વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

માર્ચ 3, 2010 at 4:15 પી એમ(pm) 31 comments

 
 

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

 
 
 

આજે ફરી યાદ કરૂં છું , સુરેશભાઈ તમને !

આજે ફરી યાદ કરૂં છું હું, સુરેશભાઈ તમને !….ટેક
નામ “સુરેશ જાની” સાંભ્ળ્યું પ્રથમવાર વિજય શાહ મુખે,
ઈમેઈલ અને ફોનથી સંપર્ક કરી, ભરી લીધો સુરેશને હૈયે,
અને, પછી શું થયું ?
એક મિત્રતા-કળી પુષ્પરૂપે ખીલી !……આજે ફરી….(૧)
મળતા રહ્યા ઈમેઈલ ફોનથી અનેકવાર અમે,
“ચંદ્રપૂકાર” પર સુરેશ, કે “ગધસુર”પર ચંદ્ર પતિભાવો વાંચ્યા હશે તમે,
અને, પછી શું થયું ?
એ મિત્રતાના પુષ્પની મહેક અન્યને મળી !…..આજે ફરી….(૨)
મળીશું ક્યારે ? વિચાર એવો, ચંદ્ર-હૈયે હોય ફરી ફરી,
“આવું છું કેલીફોર્નીઆ !” કહે સુરેશ ઈમેઈલ કરી કરી,
અને, પછી શું થયું ?
સુરેશ-ચંદ્રનું સ્નેહ-મિલન શક્ય થયું !….આજે ફરી……(૩)
યાદ આવે રમેશભાઈની પુસ્તિકા”ત્રિપથગા”ની વિમોચન ઘડી,
યાદ આવે સાલ ૨૦૦૯ના નવેમ્બર ૨૮ના દિવસની ઘડી,
શા માટે એવું હૈયે થાય છે ?
અરે, એ તો હતી ચંદ્ર-સુરેશ મિલનની ઘડી !…..આજે ફરી….(૪)
 
કાવ્ય રચના …તારીખ ફેબ્રુઆરી,૨,૨૦૧૦            ચંદ્રવદન 
 
 
 
 

બે શબ્દો…

વ્યક્તિ પરિચય-મિત્રતાના સુત્રે આ મારી બીજી પોસ્ટ છે !
ઈન્ટરનેટનું જાણ્યા બાદ, ગુજરાતી બ્લોગ જગતે  સફર કરતા, સુરેશભાઈના બ્લોગની મુલાકાત લેવા પહેલા, ફોન પર મારી એમની સાથે વાતો થઈ. ત્યારે, મે મારૉ પોતાનો બ્લોગ હજૂ શરૂ કર્યો ના હતો…..વિજયભાઈ શાહની સાથે વાતો કરતા, એમણે મને સુરેશભાઈ વિષે કહ્યું ….આટલી ઉંમરે એઓ “ઘણુ ” વેબજગતમાં કરી રહ્યા હતા….અને વાતો કરવા મારૂં મન મને ખેંચી ગયું હતું. વિજયભાઈના સહકારથી “ચંદ્રપૂકાર”નો જન્મ ૨૦૦૭માં થયો…અને ત્યારબાદ, સુરેશભાઈને મેં વ્યક્તિઓ વિષે જુદો બ્લોગ શરૂ કરવા વિનંતી કરી…...એઓ એમના બ્લોગ તેમજ અન્ય બ્લોગોના કાર્યોમાં હોવા છતાં, થોડા સમયમાં “ગુજરાતી મહાજન પરિચય”નામનો નવો બ્લોગ શરૂ કર્યો અને જેની શુભ શરૂઆતમાં એમણે એમના માતા-પિતા વિષે ટુંકું લખાણ લખ્યું ,….અને સાથે ત્યારબાદ, મારો પરિચય પ્રગટ કર્યૉ….હું અચંબાથી ભરપુર ….સાથે સાથે, આનંદ અનુભવી, મેં એમને ખુબ ખુબ આભાર શબ્દોમાં દર્શાવ્યો.
બસ, ત્યારબાદ, બ્લોગો પર આવ-જાવ કરતા, ફોન કે ઈમેઈલથી  મળતા મળતા…..અમે એકબીજાની નજીક આવ્યા, જેને તમો “અમારી મિત્રતા”રૂપે કહી શકો…..અને, તમે એ પ્રમાણે ગણો કે નહી, અમે તો અમારા હ્રદયમાં “એ મિત્રતા” જરૂર નિહાળતા હતા…….કિન્તુ, અમે એકબીજાને રૂબરૂ મળ્યા ના હતા…..અને મારા મનમાં અનેકવાર વિચારો આવતા કે ..”ક્યારે અમે મળીશું ?”…..આ આશા પણ પ્રભુએ  નવેમ્બર, ૨૦૦૯મા પુર્ણ કરી ! ટેક્ષાસથી સુરેશભાઈના અનેક ઈમેઈલો આવ્યા …એઓ થોડા દિવસો માટે નવેમ્બર માસે કેલીફોર્નીઆ આવતા હતા….એક દિવસ માટે રીવરસાઈડમાં રમેશભાઈ પટેલની પુસ્તિકાના વિમોચન માટે હાજરી આપવાના હતા….મેં પણ ત્યાં હરી આપવા નિર્ણય લઈ લીધો…..અને, હું એમને પ્રથમવાર ત્યા નવેમ્બર ૨૮, ૨૦૦૯ના દિવસે મળ્યો….એ આજે યાદ છે, અને એ હંમેશા યાદ રહેશે !
 
સુરેશભાઈ વિષે હું શું લખું ? એમને તો ગુજરાતી વેબજગતમાં સૌ જાણે છે …અને અનેક એમને “દાદા ” કહી માન આપે છે…..બસ, એટલું હું જાણું કે એઓ ગુજરાતમાં ભણી. એક એન્જીનીઅર બન્યા, અનેક વર્ષો નોકરી કરી રીટાયર થઈ અમેરીકાના ટેક્ષાસમા સ્થાયી થયા……અને, જ્યારે એમના મનમાં ” શું કરૂં ? ” થવા લાગ્યું ત્યારે એમણે કોમ્પ્યુટર શીખી, વેબજગતમાં પ્રવેશ કરી, જે ફાળો આપ્યો છે તેથી અનેકને પ્રેરણાઓ મળી છે ! આજે એઓ ડાલાસ શહેર નજીક દિકરી/દિકારાના પરિવાર સાથે છે.એમના પરિવારને પુરો જાણ્યો નથી ….કદાચ એક દિવસ સૌને મળવાની તક પ્રભુ આપશે !
સુરેશભાઈનો મુખ્ય બ્લોગ છે “ગધસુર”….એ બ્લોગ તો સૌ જાણે ….એ સિવાય સુરેશભાઈ બીજા અનેક બ્લોગોમાં ફાળો આપે છે, અને એમના બીજા પણ બ્લોગો છે. એ સર્વની માહિતી તમે એમના મુખ્ય બ્લોગ પર જઈ જાણી શકો છો….અને, એમના વિષે પણ તમે ત્યાં વાંચી, જાણી શકો છો…..એથી, મારે એમના વિષે વધુ કહેવું નથી અને સૌને એમના બ્લોગ પર જવા વિનંતી કરૂં છું, અને એ માટે “લીન્ક” છે>>>>>
 
www.gadyasoor.wordpress.com
 
ચાલો, તો, તમે આ પોસ્ટરૂપે  એક “કાવ્ય” તેમજ એક “ટુકું લખાણ ” વાંચ્યું …..આશા છે કે તમોને એ ગમ્યું…..વાંચ્યા બાદ, જો તમારા હૈયે કંઈક થયું  તો. જરૂરથી તમે એ શબ્દોમાં તમારા “પ્રતિભાવ”રૂપે દર્શાવશો …જે વાંચી, મને ખુબ જ આનંદ થશે !..અંતે, મારે એટલું જ કહેવું છે કે “સુરેશ અને ચંદ્રવદન મિત્રો છે ” !
ચંદ્રવદન.
 
 
 
FEW  WORDS……
 
Today  I am publishing the 2nd Post on  ” VYAKTI PARICHAY…MITRATA “..& it is about my friend SURESHBHAI JANI.  I heard about him from my friend VIJAYBHAI SHAH. I then had the opportunity to know him more via Emails/Phones …and also by reading the Posts on his Blog Gadyasoor….and also by his comments on Chandrapukar & other Blogs. I met him for the 1st time in Riverside, California on November,28th 2009.
Within a short period of contacts, I saw him as a “True Friend”…and I felt that he had the similar feelings for me.
I did not write much about Sureshbhai as you can get that information by visitng his Blog. But I must not forget to mention that I had already published 1 Post on him on his BIRTHDAY as a Poem in March 2009 and you can read that Post on Chandrapukar by clicking on the below LINK>>>>>
 
www.chandrapukar.wordpress.com/2009/03/05/
 
I hope you like the Poem in Gujarati (about our Friendship ) and also hoping you like the short write-up as “Few Words ” in Gujarati. I will be happy to read your feelings as your “comments ” for this Post.
 
Chandravadan Mistry MD

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ. વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

31 ટિપ્પણીઓ Add your own

 • 1. atuljaniagantuk  |  માર્ચ 3, 2010 પર 4:47 પી એમ(pm)

  આપની મૈત્રી વીશેની સરળ અને સહજ રજૂઆત ગમી.

  જવાબ આપો
 • 2. Harnish Jani  |  માર્ચ 3, 2010 પર 5:51 પી એમ(pm)

  વાહ.ઘણું સરસ.

  એકને કહા દુસરેને માની
  ગુરુ નાનક કહે દોનો ગ્નાની.

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  માર્ચ 4, 2010 પર 12:30 એ એમ (am)

  મિત્ર તારી ભાવનાનું શું કહું ?
  દિલ તણા તવ ભાવનુંયે શું કહું?
  ચન્દ્ર કરે પુકાર, રહી દૂર, તો યે શું કહું?
  સુર પુકારે સૂર – સૂણો સૌ નીરવ થઈને
  કશું સૂઝે નવ કાંઈ , સી.એમ. બોલો શું કહું?

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  માર્ચ 4, 2010 પર 12:34 એ એમ (am)

  સુંદર વ્યક્તિત્વ ધરાવનાર સુરેશભાઇનો એટલો જ સુંદર પરિચય આપવા માટે આભાર. તમે તો સુરેશભાઇને મળી શક્યા, હું વંચિત રહી ગયો. મળવાનું તો થશે જ ત્યારે પ્રત્યક્ષ વાતચીતનો પણ લહાવો લઇશ!

  જવાબ આપો
 • 5. Patel Popatybhai  |  માર્ચ 4, 2010 પર 2:03 એ એમ (am)

  Dr, Saheb

  Kem Bhulay “Jani Saheb” ne, Tamne-Bija
  Badha ne Malva ” KARAN ” Banya Je.

  Joya Computarman Aaje, Ichha Chhe Pratyksa Malvani, Kyarek,Kayank Kok di, Koi Pan Rite Malisu Jarur.

  XXXXXXXXXXXXX

  Yad Chhe Abhipray Apvo Baki ” GUJARATI ”
  ( Bhasha ) no.

  જવાબ આપો
 • 6. Patel Popatybhai  |  માર્ચ 4, 2010 પર 2:06 એ એમ (am)

  Sri Jani Saheb

  Dr. Saheb Upar Tamari Kavita pan Gami Saras.

  જવાબ આપો
 • 7. sudhir patel  |  માર્ચ 4, 2010 પર 3:49 એ એમ (am)

  Very nice thought to express your feelings about friends!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 8. neetakotecha  |  માર્ચ 4, 2010 પર 3:58 એ એમ (am)

  khub j saras…

  જવાબ આપો
 • 9. DR.MAULIK SHAH  |  માર્ચ 4, 2010 પર 4:50 એ એમ (am)

  yes SBJ is fine personality whom we all love to call DADA and probably looking to his popularity he is indeed DADA of the Gujarati blog jagat…!!!

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  માર્ચ 4, 2010 પર 5:08 એ એમ (am)

  અરે, એ તો હતી ચંદ્ર-સુરેશ મિલનની ઘડી !…..આજે ફરી….(૪)

  આદરણીય સુરેશભાઈની મીઠી યાદમાં આપ ડોશ્રી ચંદ્રવદનભાઇ,ડૉશ્રી દિલીપભાઇ

  અને શ્રી નરેન્દ્રભાઈ સદા અંતરથી રમતા અનુભવ્યા છે.તે પુષ્પ જેવા છે અને બ્લોગના

  પવનમાં સૌને મ્હેંક માણવાની મજા આપી જાય છે.આપની પોષ્ટ અને કવિતાના

  શબ્દોમાં ભીંની લાગણી ઝબકેછે.શ્રી સુરેશભાઈ ,આકાશદીપ બ્લોગ ના મંગલાચરણ

  દ્વારા સૌની સાથે મને નાતો બાંધી આપવા માટે આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. Dilip Gajjar  |  માર્ચ 4, 2010 પર 10:24 એ એમ (am)

  સુરેશભાઈ અને ચન્દ્રવદનભાઈની બેવના મૈત્રિભાવને નમસ્કાર અને અભિનન્દન ! તમારા પવિત્ર મૈત્રિભાવની છાલક અમને ઉડે છે અને આનન્દીત થવાય છે..સૂર્ય સામે ન જોવાય પણ ચન્દ્રને મન્ભરી માણી શકાય તેમ તમારો દોસ્તીનો શીતળ ચન્દ્ર ચાન્દ્ની ફેલાવતો રહે તે જ શુભેચ્છા..

  જવાબ આપો
 • 12. પંચમ શુક્લ  |  માર્ચ 4, 2010 પર 1:52 પી એમ(pm)

  Your simple way of gracing the friendship is touching.

  જવાબ આપો
 • 13. Dr. Chandravadan Mistry  |  માર્ચ 4, 2010 પર 3:42 પી એમ(pm)

  વ્હાલા વાંચકો અને ચંદ્રપૂકારના મહેમાનો,

  તારીખ માર્ચ ૩ના આ પોસ્ટ પ્રગટ કરી અને આજે અત્યારે ૧૨ પ્રતિભાવો વાંચી ખુશી…..પોસ્ટ પ્રગટ કરી અને તરત જ બે પ્રતિભાવો ( અતુલભાઈ જાની, અને હરનિશભાઈ જાની )…અને ત્યારબાદ તરીખ માર્ચ ૪ના બીજા ૧૦ પ્રતિભાવો…..આથી, ૨૪ કલાકોની અંદર આટલા બધા પ્રતિભાવો….સુરેશ્ભાઈ માટે સૌની કેટલી લાગણીઓ છે તેના અહી દર્શન થાય છે !બધા જ પ્રતિભાવો વાંચી હું ખુશી અનુભવું છું …અને, આ મારા હ્રદયની ખુશીમાં જાણે તમો સૌને મળવા દોડી ગયો…પણ આવું કેમ ?…અને એના જવાબરૂપે છે >>>સુરેશ્ભાઈનો પ્રતિભાવે એક પ્રશ્ર્ન ” શું કહું ?”…જેમાં છુપાયેલી છે અંતરની લાગણીઓ !…..સૌને આભાર…હવે પછી જે કોઈ પ્રતિભાવ આપશે તેઓને પણ “એડ્વાન્સમાં ” આભાર !>>>>ચંદ્રવદન

  જવાબ આપો
 • 14. Govind Maru  |  માર્ચ 4, 2010 પર 4:07 પી એમ(pm)

  અવકાશમાં સુર્ય અને ચન્દ્રનું મીલન શક્ય નથી ! પરંતુ આ નેટજગતના માધ્યમથી સુર્ય અને ચન્દ્રના સ્નેહ મીલનની મહેંક માણવાની ખુબ મઝા આવી. બન્ને મીત્રોને હાર્દીક અભીનંદન..

  જવાબ આપો
 • 15. ishvarlal R. Mistry  |  માર્ચ 4, 2010 પર 11:09 પી એમ(pm)

  Very nice comments on friendship, I think you both have same path of understanding about things in life.Keep up the good friendship and exchange your experience to benefit others.
  Thankyou for sharing. Sureshbhai & Chandravadanbhai.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 16. shivshiva  |  માર્ચ 5, 2010 પર 8:38 એ એમ (am)

  good thinking of friendship.

  જવાબ આપો
 • 17. Dr. Chandravadan Mistry  |  માર્ચ 5, 2010 પર 3:25 પી એમ(pm)

  Dear Sureshbhai……It’s your Day….it’s your BIRTHDAY…as it is 5th MARCH….so…..
  HAPPY BIRTHDAY to YOU !
  I know I had visited your Blog & posted “my Bitrhday wishes” to you there…but as this Post is about you I MUST express my Happy Birthday here too !
  CHandravadan.

  જવાબ આપો
 • 18. નટવર મહેતા  |  માર્ચ 6, 2010 પર 3:35 પી એમ(pm)

  સુરેશભાઈ પાસે એક વસ્તુ શિખ્યો કે નવું કરવા માટે કોઈ ઉમ્મર હોતી નથી દાદાની ધગશ અને નવું કરવાની/શિખવાની એમની લગન ધન્ય છે.

  હવે તો એઓ ‘ગુગમ’ લઈને આવી રહ્યા છે ત્યારે લાગે છે કે ગુજરાતી સાહિત્ય/ભાષાની કોઈ સીમા નથી ને આ ગરવો ગુજરાતી સુરેશભાઈ એક સાચો ગરવો ગુજરાતી સપુત છે.

  મારી (કુ)ટેવ મુજબ મારી એક રચના એમના વિશે અને આપની મિત્રતા પાંગરતી રહે એ શુભેચ્છા સાથે સાદરઃ

  સુરેશદાદાની હોય છે મીઠી દાદાગીરી
  કર્યા કરે આર્લિંગ્ટન બેઠા બ્લોગગીરી

  માળાના મણકા ફેરવવાના જે ઉમ્મરે
  એ ઉમ્મરે માઉસથી ક્લિક કર્યા કરે.

  મજાના માણસ ને મજાની એ વ્યક્તિ.
  ગુજરાત બહારનો એ ગરવો ગુજરાતી

  ‘લોકકોશ’માં ઉમેરે એ શબ્દો ક્યારેક
  તો ‘ગુગમ’ની દરખાસ્ત લાવે ક્યારેક

  કરે ઓરીગામી, કરે કાગળની કતરણ
  જિંદગીની દરેક પળે એ કરે ભણતર

  બ્લોગ જગતના એ બાદશાહ! કરે રાજ
  ચાહીને એ કોઈને ન કરે કદી નારાજ.

  ‘કાવ્યસુર’, ‘ગદ્યસુર’ને ‘અંતરની વાણી’
  ‘વિશ્વગુર્જરી’ એ લાવે વેબ પર તાણી

  રોજ રોજ ભરે એ ‘હાસ્યનો દરબાર’
  ને હળવો કરે ને કરાવે દિલનો ભાર.

  આ સુરેશ ચાલીસામાં હજુ ઘણુ બાકી
  દાદા થોડું લખ્યું તમને તાકી તાકી.

  કંઈ ખોટું લખ્યું હોય તો માફ કરશો
  ને મારા બ્લોગ પર એક ‘ક્લિક’ કરશો .

  જવાબ આપો
  • 19. સુરેશ જાની  |  માર્ચ 7, 2010 પર 2:21 એ એમ (am)

   એક બહુ જ જરૂરી સ્પષ્ટતા.
   ગુગમનો વિચાર હું લાવ્યો છું. એનું પોત અને એનો વ્યાપ એટલો મોટો બની શકે તેમ છે કે, એ મંચ બનાવવાની મારી તાકાત નથી. માત્ર તન. મન, ધનથી એની સેવા કરવા મન છે .
   ગુગમને ગુજરાતી પ્રજાએ જ પ્રસાવવાનું છે.
   આ વિચારની વાહ વાહ નથી . ખમતીધર અને યોગ્ય નેતૃત્વની જરૂર છે. આ વિચાર સામ્પ્રત ગુજરાતી પ્રતિભાઓ સુધી પહોંચે. એમના મનમાં આ વાત વસે; એ માટે સૌ રયત્ન કરે. દરેક બ્લોગર અને બ્લોગ વાચક પોતાના જાણીતા સાહિત્યકારો. શિક્ષણશાસ્ત્રીઓને આ માટે તૈયાર કરે … તો કામ બને.

   જવાબ આપો
  • 20. સુરેશ જાની  |  માર્ચ 7, 2010 પર 2:26 એ એમ (am)

   નટવર ભાઈ,
   તમારી શિઘ્ર કવિતા બહુ જ ગમી.

   જવાબ આપો
 • 21. Dr. Chandravadan Mistry  |  માર્ચ 6, 2010 પર 4:15 પી એમ(pm)

  આ સુરેશ ચાલીસામાં હજુ ઘણુ બાકી
  દાદા થોડું લખ્યું તમને તાકી તાકી.

  કંઈ ખોટું લખ્યું હોય તો માફ કરશો
  ને મારા બ્લોગ પર એક ‘ક્લિક’ કરશો .
  Natverbhai…..I am so HAPPY tp read your Poem-Form “BEST WISHES” for Sureshbhai….Thanks !

  નટવરભાઈ…તમે મારા બ્લોગ પર આવી જે કાવ્યરૂપી પ્રતિભાવ આપ્યો…તે માટે આભાર !

  અને, મારે તમારા કાવ્ય સંબોધીત આટલું લખવું છે >>>>

  “સુરેશ-ચાલીશા”ની પુર્ણતા માટે થોડી પંક્તિઓ છે બાકી,

  આવી, ઉમેરશો બીજી સુરેશ-ઘડીઓ, એવી વિનંતી છે મારી,

  ખોટું જરા પણ લાગ્યું નથી, કહીએ છે એવું અમે,

  “ક્લીક”કરી, તમારા બ્લોગે જરૂર આવીશું વ્હેલા અમે !

  ચંદ્રવદન

  જવાબ આપો
 • 22. Ramesh Patel  |  માર્ચ 8, 2010 પર 1:14 એ એમ (am)

  નટવરભાઈ તમે સહજ ભાવે ધર્યા ભાવ હૃદયથી

  મળ્યા અમને ગુજરાતી સુરેશભાઈ અહીં હરખથી

  બંન્ને છો એવા, લાગો સ્વજન જ્યાં મળો નજરથી

  ચંદ્ર પુકાર યાત્રાએ મળ્યો મહા આનંદ અંતરથી

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 23. sapana  |  માર્ચ 8, 2010 પર 1:53 પી એમ(pm)

  નમસ્કાર ચમ્દ્રવદનભાઈ,
  તમારી અને સુરેશભાઈની મિત્રતાને પણ વંદન!!!બ્લોગ જગતે કેવા કેવા હિરલાઓ આપ્યા છે અને કેવિકેવી અતૂટ મિત્રતાઓ સર્જી છે એ તમારી પોસ્ટ્થી જાણ્યુ..મને પણ બ્લોગ જગતે મિત્રો આપ્યા છે હાલમા હું લતાબેનને મળી આવી એક સુંદર સંબંધ દોસ્તીનો બંધાયો અને કૄષ્ન દવે અને ધિરુભાઇને પણ મળી..આનંદની પરિસિમા..હવે તમે મારા બ્લોગમા પધાર્યા ફરિ એક મિત્ર્તાનો સિલ્સીલો ચાલુ થયો હું ઈશ્વરનો જેટ્લો આભાર માનુ ઓછો છે મારા અહોભાગ્ય!!!
  સપના

  જવાબ આપો
 • 24. arvind  |  માર્ચ 10, 2010 પર 5:16 એ એમ (am)

  શ્રી સુરેશ્ભાઈ જેવાની આટલી નિકટ મિત્રતા મેળવી આપ સાચે જ ધન્ય થયા છો. મારો ખૂબ જ ટુંકો પરિચય બ્લોગના માધ્યમથી થયો અને હું પણ તેમના પ્રેમમાં પડી ગયો છું. રૂબરૂ મળવાની ખૂબજ ઈચ્છા અને તાલાવેલી હોવા છતાં ક્યારે મળાશે તે જાણતો નથી. તેમ છતાં નેટના અને બ્લોગના માધ્યમ થકી એક બીજાના સંપર્કમાં જીવંત રીતે રહી શકવું શક્ય બન્યું છે તે મારા જેવા નવા નિશાળીયાને શ્રી સુરેશભાઈ સહન કરી લઈ માત્ર પ્રોત્સાહન જ નહિ પણ માર્ગદર્શન પણ પ્રેમથી આપી રહ્યા છે. કોઈકે સાચું જ કહ્યું છે કે શ્રી સુરેશભાઈ બ્લોગ જગતના ખરા અર્થમાં દાદા છે. આપ બંનેની મિત્રતા આવનારા સમયમાં વધુ અને વધુ ગાઢ બને અને આપના મિત્ર વર્તુળમાં મારા જેવાનો સમાવેશ પણ કરશો તો મને આપ સૌના વાચન જ્ઞાન વગેરેનો રેડીમેઈડ લાભ મળશે ! થોડો મોડો પડ્યો છું આપની મિત્રતાને વધાવવામાં કારણ હું 3 દિવસ બહાર હતો પણ બેટર લેટ ધેન નેવર ખરું ને ?
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
  • 25. સુરેશ જાની  |  ઓક્ટોબર 7, 2013 પર 3:30 પી એમ(pm)

   પ્રિય ભાઈશ્રી. અરવિંદ ભાઈ,
   તમે આ ૨૦૧૦ માર્ચમાં લખ્યું અને જાન્યુઆરી -૨૦૧૧ માં આપણે મળી શક્યા. તમારા ઘરમાં માણેલી એ પ્રેમ ભરી ગોઠડીઓ હજુ યાદ છે – છેલ્લે ડોક્ટર સાહેબના ઘેર.
   એ યાદોની આ યાદ ….
   http://gadyasoor.wordpress.com/2011/04/06/lone_fighter/

   જીવનમાં આવી ક્ષણો બહુ ઓછી મળતી હોય છે- બસ એ મધુર યાદો એ જ આપણી મુડી.

   જવાબ આપો
 • 26. pragnaju  |  માર્ચ 15, 2010 પર 8:15 પી એમ(pm)

  દી.ચિ.સુરેશ બ્લોગ જગતનો દાદો !
  અમ નાચીઝના સામાન્ય પોસ્ટ વાંચવા આવે,
  પ્રતિભાવ આપે-
  અમારી પચાસમી લગ્ન ગાંઠે મુક્તક લખી મોકલે!
  સાંભળી બધા વાહ કહે!
  એક વાર તેમના બ્લોગ પર જાઓ, ત્યાં તમને સૌજન્યપૂર્ણ આવકાર આપશે. હેતથી તમારી સાથે વાતો કરશે, તમારી સરભરા કરશે. ત્યાં એક માનવીય ગરિમા હશે. ભારતીય માનસનો સાચો પરિચય મેળવવો હોય તો પરંપરાના સંસ્કાર પામેલા સુજા !પહેલી વાર મળતો હોય તોય એને ભાવથી સગાઈ સૂચક સંબોધન કરાય છે. ત્યાં અજાણ્યા પર વિશ્વાસ કરાય છે. એના આદરસત્કાર થાય છે. તમે જાઓ એટલે કોઈ તમને ભાઈ કહીને બોલાવશે. કોઈ વયોવૃદ્ધ સ્ત્રી દીકરો માનશે, નાનાં બાળકો કાકા-માસા જેવું મીઠું સંબોધન કરશે. તમને સગાઈના દોરમાં બાંધી દેશે. તમને પોતાપણાની હૂંફ-ઉષ્મા અનુભવવા મળશે. તમને કોઈ નવો અનુભવ થશે.

  મને મૉટીબેનનુ સંબોધન એમનું જ છે………..

  જવાબ આપો
 • 27. Sharad Shah  |  એપ્રિલ 23, 2010 પર 3:28 પી એમ(pm)

  પ્રિય ચંદ્રવદનભાઈ;
  પ્રેમ;
  તમે માનવીના સ્થૂળ શરીરના નિષ્ણાત છો. મારો અભ્યાસ માનવીના સૂક્ષ્મ શરીર સાથે વધારે છે. પણ સ્થૂળ શરીરની સમજણ અતિ આવશ્યક છે જ. કારણકે જે શરીર (સાધન) થી આપણે યાત્રા કરવાની છે તેના વિષે બહુ ઓછા લોકોને જ્ઞાન હોય છે. આપે અહીં ખૂબ સુંદર માહિતી આપી છે. સાથે સાથે માર્ગદર્શન પણ આપશો તો ઘણા બધા વાચકોને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરુપ થશે.
  મને રનીં નોઝ (Rhinitis) ની સમસ્યા છે. કદાચ આ સમસ્યા રેસ્પીરેટ્રી સિસ્ટમની ખામીને કારણે થાય છે. આપનુ માર્ગદર્શન ઉપયોગી થશે.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ શાહ

  જવાબ આપો
  • 28. chandravadan  |  એપ્રિલ 24, 2010 પર 4:28 એ એમ (am)

   Sharadbhai,
   THANKS !
   It seems that you had posted this COMMENT here by mistake..you may wished it to be on the Post of LUNGS & the RESPIRATORY SYSTEM …so I had ANSWERED it there Please read it there !
   DR. Chandravadan

   જવાબ આપો
 • 29. nilam doshi  |  જૂન 4, 2010 પર 2:00 પી એમ(pm)

  it is better late than never..

  i have high respect for suresh dada….and nice to read abt him here…

  એમના ઉત્સાહ અને જીવંતતાને સલામ

  જવાબ આપો
 • 30. prdpravalpradip raval  |  ઓક્ટોબર 7, 2013 પર 7:55 એ એમ (am)

  શ્રી ચંદ્રકાન્તભાઈ,
  આપ આપની યાદોના ઉપવન માં બહાર પડ્યા પછી પણ કોઈક ના જીવન માં ડોકિયું કરવાનું ચુકતા નથી…પછી ગમે ત્યાંથી લીંક મળે…તમારો સહજ આ સ્વભાવ સાહિત્ય જગત ના ખોરાક સમાન છે જેને આપ જેવા લોકો થકી જન ફરિયાદ જેવા માધ્યમો માં પીરસાયી ને લોકો સુધી પહોચાડી જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે…બહો ઓછા એવા અખબારી માધ્યમો છે કે જે દેશ વિદેશ ની સાહિત્ય કૃતિઓ ને વિના મુલ્યે પ્રસિદ્ધિ આપીને નવા જુના લેખકો ને આગળ આવવા પ્રયત્નો કરાય છે..જો કે લેખકો વાર્ષિક આવા અખબારો ને જાહેરાત રૂપી કે પુરસ્કાર રૂપી ટેકો આપી ને પોતાની ફરજ અદા કરતા હોય છે અમુક ને બાદ કરતા…પણ સાચા અર્થ માં કહીએ તો દાદા ની સાહિત્ય બ્લોગ ની કેડી કૈક જુદી છે જેને સમજવામાં વિશાળતા ના દર્શન કરવા જ રહ્યા….આભાર ….jan fariyad always respect to suresh dada as per his debth of activity…

  જવાબ આપો
  • 31. સુરેશ જાની  |  ઓક્ટોબર 7, 2013 પર 3:21 પી એમ(pm)

   ભાઈશ્રી. પ્રદીપભાઈ,
   મારું નામ આવ્યું; એટલે જવાબ આપવો જ પડે !!
   બ્લોગ અને પ્રિન્ટ મિડિયામાં ઘણો ફરક છે. બ્લોગ કેવળ નિજાનંદી પ્રવૃત્તિ છે- આખી દુનિયામાંથી મિત્રો મેળવી આપે છે; અને અમારા જેવા નિવૃત્ત માણસો માટે કાથા કબલા અને ઘરમાં કજિયા કરવા કરતાં વધારે સારો સમયનો ઉપયોગ છે! જો કે, એના દુરૂપયોગ પણ ઘણા થયેલા છે; પણ આપણે એ કાદવને ઉલેચવાની શી જરૂર ?
   આથી તમે કરેલી પ્રશંસા માટે આભાર તો માનું જ છું; પણ એક સૂચન એ કરવું છે કે, આઠેક વર્ષથી શરૂ થયેલ આ માધ્યમમાં હવે ઉત્ક્રાન્તિની જરૂર છે. અંગત બ્લોગો એટલા બધા થઈ ગયા છે કે, સૌ સૌના મિત્ર વર્ગ સિવાય એનો વ્યાપ થઈ શકે તેમ નથી. કોને હજારથી ઉપર બ્લોગો પર લટાર મારવાનો સમય હોય?
   આથી હવે એક જાતની વાનગી પીરસતા બ્લોગરોએ ભેગા મળીને સહિયારા અને એક દિશામાં પ્રયાસો કરવા જોઈએ. તો કશુંક સામાન્ય હિતનું, રસનું અને ઉપયોગી કામ થાય.
   લયસ્તરો, વેબ ગુર્જરી, ઈ-વિદ્યાલય એ બધા આ દિશામાંની પ્રવૃત્તિઓ છે. એ ઢબ હવે બ્લોગરો ભેગા મળીને અપનાવે- તો કાંક આગળ વધાય.

   બ્લોગર અંગેનો આ લેખ વાંચજો – મજા આવશે-
   http://gadyasoor.wordpress.com/2009/09/20/blogger/

   પણ એ વાત હવે જૂની થઈ ગઈ! નવી વાત આ કોમેન્ટ વાળી !

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,546 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: