Archive for માર્ચ 15, 2010

વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

 

Narendra Phanse
 
 

 

વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

 
 
                નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા કહાણી !
 
 
નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની કહાણી કહું છું આજે ! ….(ટેક)
 
સુરેશભાઈ જાનીના બ્લોગ પર, “બાઈ”પુસ્તીકા હેવાલ વાંચી,
પુસ્તીકા લેખક કેપ્ટન નરેન્દ્રનું નામ જાણી,
“બાઈ”પુસ્તીકા મેળવવા દોડ્યો ચંદ્ર નરેન્દ્ર પાસે!…..નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…(૧)
 
ચંદ્રે પ્રથમ નરેન્દ્ર સાથે વાતો કરી ફોનથી,
ટપાલ ખર્ચ લીધા વગર, પુસ્તીકા મળી પોસ્ટથી,
“બાઈ” પુસ્તીકામાં છુપાયેલ નરેન્દ્રને ચંદ્રએ જાણ્યો હવે !……નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની….(૨)
 
ઈમેઈલથી સંપર્ક થતા, ચંદ્ર તો નરેન્દ્ર નજીક હતો,
“ચંદ્રપૂકાર”બ્લોગની વાતો કરી, બ્લોગ કરવા નરેન્દ્ર ચંદ્ર-પ્રેરણાઓથી ભીંજાયો હતો,
કહો આને “નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા”ની શરૂઆત તમે !…….નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની……(૩)
 
“જીપસીની ડાયરી”રૂપે નરેન્દ્ર બ્લોગ થતા, હોય ખુશી ચંદ્ર હૈયે,
પ્રથમ “ચંદ્ર-પ્રતિભાવ”ડાયરીમાં વાંચી, હોય ખુશી નરેન્દ્ર હૈયે,
આ છે “નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા”નું ખીલેલું પુષ્પ !…….નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…..(૪)
 
નથી “કેપ્ટન નરેન્દ્ર” ચંદ્ર હૈયે હવે,
ફક્ત “મિત્ર નરેન્દ્ર” છે ચંદ્ર હૈયે હવે,
આ જ છે નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની કહાણી !……નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…..(૫)
 
 
કાવ્ય રચના…તારીખઃ ફેબ્રુઆરી,૨૦,૨૦૧૦            ચંદ્રવદન
 
 

બે શબ્દો….

આજે “વ્યક્તિ પરિચય–મિત્રતા”ના પોસ્ટરૂપે આ ચોથી (૪) પોસ્ટ છે …અને વ્યક્તિ છે…કેપ્ટન નરેન્દ્ર યાને  નરેન્દ્રભાઈ ફાનસે ! એમને અનેક લોકો જાણે છે…..અને, મેં જે કાવ્યરૂપે એમના વિષે કહ્યું ….તેમ છતા, મારે “બે શબ્દો” વધુ લખવા છે .
નરેન્દ્રભાઈને હું કેવી રીતે જાણ્યા….અને, પ્રથમવાર જાણી, અમારી એક “મિત્રતા” થઈ તે માટે મારા હૈયે ખુબ જ ખુશી છે…અને, સાથે સાથે એ માટે પ્રભુનો પાડ માનું છું…કારણ કે  આ પ્રમાણે જાણવું , મિત્ર બવું , એ પ્રભુ-ઈચ્છા વગર અશક્ય છે.
નરેન્દ્રભાઈ અમેરીકા આવી, કેલીફોર્નીઆમાં સ્થાયી થયા તે પહેલા ભારતના ગુજરાતના રહીશ હતા…એમનું કુટુંબ અસલ મહારાસ્ટમાં અને એઓ મહારાસ્ઠીઅન હોવા છતા, ગુજરાતના થઈ, ગુજરાત પ્રતેય ઉંડો પ્રેમ રાખી, ગુજરાતી તરીકે જ માને છે…અને, એવી ઉચ્ચ ભાવનાઓ સાથે એઓ ભારત માતા માટે ગૌરવ ધરવતી એક વ્યક્તિ છે, જેણે માતાની સેવા “એક સૈનિક” તરીકે અદા કરી છે.અનેક વર્ષો સેવા આપી, એઓ પ્રથમ ઈંગલેન્ડ થોડા વર્ષો રહી, અત્યારે કેલીફોર્નીઆમાં રહે છે. હું એમને હજુ મળ્યો નથી.
મળવાની ખુબ ઈચ્છાઓ હૈયે છે…નવેમ્બર ૨૦૦૯માં રીવરસાઈડમાં થયેલા “સમુહ-મિલન”માં મળવા માટે ચાન્સ હતો…પણ, એઓ ત્યાં હાજરી આપી શક્યા ના હતા….એ જ પ્રભુ ઈચ્છા હશે……પણ, એક દિવસ પ્રભુ જ મેળાપ કરાવશે !
નરેન્દ્રબાઈએ એમનો બ્લોગ “જીપ્સીની ડાયરી” શરૂ કર્યો ત્યારબાદ, મે એ બ્લોગ વિષે એક પોસ્ટ પ્રગટ કરી હતી…એ વાંચવી હોય કે એમના જ એ બ્લોગ પરે જવું હોય ..કે પછી, એમના બીજા બ્લોગ “જીપ્સીની યાત્રા” પર જવું હોય તો એ “લીન્કો” નીચે મુજબ છે>>>>>
www.chandrapukar.wordpress.com/2009/03/14     ( To read the Post on Chandrapukar)
 
www.captnarendra.blogspot.com       ( To go to GYPSY’S DIARY ..Blog )
 
www.capt-naren.blogspot.com      (To go to GYPSYni YATRA …Blog )
 
તમે એક કાવ્યરૂપે તેમજ “બે શબ્દો” રૂપી લખાણ દ્વારા મિત્ર નરેન્દ્રભાઈ વિષે જાણ્યું .
તમે આ પોસ્ટ વાંચી, તમારા હૈયે જે થાય તેને “પ્રતિભાવ” રૂપે જરૂર પ્રગટ કરશો એવી આશા !
તો, મળીશું આ બ્લોગ પર !>>>>>>ચંદ્રવદન
 
 
FEW   WORDS…
 
This is my 4th Post with the  Title ” VYAKTI  PARICHAY—MITRATA” and the Post is about NARENDRA PHANSE ( Capt Narendra )….I met him on the Internet…& now he is one of my close FRIEND.
I think he is the 1st to start a Blog “Gypsy’s Diary” in which one can read his experiences as a SAINIK of the Indian Army. Those of you who had not read any Post on that Blog, my appeal is that atleast “visit the Site once”…. I can assure you that you will really appreciate the “sacrifices”of  our JAWANS of the Indian Army !
I pray for the”Good Health” to my Friend Narendra & wish ALL the BEST in his Retirement !
Chandravadan Mistry

માર્ચ 15, 2010 at 1:17 એ એમ (am) 21 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,540 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031