માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

એપ્રિલ 11, 2010 at 2:55 પી એમ(pm) 23 comments

Channel Icon Free Animations

 
 the heart
 
 
 
 

 

માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

મગજ અને નર્વસ સિસ્ટમની પોસ્ટ બાદ, આજે છે “માનવ તંદુરસ્તી…(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ “(HEART & CIRCULATORY SYSTEM).
મગજ અને નર્વસ સિસ્ટમની નર્વસ બનેલા માનવ દેહને જો જીવતો જગતો જાણવો હોય તો એ માપ છે “હ્રદયના ધબકારાઓ”…..હ્રદયના ધબકારાઓ જો બંધ થાય તો ફક્ત ડોકટરો નહી પણ એક સાધરણ માનવી પણ કહે….” આ માનવી તો મ્રુત્યુ પામ્યો છે !” આ પ્રમાણે સરળ ભાષામાં મેં હ્રદય અને લોહી -ભ્રમણને મહત્વ આપ્યું છે…..માનવ દેહને જો આપણે એક “તંત્ર” સ્વરૂપે નિહાળીએ તો, મગજ અને નર્વસ એક “વિજળી ઘર કે કમાંડ સેનટર” ગણો…..જ્યાંથી હુકમો થાય કે અમલમાં મુકાય….અને એવા જ હુકમે આપણું હ્રદય કાર્ય કરે. અહી મારે એક બીજો ઉલ્લેખ કરવો છે….આ મગજને પણ પોષણ માટે લોહીની જરૂરત પડે છે….આથી, આપણે એમ કહી શકીએ કે “મગજ વગર હ્રદય નકામું ..અને હ્રદય વગર મગજ નકામું “
 
હવે, આપણે જરા ઉંડા વિચારથી આ હકીકતને જાણવા પ્રયાસ કરીએ. ….માનવી જ્યારે આરામ કરતો હોય ત્યારે જો એ એના હ્રદયના ધબકારા ગણે તો એ ૭૦ જેવા હોય છે…..પણ, જો કંઈક કાર્ય કરે તો, એના ધબકારા વધે…..હ્રદયના એક એક ધબકારે ૨૮૦cc લોહી હ્રદયની અંદર અને બહાર આવ-જાવ કરે…આ પ્રમાણે આખા શરીરમા કુલ્લે ૫ લીટર લોહી ફરતું રહે…..એક મીનીટના ૭0 ધબકારા પ્રમાણે આશરે ૨૦૦૦ ગેલન લોહી એક કલાકે ફરે
અહી, દેહના જુદા જુદા ભાગોમાંથી અશુધ્ધ લોહી વેઈનો (VEINS) મારફતે હ્રદયની જમણી બાજુએ ઉપર/નીચેની વેના-કાવા (VENA CAVA) દ્વારા પ્રવેશ કરે….ઉપરના આટ્રીઅમ (ATRIUM)માં આવી ફેફસાઓમાં જઈ શુધ્ધ બની ફરી હ્રદયમાં પ્રવેશ કરી, મોટી લોહી નળી  “એઓરટા”(AORTA) મારફતે આખા શરીરમા લોહીને ફેરવે…જેમાંથી શરીરને પોષણ મળે….શુધ્ધ લોહી લઈ જનાર નળીઓને “આરટરી”(ARTERY) કહેવામાં આવે છે…..તમે ડાયાગ્રમ નિહાળશો તો  “આરટરીઓ” લાલ રંગે, અને “વેઈનો” ભુરા રંગે છે.
 
 આટલું જાણી, તમે જ કહો…..” આટલી સુંદર વ્યવસ્થાભરી રચના માટે આપણે પ્રભુને કોટી કોટી પ્રણામો સહીત આભાર માનવો જ રહ્યો…..ખરૂંને ?
 
હવે, આપણે આ બધું જ જરા વધુ વિગતે જાણીએ….જાણવું છે ને ?
 
(૧) …હ્રદય (HEART)
લોહીના ભ્રમણનો મુખ્ય આધાર છે માનવીનું હ્રદય. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, એ છાતીના અંદરના ભાગે છે…..અને એના એક એક ધબકારા સાથે શરીરના દુરના ભાગોમાંથી આવ્તું અશુધ્ધ લોહી હ્રદયમાં આવે, અને શુધ્ધ લોહી દુર દુર શરીરના ભાગોમાં જાય.આ પ્રમાણે શુધ્ધ અને અશુધ્ધ લોહી કેવી રીતે રહી શકે ? …જવાબ જાણવા પહેલા ફરી ડાયાગ્રામને નિહાળો. હ્રદય જે વી રીતે બન્યું છે તેમાં એની અંદરની ભાગે વિભાજન છે, એક સેપ્ટમ (SEPTUM) દ્વારા જેથી જમણી બાજુએ આવતું અશુધ્ધ લોહી ડાબી બાજુએ આવતા શુધ્ધ લોહી સાથે ભળી ના શકે.
હવે, જરા વધુ નિહાળો…..ડાયાગ્રામમાં તમે નિહાળૉ કે જમણી અગર ડાબી બાજુ ઉપર નાના આટ્રીઅમ (ATRIUM), અને નીચેના ભાગે છે મોટા વેન્ટીકલ (VENTRICLE)….તમે નિહાળશો કે ઉપરના નાના ચેમ્બરમાંથી લોહી વચ્ચે આવેલા વાલ્વ (VALVE)ના કારણે લોહીને એક જ દિશામાં જવા દેય…..અને, આ પ્રમાણે, જમણી બાજુનું લોહી હ્રદયમાંથી ફેફસાઓમા જઈ શુધ્ધ થઈ ડાબી બાજુ આવી એ એઓરટા (AORTA)મારફતે આખા શરીરમા જાય.
(૨) ….એઓરટા અને આરટરીઓ તેમજ વેના કાવા અને વેઈનો (AORTA & ARTERIES & VENA CAVA & VEINS)
પ્રથમ ડાયાગ્રામો ફરી નિહાળૉ…..અને, ધારો કે તમે એલેક્ટ્રસીટીના લાલ અને ભુરા વાયરો જોતા છે…..લાલ વાયર એટલે આરટરી અને ભુરા વાયર એટલે વેઈન….તો તમને સમજવામાં સરળતા રહેશે.  એઓરટા હ્રદય બહાર આવી તરત ઉપર તેમજ નીચે એની બ્રાન્ચો (BRANCHES) દ્વારા લોહીના ભ્રમણને દિશાઓ આપે છે ….ઉપર હાથોને ગળાને અને મગજને…અને નીચે પગો સુધી પહોંચવા પહેલા જુદા જુદા અંગોને (જઠર, આંતરડાઓ, કીડની વિગેરે ) નાની નળીઓ દ્વારા લોહી પોષણ માટે આપે છે …જે જગ્યાએ લોહી મળે તે પરથી નામો હોય છે દાખલારૂપે…કીડનીઓને…રેનલ આરટરીઓ અને રેનલ વેઈનો (RENAL ARTERIES & RENAL VEINS)…..તમોને બધા નામો જાણવાની અત્યારે જરૂરત નથી….પાછળથી એ નામો યોગ્યતા પ્રમાણે પોસ્ટમાં મુકી ચર્ચાઓ કરીશું.
અંતે….મારી ભાંગી ટુટી ગુજરાતી ભાષામાં કંઈક સમજાવવા આ મારો પ્રયાસ હતો. ………જો, તમે જે વાંચ્યું તે તમે સમજી શક્યા તો મને ખુશી હશે….અને, જે સમજ્યું તેનાથી તમારૂં “હેલ્થ વિષેનું જ્ઞાન” થોડું વધ્યું હોય તો મારા હૈયે ખુબ જ ખુશી હશે….તો, આ પોસ્ટ વાંચી, જરૂરથી “બે શબ્દો” પ્રતિભાવરૂપે લખશો………હું એ વાચી આનંદમાં હોઈશ, અને એવા અનંદ સાથે “નવી હેલ્થની પોસ્ટ” પ્રગટ કરવા આતુર હોઈશ.
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
FEW  WORDS
 
Today,it is another Post on “MANAV TANDURAST ( HUMAN HEALTH )…and the Topic is “HEART & the CIRCULATORY SYSTEM “.
I have tried ti impart “some basic knowledge” …..The DIAGRAMS and the SCRIPT describe the HEART, and then inform the READERS how the the BLOOD (which is essential to sustain Life) circulates in the entire HUMAN BIDY & suppy OXYGEN & OTHER NURIENTS to ALL the parts of the Body.
As I explain, I had shown how the Human Heart is divided into 4 Chambers, 2 Upper smaller ones & 2 Lower Larger ones…& that the Right & Left sides are separated from eachother by a Septum.
The blood from the Heart is distributed to the entire Body via AORTA & then the Blood from the Body is returned  via the smaller Veins & eventually to the Heart via the 2 VENA CAVA.
 Only this  Basic knowledge is intended to be given by this Post…and in the future more details can be posted.
I welcome ALL to read this Post…& hope you enjoy reading it !
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૭)….મગજ અને નર્વસ સિસ્ટમ. માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ.

23 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  એપ્રિલ 11, 2010 પર 4:34 પી એમ(pm)

  સરસ ગ્નાન માટે આભાર-બાયપાસ સર્જરી પછી વધારે સમજ પડી- જે લોકો ચમત્કાર માટે મંદીરો તરફ અને ભુવા બાવા પછળ દોડે છે-એને મારે એટલું જ કહેવાનું કે હ્રદય ધબકતું રાખીને તેને રિપેર કરનારા આ ડોકટરો કાંઇ ઓછા
  ચમત્કાર કરે છે? માટે કોઇ મહારાજને મારું માથું નમે તે પહેલાં ડોકટરોને વંદન કરું છું.

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  એપ્રિલ 11, 2010 પર 5:48 પી એમ(pm)

  Dear Chandra,

  This will help for the surfers to know more on Surgery.
  Heart Surgery Guide
  ClevelandClinic.org/HeartSurgery Download The Coronary Artery Surgery Guide From Cleveland Clinic

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 3. Ishvarbhai R. Mistry & Family  |  એપ્રિલ 11, 2010 પર 7:07 પી એમ(pm)

  Namaste Chandravadanbhai,

  Very informative knowledge about veins in our body.How the circulation needs to be flowing in order for body to function.Thankyou for sharing your knowledge very intersting.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 4. Dinesh Mistry  |  એપ્રિલ 11, 2010 પર 9:29 પી એમ(pm)

  Thank you once again Chandravadanbhai for providing on-line education on circulation system and the role of the heart which is central. Both English and Gujarati definitely helps all our readers. One suggestion is if the Gujarati font could be slightly bigger and line spacing increased, it will be easier on the eye for those with poor eyesight.

  Sincere tahnks for sharing your knowledge and your devotion.
  Kind Regards
  Dinesh – Preston UK

  જવાબ આપો
 • 5. Bhajman Nanavaty  |  એપ્રિલ 11, 2010 પર 11:36 પી એમ(pm)

  ડો. ચંદ્રવદનભાઇ,
  મારા એક અંગત સંબંધીને (59 વ.) ચારેક વર્ષ પહેલાં “માયેસ્થેનિસ ગ્રવિસ” નો રોગ થયો હતો. ત્રણ વર્ષ દવા કરાવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. ડો. એ દવા બંધ કરાવી દીધી. છા મહિના પહેલાં પાછો હુમલો થયો. દોઢ મહિનાની દવા છતાં તબિયત વધારે બગડી. ડો. કહ્યું શરીરનું “રક્ત-પરિવર્તન” કરાવવું પડશે.(મતલબ બધું જ લોહી કાઢીને નવું લોહી ચઢાવવું) બીજા ડો. પાસે ગયા તો ખબર પડી કે પુન: હુમલા પછી steroid આપતા ન હતા આથી તબિયતમાં સુધારો થતો ન હતો. એ ચાલુ કાતાં 75% ફાયદો થયો છે. પણ “રક્ત પરિવર્તન” નો આગ્રહ તો ચાલુ છે. શું આ જરૂરી છે?
  આ લેખ-શ્રેણીમાં કદાચ આ રોગ વિષે માહિતી ન સમાવી શકાય. તો કશો વાંધો નહિ. ટુંકમાં ઉતર આપશો તો પણ ચાલશે. આભાર.

  જવાબ આપો
 • 6. dhavalrajgeera  |  એપ્રિલ 12, 2010 પર 1:16 એ એમ (am)

  Dear Bhajman,and Chandra,

  Here is the answer

  Myasthenia Gravis Foundation of America

  The Mission of the Myasthenia Gravis Foundation of America is to facilitate the timely diagnosis and optimal care of individuals affected by myasthenia …
  http://www.myasthenia.org/ – Cached – Similar

  What is Myasthenia Gravis (MG)

  Contact your local chapter

  A Handbook for the Health Care

  Alert to Patients Experiencing …
  A Letter from Annette …

  To view presentations from the 2009

  Advocacy Page

  Request a professional packet

  More results from myasthenia.org »

  જવાબ આપો
 • 7. સુનીલ શાહ  |  એપ્રિલ 12, 2010 પર 1:47 એ એમ (am)

  સુંદર..માહિતીસભર લેખ.

  જવાબ આપો
 • 8. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 12, 2010 પર 2:06 એ એમ (am)

  Bhajmanbhai…Thanks for your visit/comment for this Post.
  I am touched by your feelings for your Friend….Myasthenia Gravis is a disease ‘” MUSCLE WEAKNESSin which there is an abnormality at the NERVE-MUSCLE Junction due to possble NEURO TRANSMITTERS defect , ….it is a PROGRESSIVE Disease & has some benefit from the THERAPY..Eg,…Steroid Treatment can help BUT the long term treatment gives many SIDE -EFFECTS…The therapy in which the BLOOD of the Patient is gotten rid of the AUTOANTIBODIES circulating in the PLASMA portion of the Blood ..& this process is called PLASMAPHERESIS….there is a benefit for a short period ONLY.
  I hope this ANSWER is the one wished to know…If wishing to know more please let me know.
  Chandravadanbhai
  Please read the COMMENT of Dr. Rajendrabhai too.
  AND..Thanks Rajendrabhai for your Response !

  જવાબ આપો
 • 9. P Shah  |  એપ્રિલ 12, 2010 પર 2:50 એ એમ (am)

  ખૂબ જ સુંદર માહિતી સભર લેખ !
  સામાન્ય માણસ પણ સમજી શકે એટલો સ્પષ્ટ છે.
  આભાર !

  જવાબ આપો
 • 10. Bhajman Nanavaty  |  એપ્રિલ 12, 2010 પર 5:01 એ એમ (am)

  I am truly speechless. The information provided by Dr. Rajendrabhai and you will be helpful in understanding the problem at hand and best of all it will relieve the mental agony and stress that one is subjected under such circumstances. Thank you Dr.Chandravadan and Dr Rajendrabhai.

  જવાબ આપો
 • 11. pragnaju  |  એપ્રિલ 12, 2010 પર 8:56 એ એમ (am)

  ખૂબ સુંદર સચિત્ર ‘હાર્ટ ટુ હાર્ટ’ માહિતી
  ‘હાર્ટ એટેક ના આવે માટે ફક્ત તમારી જીવનશૈલી સુધારવાની વાત કરી છે અને આદર્શ જીવનશૈલી એટલે- નિયમિત ૪૦ મિનિટ ગમતી કસરત અથવા શારીરિક પ્રવૃત્તિમય જીવન,પૌષ્ટિક સમતોલ ખોરાક,પૂરતા આયોજનવાળું જીવન,પાંચ પાંચ મિનિટ દિવસમાં બે વખત મેડીટેશનનો પ્રચાર થાય તે બધાએ સ્વીકાર્યું છે.ખાસ કરીને ડીન ઓરનીશની વાત ‘”turn on” genes that prevent disease an “turn off” genes that promote disease.”

  આવી વાતને તમારી સ રસ શૈલીથી સમજાવશો

  જવાબ આપો
  • 12. chandravadan  |  એપ્રિલ 12, 2010 પર 4:52 પી એમ(pm)

   Dear Pragnajuben,
   THANKS for your COMMENT.
   You mentioned of DEAN ORNISH ( Prof. of Preventive Medicine at UCSF )…Yes he spreading wonderful message to the PUBLIC….where he demonsrates the BENEFITS of our AGE OLD TEACHINGS ( Mental Peace,Exercises, Yoga, Diet, Meditation etc ) with the Scietific Proofa.
   Yes he touches the subject of the PREVENTION of HEART DISEASES & other HEALINGS of our body !.
   The Western World can be thus more infuenced…& Isee a brighter FUTURE for the Mankind !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 13. Ramesh Patel  |  એપ્રિલ 12, 2010 પર 4:02 પી એમ(pm)

  એક વિશેષજ્ઞ સરળ રીતે શરીરના જીવન માટે અગત્યના

  અવયવો/ અંગ બાબત આટલી સરસ રીતે આલેખન

  કરી ,વિશાળ ગુજરાતી પરિવારોને , લાભ આપી રહ્યા છો

  તે માટે આપ અભિનંદનના અધિકારી છો.

  સરસ ઉપયોગી લેખ માળા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 14. Sheela Patel  |  એપ્રિલ 13, 2010 પર 12:51 એ એમ (am)

  Chandravadanbhai,
  Thankyou for all the information on the body system.Very educational! I am sure who ever comes across this will really learn alot! Thanks for your sacrifice in time.

  જવાબ આપો
 • 15. Dr.Shashikant D.Mistry  |  એપ્રિલ 14, 2010 પર 3:52 પી એમ(pm)

  Information about heart and cirulation is explained in a simple manner that can be understood by every one. Well done

  જવાબ આપો
 • 16. અક્ષયપાત્ર  |  એપ્રિલ 14, 2010 પર 7:03 પી એમ(pm)

  easy to digest good info> thank you !

  જવાબ આપો
 • 17. sudhir patel  |  એપ્રિલ 15, 2010 પર 5:24 પી એમ(pm)

  Dear Chandravadanbhai,

  I enjoyed your this article and others too!
  Thank you for posting very useful information with pictures/diagrams that help to understand our nerve system.

  You can also enjoy my Gazal posted on ‘Aasvad’ today on below link.

  http://aasvad.wordpress.com/2010/04/15/587/#comments

  Thanks.
  Sudhir Patel.

  જવાબ આપો
 • 18. Capt. Narendra  |  એપ્રિલ 16, 2010 પર 4:40 એ એમ (am)

  Very interesting and full of information. Thanks, Chandravadanbhai.

  જવાબ આપો
 • 19. સુરેશ જાની  |  એપ્રિલ 16, 2010 પર 11:54 એ એમ (am)

  દિલ વિશે દરસ જાણકારી આપી.
  હવે સૌને ખબર પડશે – ખાસ તો સાહિત્યરસિકોને કે,
  जो धडकता है, वो तो एक पम्प है.!
  તમારી આ દિલ ધડકાવનારી લેખશ્રેણીએ બ્લોગ જગતને એક નવું જ પરિમાણ આપ્યું છે.

  જવાબ આપો
 • 20. સુરેશ જાની  |  એપ્રિલ 16, 2010 પર 11:55 એ એમ (am)

  સોરી દરસ નહીં – સરસ .

  જવાબ આપો
 • 21. sapana  |  એપ્રિલ 17, 2010 પર 3:41 એ એમ (am)

  આભાર…માહીતી માટે
  સરસ અને સ્પષ્ટ લેખ..

  સપના

  જવાબ આપો
 • 22. Deejay  |  સપ્ટેમ્બર 26, 2011 પર 1:41 એ એમ (am)

  આજે ફરીથી આ આર્ટીકલ વાંચ્યાબાદજ મારા બ્લોકેજ વિષે સમજાયું છે.ખૂબ ખૂબ આભાર.

  જવાબ આપો
 • 23. kinjal  |  ઓક્ટોબર 31, 2011 પર 11:53 એ એમ (am)

  thank you sir. hope in short period we have find all system in your blog. its very hard to translet medical terminologi in english, but you do very well it.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: