ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)

February 21, 2010 at 1:39 pm 13 comments

 
 
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)

 
“ચંદ્રવિચારો શબ્દોમાં(૧૨) તારીખ જાન્યુઆરી,૩,૨૦૧૦ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ, મેં “ચંદ્રપૂકાર”પર “માનવ તંદુરસ્તી “ના વિષયે ૪ પોસ્ટો પ્રગટ કરી. ત્યારબાદ, “સુવિચારો”પ્રગટ કર્યા. આ પ્રમાણે, કરી, મેં સૌને જાણ કરી કે ભવિષ્યમાં ફરી માનવ તંદુરસ્તીની પોસ્ટો હશે…..કદાચ કોઈક એવા નિર્ણયથી નારાજ થયા હશે….અહીં હું એટલું જરૂર કહીશ કે “ભવિષ્યમાં એક પછી એક થોડી માનવ તંદુરસ્તીની પોસ્ટો હશે અને જેમાં વાંચકોએ પુછેલા પ્રશ્નોના જવાબ આપવા મારો પ્રયાસ હશે…..આ મારૂં વચન છે !
હવે, આ “સુવિચારો”ની પોસ્ટ બાદ, મારા હૈયે જે હતું તે પ્રમાણે, “વ્યક્તિ પ્રરિચય-મિત્રતા” નામકરણે થોડી પોસ્ટોથી શુભ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે , અને તમે હવે પછી, એવી પોસ્ટો વાંચશો.
અહીં પ્રશ્ન ઉભા થાય છે >>>મારી જાણની વ્યક્તિઓ વિષે પોસ્ટો લખવી જ શા માટૅ ? કોઈ પોસ્ટ વાંચનાર તો એમ કહેશે કે ..”શું નવું લખ્યું ? એમને તો અમે જાણીએ છે” અને, કદાચ કોઈક પ્રશ્ન કરશે કે…”જાણીને અમોને શું લાભ ?”….આવી, વિચારધારા સિવાય અનેક એવા હશે કે એઓ પોસ્ટ વાંચી આનંદ અનુભવશે. …..આનંદ કે ટીકાઓ માટે અપેક્ષાઓ હું રાખતો નથી કે એવી ચિંતાઓ કરતો નથી. મારો નિર્ણય ફક્ત એક જ વિચારે નભે છેઃ>> “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારૂં જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !”
 
હવે, હું આશા રાખું છું કે તમે “ચંદ્રપૂકાર”પર જરૂર પધારી, નવી પોસ્ટો વાંચશો…અને, વાંચેલી પોસ્ટો સૌને ગમશે એવી છે મારી બીજી આશા !
ચંદ્રવદન
 
 
FEW  WORDS…
 
Today, after the Post of “SUVICHARO” I am publishing a Post ” CHANDRA VICHARO SHABDOmaa (13)”….and making an inroduction for a Series of Posts on “VYAKTI PARICHAY– MITRATA ” meaning ” Info on an Individual & Friendship “. As I had diverted my attention away from the continued publication of the HEALTH Posts, I promise that in the near future, I will be back with Posts on HEALTH & will also try to answer the questions raised by the Readers as their “Comments ” for the 4 Posts on HEALTH.
Are you ready & anxious for the next Posts ?
Please, wait for a few days !
I know you will !
Chandravadan.
Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

સુવિચારો… મન,મોહમાયા, પ્રેમલાગણીઓ, ઈર્ષા/અભિમાન, માનવતા.. વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.

13 Comments Add your own

 • 1. Capt. Narendra  |  February 22, 2010 at 2:58 pm

  આપના “વ્યક્તિ પરિચય – મિત્રતા” પર વિચારો વાંચવા ઘણો ઉત્સુક છું! આશા છે આપ વહેલી તકે તે પ્રકાશિત કરશો.

  Reply
 • 2. Harnish Jani  |  February 22, 2010 at 4:04 pm

  બહુ જ સુંદર વિચારો- સાધુ બન્યા વિના પણ આધ્યાત્મિક વાતો થૈ શકે છે-તેનું તમે ઉદાહરણ છો.

  Reply
 • 3. shivshiva  |  February 23, 2010 at 3:31 am

  good thinking.

  Reply
 • 4. Dilip Gajjar  |  February 23, 2010 at 9:30 am

  Chandravadanbhai…
  Good thinkning about Introduction of friendship….
  I have remember you have called me when you was in Leicester…

  જાણું છું કે આત્મ પરિચય સંસ્કૃતી નથી

  મુજ વગર તો આપને કહેનાર કો વ્યક્તિ નથી

  કોઈ ના આિત્મક સફરને પૂર્ણતઃ જાણી શક્યું

  કોઈ કંઈ જાણી શક્યું પરિચય ફકત આપી શક્યું

  આગ બાળી ના શકે, ભીંજવે ન જળ તે આત્મા

  કોઈથી દેખાય ના, પરખાય ક્યાં પરમાત્મા ?

  મનભરી નિરખી શકો ચૂમી શકો તે મીત છું

  ગઝ્લથી ભિંજવી શકુ દિલ પ્રીતનું હું ગીત છું

  Reply
 • 5. Dr. Chandravadan Mistry  |  February 23, 2010 at 2:34 pm

  This is an Email Response of Jay Gajjar from Canada>>>

  Flag this messageRe: NEW POST…..CHANDRAVICHARO SHABDOmaa (13)Monday, February 22, 2010 6:45 AMFrom: “gajjar@mail.com” View contact detailsTo: emsons13@Very nice
  Very informative
  Very interesting
  Very good to remember and follow
  God bless you Chandrakantbhai
  Good luck
  Jay Gajjar

  Reply
 • 6. Dr. Chandravadan Mistry  |  February 23, 2010 at 2:36 pm

  This is an Email Response from Pravinaben>>>>

  Re: Fw: NEW POST…..CHANDRAVICHARO SHABDOmaa (13)Monday, February 22, 2010 6:47 AMFrom: “pravina kadakia” View contact detailsTo: “chadravada mistry” You get lots of comments. Sometimes I like to reply via email
  nice job.
  jay shree krishna
  pravina Avinash
  visit http://www.pravinash.wordpress.com

  Reply
 • 7. Dr. Chandravadan Mistry  |  February 23, 2010 at 2:47 pm

  This is a 1st Email Response to a Post on Chandrapukar from PANKAJ SHAH of Florida ( Welcome to Chandrapukar)>>>>

  Flag this messageRe: Fw: NEW POST…..CHANDRAVICHARO SHABDOmaa (13)Monday, February 22, 2010 6:54 PMFrom: “pankaj S” View contact detailsTo: “chadravada mistry” It was Awesome.I am very impressed
  Pankaj

  Reply
 • 8. Ramesh Patel  |  February 23, 2010 at 6:07 pm

  સાહિત્ય એ આપણા જ વિશ્વ જગતનો ભાગ છે.સારા કે અણગમતા જે કોઈ પ્રસંગો ઉદભવે છે તે

  સૌમાં સીધી કે આડકતરી રીતે આપણે ભાગીદાર અથવા તેની અસર અનુભવીએ છીએ.

  આપણા સાહિત્યકાર પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ ના પાત્ર જીવીને સંસોધક લેખકો

  તેમના વતનમાં જઈ પૃષ્ઠ ભૂમિકામાં જઈ તે પાત્રોના ઉછેરને શોધતા હતા.

  આપના જીવન સાથે નિમિત્તે મળેલા પાત્રોમાંથી પણ આપની પરગજુ નઝર કઈંક સારું જ

  અમને ઘેર બેઠા આપશે અને આપે આપેલો સમયથી એક કૃતિ ,સમાજ ઉપયોગી ઉભરશેજ.

  વાટ જોઈ રહ્યાછીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. Valibhai Musa  |  February 24, 2010 at 1:37 am

  ખરેખર, ચન્દ્રવદનભાઈ! તમારી લેખિનીમાં સરાસર નિખાલસતા અને બાળસહજ સરળતા મંદમંદ વહેતા ઝરણાની જેમ હૃદયને સ્પર્શી જાય છે! સામેની વ્યક્તિના મનમાં જાગતા પ્રશ્નોની સ્વયં અનુભૂતિ થવી એ નિર્મળ મનની સાબિતી છે. નમૂનારૂપે સુવિચારમાંના પ્રશ્નો છેઃ “મારી જાણની વ્યક્તિઓ વિષે પોસ્ટો લખવી જ શા માટૅ?. ”શું નવું લખ્યું?” “એમને તો અમે જાણીએ છે!” “જાણીને અમોને શું લાભ?” વગેરે.

  વળી આગળ “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારું જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !” જેવાં વાક્યોમાં મિત્રતાની પ્રાપ્તિની આરઝૂ નીતરે છે. સામાન્ય માનવીઓના જીવનમાં ભાગ્યે જ એવું જોવા મળતું હોય છે કે વાનપ્રસ્થાશ્રમ પછી પણ નવાનવા મિત્રો બનાવે કે મિત્રતા ઝંખે! એ ઉંમર પછી તો વાર્ધક્ય તરફ આગળ વધતાં માણસ માનવીય માયાઓને સમેટવાનું શરૂ કરે અને એકાંતપ્રિય બનવા માંડે.

  હું સાચા દિલે તમારા વ્યક્તિત્વ વિષે મારો પ્રતિભાવ આપીશ કે જવલ્લે જ તમારા જેવા જીવો જોવા મળશે કે જે મરતાં દમ સુધી માનવીય સંબંધો અને લાગણીઓને સમેટે જ રાખે! મારી પણ એવી જ પ્રકૃતિ છે અને તેમાંથી પ્રાપ્ત થતો આનંદ અને સંતોષ તમે, હું કે આપણા જેવા અન્ય જે હોય તે જ અનુભવી કે માણી શકે.

  મારા પ્રતિભાવની અભિવ્યક્તિના આનંદનું ચર્વણ કરવામાં પણ સવિશેષ આનંદ અનુભવતાં અનુભવતાં અત્રેથી વિરમું છું અને સહૃદયતાપૂર્વક તમારી કુશળતા ઝંખું છું.

  તમારો ગુણાનુરાગી,
  વલીભાઈ મુસા

  Reply
 • 10. સુનીલ શાહ  |  February 24, 2010 at 2:50 am

  તમે વિવિધ પ્રકારના સાહિત્ય દ્વારા સેવાયજ્ઞ કરી રહ્યા છો તે બદલ અભિનંદન…

  Reply
 • 11. chetu  |  February 24, 2010 at 10:28 pm

  “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારું જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !” આ શબ્દો સ્પર્શી ગયા .. ખુબ ખુબ અભિનંદન ..

  Reply
 • 12. arvind  |  February 25, 2010 at 7:27 am

  શ્રી ચંદ્રવદનભાઈ
  આપના બ્લોગની મુલાકાત લેવાનું અને પ્રતિભાવ જણાવવામાં વિલંબ થતો રહે છે તે બદલ દરગુજર કરશો ! હાલ હું બહાર છું અને દરેક સ્થળે કોમ્પ્ અને નેટની સુવિધા નહિ મળતી હોવાથી આ વિલંબ થતો રહે છે. પણ આપની આ વાત કદાચ મને પણ શ્બ્દશઃ સ્પર્શ્તી હોઈ ખૂબ જ સુંદર અને ધન્યવાદ !

  “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારું જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !”

  સ-સ્નેહ

  અરવિંદ

  Reply
 • 13. pragnaju  |  March 15, 2010 at 8:28 pm

  “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારૂં જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !”

  ભાવનાને સલામ્

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

February 2010
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728

%d bloggers like this: