વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.

ફેબ્રુવારી 26, 2010 at 1:51 એ એમ (am) 27 comments

vijay1.jpg
 
.
 વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.
 

ચંદ્ર વિજયની યાદમાં

અરે, મિત્ર વિજય, તારી જ યાદમાં છે ચંદ્ર આજે ! ….ટેક
યાદ છે પ્રથમ ફોન પર કરેલી ચર્ચા આપણી ?
જ્યારે, કાવ્ય મારૂં “દર્પણ”માં પ્રગટ કરવા વિનંતી હતી મારી !
નથી ભુલ્યો હું એ….જે થયું તે યાદ છે તને ?…….અરે,…(૧)
૨૦૦૭ની નવેમ્બર માસની ૨૨મી તારીખ યાદ છે મને,
“ચંદ્રપૂકાર”ની થયેલ શરૂઆત યાદ છે મને,
નથી ભુલ્યો હું એ….જે થયું તે યાદ છે તને ?….અરે,…..(૨)
મિત્રતાના ભાવે”હું અને તું એક છે ” એવું ચંદ્ર કહે !
એ જ મિત્રતાના ભાવે, વિજય તું શું કહે ?
યાદ કરતો રહું હું તને ! બીજું ચંદ્ર કાંઈ ના કહે !…અરે….(૩)
  
કાવ્ય રચના …તારીખ ફેબ્રુઆરી,૧, ૨૦૧૦             ચંદ્રવદન
 
 
આજનું આ કાવ્ય મેં વિજયભાઈને યાદ કરી, રચ્યું છે….પણ એ પહેલા “ચંદ્રપૂકાર” પર  એક કાવ્ય-રચના “એક મિત્રતા”ના નામકરણે પ્રગટ કરી હતી ( જુલાઈ ૧૦. ૨૦૦૮) અને તેમાં ફક્ત આ અમારી મિત્રતાનું જ  લખ્યું હતું…અને, આજે આ કાવ્ય વાંચ્યા બાદ, તમે  એ ફરી વાંચી શકો છો…અને એ માટે એની લીન્ક  નીચે મુજબ છે>>>
 
 
ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

આજે “વ્યક્તિ પરિચય- મિત્રતા”ના નામે આ પ્રથમ પોસ્ટ કહેવાય…..હા, આ પહેલા એક કાવ્ય સાથે  રમેશભાઈ પટેલ (આકાશદીપ) વિષે એક પોસ્ટ પ્રગટ કરી હતી ( તારીખ નવેમ્બર, ૩૦,૨૦૦૯) અને એ પ્રગટ કર્યા બાદ, મને મનમાં થયું કે “મિત્રો બારે પોસ્ટો ચંદ્રપુકાર પર  હોય તો કેવું ? “…..મને વિચાર ગમ્યો…..અને એ પ્રમાણે કરવા નિર્ણય તો લીધો…પણ પછી બીજો વિચાર આવ્યો “બચપણથી થયેલી બધી જ મિત્રતા બારે શરૂઆત કરવી કે અન્ય રીતે શરૂઆત ?”…..જરા મુજવણમાં હતો….અંતે નિર્ણય કર્યો કે ” બ્લોગ કર્યો અને અનેક સાથે મિત્રતા થઈ, અને મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર આ પોસ્ટો હશે તો કેમ નહી ગુજરાતી વેબજગતમાં થયેલ મિત્રતાથી જ શરૂઆત કરી પાછળથી બચપણમા થયેલ મિત્રતા બારે લખું ?”…..બસ, એથી જ આજે આ પોસ્ટ !
અને, નિર્ણય બાદ, મારા મનમાં વિજયભાઈ શાહનું નામ રમવા લાગ્યું….રમવું જ જોઈએ ! કારણ કે જ્યારે મેં ૨૦૦૬મા નોકરી પરથી નિવ્રુત્તિ લીધી ત્યારે કોમ્પ્યુટર શીખવા, અને એ પછી ચંદ્રપૂકાર નામે બ્લોગ શરૂ કરવા માટે એમણે જ ઉત્તેજન આપ્યું હતું ….પણ હું વિજયભાઈને તે પહેલાથી જાણું છું ….આજે આ પોસ્ટ લખતા ફરી વિજયભાઈને મારો “આભાર” દર્શાવું છું.
ગુજરાતી વેબજગતે વિજયભાઈને તો અનેક જાણે છે એથી મારે વધું કહેવું નથી…..એઓ અનેક વર્ષો પહેલા ગુજરાતથી આવી ટેક્ષાસના હ્યુસ્ટન શહેરમાં સ્થાયી થયેલા છે….ફાઈનાન્સનું કામ કરતા કરતા, એઓએ  ત્યાંના ગુજરાતી સમાજને સેવા આપી, આજે પણ ફાળો આપી રહ્યા છે. સાથે સાથે, એઓ ગુજરાતી વેબજગતમાં “ગુજરાતી સાહિત્ય ઉત્તેજન” માટે ખુબ જ રસ સાથે એમનો ફાળો આપી રહ્યા છે. એમણે એમના પોતાના બ્લોગ “વિજયનું ચિંતન જગત”પર કાવ્યો, નવલકથાઓ, સુવિચારોરૂપી અનેક પોસ્ટો મુકી અનેકને “પ્રસાદી” આપી છે, અને આપતા રહે છે….એ સિવાય એઓ બીજા બ્લોગરો સાથે પણ વાર્તા/નવલકથાઓ પ્રગટ કરી કે અન્યને બ્લોગ શરૂ કરવા માટે પ્રેરણાઓ આપી છે, અને હજૂ આપતા રહે છે. વિજયભાઈ વિષે વધુ જાણવું હોય તો તમે  એમના બ્લોગ “વિજયનું ચિંતન જગત” પર જઈ જાણી શકો છો,,,અને તે પર જવા માટેની લીન્ક નીચે પ્રમાણે છે>>>>
 
 
આટલી મિત્રતા હોવા છતા, હું હજી વિજયભાઈને મળ્યો નથી…..વિજયભાઈના “પુરા પરિવાર”ને જાણતો નથી, અને આથી મારા હૈયે “જરા દુઃખ” સહીત એક જ વિચાર ” ક્યારે હું વિજયભાઈને મળીશ ? “….આનો જવાબ મારી પાસે આજે નથી પણ એક દિવસ પ્રભુ એ “સ્નેહમિલન” જરૂર કરશે જ….આવી છે મારી “પ્રભુ પર પુર્ણ-શ્રધ્ધા” !….અને તે શક્ય હશે ટુંક સમયમાં જ !
હવે, આશા એટલી કે આ પ્રથમ પોસ્ટ સૌને ગમે!…અને, બીજી આશા એટલી કે વિજયભાઈ આ પોસ્ટ વાંચી, એમની ખુશી આ પોસ્ટ્ના પ્રતિભાવરૂપે “બે શબ્દો”લખશે તો મને ખુબ જ હ્શે !.>>>ચંદ્રવદન
 
FEW   WORDS
 
This Post initiates a SERIES of POSTS under the Topic of ” VYAKTI-PARICHAY- MITRATA ( meaning  An Individual’s Profile–Friendship ).  When I had published a Post on Rameshbhai Patel ( Aakshdeep ) I did not think that way…but only after the publication of that Post, I got this idea of publishing a SERIES of POSTS under the SAME headings.
Now, one can conclude that he/she had known this person already…..Then, the question is WHY SUCH POSTS ?  My answer to that is: This is my Friend & I want you to know of that individual “as I see him “.
In my life-span of so many years, I had made lots of Friends…..Firstly, the childhood friends from schools/colleges…then others as I grew up…& but I made the decision to start with the Post on the Friends I had made  on the Internet & via my visits to the other Blogs.
 
I had made the decision to initiate the SERIES of these POSTS with some Blogger Friends…& today VIJAY SHAH as the 1st Friend  ( who is known to so many ).
 
I hope you like this post…& you like my IDEA of a Series of Posts on this Topic !
Chandravadan Mistry MD

 

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩) વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

27 ટિપ્પણીઓ Add your own

 • 1. himanshupatel555  |  ફેબ્રુવારી 26, 2010 પર 2:57 એ એમ (am)

  ભાઈ તમારો મૈત્રીભાવ સદભાવ જેટલો સરસ છે.ફોન પર મળો તોય વિજયભાઈને રૂબરૂ મળ્યા જેવું જ લાગે છે.

  જવાબ આપો
 • 2. pravina  |  ફેબ્રુવારી 26, 2010 પર 2:59 એ એમ (am)

  The real meaning of friendship is the other name of Vijaybhai—–

  જવાબ આપો
 • 3. Harnish Jani  |  ફેબ્રુવારી 26, 2010 પર 3:01 એ એમ (am)

  બહુ જ સરસ પરિચય-ગુજરાતીની સેવા કરવામાં આ જણનો પહેલો નંબર લાગે-એમના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે તમને બન્ને ને અભિનંદન.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  ફેબ્રુવારી 26, 2010 પર 3:29 એ એમ (am)

  શ્રી વિજયભાઈની મિત્રતા સર્વ બ્લોગમિત્રો સાથે સ્નેહથી જોડાયેલી છે.

  સાહિત્યને સમર્પિત જીવ સાથે સાથે ગુજરાતી સાહિત્યની ઉચ્ચ ગરીમા

  માટે ચીંતનશીલ સ્વભાવનો પરિચય મેં તેમની સાથે થયેલ ફોન

  વાતચીતમાં અનુભવ્યો હતો. તેઓ હાર્દિક શુભેચ્છા આપવામાં પણ સૌજન્ય

  સદા દાખવતા રહ્યા છે,આપના બ્લોગ દ્વારા તેમને મિત્રતાથી આપેલ આવકાર

  માટે આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  ફેબ્રુવારી 26, 2010 પર 4:13 એ એમ (am)

  વિજયભાઇ! એક અવિસ્મરણીય વ્યક્તિ અને સૌહાર્દ્યભરા મિત્ર, જેમને મળીને ખુશી જ થાય. ચંદ્રવદનભાઇએ તેમનો પરિચય આપીને વિજયભાઇના વ્યક્તિત્વને એક નવું પરિમાણ આપ્યું છે.

  જવાબ આપો
 • 6. સુરેશ જાની  |  ફેબ્રુવારી 26, 2010 પર 2:33 પી એમ(pm)

  મિત્રોને યાદ કરવાની તમારી આ રીત ગમી ગઈ. વિજયભાઈની મિત્રતા શેં ભૂલાય? ત્રણ વખત હ્યુસ્ટન ખાતે મળ્યો છું. તમારી ઓળખ પણ તેમણે જ કરાવી હતી.

  જવાબ આપો
 • 7. Ishvarbhai R. Mistry & Family  |  ફેબ્રુવારી 26, 2010 પર 5:35 પી એમ(pm)

  Very nice way of saying about friendship well said. That is how it should be.Thank you for sharing .

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 8. નટવર મહેતા  |  ફેબ્રુવારી 26, 2010 પર 9:09 પી એમ(pm)

  વિજયભાઈની

  વિજયયાત્રા સદા ચાલતી રહે,
  એ નેટ યાત્રા સદા મહાલતી રહે.

  ‘નિવૃત્તીની એમની પ્રવ્રુત્તિ’ છે
  પ્રવૃત્તિની જ્યોત પ્રજવળતી રહે

  ‘વિજયના ચિંતન જગત’માં
  ‘સાહિત્યસરિતા’ સદા વહતી રહે.

  સાહિત્યની આ મીઠી કોયલ
  ‘ટહુકા અંતરનાં ઓરડે’થી કરતી રહે

  ‘પત્તાના મહેલ’ની બારી કદી ખુલે
  ને સહુને એ સદા નિરખતી રહે

  ‘બિના ચિડીયાકા બસેરા’ જો હૈ
  ચિડીયા ઉસમે સદા ચહકતી રહે.

  જેણે ‘આંસુડે ચિતર્યા ગગન’
  એની ઊડાન ઊંચી ઊડતી રહે.

  ‘એશા -ખુલ્લી કિતાબ’ના પર્ણો પર
  એશા પાપા પગલી ભરતી રહે.

  ‘પુ. મોટાભાઈ’ની મોટાઈ છે
  સદા એ સહુ પર વરસતી રહે.

  ક્યારેક ‘લીમડે મ્હોરે મારું મન’
  મીઠાશ એ લીબોડીમાં મળતી રહે

  ‘વિચાર બે લીટી વચ્ચેનો’
  લીટીઓ એમ જ દોરાતી રહે!

  ‘સ્નેહનો ઊજાસ’ ન પડે ઝાંખો
  જ્યોત એની પ્રજવળતી રહે.

  ‘દુર્લક્ષ્ય’ થી એ રેહે એ દુર
  એની જિંદગી સદા મહેકતી રહે.

  એમની રાહે ચાલ્યા ઘણા
  એઓને મંઝિલ મળતી રહે.

  મા સરસ્વતિદેવીને કૃપા છે
  વિજયના શિરે એ વરસતી રહે.

  જવાબ આપો
  • 9. vijayshah  |  ફેબ્રુવારી 28, 2010 પર 12:31 એ એમ (am)

   આપ સૌ મિત્રોનો ઋણી છું આપનો સદભાવ એજ મારી પ્રેરણા છે.
   જ્યાં જ્યાં થી શીખ્યો તે સર્વને વહેંચતો રહુ છું.મારી માતભાષાનો હું અદનો સેવક છું મારાથી બની શકે તે બધુ કરીને માતભાષાનું દેવુ ઘટાડવા મથુ છુ.
   ફરીથી આપ સૌનો કોટીસઃ અભાર.

   જવાબ આપો
 • 10. Patel Popatbhai  |  ફેબ્રુવારી 27, 2010 પર 12:34 પી એમ(pm)

  Shree Natvar Bhai

  Mitrata Upar Tamari Kavya Rachana Manvi Gami

  Rahe Rahe na PRAS Uttam Rahya.

  જવાબ આપો
 • 11. Dilip Gajjar  |  ફેબ્રુવારી 27, 2010 પર 1:04 પી એમ(pm)

  વહે જ્યાં ઝ્રણ મૈત્રિભાવોનું દિલમાં
  મિલન સાચા મિત્રોનું નિશ્ચિત થવાનું
  શુભેચ્છા દિલીપની છે અંતરથી તમને
  ક્ષિતિજ પર વિજય ચન્દ્ર ક્યારેક મલશે

  ખુબ સુંદર પવિત્ર મૈત્રિહાવભી ઘરપૂર તમારી પૉષ્ટ..
  કાશ આપણે ફોન પર પણ મળ્યા હોત !!….

  જવાબ આપો
 • 12. Pancham Shukla  |  ફેબ્રુવારી 27, 2010 પર 5:04 પી એમ(pm)

  મૈત્રીને આવી સહજ રીતે યાદ કરવાન રીતે ગમી. વિજયભાઈનું ગુજરાતી બ્લોગજગતમાં મોટું પ્રદાન છે- કોઈ ખોટા વિવાદોમાં પડ્યા સિવાય, મંચ ગજાવ્યા વગર મૌલિક અને સાતત્યભર્યું સર્જન, સંકલન, શબ્દસ્પર્ધા પ્રયોગો અને બીજું ઘણું નોંધપાત્ર છે

  જવાબ આપો
 • 13. Dr. Chandravadan Mistry  |  ફેબ્રુવારી 28, 2010 પર 11:54 પી એમ(pm)

  This is an Email from JAY GAJJAR of Canada>>>>>

  Flag this messageRe: NEW POST…..VYAKTI PARICHAY—MITRATAFriday, February 26, 2010 3:52 AMFrom: “gajjar@mail.com” View contact detailsTo: Yes he is a very nice person. I met him last year at Vishva Gujarati Parishad in New Jersey.
  MALAVA JEVA MANAS CHHE
  Jay Gajjar

  જવાબ આપો
 • 14. Dr. Chandravadan Mistry  |  ફેબ્રુવારી 28, 2010 પર 11:56 પી એમ(pm)

  This is an Email Response from DR. KALI MISHRA of UK>>>>

  Flag this messageRE: NEW POST…..VYAKTI PARICHAY—MITRATAFriday, February 26, 2010 12:47 AMFrom: “Kali Mishra” View contact detailsTo: “CM Mistry” How are you?
  I am glad that U R doing a lot of good work.we are proud of you.
  Take care of your health. Best wishes to both of you.
  Kali mishra

  જવાબ આપો
 • 15. અક્ષયપાત્ર  |  માર્ચ 1, 2010 પર 1:15 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ અને વિજયભાઈ બંન્ને ગુજરાતી બ્લોગમાં સૌના મિત્ર બની રહ્યા છે. અને ઘણાને માટે પ્રેરણારૂપ છે. બંન્નેને અભિનંદન !

  જવાબ આપો
 • 16. Dr. Chandravadan Mistry  |  માર્ચ 1, 2010 પર 3:05 એ એમ (am)

  This is the Emails communications of Dilipbhai Gajaar of UK and Natwaer Mehta of USA after the publication of this Post>>>

  ReplyReply AllMove…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc Flag this messageFwd: અરે…વાહ..! દુબારા દુબારા..Saturday, February 27, 2010 4:05 PMFrom: “Dilip Gajjar” View contact detailsTo: “chadravada mistry” Message contains attachments1 File (5373KB)વિજયગાથા.mp3shri chandravadanbhai, You may like my littel muktak and Natavarbhais verses please forward to Vijayabhai…
  and visit my Geetgunjan to listen new gazal audio..in my voice.

  Thanks
  Dilip

  ———- Forwarded message ———-
  From: natver mehta
  Date: 2010/2/27
  Subject: અરે…વાહ..! દુબારા દુબારા..
  To: Dilip Gajjar

  સ્નેહીશ્રી દિલીપભાઈ,
  આપનો સુર અને મારા શબ્દો. લાગે છે કે આજે હું ઉપર અને આસમાં નીચે. આપે એટલું સરસ નિભાવ્યું છે કે મેં દુબારા દુબારા કહીને વારંવાર સાંભળ્યું બાકી મારા શબ્દો તો મુ. વિજયભાઈની વિરાટ સર્જન યાત્રા માટે ય સાવ વામણા છે. એઓએ મને ઘણું જ પ્રોત્સાહન આપ્યું છે અને આપતા રહે છે. એમણે તો એમના સહિયારા સર્જન માટે પણ નિમંત્રણ આપેલ પણ સમયના અભાવે એમાં સામેલ ન થઈ શકવાનો મને હંમેશ અફસોસ રહેવાનો.
  એમની સર્જન યાત્રા સાથે મારું એક પગલું હું ચાલું તો મને હું ભાગ્યશાળી સમજીશ.
  આપનો ખુબ ખુબ આભાર. આપે એઓશ્રીને તો આ આપનું ગુંજન પહોંચતું જ કર્યું હશે. છતાં મેં સહેજ નામ બદલીએ આ સાથે મુ.વિજયભાઈ માટે સામેલ કરેલ છે. ભુલચુક બદલ ક્ષમા કરશો.

  મા. વિજયભાઈ, દિલીપભાઈ તરફથી આપને સાદર મારા થોડા શબ્દો.

  આપને અને આપના સ્નેહીજનોને હોળીની ખુબ ખુબ શુભકામનાઓ.
  આપનો સ્નેહાધિન,
  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/
  http://natvermehta.blogspot.com/

  જવાબ આપો
  • 17. chandravadan  |  માર્ચ 1, 2010 પર 3:36 એ એમ (am)

   Dear Dilipbhai & Natverbhai,
   Above posted comment is actual the Email Communications of Dilipbhai/Nataverbhai …& BOTH of them had personally posted the COMMENTS directly to this Post,…….I am deeply touched by their FEELINGS…well expressed by each !
   Nataverbhai said “so nicely ” in a Gujarati Poem……..and Dilipbhai said so nicely in ” his words “!
   I was filled with JOY as I heard Dilipbhai’s voice on tha Audio Attachment …his MASTAK & the rendering of the Poetic Words of Nataverbhai.
   THANKS a LOT & VANDAN to both !
   Chandravadan.

   જવાબ આપો
 • 18. Dilip Gajjar  |  માર્ચ 1, 2010 પર 10:15 એ એમ (am)

  અને, શ્રી ચન્દ્રવદનભાઈમા મૈત્રિભાવભર્યા પવિત્ર હદય માટે રાજેશ મિસ્કીન (જેમની સાથે એક મુશાયરામાં ભાગ લેવાનું બન્યુ )તેમનું મુક્તક

  ઓરડામા એકાદ ચિત્ર હોય પુરતું છે
  જીવનમાં એક મિત્ર હોય પુરતું છે
  મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે
  હદયથી આદમી પવિત્ર હોય એ પુરતું છે

  શ્રી ચન્દ્રવદનભાઈએ મિત્રતા નો ભાવ હદયમાં જાગ્યો અને તેમને ખાસ પોષ્ટ મુકી તો હું તેમની અને વિજયભાઇની મૈત્રિથી પ્રભાવિત થયા વિના ન રહ્યો..અને તેમાય વળી હસ્તસિદ્ધ વાર્તા કેખક શ્રી નટવરભાઈનું મૈત્રિભાવનું ઝરણું કાવ્યમાં જોયું તો તેની છાલક મને વાગી અને તેના ખળખળ નાદથી પ્રેરિત થઈ મે તુરત ગાયું..આમા બહુ તૈયારી નથી કરી સહજ જ ગવાયું તે આપને મોકલ્યું..અને એક જુદી અનુભૂતિ કે શબ્દ ને સૂરનો સાથ સાંપડે તો કેવુ અનુભવાય…એકને કારણે ચાર મળ્યા અને કહેવાયું છે ને કે ચાર મિલે ચોસઠ ખિલે ?…જો કે ગુણાકાર તો વધુ થાય.(પણ અવસ્થા..!!)
  હ..હા…હા..અને એટલું જ કે,…..

  મૈત્રિભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે
  શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના હૈયે રહે…

  આપના મિત્રભાવની છાલકથી પરિપ્લાવિત આપ સહુનો હદયથી આભારી છું.

  જવાબ આપો
 • 19. Vishvas  |  માર્ચ 1, 2010 પર 12:52 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  મિત્રતા, બધા સંબંધોમાં બસ આ એક સંબંધ છે જે આપણે બાંધીએ છીએ.અને તેમાં પણ વિજયભાઈ તો ખરેખર ઉમદા વ્યક્તિ છે, મારે પણ તેમની સાથે માત્ર ઈ-મેલથી જ વાતચિત થઈ છે પણ તેમણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે વળી ગુજરાતી બ્લોગની યાદી કાન્તિભાઈ સાથે મળીને તેમણૅ ખુબ સુંદર બનાવી છે તથા ગુજરાતી શબ્દ સ્પર્ધા અને તેમાં પણ મારા ઈ-શબ્દ સ્પર્ધાના સૂચનને પણ તેમણૅ આવકારી એ વ્યવસ્થા પણ કરી ખરેખર ગુર્જર જગતના અમૂલ્ય વ્યક્તિ છે.

  આપને તથા કાકી તથા ઘરના સૌને મારા, મન તથા ઘરના સર્વે તરફથી હોળીની ખુબ ખુબ શુભકામનાઓ. આ હોળી આપના જીવનમાં પણ ખુબ બધા રંગો ભરી દે ….

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 20. neetakotecha  |  માર્ચ 2, 2010 પર 12:26 પી એમ(pm)

  ખૂબ સરસ લખ્યુ છે ભાઇ..અને મિત્રતા પર લખેલુ પોતે જ સુંદર લાગે..

  જવાબ આપો
 • 21. Dr.Shashikant D.Mistry  |  માર્ચ 2, 2010 પર 5:24 પી એમ(pm)

  Chandravadanbhai,

  After reading your introduction of Vijaybhai, I visited his blog.
  It seems, you both are in the same class of persons who are
  creative thinkers,instant poets (Shigra Kavi),and very versatile
  writers. Vijaybhai is more senior in the field.May you both
  contribute for a long time to preseve our Gujarati culture in overseas countries where it is most needed. I have put Vijaybhai’s blog on my “favourite ” section on internet so that I can access it readily.

  With hearty congratulations and warm regards to both of you,

  Shashibhai

  જવાબ આપો
 • 22. Patel Popatybhai  |  માર્ચ 4, 2010 પર 2:12 એ એમ (am)

  Sri Dilipbhai

  Tamari Char Pankti Chonti Gai Dilne.

  જવાબ આપો
 • 23. Valibhai Musa  |  માર્ચ 4, 2010 પર 7:57 એ એમ (am)

  સ્નેહીશ્રી ચન્દ્રવદનભાઈ,

  ભાઈશ્રી વિજયકુમાર શાહની મિત્રતાના વિષયે મિતભાષી સહજભાવે લખાએલું આ કાવ્ય પ્રેમાનંદના ‘નળાખ્યાન’માંના કૃષ્ણ-સુદામાના મિલન ઉપરના એક કડવામાંના સંવાદની યાદ આપી જાય છે. જો કે અહીં તમે બંને મિત્રો સુખવૈભવમાં તો સમાન જ છો, એટલે કૃષ્ણની સમૃદ્ધિની વાત કોઈ એકને જ અહીં લાગુ પડતી નથી; પણ અન્યોન્ય મિત્રભાવના સંદર્ભે વિચારતાં બંને અતિ સમૃદ્ધ છો, કોઈ દરિદ્ર નથી.

  મારું પોતાનું જીવનભરનું મિત્રતાઓ વિષેનું અવલોકન છે કે મિત્રો સર્વગુણે કદીય બીબાઢાળ સંભવી શકે નહિ, પણ એકાદ જ એવો જીવનના આદર્શને નક્કી કરતો ગુણ ઉભયમાં સમાન હોય તો જ મિત્રતાનાં મૂળ ઊંડે સુધી જઈને મિત્રતારૂપી વૃક્ષને સદાય પલ્લવિત રાખી શકે.

  મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’સાહેબના બ્લોગના માધ્યમે વિજયભાઈ અને હું પણ એકબીજાના સંપર્કમાં આવ્યા અને પછી તો અવનવા યુવાન અને વયોવૃદ્ધ એવા કેટકેટલાય નવીન સંબંધોના ફાલ ઉતરતા જ રહ્યા, જેમાં આપશ્રી ચન્દ્રવદનભાઈ પણ ઉમેરાઈ ગયા.

  આજે આપની સાથેની પ્રથમવારની ટેલિફોનિક વાતના પ્રારંભે જ આપે કહ્યું હતું કે મેઈલમાં તો સાંજે ફોન કરવાની વાત હતી, પણ સમય એ જ પણ સવારે જ બાર કલાક વહેલા ફોન કરી લેવા પાછળની આપની તત્પરતા એવી પ્રબળ હતી કે આપ તેને રોકી શક્યા નહિ. ઉષ્માભરી આપણી વાતચીત એ જીવનના સંભારણાસમ બની રહેશે.

  વિજયભાઈની મારા ઉપરની પ્રથમ મેઈલમાં તેમનો આગ્રહ હતો કે ઉંમરના ખ્યાલે તેમનાથી દસેક વર્ષ મોટો હોવાના ન્યાયે હું તેમને ‘વિજય’ તરીકે જ સંબોધું, પણ તેમ હું કરી શક્યો નથી અને કોઈને પણ એ રીતે સંબોધી શકીશ પણ નહિ; કેમ કે સ્વભાવ અને આદત જ કંઈક એવાં બની ગયાં છે કે દરેકને માનસન્માનથી જ સંબોધવા.

  જગતભરનાં વૈયક્તિક મિત્રવર્તુળો ભાવનામય બની રહે તે જ અભ્યર્થનાસહ અત્રેથી વિરમું છુ.

  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  જવાબ આપો
 • 24. shivshiva  |  માર્ચ 5, 2010 પર 8:33 એ એમ (am)

  good.

  જવાબ આપો
 • 25. nilam doshi  |  માર્ચ 10, 2010 પર 12:53 એ એમ (am)

  મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સદા આમ જ અવિરત વહેતુ રહે..

  ખૂબ સુન્દર..

  વિજયભાઇ વિશે વાંચીને ખૂબ આનંદ થયો..મોટાભાઇના મોટા..વિશાળ દિલનો અનુભવ મારી જેમ બીજા પણ અનેકને થયો જ હશે. મારે માટે તો એ હમેશા મોટાભાઇ જ સાબિત થયા છે. બધાને મદદરૂપ થવાની તેમની ભાવનાને સલામ…

  જવાબ આપો
 • 26. arvind adalja  |  માર્ચ 10, 2010 પર 8:56 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ
  આપની આ મિત્રતાને બીરદાવવાની શૈલી ખૂબ જ ગમી ! એક વાત કહું આપણે ક્યા મા-બાપને ત્યાં જન્મ લેવો તે નક્કી કરવાનો અધિકાર નથી. સગા-વહાલા જેવા કે કાકા મામા માસી માસા ફઈ ફુઆ વગેરે જન્મતા સાથે જ મળી રહે છે પસંદકીનો કોઈ અવકાશ હોતો નથી. જીવન સાથી/સંગીની પસંદ કરી શકવાની મોકળાશ હવે ઉપલબ્ધ થઈ છે પણ ઈન-લોવ્સ તો આપોઆપ જ મળે છે તે પણ પસંદ કરી શકાતા નથી. જ્યારે માત્ર મિત્ર એક જ એવી વ્યક્તિ છે કે જેને આપણે પસંદ કરી શકવા માટે અવકાશ મળે છે અને ત્યારે જો સહ્યદયી અને સમાન વિચાર સરણી વાળો એકાદ મિત્ર પણ મળી જાય તો જીવવું સાર્થક બની જતું હોય છે. આપ એવા ભાગ્યશાળીઓમાંના એક છો કે આપને બહોળો મિત્ર સમુદાય મળ્યો છે. અભિનંદન ! આપની મિત્રાચારી અનેકને માટે પ્રેરણાદાયી બની રહે અને આપના તમામ મિત્રો સાથેના સંબંધો વધુ દ્વધ અને હુંફાળા લાગણીસભર બની રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 27. pragnaju  |  માર્ચ 15, 2010 પર 8:25 પી એમ(pm)

  ખૂબ આનંદ થયો

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

%d bloggers like this: