વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

માર્ચ 9, 2010 at 2:33 પી એમ(pm) 26 comments

dsc01524_-_copy

 
 
 

વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

 
 
 
 
 

હરનિશભાઈની “સુશીલા” વાંચી, આનંદ માણો !

હરનિશભાઈની “સુશીલા”વાંચી, આનંદ માણો,
બસ, એટલી ચંદ્રવિનંતી તમે સાંભળો !…….(ટેક)
“એક દિલ સૌ અફસાના”અને “દિલહૈ કે માનતા નહી”
વાંચી, તમો મિત્રતાના સ્નેહસંબધે હ્રદય ભરપુર કરી,
“મોનોલિસા” ચિત્રને યાદ કરતા, “રિટાયરમેન્ટનો આનંદ”માં હશો,
બસ, આટલું જો તમે શક્ય કર્યું તો, “સુશીલા”ની ચાર વાતો  વાંચી હસતા હશો !…..હરનિશ…..(૧)
“સ્વામી વિવેકાનંદે કહ્યું કે” અને “કુર્યાત સદા મંગલમ” વાંચી, “બાળહઠ”મા નવું જ જાણી,
“અજોડ જોડણી”માં નિયમોપાલન કે “રણમાં જીતે તે શૂર” વાંચી હરનિશ-હ્રદયભાવો જાણી,
હવે, જરૂર “સુશીલા” વાંચવું તમોને ગમ્યું હશે જ !
તો, પુસ્તિકા છોડશો નહી, ‘ને બીજા લેખો વાંચવા નિર્ણય લેશો જ !……હરનિશ……(૨)
“સર્જન-વિસર્જન” માં અનેક વિષયોને જોડી, “પ્યાર-તકરાર”માં ઝગડાનું જુદુ સ્વરૂપ નિહાળજો,
“હરિ તારા હજાર નામ”ના લેખે ભક્તિમાર્ગે હાસ્યવાટિકામાં તમે જરૂર હશો !
“મોરે પિયા ચલે પરદેશ”માં વેકેશન પ્રત્યે હાસ્ય જો તમે ચાખ્યું ,
તો, મને  ખાત્રી કે તમે હવે “સુશીલા”ને ના છોડી વાંચવાનું ચાલુ રાખ્યું…..હરનિશ…..(૩)
“આકાશવાણી” ભારત-અમેરીકાની સફર દ્વારા શરગાણી,
“એ ટુ ઝેડ”માં ભારત-ઈંગલેન્ડ-અમેરીકાની સફર બારે વર્ણન કરી,
“એ ટુ ઝી”માં માર્ગદર્શન બારે કટાક્ષમાં કંઈક વાંચી,
“મનપાંચમનો મેળો”માં પધારી, હવે તમોને આગળ વાંચવા વિનંતી છે મારી !…….હરનિશ….(૪)
“ફ્રિક્વન્ટ રાઈડર”માં મહમદ ગઝનીની યાદ તાજી થઈ,
“પુનરપિ પુનરપિ પુનરાવર્તનમ”માં કવિ-લેખકો પર કટાક્ષ કરી,
“સુપર પાવર” નામના લેખે તો આધ્યાત્મિક જ્ઞાનના નવલા દર્શન કરાવી,
“તમારે જોક સાંભળવો છે?”નામના લેખે સૌને શાંત કરવા હરનિશ્ભાઈની પેન હતી !……હરનિશ્….(૫)
“રૂપ તેરા મસ્તાના” લેખમાં સુંદરતા સાથે મારકેટીંગને જોડ્યું ,
“મારા દાજીબાપુ!! “લેખે ઘરમાં બનેલી ઘટનાઓનું અમ્રુત રેડ્યું,
“અચ્યુતમ કેશવમ”માં ધર્મ ટકાવવા માટે નારીઓને ઉચ્ચ પદવી આપી,
“છાનું ને છપનું કાંઈ થાય નહી”લેખે મેગઝીનોના અસરની ઝલક આપી,…..હરનિશ…..(૬)
“પીડ પરાઈ જાણે રે”લેખે માંદગી-સમયને હાસ્યમાં વર્ણન કરી,
“દેવ આનંદની આત્મકથા વાંચ્યા પછી”લેખે માનવ-જીવનમાં હાસ્ય ભરી,
“ચોરી ચોરી ચૂપકે ચૂપકે”માં લેખક બની ખુદ પર મજાક કરી,
અને, “મેરે સામનેવાલી ખિડકીમેં”માં અમેરીકાના પાડોશીની ગમ્મત કરી…..હરનિશ….(૭)
“સ્ટેટ ઓફ ધ આર્ટ માનવી”માં ટેકનોલોગી બારે વાંચવા ચુકશો નહી,
“મેરા જૂતા હૈ જાપાની”માં બુટોની ફેશનોનું વાંચી, જરા હસી લઈ,
અંતે, “ઓબામારામા” નામે પ્રેસીડન્ટ ઓબામાનું વાંચવાનું ભુલશો નહી !
અને. જો તમે અહી સુધી વાંચ્યું તો તમે “સુશીલા” વાંચી ખરી !……હરનિશ….(૮)
ચંદ્રવિનંતીને માન આપી, “સુશીલા ” જો તમે વાંચી,
ચંદ્ર, હ્રદય ખોલી, “આભાર” સૌને પાઠવી, છે રાજી !
હવે અંતે હરનિશભાઈનું પ્રથમ પુસ્તક “સુધન” વાંચવા સૌને ચંદ્રવિનંતી છે બીજી,
 હરનિશભાઈ તમે લખતા રહો,ને છોડો ચિંતાઓ “વાંચકો”ની જે તમ-હૈયે ખીલી !…..હરનિશ…..(૯)
 
કાવ્ય રચના …..ડીસેમ્બર,૯.૨૦૦૯                    ચંદ્રવદન

 
 

એમના “હાસ્ય લેખન” નો અનુભવ થયો…..અને, મનમાં થયું કે  કંઈક “કાવ્ય” રૂપે લખું …

પણ શું ? …અને, “અનુક્રમણિકા” નિહાળતા,  જાણે પ્રભુએ જ મારા મનમાં વિચાર રેડ્યો..
બધા જ લેખોને એક “કાવ્ય” સ્વરૂપે હું નિહાળતો હતો….અને અંતે આ રચના !
                                                                         ચંદ્રવદન. 
 
 

બે શબ્દો…

આજે “વ્યક્તિ પરિચય–મિત્રતા”ની આ ૩ (ત્રીજી) પોસ્ટ છે. અને એ હરનિશ્ભાઈ જાની વિષે છે. હરનિશભાઈ વિષે કેવી રીતે મિત્રતા થઈ તે કહું…..મને યાદ આવે છે તે પ્રમાણે, એઓ એકવાર મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારેલા…..પ્રગટ કરેલી પોસ્ટ વાંચી, એમણે એમના રમુજી સ્વભાવમાં જે થોડી મજાકભર્યો પ્રતિભાવ મુક્યો…તે વાંચી મેં એમને ઈમેઈલ દ્વારા પ્રથમ સંપર્ક કર્યો….ત્યારબાદ, એમની મોકલેલી લીન્કો દ્વારા એમના વિષે વધુ જાણ્યું …..જાણી, વાતો કરવાનું મન થયું…..ફોનની માહિતી મળતા મેં એમને ફોન કર્યો…..જાણ્યું કે એઓ ન્યુ જર્સીમાં….અમેરીકામાં અનેક વર્ષો રહ્યા પણ ગુજરાતી સાહિત્યનું વાંચન થોડું રાખ્યું હોવા છતા એમણે “લેખન”પ્રવ્રુત્તી શરૂ કરી ન હતી…..એમણે રીટાયરમેન્ટ લીધા બાદ, હાસ્ય-લેખનની સફર ચાલુ કરી…..સમુહ-મિલનોમાં  “બે શબ્દો” બોલી સૌને હસાવવા તકો લીધી ( જે થકી અનેકને આનંદ પણ મળ્યો) અને એમણે પ્રથમ એક પુસ્તિકા “સુધન” પ્રગટ કરી…અને ત્યારબાદ, આ “સુશીલા” !
હવે, મારે વાધુ કહેવું છે>>>હાસ્યભાવે પ્રતિભાવ મુકી, હરનિશભાઈએ મારું હૈયુ જીતી લીધું…..અને, ફોન પર વાતો/ચર્ચા કરતા આ ઓળખાણ એક “મિત્રતા”રૂપે ખીલી. અને, એમને જે બિમારીઓ સાથે “હાર્ટનું ઓપરેશન” થયેલું  તે પ્રમાણે  મારે પણ જીવનમાં એવા ઓપરેશનનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટના પણ જાણે અમને બન્નેને નજીક લાવતી હશે….કે પછી, એમાં પ્રભુનો ફાળો હશે !
હરનિશભાઈ વિષે તમે વધુ જાણવું હોય તો તમે “ગુજરાતી સાહિત્ય સંગમ”ના બ્લોગ પર જઈ એ વાંચી શકો છો…અને, તે માટે “લીન્ક” છે>>>>
 
www.gujaratisahityasangam.wordpress.com/page/6/
 
 
તમોને “સુશીલા” મેળવવા રસ હોય તો વિગતો નીચે મુજબ છે>>>>
સર્જક – હરનિશ જાની
પ્રકાશક – હર્ષ પ્રકાશન, ૪૦૩–ઓમદર્શન, પાલડી,
અમદાવાદ–૭;
પ્રથમ આવૃત્તી, પૃષ્ઠ – ૧૪૮;
મુલ્ય – રુ. ૧૦૦/–
વેચાણ/ઉપલબ્ધી –
ગુર્જર પ્રકાશનગૃહ, અમદાવાદ;
વીદેશે – હરનિશ જાની,
ફોનઃ ૧–૬૦૯ – ૫૮૫ – ૦૮૬૧
ઈ–મેઈલઃ harnish5@yahoo.com
 
અંતે તો સૌને પુછવું છે કે આ પોસ્ટ માટે પ્રગટ કરેલું કાવ્ય  તેમજ આ લખાણ ગમું કે નહી ? એક મિત્ર વિષે લખતા એમની પ્રગટ કરેલી બુકો વિષે ના કહું તો યોગ્ય ના કહેવાય …..તો, જે તમે વાંચ્યું, અને વાંચવાની તસ્દી લીધી તે માટે ખુબ ખુબ આભાર !>>>>>ચંદ્રવદન
 
FEW  WORDS
 
Today I have published 3rd Post on “VYAKTI PARICHAY–MITRATA ” ( Profile of An Individual–Friendship ). Today’s Post is about HARNISHBHAI JANI of New Jersey, USA.
 
Many in USA and in India & elsewhere abroad, know him as HASYALEKHAK in Gujarati….and as Gujarat Marupremi…but I know him as my Friend. I feel happy to publish this Post….I hope Harishbhai does not mind !  I wish him well always !
 
I hope, as you read this Post ,you also enjoy it  too !
 
Chandravadan Mistry M.D.

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની. વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

26 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  માર્ચ 9, 2010 પર 2:56 પી એમ(pm)

  મારા પણ મિત્ર અને સાહિત્ય ગુરુ . મારી પહેલી ચોપડીની પ્રસ્તાવના લખી આપી હતી, તે કદી નહીં ભૂલાય. એમની સંગત અને પરોણાગત પણ એક દિવસ માણેલી છે. એમની જીવન ઝાંખી –
  http://sureshbjani.wordpress.com/2007/01/20/harnish_jani/

  અને સુશીલાનો પુસ્તક પરિચય –
  http://sureshbjani.wordpress.com/2009/10/28/sushila/

  જવાબ આપો
 • 2. Dr. Chandravadan Mistry  |  માર્ચ 9, 2010 પર 3:10 પી એમ(pm)

  Sureshbhai..I just published this Post….& very soon yours is the 1st Comment for the Post Thanks !
  Hope many will be reading this Post & posting their comments !

  જવાબ આપો
 • 3. atuljaniagantuk  |  માર્ચ 9, 2010 પર 5:14 પી એમ(pm)

  વાહ ! આવા અવનવા અને જીંદાદીલ મીત્રોની સાથે તમારી આ જીવનયાત્રા આમ જ સુંદર રીતે ચાલતી રહે તેવી શુભેચ્છાઓ.

  હરનિશભાઈના ત્રણેક લેખ વાંચ્યા છે , અને વાંચીને ખુબ જ મજા પડી છે.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  માર્ચ 9, 2010 પર 7:12 પી એમ(pm)

  આદરણીયશ્રી હરનીશભાઈ સૌના માનીતા અને જાણીતા.

  મનેતો તેમને યુએસએના તારક મેહતા કહેવાનું મન

  થઈ જાયછે,સદા હરખાવે એવી મજાકીયા કોમેન્ટ મળે.

  આપે પણ ભાવભરી અને અનોખીરીતે મિત્રતાની

  વધામણી આપી,બ્લોગ જગતના મિત્ર માટે ખુશાલી

  જાહેર કરવાનો મોકો આપ્યો.આભાર અને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  જવાબ આપો
 • 5. Dr. Chandravadan Mistry  |  માર્ચ 9, 2010 પર 8:45 પી એમ(pm)

  This is an Email Response to this Post from JAY GAJJAR of CANADA>>>>>>

  Flag this messageRe: NEW POST on MITRATA on CHANDRAPUKARTuesday, March 9, 2010 7:14 AMFrom: View contact detailsTo: emsons13@verizon.netCc: harnish5@yahoo.comHarnish Jani has sent me ‘Sushila’ through Balvant Patel of Gandhinagar
  Enjoyed very much.
  He is lovable humourist and a very friendly person
  Very polite and generous person
  Friend in need is friend indeed
  Congratulations
  Jay Gajjar

  જવાબ આપો
 • 6. dhavalrajgeera  |  માર્ચ 9, 2010 પર 10:30 પી એમ(pm)

  Harnishbhai and Hansaben are our good friends and now we have contact with the family.
  Enjoy when you can in person or reading his books.

  Geeta and Rajendra + Trivedi Parivar

  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 7. nilam doshi  |  માર્ચ 10, 2010 પર 12:47 એ એમ (am)

  હરનીશભાઇના પુસ્તકનો આસ્વાદ ખૂબ ગમ્યો. તેમની સુધન અને સુશીલા બંને વાંચી છે. અને આનંદ માણ્યો છે. અમુક પ્રકરણ તો લાજવાબ બન્યા છે. ફરી એકવાર અહીં તેમને આનન્દ પાઠવવાઅની સાથે અભિનંદન સાથે સાથે ચન્દ્રવદન ભાઇ આપને પણ અભિનંદન……

  જવાબ આપો
 • 8. pravina  |  માર્ચ 10, 2010 પર 3:31 એ એમ (am)

  Yes , you are absolutely right. His style is wonderful

  જવાબ આપો
 • 9. arvind  |  માર્ચ 10, 2010 પર 5:01 એ એમ (am)

  હરનીશભાઈના કોઈ પુસ્તક વાંચ્યા નથી પણ હવે વાંચવા પડશે ખાસ કરીને સુશીલા ! અલબત્ત આપની મિત્રતાને અભિનંદન આવનારા દિવસોમાં મિત્રતા વધુ અને વધુ ગાઢ બને તેવી શુભેચ્છા !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 10. પંચમ શુક્લ  |  માર્ચ 10, 2010 પર 4:05 પી એમ(pm)

  હરનિશભાઈની કૃતિઓ એટલે નિર્ભેળ હાસ્યનો નિર્દોષ ફુવારો. સૌ પ્રથમ કિશોરભાઈના કેસૂડાથી એમની કૃતિઓનો પરિચય થયો અને એક વહાલા ગમતા હાસ્યલેખક તરીકે મનમાં જડાઈ ગયા. ઈમેલથી તો એમની સાથે સંપર્કમાં રહેવાય છે. ઉપલક હસ્ય તળે અનુભવી અને ગંભીર સૂચનો મળતાં રહે છે. કયારેક રૂબરૂ મળવાનું પણ બનશે જ.

  મિત્ર પરિચય અને મિત્રપ્રેમને સહજ રીતે રજૂ કરતી આખી શ્રેણીનો વિચાર બહુ ગમ્યો છે.

  જવાબ આપો
 • 11. sapana  |  માર્ચ 11, 2010 પર 12:15 એ એમ (am)

  ચંદ્રવદન્ભાઇ આભાર તમે લેખકોનો અને મિત્રોનો પરિચય આપો છો અને અમારા મિત્રવર્તુળને મોટુ બનાવો છે આ પ્ર્માણે પરિચય આપતા રેહશો
  સપના

  જવાબ આપો
 • 12. Dr. Chandravadan Mistry  |  માર્ચ 11, 2010 પર 2:42 એ એમ (am)

  This is an Email Response of Gulabbhai Miistry of UK>>>>

  RE: NEW POST on MITRATA on CHANDRAPUKARWednesday, March 10, 2010 3:10 AMFrom…….View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadan

  I have read your blog.

  I liked the combination of science and art; poet and physician!

  Keep on inspiring us all.

  Gulab Mistry

  જવાબ આપો
 • 13. ગોવીંદ મારુ  |  માર્ચ 11, 2010 પર 4:12 એ એમ (am)

  ડૉ. ચંદ્રવદન્ભાઈ,

  વ્યક્તી પરીચય- મીત્રતા દ્વારા મીત્રોનો પરીચય કરાવવાનો આપનો આ ગુલદસ્તાની મહેંક માણવાની મઝા આવે છે. -અભીનંદન…

  હરનીશભાઈની “સુશીલા”ના બે હાસ્યરચનાઓ માણવા માટે મારા બ્લોગ ઉપર પધારવા નીમંત્રણ છે. આ હાસ્યરચનાઓની લીન્ક નીચે આપી છે:

  http://govindmaru.wordpress.com/2009/11/26/harnish-jani/

  http://govindmaru.wordpress.com/2010/02/08/harnish-jani-2/

  -ગોવીન્દ મારુ

  જવાબ આપો
 • 14. maulik shah  |  માર્ચ 11, 2010 પર 5:25 પી એમ(pm)

  its a good experience for relatively new blogger to know the legends in the field. Thanks a lot sir for putting such posts.

  જવાબ આપો
 • 15. Dilip Gajjar  |  માર્ચ 11, 2010 પર 6:00 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ, હરનીશભાઈની બુક વાન્ચવા મન થૈ ગયુ…મારી પાસે સુધન છે..અભિનન્દન..હરનીશભાઈની હાસ્ય વૃત્તિ અને તમારી કાવ્ય દ્રુશ્ટીને…

  જવાબ આપો
 • 16. Capt. Narendra  |  માર્ચ 13, 2010 પર 2:53 એ એમ (am)

  ચંદ્રવદનભાઇ,
  હરનીશભાઇનો પરિચય આપવો એ પરોઢિયાના શુક્રતારકની ઓળખાણ કરાવી આપવા જેવું છે. એમનું નામ એટલે name on the wall. પરંતુ નામ પાછળ એક સુંદર, સરળ હૃદય ધરાવતા, બહુમુખી પ્રતિભાશાળી સજ્જન છે તે તમે બતાવીને એક સારા માનવની છબી અમારી સૌની સામે રજુ કરી છે તે માટે ચંદ્રપુકારનો ધન્યવાદ માનું છું. આવી જ રીતે તમારા સજ્જન મિત્રોનો પરિચય આપતા રહેશો એવી વિનંતી.

  જવાબ આપો
 • 17. પટેલ પોપટભાઈ  |  માર્ચ 13, 2010 પર 4:18 એ એમ (am)

  માનનીય ચન્દ્રવદનભાઈ

  હરનીશભાઈ જાનીનો ચિત્ર પરીચય કરાવવા બદલ આભાર.ફુરશ્દે વાચીશ.

  ગુજરાતી લીપી બદલ તમારો અને ભાઈ રાઉલનો આભાર. પાકે ઘડે કાઠા ચઢાવવાનુ કામ કરી રહ્યો છુ.

  મને શેફાલી ફાવે છે પણ એ વલ્ડમા હોવાથી કોપી-પેસ્ટ થતી નથી.

  અનુસ્વર અને Shree no mel nathi padto ???????

  જવાબ આપો
 • 18. Ishvarbhai R. Mistry & Family  |  માર્ચ 13, 2010 પર 5:27 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  You have very good friends and that help you a lot in your life.I am very happy for you, all the best in future so you can share more experience and help others.
  thanks for sharing
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 19. Dr. Chandravadan Mistry  |  માર્ચ 14, 2010 પર 4:24 પી એમ(pm)

  This is a EMAIL Response to this Post & ther reading of 3 LEKHS of Sushila>>>>>>

  Flag this messageRe: Fw: Re: NEW POST on MITRATA on CHANDRAPUKARSunday, March 14, 2010 8:19 AMFrom: “Deepak Shah” View contact detailsTo: “chadravada mistry” Mistry saheb,

  Tamara 3 lekho vanchya khub hasyo.( hasvana divso mumbai ma bhagye j aavta hoy che) aam j lekho moklsho to hasavani aadat padi jashe… maza awi gai…

  જવાબ આપો
 • 20. Dr. Chandravadan Mistry  |  માર્ચ 15, 2010 પર 1:35 એ એમ (am)

  Re: NEW POST on MITRATA on CHANDRAPUKAR
  Thursday, March 11, 2010 4:41 AM
  From:
  “harnish Jani”
  View contact details
  To:
  “chadravada mistry”
  તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે-સાચે જ તમારી મિત્રતા પર મને ગૌરવ છે-મારા પત્ની પણ ખૂબ ખુશ છે. ફરીથી આભાર.
  હરનિશ

  And my Response was>>>

  સ્નેહી હરનિશભાઈ,
  એક મિત્ર તરીકે મેં જે પોસ્ટ તમારા વિષે પ્રગટ કરી ત્યારે, મારા મનમાં થયું કે “આ પ્રમાણે એમના વિષે પોસ્ટ પ્રગટ કરી તે એમને ગમશે ? કઈક ખોટું તો ના લાગે ?”…..અને, ફરી બીજો વિચાર મનમાં હતો “ખોટું લાગશે તો હાસ્યરૂપે (મજાકમાં) શુંલખશે ?” તેમ છતાં આ મિત્રએ એનો નિર્ણય બદલ્યો નહી….અને, હવે, આ તમારા ઈમેઈલથી મને જવાબ મળી ગયો !
  એક મિત્ર બીજા મિત્રને “આભાર”દર્શાવે એ કદી પણ “ભાર”રૂપે નથી જ કારણ કે ખરી મિત્રતામાં આભાર હોય કે ના હોય એ “એક સમાન ” છે !
  આપણી મિત્રતાનું તમોને “ગૌરવ” છે તે પ્રમાણે મારા હૈયે એવું જ છે. અને, ….ઈમેઈલમાં તમે લખ્યું કે “મારા પત્ની પણ ખુબ ખુશ છે “….આવા શબ્દોથી મારા હૈય્ર જે આનંદ થયો તે શબ્દોમાં હું કેવી રીતે કહું ?>>>>>ચંદ્રવદન

  This is yet another Email communication between Harnishbhai & me>>>>>

  _MONALISA_FINAL.PDF Ek-Dil-BOSTON.pdf RETIREMENT.PDF
  પ્રિય ચન્દ્રવદનભાઇ-હમણાં જ તમારા બ્લોગ પર મેં બધી કોમેંટ્સ વાંચી-મને ખૂબ આનંદ થયો-આમાં મારા પરિચય કરતાં તમારા બ્લોગની સફળતા બતાવે છે- મેં જોયું કે ઘણાં મિત્રોને મારા લખાણોનો પરિચય નથી- તો હું અહીં ત્રણ લેખ પીડીએફ માં અટેચ કરું છું- જેથી તેમને મારા લખાણનો પરિચય થાય અને તેમને “સુશીલા” વાંચવાનું મન થાય તો મારો કોન્ટેક કરે.–તો ચંદ્રપુકારના ચાહકોને આ લેખ ફોર્વર્ડ કરવા મહેરબાની કરશો.
  આભાર-
  હરનિશ.
  ફોન 1-609-585-0861
  E mail- harnish5@yahoo.com
  And from me>>>>

  DEAR MITRO……
  Now you are reading the Post on my Friend HARNISHBHAI JANI…….If you wish to know him better by his writngs…then PLEASE read the ATTACHMENTS…..may be you wish to read his Sushila too… OR if you did not read my Post on Chandrapukar, you are INVITED to visit & read the Post at>>>>>
  http://www.chandrapukar.wordpress.com

  And the Final Response of Harnishbhai was>>>>

  From:
  “harnish Jani”
  View contact details
  To:
  “chadravada mistry”
  BIG Thank you.

  Dear Chandrapukar Mitro….
  So many of you had visited my Blog & READ this Post…some of you had posted your “feelings” as your Comments.
  I thank you all !
  Thanks from Harnishbhai too.
  If any of you read “Sushila”I will love to hear from you…& I can pass on that to Harnishbhai…OR you can Email Harnishbhai directly.
  You are reading this HARNISH-CHANDRA communications as a last Comment for this Post.
  But, anyone is welcome to post the comments, at anytime !
  With Best Wishes to ALL.
  Dr. Chandravadan Mistry.

  જવાબ આપો
 • 21. Geeta and Mukund Joshi  |  માર્ચ 15, 2010 પર 5:07 પી એમ(pm)

  When one thinks of Harnishbhai, big smile takes over the face! When one reads his writings, laughter shakes the body!! When one hears Harnishbhai read his own writings, God help us!!! He finds humor in simple day to day events and connects with the readers using simple day to day Gujarati.

  Our best wishes to Harnishbhai and family.

  -Geeta & Mukund Joshi

  જવાબ આપો
 • 22. pragnaju  |  માર્ચ 15, 2010 પર 7:51 પી એમ(pm)

  પરિચયમા ‘હરનીશ’ નામ આવે ત્યારે આવો ગંભીર શબ્દોમા પરિચય વાંચી પણ સ્મીત ફરક્યું!

  યાદ આવી
  મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
  અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

  દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
  જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

  મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
  હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

  સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
  કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

  કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
  હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

  જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
  કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

  હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
  હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

  જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
  ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

  કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
  કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

  … અને અમારી પરેડ કરાવનારી જાલીમ મરાઠી સુશીલા !
  અમે પણ પરેડના તાલમા ગાતા
  માઝી લાડલી ,માઝી લાડલી
  માઝી લાડલી સુશીલા
  ગેલી હોતી સોડુ માલા
  માઝી લાડલી સુ શી લા!
  કાશ ,અમને પણ તેમના જેવું લખતા આવડે!

  જવાબ આપો
 • 23. pallavi  |  માર્ચ 16, 2010 પર 7:29 એ એમ (am)

  Harnishbhai ni ‘Sushila’ vanchi.
  khub saras lekho chhe
  Pallavi

  જવાબ આપો
 • 24. Rajul  |  માર્ચ 16, 2010 પર 6:23 પી એમ(pm)

  મિત્ર અને મિત્રતા પરત્વેના નવા અભિગમ -અભિવ્યક્તિ માટે અભિનંદન.

  જવાબ આપો
 • 25. Neela  |  માર્ચ 19, 2010 પર 10:36 એ એમ (am)

  Good luck for your Mitra and Mitrata

  જવાબ આપો
 • 26. Jayendra(Jay) Thakar  |  એપ્રિલ 30, 2010 પર 1:38 પી એમ(pm)

  While reading મા ગુર્જરીના ચરણે….(4.30.2010) I happened to run into your blog. I am very much thrilled to read the contents. This makes life rich. It’s like happiness… you share and it increases. I wish you and the other readers all the best.
  Jayendra Thakar

  જવાબ આપો

Ramesh Patel ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: