સુવિચારો… મન,મોહમાયા, પ્રેમલાગણીઓ, ઈર્ષા/અભિમાન, માનવતા..

February 12, 2010 at 7:11 pm 26 comments

સુવિચારો

મન,મોહમાયા, પ્રેમલાગણીઓ, ઈર્ષા/અભિમાન, માનવતા….

(૧) મન તો છે ચંચળ, તો શું થયું ?
ફરી, ફરીને એ થાકશે,
ત્યારે, ભક્તિપંથે જઈ, સ્થીરતા એને આપજે !
(૨)સંસારમાં રહી જીવતા,
મોહમાયા જીવને અંધકાર લાવશે,
ત્યારે, પ્રભુનામે બંધનો એવા તોડજે !
(૩) મોહમાયાના બંધનો છુટતા,
હૈયે પ્રેમલાગણીઓ ઝરે,
જે થકી, ઈર્ષા, અભિમાન મરે !
(૪) ઈર્ષા અભિમાન દુર થતા,
માનવતા જરૂર ખીલશે,
એવું  અંતે “ચંદ્ર” કહે !
તારીખઃ જાન્યુઆરી,૩૦, ૨૦૧૦            ચંદ્રવદન

બે શબ્દો

આજે થોડા “ચંદ્રસુવિચારો” એક પોસ્ટરૂપે પ્રગટ કર્યા છે…..અહી, મેં કંઈ નવું તો કહ્યું નથી, ફફ્ત શબ્દોને ગોઠવી, “સુવિચાર” સ્વરૂપ આપ્યું છે. આશા એટલી જ કે આ સરળ ભાષામાં લખેલી પોસ્ટ તમો સૌને ગમે.ધર્મના પુસ્તકો કે જ્ઞાનીપુરૂષના ભાષણો અનેક શબ્દોમાં આવો જ ઉપદેશ આપવા પ્રયાસ કરે છે….ઉપદેશ મળ્યા બાદ, આપણે કેટલું અમલમાં મુકીએ એ જ અગત્યનું છે. મારૂં વાંચન કે જ્ઞાન એવું નથી કે હું કોઈને બોધ આપી શકું ….પણ, આટલું જીવન જીવતા, હું એટલું કહી શકું કે “ભક્તિ માર્ગ કે પ્રભુ-તત્વની માન્યતા” વગર આ માનવ જન્મનો ઉધ્ધાર નથી…..કોઈ કદાચ કહશે કે “પ્રભુ જેવું જગતમાં છે જ નહી” હું એવી વ્યક્તિઓને કહું કે “તમે જે પ્રમાણે યોગ્ય લાગે તે પ્રમાણે તમારૂ કાર્ય ચાલુ જ રાખો, જો એવા તમારા કાર્યોથી માનવતાને લાભ થતો હોય”……..અરે, આવા જ માનવીઓ “ખરેખર પ્રભુના ભક્તો જ છે ” જ્યારે જે માનવીઓ એવો દાવો કરે કે “હું તો પ્રભુનો પરમ ભક્ત” અને કાર્યો એવા કરે કે એ પ્રભુને જ નારાજ કરે. હું આ બે માવવીઓ વચ્ચે ક્યાં ? આ સવાલનો જવાબ હું કદી પણ આપી શકીશ નહી…આનો જવાબ અન્ય કહેશે કે નહી એની પરવા નથી…મને પરવા એટલી જ કે “હું મારા વિચારો તેમજ કાર્યોથી પ્રભુની નજીક રહી શકું”>>>>>ચંદ્રવદન
FEW   WORDS…..
Today, it is Friday and February,12th 2010…..and  just about a month ago I had published my 1st Post on “MANAV TANDURASTI ” ( Human Health )…which was followed by 3 more Posts, last being the 1st as “CHANDRAPUKARmaa DOCTORPUKAR…..And, I am filled the with joy of the wonderful response of so many to those Posts…AND I plan to continue them at a later date.
Today it is Maha Vad Chaudash & it is the auspicious day of MAHA SHIVRATRI and today it is the Opening Ceremony of this year’s WINTER OLYMPICS at Vancouver, Canada…..and, on SundayFebruary,14th 2010 it is the VALENTINE DAY….a Day to express/share LOVE….and today it is also the CHINISH NEW YEAR DAY…..& so that makes that day MORE MEMORABLE…..and,  then on Monday February 15th 2010 it is the PRESIDENT’S DAY of U. S. A…..AND so, I am HAPPY to publish this Post on SUVICHARO ( Pearls of Wisdom ) on the thoughts of ” MAN, MOH-MAYA,PREM-LAGANIO,IRSHA-ABHIMAN,ane MANAVATA “

I hope you like this Post……may be you can ADD some additional thoughts/views on this Topic ……and  I will be HAPPY to read your thoughts as your COMMENTS.

In a few days, I plan to publish a NEW POST…..till then ENJOY this Post !>>>>>CHANDRAVADAN.

Advertisements

Entry filed under: સુવિચારો.

માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧) ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)

26 Comments Add your own

 • 1. Harnish Jani  |  February 12, 2010 at 10:07 pm

  વાંચવાની મઝા આવી- આ વિચારો દરેકના જીવનમાં લાગુ પડે છે.

  Reply
 • 2. Mohanlal Fatania  |  February 12, 2010 at 11:11 pm

  Dear Chandravadanbhai, very good ” SUVICHARO’.Only the thing is that how these vichros are dijusted and put in practice. You are always writing good articles from which readers can learn lot.

  From Mohanlal Fatania, Atlanta

  Reply
 • 3. Tejas Shah  |  February 13, 2010 at 12:18 am

  મઝા આવી
  સરસ નિરુપણ

  Reply
 • 4. dhavalrajgeera  |  February 13, 2010 at 12:45 am

  We all need to this in action!!!!
  http://www.bpaindia.org

  Reply
 • 5. sudhir patel  |  February 13, 2010 at 3:35 am

  Very nice presentations of good thoughts that need to be a part of our life style!
  Sudhir Patel.

  Reply
 • 6. atuljaniagantuk  |  February 13, 2010 at 5:19 am

  સરળ શબ્દોમાં રજુ કરેલ સુંદર ઋજુ વિચારો.

  Reply
 • 7. Ramesh Patel  |  February 13, 2010 at 6:13 am

  ઈર્ષા અભિમાન દુર થતા,
  માનવતા જરૂર ખીલશે,
  એવું અંતે “ચંદ્ર” કહે !
  …..
  હું એટલું કહી શકું કે “ભક્તિ માર્ગ કે પ્રભુ-તત્વની માન્યતા” વગર આ માનવ જન્મનો ઉધ્ધાર નથી…..

  A true vision.સરસ નિરુપણ
  કાર્યોથી પ્રભુની નજીક રહી શકું”>>>>>ચંદ્રવદન
  khUba ja gami gayu.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. Dr.Shashikant D.Mistry  |  February 14, 2010 at 8:43 am

  Chandravadanbhai,

  Good thoughts need to be put in practice for becoming beneficial to oneself. You are becoming a shining example to all for puting in practice first what you preach.Everything you write comes from heart. It is honest and truthful.

  We admire your multi-talented personality.

  Shashibhai.

  Reply
 • 9. Dilip Gajjar  |  February 14, 2010 at 6:13 pm

  માનવતાની સુંદર વાત કરી આપે…મને પણ કૈ આમ સ્ફુરેલ..

  માનવતાકા બીજ હદયમેં જબ અંકુરિત હોતા હૈ
  સ્રુસ્ટીબાગમે માનવજીવન તબ ઉન્નત હોતા હૈ

  Reply
 • 10. Ishvarbhai R. Mistry & Family  |  February 14, 2010 at 6:57 pm

  Hello Chandravadanbhai,
  Very good thoughts ,Mun Moh Maya, Prem-Laganino, Irsha. Abhiman & Manavatha, Very wonderful , How to apply in one’s life is in the right way is the name of the game. Gita provides answers to this, well said . Thankyou for sharing this will open more thoughts in your life.

  Ishvarbhai R. Mistry

  Reply
 • 11. SURESH LALAN  |  February 15, 2010 at 5:28 pm

  સરસ. સુંદર વિચાર.

  Reply
 • 12. અક્ષયપાત્ર  |  February 15, 2010 at 7:24 pm

  આપના ઉત્તમ વિચારો વાંચી મનની શુધ્ધતા વધે છે. ઉત્તમ કાર્ય !

  Reply
 • 13. Rajul  |  February 16, 2010 at 2:53 am

  ખૂબજ સરસ છે.

  ઓમ નું પિચર ખુબ સરસ છે. કોઇક વાર જરુર પડશે તો ઉપયોગ કરવા રજા આપશો.

  Reply
 • 14. pravina  |  February 16, 2010 at 9:19 pm

  ” Chanchalta” is a Dharma of ‘Manas’
  Antarang’ Yoga helps to descipline it.
  Visit http://www.pravinash.wordpress.com

  Reply
  • 15. Dr. Chandravadan Mistry  |  February 16, 2010 at 9:51 pm

   Pravinaben…Thanks for your comment …In reference to “chanchalta” of Man (mind), you talked of the value of YOGA…….and, you gave the LNK of your Blog, which you expressed to post for the Readers. And, yes, YOGA can be a vehicle for better HEALTH.
   Please do REVISIT my Blog !>>>>CHANDRAVADAN.

   Reply
 • 16. neetakotecha  |  February 17, 2010 at 4:16 am

  me ek vastu joi che aatlla vakht na jivan ma..manas badhu muki sake che pan abhiman nathi muki sakto..ke hu kaik chu..ane mara jevu koi nathi…mrutyu pamta vyakti o ma me abhiman joyu che..tyare em thay ke kem manvi aavo hoy che..??

  Reply
 • 17. himanshupatel555  |  February 18, 2010 at 1:20 am

  તમારા ઉત્તમ વિચારો મને સુદર બનાવે છે, આભાર.

  Reply
 • 18. Capt. Narendra  |  February 19, 2010 at 12:51 am

  “મોહમાયાના બંધનો છુટતા,
  હૈયે પ્રેમલાગણીઓ ઝરે,
  જે થકી, ઈર્ષા, અભિમાન મરે !”
  કેવી સુંદર ભાવના! પ્રભુ પ્રત્યે ઉપજતી પ્રેમની લાગણીઓના પ્રવાહમાં ષડ્રિપુ ઓગળી જતા હોય છે એ વાત – અને તેથીય વધુ તેનો ગર્ભિત અર્થ સરસ, સરળ શૈલીમાં પ્રદર્શિત કર્યો છે. આપના સુવિચાર પ્રસાદિની જેમ અમને વહેંચવા માટે આભાર..

  Reply
 • 19. Dr. Chandravadan Mistry  |  February 19, 2010 at 2:25 pm

  This is a comment from MITIXABEN via Email>>>>>

  From: “Mitixa contractor” Add sender to ContactsTo: “chadravada mistry” Chandravadanbahi,

  Thank you for your kind words
  I also visit your blog occasionally and u are also doing very noble work
  keep it up
  ….Mitixa.

  Reply
 • 20. Patel Popatbhai  |  February 20, 2010 at 6:42 am

  Manviman MANAVTA chhej
  Jyare-Tyare Aene KHILYE J Chhutko
  Mode Mode Samay Aavye Khilye J Chhutko

  Reply
 • 21. સુરેશ જાની  |  February 22, 2010 at 3:54 am

  મને પરવા એટલી જ કે “હું મારા વિચારો તેમજ કાર્યોથી પ્રભુની નજીક રહી શકું
  —————-

  એકદમ સાચી વાત.

  Reply
 • 22. shivshiva  |  February 23, 2010 at 3:37 am

  બહુ સરસ વાત કહી.

  Reply
 • 23. pallavi  |  February 23, 2010 at 8:47 am

  saras vicharo.
  abhinandan!

  Reply
 • 24. arvind  |  February 25, 2010 at 7:42 am

  શ્રી ચંદ્રવદનભાઈ
  આપની વાત ઉપદેશ મળ્યા બાદ કેટલું અમલમાં મૂકી શકીએ છીએ તે જ અગત્યનું છે. સુ-વાક્યો સાચુ પૂછો તો આજે માત્ર દિવાલો ઉપર કોઈ કોઈ સ્થ્ળોએ બ્લેક બોર્ડ ઉપર કે નોટબૂક્માં સચવાયેલા રહે છે વાસ્તવામાં એકાદ જો એકાદ શબ્દ પણ અમલમાં મૂકાય જય તો સમગ્ર જીવનની દીશા પણ બદલાય જાય ! યક્ષ પ્રશ્ન અમલમાં કેટલું મૂકાય છે તે જ રહે છે ! તેમ છતાં આપનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે ! અસ્તુ !

  સ-સ્નેહ
  અરવિંદ

  Reply
 • 25. NASIT SATISH  |  March 3, 2010 at 8:50 am

  tame je suvichar lakhya che khub saras che tene ivan ma utarava khob jaruri che jay hind

  Reply
 • 26. pragnaju  |  March 15, 2010 at 8:33 pm

  આપણે મોહમાયા અને સ્થૂળ જગતમાં એટલા બધા ખૂંપી ગયા છીએ કે મૃત્યુ અંગે આપણે તાત્ત્વિક અભિગમ કેળવ્યો જ નથી. પરદેશમાં તો મરણના ભયમાંથી મુક્ત થવાની, શાંતિ અને પ્રસન્નતાપૂર્વક કઈ રીતે મરવું તે અંગેની ગાઇડન્સ કાઉન્સેલિંગ સર્વિસ ચાલે છે. જે આપણું નથી પણ કેવળ અમુક મર્યાદિત સમય સુધી જ ભોગવવાનું છે તેને આપણે કાયમ માટેનું આપણું માની લીધું છે. તેથી તે બધું છોડીને જવાની વાત આવે ત્યારે આપણે ડરી જઈએ છીએ.

  મરણના ભયમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય છે ઃ જે આપણું નથી તેને છોડવામાં દુઃખ શાનું ? તેની માયા શા માટે ? બસ, આ તત્ત્વજ્ઞાાન સતત નજર સમક્ષ રાખો. જે ક્ષણે દેહની માયા છૂટી જાય તેના ઉપરનો આપણો કાયમી અધિકારભાવ છૂટી જાય તે જ ક્ષણે મૃત્યુનો ભય પણ દૂર થઈ જશે. આપણી સંસ્કૃતિમાં ‘ત્યાગીને ભોગવી જાણો’નો આદર્શ છે તેમાં પણ આ બાબત જ રહેલી છે. આપણા જન્મ પૂર્વે આપણો દેહ આ જગતમાં ક્યાંય નો’તો. આપણે આપણા દેહનું, જન્મનું , નિર્માણ સ્વ- પસંદગીથી કર્યું નથી. અગમ્ય બળ દ્વારા આપણું નિર્માણ થયું આપણે જન્મ્યા ત્યારે આપણને કંઈ ભાન નો’તું પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ આપણામાં સમજ આવતી ગઈ અને આપણે આપણા દેહને જગતને માલિકી ભાવથી જોવા લાગ્યા. તેથી જ તેને છોડતા ડર લાગે છે. યાદ રાખો કે, અમુક વર્ષો પૂર્વે આપણો દેહ નો’તો.. અમુક વર્ષો બાદ પણ નહીં હોય. અમુક વર્ષોા ગાળા સુધી ફક્ત ભોગવટો જ છે.

  ટૂંકમાં, બધા મરે અને હું બચી જાઉં એ ભગવાનની ઇચ્છા હોય તો બધા બચી જાય અને હું મરી જઉં એ પણ ભગવાનની ઇચ્છા જ હોય. તેને પણ સ્વીકારવી જ રહી

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

February 2010
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728

%d bloggers like this: