Archive for માર્ચ 3, 2010

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

 
 

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

 
 
 

આજે ફરી યાદ કરૂં છું , સુરેશભાઈ તમને !

આજે ફરી યાદ કરૂં છું હું, સુરેશભાઈ તમને !….ટેક
નામ “સુરેશ જાની” સાંભ્ળ્યું પ્રથમવાર વિજય શાહ મુખે,
ઈમેઈલ અને ફોનથી સંપર્ક કરી, ભરી લીધો સુરેશને હૈયે,
અને, પછી શું થયું ?
એક મિત્રતા-કળી પુષ્પરૂપે ખીલી !……આજે ફરી….(૧)
મળતા રહ્યા ઈમેઈલ ફોનથી અનેકવાર અમે,
“ચંદ્રપૂકાર” પર સુરેશ, કે “ગધસુર”પર ચંદ્ર પતિભાવો વાંચ્યા હશે તમે,
અને, પછી શું થયું ?
એ મિત્રતાના પુષ્પની મહેક અન્યને મળી !…..આજે ફરી….(૨)
મળીશું ક્યારે ? વિચાર એવો, ચંદ્ર-હૈયે હોય ફરી ફરી,
“આવું છું કેલીફોર્નીઆ !” કહે સુરેશ ઈમેઈલ કરી કરી,
અને, પછી શું થયું ?
સુરેશ-ચંદ્રનું સ્નેહ-મિલન શક્ય થયું !….આજે ફરી……(૩)
યાદ આવે રમેશભાઈની પુસ્તિકા”ત્રિપથગા”ની વિમોચન ઘડી,
યાદ આવે સાલ ૨૦૦૯ના નવેમ્બર ૨૮ના દિવસની ઘડી,
શા માટે એવું હૈયે થાય છે ?
અરે, એ તો હતી ચંદ્ર-સુરેશ મિલનની ઘડી !…..આજે ફરી….(૪)
 
કાવ્ય રચના …તારીખ ફેબ્રુઆરી,૨,૨૦૧૦            ચંદ્રવદન 
 
 
 
 

બે શબ્દો…

વ્યક્તિ પરિચય-મિત્રતાના સુત્રે આ મારી બીજી પોસ્ટ છે !
ઈન્ટરનેટનું જાણ્યા બાદ, ગુજરાતી બ્લોગ જગતે  સફર કરતા, સુરેશભાઈના બ્લોગની મુલાકાત લેવા પહેલા, ફોન પર મારી એમની સાથે વાતો થઈ. ત્યારે, મે મારૉ પોતાનો બ્લોગ હજૂ શરૂ કર્યો ના હતો…..વિજયભાઈ શાહની સાથે વાતો કરતા, એમણે મને સુરેશભાઈ વિષે કહ્યું ….આટલી ઉંમરે એઓ “ઘણુ ” વેબજગતમાં કરી રહ્યા હતા….અને વાતો કરવા મારૂં મન મને ખેંચી ગયું હતું. વિજયભાઈના સહકારથી “ચંદ્રપૂકાર”નો જન્મ ૨૦૦૭માં થયો…અને ત્યારબાદ, સુરેશભાઈને મેં વ્યક્તિઓ વિષે જુદો બ્લોગ શરૂ કરવા વિનંતી કરી…...એઓ એમના બ્લોગ તેમજ અન્ય બ્લોગોના કાર્યોમાં હોવા છતાં, થોડા સમયમાં “ગુજરાતી મહાજન પરિચય”નામનો નવો બ્લોગ શરૂ કર્યો અને જેની શુભ શરૂઆતમાં એમણે એમના માતા-પિતા વિષે ટુંકું લખાણ લખ્યું ,….અને સાથે ત્યારબાદ, મારો પરિચય પ્રગટ કર્યૉ….હું અચંબાથી ભરપુર ….સાથે સાથે, આનંદ અનુભવી, મેં એમને ખુબ ખુબ આભાર શબ્દોમાં દર્શાવ્યો.
બસ, ત્યારબાદ, બ્લોગો પર આવ-જાવ કરતા, ફોન કે ઈમેઈલથી  મળતા મળતા…..અમે એકબીજાની નજીક આવ્યા, જેને તમો “અમારી મિત્રતા”રૂપે કહી શકો…..અને, તમે એ પ્રમાણે ગણો કે નહી, અમે તો અમારા હ્રદયમાં “એ મિત્રતા” જરૂર નિહાળતા હતા…….કિન્તુ, અમે એકબીજાને રૂબરૂ મળ્યા ના હતા…..અને મારા મનમાં અનેકવાર વિચારો આવતા કે ..”ક્યારે અમે મળીશું ?”…..આ આશા પણ પ્રભુએ  નવેમ્બર, ૨૦૦૯મા પુર્ણ કરી ! ટેક્ષાસથી સુરેશભાઈના અનેક ઈમેઈલો આવ્યા …એઓ થોડા દિવસો માટે નવેમ્બર માસે કેલીફોર્નીઆ આવતા હતા….એક દિવસ માટે રીવરસાઈડમાં રમેશભાઈ પટેલની પુસ્તિકાના વિમોચન માટે હાજરી આપવાના હતા….મેં પણ ત્યાં હરી આપવા નિર્ણય લઈ લીધો…..અને, હું એમને પ્રથમવાર ત્યા નવેમ્બર ૨૮, ૨૦૦૯ના દિવસે મળ્યો….એ આજે યાદ છે, અને એ હંમેશા યાદ રહેશે !
 
સુરેશભાઈ વિષે હું શું લખું ? એમને તો ગુજરાતી વેબજગતમાં સૌ જાણે છે …અને અનેક એમને “દાદા ” કહી માન આપે છે…..બસ, એટલું હું જાણું કે એઓ ગુજરાતમાં ભણી. એક એન્જીનીઅર બન્યા, અનેક વર્ષો નોકરી કરી રીટાયર થઈ અમેરીકાના ટેક્ષાસમા સ્થાયી થયા……અને, જ્યારે એમના મનમાં ” શું કરૂં ? ” થવા લાગ્યું ત્યારે એમણે કોમ્પ્યુટર શીખી, વેબજગતમાં પ્રવેશ કરી, જે ફાળો આપ્યો છે તેથી અનેકને પ્રેરણાઓ મળી છે ! આજે એઓ ડાલાસ શહેર નજીક દિકરી/દિકારાના પરિવાર સાથે છે.એમના પરિવારને પુરો જાણ્યો નથી ….કદાચ એક દિવસ સૌને મળવાની તક પ્રભુ આપશે !
સુરેશભાઈનો મુખ્ય બ્લોગ છે “ગધસુર”….એ બ્લોગ તો સૌ જાણે ….એ સિવાય સુરેશભાઈ બીજા અનેક બ્લોગોમાં ફાળો આપે છે, અને એમના બીજા પણ બ્લોગો છે. એ સર્વની માહિતી તમે એમના મુખ્ય બ્લોગ પર જઈ જાણી શકો છો….અને, એમના વિષે પણ તમે ત્યાં વાંચી, જાણી શકો છો…..એથી, મારે એમના વિષે વધુ કહેવું નથી અને સૌને એમના બ્લોગ પર જવા વિનંતી કરૂં છું, અને એ માટે “લીન્ક” છે>>>>>
 
www.gadyasoor.wordpress.com
 
ચાલો, તો, તમે આ પોસ્ટરૂપે  એક “કાવ્ય” તેમજ એક “ટુકું લખાણ ” વાંચ્યું …..આશા છે કે તમોને એ ગમ્યું…..વાંચ્યા બાદ, જો તમારા હૈયે કંઈક થયું  તો. જરૂરથી તમે એ શબ્દોમાં તમારા “પ્રતિભાવ”રૂપે દર્શાવશો …જે વાંચી, મને ખુબ જ આનંદ થશે !..અંતે, મારે એટલું જ કહેવું છે કે “સુરેશ અને ચંદ્રવદન મિત્રો છે ” !
ચંદ્રવદન.
 
 
 
FEW  WORDS……
 
Today  I am publishing the 2nd Post on  ” VYAKTI PARICHAY…MITRATA “..& it is about my friend SURESHBHAI JANI.  I heard about him from my friend VIJAYBHAI SHAH. I then had the opportunity to know him more via Emails/Phones …and also by reading the Posts on his Blog Gadyasoor….and also by his comments on Chandrapukar & other Blogs. I met him for the 1st time in Riverside, California on November,28th 2009.
Within a short period of contacts, I saw him as a “True Friend”…and I felt that he had the similar feelings for me.
I did not write much about Sureshbhai as you can get that information by visitng his Blog. But I must not forget to mention that I had already published 1 Post on him on his BIRTHDAY as a Poem in March 2009 and you can read that Post on Chandrapukar by clicking on the below LINK>>>>>
 
www.chandrapukar.wordpress.com/2009/03/05/
 
I hope you like the Poem in Gujarati (about our Friendship ) and also hoping you like the short write-up as “Few Words ” in Gujarati. I will be happy to read your feelings as your “comments ” for this Post.
 
Chandravadan Mistry MD

માર્ચ 3, 2010 at 4:15 પી એમ(pm) 31 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,689 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031