માનવ તંદુરસ્તી.(૬)…માનવ દેહ હાડપિંજર.

April 2, 2010 at 7:21 pm 35 comments

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 

Walking Skeleton

માનવ તંદુરસ્તી.(૬)…માનવ દેહ હાડપિંજર.

 
 

બે શબ્દો…

માનવ દેહ અનેક જુદા જુદા હાડકાઓથી બનેલો છે….જે પ્રમાણે એ બધા હાડકાઓ ગોઠવાયેલા છે તેને આપણે “એક ભાગ “રૂપે નિહાળીએ તો એને આપણે માનવના “હાડપિંજર “રૂપે ઓળખ આપીએ છીએ , જે થકી, માનવી શરીરને “આકાર” મળે છે. જે પ્રમાણે આ બધા હડકાઓની ગોઠવણી થઈ છે તેનાથી માનવી હાથોથી કામો કરી શકે છે, પગોથી ચાલી કે દોડી શકે છે , તેમજ ઉભા પણ રહી શકે છે.
 
માનવ દેહના “હાડપિંજર “યાને સ્કેલેટન (Skeleton)ના પીકચરને નિહાળો….આપણે આ હાડપિંજરને જુદા જુદા વિભાગે નિહાળી શકીએ છે…યાને કે….
 
(૧) …ખોપરી કે મસ્તકનો ભાગ (SKULL)
 
(2) …ગળાનો ભાગ (NECK) અને તેની સાથે અનેક હાડકીઓથી બનેલો પાછળનો સ્પાઈનનો ભાગ (SPINAL COLUMN )
 
(3) …ગળાની સાથે આગળથી જોડાયેલ છે છાતીનો ભાગ (THORAX) જે અનેક પાંસરીઓથી બનેલો છે.
 
(4) … વચ્ચે પેટના ભાગ નીચે પગોના આધારે છે પેલવીસ (PELVIS)
 
(5) …આ પ્રમાણે આ ઉપર વર્ણન કર્યું તેની ઉપર અને નીચે જાણે બ્રાન્ચો (BRANCHES) જેમ છે હાથો અને પગોના ભાગો (UPPER EXREMITIES with HANDS & LoWER EXREMITIES with FEET )
 
આ પ્રમાણે, જે વર્ણન થયું તે નિહાળતા, સૌને થશે કે પ્રભુએ અનેક જુદા જુદા આકારની નાના મોટા હાડકાઓ કેવી સુંદર રીતે ગોઠવ્યા છે કે “એક અદભુત ” આકારનો પ્રાણી બનાવ્યો, કે જેને નામ મળ્યું “માનવી”….હવે, આપણે વિચાર કરીએ કે આ ફક્ત આકાર માટે જ ગોઠવણી હતી કે પછી, ઉંડા વિચારો સાથે પ્રભુએ આ રચના કરી હતી…અને જે પ્રમાણે હું નિહાળુ, તે હું નીચે લખું છું >>>>
 
(૧) …ઉપરમા મસ્તકરૂપી હાડ્કાઓમાં સમાયેલું છે “મગજ” (BRAIN)…અને મગજમાંથી બનેલો તાંતણારૂપી નર્વો (NERVES)નો બનેલો સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)ને અનેક નાની હાડકીઓની અંદર મુકી એની રક્ષા કરી.
 
(૨) …પાંસરીઓનો (RIBS) બનેલો છાતીનો ભાગ અંદર રહેલા હ્રદય તેમજ ફેફસાઓની રક્ષા કરે છે.
 
(૩) ..છાતીના ભાગ નીચે છે પેટ…આગળના ભાગે હાડકાઓ નથી પણ પાછળના ભાગે સ્પાઈનો (SPINAL BONES or VERTEBRAE)ની રક્ષા છે….અને એની સાથે નીચેની પેલવીસ (PELVIS)રૂપી હાડકાઓથી અંદરના ઓરગનઓ યાને કીડની, ગર્ભસ્થાન વિગેરેની (KIDNEYS, UTERUS etc) ની રક્ષા હોય શકે છે.
 
(૫) આ મુખ્ય હાડકાઓ સાથે  હાથો તેમજ પગોના અનેક હાડકાઓ એવા પ્રકારના અને એવી રીતે ગોઠવ્યા છે કે હાથો પગો આપણે અનેક કાર્યો માટે વાપરી શકીએ, એને સર્વ હાડ્કીઓની સાથે માંસ તેમજ ટેન્ડનો ( MUSCLES & TENDONS)નો સપોર્ટ આપ્યો. આ હાથો અને પગોની હાદકીઓ વચ્ચે સાંધાઓ (JOINTS) રાખ્યા……હવે, તમે નિહાળો ફરી તમારા હાથો અને પગોને….ઉપર છાતી સાથે જોડાયેલ છે હાથો..ત્યાં છે શોલડરના સાંદારૂપી જોડાણ (SHOULDER JOINT) અને એની નીચે છે એલબો, રીસ્ટ્સ અને અનેક નાની નાની હડકીઓનો બનેલો હાથ ( ELBOW, WRIST & PALM with FINGERS ). અને, તમે નીચેના પગને નિહાળશો તો એ પણ હીપ, ગુઠણ, એન્કલ સાથે પગ-પાટલી (HIP, KNEE ANKLE with the FOOT wth the TOES)
 
 
હવે તમે એક એક હાડકી/હાડકાઓને ગણો તો એની સંખ્યા ઘણી જ છે…..જુદા જુદા હાડકાઓના જુદા જુદા નામો…… બધા નામો જાણવાની જરૂર નથી…ફક્ત મુખ્ય હાડકાઓના નામો જાણો ! દાખલારૂપે….ઉપરના હાથોમા છે હ્યુમરસ, રેડીઅસ, અને ઉલના (HUMERUS, RADIUS & ULNA), અને નીચે પગોમાં છે ફીમર, ટીબીઆ, ફીબ્યુલા (FEMUR, TIBIA & FIBULA).
 
 
જે પ્રમાણે મારું ગુજરાતી ભાષા જ્ઞાન છે તે આધારીત મેં થોડા અંગ્રેજી શબ્દોને ગુજરાતી લીપીમા લખી, કંઈક ગુજારાતીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે…ભુલો હોય તો માફ કરશો….અને અંતે મારે એટલું કહેવું છે કે મેં “વિગતવાર વર્ણન ” કરવાના હેતુથી આ પોસ્ટ પ્રગટ કરી નથી…..ફક્ત સરળ ભાષામાં સારરૂપે લખવાનો મારો ઈરાદો હતો ….હું એમાં સફળ થયો કે નહી એ નથી જાણતો…..પણ, તમે જો આ પોસ્ટ વાંચી, ખુશ થયા હોય તો હું એને મારી સફળતા માનીશ !>>>ડોકટર ચંદ્રવદન
 
FEW  WORDS…
 
Today, I have just published yet another Post on MANAV TANDURASTI (HUMAN HEALTH). The Topic for discussion is HUMAN SKELETON. I had shown the Diagrams of the Bony Skeleton to show how different bones make the shape of the Human Body. The unique way this human body is made, Humans can remain in the upright position or can lie down …and even perform actions with upper limbs & walk or run on the lower limbs.
The Readers are made familial with the names of a few bones, some joints, and informed that all skeletal bones are with the purpose of the PROTECTION of the Internal Organs and for the STRUCTURAL SUPPORT of the entire body.…Praising the God for a Wonderful Creation called HUMANS !
I hope you like this brief narration about Human Skeleton. One can get more informations by reading the Medical Books or by going on the Internet. But, my intent was to “inform the general Public in a simple, easily understandable Gujarati language “. If the Readers are pleased after reading this Post, then I may have succeeded in that Goal !
Your comments welome !
 
Dr. Chandravadan Mistry. 
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૫)….ફરી ફક્ત ચર્ચા (૨) માનવ તંદુરસ્તી (૭)….મગજ અને નર્વસ સિસ્ટમ.

35 Comments Add your own

 • 1. pravina  |  April 2, 2010 at 8:07 pm

  slowly slowly science entered in Literature. Good turn and educative information
  visit http://www.pravinash.wordpress.com

  Reply
 • 2. સુરેશ જાની  |  April 2, 2010 at 8:33 pm

  ફ્રેક્ચર અને તિરાડ એ બેમાં શું ફર ક

  Reply
  • 3. Dr. Chandravadan Mistry  |  April 2, 2010 at 11:57 pm

   Sureshbhai…Not good at the Explanation…but I hope yo like my Answer>>>>>

   સુરેશભાઈ…

   બ્લોગ પર પધારી, તમે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમે સવાલ કર્યો કે ….”ફ્રેક્ચર” અને” તિરાડ” વચ્ચે શું ફ્રરક ?

   તો, જવાબ મારી જાણ પ્રમાણે…….”ફ્રેક્ચર” એ અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતીમા સમજ આપીએ તો, જ્યારે શરીરનું કોઈ પણ હડકું ભાંગે તો એ હાડકાના બે કે વધુ ટુંકડાઓ થયા હોય એમ થાય…જ્યારે “તિરાડ” પડી એવું કહેવાય ત્યારે હાડકામાં “ક્રેક” (CRACK) પડી ..યાને જરા ભાંગ્યું પણ એ હાડકું બે ટુકડાઓમાં નથી ..એ એના “આકાર”માં જ રહેલું છે…..અને જલ્દી “નોરમલ” થઈ જાય છે……ફ્રેક્ચર માટે “ડોકટરી કે વૈદીક ” ઈલાજની જરૂરત રહે છે !>>>>>ચંદ્રવદન.

   Reply
 • 4. pragnaju  |  April 2, 2010 at 8:34 pm

  ખૂબ સુંદર માહિતી
  એનીમૅટેડ હાડપીંજર ગમ્યુ
  થૉડા મઝાના પ્રશ્ન પૂછું?
  ૧ મારા શરીરમા ડાબી બાજુનૂ નાનામાં નાનું હાડકુ બદલવું પડશે
  તેનું નામ—
  ૨ શરીરમા વધુમા વધુ સ્ટેમ સેલ ક્યા હાડકા પાસે હોય?

  ૩માનવ દેહનું ક્યું હાડકું કાઢી નાંખીએ તો વાંધો નહીં

  Reply
  • 5. Dr. Chandravadan Mistry  |  April 3, 2010 at 12:23 am

   Pragnajuben….Thanks for your COMMENT…I had attempted to answer your Questions…Hope the ANSWERS are right..OR you can give the INFO>>>>>

   પધારી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમે ત્રણ સવાલો કર્યા>>>>>

   (૧) ડાબી બાજૂ કે જમણી બાજુ, માનવ શરીરનું “નાનામાં નાનું ” હાડકું તો કાનનું જ હોય શકે…કદાચ “સ્ટીરપ્પ્સ” (STIRRUPS).

   (૨) શરીરમાં “સ્ટેમ સેલ્સો” (STEM CELLS) તો મારી જાણે “લાંબા હાડકાઓ” (LONG BONES)ના “મેરો”(MARROW)રૂપે જ હશે….પણ જ્યારે સારવાર માટે “મેરો” લેવામાં આવે ત્યારે એ પેલવીસના હાડકામાંથી લેવાય છે

   (૩) હાડકું શરીરમાંથી કાઢી નાખીએ તો પણ વાંધો ના આવે ….યાદ આવે છે “પાટેલા” (PATELLA) …એને કાઢ્યા બાદ માનવી પગે ચાલી શકે છે ….

   અંતે, મારે લખવું છે કે તમે જે સવાલો કર્યા તેથી અનુમાન કરૂં છું કે તમે ” ડોકટર કે મેડીકલ જ્ઞાન જાણકારી” હશો….ભુલ હોય તો સુધારશો……..નહી તો જે કોઈ ડોકટર આ સાઈટ પર પધારે તેઓને વિનંતી કે સવાલોના જવાબોમાં વધુ જાણકારી હોય તેઓ કંઈક “પ્રતિભાવ” રૂપે લખે તો એ વાંચી મને આનંદ થશે !

   ચંદ્રવદન.

   Reply
 • 6. sudhir patel  |  April 3, 2010 at 2:44 am

  Thank you for posting very informative and useful article with pictures!
  I also liked your interactions with the comments and your response.
  Sudhir Patel.

  Reply
 • 7. Ramesh Patel  |  April 3, 2010 at 4:17 am

  સરસ સચીત્ર માહિતી અને વૈજ્ઞાનીક સમજ ધરવા માટે અભિનંદન.

  શરીરને શક્તિ આપતા હાડકાની મજબૂતીમાં, બાલ્યાવસ્થા,યુવાવસ્થા

  અને ઘડપણ માં કયા ફેરફારો થતા હશે અને તે માટેની દવાઓની

  આડ અસર ખરી?

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. Dr. Chandravadan Mistry  |  April 3, 2010 at 2:10 pm

  Rameshbhai..Thanks….I tried to ANSWER your QUESTION>>>

  રમેશબાઈ….પ્રતિભાવ માટે આભાર !

  તમે સવાલ કર્યો કે….માનવી જુદી જુદી અવસ્થાઓ(Stages of Life)માં જાય ત્યારે હાડકાઓમાં શું ફેરફારો હોય?

  તો, જવાબમાં……જ્યારે માનવી એમ્બ્રીયો(EMBRYEO)સ્વરૂપે હોય ત્યારે જે સેલ્સો(CELLS)હાડકા બનવાના હોય તેમાં ફેરફારો થતા, એઓ ઓસ્ટીઓબ્લસ્ટ(OSTEOBLAST) બને છે. ત્યારબાદ, વિટામીન “ડી” સહારે કેલસીયમ (CALCIUM) મુકાય..અને, હાડકું એનો આકાર રાખે, અને વધી ના જાય એ માટે “ઓસ્ટીઓક્લસ્ટ”(OSTEOCLAST) હોય છે…આ પ્રમાણે, શરીરના હાડકાઓ બને…..અને હાડકાઓમા એક ભાગે “એપીફીસીયલ પ્લેઈટ (EPIPHYSEAL PLATE) હોય ..અને એ જ્યાં સુધી “ફ્યુસ” (Fuse or Join) ના થઈ હોય ત્યાં સુધી હડકાઓની લંબાઈ વધે….

  અને આ પ્રમાણે, માનવ શરીરને નિહાળતા, ઉંમર વધતા, હાડકાઓમાં ફેરફારો થતા રહે……પણ, માનવી આશરે ૩૫ વર્ષનો થાય ત્યાર બાદ, નર કે નારી શરીરમાં હાડકાઓનું કેલસીયમ ઓછું થવા લાગે….ખાસ કરીને નારીઓમાં એસ્ટ્રોજન (ESROGEN) હોર્મોન મેનોપોસ (MENOPAUSE) માં ઓછો હોય તેથી..પણ પુરૂષોની ઉંમર વધતા એઓને પણ એવી અસર થાય છે…આ અસરનું નામ છે “ઓસ્ટીઓપોરોસીસ” (OSTEOPOROSIS) કેલસીયમ ના હોવાથી હાડકાઓ પોચા બને, અને ટુંટી જવાની સંભવતાઓ વધે …..આ માટે દવાઓ છે..પણ એની ચર્ચાઓ અલગ હશે !…..રમેશભાઈ , આશા છે કે તમોને જવાબથી સંતોષ હશે !>>>ચંદ્રવદન

  Reply
  • 9. Ramesh Patel  |  April 5, 2010 at 5:09 pm

   Thanks for your informative writeup.

   Ramesh Patel(Aakashdeep)

   Reply
 • 10. Capt. Narendra  |  April 3, 2010 at 4:07 pm

  આપનો લેખ ઘણો જ માહિતીપૂર્ણ છે. તેથી વધુ આપના વાચકોએ પૂછેલા પ્રશ્નોના જવાબ જેટલી સરળતાથી સમજાવ્યા છે તે મને ખુબ ગમ્યા. ઘણી વાતો એવી હોય છે જેના વિશે આપણે જાણતા હોવાનું ગૃહિત રાખતા હોઇએ છીએ, પણ તે કેટલી ભુલ ભરેલી હોય છે તેનો આપના લૈખ પરથી ખ્યાલ આવે છે. આપની વાતોથી ઘણી શંકાઓનું નિરસન થયું. આભાર, ચંદ્રવદનભાઇ.

  Reply
 • 11. Harnish Jani  |  April 3, 2010 at 6:33 pm

  ચંદ્રવદનભાઇ- તમારી આ સિરીઝથી તમે ઘેર ઘેર ઊંટ વૈદ્યો તૈયાર કરો છો. મરા પત્ની એ તમારા લેખ વાંચી વાંચીને પોતાને પ્રેક્ટીસ ચાલુ કરી છે.આ લેખથી તે હાડવૈદ્ય પણ બની ગઇ છે. બધાં પ્રયોગો મારા પર થાય છે.

  Reply
  • 12. Dr. Chandravadan Mistry  |  April 4, 2010 at 3:15 am

   Harnishbhai, reponding in a “lighter tone” to your COMMENT for this Post>>>>>

   હરનિશભાઈ,

   તમારા “મજાક ભર્યા” પ્રતિભાવથી આનંદ !

   મજાક હતી કે ખરેખર તમારા પત્ની “હાડવૈદ” થઈ ગયા ?

   જો એમ થયું તો હું એટલું અનુમાન કરૂં કે “તમે “જ્ઞાન ” મેળવવા માટે જરા ઢીલા પડ્યા ”

   ચાલો, ઘરમાં જ લાભ થયો છે !

   અને, હા. પ્રતિભવ માટે આભાર !>>>ચંદ્રવદન.

   Reply
 • 13. અક્ષયપાત્ર  |  April 4, 2010 at 12:32 am

  માહિતીપૂર્ણ લેખ ! હાડકા બાળપણ વીત્યા પછી શા કારણે વધતા અટકી જાય છે? ઘણા વખતથી આ કૂતુહલ છે.

  Reply
  • 14. Dr. Chandravadan Mistry  |  April 4, 2010 at 3:06 am

   Rekhaben…Thanks for the visit/comment…& please read the previous Comment (8)>>>>>

   રેખાબેન, તમે લાંબા સમય બાદ પધારી પ્રતિભાવ આપ્યો તેની ખુશી છે.

   તમે જે સવાલ કર્યો તે મેં રમેશભાઈને જવાબ આપતા સમજાવ્યું હતું ….તો, પ્રતિભાવ નંબર (૮) વાંચવા વિનંતી. >>>ચંદ્વવદનભાઈ.

   Reply
 • 15. Ishvarbhai R. Mistry & Family  |  April 4, 2010 at 4:00 am

  hello Chandravadanbhai,

  Well said about the parts of body and how they help to function properly and how it really works to maintain our posture.and efficiently allow us to perform keep the balance in our life.
  thankyou for sharing your thoughts.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 16. sapana  |  April 4, 2010 at 4:05 am

  આભાર ચંદ્રવદનભાઇ..માહિતી માટે..એક સવાલ કેલ્સિયમની કમી સ્ત્રીઓમા જલ્દી આવે છે ..પણ અમુક ઉમરે પહોચ્યા પછી ખ્યાલ આવે કે કેલ્સિયમની કમીને કારણે અમુક ડેમેજ થઈ ચુક્યુ છે ..પણ પછી કેલ્સિયમ લેવાનુ ચલુ કરિએ તો ફાયદો થાય ખરી?
  સપના

  Reply
  • 17. Dr. Chandravadan Mistry  |  April 5, 2010 at 12:05 am

   Sapana…Please read the ANSWER to your QUESTION>>>

   સપનાબેન,

   પ્રતિભાવ માટે આભાર !

   તમે રમેશભાઈને આપેલો જવાબ (નંબર ૮) વાંચશો તો જાણશો કે સ્ત્રીઓમાં હાડકાંઓમાં કેલસીયમ ઓછું થઈ ‘ઓસ્ટીઓપોરસીશ” થાય છે…એ થયું કે નહી તે જાણવું અઘરૂં છે કારણ કે કોઈવાર કાંઈ ચીન્હો ના હોય …તો કોઈવાર સાધારણ હાડકાંઓ દુઃખાવો હોય…પણ, જો સ્ત્રીઓ મેનોપોઝ આવે તે સમયે કે પહેલા, ડોકટર પાસે જઈ એની સ્પેસીઅલ ટેસ્ટ કરાવે તો એ રોગની જાણ શરૂઆતમાં જ થાય…તો. એના માટેની “સ્પેસીઅલ દવાઓ” લઈ શકાય…અને સાથે “કેલસીયમ” પણ ટેબલેટથી લવાય…..હા. સારા ડોઝમાં કેલસીયમ એકલું પણ થોડો ફાયદો આપે…જો કાંઈ પણ સારવાર ના થાય તો ધીરે ધીરે હાડકાંઓમાં કેલસીયમનું પ્રમાણ ઓછું થતા. હાડકાંઓ પોચા થાય…અને ટુટવાની સંભવતા વધે..યાને “ફ્રેક્ચર” થાય ….આશા છે આ જવાબથી સંતોષ હશે !>>>>ચંદ્રવદન.

   Reply
 • 18. atuljaniagantuk  |  April 4, 2010 at 8:12 am

  કાકા,

  સુંદર ઉપયોગી લેખ.

  દાંત પેઢા પાસેથી ઘસાવા લાગે તો તે કેલ્શીયમની ખામીને કારણે હોય કે બેક્ટેરીયા / વાયરસને કારણે? વધુ ઘસાતા અટકાવવા શું કરી શકાય?

  Reply
  • 19. Dr. Chandravadan Mistry  |  April 5, 2010 at 12:47 am

   Atul…This is the ANSWER to your QUESTION…..

   અતુલ,

   પ્રતિભાવ માટે આભાર !

   તારો સવાલ “દાંતો”ના વિષયનો છે…એક “ડેન્ટીસ્ટ” વધારે સમજણ આપી શકે…છતાં હાડકાંઓના ચાર્ચાઓ થતી હોવાથી , હું જવાબ આપવા પ્રયાસ કરું છું …..

   (૧) ઉંમર થ્તા, હાડકાંઓમાં “કેલસીયમ ” જરૂર ઓછું થાય તે દાંતો ને પણ પોચા કરી શકે….પણ ખોરાકમાં પુરતા પ્રમાણમાં કેલસીયમ લેવાતું હોય તો દાંતો નોર્મલ રહે….પોચા દાંતો ટુંટી જવાની સંભવતા વધે .

   (૨) આપણા મુખમાં “બેક્ટેરીયા” હોય છે…..પણ જ્યારે મોઢું બરાબર સાફ ના થાય ત્યારે…એ બેક્ટેરીયા વધે અને ત્યાં જ રહે….અને “કેવીટી” થાય કારણ કે દાંતનું “ઈન્ફેક્શન” થયું ….

   (૩) જો “હાર્ડ” ચીજો દાંતોથી ભાંગવામાં આવે તો દાંતો ટુંટી જાય, કે એનો “ઍનેમલ” ઉખડી જાય….એવું થતા દાંતોનું “ઈન્ફેકસ્ન” થવા માટે સરળતા રહે…..જે પ્રમાણે દાંતોનું ઈન્ફેકસ્ન તે પ્રમાણે દાંતોના પારા (GUMS)નું ઈન્ફેકસ્ન દાંતોને ઢીલા કરે અને અંતે દાંતોને કાઢી નાંખવા પડે.

   તો, અતુલ. તારા સવાલના જવાબમાં >>>>રોજ દાંતો સાફ કરવા, બ્રસ બહું જોરથી ના કરવું કે દાંતોના “ઈનેમલન”ને નુકશાન થાય…કેલસીયમ ખોરાકમાં પ્રમાણમાં હોય કે પછી ટેલલેટરૂપે લેવું ….સુર્ય-કિરણોમાં શરીર ને રાખવું કે જેથી “વિટામીન “ડી” મળે, ….અને, જો “ઈનફેકસન” ની શરૂઆત હોય તો તરત “એન્ટીબાયોટીક્સ” લેવી……આ રીતે કાળજી લેવાય તો દાંતો સારા રહે !…..અને, હા, ઈનફેક્સનનું કારણ “બેક્ટેરીયા” અને નહી “વાઈરસો ” !….ચંદ્રવદન.

   Reply
 • 21. arvind adalja  |  April 4, 2010 at 9:09 am

  શ્રી ચંદ્રવદનભાઈ
  આપ અમેરીકામાં બેઠ બેઠા આ બ્લોગના માધ્યમથી ખરેખર ખૂબ જ ઉમદા સેવા કરી રહ્યા છો ! ધન્યવાદ ! અમારા જેવા શરીર શાસ્ત્રમાં તદન અબુધ જેવાને ઘણું જાણવા મળે છે અને શરીર વિષે તેના રોગો વિષે અને હવે હાડકા વિષે પ્રાથમિક જાણકારી હોય તો અહિં જે કેટલાક ડોકટર નહિ પણ કસાઈની જેમ દર્દીને ટ્ર્રીટ કરતા હોય છે ત્યારે આ જ્ઞાન થોડું કામ કરી જાય અને મોટા ખર્ચમાંથી ઉગરી જઈ શકે ! આભાર ! આવજો !
  સ-સ્નેહ
  અરવિંદ

  Reply
 • 22. kaushal  |  April 5, 2010 at 6:58 am

  ખૂબ સુંદર માહિતી
  પ્રશ્ન પૂછું?

  મને બે વષે થી ડાબી સાઈડ છેલ્લી પાસળી જોડે ને અને પૅટ માં વચ્ચે દુખાવો રહે છે.
  મે ચાર દિવસ પહેલા સોનોગ્રાફી કરાવી, બરોડ માં સોજો છે. સોનોગ્રાફી વાળા ડો. તેમ ક્હે છે.

  મારા ફેમિલી ડૉ. બતાવવા જવાનુ બાકી છે.

  Reply
  • 23. Dr. Chandravadan Mistry  |  April 5, 2010 at 1:22 pm

   This Post is on BONES & SKELETON…& your problem is related to Abdominal Pains ( THIS TOPIC will be as a Post later on )…but you asked & so the REPLY is>>>>>

   કુશલભાઈ…આભાર !

   તમોને બે વર્ષથી દુઃખવો છે….અને જો તમોને વાગ્યું ના હોય…..અને દુઃખાવો થોડી થોડી વારે થયા કરતો હોય , અને જો ચરબીવાળા ખોરાકથી વધતો કે શરું થતો હોય ….તો, ગોલ બ્લેડર (GALL BLADDER)ની બિમારી હોય શકે….ઘણી વાર ત્યાં “પથરી” ( STONE)હોય કે એ ભાગે “સોજો” હોય શકે…જો આ કારણ ના હોય તો ઘણી વાર “જઠર” (STOMACH)ના રોગો હોય શકે….ડોકટરની સલાહ લેવી પોગ્ય જ કહેવાય>>>ચંદ્રવદન.

   Reply
 • 24. vijayshah  |  April 5, 2010 at 5:16 pm

  sundar maahiti badal abhaar

  Reply
 • 25. Dinesh Mistry  |  April 5, 2010 at 10:36 pm

  Namaste Chandravadanbhai
  This is very educational writeup, particularly due to your approach to take one topic at a time. The level of detail is just about right too. Many Thanks for your contribution to general assistance with learning about human body.

  With Best Regards
  Dinesh Mistry, Preston

  Reply
 • 26. પટેલ પોપટભાઈ  |  April 6, 2010 at 4:41 am

  મા. શ્રી ચંદ્રવદનભાઈ

  સૌ વાચકોને શરીરના હાડકાં બાબત સચિત્ર માહિતી આપવા બદલ આભાર. મને પોતાને મારા શરીરના જ્ઞાન માટે, સાથે પરિવાર – મિત્રો માટે પણ ઉપકારક થશે.

  બીજા મિત્રોને આ લેખ મોકલાવું છું.

  Reply
 • 27. Pancham Shukla  |  April 6, 2010 at 10:36 am

  Very useful.

  Reply
 • 28. Gopal Shroff  |  April 6, 2010 at 11:39 pm

  This information is very infarmative. Thank you so much

  Reply
 • 29. Dr. Chandravadan Mistry  |  April 8, 2010 at 1:59 pm

  After the publication of this Post…….I had an EMAIL from a VISITOR ….and the portions of that Email is as below>>>>>

  Re: Fw: NEW POST on MANAV TANDURASTI (HUMAN HEALTH )….INVITATIONMonday, April 5, 2010 11:07 AMFrom: ” Dear Dr.Chandravadanbhai,
  ………………

  I am a regular visitor/reader of your blog. I like your poems very much, I am not against you, in fact, I’m your well wisher and friend. Please do not misunderstand my this letter.
  You have started this Health series. I fail to understand the objective. Are you trying to educate general public about Anatomy of the human body via blog ? Do you think it is wise to do so? The information, that you would be giving, will be of very very much superficial and incomplete in nature and contents. )
  …………….

  Wam regards
  BN

  AND MY RESPONSE WAS>>>>>

  સ્નેહી …..
  તમે ઈમેઈલથી તમારા “હ્રદય-વિચારો” મોકલ્યા તે વાંચ્યા……તમે અંગ્રેજીમાં લખ્યું તેમ છતાં હું તમને જવાબ ગુજરાતીમાં આપું છું.
  પ્રથમ, ચોખવટ કરવી છે કે તમે જે લખ્યું તેથી મને જરા ખોટું લાગ્યું નથી.
  હવે, વાત કરીએ “માનવ તંદુરસ્તી” પોસ્ટો વિષે….આજે તમે “ઈન્ટરનેટ” પર જાઓ તો અનેક સાઈટો પર “મડીકલ જ્ઞાન”નો ખજાનો છે…જે મેં પોસ્ટરૂપે લખ્યું એ તો મહાસાગરનું એક ટીપું છે….પણ, પોસ્ટરૂપે કંઈક મુકવાનો મારો હેતુ એટલો જ હતો કે છે….”તંદુરસ્તી વિષે જે કોઈ અજાણ હોય તમાંથી એક માનવીને આ થોડું જાણી આનંદ કે લાભ થાય..અને એ જો દેહની કાળજી લેવાનું શરૂં કરે …અને બિમારીઓના ચિન્હો સમજી એની સારવાર જલ્દી કરે….તો, હું એમ માનીશ કે મને કંઈક સફળતા મળી કે પછી મેં એક ડોકટર તરીકે મારી ફરજ બજાવી”
  હવે, વધુ ચર્ચાઓ કરીએ……ડોકટરો દર્દીઓને તપાસી,રોગો પારખે….પણ એક “ઓર્ડીનરી ડોકટર”ને બીજા “સ્પેઆલીસ્ટ”ની સહાય લેવી પડે છે….ભલે બધું જ જ્ઞાન પુકતકોમા હોય…અને એ જ પ્રમાણે, એક “યંત્ર”ની માહિતીઓ પુસ્તકોમાં હોય તો પણ એ જણવા માટે એક “ઍનજીનીઅર” પાસે જવું પડે….આવો ઉલ્લેખ એટલા માટે કરૂં છું કે….ભલે, પોસ્ટો દ્વારા “પુરી માહિતી” અશક્ય હોય , અને પુરી માહિતી આપવાનો હેતુ પણ નથી….પણ જો પોસ્ટ દ્વારા વાંચનારને શરીર વિષે જરા જ્ઞાન હોય, તેમજ રોગોના ચિન્હોની જાણકારી હોય તો..ડોકટરનૉ સલાહ જલ્દી લઈ શકાય…અને રોગ ના વધે એવા પગલાઓ લઈ શકાય…એથી જ અંતે મારે કહેવું છે કે “તમે તમારા ડોકટરની સલાહો લેવા વિનંતી છે મારી” ( અને આ પ્રમાણે જ પોસ્ટોમાં ઉલ્લેખ કર્યો જ છે !)
  આટલું લખ્યું તેમ છતાં તમે તમારો અભિપ્રાય ના બદલો તેનો મને સ્વીકાર છે…….અને, અંતે હ્રદયભાવથી કહેવું છે કે..”તમે મારા બ્લોગ પર આવી, પોસ્ટો વાંચો છો, એ જાણી મને ખુબ જ ખુશી છે, અને તમોને “આભાર ” દર્શાવી રહ્યો છું !”>>>>ચંદ્રવદન.

  Reply
 • 30. Ramesh Patel  |  April 9, 2010 at 3:14 am

  aabhaara…I have read from e MAIL POST.
  તમારું શરીર ખુદ જાદુ જેવું છે
  Kanti Bhatt

  મનની શક્તિ સાથે શરીરશક્તિ ભળતાં સર્જાતા અદભૂત ચમત્કારો

  એક નાની ચમચી ઉપાડવા માટે આપણે હાથ લંબાવીએ ત્યારે હાથના ૩૦ જેટલા સાંધાઓ અને ૫૦ જેટલા સ્નાયુ (મસલ્સ) કામે લાગી જાય છે! મુંબઈનો એક માણસ પરામાંથી ટ્રેનમાં બેસીને નોકરીએ જાય અને બહુ શારીરિક શ્રમ ન કરતો હોય તોપણ તેના પગ ગજબનું કામ કરતા હોય છે.

  વૈજ્ઞાનિકો ગણતરી કરી છે કે એક માણસ સામાન્ય રીતે આખો દિવસ વોકિંગ કરે – ચાલે ત્યારે તેના પગે જે ભાર ઝીલ્યો હોય છે તે કુલ ૧૦૦૦ ટનના હથોડાના થપ્પા જેટલો હોય છે! પગની આ તાકાત એટલા માટે હશે કે શરીરનાં કુલ હાડકાંના ચોથા ભાગનાં હાડકાં માત્ર પગમાંથી ગોઠવાઈ ગયા છે. હૃદયની ટક ટક દિવસમાં એક લાખ વખત થાય છે. એટલે કે હૃદયના ધબકારા વર્ષમાં ૩૦૦ લાખ વખત ચાલુ હોય છે. મિનિટના ૭૦ ધબકારા થાય છે પણ કોઈ વખત સંગીત સાંભળીએ કે પડઘમ સાંભળીએ ત્યારે આ ધબકારામાં ઉમેરો પણ થાય છે.

  તમે જાણતા નહીં હો કે આપણા બંને પગ એકસરખા હોતા નથી તેની આપણને ભાગ્યે જ ખબર હોય છે. એક હાથ બીજા હાથ કરતાં સહેજ લાંબો હોય છે પરંતુ તે ભેદ એટલો સૂક્ષ્મ છે કે નરી આંખે દેખાય નહીં. ઘણાને જમણા પગનો બૂટ ફિટ બેસે પણ ડાબા પગે ઢીલો રહે છે. મસ્તક ઉપર એક બાજુ વાળ ઓછા ઊગે છે તે દેખીતું છે.

  Have you enjoyed?

  Aabhar..Kanti Bhatta

  Reply
  • 31. Dr. Chandravadan Mistry  |  April 9, 2010 at 2:55 pm

   The RESPONSE of KANTI BHATT was posted by RAMESHBHAI PATEL…& my RESPONSE is>>>>>>

   સ્નેહી કાન્તીભાઈ,

   તમે “માનવ તંદુરસ્તી”ની પોસ્ટ વાંચી…અને તમે જે “પ્રતિભાવ” રમેશભાઈને મોક્લ્યો…એ એમણે “ચંદ્રપૂકાર” પર મુક્યો…અને એ વાંચી મને ખુબ જ આનંદ થયો !

   તમે જે રીતે વર્ણન કરી માહિતીઓ આપી, તેમાંથી અનેકને જાણવાનું મળશે….તો. આશા છે કે તમે કોઈ વાર “ચંદ્રપૂકાર” પર પધારશો>>>>>ચંદ્રવદન.

   Reply
 • 32. Bhikhu & Tara (UK)  |  April 9, 2010 at 9:12 pm

  Namaste Kaka
  Excellent, It is very useful , you have explained the complex medical subject in a way that a lay person can understand, thank you so much.
  I would like to ask a simple question, I increasingly find it hard to remember a person’s name now and yet that person is almost in front of my eyes! what can one do to improve this embarassing memory behaviour?

  Bhikhu (UK)

  Reply
  • 33. chandravadan  |  April 14, 2010 at 1:35 pm

   ભીખુભાઈ,

   બ્લોગ પર આવી, પ્રતિભાવ આપ્યો તેથી ખુશી !

   સવાલ કર્યો કે>>>કોઈને મળે ત્યારે એનું નામ ના યાદ આવે ….કોઈક વાર આવું થાય એ તો જ્યારે આપણે ૬૦ કે ઉપરની વયના થઈએ ત્યારે સ્વભાવીક્ કે “નિચરલ”(NATURAL) કહેવાય….જો આ ફરી ફરી થાય, કે એ સિવાય બીજૂં અનેક ભુલાતું હોય તો ડોકટરની સલાહ લેવાની યોગ્યતા રહે >>>ચંદ્રવદન (કાકા)

   Reply
 • 34. Patel Popatbhai  |  April 19, 2010 at 2:28 am

  માનનીયચન્દ્રવદનભાઈ

  આપણે બીજાનું કે બીજું બધું જાણવા માટે ઘણી ઈન્તેજારી ધરાવતા હોઈએ છીએ. પોતાના શરીર બાબત જાણવુ શું ખોટું છે ???

  થોડું તો થોડું ,જેટલું પણ જાણીએ પોતા માટે સારું જ છે.

  Reply
 • 35. yogesh  |  August 12, 2010 at 1:31 pm

  156
  45656563
  2532

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

April 2010
M T W T F S S
« Mar   May »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: