાથે પ્રગટ કરેલા ડાયાગ્રામોને નિહાળીએ…..થોડું સમજવા પ્રયાસ કરીએ….જેવી રીતે પ્રભુએ દેહમાં ગોઠવણી કરી છે તે સમજીએ…..તો, તમે આટલું જો કર્યું , તો તમોને “આભાર” ! ….શા માટે આભાર ? ….કારણ કે હવે જ્યારે થોડી વિગતો સાથે હું વર્ણન કરૂં ત્યારે મને સમજાવવાની “સરળતા” હશે !
 
 
જઠર, આંતરડાઓ, અને પ્રાચન્ક્રિયા....(STOMACH, INTESTINES & the DIGESTIVE SYSTEM)..
 
(૧) …જઠર (STOMACH)
 
જઠરથી શરૂઆત કરી કારણ કે ખાધેલો ખોરાક અહી વધુ સમય માટે રહે છે ..અને, અહી જ એ ખોરાકને એવું સ્વરૂપ અપાય કે એ “એવા તત્વો”રૂપે લોહીમા પ્રવેશ કરી શકે.
ફરી પોસ્ટ કરેલા ડાયાગ્રામો નિહાળો……ખોરાક મોઢામાં મુકાતા, તરત જ જીભ એને ફેરવે, અને દાંતો એને ચાવે, અને એની સાથે સાથે ગાલોમાંથી ઝરેલો પ્રવાહી તત્વ, લાળ (SALIVA) એને પોચો કરે…..અને અંતે, એ પાછળના ભાગ તરફ લઈ જવામા આવે…યાને ફેરીન્ક્શ ( PHARYNX) તરફ આવે….અહી તમે નિહાળો કે પ્રભુએ કેટલી સરસ રચના કરી છે કે એ ખોરાક લેરીન્ક્શ અને શ્વાસનલી તરફ ના જતા ફક્ત ફેરીન્ક્શમાંથી અન્ન્નળીમાં (Esophagus) જ જાય…અને ત્યાંથી એ ખોરક જઠરમાં પ્રવેશ કરે.એક વાર, ખોરાક જઠરમાં આવે એટલે એની અંદર એસીડ (ACID) ઝરે, અને સાથે સાથે,  એનઝાઈમ (ENZYME) નામના તત્વો ઝરી જઠરમા આવે….ખોરાક જે મુખ્યત્વે ત્રણ પ્રદાર્થો (CARBOHYDRATES, PROTEINS & FATS) થી બનેલો છે તે બધા તત્વોની અસરે અને જઠરના ખોરાક આમતેમ ફેરવવાના કારણે “અંતીમ તત્વો” (GLUCOSE, AMINO ACIDS & FATTY ACIDS ) સ્વરૂપે બને……અને, આ તત્વો આંતરડાના અંદરના ભાગેથી નજીક પથરાયેલી નાની નાની લોહી-નળીઓમાં પ્રવેશ કરી, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી શકે.
 
(૨) …આંતરડાઓ, નાનું અને મોટૂં (SMALL INTESTINE & LARGE INTESTINE )
 
માનવ દેહમાં બે નામે આંતરડાઓ છે….એક નાનું (SMALL INTESTINE) અને બીજું મોટું LARGE INTESTINE).
હવે, તમે ડાયાગ્રામો નિહાળો….જઠર સાથે જોડાયેલું છે નાનું આંતરડું ,,,અને જે ભાગે જોડાયેલું તેને ડીઓડોનમ (DUODENUM) કહેવાય….ત્યાર બાદના આંતરડાના ભાગને જજુનમ (JEJUNUM) કહેવાય…અને અંતે મોટા ભાગના આંતરડાને ઈલીઅમ ( ILEUM) કહેવાય….જે અંતે મોટા આંતરડા (LARGE INTESTINE or LARGE BOWEL) સાથે જોડાય જાય…..એ આંતરડાનો અંત એટલે માનવ શરીરમાંથી મડરૂપી નકામનું તત્વ ( STOOLS) ને શરીર બહાર નિકળવા માટેનું દ્વાર (ANUS).જઠર અને આંતરડાની શરૂઆત થાય ત્યાં એક સ્પીંકટર (SPHINCTURE) હોવાના કારણે ખોરાક પાછો જઠરમાં ના જઈ  શકે. એક વાર ખોરાક આંતરડામાં પ્રવેશ કરે એટલે એ આંતરડામાં ગોલ-બ્લેડરનું બાઈલ (BILE from GALL BLADDER) તેમજ આંતરડામાં પેનક્રીઆસના એન્ઝાઈમો (PANCEATIC ENZYMES) તેમજ આંતરડામાંથી ઝરેલા એસીડની અસર દુર કરતા બાઈકાર્બો (BICARBONATES),ભેગા મળી ખોરકને “અંતીમ અવસ્થા”મા લાવે…જે થકી, ખોરાકના “પોષણ-રૂપી તત્વો” લોહીમાં જઈ શરીરના અન્ય ભાગે જઈ શકે.
 
જ્યારે, મોટા આંતરડામાં જે કંઈ પ્રવેશ કરે ત્યારે એમાં પાણી અને પ્રાચન ના થઈ શકે એવો “ખોરાકનો તત્વ” હોય છે….અહી ફક્ત જરૂરત પ્રમાણે પાણી શરીરમા લેવાય છે, અને વધારાનું પાણી અને તત્વોનું બનેલું મડ (STOOL) શરીર બહાર આવે છે
 
આ રહી માનવ દેહની ખાધેલા ખોરાકની યાત્રા…..મુખમાંથી પ્રવેશ મેળવતો ખોરક, અંતે શરીર બહાર આવે તે દરમ્યાન પ્રભુની રચના આધારીત  કેટલી સુંદર વ્યવસ્થા સાથે “નવું સ્વરૂપ ” મેળવી, શરીર અંદર પ્રવેશ કરે એને આપણે “પ્રાચન-ક્રીયા” નામ આપ્યું છે પણ ખરેખર તો એ એક “પ્રભુનો ચમત્કાર” જ છે ….આ ક્રિયાને હજુ તો આપણે માઈક્રોસ્કોપ (MICROSCOPE)થી નિહાળી નથી…..જ્યારે આપણે એ રીતે નિહાળીએ તો તો જરૂર આપણે કહી શકીએ ” પ્રભુ, મને આવી અદભુત માનવ કાયા આપી, તે માટે તને કોટી કોટી પ્રણામ !”
 
વ્હાલા વાંચકો……જે પોસ્ટરૂપે તમે આજે વાંચ્યું તે તમોને ગમ્યું કે નહી ?……જે વાંચ્યું તે દ્વારા તમારી સમજ વધી કે જાણેલું જ્ઞાન તાજું થયું ? ….જરા મને કહેશો ?
 
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
FEW WORDS……
 
Today, you are viewing another Post on HEALTH…& it is on ” STOMACH, INTESTINES …& the DIGESTIVE SYSTEM ” of the HUMAN BODY.
After the BRAIN & NERVOUS SYSTEM……HEART * the CIRCULATORY SYSTEM…and  the LUNGS & the RESPIRATORY SYSTEM…..this Post is VERY APPROPRIATE.
 
The Brain & the Nervous System can remain in CONTROL….& BLOOD & the OXYGEN can give sustain the LIFE for a “short period” but for the LONG TERM one needs the NUTRITION from outside of the Body in the form of FOODS….This is ONLY POSSIBLE via the DIGESTIVE SYSTEM.
 
The crude form of food can be seen as 3 BASIC FOODS  ( namely CARBOHYDATES, PROTEINS & FATS )….But these foods are USELESS unless broken down to the PRODUCTS ( like GLUCOSE, AMINO ACIDS & FATTY  ACIDS ) which can be absorbed into the BLOOD or the LYMPHATIC SYSTEM….It is function of the DIGESTIVE SYSTEM to do that.
 
Just look at the MAGNIFIED PICTURE of the INTESTINAL WALL with it’s VILLI where the Intestinal Wall is so close to the BLOOD & LYMPH vessels.
 
NOW…let us REVIEW the ENTIRE SYSTEM>>>>
The FOOD taken in the MOUTH is subjected to CHEWING….& during the brief stay  of this FOOD…it is made into SMALLER size & wetted with SALIVA with it’s ENZYMES and then this Food  passes into the ESOPHAGUS. The food goes futher down into the STOMACH via the GASTRO-ESOPHYSEAL SPHINCTER,
It is here in the STOMACH that the food is mixed with the GASTRIC JUICE which has the ACID & ENZYMES into a PULP ( partially digested state ).
 
As the food is ready to be transported into the BOWEL ( INTESTINE ) the lower  Spincter ( PYLORIC SPINCTER ) relaxes & the food enters the 1st portion of the SMALL INTESTINE called DUODENUM. Here the food is subjected to further digestion with the Chemicals/Enzymes of BILE (from GALL BLADDER ) and PANCREATIC JUICEwith Enzymes ( from PANCREAS )…..
By the time the “further digested food” reaches the 2nd Portion of the Small Intestine ( called JEJUNUM ) it is in that state that CRUDE FOOD is coverted into its FINAL PRODUCTS ( GLUCOSE of Carbohydrates, AMINO ACIDS of Proteins  & the FATTY ACIDS of Fats )….and these FINAL PRODUCTS are absorbed & transported via the BLOOD & LYMPH to the DISTANT PARTS of the HUMAN BODY. Then some absortion takes place as the food passes into the 3rd Portion of the Small Intestine (called ILEUM ).
 
Then, via the ILEO-CAECAL Junction the RESIDUAL FOOD with the WATER passes the LARGE INTESTINE where there if NO DIGESTION but the WATER needed by the Body is absorbed into the Body. The UNWANTED FOOD with it’s WATER is eventually expelled out of the Body via ANAL PORTION of the LARGE INTESTINE.
 
The PURPOSE of  this ENTIRE JOURNEY of the FOOD is to CONVERT into  the FINAL THREE NURIENTS and release the needed  VITAMINS & MINERALS …SO, the BODY can get ALL these into the BLOOD/LYMPH & get TRANSPORTED to the DISTANT parts of the BODY.
 
NOW…you will AGREE that this GOD-MADE BODY is a WONDERFUL THING….
I TRIED to tell about this wonderful DIGESTIVE SYSTEM in the SIMPLE EASY NARRATION…and, if you had UNDERSTOOD it BETTER….then I am HAPPY ! 
 
Please express your “feelings ” as your “comments” !
 
DR. CHANDRAVADAN MISTRY 

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ. માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨)

38 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  એપ્રિલ 25, 2010 પર 1:58 પી એમ(pm)

  બહુ સરસ લેખ- હવાબાણ ચૂર્ણ-સુદર્શન ચૂર્ણ વિગેરે થી પેટ ચોક્ખું રહે છે- તે લેખ વાંચતાં યાદ આવ્યું. આબાર.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 25, 2010 પર 3:34 પી એમ(pm)

  ખૂબ સરસ સમજુતી
  થોડી સામાન્ય સમજની વાત કરીએ
  હ્યુમન ફીઝીયોલોજી’ના લેખક ચેટરજી એન્ડ ચેટરજી લખે છે કે ઃ ‘આપણે ખાધેલા ખોરાકમાંથી માંડ વીસેક ટકા ભાગ આંતરડાઓ દ્વારા શોષાય છે અને લોહીમાં ભળીને શરીરને શક્તિ આપવાના કામમાં આવે છે.સ્વ. મોરારજીભાઈ દેસાઈ દરરોજ માત્ર સો-સવાસો ગ્રામ જેટલું જ અનાજ ચાવી ચાવીને ખાતા અને નવ્વાણું વર્ષ સુધી જીવ્યા. જૈન લોકો સૂકા ખાખરાનો નાસ્તો કરે છે. આ ખાખરા સૂકા હોવાથી તેમાં પુરતો લાળરસ ન ભળે ત્યાં સુધી તે પ્રવાહી બનીને ગળાથી નીચે ઉતારી શકાતા નથી. આ ખૂબ ચાવેલા ખાખરા ઉપર તેઓ નવશેકું ગરમ પાણી પીએ છે તેથી બહુ ઓછી માત્રામાં ખોરાક ખાધેલો હોય તેમ છતાં લાંબા ઉપવાસ કરી શકે છે. તેથી જો આપણે બધાજ ખોરાકને ખૂબજ ચાવી ચાવીને જમીએ, તો આપણે ખર્ચેલા પૈસામાંથી વધારેને વધારે શક્તિ અને પોષણ મેળવી શકીએ, અને ખાદ્ય-સામગ્રી પાછળનો ખર્ચ ઘટાડવા છતાં સ્વસ્થ અને સ્ફૂર્તિલા રહી શકીએ. એક પ્રશ્ન,’આપણા શરીરમાં સીરૉટીનીન ક્યા અવયવમાં વધારે હોય છે?’
  થોડી પાચનતંત્ર અને સિરોટીનીનની જાણકારી-In humans, serotonin levels are affected by diet. An increase in the ratio of tryptophan to phenylalanine and leucine will increase serotonin levels. Fruits with a good ratio include dates, papaya and banana. Foods with a lower ratio inhibit the production of serotonin. These include whole wheat and rye bread. Research also suggests that eating a diet rich in whole grain carbohydrates and low in protein will increase serotonin by secreting insulin, which helps in amino acid competition. However, increasing insulin for a long period may trigger the onset of insulin resistance, obesity, type 2 diabetes, and lower serotonin levels. Muscles use many of the amino acids except tryptophan, allowing men to have more serotonin than women. Myo-inositol, a carbocyclic polyol present in many foods, is known to play a role in serotonin modulation. In the digestive tract The gut is surrounded by enterochromaffin cells which release serotonin in response to food in the lumen. This makes the gut contract around the food. Platelets in the veins draining the gut collect excess serotonin.If irritants are present in the food the enterochromaffin cells release more serotonin to make the gut move faster, i.e., to cause diarrhea so that the gut is emptied of the noxious substance. If serotonin is released in the blood faster than the platelets can absorb it, the level of free serotonin in the blood is increased. This activates 5HT3 receptors in the chemoreceptor trigger zone that stimulate vomiting The enterochromaffin cells not only react to bad food, they are also very sensitive to irradiation and cancer chemotherapy. Drugs that block 5HT3 are very effective in controlling the nausea and vomiting produced by cancer treatment and are considered the gold standard for this purpose.Gauge of social situation-How much food an animal gets not only depends on the abundance of food, but also on the animal’s ability to compete with others. This is especially true for social animals, where the stronger individuals might steal food from the weaker. Thus, serotonin is not only involved in the perception of food availability, but also of social rank. If a lobster is injected with serotonin, it behaves like a dominant animal, while octopamine causes subordinate behavior. A frightened crayfish flips its tail to flee, and the effect of serotonin on this behavior depends on the animal’s social status. Serotonin inhibits the fleeing reaction in subordinates, but enhances it in socially dominant or isolated individuals. The reason for this is that social experience alters the proportion between different serotonin receptors (5-HT receptors) that have opposing effects on the fight-or-flight response. The effect of 5-HT1 receptors predominates in subordinate animals while 5-HT2 receptors predominates in dominants. In humans, levels of 5-HT1A receptor activation in the brain show negative correlation with aggression, and a mutation in the gene that codes for the 5-HT2A receptor may double the risk of suicide for those with that genotype. Most of the brain serotonin is not degraded after use, but is collected by serotonergic neurons by serotonin transporters on their cell surface. Studies have revealed that nearly 10% of total variance in anxiety-related personality depends on variations in the description of where, when and how many serotonin transporters the neurons should deploy,and the effect of this variation was found to interact with the environment in depression.

  જવાબ આપો
  • 3. chandravadan  |  એપ્રિલ 25, 2010 પર 3:59 પી એમ(pm)

   Pragnajuben….
   THANKS for sharing & showing the LINK of HORMONAL/CHEMICAL MEDIATORS to DIGESTION & also on OTHER Systems of our BODY !
   Thanks for stressing the importance of CHEWING of FOOD !
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 4. arvind adalja  |  એપ્રિલ 25, 2010 પર 5:09 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ
  આપના બધા જ લેખો વાંચતો રહું છું અને ફોલ્ડર બનાવી સાચવી રાખુ છું ક્યારે ક કામ આવે તેવી ગણત્રીએ ! આપના બધા જ લેખો આપન ડોક્ટર તરીકેના અનુભવોનો નીચોડ છે જે અમારા જેવા શરીર શાસ્ત્રમાં બીલકુલ અબુધને સરસ રીતે પ્રાથમિક જ્ઞાન આપે છે. આપની આ સેવા માટે તમામ બ્લોગર મિત્રો આપને હંમેશા યાદ કરતા રહેશે ! આભાર ! આવજો ! પ્રતિભાવ ના લખી શકાય તો એમ નહિ માનશો કે આપાના લેખ મારા ધ્યાન બહાર જાય છે !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 5. Ishvarlal R. Mistry  |  એપ્રિલ 25, 2010 પર 10:57 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  Thanks for the information about digestive system and how it works.Very interesting and very informative.Glad to read your post.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 6. Tejas Shah  |  એપ્રિલ 26, 2010 પર 2:03 એ એમ (am)

  Very informative post. Explained in a very clear way for the good understanding of non medicl poeple like myself. Thanks for sharing your knowledge.

  જવાબ આપો
 • 7. પંચમ શુક્લ  |  એપ્રિલ 26, 2010 પર 12:35 પી એમ(pm)

  Very useful information. You have described complex phenomena in in you lucid way- also combined the philosophical and spiritual tone in balanced form.

  જવાબ આપો
 • 8. Rajul Shah  |  એપ્રિલ 26, 2010 પર 1:59 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઇ,

  ઘણી બધી પહેલાં સ્કૂલમાં ભણેલી પણ વિસરાઇ ગયીલી જાણકારી આપવા બદલ આભાર. ઘણી રોજ-બરોજની જરૂરી માહિતિ તાજી કરવી રસપ્રદ રહે છે.

  જવાબ આપો
 • 9. shirish dave  |  એપ્રિલ 26, 2010 પર 4:32 પી એમ(pm)

  આપણે જાત જાતની વાનગીઓ ખાઈએ છીએ. જેમાં તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ, ચોખા, ઘઉં, ભજીયા, ઢોકળા, શ્રીખંડ, ગુલાબજાંબુ, મગજ, મોહન થાળ, ચૂરમાનો લાડુ, બટેકાનું શાક, બાફેલા બટેકાનું શાક, ભાજી, ટીંડોરા, દુધી, ફ્લાવર, કોબીચ, દૂધ, દૂધપાક, પેન્ડા, કેરીનો રસ, રસાદાર ફળો, સવારે પીધેલું પાણી અને જમ્યા પછી ચાર કલાકે પીધેલું પાણી.

  હવે એક જુદી જુદી ઉંમરના તંદુરસ્ત વ્યક્તિમાટે ઉપર ની દરેક વાનગી (પાણીને પણ એક વાનગી તરીકે જુદી ગણીએ) જઠરમાં પહોંચે અને મોટા આંતરડામાંના અંત સુધી પહોંચતા દરેક સ્ટેજ ઉપર કેટલો અને કુલ સમય કેટલો લેવો જોઈએ? અને વધુમાં વધુ પરમીસીબલ સમય કેટલો હોવો જોઈએ?

  કેટલીક વ્યક્તિઓને ગેસ ટ્રબલ હોય છે. આ ગેસ કેટલાકને ઓડકાર મારફત બહાર આવે છે. કેટલાકને વાછૂટ તરીકે બહાર આવે છે. કેટલાક ને પ્રયત્નથી ઓડકાર આવ્યા જ કરે છે. કેટલાકને આ ગેસ છાતી ઉપર દબાણ કરે છે. કેટલાક ને ખાલી પેટે થાય છે.

  આ બધા ગેસ કયા હોય છે? તેનું બંધારણ શું હોય છે? ક્યાં અને કેવીરીતે ઉત્પન્ન થાય છે? બધાને ગેસ કેમ થતા નથી?

  આ પાચન માર્ગને અવાર નવાર પાણી પીને સાફ રાખી શકાય?
  પાચનમાર્ગને સાફ રાખવા માટે ઉત્તમ રસ્તો કયો?

  જવાબ આપો
 • 10. pragnaju  |  એપ્રિલ 26, 2010 પર 9:04 પી એમ(pm)

  પાણી વગર આપણા શરીરમાં ઝેર ફેલાઇ શકે છે. જ્યારે કિડની યુરીક એસિડ અને યુરિયા છૂટું પાડે છે, ત્યારે તેને પાણીમાં ઓગાળવાની જરૂર પડે છે જો પૂરતું પાણી ન પીવામાં આવે અને આ કચરો જો ન નીકળે તો પથરી થઇ શકે છે.
  આંતરડાને પાણી ઓછું મળે તો કબજિયાત થઇ શકે છે. તમે કોઇ વાર પાણી વગરના ઝાડને જોયું છે? જો તમે બરાબર પાણી નહીં પીઓ તો તમારા ચહેરાની અને વાળની દશા પણ એ ચીમળાયેલા ઝાડ જેવી જ થશે.
  “આ પાચન માર્ગને અવાર નવાર પાણી પીને સાફ રાખી શકાય”
  તમે સવારે ઊઠો ત્યારે બે ગ્લાસ પાણી પીઓ. વચ્ચે જ્યારે તરસ લાગે અથવા જો યાદ આવે તો એકના બદલે બે ગ્લાસ પાણી પીઓ. રાત્રે સૂતા પહેલાં બે ગ્લાસ પાણી પીઓ. પાણી તમને તંદુરસ્ત રાખશે અને ઘણાખરા રોગોથી દૂર રાખશે અને વજન પણ ઓછું કરશે.
  પાણી આપણા શરીરમાં શું કામ કરે છે?
  શરીરમાં પોષક તત્વોને જુદા જુદા અવયવો સુધી પહોંચાડવાનું કામ કરે છે. શરીરમાં પ્રોટીન, ગ્લાયકોન, લિપીડ્ઝનું પ્રમાણ જાળવવાનું કામ કરે છે. શરીરના કેમિકલ રીએક્શન માટે જરૂરી છે. મોટા ભાગના પોષક તત્વોને શરીરમાં પચાવવા માટે ઉપયોગી છે. – શરીરના જોઇન્ટ્સને અને સ્પાઇનને લ્યુબ્રિકેટ કરવાનું અને કુશનિંગનું કામ કરે છે. – સૌથી મહત્વનું કામ એ કરે છે કે શરીરનું તાપમાન જાળવી રાખે છે. – શરીરને જોઇતા પ્રમાણમાં લોહીનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ થાય છે.
  “આ બધા ગેસ કયા હોય છે? તેનું બંધારણ શું હોય છે?”
  The composition of fart gas is highly variable. Most of the air we swallow, especially the oxygen component, is absorbed by the body before the gas gets into the intestines. By the time the air reaches the large intestine, most of what is left is nitrogen. Chemical reactions between stomach acid and intestinal fluids may produce carbon dioxide, which is also a component of air and a product of bacterial action. Bacteria also produce hydrogen and methane. But the relative proportions of these gases that emerge from our anal opening depend on several factors: what we ate, how much air we swallowed, what kinds of bacteria we have in our intestines, and how long we hold in the fart. The longer a fart is held in, the larger the proportion of inert nitrogen it contains, because the other gases tend to be absorbed into the bloodstream through the walls of the intestine. A nervous person who swallows a lot of air and who moves stuff through his digestive system rapidly may have a lot of oxygen in his farts, because his body didn’t have time to absorb the oxygen.
  આનું કારણ મગજના રસાયણોની ઉણપનું છે. જયારે પણ અમુક પ્રકારના રસાયણો મગજમાં ઓછા થાય ત્યારે વ્યકિત ને જાતજાતની શારીરીક તેમજ માનસિક તકલીફો શરૃ થાય છે. જેમાં મુખ્ય તકલીફ પેટ અંગેની હોય છે. ગેસ, વાયુ, એસીડીટી, ઓડકાર, ઝાડા, કબજીયાત, પેટનો દુઃખાવો, વગેરે તકલીફો શરૃ થાય છે. માનસિક બિમારીમાં જયારે પેટની તકલીફ મુખ્ય હોય ત્યારે વ્યકિતને ડીપ્રેશન અથવા બેચેની ની બિમારી હોઇ શકે છે. આ બંને પ્રકારની માનસિક બિમારીમાં પેટની ફરિયાદો મુખ્ય લક્ષણ તરીકે જોવા મળે છે. ધીરજપૂર્વક સારવાર કરાવવાથી પેટની ફરિયાદો દુર થાય છે.માનસિક સારવારમાં દવાઓ ઉપરાંત મનોપચાર, તેમજ વર્તણુંક સારવાર પણ ઉપયોગી થઇ પડે છે. આ પ્રકારની સારવાર લાંબો સમય કરવી પડેેે છે. પરંતુ તકલીફ સંપૂર્ણપણે મટી શકે છે

  જવાબ આપો
 • 11. chandravadan  |  એપ્રિલ 26, 2010 પર 10:38 પી એમ(pm)

  Dear Shirishbhai,
  Thanks for your visit/comment !
  Pragnajuben had answered VERY NICELY some of the imoprtant aspects of your several QUESTIONS ( Thanks Pragnajuben for this Comment & I invite you to do so again for the issues raised in the Future)
  All Foods do produce “some gas”in the G. I. Tract….Complex Carbohydrates MORE than others…& often the gas is dye to swallowing of AIR.Often this “GAS PROBLEM” is not associated with anything serious BUT sometimes there may be asociated SERIOUS MEDICAL problems…One get a Check-up with a Doctor for the persisting problem inspite of the DIETARY Changes.Pragnajuben already stressed the importance of drinking ENOUGH WATER.

  As regards your question of how long it takes for the ingested Food to be eliminated via anal canal, ….it is variable with the TYPE of FOOD eaten but on an AVERAGE, as per the Studies is around 36-46 Hours,…BUT the details are>>>>

  The discussion above should help to explain why it is difficult to state with any precision how long ingesta remains in the stomach, small intestine and large intestine. Nonetheless, there have been many studies on GI transit, and the table below presents rough estimates for transit times in healthy humans following ingestion of a standard meal (i.e. solid, mixed foods).
  50% of stomach contents emptied 2.5 to 3 hours
  Total emptying of the stomach 4 to 5 hours
  50% emptying of the small intestine 2.5 to 3 hours
  Transit through the colon 30 to 40 hours
  Remember that these are estimtes of average transit times, and there is a great deal of variability among individuals and in the small person at different times and after different meals

  Everyone has gas in the digestive tract.
  People often believe normal passage of gas to be excessive.
  Gas comes from two main sources: swallowed air and normal breakdown of certain foods by harmless bacteria naturally present in the large intestine.
  Many foods with carbohydrates can cause gas. Fats and proteins cause little gas.
  Foods that may cause gas include:
  Beans
  Vegetables, such as broccoli, cabbage, brussels sprouts, onions, artichokes, and asparagus
  Fruits, such as pears, apples, and peaches
  Whole grains, such as whole wheat and bran
  Soft drinks and fruit drinks
  Milk and milk products, such as cheese and ice cream, and packaged foods prepared with lactose, such as bread, cereal, and salad dressing
  Foods containing sorbitol, such as dietetic foods and sugarfree candies and gums.
  The most common symptoms of gas are belching, flatulence, bloating, and abdominal pain. However, some of these symptoms are often caused by an intestinal motility disorder, such as irritable bowel syndrome, rather than too much gas.
  The most common ways to reduce the discomfort of gas are changing diet, taking nonprescription or prescription medicines, and reducing the amount of air swallowed.
  Digestive enzymes, such as lactase supplements, actually help digest carbohydrates
  I hope this & Pragnajuben’s Response answer your questions to your satiffaction>>>DR. CHANDRAVADAN

  જવાબ આપો
 • 12. chandravadan  |  એપ્રિલ 26, 2010 પર 10:44 પી એમ(pm)

  THE50% of stomach contents emptied 2.5 to 3 hours
  Total emptying of the stomach 4 to 5 hours
  50% emptying of the small intestine 2.5 to 3 hours
  Transit through the colon 30 to 40 hours
  TRANSITTIME of FOOD in G.I Tract>>>>AS ABOVE !
  DR. CHANDRSAVADAN MISTRY

  જવાબ આપો
 • 13. sapana  |  એપ્રિલ 27, 2010 પર 1:37 એ એમ (am)

  આભાર ચંદ્રવદનભાઈ.
  સરસ લેખ લાવ્યા સ્કુલમા ભણિને ભૂલી ગયા હતા તે યાદ અપાવ્યુ..પાણી પીવાનુ ચાલુ કરીશ આમ તો પાણી તો પીતા હોઈએ પણ હવે તમે કહ્યુ એટલે યાદ કરિને પીશ..
  સપના

  જવાબ આપો
 • 14. Ishvarlal R. Mistry  |  એપ્રિલ 27, 2010 પર 4:04 એ એમ (am)

  Hello Chandravadanbhai,
  Very interesting to know how the food get digested in our body.More detail reading and understanding gives us better knowledge. Thank you for sharing your knoweledge I enjoy reading it.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 15. Ramesh Patel  |  એપ્રિલ 27, 2010 પર 4:16 એ એમ (am)

  શરીર શાસ્ત્ર અને તેના આ અંગ્રેજી નામો ..સૌના માટે આ તંત્ર

  કરતાં પણ ભારેખમ.આપણે તો આ ભારે માથાકૂટો જૉઈને જ

  ડૉક્ટર થવાનું માંડી વાળેલું.જોકે હર્નિશભાઈની જેમ કાયમચૂર્ણના

  સપનાઓ ગરબડ થાય ત્યારે આવેલા પણ ખૂબ ઓછા

  આપે ગુજરાતી શબ્દો સાથે સુંદર સમજ આપી ને કુદરતના

  આ કૌશલ્ય માટે ભાવથી ઋણી થઈ જવાયું.

  રમેશ પટેલ(આકાશદીપ).

  જવાબ આપો
 • 16. chandravadan  |  એપ્રિલ 27, 2010 પર 4:21 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE for this Post from KESHAVBHAI BUDHIA of CALIFORNIA>>>>>>

  Flag this messageRe: NEW POST on HEALTH…….DIGESTIONSunday, April 25, 2010 1:23 PMFrom: “keshav budhia” View contact detailsTo: “chadravada mistry” >Dear Chandravadanbhai,

  I have been receiving your mail since long time, but I never expressed my thanks till now. Now I would like to thank you for the wonderful writings you are sending out; religious as well this health related ones.

  You are doing a wonderful job in sharing your knowledge in these fields.

  I wish you all the best and may God help you in your work.

  Jai Shri Krishna

  Keshav Budhia

  જવાબ આપો
 • 17. shirish dave  |  એપ્રિલ 27, 2010 પર 5:45 પી એમ(pm)

  Swallowing of air along food could not be a case. Though I am neither physician nor having any knowledge on biology. But as a law of physics, air would move from high pressure to low pressure. That is why when we breathe in, it first goes to stomach, and when the elasticity of stomach exert pressure prevents further air to come to stomach, and the breathed in air goes to lungs. This can be observed in the expansion of stomach first then the expansion of chest. Whenever we breathe in some air always go to stomach. This is normal. Hence some nominal air may also go with food. This cannot produce Gas trouble. When we breath out, the low pressure out side the stomach i.e. low pressure in breathing pipe, the excessive air of stomach will come out.
  The phenomena of bacterial gas is more convincing. Viz. The bacteria in the intestine can produce gas. Since bacteria are falling under the category of vegetables it must be producing oxygen. This must be more dangerous because it can react. A physician had told me that Gas could also be a symptom of a stone in Gallbladder.

  I have given my physical view. I could be very wrong.

  In a book of biochem medicines which are inorganic chemicals, I find in it a lot of gas symptoms like empty stomach, after water, after meals, morning, evening, night, while lying, etc… And it has proposed various numbered (Number One to Number 12 with different power) in-organic salt medicines.

  Thank you very much Dr. Chandravadanbhai and Dr. Pragnaju ben for extensive reply.

  જવાબ આપો
 • 18. નટવર મહેતા  |  એપ્રિલ 27, 2010 પર 10:56 પી એમ(pm)

  સરસ માહિતી. આટલી સરસ માહિતી મળે એટલે બ્લોગ જગતનું ભાવિ ઉજ્જવળ છે. આપ આપનો અનુભવ આ રીતે વહેંચો છો એ આવકાર્ય છે. અને દરેક ચર્ચા પણ એટલી જ માહિતગાર છે.

  માફ કરશો હું આમ તો આ બધી માહિતી વાંચતો અને માણતો રહું છું. પણ સમયને અભાવે અને આળસને કારણે પ્રતિભાવ આપી ન શ્ક્યો તો ક્ષમા કરશો.

  આપની સેવા અમુલ્ય છે કારણ કે જે સરળતાથી સમજાવ્યું છે એ પણ ચિત્રો સાથે એ સરાહનિય છે. આભાર.

  જવાબ આપો
  • 19. chandravadan  |  એપ્રિલ 27, 2010 પર 11:17 પી એમ(pm)

   Dear Natvarbhai,THANKS !
   Even after a long time, your visit/cmment for this Post makes me very happy….I am also haapy to note that you DO READ all Posts on HEALTH.
   રોગની માહિતી મળે તો રોગનું મારણ પણ જલ્દી મળે,
   મને પણ એસિડ રિફલક્સની ભારે તકલીફ છે.
   The above is from your LAST COMMENT…..and, the next Post is DOCTORPUKAR (of QUESTION-ANSWER)…and your QUESTION is taken as an EXAMPLE for the Post…You MUST read the next Post.
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 20. પટેલ પોપટભાઈ  |  એપ્રિલ 28, 2010 પર 3:11 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  તમારો શરીર અને આંતરડાં ઉપરનો સ-ચિત્ર લેખ, જરૂરી અને સારી માહિતી પૂર્ણ રહ્યો.

  શ્રી અર્વિન્દ ભાઈએ લખ્યું એમ તમારા બધા લેખો સંગ્રહ કરીએ છીએ. જરૂર પડે વાંચવા ઉપયોગી થાય.

  કાન ઉપરના લેખ માટે રાહ જોઈ રહ્યા છીએ.

  જવાબ આપો
 • 21. પટેલ પોપટભાઈ  |  એપ્રિલ 28, 2010 પર 3:37 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  તમારા લેખ ઉપરાંત પ.પૂજ્ય પ્રજ્ઞ્નાબહેન અને બીજા મિત્રોના જે અભિપ્રાયો વાંચવા મળ્યા. એમાથી પણ એમાથી પણ સારી એવી માહિતી જાણવા મળી.

  જવાબ આપો
 • 22. atuljaniagantuk  |  એપ્રિલ 28, 2010 પર 5:46 પી એમ(pm)

  કાકા,

  સરસ રીતે સમજાવ્યું.

  જવાબ આપો
 • 23. chandravadan  |  એપ્રિલ 28, 2010 પર 7:25 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE from NIRANJAN SHARMA of UK>>>>

  Flag this messageRe: Fw: DIGESTION……and OTHER POSTS on HEALTH……INVITATIONWednesday, April 28, 2010 6:58 AMFrom: “NIRANJAN SHARMA” View contact detailsTo: “chadravada mistry”

  — On Wed, 28/4/10, chadravada mistry wrote:

  From: chadravada mistry <emsons13@verizon.netSubject: Fw: DIGESTION……and OTHER POSTS on HEALTH……INVITATION
  To:
  Date: Wednesday, 28 April, 2010, 14:12
  Shree Chandravadanbhai
  Namastey, After a long time I am sending this email message to you. Few days ago I received a telephone message when We were away from home.Home minister remind me to contact you but I could not find time to do so.Please accept my sincere apology.I am so glad to know that you produced some valuable articles on human body. Congruation, please carry on this good work .I try to save them in my folder so that I can refer them.Any way I will try to talk on phone in near future.Unfourtunately I do have gujarati programme in my p.c.to reply in gujarati.see u soon. bye.
  With kind regards.
  N. Sharma.

  જવાબ આપો
 • 24. Valibhai Musa  |  એપ્રિલ 28, 2010 પર 8:27 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ,

  લેખની વિષયસામગ્રી એવી ભારે કે મંદ પાચનશક્તિવાળો મારા જેવો વાંચક એને પચાવી જ ન શકે! ખોરાકના પાચનનું અડધું કામ તો તેને ગળા નીચે ઊતારવા પહેલાં થઈ જવું જોઈએ. આ માટે મજબૂત દાંત અને મજબૂત મનોબળ હોય તો જ શક્ય બની શકે. નહિ તો પાછળવાળો કોળિયો આગળવાળાને કહે કે તું જલ્દી જલ્દી જા અને હુંય તારી પાછળ પાછળ જ જલ્દીથી આવું છું. ગુજરાતી શાળાના અમારા શિક્ષક તો અમને કહેતા કે “પ્રવાહી ચાવો અને ઘન પીઓ” અર્થાત “પાણી/દૂધ ચાવો અને રોટલી પીઓ”

  લેખ અને લેખ ઉપરની કોમેન્ટ્સને હળવી બનાવવા આ કોમેન્ટ હળવાશથી લખી છે

  જવાબ આપો
  • 25. chandravadan  |  એપ્રિલ 28, 2010 પર 8:49 પી એમ(pm)

   વલીભાઈ તમારી “હળવી” કોમેંટ વાંચી ઘણી જ ખુશી ! બસ તમારા “બે શબ્દો”નો જ ભુખ્યો છું …ફરી પધારી આનંદ આપવા વિનંટી !>>>>ચંદ્રવદનભાઈ

   જવાબ આપો
 • 26. Dilip Gajjar  |  એપ્રિલ 28, 2010 પર 8:58 પી એમ(pm)

  ખુબ માહિતિ અને જરુરિ જ્ઞાન ચ્હે આપણા સ્વાસ્થ્ય માટે..ચ્ન્દ્રવદન ભાઇ આપનો ખુબ આભાર…આપે અમારા માટે આ લેખ મુકિ આજે બુદ્ધ પૂરણીમાના ઢન્ઢોળ્યા છે…

  જવાબ આપો
 • 27. chandravadan  |  એપ્રિલ 29, 2010 પર 1:31 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE from GOVIND MARU of GUJARAT>>>

  On Wed, 4/28/10, Govind Maru wrote:

  From: Govind Maru
  Subject: Re: Fw: DIGESTION……and OTHER POSTS on HEALTH……INVITATION
  To: “chadravada mistry”
  Date: Wednesday, April 28, 2010, 11:48 PM

  ડૉ. ચંદ્રવદન સાહેબ,નમસ્કાર.

  અમારા આરોગ્યને ધ્યાનમાં રાખી આપના તરફ્થી મુકવામાં આવતી પોસ્ટો વાંચી મેં તો અવશ્ય ખુશી અનુભવી છે. તેથી જ તો આ પત્ર લખવા પ્રેરાયો છું કે, આજ્થી……………………………………………………………………
  આપનું માર્ગદર્શન /સલાહ આપવા વીનંતી છે.

  – ગોવીન્દ મારુ

  જવાબ આપો
 • 28. Capt. Narendra  |  એપ્રિલ 30, 2010 પર 1:31 એ એમ (am)

  ઘણો માહતીપૂર્ણ અને સરળ રીતે સમજાવેલ લેખ માટે આભાર. એક વાત સમજાવશો તો ઘણો આભારી થઇશ.
  ગયા અઠવાડીયે મારા એક મિત્રને ભોજન બાદ અત્યંત તકલીફ થઇ. ERમાં લઇ જવા પડ્યા. CT scan બાદ ડૉક્ટરે બેરીયમ ટેસ્ટ કરવાનું કહ્યું કારણ કે તેમના મતે obstruction હતું. રીઝલ્ટમાં આ વાત સાચી નીકળે તો અૉપરેશન કરવું પડે. આ obstruction શું હોય છે? અને અૉપરેશન કરવું પડે તો ક્યા અવયવનું કરવાનું થાય જેથી obstruction દુર થાય?

  જવાબ આપો
  • 29. chandravadan  |  એપ્રિલ 30, 2010 પર 1:58 એ એમ (am)

   નરેનભાઈ,

   તમે પધારી, પ્રતિભાવ આપ્યો તે માટે આભાર!

   તમે જણાવ્યુંતે પ્રમાણે>>>>

   જ્યારે સીટી સ્કેન (CAT SCAN)થાય, અને એ “એબનોરમલ” હોય, અને ડોકટરોને શક હોય કે “ઓબસ્ટ્રકસન” છે…તો, એઓ આંતરડામાં એવું હોય શકે એવું કહી રહ્યા છે…અને આ જાણવા માટે “બેરીઅમ સ્ટડી” યોગ્ય જ કહેવાય…અને, જો એ “ઓબસ્ટ્રકસન” બતાવે તો, કદાચ ત્યારબાદ, સલાહો હશે કદાચ “એન્ડોસ્કોપી” (ENDOSCOPY) માટે…અને જો ત્યાં સુધી જઈ શકાતું હોય તો, એ ટેસ્ટ સાથે “બાયોપ્સી”(BIOPSY) કરી શકાય…અને જો પરિણામ “કેન્સર” હોય તો, મોટી સર્જરીનો સવાલ ત્યારે આવે….આશા છે કે આટલા જવાબથી તમોને સંતોષ હશે !>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 30. chandravadan  |  એપ્રિલ 30, 2010 પર 4:57 પી એમ(pm)

  There was this EMAIL Communication with BIHARI INTWALA for the Post >>>>>

  Re: NEW POST on HEALTH…….DIGESTIONFriday, April 30, 2010 2:13 AMFrom: “Bihari Intwala”

  View contact detailsTo: “chadravada mistry”CM,
  I read most of it. I will read a few more times and try to gain deeper understandingof this process. I am also thinking about how the entire nervous system comes into play a roll physically. Can AccuPressure message or Accupuncture treatmet work?
  I
  Dear I.
  I am so happy to read your Email Response. So, you do read the Posts on my Blog. You will be reading the Posts on HEALTH again..That’s Nice !
  If you wish to go DIRECTLY to the Site for those Health Posts, then the LINK is>>>

  તંદુરસ્તિ/હેલ્થ..Health « ચંદ્ર પુકાર

  You can try this. If you are not able to do that then go to the Site with the usual LINK>>>
  http://www.chandrapukar.wordpress.com
  Then CLICK on the HEALTH on the CATEGORY SECTION on the Right.
  As regards the ACCUPRESSURE, there is brief mentionof it in the COMMENTS on BRAIN & NERVOUS SYSTEM.
  Happy Reading !
  CM

  જવાબ આપો
 • 31. sudhir patel  |  મે 1, 2010 પર 3:24 એ એમ (am)

  Another useful and informative article with diagrams!
  Thank you for sharing your knowledge and experience with us.
  Also, learned a lot from Pragnaben’s comments.
  Sudhir Patel.

  જવાબ આપો
 • 32. KESHARSINH SOLANKI  |  સપ્ટેમ્બર 18, 2010 પર 8:37 એ એમ (am)

  THANKS, CHANDRAKANTBHAI,
  GOD ISA GREAT CREATOR. THOU ARE MERCIFUL . AS REV. DADAJI SAYS LORD CREAT THE HUNGER AND GIVE US ENERGY ALSO . …..K.J SOLANKI.A.C.C A.BAD

  જવાબ આપો
 • 33. pragnaju  |  સપ્ટેમ્બર 18, 2010 પર 12:04 પી એમ(pm)

  ગોલબ્લેડર અને તેની પથરીના ઓપરેશનનો મારો અનુભવ…
  લેપ્રોસ્કોપી તકનિક વિકસાવવામાં એટલા માટે આવી હતી કે એપેન્ડિકસ, ગોલબ્લેડર કે હર્નિયાની તકલીફ ધરાવતાં લોકોનું ઓપરેશન કરતી વખતે દર્દીના શરીર પર મૂકવામાં આવતા કાપા કે પાડવામાં આવતાં છીદ્રોની સંખ્યા અને પ્રમાણ ઓછું રહે, પણ હવે ટેકનોલોજીએ એક કદમ એડવાન્સમાં મૂકી દીધો છે.
  હવે સિંગલ ઇન્સીજન લેપ્રોસ્કોપી કરવામાં આવી રહી છે, જેમાં ડૂંટીના ભાગે માત્ર એક ઇંચ જેટલું છીદ્ર પાડીને એપેન્ડીકસ, ગોલબ્લેડર અને હર્નિયા જેવા દરદોનું સફળતા પૂર્વક ઓપરેશન થઈ શકે.. આ પદ્ધતિમાં દરદીને કાણુ પડ્યાનો કોઈ અહેસાસ કે પીડા થતી નથી.
  આ તકનિકનો મહત્તમ ફાયદો એ છે કે, માત્ર એક ઇંચ કાણું પાડવામાં આવતું હોવાથી સર્જરી બાદ પેટના ભાગે કોઈ નિશાન દેખાતા નથી. લેપ્રોસ્કોપીની જુની પદ્ધતિમાં ત્રણ કાણા પાડવામાં આવતાં હતા, જેના નિશાન પણ લાંબા સમય સુધી પેટ પર દેખાતા હતા.
  સામાન્ય લેપ્રોસ્કોપીમાં ઓપરેશન પછી ચેપ લાગવાનો ભય એક હજાર દરદીએ એક વ્યક્તિમાં હતો, જયારે સિંગલ ઇન્સીજન લેપ્રોસ્કોપીમાં ત્રણ હજારે એક વ્યક્તિને ચેપ લાગવાનો ભય રહે છે. વળી, સિંગલ ઇન્સીજનમાં વપરાતા સાધનો ડિસ્પોઝેબલ હોય છે. ડોકટર એક વાર ઉપયોગ કર્યા પછી બીજી વાર તેનો ઉપયોગ કરતાં નથી.
  ==============
  પહેલા આ નો પ્રયોગ પણ કરેલો…
  અપમૂજયત્ને વિનશ્યતે વ્યાઘિયોનેન ઇતિ ।
  જેના વડે ઘણાં રોગોનો નાશ થાય છે.
  પિત્તાશ્મરી (ગોલબ્લેડર સ્ટોન) ખૂબ જ ત્રાસ દાયક રોગ છે. આ પથરી દવાથી ઓગળતી નથી. છેવટે ઓપરેશન કરાવવું પડે છે. આ વ્યાઘિમાં અપામાર્ગ અને પુનર્નવાના કવાથની સારી અસર માલુમ પડી છે. પિત્તની પથરી નાની હોય, પિત્ત ઘટ્ટ રહેતું હોય, લીવરમાં શૂલ નીકળતું હોય એવા દર્દીએ આ કવાથનો ઉપયોગ થોડા દિવસ કરવો. ધીમે ધીમે પિત્તનળીનો સોજો ઉતરશે. પિત્ત પાતળું થશે અને પથરી ઓગળી પિત્તના પ્રવાહ સાથે ખસી આંતરડામાં આવશે અને મળ સાથે બહાર નીકળી જશે.

  જવાબ આપો
  • 34. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 18, 2010 પર 2:54 પી એમ(pm)

   Pragnajuben,
   ABHAR !!!
   Thanks for adding this Medical Information !
   Medical Science progress is in all fields.
   For this GI Post, your comment adds “more understanding” of the newer ways of Gall Bladder surgery !
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 35. હાર્દિક મિસ્ત્રિ,  |  ફેબ્રુવારી 22, 2011 પર 6:02 એ એમ (am)

  ડો.સાહેબ નમસ્કાર,

  હાર્દિક મિસ્ત્રિ, ઉ.૨૫, વજન – ૭૭

  હાલ હુ અમદાવાદ થી કડી સવારે જોબ પર ૭ વાગે જાવુ છુ ને સાંજે ૮ વાગે ઘરે આવું છુ. આ ને લીધે મને કસરત નો ટાઈમ મલી શકતો નથી. મારે પૅટ ની ચરબી વધતી જાય છે. ઓછી કરવા નો કોઈ ઉપાય બતાવવા વિનંતી.

  આભાર

  જવાબ આપો
  • 36. chandravadan  |  ફેબ્રુવારી 22, 2011 પર 5:24 પી એમ(pm)

   હાર્દિકભાઈ,

   તમે પધારી પોસ્ટ વાંચી તે માટે આભાર !

   તમે પુછો છો કે શરીરની “ચરબી” વધી છે તો કેમ ઓછી કરવી ?

   પ્રથમ જાણો કે >>>>જે ખોરક આપણે લઈએ તેની જ ચરબી બને.

   જ્યારે ખોરાક વધારે હોય, અને એ ખોરાકની બનેલી “શક્તિ”રૂપી “કેલોરી”

   વપરાય નહી ત્યારે એ વધારેની કોલોરી “ચરબી” બને.

   માનવીઓને કસરત કરવાની સલાહ એટલા માટે હોય કે એ કેલોરી બરી જાય.

   તમો લખો છો કે તમોને નોકરીના કારણે કસરત કરવા સમય નથી..અને પૂચો છો કે

   ચરબી કેવી રીતે ઓછી કરવી ?

   જવાબ નીચે મુજબ>>>>>>

   (૧) ખોરાક ઓછો કરવો

   >>>>પ્રથમ દરરોજ ખવાતા ખોરાકની ચીજોનું લીસ્ટ બનાવો.

   >>>દરેક ચીજની “કેલોરી”કેટલી તેની નોધ લ્યો.

   >>>>૨૦૦૦ કેલોરી ઉપર હોય તો ચીજો બાદ કરો, ઓછી કરો.

   આ પ્રમાણે, તમે “યોગ્ય” પ્રમાણમાં ખોરાક લેવાની ટેવ પાડી શકો !

   (૨) કસરત કે અન્ય પ્રવ્રુત્તિ દ્વારા કોલોરી બાળવાના પ્રયાસો.

   >>>કંઈક તો કાર્યરૂપે કરવું જ રહ્યું

   તમે કામ પર પણ થોડા ડગલા ચાલો તો ?

   >>>>કસરતો ના કરી શકાય તો થોડું ચલવાનું રાખો…ધીરે ધીરે વધારો !

   >>>>યોગા (YOGA) કે “મેડીટેશન” (MEDITATION) કરવાની ટેવ પાડો

   ઉપર મુજબ કરશો તો ફાયદો હશે !

   પ્રયત્ન પછી “પરિણામ ” શું તે જણાવશો !

   >>ડો. ચંદ્રવદન

   જવાબ આપો
 • 37. riteshmokasana  |  મે 30, 2013 પર 4:27 પી એમ(pm)

  Dear Dr chandrvadanbhai, as your commence i read this post and loved it ..i studied this now recalled all systems. yep..drinking more water is best medicine as i think.such a guna nice metter about our body. ….thanks for visitng my blog..kindly aware me if any error or need to improve even language…thanks …JSK…Ritesh

  જવાબ આપો
  • 38. chandravadan  |  મે 30, 2013 પર 6:01 પી એમ(pm)

   Ritesh,
   Thanks for your Comment.
   I am happyto know that you like the Posts on Heath.
   Hope you will revisit…..and even tell your friends about this Blog.
   You an post your Comment in Gujarat with the Gujarati Type Pad @
   http://www.gurjardesh.com
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,976 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: