વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

March 15, 2010 at 1:17 am 21 comments

 

Narendra Phanse
 
 

 

વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

 
 
                નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા કહાણી !
 
 
નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની કહાણી કહું છું આજે ! ….(ટેક)
 
સુરેશભાઈ જાનીના બ્લોગ પર, “બાઈ”પુસ્તીકા હેવાલ વાંચી,
પુસ્તીકા લેખક કેપ્ટન નરેન્દ્રનું નામ જાણી,
“બાઈ”પુસ્તીકા મેળવવા દોડ્યો ચંદ્ર નરેન્દ્ર પાસે!…..નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…(૧)
 
ચંદ્રે પ્રથમ નરેન્દ્ર સાથે વાતો કરી ફોનથી,
ટપાલ ખર્ચ લીધા વગર, પુસ્તીકા મળી પોસ્ટથી,
“બાઈ” પુસ્તીકામાં છુપાયેલ નરેન્દ્રને ચંદ્રએ જાણ્યો હવે !……નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની….(૨)
 
ઈમેઈલથી સંપર્ક થતા, ચંદ્ર તો નરેન્દ્ર નજીક હતો,
“ચંદ્રપૂકાર”બ્લોગની વાતો કરી, બ્લોગ કરવા નરેન્દ્ર ચંદ્ર-પ્રેરણાઓથી ભીંજાયો હતો,
કહો આને “નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા”ની શરૂઆત તમે !…….નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની……(૩)
 
“જીપસીની ડાયરી”રૂપે નરેન્દ્ર બ્લોગ થતા, હોય ખુશી ચંદ્ર હૈયે,
પ્રથમ “ચંદ્ર-પ્રતિભાવ”ડાયરીમાં વાંચી, હોય ખુશી નરેન્દ્ર હૈયે,
આ છે “નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા”નું ખીલેલું પુષ્પ !…….નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…..(૪)
 
નથી “કેપ્ટન નરેન્દ્ર” ચંદ્ર હૈયે હવે,
ફક્ત “મિત્ર નરેન્દ્ર” છે ચંદ્ર હૈયે હવે,
આ જ છે નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની કહાણી !……નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…..(૫)
 
 
કાવ્ય રચના…તારીખઃ ફેબ્રુઆરી,૨૦,૨૦૧૦            ચંદ્રવદન
 
 

બે શબ્દો….

આજે “વ્યક્તિ પરિચય–મિત્રતા”ના પોસ્ટરૂપે આ ચોથી (૪) પોસ્ટ છે …અને વ્યક્તિ છે…કેપ્ટન નરેન્દ્ર યાને  નરેન્દ્રભાઈ ફાનસે ! એમને અનેક લોકો જાણે છે…..અને, મેં જે કાવ્યરૂપે એમના વિષે કહ્યું ….તેમ છતા, મારે “બે શબ્દો” વધુ લખવા છે .
નરેન્દ્રભાઈને હું કેવી રીતે જાણ્યા….અને, પ્રથમવાર જાણી, અમારી એક “મિત્રતા” થઈ તે માટે મારા હૈયે ખુબ જ ખુશી છે…અને, સાથે સાથે એ માટે પ્રભુનો પાડ માનું છું…કારણ કે  આ પ્રમાણે જાણવું , મિત્ર બવું , એ પ્રભુ-ઈચ્છા વગર અશક્ય છે.
નરેન્દ્રભાઈ અમેરીકા આવી, કેલીફોર્નીઆમાં સ્થાયી થયા તે પહેલા ભારતના ગુજરાતના રહીશ હતા…એમનું કુટુંબ અસલ મહારાસ્ટમાં અને એઓ મહારાસ્ઠીઅન હોવા છતા, ગુજરાતના થઈ, ગુજરાત પ્રતેય ઉંડો પ્રેમ રાખી, ગુજરાતી તરીકે જ માને છે…અને, એવી ઉચ્ચ ભાવનાઓ સાથે એઓ ભારત માતા માટે ગૌરવ ધરવતી એક વ્યક્તિ છે, જેણે માતાની સેવા “એક સૈનિક” તરીકે અદા કરી છે.અનેક વર્ષો સેવા આપી, એઓ પ્રથમ ઈંગલેન્ડ થોડા વર્ષો રહી, અત્યારે કેલીફોર્નીઆમાં રહે છે. હું એમને હજુ મળ્યો નથી.
મળવાની ખુબ ઈચ્છાઓ હૈયે છે…નવેમ્બર ૨૦૦૯માં રીવરસાઈડમાં થયેલા “સમુહ-મિલન”માં મળવા માટે ચાન્સ હતો…પણ, એઓ ત્યાં હાજરી આપી શક્યા ના હતા….એ જ પ્રભુ ઈચ્છા હશે……પણ, એક દિવસ પ્રભુ જ મેળાપ કરાવશે !
નરેન્દ્રબાઈએ એમનો બ્લોગ “જીપ્સીની ડાયરી” શરૂ કર્યો ત્યારબાદ, મે એ બ્લોગ વિષે એક પોસ્ટ પ્રગટ કરી હતી…એ વાંચવી હોય કે એમના જ એ બ્લોગ પરે જવું હોય ..કે પછી, એમના બીજા બ્લોગ “જીપ્સીની યાત્રા” પર જવું હોય તો એ “લીન્કો” નીચે મુજબ છે>>>>>
www.chandrapukar.wordpress.com/2009/03/14     ( To read the Post on Chandrapukar)
 
www.captnarendra.blogspot.com       ( To go to GYPSY’S DIARY ..Blog )
 
www.capt-naren.blogspot.com      (To go to GYPSYni YATRA …Blog )
 
તમે એક કાવ્યરૂપે તેમજ “બે શબ્દો” રૂપી લખાણ દ્વારા મિત્ર નરેન્દ્રભાઈ વિષે જાણ્યું .
તમે આ પોસ્ટ વાંચી, તમારા હૈયે જે થાય તેને “પ્રતિભાવ” રૂપે જરૂર પ્રગટ કરશો એવી આશા !
તો, મળીશું આ બ્લોગ પર !>>>>>>ચંદ્રવદન
 
 
FEW   WORDS…
 
This is my 4th Post with the  Title ” VYAKTI  PARICHAY—MITRATA” and the Post is about NARENDRA PHANSE ( Capt Narendra )….I met him on the Internet…& now he is one of my close FRIEND.
I think he is the 1st to start a Blog “Gypsy’s Diary” in which one can read his experiences as a SAINIK of the Indian Army. Those of you who had not read any Post on that Blog, my appeal is that atleast “visit the Site once”…. I can assure you that you will really appreciate the “sacrifices”of  our JAWANS of the Indian Army !
I pray for the”Good Health” to my Friend Narendra & wish ALL the BEST in his Retirement !
Chandravadan Mistry
Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની. વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

21 Comments Add your own

 • 1. Harnish Jani  |  March 15, 2010 at 4:43 am

  જીપ્સીને તમે જાણો છો તે જાણી મને આનંદ થયો-એમનો બ્લોગ પર “જીપ્સીની ડાયરી વાંચવાની સૌને ભલામણ કરું છું-તેમાં ભારત -પાકના બે યુધ્ધનો સૈનિકની નજરોએ અનુભવેલો અહેવાલ છે.આપણાં લશકરમાં મરાઠા રેજીમેંટ -શીખ રેજીમેંટ-ગોરખા રેજીમેંટ છે-પણ ગુજરાતી રેજીમેંટ નથી-ત્યારે આપણે કેપ્ટન નરેન્દ્ર જેવા જવાંમર્દથી સંતોષ માનવો રહ્યો.એમના માતાએ લખેલ ડાયરી પરથી એમણે લખેલ પુસ્તક”બાઇ” પણ વાંચવાની ભલામણ કરું છું-એમાં ભારતિય નારી નો કુટુંબ માટેનો પ્રેમ છલકે છે.
  કેપ્ટન જેવા મિત્રનું તમારી જેમ મને પણ ગૌરવ છે.

  Reply
 • 2. સુરેશ જાની  |  March 15, 2010 at 1:15 pm

  એલ.એ. આવ્યો અને એમને ન મળાયું – એ અફસોસ રહી ગયો.
  એમની માની આત્મકથા – ‘બાઇ’ થી એમનો પરિચય થયો. અને કદી ન મળવા છતાં બહુ વ્હાલસોયા મિત્ર બની ગયા.
  એમના લેખ – ‘આયો ગોરખાલી’ પરથી બનાવેલો મારો લેખ ગદ્યસુર પર મૂક્યો ત્યારે દૈનિક મુલાકાતીઓનો સૌથી મોટો આંક હજુ સુધી બીજો કોઈ લેખ આંબી શક્યો નથી. આ છે વિજેતા સૈનિકની ખુમારી.
  http://gadyasoor.wordpress.com/2009/03/18/ayo_gorakhaali/
  કેપ્ટન અને તમને બન્નેને ડલાસ પધારવા હાર્દિક આમંત્રણ .

  Reply
 • 3. સુરેશ જાની  |  March 15, 2010 at 1:16 pm

  એક વાત

  એમની અટક ફણસે છે – મારી ભૂલ ન થતી હોય તો.

  Reply
 • 4. P Shah  |  March 15, 2010 at 3:27 pm

  સૌ ભારતીય જનોને ગૌરવ થાય એવા કેપ્ટન-મિત્રને
  મળીને
  ખૂબ આનંદ થયો.
  આવો સુંદર લેખ આપવા બદલ આભાર !

  Reply
 • 5. najmamerchant  |  March 15, 2010 at 3:34 pm

  સારા લોકોનો પરિચય મેળવવો કેટલો અઘરો છે..તમે આવા હિરલાઓ શોધીને એમના વિશે લખો છો તેથિ આનંદ થાય છે..હવે પછી કૉણ જાણવા આતૂર છું..
  સપના

  Reply
 • 6. dr.maulik shah  |  March 15, 2010 at 4:56 pm

  એક સૈનિક ક્યારેય રીટાયર થતો નથી…! એ રણમાં પોતાના રક્તથી દેશસેવા કરે છે અને સેકન્ડ ઈનિંગ્સમાં સમાજની ઋણ અદાયગી પણ વિવિધ રીતે કરે છે. પરોક્ષ અનુભવ હોવા છતા કહી શકું કે એ મળવા જેવા માણસ છે. ફૌજીઓનું આમ પણ દરેક દેશવાસી પર ઋણ છે. પણ આ ફૌજી ને દિલથી મારી સેલ્યુટ છે…!

  Reply
 • 7. Ramesh Patel  |  March 15, 2010 at 5:05 pm

  કેપ્ટનના હુલામણા નામથી જાણીતા નરેન્દ્રભાઈ ,શ્રી સુરેશભાઈ જાનીના લીધે

  પરિચિત થયા હતા અને ફોન પર વાતચીતમાં સાલસતા અને સમજદારી નો

  અહેસાસ મેં ખુદ અનુભવ્યો થયો હતો.

  યુધ્ધની વાર્તા લેખનમાં એક રણભેરીનો જુસ્સો તેમની ભાષા કૌશલ્ય દ્વારા

  અનુભવાય છે.યુધ્ધના મેદાનનો ખેલાડી અને તેના દ્વારા જ આબેહૂબતા ભરી

  કથા વાંચવા મળે એ ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ ઘરેણાથી ઓછું નથી.

  ડૉ શ્રી ચંદ્રવદનભાઈની સરળતા ભરી ભાવુકતાથી મઢી રચના ગમી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. pragnaju  |  March 15, 2010 at 7:34 pm

  પહેલા થયું
  નરેન્દ્ર મોદીની કેપ્ટન થવાની વાત હશે !
  વાંચતા ભાસ થયો આટલા નજીક લાગતાની ઘણી વાતો આજે જાણી!!
  આપણા વેદ પણ ઋચામાં છે તો

  આવા પરિચય પણ કાવ્યમાં હોય તે કલ્પના ગમી

  Reply
 • 9. Pancham Shukla  |  March 15, 2010 at 10:13 pm

  કેપ્ટન સાહેબ સાથે જે થોડો ઘણો ઈમેલથી પરિચય છે એ પરથી- એમનો માયાળુ સ્વભાવ, અખૂટ અનુભવ, અસીમ વાચન અને અભિવ્યક્તિની સ્પષ્ટતા મને સ્પર્શી ગયાં છે. બ્લોગના માધ્યમથી આવા વ્યક્તિત્વના પરિચયમાં આવી શક્યો એનો આનંદ છે.

  Reply
 • 10. dhavalrajgeera  |  March 15, 2010 at 11:51 pm

  We find new friend કેપ્ટન -એક સૈનિક
  Or reconnect with Bhai Suresh,Harnisbhai or Vijay Shah.You are also…..
  Keep up your good work.

  Rajendra Trivedi, M .D.
  http://www.bpaindia.org

  Reply
 • 11. પટેલ પોપટભાઈ  |  March 16, 2010 at 6:10 am

  મનનીય શ્રી ચન્દ્રવદનભાઈ

  કેપ્ટન શ્રી નરેનદ્રભાઈ ના ચિત્ર + સહિત્ય પરિચય બદલ આભાર.

  જિપ્સી ૧-૨ અને આયો…….. ગોરખલી નીરાંતે વાંચીશ.

  Reply
 • 12. વિશ્વદીપ બારડ  |  March 16, 2010 at 2:06 pm

  I read his book..”BAI.. ” very touchy & true story..everyone should read this book.. I also gave book intro. on my site.

  Reply
 • 13. Dr. Chandravadan Mistry  |  March 16, 2010 at 5:07 pm

  સૌ “ચંદ્રપૂકાર”ના મહેમાનોને નમસ્તે !

  “વ્યક્તિ પરિચય-મિત્રતા”ના નામે આ નરેન્ર્દભાઈ વિષેની પોસ્ટ માર્ચ ૧૫, ૨૦૧૦ના દિવસે પ્રગટ કરી….આજે માર્ચ ૧૬, ૨૦૧૦નો દિવસ…..એક દિવસના સમયમાં, લગભગ ૩૦૦ વ્યક્તિઓએ “ચંદ્રપૂકાર”ની મુલાકાતો લીધી, અને, કુલ્લે ૧૨ પ્રતિભાવો મળ્યા…એ કંઈ નાની સરખી વાત નથી….એ પુરવાર કરે છે કે કેપ્ટન નરેન્દ્રભાઈને ચાહવાવાળા અનેક છે….એમણે એક સૈનિક તરીકે ભારતમાતાની જે સેવા આપેલી, તે માટે સૌ એમને વંદન કરે છે ….આ જ એક ખુશીની વાત !

  હું આનંદભર્યા વિચારોમાં રહી, સૌને “આભાર” દર્શાવું છું !>>>ચંદ્રવદન

  Reply
 • 14. Ishvarbhai R. Mistry & Family  |  March 16, 2010 at 5:15 pm

  Hello Chandravadanbhai,
  You have good connections with prominent person, keep up the good work . Sharing is a very good thing you gain more knowledge.
  Thankyou

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 15. Dilip Gajjar  |  March 16, 2010 at 6:10 pm

  “બાઈ” પુસ્તીકામાં છુપાયેલ નરેન્દ્રને ચંદ્રએ જાણ્યો હવે !
  ચન્દ્રવદન અને નરેન્દ્રભાઇની મિત્રતાને અભિનન્દન..વન્દન..મે પણ બાઇ પુસ્તક વાંચ્યુ આજે નરેન્દ્રભાઇને જાણી આનંદ થયો.

  Reply
 • 16. Capt. Narendra  |  March 17, 2010 at 3:24 am

  વિશ્વમાં રઝળતા એક અજાણ્યા જીપ્સી – ભૂતપૂર્વ સૈનિકને અચાનક અાપના પ્રિયજનોમાં પ્રસિદ્ધી આપી આપે મને અચંબામાં મૂક્યો છે. આપના સ્નેહ તથા ઉર્મિશીલ મિત્રોના પ્રતિભાવ માટે હું સૌનો ઋણી છું.

  Reply
 • 17. arvind adalja  |  March 17, 2010 at 9:28 am

  શ્રી ચંદ્રવદનભાઈ

  મિત્રો બનાવવા અને જાળવવા કોઈ આપની પાસેથી શીખે ! આપ ઉમદા વ્યક્તિનો પરિચય અમારાં જેવા દૂર બેઠેલાને જે રીતે નજદીક લાવી દો છે તે ખૂબ જ સરાહનીય છે. શ્રી નરેન્દ્રભાઈએ લશ્કરમાં રહી દેશની સેવા કરી છે અને સર્જન શબ્દો વડે કરી રહ્યા છે તેજાણી વિશેષ આનંદ થયો આરમીની વ્યકતિ હથિયાર જ નહિ કલમ પણ પક્ડી શકે છે અને તે પણ અસરકારક રીતે ! અભિનંદન !

  સ-સ્નેહ
  અરવિંદ

  Reply
 • 18. atuljaniagantuk  |  March 17, 2010 at 5:13 pm

  અરે વાહ ડોક્ટર અને કેપ્ટનનું અનોખું મીલન. અને કેપ્ટન સાહેબને તો ભાવનગર સાથે નાતો યે ખરો તેથી પોતીકા પણ લાગે. ઈન્ટરનેટ દ્વારા કેટ કેટલી વિશિષ્ટ વ્યક્તિઓ વીશે જાણવાની અને તેમને અંગત રીતે ઓળખવાની તક મળી છે. બંનેને સલામ.

  Reply
 • 19. Dr.Shashikant D.Mistry  |  March 18, 2010 at 4:45 pm

  Chandravadanbhai,

  A am pleased to meet your friend Narendrabahi through your blog.
  You have a fine quality to find good friends who are unique in many respects. May all readers of your blog enjoy your introductions.

  Shashibhai

  Reply
 • 20. Dr. Chandravadan Mistry  |  March 19, 2010 at 12:11 pm

  This is an Email Response from INDIA>>>>>

  Re: NEW POST on MITRATA….NARENDRABHAIThursday, March 18, 2010 12:49 AMFrom: “Mukund Desai ‘MADAD'” View contact detailsTo: “chadravada mistry” નરેન્દ્રભાઇ એક ખુબ જ મજાના માણસ છે, ખુબ જ હેલ્પફુલ માણસ! હુ જર્સિ સીટી વિશે પુસ્તક સુરતથી લખતો હતો.તે વખતે મારે જર્સિ સીટીના મેયરની માહિતી જોઇતી હતી,તે એમણે ઇમેલથી પુરી પાડી હતી! મારા ઇમેજિસ ઓફ અમેરિકાના પુસ્તક ૧મા તેનો સમાવેષ કર્યો હતો. હમણાની એમની ઇમેલ કેમ નથી આવતી તે નવાઇ લાગે છે!

  From :
  Mukund Desai,”MADAD” Hon.Trustee,Anavil Samaj Seva Mandal & Organizer, Seva Mandal, 1 A, Sai Ashish Society, Udhna-Magdalla Road, Surat-395017,Gujarat State,India.

  Reply
 • 21. nilam doshi  |  March 27, 2010 at 6:45 am

  નરેન્દ્રભાઇને દિલથી સલામ..તેમના ઘણાં અનુભવો તેમન અબ્લોગ પર વાંચેલ છે..માણેલ છે.
  તેમની પાસે અનુભવનું જે ભાથું છે..એ અણમોલ છે.

  ખૂબ ખૂબ અભિનંદન…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

March 2010
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: