માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

જાન્યુઆરી 18, 2010 at 12:23 એ એમ (am) 20 comments

 
 
 
 
 
 
 
 
 

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

માનવને જે શરીર મળ્યું,એને તંદુરસ્ત રાખવાની જવાબદારી માનવ પર જ રહે છે.માનવની તંદુરસ્તી યાને હુમન હેલ્થ (Human Health )ને એક મહત્વનો વિષય સમજીને મેં આ નામકરણે મારી ચંદ્રપૂકાર્ની સાઈટના “હોમ “પર થોડી પોસ્ટો પ્રગટ કરવા નિર્ણય લીધો હતો તેને આજે અમલમાં મુકતા હું ખુબ જ ખુશી અનુભવું છું.પ્રભુક્રુપાથી આ જન્મે હું એક ડોકટર બની શક્યો, અને અનેક વર્ષો માનવ-સેવા કરવાનો લ્હાવો પણ પ્રભુએ આપ્યો તેથી પ્રભુને કોટી કોટી વંદન ! એક ડોકટર તરીકે નોકરીમાંથી નિવૃત્તી ૨૦૦૬માં લીધા બાદ કોમ્પુટર જગતે “ચંદ્રપૂકાર “નામે એક સાઈટ શરૂ કરી, અને અનેકનો પરિચય થયો તે માટે મારા હૈયે ખુબ જ આનંદ છે. તેમ છતાં, ઘણી વાર મારા મનમાં વિચારો આવતા કે “હવે, એક ડોકટર તરીકે હું શું કરી શકું ? “ આ વિચાર સાથે એક દિવસ મને મારી વેબસાઈટની યાદ આવી. મારા હૈયે એવું થયું કે ” મારી જ સાઈટ પર માનવ તંદુરસ્તી બારે પોસ્ટો રૂપે લખાણ હોય તો તો કેવું ?…એવી પોસ્ટો દ્વારા હું ફરી એક ડોકટર તરીકે હું મારી ફરજ બજાવી શકું. ” આવા વિચારો સાથે થોડી મુજવણો ઉભી થઈ…..ચાલો, હું “હેલ્થ ” બારે લખું તો મારે ગુજરાતીમા લખવું જોઈએ. પણ, મારું ગુજરાતી-ભાષા જ્ઞાન ઉચ્ચ ના હતું. મેડીકલ ભણતરના અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં કેમ લખી શકીશ ? આવી મુજવણોમાં હતો ત્યારે જાણે પ્રભુ જ એનો જવાબ આપતા હોય તેમ મારા મનમાં થયું..”અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં લખી શકાય, અને સાથે અંગ્રેજી લીપીમાં ફરી લખીશ તો ચાલશે “. બસ, આટલા વિચાર સાથે, શું લખવું તે બારે મેં મારા મનને દોરવ્યું. ત્યારે થયું કે આ બધી જ વિગતો/માહિતીઓ તો પુસ્તકોમાં હોય છે, અને આજના કોમપ્યુટર/ ઈન્ટરનેટના યુગમાં આવી માહિતી તો સરળતાથી મળી શકે. તો, મારે શા માટે લખવું? ફરી મારૂં મન બીજી દિશામાં જવા લાગ્યું ત્યારે ફરી પ્રભુપ્રેરણાથી એક બીજો વિચાર જાગૃત થયો..” ભલે, કોઈક એંજીનનું ડાયાગ્રામ/ ફોટો હોય, ભલે,એ બારે બધું લખેલું હોય, તો પણ એની પૂરી જાણકારી એક ઈંજીનીઅર જ કહી શકે…..તે જ પ્રમાણે, ભલે, બધી જ માહિતી પુસ્તકો કે ઈન્ટરનેટ પર હોય, તો પણ, એક દર્દીને કે એક માનવીને સમજ આપવા એક ડોકટર જ અગત્યનો ફાળો ભજવી શકે છે “ બસ, અવા વિચારોથી મારૂં મન/હૈયું શાંત હતું. હવે, શું લખવું, કેવી રીતે પોસ્ટોરૂપે લખવું એ બારે મારી તૈયારી હતી….મારો નિર્ણય એ હતો કે…..માનવ, તંદુરસ્તી બારે લખવા પહેલા મારે ” માનવ શરીર “ બારે થોડી માહિતીઓ પહેલા આપવી, અને ત્યાર બાદ જ બિમારી/ રોગો બારે ચર્ચા કરવી યોગ્ય હશે. આથી, હવે, તમે “માનવ શરીર ” ટાઈટલે બીજી પોસ્ટ નિહાળશો. આશા છે તમોને આ પોસ્ટ અને બીજી પોસ્ટૉ ગમે ! ………..ડો, ચંદ્રવદન.
 
FEW WORDS……. 
 
Today,it is Monday January,18th 2010 & it is POS VAD TRIJ, 2066 as per Indian Calender….&  today it is also MARTIN LUTHER KING DAY Holiday in USA….. I feel proud & happy to publish this Post on HUMAN HEALTH ( Manav Tandurasti) for the 1st time on Chandrapukar……& I am SO HAPPY that henceforth there will be a series of Posts on HEALTH.
Today this is the FIRST MANAV TANDURATI Post officially, I feel that the Suvicharo Post of MANAV DEH ane ATMA of December,12th 2009 as my 1st Post on HEALTH…..So let that be Manav Tandurati (1A)  and this Post as Manav Tandurasti (1B).
As a Doctor , I feel nice to have started the Series of Posts on HEALTH, on Chandrapukar. I had always longed to do this .….I feel like doing my duty as ONE DOCTOR…..I must, however, cofess, that I am imperfect & that I may not be able to give ALL the MEDICAL FACTS……but I will try my BEST.
I hope that those who visit this Blog & read these Posts LIKE them & have the desire to read more of them. SO….I am requesting ALL my READERS to send me their FEELINGS as their COMMENTS for this Post..>>>>>DR. CHANDRAVADAN MISTRY.

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨) માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

20 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 18, 2010 પર 2:42 એ એમ (am)

  ડૉ. કેનેથ કુપર સંપૂર્ણ તંદુરસ્તીની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે

  ‘‘તનમાં તરવરાટ હોય, મનમાં ઉમંગ હોય, શરીરમાં થાક કે સુસ્તી ના હોય, રોગનું નામનિશાન ના હોય અને કોઈપણ પ્રકારના શારીરિક-માનસિક પરિશ્રમ વખતે પણ તમારું શરીર અડીખમ રહે તેનું નામ સાચી તંદુરસ્તી.’’

  સૃષ્ટિનો પહેલો કાયદો છે બેલેન્સ. પરમેશ્વરે આપણું શરીર પણ એવી રીતે બનાવેલું છે કે અમુક જ પ્રમાણમાં કસરત જોઈએ. વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. અમુક જ પ્રકારનો ખોરાક જોઈએ. તે પણ નહીં વધારે કે નહીં ઓછો. ઉંઘ અને આરામ પણ પ્રમાણસર જોઈએ, જેથી રોજના માનસિક તનાવમાં પણ રાહત મળે. યાદ રાખો કોઈપણ વ્યક્તિ ઉપરની બધી બાબતોમાં બેલેન્સ ના જાળળે અને બેલેન્સ થોડું પણ આધુંપાછું થાય તો તેના શરીરની અને મનની પરિસ્થિતિમાં ગરબડ થઈ જાય અને જ્યાં બેલેન્સ ના હોય ત્યાં સાચી તંદુરસ્તી કદાપિ ના હોય. અને આજીવન તંદુરસ્તી તો કદાપિ ના મળે.

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  જાન્યુઆરી 18, 2010 પર 12:16 પી એમ(pm)

  How true!
  Dr.Kenneth and Praganju.
  Pahelu Sukh te Jatenarya.
  MANSAVACHKARMANA.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 3. RAMESH Patel  |  જાન્યુઆરી 18, 2010 પર 7:26 પી એમ(pm)

  આપનું કૌશલ્ય અને અનુભવ તથા નેક ઈરાદો અને સમાજને

  કઈ રીતે લાભ મળે એવી વિચાર શૈલી આપના આ પરિપત્રમાં

  છલકે છે.

  ડૉક્ટર તરીકે શરીર શાસ્ત્રનો વૈજ્ઞાનીક અભ્યાસ અને તેના પર

  પ્રકાશ સાચે જ સૌને ગમશે.તંદુરસ્તી એ સૌથી અગત્યની વસ્તુ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  જાન્યુઆરી 18, 2010 પર 9:40 પી એમ(pm)

  બહુ જ ઉમદા વીચાર. આ પ્રક્રીયા ચાલુ જ રાખજો . આ તમારા જેવા માનવતાપ્રેમી ડોક્ટર જ કરી શકે.
  સો અભીનંદન અને હજાર શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 5. હિમાન્શુ પટેલ  |  જાન્યુઆરી 18, 2010 પર 11:01 પી એમ(pm)

  ઉત્તમ ચંતન છે.તમારી આગવી પધ્ધતિ છે.ચાલુ રાખો.

  જવાબ આપો
 • 6. Pancham Shukla  |  જાન્યુઆરી 19, 2010 પર 5:53 પી એમ(pm)

  તમારું આ કામ બહુ ઉપયોગી નિવડશે. હાલમાં ગુજરાતી બ્લોગજગતમાં માનવ શરીર અને તંદુરસ્સ્તી વિશે નહિવત જોવા મળે છે.

  જવાબ આપો
 • 7. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 19, 2010 પર 10:02 પી એમ(pm)

  This is an Email Response to this Post>>>>>>

  Re: Fw: NEW POST on CHANDRAPUKAR…1ST Post on HEALTHMonday, January 18, 2010 5:40 AMFrom: “Kishor Shastri” View contact detailsTo: “chadravada mistry” Res. Dr. saheb,

  You have taken absolutely right step to throw light on “Health”..will be beneficial to us …thanks and long live….

  2. I always forward your e-mails to my friends who are interested….

  Have a great days ahead
  With warm regards..

  Kishorbhai Shastri

  જવાબ આપો
 • 8. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 19, 2010 પર 10:04 પી એમ(pm)

  This another Email Respones to this Post>>>>>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKAR…1ST Post on HEALTHMonday, January 18, 2010 4:16 AMFrom: “pravina kadakia” View contact detailsTo: “chadravada mistry” Hello Dr.
  You have wonderful topic related to your proffession.
  Please visit http://www.pravinash.wordpress.com
  How was your trip to India.
  jay shree krishna
  pravina Avinash (Houston)

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  જાન્યુઆરી 19, 2010 પર 10:20 પી એમ(pm)

  ખુબ જરુરી છે સ્વાસ્થ્ય માટે સજાગતા રોજેરોજ…સુંન્દર માહિતિ..

  જવાબ આપો
 • 10. pravinash1  |  જાન્યુઆરી 20, 2010 પર 12:22 એ એમ (am)

  It is very important to be alert for health. As a doctor you are providing nice information. Only one thing I will add since I went to I
  India and learned Yoga. It does help.
  click on http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 11. Capt. Narendra  |  જાન્યુઆરી 20, 2010 પર 4:42 પી એમ(pm)

  A great thought indeed. You have such a wide experience in three countries – India, United Kingdom and the US, I am sure people will benefit from your expertise and experience.

  જવાબ આપો
 • 12. Ishvarbhai R. Mistry & Family  |  જાન્યુઆરી 20, 2010 પર 5:41 પી એમ(pm)

  Chandravadanbhai,
  Very good idea about sharing your information on health it will help a lot to us all. Continue your service good luck and that will be good Manav seva .Best wishes good health and happiness.bless you.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 13. Natu Desai  |  જાન્યુઆરી 20, 2010 પર 7:51 પી એમ(pm)

  Honestly I was hoping that you will start taking questions on this subject so that many-many patitnts can get a satisfactory answers of their problems particularly senior citizens.

  Thank you Dr and God bless you.

  જવાબ આપો
  • 14. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 20, 2010 પર 7:59 પી એમ(pm)

   NatuPapa…Thanks for your Comment on the Blog….I have not forgotten that…..my desire is to “touch the base ” with the BASIC INFO …..& then start the QUESTION -ANSWER Posts. I hope you will wait for those Posts>>>CHANDRAVADAN

   જવાબ આપો
 • 15. arvind  |  જાન્યુઆરી 21, 2010 પર 8:40 એ એમ (am)

  ડૉક્ટર ચંદ્રવદન
  આપની આ પોસ્ટ અને આવનારી પોસ્ટ સમગ્ર માનવ સમાજને ખૂબ જ ઉપયોગી થવની છે તે નિઃશંક છે. ખાસ કરીને અમારા જેવા સીનીયર સીટીઝન કે જેમને ઉમરને કારણે અનેક શારીરિક વ્યાધિઓ ઘેરી વળતી હોય છે તે વ્યાધિઓને સમજવા અને તેને થતી અટકાવવા શું કરવું રહે તેની સમજ મળતા ખૂબ જ રાહત થશે અને દવા વગેરેના ખર્ચાઓ ઓછા થશે તે પણ આડકતરી રાહત જ ગણાય ! આભાર અને ધન્યવાદ !

  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 16. Harnish Jani  |  જાન્યુઆરી 22, 2010 પર 2:17 એ એમ (am)

  ઉપર શ્રી અરવિંદભાઇએ મારાવતી લખી દીધું છે- મારા જીવનમાં મેં ઊંધો ક્રમ પક્ડ્યો છે.સૌ પહેલા શરીરમાં રોગો ભરી દીધા હવે શરીર વિષે વાંચું છું ,જેથી ખબર પડે કે રોગો ક્યાં ભરાયા છે– તમારા લેખોથી અમ જેવા અગ્નાની ને જે ગ્નાન મળ્યું તે ખરું !

  જવાબ આપો
 • 17. Vinod Patel  |  જાન્યુઆરી 22, 2010 પર 5:13 પી એમ(pm)

  I think only two persons understand the anatomy of the body-1. GOD and, 2. Doctor. You are undoubtedly the most qualified doctor to explain us the nuts and bolts of our body. I thank you wholeheartedly for your willingness to share this heath information with us.

  જવાબ આપો
 • 18. Patel Popatbhai  |  ફેબ્રુવારી 10, 2010 પર 5:42 એ એમ (am)

  Sri Chandravadnbhai

  Saune Upyogi Aevi Mahiti Tame Tamara Vachakone
  Aapi Rahya chho.

  જવાબ આપો
 • 19. patel daksha  |  ફેબ્રુવારી 10, 2010 પર 9:09 એ એમ (am)

  Sri Chandravadnbhai
  thank you wholeheartedly for your willingness to share this heath information with us.Very good idea about sharing your information on health it will help a lot to us all. Continue your service good luck and that will be good Manav seva .Best wishes good health and happiness.bless you

  thank you………..

  જવાબ આપો
 • 20. chetu  |  ફેબ્રુવારી 11, 2010 પર 9:03 એ એમ (am)

  તંદુરસ્તી વિષે જાગૃત કરવા બદલ આપનો ખુબ આભાર ..!!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: