Archive for જાન્યુઆરી 18, 2010

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

 
 
 
 
 
 
 
 
 

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

માનવને જે શરીર મળ્યું,એને તંદુરસ્ત રાખવાની જવાબદારી માનવ પર જ રહે છે.માનવની તંદુરસ્તી યાને હુમન હેલ્થ (Human Health )ને એક મહત્વનો વિષય સમજીને મેં આ નામકરણે મારી ચંદ્રપૂકાર્ની સાઈટના “હોમ “પર થોડી પોસ્ટો પ્રગટ કરવા નિર્ણય લીધો હતો તેને આજે અમલમાં મુકતા હું ખુબ જ ખુશી અનુભવું છું.પ્રભુક્રુપાથી આ જન્મે હું એક ડોકટર બની શક્યો, અને અનેક વર્ષો માનવ-સેવા કરવાનો લ્હાવો પણ પ્રભુએ આપ્યો તેથી પ્રભુને કોટી કોટી વંદન ! એક ડોકટર તરીકે નોકરીમાંથી નિવૃત્તી ૨૦૦૬માં લીધા બાદ કોમ્પુટર જગતે “ચંદ્રપૂકાર “નામે એક સાઈટ શરૂ કરી, અને અનેકનો પરિચય થયો તે માટે મારા હૈયે ખુબ જ આનંદ છે. તેમ છતાં, ઘણી વાર મારા મનમાં વિચારો આવતા કે “હવે, એક ડોકટર તરીકે હું શું કરી શકું ? “ આ વિચાર સાથે એક દિવસ મને મારી વેબસાઈટની યાદ આવી. મારા હૈયે એવું થયું કે ” મારી જ સાઈટ પર માનવ તંદુરસ્તી બારે પોસ્ટો રૂપે લખાણ હોય તો તો કેવું ?…એવી પોસ્ટો દ્વારા હું ફરી એક ડોકટર તરીકે હું મારી ફરજ બજાવી શકું. ” આવા વિચારો સાથે થોડી મુજવણો ઉભી થઈ…..ચાલો, હું “હેલ્થ ” બારે લખું તો મારે ગુજરાતીમા લખવું જોઈએ. પણ, મારું ગુજરાતી-ભાષા જ્ઞાન ઉચ્ચ ના હતું. મેડીકલ ભણતરના અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં કેમ લખી શકીશ ? આવી મુજવણોમાં હતો ત્યારે જાણે પ્રભુ જ એનો જવાબ આપતા હોય તેમ મારા મનમાં થયું..”અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં લખી શકાય, અને સાથે અંગ્રેજી લીપીમાં ફરી લખીશ તો ચાલશે “. બસ, આટલા વિચાર સાથે, શું લખવું તે બારે મેં મારા મનને દોરવ્યું. ત્યારે થયું કે આ બધી જ વિગતો/માહિતીઓ તો પુસ્તકોમાં હોય છે, અને આજના કોમપ્યુટર/ ઈન્ટરનેટના યુગમાં આવી માહિતી તો સરળતાથી મળી શકે. તો, મારે શા માટે લખવું? ફરી મારૂં મન બીજી દિશામાં જવા લાગ્યું ત્યારે ફરી પ્રભુપ્રેરણાથી એક બીજો વિચાર જાગૃત થયો..” ભલે, કોઈક એંજીનનું ડાયાગ્રામ/ ફોટો હોય, ભલે,એ બારે બધું લખેલું હોય, તો પણ એની પૂરી જાણકારી એક ઈંજીનીઅર જ કહી શકે…..તે જ પ્રમાણે, ભલે, બધી જ માહિતી પુસ્તકો કે ઈન્ટરનેટ પર હોય, તો પણ, એક દર્દીને કે એક માનવીને સમજ આપવા એક ડોકટર જ અગત્યનો ફાળો ભજવી શકે છે “ બસ, અવા વિચારોથી મારૂં મન/હૈયું શાંત હતું. હવે, શું લખવું, કેવી રીતે પોસ્ટોરૂપે લખવું એ બારે મારી તૈયારી હતી….મારો નિર્ણય એ હતો કે…..માનવ, તંદુરસ્તી બારે લખવા પહેલા મારે ” માનવ શરીર “ બારે થોડી માહિતીઓ પહેલા આપવી, અને ત્યાર બાદ જ બિમારી/ રોગો બારે ચર્ચા કરવી યોગ્ય હશે. આથી, હવે, તમે “માનવ શરીર ” ટાઈટલે બીજી પોસ્ટ નિહાળશો. આશા છે તમોને આ પોસ્ટ અને બીજી પોસ્ટૉ ગમે ! ………..ડો, ચંદ્રવદન.
 
FEW WORDS……. 
 
Today,it is Monday January,18th 2010 & it is POS VAD TRIJ, 2066 as per Indian Calender….&  today it is also MARTIN LUTHER KING DAY Holiday in USA….. I feel proud & happy to publish this Post on HUMAN HEALTH ( Manav Tandurasti) for the 1st time on Chandrapukar……& I am SO HAPPY that henceforth there will be a series of Posts on HEALTH.
Today this is the FIRST MANAV TANDURATI Post officially, I feel that the Suvicharo Post of MANAV DEH ane ATMA of December,12th 2009 as my 1st Post on HEALTH…..So let that be Manav Tandurati (1A)  and this Post as Manav Tandurasti (1B).
As a Doctor , I feel nice to have started the Series of Posts on HEALTH, on Chandrapukar. I had always longed to do this .….I feel like doing my duty as ONE DOCTOR…..I must, however, cofess, that I am imperfect & that I may not be able to give ALL the MEDICAL FACTS……but I will try my BEST.
I hope that those who visit this Blog & read these Posts LIKE them & have the desire to read more of them. SO….I am requesting ALL my READERS to send me their FEELINGS as their COMMENTS for this Post..>>>>>DR. CHANDRAVADAN MISTRY.

જાન્યુઆરી 18, 2010 at 12:23 એ એમ (am) 20 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,709 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031