માનવ તંદુરસ્તી (૭)….મગજ અને નર્વસ સિસ્ટમ.

એપ્રિલ 6, 2010 at 1:32 પી એમ(pm) 36 comments

 
 
Brain Lobes
 
 
 Central Nervous System
 
 The Autonomic Nervous System Anatomical Chart
 
 

માનવ તંદુરસ્તી (૭)….મગજ અને નર્વસ સિસ્ટમ.

 
ઉપર પ્રગટ કરેલા પિક્ચરો નિહાળો ! ….એક પિક્ચર છે મગજનું ! આ મગજ (BRAIN)ના બે ડયાગ્રામો નિહાળતા, તમે બહારથી અને અંદરથી મગજ વિષે વધુ જાણી શકો છો. એ સિવાય બીજા ડયાગ્રામો દ્વારા મગજમાંથી ફેલાયેલી નર્વસ સિસ્ટમ (NERVOUS SYSTEM) વિષે જાણતા આ લેખને સમજવામાં સરળતા રહેશે.
 
માનવ હાડપિંજર (SKELETON)ના પોસ્ટરૂપી વર્ણન બાદ, માનવ દેહના “અગત્યના ભાગો”માંથી પ્રથમ મગજ તેમજ નર્વસ સિસ્ટમ વિષે કેમ શરૂઆત કરી તે હવે તમોને કહું .
 
માનવીમાં “પ્રાણ”રૂપી શક્તિની જરૂરત શરીરના જુદા જુદા ભાગે  પડે છે…દાખલારૂપે હ્રદયના ધબકારા કે ફેફસાઓના ધમણ માટે. એવી શક્તિ કેટલા પ્રમાણમાં , કેટલી જલ્દી કે ક્યાં જોઈએ એ માટે મગજ અને નર્વસ સિસ્ટમ આ કાર્ય માટે “માર્ગદર્શક” બને છે, અને સાથે સાથે એવા કાર્યને “કાબુ” (CONTROL)માં રાખે છે.આ પ્રમાણે જો ના હોત તો માનવ દેહમાં કોઈ જાતની “એકતા” (UNITY) ના હોત.
 
ચાલો, મારી વિચારધારા પ્રમાણે, મેં તમોને કંઈક આજની પોસ્ટ વિષે સમજ આપી…..હવે, જરા વિગતે થોડું જાણીએ>>>>>
(A) મુખ્ય  નર્વસ સિસ્ટમ (CENTRAL NERVOUS SYSTEM)
(૧) …મગજ યાને બ્રેઈન (BRAIN)
મગજને બહારથી નિહાળતા, એ  બે ભાગો યાને બે સરખા ભાગો  ( 2 Identical Sections)થી બનેલું છે, અને એને જુદા જુદા નામે વર્ણન કરાયું છે…..દાખલા તરીકે આગળનો ભાગ એટલે “ફ્રોનટલ લોબ” (FRONTAL LOBE)….મગજનો મોટો ભાગ એટલે “સેરેબ્રુમ” (CEREBRUM), અને એની નીચે છે “સેરેબેલ્લમ”(CEREBELLUM) અને સૌથી નીચે છે “મેડ્યુલા”(MEDULLA). આ નીચેના ભાગમાંથી શરૂ થાય છે “સ્પાઈનલ કોર્ડ“(SPINAL CORD)
(૨) …સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)
મગજના મેડ્યુલામાંથી અનેક નર્વોની બનેલી “કોર્ડ”રૂપી ચીજ એ જ સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)…..અને તમે ડાયાગ્રામ નિહાળશો તો જાણશો કે મગજથી નીચે ગળાના ભાગમાંથી પસ્રાર થઈ, એ છે શરીરના નીચેમા ભાગ સુધી છે….અને જેમ નીચે જાય તેમ જુદી જુદી મોટી નર્વો (NERVES) બની શરીરના જુદા જુદા ભાગે કાર્યો કરવા મદદરૂપ થાય છે. ….દાખલારૂપે..પગોનું ચાલવું એ ત્યાં જતી નર્વ આધારીત છે.
 
(B) ઓટોનોમસ નર્વસ સિસ્ટમ (AUTONOMOUS NERVOUS SYSTEM)
ઉપર વર્ણન કર્યું તે સિવાય શરીરના અગત્યના અંગો કે “ઓરગનૉ”(ORGANS)…દાખલારૂપે..હ્રદય, કે ફેફસાઓ કે આતંરડાઓનુ કાર્ય જે પ્રમાણે થવું જોઈએ અને જે પ્રમાણે કાર્યોમાં ફેરફારઓ હોવા જોઈએ તે આ સિસ્ટમમા કોન્ત્રોલ્થી શક્ય બને છે…આ વિષે વધુ સમજ બીજી પોસ્ટો દ્વારા થશે. અહી એટલી સમજ લેવાની જરૂરત છે>>>માનવી એ વિષે વિચારે કે નહી, હ્રદય કે અન્ય અંગ એનું કાર્ય કરતું રહે છે…..પણ, આટલી સ્વતંત્રતા હોવા છતાં  માનવીને પ્રભુએ “થોડી શક્તિ ” એના હાથમાં રાખી છે….અહી મહત્વ મળે છે “યોગ- આશનો” તેમજ “ધ્યાન-ચિંતન” અને “ખોરાક”ને !…વધુ ચર્ચાઓની જરૂરત રહે છે !
 
સરળ “બોલાતી” ગુજરાતી ભાષામાં વર્ણન કરવા મેં પ્રયાસ કર્યો છે…..થોડા અંગ્રેજી શબ્દોને  ગુજરાતી લીપીમાં લખી મે અન્યને સમજ આપવા પ્રયત્ન કર્યો છે….આવું કરતા મારી ઘણી જ ભુલો હશે…….પણ, મારી આશા એટલી જ કે  જો હું “કંઈક જ્ઞાનરૂપી સમજણ” આપવામાં સફળ થયો તો મારા હૈયે ખુબ જ આનંદ હશે.
વધુમાં મારે એટલું કહેવું છે કે આ પોસ્ટ વાંચ્યા બાદ, તમે “ઈનટરનેટ”દ્વારા અનેક “મિડીકલ સાઈટો” પર જઈ શકો છો, અને “વધુ વિગતે ” જાણી શકો છો…..કોઈકને તો એમ પણ થશે કે “આ બધુ તો ઈનટરનેટ છે જ , તો શા માટે આમ પોસ્ટોરૂપે ?” એના જવાબરૂપે હું આટલું જ કહીશ>>>>>”એક પ્રેકટીશ કરતા ડોકટર જેમ દર્દી તરીકે આવેલા માનવીને એમ નથી કહેતા કે “આ રોગ વિષે આ ચોપડીમાં છે અને એનો ઉપચાર તું કરી લે”…તે પ્રમાણે, હું એક નિવ્રુત્તિ ભોગવતો ડોકટર(માનવી) કંઈક “માનવસેવા” કરી રહ્યો છે…જેને એ એની “ફરજ” સમજે છે.
અંતે, આશા એટલી જ કે આ બ્લોગ પર પધારી જે કોઈ આ પોસ્ટ વાંચે તેઓ સૌને ગમે !…..તો, મારા હૈયે આનંદ આનંદ હશે !
 
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS
 
Today it is April, 6th 2010…..and  this is another Post on MANAV TANDURASTI (HUMAN HEALTH ). It is on BRAIN & the NERVOUS SYSTEM. I have chosen this System of the Human Body as it is the “Guide or the Controller” of ALL other Systems of the Body.
I know, one can not say everything of this System  (or any System )in details, but that is NOT my intention…I simply want to expain “in brief”…so that one can understand how the Human Body function…and thus may be able to take care of the Body better.
I hope MANY will read this Post..& even pass on this informations to OTHERS.
 
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી.(૬)…માનવ દેહ હાડપિંજર. માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

36 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 6, 2010 પર 2:44 પી એમ(pm)

  ખૂબ સુંદર માહિતી પ્રિય મગજ વિષે…

  અંગૂઠામાં પીટયુટી અને પીનીયલ ગ્રંથિઓના બિંદુ આવેલા છે જે શરીરમાં રહેલા ચેતન તંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અગૂઠાને વધારે રાધાન્ય અથવામાં આવ્યું છે કારણ કે અંગૂઠામાં ચેતનતંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અંગૂઠાને વધારો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે અંગૂઠામાં ચેતાતંત્ર જોડાયેલ છે. ચેતનતંત્રની મદદથી અન્ય તંત્ર, ગ્રંથી, અંગ કાર્યશીલ કે રોગમુક્ત રહે છે-
  સમજાવશો
  ———————————
  થૉડી વધુ માહિતી મગજ વિશ્વમાં સૌથી વધુ જટિલ યંત્ર છે. તેમાં ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ જેટલા ચેતાકોષ છે અને દરેક નસ ૧પ૦,૦૦૦થી એકબીજા સાથે જોડાયેલી છે અને દરેક ચેતાકોષ બીજા રપ૦૦૦ ચેતાકોષોથી જોડાયેલા છે. મગજમાં ગ્રે કોષ (સેલ) હોય છે જે ફકત પ ટકા જગ્યા રોકે છે જ્યારે ૯પ ટકા જગ્યા આ સંદેશા વ્યવહારના જોડાણો રોકે છે. જે આ ગ્રે સેલની વચ્ચે દોડતા હોય છે.
  મગનનું વજન લગભગ ૧.પ કિગ્રા હોય છે, જે શરીરના વજન કરતા ૧.પ ટકા જેટલું છે.
  જ્યારે મગજને નુકસાન થયું હોય ત્યારે તે ફરીથી જીવિત થતું નથી પણ તેમાં સુધારો થઈ શકે છે.
  બીજા પ્રાણીઓની સરખામણીમાં માનવીનું મગજ તેના શરીરના પ્રમાણમાં મોટું છે. આપણી બે મુઠીઓ કરતા સહેજ મોટું છે. મગજનો એક ભાગ સામી તરફના શરીરના ભાગને નિયંત્રિત કરે છે.
  જમણેરી વ્યક્તિઓ (લગભગ ૯૦ ટકા) જમણું મગજ સંગીત, કૌશલ્ય, કલ્પનાઓ, ફેન્ટેસી, સપનાંઓ, ડ્રોઈંગ, ચિત્રકામ. જ્યારે ડાબું મગજ ગણિત, પ્રશ્નો હલ કરવા. ભાષા, યાદશક્તિ, તારીખ અને હકીકતોને નિયંત્રિત કરે છે. મગજમાં ૧૦૦ અબજ કોષો હોય છે અને દરરોજ ૧૦૦,૦૦ કોષ મરી જાય છે. તમે એક સાથે સાત વાત યાદ રાખી શકો છો પણ સમય જતાં તે વાતો નવી વાતો માટે ભૂલી જવાય છે.

  જવાબ આપો
  • 2. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 6, 2010 પર 9:54 પી એમ(pm)

   Pragnajuben..Thanks !
   You asked the QUESTION…& I tried to ANSWER…Please REVISIT & read this>>>>>

   પ્રજ્ઞાજુંબેન.

   તમે આવી, પ્રથમ પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   પ્રતિભાવમાં સારી માહિતીઓ આપી…પણ શરૂઆત “યોગશાસ્ત્ર”થી કરી…અને લખ્યું ..સમજાવશો ?

   તમે જ જ્ઞાની છો, એટલે સરળતાથી તમે જ સમજાવૂ શકો છો….છતાં તમે સવાલ કર્યો જ છે તો હું એનો જવાબ આપવા પ્રયાસ કરૂં છું , અને સાથે તમારી પાસે “પ્રોમીસ” લૌં છું કે જવાબ વાંચવા ફરી પધારી, તમે ભુલો સુધારશો અને “ખરી સમાજ “સૌને આપશો.

   “એલોપથી”ના જ્ઞાનથી આપણે “પીટ્યુટરી” અને મગજની અંદરના ભાગોને નામે સહીત વધુ જાણતા થયા છે…..પણ, એ પહેલા, ભારતમાં “આયુર્વૈદીક જ્ઞાન” કે “યોગજ્ઞાન”ની જાણકારી હતી…અને, એ દ્વારા, “માનવ દેહ”ને “એક જ યંત્ર”ગણી એ સમયના જ્ઞાનીઓએ જે સમજ રેડી, તેમાંથી “યુગના કેન્દ્રો” કે “એક્યુપ્રેસર” વિગેરેનો જન્મ થયો….જે પ્રમાણે “નર્વસ સીસ્ટમ” થઈ છે તે પ્રમાણે નર્વના તાંતણાઓ હાથ સુધી પહોંચે….હવે, સવાલ એ રહે કે “અંગુઠા”ના તાંતણાઓ અને મગજના “પીટ્યુટરી” ભાગના “કનેક્શ”નો….એનો સ્વીકાર હોય તો, મારો જવાબ જરા સહેલો છે>>>

   એ ભાગે “પ્રેસર” કરવાથી એ નર્વ પર અસર થાય અને એ “પીટ્યુટરી” ને પહોંચે (જેવી રીતે ઈલેક્ટ્રીસીટી એક જગાએથી બીજી જગ્યાએ જાય)…હવે, એ અસર “સારી કે ખરાબ” એતો કદાચ અંગુઠાના કયા ભાગે કે કેવી રીતે અને કોટલો સમય “પ્રેસર” અપાય તે આધારીત હશે..અને, આ જાણકારી હોવી જોઈએ….આ જાણકારીના જ્ઞાનીઓ ઓછા, પણ એવું જ્ઞાન “ક્લેમ” કરનારા ઘણા જ છે…..પણ. હું આ વિજ્ઞાનમાં માનું છું !……..અને, અંતે તો મારે વધુ કહેવું છે કે>>>>”જો “વેસ્ટ્ર્ન વર્લડ”માં આનો “પ્રચાર” સારી રીતે થાય..તો મારૂં માનવું છે કે ભવિષ્યમાં “મેડીકલ કોલેજો”માં આ એક વિષય પણ હોય શકે !”

   હવે, પ્રજ્ઞાજુંબેન, તમે તમારી “પોમીસ” યાદ કરી, આ જવાબ વાંચી, જે કંઈ યોગ્ય ના હોય તે સુધારી, તમારો “જવાબરૂપી પ્રતિભાવ” જરૂરથી મુકશો એવી વિનંતી !

   ડોકટર ચંદ્રવદન

   જવાબ આપો
 • 3. Shailesh  |  એપ્રિલ 6, 2010 પર 3:21 પી એમ(pm)

  આ મગજ માં આટલી બધી મગજમારી છે ઈ તો આજે જ ખબર પડી.

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  એપ્રિલ 6, 2010 પર 3:22 પી એમ(pm)

  ડોકટર સાહેબ-આવા લેખો ન લખો- જ્યારથી મારી પત્નીએ આ લેખ વાંચ્યો છે .ત્યારથી એને ખબર પડી છે કે જેને એ પરણી છે તેનું મગજ જ નથી- તેણે મને જાત જાતના સવાલ પૂછ્યા અને પછી નિદાન કાઢ્યું કે મારું મગજ તો જન્મથી જ નથી–જોયું માતું પોલ પકડાઇ ગયું ! !

  જવાબ આપો
 • 5. Ishvarbhai R. Mistry & Family  |  એપ્રિલ 6, 2010 પર 4:39 પી એમ(pm)

  Hello Chandravadabhai,

  Very interesting thing about mind.It shows how important it is for human to function and do amazing things.The power it has for understanding.Very well said thankyou for sharing your knowledge.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 6. dhavalrajgeera  |  એપ્રિલ 6, 2010 પર 10:08 પી એમ(pm)

  I wounder how the Brain is Started and what it can do to Mind?

  Neural Tube Development:
  Formation and Closure.
  16 Days 20 Days 22 Days 24 Days
  Prior to implantation early in the 2nd week the inner cell mass converts to an epiblast (primitive ectoderm) and a hypoblast (primitive endoderm). Beginning at the third week, gastrulation begins and mesoderm appears (also originating from epiblast). Gastrulation begins with the formation of the primitive streak at the posterior (caudal) end of the embryo; the streak is a linear thickening on the dorsal surface of the epiblast in which cells of the epiblast form endoderm and mesoderm. A collection of cells at the end of the primitive streak is the primitive node (Hensen’s node) – epiblastic cells migrate anteriorly through the node to become the longitudinally running cellular rod called the notochord.

  From:This site is presented by Temple University School of Medicine’s Department of Anatomy and Cell Biology, and is modified from the Neuroanatomy Laboratory Assistant

  Under the influence of the underlying is seen lying notochord, which develops from the axial mesoderm, the dorsal ectodermal surface of the early embryo thickens and elongates to form neural plate. Subsequent changes convert the plate into a neural tube which will give rise to the CNS.

  જવાબ આપો
  • 7. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 8, 2010 પર 4:02 પી એમ(pm)

   Rajendrbhai..THANKS ! and my RESPONSE>>>>

   રાજેન્દ્રભાઈ,

   તમે “એમ્બ્રીયોલોજી” (EMBRYOLOGY)રૂપી જાણ દ્વરા “નર્વસ સીસ્ટમ”કેવી રીતે બને છે તેની સમજ આપી…આભાર !

   મારી પોસ્ટો ફક્ત “સાધારણ જ્ઞાન”(BASIC KNOWLEDGE) ના હેતુથી પ્રગટ કરવામાં આવી છે…તેમ છતાં, ડોકટર મિત્રો જો આવી વાંચે, અને તમારા જેમ “પ્રતિભાવ” રૂપે વધુ માહિતીઓ લખે તો મને ખુબ જ આનંદ થાય છે ….તો, ફરી આવશો !>>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 8. Capt. Narendra  |  એપ્રિલ 6, 2010 પર 10:56 પી એમ(pm)

  આપના લેખથી મગજ વિશેની પ્રાથમિક માહિતી સમજમાં આવી. આભાર! પણ ત્યાર પછીના સવાલ-જવાબમાં અટવાઇ ગયો. અૅક્યુપ્રેશર અને પ્રેશર પૉઇન્ટ્સની સારવારને ડૉક્ટરો quackery યાને ઊંટવૈદું કહે છે, તે વિશે આપનું મંતવ્ય આપશો તો આભારી થઇશ તેને કોઇ શાસ્ત્રીય આધાર છે?

  જવાબ આપો
  • 9. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 7, 2010 પર 2:47 એ એમ (am)

   Narenbhai…Thanks ! You asked a QUESTION…& my ANSWER is in Gujarati>>>>>

   નરેન્દ્ર્ભાઈ,

   પ્રતિભાવ માટે આભાર !

   તમે સવાલ કર્યો ” એક્યુપ્રેસર અને એક્યુપુંકચર”ના શાસ્ત્ર વિષે…..

   આ વિષે મારૂં જ્ઞાન અલ્પ છે !….પણ, તમે જો પ્રજ્ઞાજુબેનને આપેલો જવાબ વાંચશો તો થશે કે બીજા ડોકટરો, જેઓ આ શાસ્ત્રને “ઊંટ્વૈદુ” કહે તેમાંનો હું નથી….હું આ જ્ઞાનને માનું છું !…..મારી જાણ પ્રમાણે મેં સમજાવ્યું કે નર્વો શરીરના બધા જ ભગે હોય છે..અને, શરીરની અંદરના જુદા જુદા ભાગો ક્યાં ક્યાં બહાર સમાયેલા છે (જેનું કનેક્સન એક બીજા સાથે હોય)….તે આ જ્ઞાન પ્રમાણે “એક નકશારૂપે” હોય….બહાર પ્રેસર કરતા એની અસર અંદરના ભાગના “ઓરગન” પર પડે (This is possible)…અને આ સારી અસર લાવવા માટે કેટલું, ક્યાં આ પ્રેસર કરવાનું તેની જાણકારી હોવી જોઈએ …..ટુંકાણમાં લખ્યું, અને જો તમારી સમજ વધી હોય તો આનંદ…તેમ છતાં વધુ જાણકારી માટે પુસ્તકો કે અન્યની સહાય લેવા વિનંતી !>>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 10. Ramesh Patel  |  એપ્રિલ 7, 2010 પર 2:39 એ એમ (am)

  ભગવાનની માનવને આ મોટી દૈવી ભેટ છે.

  કહેવાય છે કે હજુ આપણે મગજને સંપૂર્ણ રીતે કામ કરતા

  જૉવાનું બાકી છે.અમાપ શક્તિ આ મગજની દેન છે.

  આપે જે વૈજ્ઞાનિક ઢબે માહિતી આપી તે પોતાને સમજવા

  માટે દર્પણની જેમ કામ કરશે.

  અભિનંદન આપના કૌશલ્યપૂર્ણ પ્રયત્નને અને સેવાભાવને.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. PARESH  |  એપ્રિલ 7, 2010 પર 5:20 એ એમ (am)

  માનવીમાં “પ્રાણ”રૂપી શક્તિની જરૂરત શરીરના જુદા જુદા ભાગે પડે છે…દાખલારૂપે હ્રદયના ધબકારા કે ફેફસાઓના ધમણ માટે. એવી શક્તિ કેટલા પ્રમાણમાં , કેટલી જલ્દી કે ક્યાં જોઈએ એ માટે મગજ અને નર્વસ સિસ્ટમ આ કાર્ય માટે “માર્ગદર્શક” બને છે, અને સાથે સાથે એવા કાર્યને “કાબુ” (CONTROL)માં રાખે છે.આ પ્રમાણે જો ના હોત તો માનવ દેહમાં કોઈ જાતની “એકતા” (UNITY) ના હોત.
  GOOD….Thaks.

  જવાબ આપો
 • 12. pallavi  |  એપ્રિલ 7, 2010 પર 7:14 એ એમ (am)

  Chandravadanbhai,
  Good Information about human mind
  Pallavi

  જવાબ આપો
 • 13. Bhupendrasinh Raol  |  એપ્રિલ 7, 2010 પર 10:34 એ એમ (am)

  શ્રી ચંદ્રવદન ભાઈ,
  આપે મુકેલી માહિતી ખુબજ સરસ છે.પ્રતિભાવ માં મારા એક આર્ટીકલ માંથી થોડું અહી મુકું છું.
  માનવીનું બ્રેન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે.આખા શરીર નું કંટ્રોલ બ્રેન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે.બ્રેન ના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે.ડાબોડી લોકોનું જમણું બ્રેન વધારે કામ કરતુ હોય છે,એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેન વધારે એક્ટીવ હોય છે.આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો.જન્મ થી દસ વર્ષ સુધી એને મેન્ટલી રીટારડેડ સમજવામાં આવ્યો હતો.એ બોલી પણ ના શકતો.એનું બ્રેન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું.ચાલી પણ ના શકતો.એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા,જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો.ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા,નાતો કોઈ શ્રી યંત્ર ની પૂજા કરી હતી.સેરેબ્રલ પાલ્સી નો એ શિકાર હતો.બ્રેન નો એ વિભાગ શરીર નું બેલેન્સ જાળવવાનું કામ કરે છે.બાળક ને જન્મ સમયે ઓક્સીજન એટલે કે સ્વાસ લેવામાં કોઈ ગરબડ ઉભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ વિભાગ માં ગરબડ થાય છે. મહાન વૈજ્ઞાનિક ન્યુટન ની કેબીન માં બેસતો આવોજ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે.એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે

  જવાબ આપો
 • 14. pragnaju  |  એપ્રિલ 7, 2010 પર 12:28 પી એમ(pm)

  આપનો અભ્યાસ છે અને ઉતરો પણ સરાસરં છે.મને સવાલો થાય છે કે…
  આઈન્સટાઇનના મગજનો અહેવાલ અમારા ઘર આંગણાની Princeton Hospital માં છે.The lateral sulcus (Sylvian fissure) in a normal brain. In Einstein’s brain, this was truncated.. Einstein had no parietal operculum in either hemisphere. Photographs of the brain show an enlarged Sylvian fissure; clearly Einstein’s brain grew in an interesting way. In 1999, further analysis by a team at McMaster University in Hamilton Ontario, Canada revealed that his parietal operculum region in the inferior frontal gyrus in the frontal lobe of the brain was vacant. Also absent was part of a bordering region called the lateral sulcus (Sylvian fissure). Researchers at McMaster University speculated that the vacancy may have enabled neurons in this part of his brain to communicate better. “This unusual brain anatomy…(missing part of the Sylvian fissure)… may explain why Einstein thought the way he did,” said Professor Sandra Witelson who led the research published in The Lancet. It should be noted that this study was based on photographs of Einstein’s brain made in 1955 by Dr. Harvey, and not direct examination of the brain, as implied by the caption of one of the photographs, inaccurately identifying it as a photograph from 1995. Einstein himself claimed that he thought visually rather than verbally. Professor Laurie Hall of Cambridge University commenting on the study, said, “To say there is a definite link is one bridge too far, at the moment. So far the case isn’t proven. But magnetic resonance and other new technologies are allowing us to start to probe those very questions.
  Scientists are currently interested in the possibility that physical differences in brain structure could determine different abilities.[2][4] One famous part of the operculum is Broca’s area which plays an important role in speech production. To compensate, the inferior parietal lobe was 15 percent wider than normal.[5] The inferior parietal region is responsible for mathematical thought, visuospatial cognition, and imagery of movement.
  … માઈકલ જેકશનના મગજનો અહેવાલ હોય તો જણાવવા વિનંતિ

  જવાબ આપો
  • 15. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 8, 2010 પર 3:13 પી એમ(pm)

   THIS IS MY REPLY>>>>>>

   પ્રજ્ઞાજુબેન,

   ફરી પધારી, તમે “આયનસ્ટાઈન”ના મગજ વિષે જે માહિતીઓ આપી તે માટે આભાર !

   તમે જે વિગતો લખી ત્ર ઘણા જ “ઉંડાણ”ની વિગતો છે…મેં તો ફક્ત આ “અલ્પ માહિતીઓ”દ્વારા એક સાધારણ માનવીને સમજ આપવા પ્રયાસ કર્યો છે…….

   “માઈકલ જેકસન”નું મ્રુત્યુ તો થોડા સમય પહેલા જ થયું …..હા, એના બ્રેઈનને તપાસતા “કંઈક વધુ” જાણવા મળી શકે……મારા વાંચનમાં એવી માહિતી નથી …પણ, તમે જાણો તો જરૂર પધારી આ બ્લોગ પર જણાવશો ..કે પછી , મને ઈમેઈલ કરશો.>>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 16. સુરેશ જાની  |  એપ્રિલ 7, 2010 પર 11:19 પી એમ(pm)

  ઓટીઝમ , ડીસ લેક્સીયા અને મગજના બીજા ડીસઓર્ડર વિશે પણ લેખ આપશો તો આનંદ થશે.

  જવાબ આપો
  • 17. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 8, 2010 પર 7:52 પી એમ(pm)

   Sureshbhai..you asked & my RESPONSE is>>>>>

   સુરેશભાઈ,

   તમે પ્રતિભાવમાં વધુ જાણવાની ઈચ્છા દર્શાવી…તેનો આંનંદ !

   અત્યારે જે પોસ્ટો છે તે દ્વારા જરા “બેઈઝીક ” (BASIC)માહિતીઓ શરીર વિષે જણાવવાનો હેતુ છે …તો, આ “ઓટીઝમ અને ” ડીસલેક્ષ્યા” (AUTISM & DYSLEXIA ) વિષે પાછળથી પોસ્ટો હશે તેમાં લેવામાં આવશે ( આની નોંધ લીધી છે)>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 18. Dilip Gajjar  |  એપ્રિલ 8, 2010 પર 2:57 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ, નમસ્કાર, આપે જે મગજ વિષે માહિતિ આપી તે ખુબ જ જાણવા યોગ્ય છે અએમ ખે કે પરમાત્માકી પ્ર્થમ પુસ્તક વેદ પણ ખરેખર તો આ માનવ સર્જન અદ્ભૂત છે પ્રભુએ માનવને શુ નથી આપ્યું ?…મગજ આપીને તેને ચલાવવાનું કામ પોતે સંભાળ્યુ અને આપણે બુદ્ધી ચલાવવા સ્વાતન્ત્રય આપ્યુ ..મ્ને તો અહોભાવ થયા વિના રહેતો નથી..

  જવાબ આપો
 • 19. dhavalrajgeera  |  એપ્રિલ 8, 2010 પર 3:53 પી એમ(pm)

  Dear Chandra and Surfers…
  Brain Mind and Atma….
  where you want to surf? and learn.
  For the norm and Pathology Disfunction ect. where is the end?

  This is a good group we support in Boston.
  aceingautism@gmail.com

  Rajendra trivedi,M.D.
  And home away from Home in Amadavad this is the site BPA
  http://www.bpaindia.org
  and http://www.yogaeast.net in Reading, MA

  જવાબ આપો
 • 20. Valibhai Musa  |  એપ્રિલ 8, 2010 પર 7:49 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ,

  ‘ડોક્ટર પુકાર’ છે એટલે સંભળાય છે, પણ સમજાતી નથી. આ લેખના યોગ્ય પ્રતિભાવ માટે અસમર્થ છું, છતાંય પ્રજ્ઞાબેનની આઈંન્સ્ટાઈન વિષેની કોમેન્ટ ઉપરથી વિદ્યાર્થીકાળની ‘બાપુ’ વિષેની સાંભળેલી ગપસપ (Gossip) યાદ આવી ગઈ. જો કે એ વાતમાં તથ્ય તો નથી જ, પણ એવું ચાલેલું કે મહાત્મા ગાંધીની બુદ્ધિપ્રતિભાથી પ્રભાવિત થએલા પશ્ચિમના તબીબી શાસ્ત્રના તજજ્ઞોએ તેમના બ્રેઈનનો અભ્યાસ કરવાની તત્પરતા બતાવી હતી. હત્યા વખતે બાપુ 79 વર્ષના હતા. તન, મન અને બુદ્ધિથી એ હંમેશાં તરોતાજા જ લાગતા. કોઈક કવિએ તો તેમને ‘જવાન ડોસલા’ તરીકે પણ સંબોધ્યા હતા. માનવામાં આવે છે કે બાપુ કુદરતી મોતે અવસાન પામ્યા હોત તો 100 થી પણ આગળ પહોંચી ગયા હોત!

  આ લેખ ઉપરથી મને લાગે છે કે બાપુનું મગજ કોઈક વિશિષ્ટ ગુણો ધરાવતું હોવું જોઈએ અને તેથી જ તેઓ ‘મહામાનવ’ બની શક્યા.

  જવાબ આપો
  • 21. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 9, 2010 પર 12:53 પી એમ(pm)

   Valibhai…THANKS !
   I am haapy to read your COMMENT……I wrote >>>>>

   વલિભાઈ,

   તમે આવ્યા, અને પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   “ડોકટર પૂકાર” સાંભળી, પણ સમજાય નહી…..તો, તમોને પોસ્ટરૂપે વર્ણન કરેલું તે યોગ્ય ના લાગ્યું ?

   તમે વિસ્તારે જાણવા ઈચ્છા રાખતા હોય તો મેં તમોને નારાજ કર્યા…..પણ, તમે પોસ્ટનું લખાણ તેમ મારી સવાલોના જવાબરૂપી પ્રતિભાવો વાંચી જાણ્યું જ હશે કે “વિગતે ” લખવાનો મારો ઈરાદો જ ન હતો.

   પ્રજ્ઞાજુબેનના પ્રતિભાવ વાંચી, તમે જે લખ્યું તે વાંચી આનંદ થયો છે..ફરી જરૂર આવજો…>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 22. sapana  |  એપ્રિલ 8, 2010 પર 11:54 પી એમ(pm)

  વાહ ચન્દ્રવદનભાઇ મગજ વિષે ઘણી માહિતી મળિ. ..આ મગજ બનાવવા માટે ઈશ્વરને તો મહેનત નહી પડિ હોય પણ એના વિષે શિખવાવાળાનુ મગજ પણ બરાબર ચાલતુ હશે ..
  યેહ બસ્તી હૈ દિલવાલોકી
  યહા દિમાંગસે કામ ના લે..
  સપના

  જવાબ આપો
 • 23. અક્ષયપાત્ર  |  એપ્રિલ 9, 2010 પર 3:00 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ, થોડી વધુ માહિતીની આશા છે ખાસ તો શરીરના મુખ્ય અંગો સાથે જોડાયેલ મગજના મુખ્ય કેન્દ્રોનું સ્થાન અને ત્યાંથી અંગો સુધીના જોડાણના મુખ્ય તંતુઓ જણાવશો તો આનંદ થશે.

  જવાબ આપો
  • 24. Dr. Chandravadan Mistry  |  એપ્રિલ 12, 2010 પર 8:02 પી એમ(pm)

   રેખાબેન,

   પ્રતિભાવ માટે આભાર !

   તમે જે મગજ અને તાંતણાઓનું “કનેકસન” વિષે પુછો છો તે ડાયાગ્રામો વગર સમજાવવું અશક્ય છે…પણ, કોઈ રોગને સમજાવતા એ જરૂર ધ્યાન લઈશ.

   તેમ છતાં, કઈક કાર્ય કરવા માટે જે તાંતણાઓ મગજથી દુર અંગો સુધી પહોંચે તે એક ટ્રેકરૂપે (PYRAMIDAL TRACTS) હોય છે…અને, “સેન્સીસ” (SENSES)પણ મગજના જુદા જુદા ભાગોમાંથી “ટ્રેક”રૂપે જ જાય છે .

   આ ટુંકી સમજથી સંતોષ હશે એવી આશા !>>>>>ચંદ્રવદનભાઈ.

   જવાબ આપો
 • 25. Valibhai Musa  |  એપ્રિલ 12, 2010 પર 3:56 પી એમ(pm)

  સરસ માહિતીપ્રધાન લેખ, ચન્દ્રવદનભાઈ

  અનુભવીઓની કોમેન્ટ્સ અને તેમની સામેના પ્રત્યુત્તર રૂપે પ્રતિ કોમેંન્ટ્સ વાંચવાની મજા પડી.

  લગે રહો.

  -વલીભાઈ

  જવાબ આપો
 • 26. Dr.Shashikant D.Mistry  |  એપ્રિલ 14, 2010 પર 4:04 પી એમ(pm)

  Only the basic information about brain and nerves. Well illustrated but very briefly explained. Those who are interested can easily get more information from internet.

  જવાબ આપો
 • 27. પટેલ પોપટભાઈ  |  એપ્રિલ 21, 2010 પર 2:02 પી એમ(pm)

  માનનિય શ્રી ચંદ્રવદનભાઈ

  મગજ અને તેના તંતુઓ બાબત સચિત્ર માહિતિ સાથે ટૂંક્માં સમજાવવાની ખૂબ સારી કોશિષ તમે તમારા તરફ્થી કરી . ખરે ખર દિલથી કહું છું ખુબજ ગમી, આ પોસ્ટ .

  પણ કબુલ કરવુ પડે છે, કે, મા. શ્રી વલીભાઈ લખે છે તેમ પુકાર સંભળાય પણ સમજાય નહીં ત્યારે મારે પણ મગજ છે કે કેમ શંકા જાય છે.

  પત્નિને પૂછવાનુ જોખમ લઊં ??? આ સવાલ તમને
  બધાને પૂછું છું.

  આ સાથે જ્ઞાન-ગમ્મત, ગંભીરતા અને સવાલ – જવાબ સાથે સૌ વાચકોના અભિપ્રાયો મારફત મગજ અને નર્વ માટે સારું એવું જાણવા મળ્યું.

  પ.પૂજ્ય પ્રજ્ઞાજુબહેને ” ખૂબ સુંદર માહિતી પ્રિય મગજ વિષે ” ” મગજ વિશ્વમાં સૌથી વધુ જટિલ યંત્ર છે ” વાક્યોના ઉપયોગ સાથે લખેલા બે અભિપ્રયો અને આઇનસ્ટાઈનના મગજના વૈજ્ઞાનીક વિશ્ર્લેશણ બાબત જે માહિતિ વાચવા મળી આ પહેલાં મેં વાંચી નો’તી.

  ઉપયોગમાં આવે ના આવે, એમ છતાં, પોતાના વિષે કશું જ ના જાણવા કરતાં જે કાંઈ પણ જાણવા મળે એથી રૂડું શું ?

  જવાબ આપો
 • 28. Paresh Kadvani  |  સપ્ટેમ્બર 1, 2010 પર 11:04 પી એમ(pm)

  Amari Baby Autism child chhe. Physiotherapy hal chalu chhe. Tenathi Improvement avshe ?

  જવાબ આપો
  • 29. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2010 પર 1:42 એ એમ (am)

   પરેશભાઈ,

   પ્રતિભાવ માટે આભાર !

   પ્રથમ જાણીએ કે “ઓટીઝમ” (AUTISM ) આ બાળકનો મગજનો “ડેવેલોપમેન્ટલ ડીઝઓડર” (DEVELOPMENTAL DISORDER ) છે….જન્મ લીધા બાદ તરત કે થોડા મહિનાઓમાં અ રોગની જાણ થાય…જ્યારે આ બાળકનું વર્તન બીજા બાળકો કરતા જુદું હોય ત્યારે આ બાળકને ડોકટર જોતા આવી જાણ થાય.

   તમારી બેબીને આ રોગ છે તે જાણ્યું ..પણ વિગતો ના હતી..એક “ઓટીઝમ”બાળક બીજા કરતા જુદું હોય શકે !..દાખલારૂપે કોઈને જોવાની તો કોઈને સાંભળવાની તકલીફ અને કોઈને વાંચવાંમાં તકલીફોના કારણે રસ ના હોય ..તો કોઈ અનેક જાતના “રીપીટેડ એબનોરમલ” (ABNORMAL ) હલન ચલન કરે વિગેરે !

   પણ એકવાર આ રોગનો “ડાયાગ્નોસીસ” (DIAGNOSIS ) થઈ ગયો હોય ત્યરબાદ, માતપિતાએ એનો સ્વીકાર કરવો રહ્યો અને નીચે મુજબ કરવા સલાહો છે.>>>>>>>

   ૧…તમારું બાળક આવું છે તેથી નારાજ ના થવું અને એ સ્વીકાર સાથે એને ખુબ જ પ્રેમ સાથે કાળજી લેવા માટે પ્રભુ પાસે હિંમત મેળવવી !

   ૨…જે એબનોર્મલ (ABNORMAL ) વર્તન છે તે વિષે વધુ માહિતીઓ મેળવવી અને એ માટે શું યોગ્ય કરવું તે માટે ડોકટરી સલાહો લેવી !..જુદી જુદી “ટેસ્ટ”ની જરૂર લાગે તો કરાવવી…સાંભળવામાં તકલીફ હોય અને એના કારણે વાંચનમાં રસ ના હોય તો એ પર વધુ ધ્યાન આપવું !

   ૩…બાળકના માતપિતાની જવાબદારી છે કે બાળકની કાળજી માટે ડોકટટર, “થારાપીસ્ટ”( THERAPIST), “સોસીયલ વર્કર” (SOCIAL WORKER ) વિગેરેની મદદ જરૂર લગે તે પ્રમાણે લેવી….આવા બાળકની સંભાળ અનેકના સહકારથી શક્ય હોય છે !

   ૪…બહું જ “એગ્રેસીવ બીહેવીઅર”( AGGRESSIVE BEHAVIOUR હોય ત્યારે જ “સાઈક્રાટીક” દવાઓની જરૂરત હોય તે પ્રમાણે ટુંકા સમય માટે યોગ્ય લાગે તો લેવી…..પણ, વીટમીન બી૬ (VITAMIN B6 ) જેવી દવા કે “સ્પેસીઅલ ડાયટ “(SPECIAL DIET) અજમાવી જોવી (ડોકટરી સલાહઓ સાથે)…અનેકને ફાયદાઓ થયાનું જાણવા મળ્યું છે !

   અંતે કહેવું છે>>>
   ઓટીઝમનો રોગ પણ સારવારથી “ક્યુર” ( ) થઈ શકે છે ….બાળક તદ્દન કે થોડા અંસે જરૂર સારો હોય શકે છે…પણ આ માટે માતપિતાની સેવા કાળજી અને પ્રેમ અગત્યનો ફાળો ભજવે છે….એથી માતપિતાએ “પ્રભુશ્રધ્ધા” રાખી પોતાની ફરજ નિભાવવી જોઈએ !

   તમારી બેબી સારવારથી સારી થાય એવી પ્રાર્થના !

   >>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 30. pragnaju  |  સપ્ટેમ્બર 2, 2010 પર 12:39 એ એમ (am)

  હંમણા વધુ જોવામા આવતો રોગ
  *
  શરીરનું રોગપ્રતિકાર તંત્ર જ મગજનાં જ્ઞાનતંતુઓના સુરક્ષા પડને કોતરી નાંખી લકવો નોંતરે છે

  મલ્ટિપલ સ્ક્લેરોસિસ રોગમાં શરીર જ પોતાના કોષ અને સ્નાયુઓ પર આક્રમણ કરે છે અને આ રોગ દર્દીને કાયમી લકવા કે અંધાપાનો શિકાર પણ બનાવી શકે છે. આ રોગનાં મુખ્ય લક્ષણોમાં શરીર જકડાઈ જવું, શરીરનં સંતુલન જાળવવામાં મુશ્કેલી, અંગોમાં નબળાઈ, દૃષ્ટિમાં ઝાંખપ, સ્નાયુઓમાં દુઃખાવો વગેરેનો સમાવેસ થાય છે અને શરૂઆતના તબક્કામાં આ રોગનું નિદાન ઝડપથી થતું નથી તેથી તેની સારવારમાં વધારે તકલીફ પડે છે. ભારતમાં રોગના દર્દીઓની સંખ્યા ૨.૫૦ લાખ જેટલી છે અને પુરૂષો કરતાં મહિલાઓ આ રોગનો ભોગ બનવાનું જોખમ વધારે છે. અગાઉ વીસથી ૩૦ વર્ષની વચ્ચેના યુવાનોમાં આ રોગ વધારે જોવા મળતો પણ હવે બાળકોમાં પણ આ રોગ જોવા મળે છે. જો કે મોટી તકલીફ એ છે કે આ રોગ માટે ચોક્કસ દવા નથી અને એવોનેક્સ જેવી એકાદ દવાને બાદ કરતાં તેનો બીજો કોઈ ઉપચાર જ નથી. આ સંજોગોમાં આ સંશોધમ આ રોગના દર્દીઓ માટે આશિર્વાદરૂપ નિવડશે.

  આપણું મગજ અને કરોડરજ્જુ ‘એક્શન પોટેન્શિયલ કહેવાતા વીજ સંકેતો મોકલીને એકબીજા સાથે વાત કરે છે. વીજ-સંકેતો એક્ષન કહેવાતા ખાસ તંતુઓ દ્વારા થાય છે. તેમાં વહેતો વીજપ્રવાહ બીજે ન ફંટાઈ જાય તે માટે વીજળીના વાયર પર પ્લાસ્ટિકનું પડ ચઢાવ્યું હોય છે તેમ જ્ઞાનતંતુઓ પર મીલિન નામનું સફેદ પદાર્થનું પડ ચઢાવેલું હોય છે. તેને શરીરનું રોગ પ્રતિકાર તંત્ર કોતરીને નાશ કરતું રહે તો મગજની સંદેશાવ્યવહારની કામગીરી ખોટકાઈ જાય છે. પરિણામે શરીર પોતાના અનેક અંગ પાસે કામ કરાવી શકતું નથી. રોગ વધતાં અંધાપો આવી શકે અને લકવાનો હુમલો પણ આવી શકે છે.

  સ્ટેન્ફોર્ડ યુનિર્વિસટીના નિષ્ણાતોએ રોગ પ્રતિકાર તંત્રના સૈનિકો જેવા ટી કોષ જેના વડે ટી કોષ સંદેશા આપ-લે કરે છે તે સાયટોકિન્સ નામના રસાયણનો અભ્યાસ કર્યો હતો. ‘આઈએલ-૧૭’ અને ‘ગામા ઈન્ટરફેરોન’ નામના સાયટોકિન્સનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે આ રસાયણો જ રોગ પ્રતિકાર તંત્રને મગજના સફેદ ઈન્સ્યુલેશનને દુશ્મન ચીતરીને તેની ઉપર હુમલા કરાવે છે. હવે તેઓ આ રસાયણ લોહીમાં ઓછું ઝરે તેવા ઉપાય શોધી રહ્યા છે. કારણ કે આ રસાયણનું પ્રકાણ ઓછું કરતાં જ મલ્ટિપલ સ્ક્લેરોસિસ વધતું અટકી જાય છે. અને યોગથી મટેલા રોગમા અમારા સ્નેહીને જોયલા આ ધ્રુજારી ની રસપ્રદ માહિતી…
  કંપવાત રોગીએ સૂર્યનમસ્કાર કરવા જોઈએ. આ એવું આસન છે જેનાથી શરીરનાં બધાં જ અંગ મજબૂત અને નિરોગી થાય છે અને એક પૂર્ણ વ્યાયામ કહેવામાં આવે છે.
  * આકર્ણધનુષ્ટંકારાસનનો નિયમિતરૃપે અભ્યાસ કરવાથી કંપવાતમાં વિશેષ લાભ થાય છે. આનાથી હાથપગના સાંધાઓનો દુખાવો મટી જાય છે તથા તેની ગ્રંથિઓ મજબૂત બને છે. આને આવા રોગી શક્તિ પ્રમાણે કરી શકે છે.
  * હસ્તપાદાંગુષ્ઠાસનનો અભ્યાસ કરવાથી પણ કંપવાતના રોગીઓને લાભ મળે છે. કંપવાતના રોગીઓ માટે આ આસન સર્વશ્રેષ્ઠ આસન છે. રોગી પોતાની શક્તિ પ્રમાણે દરરોજ અભ્યાસ કરી શકે છે.
  પ્રાણાયામ :પ્રાણાયામના નિયમિત અભ્યાસથી કંપવાતમાં ખાસ લાભ મળે છે, કારણ કે આ રોગ મગજનો રોગ છે અને પ્રાણાયામ મગજને પૂર્ણ આરોગ્ય આપનારી એક દિવ્ય અને અલૌકિક પ્રક્રિયા છે.
  * ભસ્ત્રિકાનો અભ્યાસ કરવાથી રોગીના મગજને શુદ્ધ પ્રાણવાયુ મળે છે. લોહી શુદ્ધ થાય છે તથા શરીરનાં ઝેરીલાં તત્ત્વો બહાર નીકળી જાય છે.
  * કપાલભાતિનો અભ્યાસ કરવાથી મસ્તક તથા મોઢાની આભા, તેજ, સૌંદર્ય વધે છે. કબજિયાત રહેતી નથી. શરીરના બધા જ બાહ્ય અને આંતરિક રોગ ધીમેધીમે નાશ પામે છે.
  * અનુલોમ-વિલોમ અને નાડીશોધન પ્રાણાયામ કંપવાત રોગી માટે સર્વશ્રેષ્ઠ ક્રિયા છે. કંપવાત નિમ્ન કારણોથી ઉત્પન્ન થાય છે. તે કારણોને પ્રાણાયામ મૂળથી નાશ કરી દે છે.
  * ઉજ્જાયી પ્રાણાયામનો અભ્યાસ કંપવાતમાં લાભદાયક છે. મગજના બધા જ વિકાર દૂર થઈ રોગો તથા કંપવાત બંનેમાં આરામ મળે છે.

  જવાબ આપો
  • 31. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2010 પર 2:06 એ એમ (am)

   Pragnajuben,
   Thanks a lot for your visits to my Blog..Thanks for reading the Recent Comment & your Response on this Blog for the Post on BRAIN..& the question on AUTISM !
   >>Chandravadan

   જવાબ આપો
 • 32. Paresh Kadvani  |  સપ્ટેમ્બર 3, 2010 પર 9:12 એ એમ (am)

  Dear Dr. Chandravanbhai – Ayushi Mate Apno Reply malyo, Vat tamari ekdam correct chhe. Temni Medicine ma Epilex Syrup, Cloba Chale chhe, Physiotherapy kasrat chalu chhe,AFO Banavva na chhe. Bolti,Chalti Nathi, Sambhli shaki chhe.Modha na Muscle kam karti Nathi, Jamti Nathi. Biji Preganancy mate shu precaution leva te janavsho. Amne 100% saru thay kharu ?

  જવાબ આપો
  • 33. chandravadan  |  સપ્ટેમ્બર 3, 2010 પર 1:15 પી એમ(pm)

   Preshbhai,
   It was nice of you to revisit & post your comment.Your Ayushi is a special Gift from God.She needs your full attention and “the loving Care”. I am sure she had the CAT or MRI Scans of her Brain as the part of the Diagnostic Investigations & had seen the Neurologist(Consultant) also. And now, along with the loving care, you have the Faith in God. Miracles do occur & prayers do have infuence on the outcome OR it gives the power to accept the present & the Future !
   As regards your question about the 2nd Pragnacy, you must consult your Doctor or your Specialist who will have the “Full Picture” of your case !
   Please do “Total massaging of the Baby’s body”,maintain her nutrition with the feedings & follow your Doctor’s advices. My Prayers for her !
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 34. pragnaju  |  સપ્ટેમ્બર 3, 2010 પર 10:45 પી એમ(pm)

  Pragnajuben..
  Pareshbhai made a comment..I gave the courage to face the Reality my way. Hope you will read that & add more if you wish !
  અમારી સહાનુભૂતિ તમારી સાથે છે.અમે દવા અંગે સૂચન ન કરી શકીએ.અમારા સ્નેહીને આ અંગે પડેલી તકલીફો તથા સાહિત્યના અભ્યાસમા હકીકત મદદ રુપ થાય તેથી આ લખુ છું.આ અંગે તમારા નિષ્ણાત કહે તે પ્રમાણે કરવું જરુરૂ છે,
  નિષ્ણાત શિક્ષણ અને માળાખાગત આધાર ઓટીઝમ વાળી વ્યક્તિના જીવનમાં ખરેખર ફરક લાવી શકે છે, તેને મહત્તમ કુશળતા અને પુખ્ત વયે પૂર્ણ સક્ષમતામાં સહાયક બને.
  ઓટીઝમનું ખરેખરું કારણ કે કારણો અજાણ્યા છે પરંતુ સંશોધન દર્શાવે છે કે વારસો મહત્વપૂર્ણ પાસું છે. સંશોધન દ્વારા એવા પુરાવા પણ છે કે જન્મ અગાઉ, દરમ્યાન કે જન્મ પછી ખૂબ જ તરતજ ઉદભવ પામતી અને મગજને અસર કરતી ઘણી બધી વિવિધ પરિસ્થિતિઓ સાથે ઓટીઝમ જોડાએલ હોઇ શકે.
  ઓટીઝમ આજીવન વિકાસ પામતી અસમર્થતા છે જે વ્યક્તિના તેની આસપાસના લોકો સાથે વાતચીત કરવા અને સંબંધ સાધવામાં અસર કરે છે. ઓટીઝમ સાથેના બાળકો અને પુખ્ત વયના અન્યોને અન્યોને અર્થપૂર્ણ રીતે સંબંધ સાધવામાં મુશ્કેલી થાય છે. તેઓને મિત્રતા વિકસાવવાની સમર્થતા સામાન્ય રીતે મર્યાદિત હોય છે જેમ તેઓની અન્ય લોકોના લાગણીશીલ હાવભાવને સમજવાની સમર્થતા હોય છે તેમ.
  ઓટીઝમ સાથેના લોકો અવારનવાર શીખવાની અસમર્થતા ધરાવતા હોય છે પરંતુ આ પરિસ્થિતિ વાળા દરેક, સમાજને સમજવામાં મુશ્કેલી અનુભવે છે.
  ઓટીસ્ટીક વ્યક્તિની વાસ્તવિકતા અસમંજસ કારી, પ્રસંગો, લોકો, સ્થાનો, અવાજો અને દૃષ્યોને પરસ્પર જોડતી હોય છે. તેમાં કોઇપણ વસ્તુનો સ્પષ્ટ વાડો, ગોઠવણ કે અર્થ હોતાં નથી.જર્મનીના લ્યોન શહેરની કોગ્નિટિવ ન્યુરોસાયન્સ સેન્ટરના એન્જેલા સીરિગુ અને તેમના સાથીઓએ આ મનોરોગનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ઓક્સિટોસિન નામનું હોર્મોન જો નાકમાં સ્પ્રે કરીને શ્વાસમાં અપાય તો બાળક દરેકના ચહેરાના હાવભાવ સરળતાથી સમજી શકે છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓક્સિટોસિન હોર્મોન ગર્ભવતી માતાના લોહીમાં બાળકના જન્મ વખતે અને બાળકને સ્તનપાન કરાવતી વખતે ઝરે છે. તે બાળકને આપોઆપ મળતું રહે છે. આ હોર્મોન માતા અને બાળક વચ્ચે લાગણીના સંબંધો મજબૂત બનાવે છે. તેથી તેને લવ હોર્મોન કહેવામાં આવે છે. તેની ખામીથી બાળકમાં ઓટિઝમ વિકસે છે.

  જવાબ આપો
 • 35. SHAILESH A PAREKH  |  ઓક્ટોબર 12, 2011 પર 9:24 એ એમ (am)

  shree chandrakantbhai sir.bahu saras ane janva jevi mahiti mukel che aa lekh thi gano sudharo avi sake tem che.sir ek vat mare kehvi che ajnu science alag alag vato kari rahya che to amara jeva kanfuse thai jaiey che. karan ke atyarnu science fakta under par prayog kari rahya che manas par to nahij.to aa mate su karvu joie

  જવાબ આપો
 • 36. shailesh parekh  |  જાન્યુઆરી 7, 2013 પર 2:07 પી એમ(pm)

  bahu saras ape mahiti apel che.avij mahiti varamvar janava male che teve apne vinanti che

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,694 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: