Archive for માર્ચ 20, 2010

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

 
 
 
 

William's Tales
 
 

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

 
                        ચંદ્ર-વલિ મિત્રતા
 
 
“મળ્યો હું વલિભાઈને કેવી રીતે ?” પુછો એવું તમે,
 
તો, જવાબરૂપે કહેવું છેઃ “જાણો હવે મારા મિત્રને તમે” ……(ટેક)
 
વિજય શાહના બ્લોગે પોસ્ટ નીચે નામ હતું વલિભાઈ મુસા,
 
પોસ્ટ વાંચી, વલિભાઈને જાણવા થઈ હૈયે એક ઈચ્છા,
 
આ છે એક શરૂઆત ન્યારી !………મળ્યો હું ……(૧)
 
જાણ્યો “વિલિયમ્સ ટેઈલ્સ” નામે બ્લોગ એમનો,
 
પ્રતિભાવો એક બીજાને આપતા, જાણ્યો ઈમેઈલ એમનો,
 
ચંદ્ર વલિ ન રહ્યા દુર હવે !……મળ્યો હું …….(૨)
 
વધુ પરિચયે જાણ્યા એમને ગુજરાતના બનાસકાંઠાના રહીશ સ્વરૂપે,
 
અનેક ઈમેઈલો સ્નેહભાવે કરતા, મળ્યા ચંદ્રને વલિ મિત્ર સ્વરૂપે !
 
આ જ છે ચંદ્ર-વલિ મિત્રતા !…….મળ્યો હું ……(૩)
 
છત્રછાયા પિતાજીની ગુમાવી, સોળ વર્ષના વલિએ,
 
કોલેજ અભ્યાસ પુર્ણ કર્યો ખંત મહેનત કરીને,
 
એ જ ખરેખર “ઈનસાન” જગનો, પણ મિત્ર મારો !……મળ્યો હું ….(૪)
 
 
કાવ્ય રચના…તારીખ ફેબ્રુઆરી,૨૩, ૨૦૧૦            ચંદ્રવદન
 
 
 

બે શબ્દો,……..

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)ની પોસ્ટરૂપે આજે તમને મારા મિત્ર વલિભાઈ મુસાની ઓળખાણ આપું છું. તમે ઉપરના કાવ્યરૂપે થોડું જાણી લીધું છે….છતાં , “બે શબ્દો” દ્વારા થોડું વધુ.
 
વિજયભાઈ શાહના બ્લોગ પર પ્રગટ થયેલી એમની પોસ્ટ વાંચી, એમનું નામ જાણ્યું , અને ધીરે ધીરે એમને વધુ જાણ્યા, અને એમનો બ્લોગ “William’s Tales “પર જાતા હું એમની નજીક આવવા લાગ્યો….બ્લોગ પર એમના અનેક અંગ્રજી લખાણો પોસ્ટોરૂપે વાંચ્યા….થોડી પોસ્ટો ગુજરાતીમાં પણ વાંચી…..બધી પોસ્ટો વાંચતા મને અનુભવ થયો કે “વલિભાઈ એક દયા-પ્રેમ્ભાવ ભર્યા માનવી છે ….અને એમનું ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વાંચન ઘણું જ ઉંડુ હતું “…..એમણે ગુજરાતી -અંગ્રેજી લેખો સિવાય થોડી “કાવ્ય રચનાઓ” પણ કરી છે. કાવ્ય હોય કે લેખ હોય …કે પછી  એમનો અન્ય બ્લોગ પર “પ્રતિભાવ”રૂપે હોય ……આ સર્વમાં એમના “ઉંડા વાંચન જ્ઞાન”ના દર્શન  થાય છે ! વાંચી, જાણી,  હું ખુબ જ પ્રભાવીત થઈ, ઈમેઈલોથી એમને મળતો રહ્યો,,,….અને હું એમના દીલ સુધી પહોંચી ગયો,…જેના પરિણામે છે આ “અમારી મિત્રતા “!
 
વલિભાઈ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના રહીશ છે…પરિવારના ધંધામાં ગુંથાયેલા રહે છે, અને પરિવારમા માર્ગદર્શન આપતા રહે છે …..એમનું જીવન આનંદીત છે …ભક્તિ એમના હ્રદયમાં છે …એમના બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરી, એઓ આનંદ અનુભવે છે એમના બ્લોગ “વીલીયમ્સ ટેઈલ્સ” (WILLIAM’S TALES) પર જઈ એમને વધુ જાણવા માટે વિનંતી છે મારી ! એ માટે “લીન્ક” છે>>>>>
 
 
મિત્ર વલિ વિષે જે મારા હ્રદયમાં હતું તે મેં લખ્યું……તમે એમને જાણો…..મળ્યો નથી એમને, અને દુરથી પ્રાર્થના કરૂં કે ” મારા મિત્ર તંદુરસ્ત રહે, એમનું જીવન આનંદભર્યું રહે, અને એમના બ્લોગ દ્વારા એઓ સૌને “પ્રસાદી ” આપતા રહે “>>>>>>ચંદ્રવદન
 
 
અને હવે…..
ઉપરનું લખાણ  મેં થોડા દિવસો પહેલા ટાઈપ કર્યું હતું ….અને, ત્યારબાદ, એમણે ઈમેઈલથી મને એમનો ટેલીફોન નંબર મોક્લ્યો…અને, હું એમને ફોનથી મળવા માટે આતુર હતો….માર્ચ ૨, ૨૦૧૦ના ફોન કર્યો તો ના મળ્યા…..વિચાર્યું કે હવે આવતી કાલે સાંજે ફરી ફોન કરીશ….પણ…….મારાથી રહેવાયું નહી,અને ભારતમાં સવાર થાય એટલે જ ફોન તારીખ માર્ચ ૩, ૨૦૧૦ ન રોજ કરતા એઓ મળ્યા…પ્રથમ વાર એમની સાથે વાતો કરતા મારા હૈયે એક અનોખો આનંદ હતો ! એમના હૈયે પણ એવો જ આનંદ હતો ! બે મિત્રો જાણે રૂબરૂ મળતા હોય એવું થયું !
>>>ચંદ્રવદન
 
 
 
FEW   WORDS…….
 
Today, I have another Post on “VYAKATI PARICHAY–MITRATA…and it is on  VALIBHAI MUSA of  Kanod, Banaskantha Dist. of GUJARAT.
As I am telling of some of the Friends I had made while surfing on the GUJARATI WEBJAGAT….you have the answer to how I know him….BUT, by reading my KAVYA (Poem), you get a better picture of that journey of knowing him & making him my FRIEND.
I remember reading his name on one of the Posts published on Vijay Shah’s Blog…..I liked it….I wanted to know more…I visited his Blog “WILLIAM’s TALES”. Now by reading his Posts, I realised that he is prolific writer who was having good command of ENGLISH & GUJARATI.
But, by reading the Posts on his Blog & also reading his “comments” on my Blog Chandrapukar & other Blogs I came to know him as a “man of honesty, with LOVE for others & full of “love for God “…My Email contacts brought me CLOSER to him…eventually leading to the “phone conversation” recently.
I DID MOT MEET him yet….but God willing that’s POSSIBLE !
I had painted the picture of Valibhai as I see him….BUT, in order to know him more, please VISIT his Blog “Williams Tales” & the LINK is>>>>
 
 
I hope you like this Post on “Vyakti Parichat–Mitrata”…..This is the 5th & last Post on this Topic for NOW…..but I will come  back soon to share more on OTHERS. Will you wait for that ? I am sure YOU WILL !
Thanks for your support…..SO MANY had viewed the last 4 Posts & I am certain that MANY will VIEW this Post….& there will be COMMENTS too !
 
DR. CHANDRAVADAN MISTRY
 

માર્ચ 20, 2010 at 4:57 પી એમ(pm) 18 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031