સુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “

માર્ચ 24, 2010 at 2:43 એ એમ (am) 26 comments

 
 
 
 

 

સુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “

 
(૧) …..માનવ જીવન એટલે સરવાળો અને બાદબાકી……યાને સદગુણોનો સરવાળો, અને અવગુણોની બાદબાકી !
 
(૨) …..માનવી  ફક્ત વિચારો કરી અટકી જાય અને વિચારો અમલમાં ના મુકે, તો, મહાન-સુવિચારો પણ શું કામના ?
 
(૩) ….જીવનમાં અનુભવો માનવીને થોડું શીખવે છે પણ….અનુભવો સાથે “ભક્તિભાવ” ના હોય તો, એ અનુભવો એને અવગુણો તરફ દોરે છે !
 
(૪) ….”જનકલ્યાણ”રૂપી કે “પ્રભુભક્તિ”રૂપી ભોજન, માનવીને  એના જીવનમાં મળતા, એ ફક્ત સદગુણો જ અમલમાં મુકે છે !
 
                                   
                                            ચંદ્રવદન ( ફેબ્રુઆરી,૧૨, ૨૦૧૦ ) 
 

બે શબ્દો…..

 
આ સુવિચારોની પોસ્ટ પહેલા  થોડા “સુવિચારો” “મન/મોહમાયા/પ્રેમલાગણીઓ/ઈર્ષા-અભિમાન અને માનવતા” ના વિષયે પ્રગટ કર્યા હતા…..અનેક વાંચકોએ વાંચી, અનેક પ્રતિભાવો આપ્યા હતા……કોઈકે ઉલ્લેખ કર્યો હતો કે “સુવિચારો અમલમાં ના મુકાય તો એનુ મુલ્ય શું ?”…..આ ખરેખર સાચી વાત !……મેં આમ તો એક સુવિચારોની પોસ્ટમા “આચરણ ” વિષે મહત્વ સમજાવ્યું હતું …….પણ, હું ફરી વિચારોમાં રહ્યો…..અને, ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૦ના દિવસે  ઉપરના વિચારો મારા મન-હૈયામાંથી શબ્દોરૂપે બહાર આવ્યા, ….મેં એક પાન ઉપર લખી લીધા…..જે આજે હું એક “સુવિચારો”ની પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું.
મેં મારી રીતે વિચારોને “અમલ”માં મુકાય તે  વિષે લખ્યું …..એનો અર્થ એ નહી કે આ વાત અન્ય શબ્દોમાં ના કહી શકાય…અને, એથી જ હું વિનંતી કરૂં છું કે આ પોસ્ટ વાંચી, તમે તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જરૂરથી દર્શાવશો……આપણા સૌનું જ્ઞાન વધશે.એ મને તો ગમશે, તમને પણ ગમશે. હા, અહી મારે ચોખવટ કરવી છે કે તમે મારા વિચારોથી સહમત ના હોય, તો, તો હું આગ્રહપુર્વક કહું છું કે “ટીકારૂપી પ્રતિભાવ” મુકવાનું ચુકતા નહી !
 
ચંદ્રવદન.
 

અરે, હા, વધુમાં…..

બે શબ્દો “તો લખ્યા, પણ, અગત્યનું લખવાનું તો ભુલી જ ગયો ! આ “સુવિચારો”ની પોસ્ટ બાદ, હું ફરી  “માનવ તંદુરસ્તી“ની પોસ્ટો શરૂ કરૂં છું …..આશા છે કે તમને એ ગમે અને તમે સૌ પોસ્ટો વાંચવા પધારશો>>>>ચંદ્રવદન
 
FEW WORDS
 
Today,on March,24th 2010,& it is also CHAITRA SUD Nem (9th) or RAM-NAVAMI,I am publishing this Post on “Suvicharo”…meaning “Good Thoughts”or “Thoughts of Wisdom”
The Topic is “implementation of Thoughts into Actions”
You can have a very good thought, but if you do not put that practically into actions,,,what’s it’s Value ?
The “Experiences” of one’s Life teaches a lot..but the Divinty within can lead one towards “good deeds or Virtues”, and lacking that one can have “thoughts” which the Self considers as “good ” & will put them into “actions”….but these can lead him/her to the “Disaster”
Hope you like this message !
 
Chandravadan.

Entry filed under: સુવિચારો.

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા માનવ તંદુરસ્તી (૫)….ફરી ફક્ત ચર્ચા (૨)

26 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  માર્ચ 24, 2010 પર 3:03 એ એમ (am)

  આચરણ વગરનું બધું વ્યર્થ.
  તમે બ્લોગનો બહુ સારો ઊપયોગ કરો છો.

  જવાબ આપો
 • 2. Ishvarbhai R. Mistry & Family  |  માર્ચ 24, 2010 પર 4:09 એ એમ (am)

  Good thoughts and putting them in practice is the way to go.
  Well said Chandravadanbhai i like your block after reading you are right divinity can lead towards good deeds or virtue.
  Thankyou for sharing.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 3. dr.maulik shah  |  માર્ચ 24, 2010 પર 7:20 એ એમ (am)

  nice words but do we really put it in to practice ? I am unable to answer that.!! nevertheless you are fulfilling your duties of providing thoughts over these…GOOD JOB…

  જવાબ આપો
 • 4. Vishvas  |  માર્ચ 24, 2010 પર 11:20 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  શુભ રામનવમી તથા ચૈત્રી નવરાત્રી મારા અને મન તરફથી આપને તથા સૌ પરિવારજનોને.

  ખુબ જ સુંદર.
  માનવ જીવન એટલે સરવાળો અને બાદબાકી……યાને સદગુણોનો સરવાળો, અને અવગુણોની બાદબાકી !
  મિત્રતાના ગુણાકાર અને દુશ્મનીના ભાગાકાર…!!!

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  માર્ચ 24, 2010 પર 1:23 પી એમ(pm)

  Like you said, In your Webpage what you are and do for your community says it all.
  Action speaks louder than words.
  ” આચરણ વગરનું બધું વ્યર્થ.”
  see what gwwta and my Brrother padmashree jagdish K.Patel and Dr.Jitendra Trivedi has done in their life though they have Physical Disability.

  http://www.bpaindia.org for their work.Started by Visionary Jagdishbhai Patel in 1954 and largest in Asia serving Disablled peoples.

  Rajendra M.Trivedi,M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 6. pragnaju  |  માર્ચ 24, 2010 પર 1:31 પી એમ(pm)

  ખૂબ સુંદર

  સાધના એટલે- ગુણાત્મક પરિવર્તન

  સૌથી પ્રથમ ઈશ્વરના સામ્રાજ્યને અને એમના સદાચારને શોધો અને એ પછીથી બીજી બધી જ વસ્તુઓ આપોઆપ આવી મળશે.’ સદગુણોની પ્રાપ્તિ માટે આપણી જાતને ફરજ પાડવી એ પ્રલોભનોથી દૂર ભાગવા જેટલું જ નિરર્થક છે. આપણે સૌ સમજીએ છીએ કે સાચો વિજય કેવળ લડવાથી નથી મળતો પરંતુ હિંમત તથા શૌર્યપૂર્વકના યુદ્ધથી જ સાંપડી શકે છે. અને આપણે કોની સામે જંગ ખેલીએ છીએ તે પણ આપણે જાણી લેવું જોઈએ, નહિ તો હારવાનો સંભવ રહે છે. મહર્ષિએ પ્રદર્શાવેલો સીધો સાધનામાર્ગ એની ઉપર પગલાં ભરીએ છીએ ત્યારથી જ આપણે ક્યાં જવાનું છે અને શા માટે જવાનું છે એની માહિતી પૂરી પાડે છે. આ અનિત્ય જગતનો આપણો ત્યાગ આપણી આજુબાજુના લોકોથી લગભગ અજ્ઞાત હોય છે. ત્યારે કેવળ કાલ્પનિક કે સ્વપ્નસમાન બની રહેવાને બદલે સ્વાભાવિક તથા બુદ્ધિસંગત બને છે. એવે વખતે જે વસ્તુઓની વચ્ચે વસીએ છીએ તે વસ્તુઓના વાસ્તવિક મૂલ્યને આપણે અનુભવના આધાર પર સમજી શકીએ છીએ

  જવાબ આપો
 • 7. sapana  |  માર્ચ 24, 2010 પર 2:24 પી એમ(pm)

  સુ વિચારો સારાં છે આપણે સારું વાંચન કરીએ તો આપણુ મન પણ નિર્મળ બને લખતા રહેશો..અમે પણ ડૂબકી મારી પવિત્ર બનીએ
  સપના

  જવાબ આપો
 • 8. Capt. Narendra  |  માર્ચ 24, 2010 પર 3:19 પી એમ(pm)

  Noble thoughts. Very inspiring. Thanks for sharing.

  જવાબ આપો
 • 9. arvind  |  માર્ચ 24, 2010 પર 5:15 પી એમ(pm)

  શ્રીચન્દ્રવદંભાઈ
  આપનો પ્રયાસ સરાહનીય છે. પરંતુ આજના સમયમાં સુ-વિચારોનું સ્થાન નોટ-બૂક બ્લેક-બોર્ડ અને હવે તો પુસ્તકાકારે પણ મળતું થયુ છેં પણ આચરણમાં મૂકાવાનું લુપ્ત થતુ જોવા મળે છે. સુ-વાક્યો લખવા બોલવા અને વાંચવા જાણે ફેશન હોય તેવું ક્યારે ક લાગે છે. આવા વાક્યો બોલનાર વાચનાર અને આપણને સંભાવનારના જીવન અને કવન તેથી તદન વિરૂધ્ધ હોવાનું મોટાભાગના લોકો જાણતા હોય છે.આમ જીવનમાં દંભ અને પાખંડમાં માહેર લોકો બરાબર લાભ ( ? ) ઉઠાવતા રહે છે. અસ્તુ ! ચાલો આપણે ઈચ્છીએ કે ઈશ્વર આવા લોકોને સદબુધ્ધ્દિ આપે !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 10. Vivek Anand  |  માર્ચ 24, 2010 પર 7:01 પી એમ(pm)

  I agree with the commments of Arvind as above.

  Only actions speak louder than the words.

  Let your life be the message.

  જવાબ આપો
 • 11. Dr. Chandravadan Mistry  |  માર્ચ 24, 2010 પર 9:57 પી એમ(pm)

  This is an Email Response from CHANDRASHEKHAR BHATT of LA>>>>>

  RE: NEW POST….SUVICHAROWednesday, March 24, 2010 7:44 AMFrom: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “‘chadravada mistry'” Bhai Chandravadan:

  I must openly confess that I have not recently visited your blog. Daily routines are so overwhelming that many a time some basics are lost. However, I am glad that we were able to connect after 40+ yrs and that too with a creative poet. Your sarjan of all levels is very unique as such is spontaneously flowing within you. In what other way one must see RAM? Your inspiration alone is a divine experience. May these flows of feelings have ever increasing tides to experience your full potentiality.

  Chandrashekhar

  જવાબ આપો
 • 12. Dr. Chandravadan Mistry  |  માર્ચ 24, 2010 પર 9:59 પી એમ(pm)

  This is an Email from GULABBHAI of UK>>>>>

  Flag this messageRE: NEW POST….SUVICHAROWednesday, March 24, 2010 12:03 PMFrom: “Gulab Mistry” View contact detailsTo: “chadravada mistry” I have read all you say.

  Let your life be your message.

  જવાબ આપો
 • 13. Ramesh Patel  |  માર્ચ 25, 2010 પર 12:05 એ એમ (am)

  માનવ જીવનનું નિરીક્ષણ ,જાત અનુભવ,સુવિચારોનો સત્સંગ

  અને ત્યાર બાદ કલ્યાણકારી વિચારોનો અમલ આ બધું આપે

  કહ્યું તેમ જીવન મૂડીનો સરવાળો અને બાદબાકી.

  આજ માનવતાનો માપ દંડ.

  સરસ બ્લોગ પોષ્ટ.

  રમેશ પટેલ(આકશદીપ)

  જવાબ આપો
 • 14. Harnish Jani  |  માર્ચ 25, 2010 પર 1:54 એ એમ (am)

  ..માનવ જીવન એટલે સરવાળો અને બાદબાકી……યાને સદગુણોનો સરવાળો, અને અવગુણોની બાદબાકી

  આ સુવિચાર મને ગમ્યો.-આમ જોકે બધાં ગમ્યા છે. પણ મારા જેવાને આમાં શોર્ટ કટ દેખાયો.

  જવાબ આપો
 • 15. PATEL POPATBHAI  |  માર્ચ 26, 2010 પર 1:09 પી એમ(pm)

  મા. શ્રી ચંદ્રવદનભઈ

  સુવિચારો, સુવિચારો હોઈ શકે, આચરણ સંજોગો અનુસાર માનવીએ કરવો રહ્યો. આપણે ત્રણ ચાર બાળકોને સાથે બેસાડી ગાડી ચલવતા હોઇએ, અચાનક એક તરફ્થી જીવવા ખાતર ટકી રહેલાં ઘરડાં માજી ગમે ત્યારે વહ્યાં જાય એવાં અને બીજી તરફથી બિલાડીનું બચ્ચું પસાર થાવાના હોય, પાછળ ખુબ જ ઝડપથી મોટો ખટારો ધસમસતો આવતો હોય, બ્રેક મારવાની હાલતમાં આપણે નથી. આ સ્થિતીમાં શું કરવું. મારી પોતની વાત કરું તો બિલાડીને મારું અહીં પાપ તો કર્યું જ પણ ………….!!!!! પણ !!!!! મને ઓછી સજા થાય માટે ??? કે પછી !!!! ???

  જવાબ આપો
  • 16. Dr. Chandravadan Mistry  |  માર્ચ 26, 2010 પર 2:11 પી એમ(pm)

   પોપટભાઈ,

   તમે પધારી જે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમારો પ્રતિભાવ વાંચી ખુબ જ ખુશી !….આમ તો હું બ્લોગ પર જવાબ અંગ્રેજીમાં જ આપું…પણ તમે ગુજરાતીમાં લખ્યું (અને હવે અનેક બ્લોગોમાં ગુજરાતીમાં પ્રતિભાવો આપો છો) તો થયું કે હું પણ ગુજરાતીમાં જ લખું>>>તમે જે દાખલારૂપે લખ્યું અને જે “આચરણ”થયું તે સંજોગો આધારીત યોગ્ય જ હતું ! હવે, આપણે “ગીતા”માં પ્રવેશ કરીએ…..શરૂઆતમાં જ “યુધ્ધ” એટલે “બીજા માનવીઓને મારવાની વાત “…..પણ, આ યુધ્ધને “ધર્મ-યુધ્ધ” કહેવાયું છે….અહી, પ્રભુ જ અર્જુનને યુધ્ધ કરવા શક્તિ આપે છે !…..હવે, સંસારના “સાધારણ માનવીઓ”ને નિહાળીએ….માનવીઓ ચાતતા ચાલતા જાણે અજાણે કેટલા જીવ-જંતુઓને મારે છે …અને, શાંતીથી માનવ બેઠો હોય ત્યારે મચ્છર આયતા એનાથી બચવા (કે મેલેરીયા જેવા રોગથી બચવા)એ એને મારે છે….અહી, માનવીમા કાર્યોને “પાપ” ગણીશું તો એ ખોટું છે ….માનવું રહ્યું કે પ્રભુએ બનાવેલી આ દુનીયામાં “જન્મ-મરણ” સૌને ભોગવવું જ પડે….જ્યારે, આવું કાર્ય “અધર્મ” કે “જાણમાં સ્વાર્થરૂપી” હોય ત્યારે અન્ય જીવને મારવું “અયોગ્ય જે પાપ-સમાન” બની જાય છે !……હવે, તમે જે સંજોગોમાં “બિલાડીના મરણ”નો દાખલો આપ્યો..તે પાપ નથી એવું હું કહું ….અન્ય કોઈ આ ધટનાને જુદી રીતે નિહાળી શકે છે !

   પોપટભાઈ, ફરી બ્લોગ પર પધારતા રહેશો !>>>>ચંદ્રવદન,

   જવાબ આપો
 • 17. Thakorbhai Mistry  |  માર્ચ 27, 2010 પર 8:17 પી એમ(pm)

  One’s thoughts, speech and actions will bear a seal of full confidence if one is sincere in all your tasks and having Almighty in mind in them

  જવાબ આપો
 • 18. sudhir patel  |  માર્ચ 28, 2010 પર 2:58 એ એમ (am)

  Very nice, inspiring and useful thoughts presented by you.
  We all have to try to implement them in our day to day life to get most positive out of it!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 19. Dilip Gajjar  |  માર્ચ 28, 2010 પર 9:38 એ એમ (am)

  વિચાર માઇનસ આચાર બરાબર શૂન્ય… કવિઓ, લેખકો જો વિચાર ની વાહ્વામાં ખોવાઈ જાય અને આચારો પ્રત્યે ઉપેક્ષા દાખવે તો શો અર્થ ? સુંદર સુવાક્યો પ્રેર્ણા આપી શકે..

  જવાબ આપો
 • 20. Dr.Shashikant D.Mistry  |  માર્ચ 28, 2010 પર 3:56 પી એમ(pm)

  Dear Chandravadanbhai,

  It is true that action is most important than mere words however noble they seem. We often read lots of words in books of wisdom as well as from the lectures of saints but they only mean something to the author, readers listners if put in practice what is preached. Empty words carry no weight. Practice makes them very valuable.

  Shashibhai

  જવાબ આપો
 • 21. PARESH  |  માર્ચ 29, 2010 પર 6:53 એ એમ (am)

  શ્રીચન્દ્રવદંભાઈ
  આપનો પ્રયાસ સરાહનીય છે. સરસ બ્લોગ પોષ્ટ. ખુબ જ સુંદર.

  વડલાનાં એક નાનકડા બીજમાંથી ઊગેલું વિશાળ વડવાઇઓ ધરાવતું વટવ્રુક્ષ તમે નિહાળો છો ત્યારે એક ક્ષુલ્લક બીજની કીંમત કદાચ તમને સમજાય છે. તમે કરેલા એક સાત્વિક વિચારની શું કોઈ જ કિંમત નહિ હોય ?

  જવાબ આપો
 • 22. PARESH  |  માર્ચ 29, 2010 પર 7:03 એ એમ (am)

  (૧) …..માનવ જીવન એટલે સરવાળો અને બાદબાકી……યાને સદગુણોનો સરવાળો, અને અવગુણોની બાદબાકી !
  સરસ બ્લોગ પોષ્ટ. ખુબ જ સુંદર.

  જીવનનાં ગણિતની એકજ શરત છે. બધી જ ગણતરીઓનાં અંતે ભાગાકાર થાય ત્યારે શેષ ન વધવી જોઈએ !

  જીવનનું ગણિત ક્યાં સહેલું છે ? લાખ ગણતરીઓનાં અંતે જો “તે” ન જ મળ્યો તો દાખલો તો ખોટો જ ને ?

  “તે” તો એકડો બનીને ઊભો જ છે તારી રાહ જોતો ! તારે જેટલાં મીંડા લગાવવા હોય તેટલી વાર તું શૂન્ય બન !

  જવાબ આપો
 • 23. તેજસ શાહ  |  એપ્રિલ 1, 2010 પર 8:41 એ એમ (am)

  Excellent thoughts. Very practical description of the real human life! Thanks

  જવાબ આપો
 • 24. Nathubhai Mistry  |  એપ્રિલ 6, 2010 પર 1:33 એ એમ (am)

  Very informative . Enjoyed every bit of it.

  Congratulation on your hard work and retirement
  well spent.

  જવાબ આપો
 • 25. jay  |  સપ્ટેમ્બર 12, 2010 પર 9:32 એ એમ (am)

  ..માનવ જીવન એટલે સરવાળો અને બાદબાકી……યાને સદગુણોનો સરવાળો, અને અવગુણોની બાદબાકી

  A SUVICHAR MANE FIND

  જવાબ આપો
  • 26. chandravadan  |  સપ્ટેમ્બર 13, 2010 પર 2:10 એ એમ (am)

   Jaybhai…It was nice of you to visit my Blog & read this Old Post…..Thanks for the Comment….”the ending word “FIND”…failed to understand !
   Hope you will REVISIT my Blog & read KAVYO..TUNKI VARTA Etc too !
   DR. CHANDRAVADAN

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,137 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: