Archive for માર્ચ 9, 2010

વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

dsc01524_-_copy

 
 
 

વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

 
 
 
 
 

હરનિશભાઈની “સુશીલા” વાંચી, આનંદ માણો !

હરનિશભાઈની “સુશીલા”વાંચી, આનંદ માણો,
બસ, એટલી ચંદ્રવિનંતી તમે સાંભળો !…….(ટેક)
“એક દિલ સૌ અફસાના”અને “દિલહૈ કે માનતા નહી”
વાંચી, તમો મિત્રતાના સ્નેહસંબધે હ્રદય ભરપુર કરી,
“મોનોલિસા” ચિત્રને યાદ કરતા, “રિટાયરમેન્ટનો આનંદ”માં હશો,
બસ, આટલું જો તમે શક્ય કર્યું તો, “સુશીલા”ની ચાર વાતો  વાંચી હસતા હશો !…..હરનિશ…..(૧)
“સ્વામી વિવેકાનંદે કહ્યું કે” અને “કુર્યાત સદા મંગલમ” વાંચી, “બાળહઠ”મા નવું જ જાણી,
“અજોડ જોડણી”માં નિયમોપાલન કે “રણમાં જીતે તે શૂર” વાંચી હરનિશ-હ્રદયભાવો જાણી,
હવે, જરૂર “સુશીલા” વાંચવું તમોને ગમ્યું હશે જ !
તો, પુસ્તિકા છોડશો નહી, ‘ને બીજા લેખો વાંચવા નિર્ણય લેશો જ !……હરનિશ……(૨)
“સર્જન-વિસર્જન” માં અનેક વિષયોને જોડી, “પ્યાર-તકરાર”માં ઝગડાનું જુદુ સ્વરૂપ નિહાળજો,
“હરિ તારા હજાર નામ”ના લેખે ભક્તિમાર્ગે હાસ્યવાટિકામાં તમે જરૂર હશો !
“મોરે પિયા ચલે પરદેશ”માં વેકેશન પ્રત્યે હાસ્ય જો તમે ચાખ્યું ,
તો, મને  ખાત્રી કે તમે હવે “સુશીલા”ને ના છોડી વાંચવાનું ચાલુ રાખ્યું…..હરનિશ…..(૩)
“આકાશવાણી” ભારત-અમેરીકાની સફર દ્વારા શરગાણી,
“એ ટુ ઝેડ”માં ભારત-ઈંગલેન્ડ-અમેરીકાની સફર બારે વર્ણન કરી,
“એ ટુ ઝી”માં માર્ગદર્શન બારે કટાક્ષમાં કંઈક વાંચી,
“મનપાંચમનો મેળો”માં પધારી, હવે તમોને આગળ વાંચવા વિનંતી છે મારી !…….હરનિશ….(૪)
“ફ્રિક્વન્ટ રાઈડર”માં મહમદ ગઝનીની યાદ તાજી થઈ,
“પુનરપિ પુનરપિ પુનરાવર્તનમ”માં કવિ-લેખકો પર કટાક્ષ કરી,
“સુપર પાવર” નામના લેખે તો આધ્યાત્મિક જ્ઞાનના નવલા દર્શન કરાવી,
“તમારે જોક સાંભળવો છે?”નામના લેખે સૌને શાંત કરવા હરનિશ્ભાઈની પેન હતી !……હરનિશ્….(૫)
“રૂપ તેરા મસ્તાના” લેખમાં સુંદરતા સાથે મારકેટીંગને જોડ્યું ,
“મારા દાજીબાપુ!! “લેખે ઘરમાં બનેલી ઘટનાઓનું અમ્રુત રેડ્યું,
“અચ્યુતમ કેશવમ”માં ધર્મ ટકાવવા માટે નારીઓને ઉચ્ચ પદવી આપી,
“છાનું ને છપનું કાંઈ થાય નહી”લેખે મેગઝીનોના અસરની ઝલક આપી,…..હરનિશ…..(૬)
“પીડ પરાઈ જાણે રે”લેખે માંદગી-સમયને હાસ્યમાં વર્ણન કરી,
“દેવ આનંદની આત્મકથા વાંચ્યા પછી”લેખે માનવ-જીવનમાં હાસ્ય ભરી,
“ચોરી ચોરી ચૂપકે ચૂપકે”માં લેખક બની ખુદ પર મજાક કરી,
અને, “મેરે સામનેવાલી ખિડકીમેં”માં અમેરીકાના પાડોશીની ગમ્મત કરી…..હરનિશ….(૭)
“સ્ટેટ ઓફ ધ આર્ટ માનવી”માં ટેકનોલોગી બારે વાંચવા ચુકશો નહી,
“મેરા જૂતા હૈ જાપાની”માં બુટોની ફેશનોનું વાંચી, જરા હસી લઈ,
અંતે, “ઓબામારામા” નામે પ્રેસીડન્ટ ઓબામાનું વાંચવાનું ભુલશો નહી !
અને. જો તમે અહી સુધી વાંચ્યું તો તમે “સુશીલા” વાંચી ખરી !……હરનિશ….(૮)
ચંદ્રવિનંતીને માન આપી, “સુશીલા ” જો તમે વાંચી,
ચંદ્ર, હ્રદય ખોલી, “આભાર” સૌને પાઠવી, છે રાજી !
હવે અંતે હરનિશભાઈનું પ્રથમ પુસ્તક “સુધન” વાંચવા સૌને ચંદ્રવિનંતી છે બીજી,
 હરનિશભાઈ તમે લખતા રહો,ને છોડો ચિંતાઓ “વાંચકો”ની જે તમ-હૈયે ખીલી !…..હરનિશ…..(૯)
 
કાવ્ય રચના …..ડીસેમ્બર,૯.૨૦૦૯                    ચંદ્રવદન

 
 

એમના “હાસ્ય લેખન” નો અનુભવ થયો…..અને, મનમાં થયું કે  કંઈક “કાવ્ય” રૂપે લખું …

પણ શું ? …અને, “અનુક્રમણિકા” નિહાળતા,  જાણે પ્રભુએ જ મારા મનમાં વિચાર રેડ્યો..
બધા જ લેખોને એક “કાવ્ય” સ્વરૂપે હું નિહાળતો હતો….અને અંતે આ રચના !
                                                                         ચંદ્રવદન. 
 
 

બે શબ્દો…

આજે “વ્યક્તિ પરિચય–મિત્રતા”ની આ ૩ (ત્રીજી) પોસ્ટ છે. અને એ હરનિશ્ભાઈ જાની વિષે છે. હરનિશભાઈ વિષે કેવી રીતે મિત્રતા થઈ તે કહું…..મને યાદ આવે છે તે પ્રમાણે, એઓ એકવાર મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારેલા…..પ્રગટ કરેલી પોસ્ટ વાંચી, એમણે એમના રમુજી સ્વભાવમાં જે થોડી મજાકભર્યો પ્રતિભાવ મુક્યો…તે વાંચી મેં એમને ઈમેઈલ દ્વારા પ્રથમ સંપર્ક કર્યો….ત્યારબાદ, એમની મોકલેલી લીન્કો દ્વારા એમના વિષે વધુ જાણ્યું …..જાણી, વાતો કરવાનું મન થયું…..ફોનની માહિતી મળતા મેં એમને ફોન કર્યો…..જાણ્યું કે એઓ ન્યુ જર્સીમાં….અમેરીકામાં અનેક વર્ષો રહ્યા પણ ગુજરાતી સાહિત્યનું વાંચન થોડું રાખ્યું હોવા છતા એમણે “લેખન”પ્રવ્રુત્તી શરૂ કરી ન હતી…..એમણે રીટાયરમેન્ટ લીધા બાદ, હાસ્ય-લેખનની સફર ચાલુ કરી…..સમુહ-મિલનોમાં  “બે શબ્દો” બોલી સૌને હસાવવા તકો લીધી ( જે થકી અનેકને આનંદ પણ મળ્યો) અને એમણે પ્રથમ એક પુસ્તિકા “સુધન” પ્રગટ કરી…અને ત્યારબાદ, આ “સુશીલા” !
હવે, મારે વાધુ કહેવું છે>>>હાસ્યભાવે પ્રતિભાવ મુકી, હરનિશભાઈએ મારું હૈયુ જીતી લીધું…..અને, ફોન પર વાતો/ચર્ચા કરતા આ ઓળખાણ એક “મિત્રતા”રૂપે ખીલી. અને, એમને જે બિમારીઓ સાથે “હાર્ટનું ઓપરેશન” થયેલું  તે પ્રમાણે  મારે પણ જીવનમાં એવા ઓપરેશનનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટના પણ જાણે અમને બન્નેને નજીક લાવતી હશે….કે પછી, એમાં પ્રભુનો ફાળો હશે !
હરનિશભાઈ વિષે તમે વધુ જાણવું હોય તો તમે “ગુજરાતી સાહિત્ય સંગમ”ના બ્લોગ પર જઈ એ વાંચી શકો છો…અને, તે માટે “લીન્ક” છે>>>>
 
www.gujaratisahityasangam.wordpress.com/page/6/
 
 
તમોને “સુશીલા” મેળવવા રસ હોય તો વિગતો નીચે મુજબ છે>>>>
સર્જક – હરનિશ જાની
પ્રકાશક – હર્ષ પ્રકાશન, ૪૦૩–ઓમદર્શન, પાલડી,
અમદાવાદ–૭;
પ્રથમ આવૃત્તી, પૃષ્ઠ – ૧૪૮;
મુલ્ય – રુ. ૧૦૦/–
વેચાણ/ઉપલબ્ધી –
ગુર્જર પ્રકાશનગૃહ, અમદાવાદ;
વીદેશે – હરનિશ જાની,
ફોનઃ ૧–૬૦૯ – ૫૮૫ – ૦૮૬૧
ઈ–મેઈલઃ harnish5@yahoo.com
 
અંતે તો સૌને પુછવું છે કે આ પોસ્ટ માટે પ્રગટ કરેલું કાવ્ય  તેમજ આ લખાણ ગમું કે નહી ? એક મિત્ર વિષે લખતા એમની પ્રગટ કરેલી બુકો વિષે ના કહું તો યોગ્ય ના કહેવાય …..તો, જે તમે વાંચ્યું, અને વાંચવાની તસ્દી લીધી તે માટે ખુબ ખુબ આભાર !>>>>>ચંદ્રવદન
 
FEW  WORDS
 
Today I have published 3rd Post on “VYAKTI PARICHAY–MITRATA ” ( Profile of An Individual–Friendship ). Today’s Post is about HARNISHBHAI JANI of New Jersey, USA.
 
Many in USA and in India & elsewhere abroad, know him as HASYALEKHAK in Gujarati….and as Gujarat Marupremi…but I know him as my Friend. I feel happy to publish this Post….I hope Harishbhai does not mind !  I wish him well always !
 
I hope, as you read this Post ,you also enjoy it  too !
 
Chandravadan Mistry M.D.

માર્ચ 9, 2010 at 2:33 પી એમ(pm) 26 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031