વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

March 20, 2010 at 4:57 pm 18 comments

 
 
 
 

William's Tales
 
 

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

 
                        ચંદ્ર-વલિ મિત્રતા
 
 
“મળ્યો હું વલિભાઈને કેવી રીતે ?” પુછો એવું તમે,
 
તો, જવાબરૂપે કહેવું છેઃ “જાણો હવે મારા મિત્રને તમે” ……(ટેક)
 
વિજય શાહના બ્લોગે પોસ્ટ નીચે નામ હતું વલિભાઈ મુસા,
 
પોસ્ટ વાંચી, વલિભાઈને જાણવા થઈ હૈયે એક ઈચ્છા,
 
આ છે એક શરૂઆત ન્યારી !………મળ્યો હું ……(૧)
 
જાણ્યો “વિલિયમ્સ ટેઈલ્સ” નામે બ્લોગ એમનો,
 
પ્રતિભાવો એક બીજાને આપતા, જાણ્યો ઈમેઈલ એમનો,
 
ચંદ્ર વલિ ન રહ્યા દુર હવે !……મળ્યો હું …….(૨)
 
વધુ પરિચયે જાણ્યા એમને ગુજરાતના બનાસકાંઠાના રહીશ સ્વરૂપે,
 
અનેક ઈમેઈલો સ્નેહભાવે કરતા, મળ્યા ચંદ્રને વલિ મિત્ર સ્વરૂપે !
 
આ જ છે ચંદ્ર-વલિ મિત્રતા !…….મળ્યો હું ……(૩)
 
છત્રછાયા પિતાજીની ગુમાવી, સોળ વર્ષના વલિએ,
 
કોલેજ અભ્યાસ પુર્ણ કર્યો ખંત મહેનત કરીને,
 
એ જ ખરેખર “ઈનસાન” જગનો, પણ મિત્ર મારો !……મળ્યો હું ….(૪)
 
 
કાવ્ય રચના…તારીખ ફેબ્રુઆરી,૨૩, ૨૦૧૦            ચંદ્રવદન
 
 
 

બે શબ્દો,……..

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)ની પોસ્ટરૂપે આજે તમને મારા મિત્ર વલિભાઈ મુસાની ઓળખાણ આપું છું. તમે ઉપરના કાવ્યરૂપે થોડું જાણી લીધું છે….છતાં , “બે શબ્દો” દ્વારા થોડું વધુ.
 
વિજયભાઈ શાહના બ્લોગ પર પ્રગટ થયેલી એમની પોસ્ટ વાંચી, એમનું નામ જાણ્યું , અને ધીરે ધીરે એમને વધુ જાણ્યા, અને એમનો બ્લોગ “William’s Tales “પર જાતા હું એમની નજીક આવવા લાગ્યો….બ્લોગ પર એમના અનેક અંગ્રજી લખાણો પોસ્ટોરૂપે વાંચ્યા….થોડી પોસ્ટો ગુજરાતીમાં પણ વાંચી…..બધી પોસ્ટો વાંચતા મને અનુભવ થયો કે “વલિભાઈ એક દયા-પ્રેમ્ભાવ ભર્યા માનવી છે ….અને એમનું ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વાંચન ઘણું જ ઉંડુ હતું “…..એમણે ગુજરાતી -અંગ્રેજી લેખો સિવાય થોડી “કાવ્ય રચનાઓ” પણ કરી છે. કાવ્ય હોય કે લેખ હોય …કે પછી  એમનો અન્ય બ્લોગ પર “પ્રતિભાવ”રૂપે હોય ……આ સર્વમાં એમના “ઉંડા વાંચન જ્ઞાન”ના દર્શન  થાય છે ! વાંચી, જાણી,  હું ખુબ જ પ્રભાવીત થઈ, ઈમેઈલોથી એમને મળતો રહ્યો,,,….અને હું એમના દીલ સુધી પહોંચી ગયો,…જેના પરિણામે છે આ “અમારી મિત્રતા “!
 
વલિભાઈ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના રહીશ છે…પરિવારના ધંધામાં ગુંથાયેલા રહે છે, અને પરિવારમા માર્ગદર્શન આપતા રહે છે …..એમનું જીવન આનંદીત છે …ભક્તિ એમના હ્રદયમાં છે …એમના બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરી, એઓ આનંદ અનુભવે છે એમના બ્લોગ “વીલીયમ્સ ટેઈલ્સ” (WILLIAM’S TALES) પર જઈ એમને વધુ જાણવા માટે વિનંતી છે મારી ! એ માટે “લીન્ક” છે>>>>>
 
 
મિત્ર વલિ વિષે જે મારા હ્રદયમાં હતું તે મેં લખ્યું……તમે એમને જાણો…..મળ્યો નથી એમને, અને દુરથી પ્રાર્થના કરૂં કે ” મારા મિત્ર તંદુરસ્ત રહે, એમનું જીવન આનંદભર્યું રહે, અને એમના બ્લોગ દ્વારા એઓ સૌને “પ્રસાદી ” આપતા રહે “>>>>>>ચંદ્રવદન
 
 
અને હવે…..
ઉપરનું લખાણ  મેં થોડા દિવસો પહેલા ટાઈપ કર્યું હતું ….અને, ત્યારબાદ, એમણે ઈમેઈલથી મને એમનો ટેલીફોન નંબર મોક્લ્યો…અને, હું એમને ફોનથી મળવા માટે આતુર હતો….માર્ચ ૨, ૨૦૧૦ના ફોન કર્યો તો ના મળ્યા…..વિચાર્યું કે હવે આવતી કાલે સાંજે ફરી ફોન કરીશ….પણ…….મારાથી રહેવાયું નહી,અને ભારતમાં સવાર થાય એટલે જ ફોન તારીખ માર્ચ ૩, ૨૦૧૦ ન રોજ કરતા એઓ મળ્યા…પ્રથમ વાર એમની સાથે વાતો કરતા મારા હૈયે એક અનોખો આનંદ હતો ! એમના હૈયે પણ એવો જ આનંદ હતો ! બે મિત્રો જાણે રૂબરૂ મળતા હોય એવું થયું !
>>>ચંદ્રવદન
 
 
 
FEW   WORDS…….
 
Today, I have another Post on “VYAKATI PARICHAY–MITRATA…and it is on  VALIBHAI MUSA of  Kanod, Banaskantha Dist. of GUJARAT.
As I am telling of some of the Friends I had made while surfing on the GUJARATI WEBJAGAT….you have the answer to how I know him….BUT, by reading my KAVYA (Poem), you get a better picture of that journey of knowing him & making him my FRIEND.
I remember reading his name on one of the Posts published on Vijay Shah’s Blog…..I liked it….I wanted to know more…I visited his Blog “WILLIAM’s TALES”. Now by reading his Posts, I realised that he is prolific writer who was having good command of ENGLISH & GUJARATI.
But, by reading the Posts on his Blog & also reading his “comments” on my Blog Chandrapukar & other Blogs I came to know him as a “man of honesty, with LOVE for others & full of “love for God “…My Email contacts brought me CLOSER to him…eventually leading to the “phone conversation” recently.
I DID MOT MEET him yet….but God willing that’s POSSIBLE !
I had painted the picture of Valibhai as I see him….BUT, in order to know him more, please VISIT his Blog “Williams Tales” & the LINK is>>>>
 
 
I hope you like this Post on “Vyakti Parichat–Mitrata”…..This is the 5th & last Post on this Topic for NOW…..but I will come  back soon to share more on OTHERS. Will you wait for that ? I am sure YOU WILL !
Thanks for your support…..SO MANY had viewed the last 4 Posts & I am certain that MANY will VIEW this Post….& there will be COMMENTS too !
 
DR. CHANDRAVADAN MISTRY
 

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે. સુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “

18 Comments Add your own

 • 1. Harnish Jani  |  March 20, 2010 at 7:12 pm

  હમણાં જ વિજય શાહના પુસ્તક “નિવ્રૂત્તીની પ્રવ્રૂત્તી” નું અવલોકન શ્રી વલીભાઇના શબ્દોમાં વાંચ્યું-કમનસિબે મેં એમનું કાં જ વાંચ્યું નથી-મને એમના પુસ્તકો કયાંથી મેળવવા એ માહિતી આપશો.
  મુસા નામ સાંભળતાં જ મને મારા મિત્ર મુસાજી-દીપક બારડોલીકર યાદ આવ્યા.

  Reply
  • 2. Dr. Chandravadan Mistry  |  March 20, 2010 at 7:44 pm

   Harnishbhai…It is nice of you to be the 1st to comment for this Post….THANKS !…I will pass on this to Valibhai & I am sure he will reply. If I know anything myself, I will Email you too.BUT, please CLICK on the LINK to his Blog & read some of the published Posts.
   CHANDRAVADAN MISTRY.

   Reply
 • 3. dhavalrajgeera  |  March 20, 2010 at 8:54 pm

  Dear Chandra,

  Do give your friends name and make a web of internet friends.
  Waiting for PDF of this before spring ends!!!

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Reply
 • 4. vijayshah  |  March 20, 2010 at 9:26 pm

  saras parichay…nice to see both Vadil Mitro togather..

  Reply
 • 5. પંચમ શુક્લ  |  March 20, 2010 at 10:01 pm

  Good to know this personality. I will visit his website.

  Reply
 • 6. Ramesh Patel  |  March 20, 2010 at 11:26 pm

  વેબ જગતના તાંતણા રેશમયા થઈ

  સાહિત્યના દર્પણથી અનેરો પરિચય

  મિત્ર વર્તુળનેઆપ કરાવી રહ્યાછો. આપ એક નવો

  રાહ દોરી રહ્યાછો.શ્રી સુરેશભાઈના

  સારસ્વત પરિચય બાદ એક લોકભોગ્ય

  શ્રેણી બદલ ડૉ શ્રી ચંદ્રવદનભાઈને

  અભિનંદન.

  શ્રી મુસાભાઈના આ બ્લોગ જગતની

  સુવાસ જરૂરથી માણતા રહીશું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. પટેલ પોપટભાઈ  |  March 21, 2010 at 6:29 am

  શ્રી ચન્દ્રવદનભાઈ

  “ચંદ્રા-વલિ” મિત્ર પરિચય બદલ આભાર. જનાબ વલિભાઈનો ” ઊંધો એક્ડો ” વાંચ્યો.

  Reply
 • 8. Capt. Narendra  |  March 21, 2010 at 1:20 pm

  Thank you for introducing Valibhai. But for your post, I would have never known such a nice person. Your post led me to visit Valibhai’s blog and would like to reproduce (*copy-paste’ my own letter – which no one can call plagiarism!) the comment I posted in Valibhai’s blog:

  “It is nice to know you (courtesy Dr. Chandravadanbhai) though I very much wish I had known about you much earlier! I was posted in BSF Dantiwada for three years and it would have been such a great pleasure to meet you.

  I read a few posts in your blog and liked them. Thoughts that come from the heart touch the hearts of others and they become a bridge. Your writing is one such bridge which has joined hearts of like minded people. Yes, indeed, it is nice to know you.

  Reply
 • 9. Ishvarbhai R. Mistry & Family  |  March 21, 2010 at 6:08 pm

  Dear Chandravadbhai,
  Thanks for the post of Valibhai. It was very interesting i enjoyed reading about sense of humour. Thankyou for sharing.

  Ishvarbhai R. Mistry

  Reply
 • 10. pragnaju  |  March 21, 2010 at 9:56 pm

  આ બે શેર યાદ આવે છે
  ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
  કબરો ઉઘાડી જોયું તો ઈનસાન નીકળ્યા.

  એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો,
  કહેવાનું ઘણું હો ને યાદ ન આવે.

  Reply
 • 11. Dilip Gajjar  |  March 22, 2010 at 9:48 am

  વેબ જગતમા મિત્રતા સરળ થૈ શકે છે જો ગમ્ભીરતા પૂરવક સાચે જ જો મિત્ર બનવાની તૈયારી હોય તો તે વાત ચન્દ્રવદનભાઈ પુરવાર કરી રહ્યા છે..લખતા રહો…કાવ્ય ગમ્યું…તેરે મેરે સપને ..પ્રતિભાવ બદલ આભાર

  Reply
 • 12. arvind adalja  |  March 22, 2010 at 11:35 am

  શ્રી ચંદ્રવદનભાઈ
  આપનો મિત્રોને પરિચય કરાવવાનો આ ઉપક્ર્મ તદન નવો ચીલ્લો પાડે છે. અભિનંદન ! વલીભાઈ વિષેની અ પોષ્ટ વાંચ્યા બાદ તેમના બ્લોગ ની મુલાકાત લઈશ્ આજ સુધી ક્યારે ય તેમના બ્લોગ ઉપર ગયો નથી. આવા ઉમદા મિત્રોના પરિચયથી આનંદ આવે છે.

  સ-સ્નેહ
  અરવિંદ

  Reply
 • 13. Valibhai Musa  |  March 22, 2010 at 8:18 pm

  માન્યવર ચન્દ્રવદનભાઈ, વ્યક્તિપરિચય(૫)ના કોમેન્ટેટર મિત્રો-વડીલો-ભાઈઓ અને મારા પોતાના બ્લોગ ઉપર હમણાં તાજેતરમાં જ પોતાની કોમેન્ટ્સ મૂકનારા પરિચિત -અપરિચિત મહાનુભાવો,

  સઘળા બ્લોગજગત સાથે સંકળાએલા રસિકજનોનું અભિવાદન કરતાં આનંદ અનુભવું છુ. ચન્દ્રવદભાઈ તો ગુણાનુરાગી જીવ હોઈ સૌ કોઈમાં તેમને ગુણો જ દેખાય. મારા પોતાના બ્લોગમાંના આત્મપરિચયમાં જણાવ્યા મુજબ હું તો સામાન્ય માણસ છું અને, જોજો ભાઈલાઓ, એમની વાતોમાં આવી જઈને મારા વિષેનો કોઈ ઊંચો ખ્યાલ સેવી બેસતા નહિ. આ તો હું મને સારી રીતે જાણતો હૉઈ આપ સૌને વાકેફ કરી દીધા!

  માફ કરજો મારા મિત્રો, સ્વભાવ જ કંઈક રમતિયાળ હોઈ સંસ્કૃતના વિદ્વાનશ્રી કુન્તકના વક્રોક્તિવાદનો ચાહક છું અને તેથી જ તો ક્યાંક ને ક્યાંક નાનીઅમથી પણ તક મળતાં જ વક્ર કથનને અજમાવી લઉં છું. અહીં પણ મારો એ જ Mood (મિજાજ) કૂદી પડ્યો અને મેં તેને રોક્યો નહિ.

  કોમેન્ટબોક્ષ એ સાંકડી મઢિ છે અને (બાવા નહિ) સૌને કંઈક વધુ લખવાના ‘લ્હાવા’ ઘણા હોય છે! ચન્દ્રવદનભાઈને તેમના કોલેજકાળ તરફ લઈ જાઉં છું અને કલ્પિત Annual Day ના રંગરંગીલા Fish Pond ના કાર્યક્રમમાં ઊભા કરું છું અને તેમના મુખનાં વખાણ કરતાં કહું છું કે આપનો ચહેરો (વદન) ચન્દ્ર જેવો છે. મને ખાત્રી છે કે ગુજરાતી સાહિત્યના વરણાગી કવિ દયારામની કાવ્યકૃતિ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’માંની રાધિકા મુખે મુકાએલી પંક્તિઓ જેવું મને અનુલક્ષીને કોઈક કવિત્વ તો તેઓશ્રી નહિ જ રચી બેસે! કૃતિ માણવી છે? તો અહીં Click- http://www.mavjibhai.com/kavita%20files/shyamrang.htm કરો.

  ‘ભાર વિનાના ભણતર’ જેવો ‘ભાર વિનાનો સૌનો આભાર’ માનતાં અહીં વિરમું છું.

  ધન્યવાદ.
  – વલીભાઈ મુસા

  Reply
  • 14. arvind adalja  |  March 23, 2010 at 6:11 am

   શ્રી વલીભાઈ
   આપના સુંદર અને નિખાલસ પ્રતિભાવ માટે આભાર ! આજે જ આપના બ્લોગની મુલાકાત લીધી અને આજ સુધી આવા સુંદર બ્લોગની જાણકારી નહિ હતી તે મનોમન ખુચ્યુ પણ ખરું ! ખેર ! હવે વારંવાર મુલાકાત લેતો રહીશ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Reply
 • 15. Dr. Chandravadan Mistry  |  March 22, 2010 at 8:32 pm

  Thanks,Valibhai for reading this POSTt…& also reading ALL COMMENTS……Thanks for your nice words for ME….& also for THANKING ALL THE READERS.
  I also take the opportunity to THANK ALL for reading this Post..& also POSTNG these COMMENTS…I additinally THANK all for visiting VALIBHAI’s Blog WILLIAM’S TALES.
  Those who will visit this Blog & read this Post in the Future, I say THANKS in advance !
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 16. sapana  |  March 22, 2010 at 9:33 pm

  આભાર ચનદ્રવદનભાઈ
  સપના

  Reply
 • 17. સુરેશ જાની  |  March 23, 2010 at 4:37 pm

  વલીભાઈનો પરિચય કરાવવા માટે આભાર .

  Reply
 • 18. Dr.Shashikant D.Mistry  |  March 28, 2010 at 3:32 pm

  Dear Chandravadanbhai,

  Thank you very much for introducing Shri Valibhai Moosa.

  It is easier to make friends but you have the ability to keep them as friends for a long time.

  May your friendship with Shri Valibhai Moosa grow from strength to strength and keep us informed about him from time to time through your blog.

  Shashibhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

March 2010
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: