માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ.

એપ્રિલ 18, 2010 at 2:22 પી એમ(pm) 40 comments

 
 
  
 
 
 
animated gifs
 
 

માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ.

 
આગળની પોસ્ટ હતી “હ્રદય અને લોહીનું ભ્રમણ”……અને, આજે છે “માનવ તંદુરસ્તી….ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ”ની પોસ્ટ ! આ પોસ્ટ વાંચતા, તમે મને સવાલ કરી શકો કે….“હ્રદય અને લોહીનું ભ્રમણની પોસ્ટ બાદ આ પોસ્ટ શા માટે ?” તો. મારો જવાબ આ પ્રમાણે છે>>>>
                માનવ દેહને જો આપણે એક “તંત્ર”રૂપે નિહાળીએ તો, મગજ અને નર્વસ સિસ્ટમ એક માર્ગદર્શક કે કોન્ટ્રોલ સ્ટેશન (CONTROL STATION) જેવી રીતે ઈલેક્ટ્રીસીટી (ELECTRICITY) હોય…..એથી એ પ્રથમ ! શરીરને પોષણ લોહી દ્વારા મળે, અને એ વગર જીવવું અશક્ય છે, ….એથી,  બીજી પોસ્ટ હતી “હ્રદય અને લોહીનું ભ્રમણ”!…..અને હવે છે આ પોસ્ટ કારણ કે “ખોરાકના તત્વોરૂપી પોષણ સિવાય શરીરને પ્રાણવાયુની ખાસ જરૂરત છે “…અને ફેફસાઓ દ્વારા આ શક્ય થાય છે. એથી જ આજની ત્રીજા નંબરની પોસ્ટ !
હવે, તમે આ પોસ્ટ સાથે મુકેલા પીક્ચર/ડાયાગ્રામોને નિહાળો….તો, તમોને મારૂં લખાણ સમજવામાં સરળતા હશે.
 
ફેફસાઓ અને પ્રાણવાયુનું ભ્રમણ (LUNGS & RESPIRATORY SYSTEM )
 
(૧) …ફેફસાઓ (LUNGS)
 
શરીરના છાતીના ભાગે અંદર છે બે ફેફસાઓ (LUNGS), જેની વચ્ચે છે માનવીનું હ્રદય….છાતીનો ભાગ પ્રભુએ એવી રીતે બનાવ્યો છે કે એ જ્યારે ફેફસાઓ બહારની હવાને અંદર ખેંચે ત્યારે એ ફુલે, અને તે માટે પાંસરીઓની બનેલી છાતી પણ મોટી હોય શકે.
આ પ્રમાણે, બહારની હવા  ફેફસાઓમાં ! આ બહારની હવામાં પ્રાણવાયુ (OXYGEN) પણ હોય….એની શરીરને જરૂરત !….હવે , તમે ફરી ડાયાગ્રામો નિહાળો….ફેફસાઓનું બંધારણ એવું છે કે એ અનેક નાની નાની આલ્વેઓલાઈ (ALVEOLI) થી એનો આકાર લેય છે……અહી લોહી અને બહારથી આવેલી હવા નજીક આવે છે……એ હવામાંથી “પ્રાણવાયુ” જ લોહીમાં લેવાય, અને અશુધ્ધ લોહીમાંનો કર્બન ડયોક્સાઈડ (CARBON DIOXIDE) આલ્વેઓલાઈમા રહેલી હવા સાથે ભળી એ ફરી નાક દ્વારા બહાર આવે…..આ પ્રમાણે આ કાર્ય શરીર કરતું રહે….અને આપણને એની જાણ પણ ના રહે…કેવી છે પ્રભુની કળા..આ માનવ રચના !
 
(૨) …વાયુ નળીઓ (AIRWAYS..TRACHEA, BRONCHI & BRONCHIOLES)
 
હવે તમે ફરી ડાયાગ્રામો નિહાળો…..નાકના નસખોરાથી હવા આપાણા શારીરમાં પ્રવેશ કરે…ત્યાં એની શરૂઆત,,,,અને ત્યાંથી ગળા તરફ જતા એ લેરીન્ક્શ (LARYNX) બની, ટ્રાકીયા (TRACHEA) બની એમાંથી બે બ્રોન્ચાઈ (BRONCHI) બની, નાની નાની નળીઓ (BRONCHIOLES) થઈ ફેફસાઓની આલવીઓલાઈ (ALVEOLI) સુધી પહોંચે છે.
 
આ પ્રમાણે જે (૧) અને (૨)નું વર્ણન કર્યું તેને “રેસપીરેટારી સીસ્ટમ” ( RESPIRATORY SYSTEM) કહેવાય છે.
 
મેં ફક્ત ટુંકાણમાં આ વિષયે થોડી સમજ આપી છે…..મારો એક જ હેતુ હતો કે….”કેવી રીતે ફેફસાઓ માનવ દેહને જીવીત રાખવા માટે ફાળો આપે છે તે સૌ સમજી શકે “…..જો આમાં મને થોડી પણ સફળતા મળશે તો મારા હૈયે આનંદ હશે…..અહી વિગતો લખવાનો ઈરાદો ન હતો....પણ, આટલી જાણકારી દ્વારા ફેફસાઓના રોગો કે અન્ય રોગો સમજવા સરળતા રહેશે.
તો, આ પોસ્ટ તમોને ગમી ?  જે જાહ્યું તે ઉપયોગી હશે ? ..કે પછી તમે એ બધું જ જાણતા હતા ? …અને, તમે એ બધું જાણતા હોય તો પણ, તમારૂં જ્ઞાન આ પોસ્ટ વાંચી તાજું થયું હશે, એવું મારૂં માનવું છે ! ધીરજ રાખી, તમે આ પોસ્ટ વાંચી તે માટે “આભાર” !
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS
 
Today, this is a New Post on MANAV TANDURASTI  ( HUMAN HEALTH ) and the Topic is “LUNGS & the RESPIRATORY SYSTEM “…If you see the Diagrams, you get the “general idea” of this System. Even without reading this Post you knew something about the System…..We all know the NEED of OXYGEN to sustain our LIFE as Humans. By this Post, I attempted to show you the ANATOMICAL PATHWAY for the suppy of this needed Oxygen, For the DOCTORS this can be a  trivial fact…..to many in the GENERAL PUBLIC this informations are already the “KNOWN FACTS” too….But, my intention here is to GIVE this BASIC UNDERSTANDING” in a “SIMPLE GUJARATI” …so that by reading this Post, one can be MORE AWARE of his/her OWN BODY.
 
As we all know the AIR we breath passes through our NOSTRIL & via the NASAL PASSAGES it enters the back side of the THROAT……From there it reaches the LARYNGO-PHARYNGEAL Junction & then the air id directed to the airtube called TRACHEA…..which eventually branches a TWO BRONCHI..one going to one LUNG & other going to other LUNG.
In each lung, the airpassages become smaller & smaller BRONCHIOLES…which eventually end in the airbags called ALVEOLI…..It is here that the blood vessels are in close proximity with the AIR brought in……the blood with more of CARBON DIOXIDE is exchanged for OXYGEN of the air….& this OXYGEN -RICH blood is brought to the HEART & then disributed to the BODY.
 
This is the UNDERSTANDING I want you to grasp….WITHOUT  going into the DETAILS. In fact, in this ENGLISH write-up I had even said MORE than what I had written in GUJARATI. Many of you can read BOTH (GUJARATI & ENGLISH) , and so, I request all to read the ENTIRE POST.
 
Here, I wish to say further that if you had NOT READ the other 8 POSTS, I request you to read these OLD POSTS….so you can have FULL UNDERSTANDING of the HUMAN BODY. And, if you have this BASIC KNOWLEDGE, it will be easy to understand the DISEASES ( which will be as Posts in the FUTURE )
 
Hope you enjoy reading this Post !
 
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ. માનવ તંદુરસ્તી..(૧૦)…જઠર, આંતરડાઓ, અને પ્રાચનક્રિયા.

40 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 18, 2010 પર 2:41 પી એમ(pm)

  ખૂબ સુંદર સમજુતી
  કેટલીક અનુભવની વાતો
  નિષ્ણાતોના મત અનુસાર એવી કોઈ દવા લોહીમાં ઉમેરવા કરતાં પ્રાણવાયુ શ્વાસમાં લેવાય તે વધુ આદર્શ ગણાય છે. નિષ્ણાતોના અભ્યાસ મુજબ ઓક્સિજન બાર કહેવાતા ઓક્સિજન વાયુનો વધારાનો પુરવઠો આપતાં સ્થળોએ માત્ર ૧૫ મિનિટ બેસવાથી માથું દુખતું મટી જાય છે. તે માટે દર મિનિટે છથી સાત લિટર પ્રાણવાયુ આપવાથી માથું હળવું થવા લાગે છે.અમેરિકાની નેશનલ હોસ્પિટલના નિષ્ણાતોએ ૧૮થી ૭૦ વર્ષની ઉંમરના ૧૦૯ સ્વયંસેવકોને અભ્યાસ માટે પસંદ કર્યા હતા. આ બધાને અવારનવાર માથાનો દુખાવો થતો હતો. તેમને જ્યારે માથું દુખે ત્યારે માસ્ક પહેરાવીને દર મિનિટે ૧૨ લિટરના હિસાબે ૧૦૦ ટકા પ્રાણવાયુ ૧૫ મિનિટ સુધી આપવામાં આવ્યો હતો. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ૫૭ એવા લોકોને તારવવામાં આવ્યા જેમને માથાના દુખાવાના હુમલા થતા હતા. તેમને પ્રાણવાયુ ધરાવતી હવા અને શુદ્ધ પ્રાણવાયુ બંનેની સારવાર આપવામાં આવી હતી. તેના પરિણામોમાં જાણવા મળ્યું કે માત્ર પ્રાણવાયુની સારવાર આપવાથી ૭૮ ટકા દર્દીઓને ૧૦-૧૫ મિનિટમાં દુખાવો મટી જતો હતો. હવા સાથે પ્રાણવાયુ આપવાથી માથાનો દુખાવો મટતાં ૨૦-૨૫ મિનિટ થતી હતી.શરીરમાં પ્રાણવાયુની અછત સામાન્ય માત્રામાં જ હોય તો એરોબિક પ્રવૃત્તિ કરવી આના થકી ડીપ બ્રીથીંગ થશે અને શરીરમાં પુષ્કળ જથ્થામાં પ્રાણવાયુ જશે.પ્રાણાયામ કરવાથી પણ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.હવે તો શહેરોમાં ઓક્સિજન બાર- પાર્લર સ્થપાવા લાગ્યા છે તેમાંથી પણ ઓક્સિજન ઘટ સરભર કરી શકાય.શરીરમાં પ્રાણવાયુની ક્રિટીકલ પોઇન્ટ સુધી ડેફિશીયન્સી સર્જાય ત્યારે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવો પડે. વેન્ટિલેટર કે ઓક્સિજનના બાટલા પ્રાણવાયુના આખરી ઉપાય છે

  જવાબ આપો
  • 2. Suresh Jani  |  એપ્રિલ 18, 2010 પર 3:51 પી એમ(pm)

   પ્રજ્ઞાબેન

   માથાનો દુખાવો કરે તેવી વ્યક્તિ માટે શો ઉપચાર?

   જવાબ આપો
 • 3. Suresh Jani  |  એપ્રિલ 18, 2010 પર 3:47 પી એમ(pm)

  મગન માધ્યમમા આ શ્વસનતંત્ર તરીકે ભણેલા.
  Lung function test is related to this, and our Co. doctors in Ahd. used to test it to study effect of coal dust on lungs of employees.

  જવાબ આપો
 • 4. neetakotecha  |  એપ્રિલ 18, 2010 પર 3:49 પી એમ(pm)

  hamesha mane kai pan taklif thay mane badha kahe ke pranayam karo..
  pan mane khabar j n pade ke swas andar kevi rite levay ane bahar kevi rite kadhay..
  pan aapni aa samaj pachi em lage che ke jaruri che pranayam karvu..swas ni kriya ane fefsa ne sambhadva pade toj sarkhu jivan jivay..jivan jetlu hashe etlu j jivshu pan barobar rite thodi samaj hashe toj jivashe…
  aapni aa samjan badal aapno khub khub aabhar..

  જવાબ આપો
 • 5. Suresh Jani  |  એપ્રિલ 18, 2010 પર 3:50 પી એમ(pm)

  પ્રજ્ઞાબેન

  માથાનો દુખાવો કરે તેવી વ્યક્તિ માટે શો ઉપચાર? !!

  જવાબ આપો
 • 6. pragnaju  |  એપ્રિલ 19, 2010 પર 12:34 પી એમ(pm)

  “માથાનો દુખાવો કરે તેવી વ્યક્તિ માટે શો ઉપચાર? બે વાર પ્રશ્ન કર્યો તો ડો ચંદ્રવદનભાઈની અવિવેક માટેમાફી સાથે ઉતર આપુ.માથાનો દુખાવો કરે તેવી વ્યક્તિથી તમે મૂંઝાઈ જાઓ છો. એક્સિડન્ટ એટલે શું ? કે અસંખ્ય કારણો એક જ વખતે અને ઈન્સિડન્ટ એટલે શું ? કે ઘણાં કારણો એક જ વખતે તેથી જ અમે શું કહીએ છીએ કે ‘ભોગવે તેની ભૂલ’ આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત. અને ખરેખર તો મુક્ત જ છે, પણ ભૂલને લીધે બંધન ભોગવે છે !આ પોતે જ ન્યાયાધીશ ને પોતે જ ગુનેગાર ને પોતે જ વકીલ, તે ન્યાય કઈ બાજુ લઈ જાય ? પોતાની બાજુ જ. પછી પોતે પોતાને ફાવતો જ ન્યાય કરે ને ! તે પોતે નિરંતર ભૂલો જ કરે. આમ ને મહીંથી ન્યાયાધીશ બોલે છે કે તમારી ભૂલ થઈ છે. તે પાછો મહીંનો જ વકીલ વકીલાત કરે કે આમાં મારો શો દોષ ? એમ કરીને જાતે જ બંધનમાં આવે ! પોતાના આત્મહિત માટે જાણી લેવું જોઈએ કે, કોના દોષે બંધન છે. ભોગવે એનો જ દોષ. ટૂંકમા માથાનો દુ;ખાવો કોઈ કરે તેને માટે તમે જ જવાબદાર છો અને આ સાદી સમજથી તે મટે છે.ડોકટરી ભાષામાં તો રાહત થાય છે કહે-અહીં તો દ્રઢતાથી ‘મટે છે ‘એમ લખ્યું છે.

  જવાબ આપો
  • 7. સુરેશ જાની  |  એપ્રિલ 19, 2010 પર 1:35 પી એમ(pm)

   સાવ સાચી વાત
   બુધ્ધની એક વાર્તા ભણવામાં આવતી હતી, તે યાદ આવી ગઈ.
   કોઈ ગાળ દે અને ન લઇએ તો તે કોની પાસે જાય?

   ——————-
   આ ઉપચાર બધાને ખબર છે, અને છતાં બહુ ઓછા એનો અમલ કરી શકે છે !

   કદાચ માટે જ માથાના દુખાવાની દવાઓ વેચાતી હશે !!

   જવાબ આપો
 • 8. chandravadan  |  એપ્રિલ 19, 2010 પર 1:21 પી એમ(pm)

  Of the 6 COMMENTS I read the 1st from PRAGNAJUBEN….then SURESHBHAI asked a QOUSTION twice…..
  And the 6TH COMMENT is a RESPONSE from PRAGNAJUBEN.
  Well said ! Hope SURESHBHAI will read it,
  THANKS, Pragnajuben for your VISITS to my Blog & your COMMENTS.
  DR. CHANDRAVADAN

  જવાબ આપો
 • 9. P Shah  |  એપ્રિલ 19, 2010 પર 3:04 પી એમ(pm)

  અમારી સાથે વાતો કરતા કરતા સુંદર અને ઉપયોગી માહિતી આપો છો.
  ખૂબ આનંદ થાય છે.
  આભાર !

  જવાબ આપો
 • 10. dhavalrajgeera  |  એપ્રિલ 19, 2010 પર 3:44 પી એમ(pm)

  Read more…

  http://www.gynob.com/fetcirc.htm

  જવાબ આપો
 • 11. dhavalrajgeera  |  એપ્રિલ 19, 2010 પર 3:45 પી એમ(pm)

  Foetus Vs Child and Adult Breathing….
  ” The embryo of a developing mammal is a system of open layers of tissue that fold upon themselves, creating tubes and tubes within tubes. As the embryo grows, not all parts grow at the same rate, causing twists and kinks within these tubes. Acrobatic twists and gyrations develop that result in a bunching up of a multi-chambered convolution that will be the heart.

  In the adult, oxygen-poor blood returns from parts of the body to the right side of the heart. This blood is then pumped to the lungs, oxygenated, then sent back to the left side of the heart, which then pumps it to the brain and the rest of the body where the oxygen is needed. And then this process starts all over again. And again and again, seventy or eighty times a minute, for seventy or eighty years.

  But in the fetus, the lungs are collapsed. The most miraculous organ of all-the placenta provides oxygen. The placenta, slapped up against the wall of the mother’s uterus (womb), allows the passage of oxygen and nutrients from the mother’s blood through a membrane to the baby’s blood. From here, it flows through the umbilical cord into the baby.

  The right side/left side circulation of the born baby is not the case in the unborn baby. With the lungs collapsed, there is no need for the right side of the heart to send blood to the lungs-the blood is already oxygen-rich, thanks to the placenta. Instead, there are two short cuts that allow the blood to by-pass the lungs. One is called the ductus arteriosus and the other is the foramen ovale.

  The ductus arteriosus steals blood normally routed to the lungs and lets it flow straight into the aorta on to the rest of the body. The foramen ovale is actually a hole in the heart itself, allowing blood in the right side to flow through the wall into the left side and out, likewise, to the rest of the body. In both cases, the lungs are bypassed.

  Being born changes all of that…….
  Read more

  જવાબ આપો
 • 12. dr.maulik shah  |  એપ્રિલ 19, 2010 પર 4:29 પી એમ(pm)

  it looks good you are ful filling the need of society with medical knowledge.Keep it up…

  જવાબ આપો
 • 13. Rajul Shah  |  એપ્રિલ 19, 2010 પર 6:21 પી એમ(pm)

  Good information with pictures.

  જવાબ આપો
 • 14. Ramesh Patel  |  એપ્રિલ 19, 2010 પર 8:20 પી એમ(pm)

  કુદરતે કેટલી અદભૂત રચના કરી છે.આટલી વૈવિધ્યસભર અને

  સૂક્ષ્મ જટીલ તંત્ર કેટલી સરસ રીતે ઑટો પર કામ કરે જાય છે.

  આપણે તો તે જાણી અભ્યાસ કરી રહ્યા છીએ.વિજ્ઞાને આ બાજુ

  બતાવી આપણને પરમ શક્તિની પાસે જવાનો માર્ગ બતાવ્યો છે.

  યોગ દ્વારા શરીર અનેક અદભૂત કૌશલ્યો પ્રાપ્ત કરે છે તે

  ઘણી વખત આપણે સ્વ આંખે નીરખ્યું છે.

  સરસ રીતે એકપછી એક જીવન ઉપયોગી માહિતી ઉપલબ્ધ કરાવવા

  આપે આદરેલા આ યજ્ઞ માટે આનંદ સાથે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 15. dhavalrajgeera  |  એપ્રિલ 19, 2010 પર 11:12 પી એમ(pm)

  Dear Chandra,

  For the surfers to know the breathing centers read ..

  http://mentalhealth.about.com/library/sci/0303/blbreathe303.htm

  Rajendra Trivedi,M.D
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 16. Bhikhu & Tara (UK)  |  એપ્રિલ 20, 2010 પર 11:54 એ એમ (am)

  Namaste Kaka/Kaki

  I have been following your posts on human health and found them very informative to understand the body function. It certainly refreshed my knowledge without searching on internet or medical books..
  Thank you – please cotinue
  Bhikhu

  જવાબ આપો
 • 17. chandravadan  |  એપ્રિલ 20, 2010 પર 4:26 પી એમ(pm)

  This is an EMAIL Response of SHARADBHAI>>>>>

  Dear Chandravadanbhai;
  Love;
  I accept your invitation and love. It would be my pleasure to be active on your blog. I appreciate the information regarding physical body of the man and woman on your blog. I could not excess other information but shall refer the same in my leisure time. My contact no. …………
  His Blessings;
  Sharad Shah

  જવાબ આપો
 • 18. Capt. Narendra  |  એપ્રિલ 20, 2010 પર 5:32 પી એમ(pm)

  સારી માહિતી મળી. પ્રજ્ઞાજુબહેનનો આ ફોરમમાં આભાર માનું છું. ઓક્સીજનના કુદરતી સ્વરૂપમાં સીધો intake લેવાનો ફાયદો સારી રીતે સમજાવ્યો છે.

  જવાબ આપો
 • 19. sapana  |  એપ્રિલ 21, 2010 પર 1:55 એ એમ (am)

  સરસ લેખ છે ચંદ્રવદનભાઈ..એક સવાલ છે હું યોગા કરુ છુ એમા શ્વાસ માટે પ્રાણાયામ હોય છે એના થી જરૂર ફાય્સો થતો હશે ટૂંકાણમા બ્તાવશો શુ ફાય્દો થાય?
  સપના

  જવાબ આપો
  • 20. chandravadan  |  એપ્રિલ 21, 2010 પર 3:14 એ એમ (am)

   બેન સપના….પધારી, પોસ્ટ વાંચી, સવાલ કર્યો તે માટે ખુશી !

   “યોગ” નામે કસરત/આસનો દ્વારા માનવ શરીરને જરૂર લાભ થાય છે.

   આ પ્રમાણે, કરવાથી, શરીરના જુદા જુદા ભાગોમાં લોહીનું ભ્રમણ વધે છે….દરરોજ આ પ્રમાણે કરવાથી, શરીરને “કેળવણી” મળે છે,,,,સાંધાઓને “રાહત” મળે છે….

   આ પ્રમાણે, યોગમાં “પ્રાણાયામ” કરવાથી, મારી સમજ આધારીત, ઉંડા શ્વાસ, અને શ્વાસ વધુ સમય સુધી ટકાવવાથી પ્રાણવાયુ ફેફસાઓમાં લાંબો સમય લોહીની નજીક રહી શકે…..અને વધુ “શુધ્ધ લોહી” શરીરના ભાગોને મળે….”પ્રાણવાયુ” એ જ માનવ શક્તિ માટેનું એક તત્વ !….આ સમજમાં કાંઈ ભુલ હોય તો અન્યને વિનંતી કે પ્રતિભાવરૂપે સમજ આપે !>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 21. Harnish Jani  |  એપ્રિલ 21, 2010 પર 11:59 એ એમ (am)

  બાબા રામદેવ-આ વાતો જાણે છે એટલે લોકો પાસે લોમ-વિલોમ પ્રાણાયમ કરાવે છે.-બહુ સરસ આર્ટિકલ.

  જવાબ આપો
 • 22. અમિત પટેલ  |  એપ્રિલ 21, 2010 પર 12:38 પી એમ(pm)

  જીવનદાયિની ઊર્જા કે જેને આપણે ‘પ્રાણ’ કહીએ છીએ તેના આધારે સમગ્ર જીવસૃષ્ટિ ધબકી રહી છે. ‘પ્રાણ’ એ વાયુ નથી. એ શ્વાસ નથી કે હવા પણ નથી. એ એક પ્રકારની જીવનદાયક ઊર્જા છે.
  :- મરિયમ ઝવેરી

  જવાબ આપો
 • 23. અક્ષયપાત્ર  |  એપ્રિલ 21, 2010 પર 5:35 પી એમ(pm)

  નસકોરા બોલતા કેમ બંધ કરી શકાય ? કોઈ ઘરરખ્ખુ ઉપાય ખરો ?

  જવાબ આપો
  • 24. chandravadan  |  એપ્રિલ 22, 2010 પર 5:49 પી એમ(pm)

   રેખાબેન..પ્રતિભાવ માટે આભાર !….તમે જે સવાલ કર્યો તેનો જવાબ હરનિશભાઈએ મજાકરૂપે આપ્યો….પણ ખરેખર તો એ સત્ય છે…નસકોરા કરનાર માનવી જો જે પ્રમાણે સુતો હોય અને જો એનું શરીરની દિશા બદલે તો. જે કારણે શ્વાસનળી સાંકડી થઈ હોય તે પ્રમાણે ના રહે અને “સ્નોરીંગ” બંધ થઈ જાય….

   હવે, હું તમારા સવાલનો જવાબ આપતા થોડી ચર્ચાઓ કરીએ>>>>

   “નસકોરા બોલે “એટલે “સ્નોરીંગ”(SNORING)..એનો અર્થ થાય કે જ્યારે મનવી સુતો હોય ત્યારે એ જ્યારે હવા શ્વાસોરૂપે લેય ત્યારે અવાજ આવે ( આમ જ્યારે શ્વાસો લેવાય ત્યારે અવાજ ના હોય )…..અહી, ટુંકાણમાં સમજ આપવી હોય તો “જ્યારે નાકથી ગળાના ભાગે હવા પસાર થાય ત્યારે એ નળીમાં કંઈક અટકાવત (OBSTRUCTION ) કે એ સાંકળી (NARROW) હોય તો એ ભાગોમાં “વાઈબ્રેસન્સ ” (VIBRATIONS) કરે, જે થકી સ્નોરીંગ થાય.

   (૧) જ્યારે આપણે સુતા હોય ત્યારે ગળાનો ભાગ કારણોસર સાંકડો થાય તો સ્નોરીંગ..(દાખલારૂપે….Sweiling of TONSILS ADENOIDS….Weak Throat Muscles,Obesity etc )

   (૨) જ્યારે નાકના ભાગે ઉપર મુજબ થાય તો પણ સ્નોરીંગ ( દાખલારૂપે…Nasal Mucosa Swelling in ALLERGY,,SINUSITIS,..DEVITED NASAL SEPTUM …NASAL POLYP )

   (3)”સોફ્ટ પેલેટ” કે “યુવુલા”( SOFT PALATE & UVULA) જો નરમ હોય કે જાડું હોય કે લાંબુ હોય તો પણ સ્નોરીંગ હોય શકે

   (૪) જીભ (TONGUE )જો જાડી હોય તો પણ સ્નોરીંગ

   આઅ માટે ઈલાજો>>>>

   (૧) જે કંઈ કારણ હોય તેને નાબુદ કરવું ( દાખલારૂપે….એલરજી હોય તો એનો ઉપચાર દવાઓથી..કે પછી, યુવુલા લાંબુ હોય તો સર્જરી વિગેરે…)

   (૨) કોઈવાર સ્નોરીંગ જે દવાઓ કે વ્યશનોના કારણે હોય તો એ દુર કરવાથી સ્નોરીંગ બંધ હોય શકે (દાખલારૂપે…..ડીપ્રેસનની દવાઓ..આલકોહોલ ( Depression Medicines Alcohol etc….)

   (3) કંઈ જ ઈલાજ ના કરાય…તો સ્નોરીંગ કરનારના શરીરની સાઈડ બદલાતા ટુંક સમય માટે રાહત હોય શકે !

   ડોકટર ચંદ્રવદન

   જવાબ આપો
 • 25. Harnish Jani  |  એપ્રિલ 22, 2010 પર 2:55 પી એમ(pm)

  જયારે બાજુવાળાના નસ્કોરામ બોલે તો તેને કોણી મારવાની-એટલે તે પાસુ ફેરવશે.અને બીજા અડધો કલાક નસ્કોરાં નહીં સંભળાય-આ નુસ્ખો મારા ધર્મ પત્ની મારા પર અજમાવે છે.

  જવાબ આપો
 • 26. pragnaju  |  એપ્રિલ 22, 2010 પર 6:01 પી એમ(pm)

  સ્નોરીંગ
  તમને જોરદાર નસકોરાં બોલે અને આ નસકોરાં સંગીતની ભાષામાં ‘આરોહ-અવરોહ’માં એટલે કે ધીરે ધીરે અવાજ વધતો જાય અને પછી એક વિરામ આવે અને પછી ધીરે ધીરે અવાજ ઓછો થતો જાય. વિરામ આવે ત્યારે ઝટકો લાગ્યો હોય એવો મોટો અવાજ પણ કોઇ વાર થાય.
  એપ્નીઆ એટલે ‘શ્વાસ ઓછો પડવો’ અથવા ‘શ્વાસ રૂંધાવો’. આને લીધે કોઇવાર ‘સ્લીપ એપ્નીઆ’નો દર્દી ઊંઘમાંથી જાગી પણ જાય. પણ વળી પાછો તરત ઊંઘી પણ જાય. પાછા નસકોરાં બોલે અને વળી પાછો શ્વાસ રૂંધાય. ઊંઘ વારેવારે ડીસ્ટર્બ થાય અને આ રીતે વર્ષો સુધી ચાલ્યા કરે. એક વાત યાદ રાખો. નસકોરાં બોલે પણ શ્વાસ રોકવાની ક્રિયા બે ચાર સેકંડ માટે થાય તો તેને ‘સ્લીપ એપ્નીઆ’ કહેવાય પણ જો શ્વાસ ૧૦ સેકંડ કે તેથી વધારે રોકાય તો તેને ‘‘ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ ડીસ્પ્નીઆ’’ કહેવાય. આ બાબતની ખબર તમારા પતિ, પત્ની અથવા તો કુટુંબીજનોને વહેલી પડે. આનું બીજું નામ ‘હાઈપોપ્નીઆ સીન્ડ્રોમ’ પણ છે.ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ ડીસ્પ્નીઆ કોને થાય?. જેમ ઉમર વધતી જાય તેમ શક્યતા વધે.. સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં વધારે થાય. ૩૦ ટકા/૭૦ ટકા.. વજન વધારે હોય એટલે કે બી.એમ.આઇ. ૨૪થી વધારે હોય.. શરીરમાં ચરબીનું પ્રમાણ ૨૫ ટકા કે તેથી વધારે હોય.. ઉંઘવા માટેની દવાઓ લેવાની ટેવ હોય.. દારૂ પીવાની અને તમાકુ ખાવાની કે સિગરેટ પીવાની ટેવ હોય.. સ્ત્રીઓમાં મેનોપોઝ આવ્યા પછી થવાની શક્યતા વધે.. તમારી ડોકી ૧૭ ઈંચ કે તેથી વધારે લાંબી હોય. આફ્રોઅમેરીકન્સ, મેક્સીકન્સ ઓસ્ટ્રેલીઅન્સમાં વધારે થાય. ગર્ભવતી સ્ત્રીઓમાં આ તકલીફ થવાની શક્યતા વધારે હોય

  જવાબ આપો
  • 27. chandravadan  |  એપ્રિલ 22, 2010 પર 6:20 પી એમ(pm)

   Pragnajuben THANKS !
   You must have read my SIMPLE Response to Rekhaben’s Question. Now, you had added the “deeper ” Informations on the subject of SNORING….and also explained the RELATED Topic of SLEEP APNEA etc
   Please continue to return to my Blog & review the COMMENTS …& you are most wecome to share your knowledge to the READERS.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 28. dilip Gajjar  |  એપ્રિલ 22, 2010 પર 7:26 પી એમ(pm)

  Very nice information chandrvadanbhai…I like to read..its our real wealth to live and enjoy..

  જવાબ આપો
 • 29. અક્ષયપાત્ર  |  એપ્રિલ 22, 2010 પર 11:48 પી એમ(pm)

  Thank you Chandrabhai and pragnajuben ! good info.

  જવાબ આપો
 • 30. chandravadan  |  એપ્રિલ 23, 2010 પર 3:28 એ એમ (am)

  This was an EMAIL response of GULABBHAI of UK>>>

  Flag this messageRE: NEW POST……LUNGS & RESPIRATORY SYSTEMMonday, April 19, 2010 11:15 AMFrom: “Gulab Mistry” View contact detailsTo: “chadravada mistry” Very good- very informative

  જવાબ આપો
 • 31. chandravadan  |  એપ્રિલ 23, 2010 પર 3:31 એ એમ (am)

  This is an EMAIL of VIKRAM PRAJAPATI of CALIFORNIA USA>..

  Flag this messagePrevious PostMonday, April 19, 2010 9:34 PMFrom: “Vikram Prajapati” View contact detailsTo: emsons13@verizon.netHello Dr. Chandravadan,

  Received your today’s post about lungs & enjoyed reading it. But I have not received previous post about Heart & Blood. If you could send me that post then I would be happy to read it. Thanks for sending this kind of informative post. Thank you.

  Vikram

  જવાબ આપો
 • 32. Ishvarbhai R. Mistry & Family  |  એપ્રિલ 23, 2010 પર 5:11 એ એમ (am)

  Chandravadanbhai,

  Well said about breathing it is very important for human being to survive thankyou for sharing your knowledge I enjoy your posting of body and functioning of the organs very knowledgeable for one to understand.
  Thankyou,

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 33. chandravadan  |  એપ્રિલ 24, 2010 પર 4:29 એ એમ (am)

  Reply
  26. Sharad Shah | એપ્રિલ 23, 2010 at 3:28 pm
  પ્રિય ચંદ્રવદનભાઈ;
  પ્રેમ;
  તમે માનવીના સ્થૂળ શરીરના નિષ્ણાત છો. મારો અભ્યાસ માનવીના સૂક્ષ્મ શરીર સાથે વધારે છે. પણ સ્થૂળ શરીરની સમજણ અતિ આવશ્યક છે જ. કારણકે જે શરીર (સાધન) થી આપણે યાત્રા કરવાની છે તેના વિષે બહુ ઓછા લોકોને જ્ઞાન હોય છે. આપે અહીં ખૂબ સુંદર માહિતી આપી છે. સાથે સાથે માર્ગદર્શન પણ આપશો તો ઘણા બધા વાચકોને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરુપ થશે.
  મને રનીં નોઝ (Rhinitis) ની સમસ્યા છે. કદાચ આ સમસ્યા રેસ્પીરેટ્રી સિસ્ટમની ખામીને કારણે થાય છે. આપનુ માર્ગદર્શન ઉપયોગી થશે.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ શાહ

  Edit Comment Reply
  27. chandravadan | એપ્રિલ 24, 2010 at 4:28 am
  Sharadbhai,
  THANKS !
  It seems that you had posted this COMMENT here by mistake..you may wished it to be on the Post of LUNGS & the RESPIRATORY SYSTEM …so I had ANSWERED it there Please read it there !
  DR. Chandravadan

  જવાબ આપો
  • 34. chandravadan  |  એપ્રિલ 24, 2010 પર 4:31 એ એમ (am)

   શરદભાઈ,,,…..તમે પધારી ત્રણ પ્રતિભાવો આપ્યા…આનંદ ભર્યો આભાર !

   તમે સુરેશભાઈ જાનીની પોસ્ટ પર “રાઈનાઈટીસ” વિષે સવાલ કર્યો..કદાચ “ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ” ની પોસ્ટ વાંચી એ ત્યાં ભુલથી પુછ્યો હશે તો હું આ જવાબ એ પોસ્ટ પર જ આપું છું !

   “રાઈનાઈટીસ” (RHINITIS)એટલે નાકના અંદરના ભાગની “મુકોસા” (MUCOSA)પર કોઈ પણ કારણે “સોજો” (INFLAMATION)આવે ..કારણો હોય શકે “ઈનફેકસન” કે “એલરજી ” કે “એલરજી ના કરે તેવા પદાર્થો” ( Infections …Viral /Bacterial OR ALLERGIES like Pollen, Animal products OR VASOMOTOR RHINITIS )

   જેને રાઈનઈટીસ હોય તેને ચિન્હો હોય>>>નાક ગળે કે સોજોથી બંધ હોય એવું લાગે કે છીક આવે ( RUNNY NOSE or NASAL CONGESTION or SNEEZING )…તાવ પણ હોય શકે !

   ઈલાજ>>>>

   (૧) જેનાથી એલરજી હોય તેનાથી દુર રહવું

   (૨) જે “નોન-એલરજી ચીજોથી થાય તેનાથી દુર ( દાખલારૂપે..ધુમાડો )

   (૩)બેકટેરીઆથી આ હોય તો “એન્ટીબાયોટીક્સ” લેવી પડે…વાઈરસથી “કોમન કોલ્ડ” હોય તો એન્ટીબાયોટીક્સની જરૂરત ના હોય

   (૪) રાઈનાઈતીસના સિમ્પટમ્સ (SYMPTOMS) દુર કરવા મોથી દવાઓ કે પછી નાકમાં દવા નાખી રાહત હોય શકે…

   શરદભાઈ આશા એટલી કે માહિતીઓ તમોને ગમે !>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 35. Sharad Shah  |  એપ્રિલ 24, 2010 પર 2:38 પી એમ(pm)

  Dear Chandravadanbhai;
  Love!
  શરદભાઈ આશા એટલી કે માહિતીઓ તમોને ગમે
  My master used to say, “Expectation is the route cause of misery” And secondly he said, “Do not bother, about others opinions about you. Always see that your act is not a reaction, but a response. Reaction is a part of ego and response is divine.”
  Now let me come to the main point of my Rhinitis. I take Cetrizin and also use nasal spray namely Combinase AQ (Azelastine Hydrochloride and Fluticasone Propionale), which gives me temporary relief but not cure. I wanted to know whether there is any cure to such allergies or I have to carry this till the body exists? I am not much aware about my allergies, but to my observation, cold, frozen food products, dust, smoke and pouted air accelerate runny nose condition and sneezing. If you can guide me about further course of action from my side to cure this problem, it will be a great help.
  His Blessings;
  Sharad Shah

  જવાબ આપો
  • 36. chandravadan  |  એપ્રિલ 24, 2010 પર 3:53 પી એમ(pm)

   Dear Sharadbhai, Thanks for reading & your comment !
   As i know, the use of NASAL RINSES with SALINE on daily basis can over the time give the relief from Rhinitis sumptoms esp. CONGESTION & RUNNY NOSE….& SNEEZING.
   From what you describe, you do not have Allergic Rhinitis but VASOMOTOR RHINITIS..due to non allergens like SMOKE, COLD etc
   Sometimes, Nasal sprays of STEROIDS gives EARLY Relief if other treatments are NOT effective.
   AND…let me say a few words on your initial words of your Comment….There was NO EXPECTATION for SELF & I was not for an OPINION…..it was my sincere desire as a DOCTOR to assist YOU ( as the PATIENT ) Your MASTER will be with ME for what I say now !
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
   • 37. Sharad Shah  |  એપ્રિલ 26, 2010 પર 4:26 પી એમ(pm)

    Dear Chandravadanbhai;
    Love!
    Who is Sharadbhai to comment? Why Chandravadanbhai should bother,about likings and dislikings of Sharadbhai? Why can’t Chandravadanbhai, a doctor, advice on the basis of knowledge and experience, considering the best interest of Sharadbhai? I wish you be authentic, without bothering Shardbhai.
    You entangled to the words of my master and missed my question, which is unreplied yet.
    Dear Chandravadanbhai, I can read and feel your love in your words and between the words also. I simply quoted the words of my master, so that you get rid of misery, which is a product of our mind sets. And also know that my master is always with you whenever you will fill with love.
    His Blessings;
    Sharad Shah

 • 38. pragnaju  |  એપ્રિલ 24, 2010 પર 3:40 પી એમ(pm)

  સામાન્ય માણસોમાં એક નસકોરાથી બીજા એમ વારાફરતી શ્વાસ લેવાની ક્રિયા થતી હોય છે. જે સાઇકલ સમાન્ય રીતે ૪ કલાકની હોય છે જેને નોઝલ સાઇકલ કહે છે જેમાં ડિસ્ટર્બન્સ આવે ત્યારે સમસ્યા પેદા થાય છે.નાક બંધ થવું, નાકમાંથી પાણી આવવું, છીંકો આવવી, માથું દુખવું, સફેદ, પીળો અથવા લીલો કફ આવવો, રાત્રિ દરમિયાન શરીર ગરમ રહેવું તથા ખાસી આવવી, જડબા તથા આંખ પાસે તથા માથામાં દુખવું, સુગંધ તથા સ્વાદ ઓછો આવવો, કાનમાં દુખવું, કામકાજમાં ઘ્યાન ન રહેવું. શરદી અને સાઇનસ થવાનાં કારણોમાં જોઈએ તો શરદી વાઇરસ, વાતાવરણના બેકટેરિયા અને ફંગસના ચેપ, નાકનો પડદો ત્રાંસો હોવાના કારણે, નાકમાં મસા હોવાના કારણે, ધૂળ-ધુમાડો તથા પ્રદૂષણવાળા વાતાવરણને કારણે તથા એસિડિટીની અસરને કારણે થાય છે.શરદી અને સાઇનસ બંનેના લક્ષણો અને ચિહ્નો સરખાં હોય છે. શરદી વાઇરસને કારણે થાય છે જેમાં નાક બંધ થવું, નાકમાંથી પાણી પડવું, આંખ તથા ગળામાં ખંજવાળ આવવી શરીર ગરમ લાગવું તથા સૂકી ખાસી આવે છે. આવી સમસ્યા થાય છે ત્યારે એન્ટિ હિસ્ટેમીનિક દવા એલર્જીના હુમલા દરમિયાન નીકળતા તથા બીજાં તત્ત્વોને રોકે છે, તેની અસરને રોકે છે. જેને કારણે છીંકો આવવી તથા નાકમાંથી પાણી આવતું બંધ થાય છે. નાકમાં તથા ગળામાં ખંજવાળ ઓછી થાય છે.
  શરીરની રોગ પ્રતિકારકશક્તિ જયારે અતિ સંવેદનશીલ થાય છે તેને એલર્જી કહે છે. બહારનાં ઉપદ્રવ્યો જેવાં કે કુદરતી તત્ત્વો, વાતાવરણનું પ્રદૂષણ કે દવા તથા બીજા કેમિકલ સામે શરીર લડે છે. ત્યારે જે રીએકશન આવે છે તેને એલર્જી કહે છે. એલર્જી ખાવાની વસ્તુથી, હવાના પ્રદુષણથી, કેમિકલ તથા પફર્યૂમથી, દવાઓથી, ફૂલના રજકણોથી, તથા ફંગસથી થાય છે. અમુક મોસમની એલર્જીને સિઝનલ રાઇનાટાઇઝ કહેવાય છે.આપણને વિચાર આવે કે, એલર્જી સાઇનસ તથા અસ્થમાનો શો સંબંધ? તો જાણી લો કે ૮૦ ટકા અસ્થમાના દર્દીઓને સાઇનસ હોય છે. એલર્જી થાય ત્યારે નાકમાં સ્ટીરોઈડ સ્પ્રે આપવું જરૂરી હોય છે. આ સ્ટીરોઈડ એન્ટિઇન્ફલમેન્ટ્રી હોય છે અને તેનો ઉપયોગ ફકત લોકલ ઉપયોગ હોય છે. જેની આડઅસર સામાન્ય હોય છે. એલર્જી માટે આ અકસીર ઉપાય છે.જયારે દવાઓ તથા પરેજી પાળવા છતાં તકલીફ ચાલુ રહે તો સર્જરીની જરૂર પડે છે. પડદો ત્રાંસો હોવાને કારણે નાક સતત બંધ રહેતું હોય તો પડદાનું ઓપરેશન જરૂરી બને છે. નાકના મસા તથા એલર્જીના મસામાં ફંગસ થાય તો આંખમાં તથા મગજમાં પ્રસરે છે. જેને માટે તદ્દન આધુનિક એન્ડોસ્કોપી તથા માઇક્રોડિબ્રાઇન્જર સાધનોથી ઓપરેશન થાય છે.
  અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલ દૂરબીનથી નિદાન કરવાની પદ્ધતિ અન્ડોસ્કોપી અને તેના દ્વારા થતાં ઓપરેશનને એન્ડોસ્કોપી સર્જરી કહે છે. નાકની તકલીફો(જૂની શરદી, અલર્જી, મસા, સાઇનસ)ના સચોટ નિદાનના અભાવે ઓપરેશનમાં ફાયદો થતો નથી. પ્રાથમિક નિદાનમાં નાકનો પડદા તથા નાકના આગળના ભાગ સિવાય માહિતી મળતી નથી.
  નાકની અંદરનો ભાગ બરાબર દેખાતો નથી તેથી એકસ-રે પીએનએસ કાઢવામાં આવે છે. મોટા સાઇનસનું નિદાન અમુક અંશે મળે છે. નાના સાઇનસ કે જે નાક તથા સાઇનસના રોગોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેના વિશે માહિતી આપી શકાતી નથી,
  જેનું નિરીક્ષણ સીટી-સ્કેન સિવાય માત્ર સાઇનસસ્કોપી દ્વારા જ કરી શકાય છે. એ ભાગમાં સર્જરી પણ માત્ર સાઇનસસ્કોપી વડે જ શકય છે. નાક વારંવાર બંધ થવું, નાકમાંથી પાણી આવવું, છીંકો આવવી, વારંવાર માથું દુખવું, નાકમાં લોહી પડવું, સુગંધ ન આવવી ઉપરોક્ત ચિહ્નોમાં સાઇનસ્કોપી જરૂરી છે.
  નાક સાથે જોડાયેલ હાડકાંના પોલાણમાં ચેપથી દર્દીને થતા વારંવાર શ્વાસ, શરદી, માથાના દુખાવાને સાઇનુસાઈટિસ કહે છે. તે માટે એન્ડોસ્કોપી વડે સર્જરી કરવામાં આવે છે. નાકમાં મસા તથા એલર્જીના મસાનું ઓપરેશન પણ આ પદ્ધતિથી થઈ શકે છે.

  જવાબ આપો
 • 39. sudhir patel  |  એપ્રિલ 25, 2010 પર 2:55 એ એમ (am)

  હૃદય અને લોહીના ભ્રમણ પછી ફેફસા અને પ્રાણવાયુનું ભ્રમણ શરીરમાં કઈ રીતે થાય છે અને એનું શું મહત્વ છે એ વિવિધ ડાયાગ્રામથી બહુ સરસ અને સરળ રીતે સમજાવવા બદલ આભાર!
  પ્રજ્ઞાબેનના પ્રતિભાવો પણ ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડે છે.
  સુધીર પટેલ

  જવાબ આપો
 • 40. urvi sheth  |  ઓક્ટોબર 18, 2010 પર 6:27 પી એમ(pm)

  Dear sir
  mane last 3 month thi dust ni ALLERGY thai chey .doctor ni medicine lidhi ena thi farak padyo .but last 2 day thi fari thi allergy thai chey maney last 30 years ma cold ni medicine me lidhi nahi hoy etli dava last 3 month ma lidhi chey doctor na kaheva mijab dust ni ellergy chey ,hu davao thi kantali gayi chu to please mane bijo koi upchar batavsho, mara foi temaj mara bane pun swash ni taklif hati to su maney pun thase ellergy na thay ena upchar batavsho bus mane ama thi bachavo,kantali gai chu.aatli badhi sardi aney chika chik thi .please give me some advice.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: