બે ચકલીની વાત

ઓક્ટોબર 29, 2009 at 1:04 પી એમ(pm) 25 comments

 House Sparrow - House Sparrow House Sparrow - A female House Sparrow
 

બે ચકલીની વાત

વાત છે બે ચકલીની, તમે સાંભળજો,
સાંભળી,સમજી, કંઈક પરિવર્તન તમ જીવને લાવજો !……ટેક
અચાનક ખીજમાં પવનનું હલવું,
પર્વતો પરથી પથ્થરોનું ગબડવું,
પથ્થરો ટકરાતા,એક ચમકારો થયો,
ચિનગારીરૂપે ઘાસ-તણખલા પર પડ્યો,
ધુમાડા સાથે તણખલું તો બરે,
નજીકથી એક ચકલી જેને નિહાળે,…..વાત છે…….(૧)
ચકલી તો તણખલાને ચાંચમાં ઝાલે,
આકાશે ઉડી, એને ઘાસની ઢગલી પર ફેંકે,
પવન તો ઘાસ-ચાદરને હવાથી રમાડે.
હવે તો, એક જ્યોત જંગલમાં પ્રગટે,
દ્રશ્ય આવું નિહાળી, ચકલી તો ખુશીમાં નાચે,
“ચીં, ચીં “કરી ગગનને ગજાવે……વાત છે……(૨)
અગ્નિ નિહાળી, ચકલી તો ફરી દોડી,
બરતા નવા તણખલાને ચાંચમાં પકડી,
ફેંકે નવી ઘાસ-ઢગલી પર એને,
નિહાળી ભયંકર આગ, થાય ખુશી એને,
હવે તો, એના હર્ષનો નથી કાંઈ પાર,
રમત આવી રમવા, જાણે જીવનભર તૈયાર,……વાત છે…..(૩)
દુરથી એક બીજી ચકલી, દ્રશ્ય આવું નિહાળી,
દોડે છે તળાવે, આંખમાં આંસુઓ લાવી,
ડુબકીઓ મારી, ભીંજવે શરીર આખું,
વળી, ચાંચમાં ભર્યું નીર તાજુ,
જલતા જંગલ પર ચાંચનું પાણી રેડ્યું
અને, દેહ હલાવી, આગ પર ફેક્યું,…….વાત છે…..(૪)
ફરી ઉડી, એ તો તળાવ પાસે પહોંચી,
દેહ ભીંજવી, ચાંચમાં પાણી લઈ આગ બુજાવવા દોડી,
આ પ્રમાણે તળાવ જંગલે એ તો દોડતી રહી,
આગ બુજવવાના હેતુએ કાર્ય એનું કરતી રહી,
આંખમાં આંસુઓ સાથે હૈયે હરખ થોડો,
કંઈક શુભ કાર્ય કર્યાનો હરખ હતો એનો……..વાત છે…….(૫)
પ્રથમ ચકલી નિહાળે છે એ બધું,
આવી નજીક કહે”અરે મુરખ શાને કરે આવું?”
નમ્રતાથી,આંખના આંસુઓ રોકી, બેનડીને કહે,
“અરે,બેન, આટલા પાણીથી આગ ના બુજે,
જાણૂં એવું છતા શુભ કાર્ય કરવું જ મને સુજે,
ભલે, થાશે જીવન પુરૂં , આનંદ સહીત મરવું છે મુજે!”…..વાત છે…..(૬)
અરે, ઓ, માનવીઓ, આ ચકલીની આ વાત જાણી,
અને, એ વાતમાં છુપાયેલા “કલ્યાણ”ના બોધને સમજી,
લાવજો તમ જીવને પરિવર્તન એવું,
કે, “જન કલ્યાણના કાર્યો” વગર ના જીવવું,
બસ, આટલું જો શક્ય થયું એક માનવીમાં,
તો, હશે ચંદ્રને ખુશી એવી વાતમાં !…….વાત છે……(૭)
 
કાવ્ય રચના,….ઓગસ્ટ, ૧૬, ૨૦૦૯           ચંદ્રવદન.
 

બે શબ્દો….બે ચકલીની વાત !

આજની પોસ્ટ છે “બે ચકલીની વાત!”એક કાવ્યરૂપે……આવા નામકરણે પોસ્ટ વાંચતા, પ્રથમ સવાલ થશેઃ જનકલ્યાણના કાર્યો બારે એક માનવ જીવન સફરની પોસ્ટોમાં આ બે ચકલીની વાતને શું લેવા દેવા ?
ચાલો, તો પહેલા તમોને આ કાવ્ય રચના કેવી રીતે શક્ય થઈ તે વિષે જરા કહું…….એક દિવસ હું સવારે “ટી.વી. એશીયા” નિહાળી રહ્યો હતો ત્યારે એક શીખ જ્ઞાની પુરૂષ હિન્દીમાં પ્રવચન આપી રહ્યા હતા….જે વિષય બારે એ સમજાવી રહ્યા હતા તેમાં કંઈક “બોધ” આપવા માટે એક ચકલીને બળતા ઘાસના તણખલાને જંગલમાં ફેંકતા જંગલમાં આગ લગાડી….ત્યારે બીજી ચકલી એને બુજાવવા માટે પ્રયાસ કરતી હતી…પુરી વાર્તાના શબ્દો મને યાદ નથી…..પણ, મને આ વાર્તા ખુબ જ ગમી…અને થોડા મારા વિચારો જોડતા, આ “બે ચકલીની વાત!”ની રચનાને સ્વરૂપ મળ્યું. ………..તમે પુરી કાવ્ય રચના વાંચશો તો ખ્યાલ આવશે કે બે ચકલીઓ જે કાર્ય કરી રહી હતી તેમાં બે વચ્ચે એમનો “હ્રદયભાવ” જુદો જુદો હતો…..એક ચકલી આગ શરૂ કરી , આગ નિહાળી, એ આગને વધારી, વધુ નુકશાન કરવામાં ખુશી અનુભવતી હતી…ત્યારે બીજી ચકલી એ આગને બુજાવવા માટે પ્રયાસ કરતી હતી, અને અન્યના ભલા માટે ઈચ્છાઓ રાખી, એ એનું કાર્ય કરતી હતી…..અને, જયારે એને કહેવામાં આવે કે આ આગ તારા કાર્યથી બુજાય એવી નથી, ત્યારે એ ચકલીએ જે જવાબ આપ્યો તેમાં જ “એક બોધરૂપી સાર” છે….એના શબ્દોમાં આ ભાવ હતો…”ભલે, એવું શક્ય ના થાય તો પણ મારા હ્રદયે શાંતી હશે કે મેં મારી શક્તિ પ્રમાણે યોગ્ય જ કાર્ય કરવા માટે ફાળો આપ્યો છે “
આ વાર્તાને હવે આપણે માનવરૂપે નિહાળીએ તો, અહી માનવીઓ માટે “મોટો બોધ “છે. એક માનવી જગતમાં જ રહી, જગત તરફ નિહાળતા, એ અનેક માનવીઓનું દુઃખ નિહાળે છે……અને જો એના હૈયે “દયા/ભાવના” જાગૃત થાય તો એ “જનકલ્યાણના પંથે ” વળે છે, અને અન્યને મદદ કરવા પ્રયાસો કરે છે…..એ કદાચ એના હૈયામા જાણે છે કે કોઈ એક વ્યક્તિ  કે થૉડી બીજી વ્યકતિઓને એ સહકાર આપી શકે, અને સર્વના દુઃખો તો એ દુર કરી શકે એમ નથી જ……છતાં , એ અટકતો નથી જ,…….એ એની શક્તિ પ્રમાણે કાર્ય કરતા કરતા, પ્રભુને પ્રાર્થનાઓ કરતો રહે છે કે “હે, પ્રભુ, તું અન્યને સહાય કરવા પ્રેરણાઓ આપજે કે અનેક દુઃખીઓના દુઃખો દુર હોય શકે “…..અને, ઘણી વાર પ્રભુજી પણ એવા માનવીને અપાર શક્તિ અર્પણ કરે છે….પોતે પણ ધારવા કરતા વધૂ કરી શકે છે, અને કોઈ વાર અન્ય એના જ કાર્યો નિહાળી, વધુ કરવા સહકાર આપે છે……અહી, ” અન્યને સહાય કરવી એ મારી ફરજ…કે એ જ મારો ધર્મ ” એ એનો જીવન મંત્ર થઈ જાય છે…….માનવીનું જ્યારે “આવું પરિવર્તન” થાય ત્યારે એનેકને લાભ થાય છે…જે પ્રભુ પણ નિહાળે છે…આવો માનવી ત્યારે “ઉચ્ચ પ્રભુભક્તિપંથે” હોય છે…અને એ એના કાર્યો પ્રભુને જ અર્પણ કરી, ધીરે ધીરે “મોહમાયા”માંથી મુક્ત થાય છે.
અને, હવે, આપણે આગ લગાડનાર ચકલીની નજરે નિહાળતા……જો એક માનવી બીજા દુઃખી માનવીને નિહાળી….હૈયે દયા ના લાવે તો એ એની સહાયે ન જ જાય…..અને, જો એના હૈયે જરા પળભર દયા જાગૄત થાય તો એ વિચારેઃ……” અરે. આવા દુઃખીઓ તો ઘણા, બધાનું દુઃખ મારી શક્તિબહાર છે.”…….અને, એ એની જ સામે દુઃખી થતા માનવીને પણ ભુલી જાય છે…….અરે, કોઈ તો વળી, આગ લગાડનાર ચકલીનું “પુર્ણસ્વરૂપ ” ધારણ કરે છે……બીજો માનવી દુઃખી ના હોય તો એવા માનવીને દુઃખ પહોંચાડી એ ખુશી અનુભવે છે…અને આવી ખુશીની ટેવ પાડી, એ અનેકનું બુરૂ કરતો જાય છે.
આ પ્રમાણે, આ બોધરૂપી બે ચકલીની વાર્તાને હવે તમે સમજી હશે…….અને, તમે સૌ સહમત હશો કે મારા શરૂ કરેલા “જનક્લ્યાણના કર્યો”ના વિષયે આ પોસ્ટ યોગ્ય જ કહેવાય……આ પોસ્ટ દ્વારા તારીખ ઓગસ્ટ,૨૧, ૨૦૦૯ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં “ની પોસ્ટ દ્વારા “જનકલ્યાણ”નો વિષયનો ઉલ્લેખ કરેલી યાત્રા પુર્ણ થાય છે …..આ મારી આ વિષયે છેલ્લી પોસ્ટ છે………હવે પછી, “ચંદ્રપૂકારના હોમ” પર સું હશે એનો ખ્યાલ નથી…..પણ પ્રભુપ્રેરણાઓ આપશે તે પ્રમાણે હશે.
તમે સૌએ પધારી, મારી બધી જ પોસ્ટો વાંચી, …..અનેક તરફથી પ્રતિભાવો પણ મળ્યા…….આ માટે મને ખુબ જ આનંદ છે…..આ પોસ્ટ જરૂરથી વાંચશોને?>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS..
Today it is Thursday and October,29th 2009….and today this is the LAST POST of the Month of October….and also this the LAST POST on the JANKALYANna KARYO…You had read many Posts on this topic of JANKALYAN KARYO…& you had shown your support by READING the Posts….& many of you had posted COMMENTS for these Posts…I THANK you ALL……If I had inspired ONE HUMAN towards the Path of the JANKALYAN, then I had attained my GOAL…if several persons had been touched, my HAPPINESS will be GREATER….I THANK GOD for the outcome of my publication of these Posts….Please, DO POST COMMENTS ,……..I will be HAPPY to read your Comments….>>>>CHANDRAVADAN.

Entry filed under: કાવ્યો.

ભલે હું ડોકટર ! ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)

25 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  ઓક્ટોબર 29, 2009 પર 1:33 પી એમ(pm)

  સરસ અને સાર ગ્રહણ કરવા જેવી કલ્પના..

  જવાબ આપો
 • 2. Harnish Jani  |  ઓક્ટોબર 29, 2009 પર 4:01 પી એમ(pm)

  We have a story in Gujarati”Ek hato Chako ane Ek hati Chaki”-Basicaly, we can learn a lot from Chakali-
  Thank you Doctor saheb.

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓક્ટોબર 30, 2009 પર 4:34 એ એમ (am)

  સારી ખરાબ પ્રકૃતીની અજબ દાસ્તાં….યાદ આવી અમારા બે પંખીની વાત

  દરિયો! ઘૂઘવતો દરિયો, ઉછાળા મારતો દરિયો! આવા દરિયાકિનારો એક ઝાડ હતું. આ ઝાડની નીચે ટીટોડાનું એક જોડું રહેતું હતું. બન્નો જણાં ખાઈ-પીને સુખેથી રહેતા હતાં.
  એવામાં ટીટોડીને ઈંડા મૂકવાનો વખત આવ્યો. આ વખત નજીક આવી ગયો એટલે ટીટોડીએ ટીટોડાને કહ્યું, ‘નાથ!’
  ‘શું છે?’
  ‘હવે મારે ઈંડા મૂકવાનો વખત આવી ગયો છે.’
  ‘તે ભલેને આવ્યો!’
  ‘એટલે તમે એક સલામત જગ્યા શોધી કાઢો કે જયાં આગળ હું શાંતિથી ઈંડા મૂકી શકું. ’
  ‘અરે ગાંડી! આપણું સ્થાન તો કેટલું સારું છે? સરસ મજાનો દરિયો છે, દરિયાની ઠંડી ઠંડી હવા પણ આવે છે, અને દરિયાનું કેવું મધુરું સંગીત પણ સંભળાય છે!’
  ‘પણ મને એ દરિયાની બીક લાગે છે.’
  ‘શા માટે?’
  ‘દર પૂનમે આ દરિયામાં ભરતી આવે છે ને!’
  ‘હા! પણ એનું શું છે?’
  એ ભરતીનાં પાણી ચા ચડે અને અહીં સુધી આવી જાય તો આપણાં ઈંડાને તાણી ન જાય?’
  ‘હં!’
  ‘એટલા માટે જ હું આ જગ્યા બદલવાની વાત કરું છું’
  ‘અરે ગાંડી! એમાં તું ગભરાય છે?’
  ‘હા!’
  ‘અરે દરિયામાં એવી તે શી તાકાત છે કે આપણાં ઈંડા તે તાણી જાય?’
  ‘બનવાકાળ બને તો…?’
  એવું કાંઈ બનવાનું નથી. તું તારે ખુશીથી અહીં ઈંડા મૂકજે…!’
  ટીટોડી અને ટીટોડો બેઠાં બેઠાં આવી વાત કરે અને દરિયો હિલોળા લેતો લેતો સાંભળ્યા કરે!
  દરિયાને થયું – જોયું ને! આ ટીટોડામાં કેટલું બધું અભિમાન છે? મને જોવા તો દે કે એનામાં કેટલી તાકાત છે? એક વખત એના ઈંડા તાણી જાઉં પછી એ શું કરે છે એ તો જોઉં!
  સમય થતાં ટીટોડીએ ઈંડા મૂકયાં.
  અને દરિયાએ ભરતી વખતે પૂરી તાકાત અજમાવી ઝાડ સુધી પાણી ધકેલ્યું અને ટીટોડીનાં ઈંડા તણાઇ ગયા.
  પોતાનાં વહાલસોયા ઈંડા તણાઈ ગયાં એટલે ટીટોડી તો રડવા લાગી. જોરજોરથી રડવા લાગી.
  બહારથી આવેલા ટીટોડાએ ટીટોડીને રડતી જોઈ. ટીટોડો કહે – ‘અરે ટીટોડી! તું શા માટે રડે છે?’
  ‘હું તમને નહોતી કહેતી કે દરિયો આપણાં ઈંડા તાણી જશે?’
  ‘હા!’
  ‘તે આજે ભરતી આવી અને દરિયો આપણાં ઈંડા તાણી ગયો.’
  ‘હં!’
  મે તમને સ્થાન બદલવાનું કહ્યું પણ તમે તો એવા અભિમાનમાં આવી ગયા હતા કે ન પૂછો વાત.’
  ટીટોડો બિચારો શું કરે? એણે તો નીચું મોં રાખીને ટીટોડીની વાત સાંભળ્યા કરી! પણ હવે થાય શું? જે થવાનું હતું તે થઈ ગયું.
  પણ ટીટૉડી હારી નહીં અને ચાંચમા પાણી ભરી દરિયો ઉલેચવા બેઠી.બેભાન થઈ ઢળી પડી.ભાનમા આવી તો દરિયાલાલે ઈંડા પાછા આપ્યા અનૅ ટીટોડો હરખના અશ્રુ સારતો હતૉ

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  ઓક્ટોબર 30, 2009 પર 2:48 પી એમ(pm)

  સરસ બોધકથા. કવિતાની સાથે આપેલી ટિપ્પણીથી પૂર્વાપર સંબંધ મળ્યો અને ઘણું જાણવા મળ્યું. હવે આગળના અભિયાનની રાહ જોઉં છું.

  જવાબ આપો
 • 5. pravinash1  |  ઓક્ટોબર 30, 2009 પર 4:17 પી એમ(pm)

  That is why it is said. “tipe tipe sarovar bharaay”
  Good work is always good. It does not matter how big or small it is..
  visit
  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  ઓક્ટોબર 30, 2009 પર 6:05 પી એમ(pm)

  “અરે,બેન, આટલા પાણીથી આગ ના બુજે,
  જાણૂં એવું છતા શુભ કાર્ય કરવું જ મને સુજે,
  ભલે, થાશે જીવન પુરૂં , આનંદ સહીત મરવું છે મુજે!”…..

  શ્રી ચન્દ્રવદનભાઈ અને પ્રજ્ઞાનજુજી… એક બોધ કથા ગૂંથતી કાવ્યમય શૈલી દ્વારા,આપે સુંદર મનો ચેતના જગવતી

  કૃતિની, બ્લોગ જગતને અતિ ઉત્તમ વૈચારિક ભેટ ધરી.આપના આદર્શમય જીવનની સુગંધ સરસ રીતે છલકેછે.

  અભિનંદન.

  નાના થઈ હળવા થઈએ..

  આવને ચકલી આવ, તારું ઘર બતાવ

  આવને પાસ આવ, ચંદ્રનું મન હરખાવ

  સૌ માનવીના મનમાં,

  ચંદ્રની ખુશીની વાત સમાવ

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. નટવર મહેતા  |  ઓક્ટોબર 30, 2009 પર 9:30 પી એમ(pm)

  સરસ વિચારો. નાના હતા ત્યારે ચકલી લાવે ચોખાનો દાણો અને ચકો લાવે દાળનો દાણો ને ખિચડી વાર્તા યાદ આવી ગઈ. આજે તો ચોખા ય નોખા થઈ ગયા છે અને માનવો જાણે એક ધોખા થઈ ગયા છે.

  બાય ધ વે. ગયા ડિસેમ્બર જાન્યુઆરીમાં દેશ ગયો હ્તો તો શું જોયું.?
  ચકલીઓ અદૃષ્ય થઈ ગઈ છે. એનો ચિં…ચિં અવાજ બંધ થઈ ગયો છે. કહે છે કે મોબાઈલના ટાવરો અને માઈક્રોવેવ મોજાઓએ ચકલીઓનો દેશનિકાલ કર્યો છે.

  હવે તો કાગળાઓની વસ્તી વધી ગઈ છે.

  જવાબ આપો
 • 8. neetakotecha  |  ઓક્ટોબર 31, 2009 પર 12:51 એ એમ (am)

  khub j saras..gajab ni vat kahi che aama..aape…gr88

  જવાબ આપો
 • 9. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 31, 2009 પર 7:17 પી એમ(pm)

  પધારેલા સૌને મારા વંદન !

  સુરેશભાઈએ પ્રથમ પધારી, પ્રતિભાવ આપી શુભ શરૂઆત કરી…..ત્યારબાદ, હરનિશભાઈએ સરસ “બે શબ્દો”લખ્યા…..પ્રજ્ઞાજુબેન તરફથી “ટીટોડી/ટીટોડાની વાર્તા જણાવી..વાર્તારૂપી બોધ જાણ્યો……નરેન્દ્રભાઈને મારી પોસ્ટરૂપી બોધકથા ગમી….પવિણાબેને પધારી “ટીપે ટીપે સરોવર ભરાય”નો ઉલ્લેખ કર્યો…..રમેશભાઈએ તો પ્રતિભાવ લખતા, “કાવ્યસ્વરૂપે” કંઈક લખ્યું ……નટવરભાઈએ એમની ભારતની સફરનો જણાવી, “ચકા, ચકી અને ખિચડી”ની બાળવાર્તાનો ઉલ્લેખ કર્યો, અને અંતે, નિતાબેને “પોસ્ટ ગમી” એવું લખ્યું …..

  આ પ્રમાણે, અનેકે પધારી, પ્રતિભાવો આપ્યા તે વાંચી મને ખુબ જ ખુશી થઈ, અને હું સૌને મારો ” આભાર” દર્શાવી રહ્યો છું …અને, હવે પછી, જે કોઈ પધારી પ્રતિભાવો આપશે તેઓ સૌને આગળથી જ ” આનંદભર્યો આભાર”>>>>>>ચંદ્રવદન

  જવાબ આપો
 • 10. sudhir patel  |  નવેમ્બર 1, 2009 પર 4:52 એ એમ (am)

  સરસ બોધ-કાવ્ય!
  સુધીર પટેલ.

  જવાબ આપો
 • 11. Ishvarbhai R. Mistry & Family  |  નવેમ્બર 1, 2009 પર 7:39 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  Very good saying little things can make big. If we think little seed can grow into big tree, that is how its very important to start with little good turn into big.
  Thankyou for sharing very good poem.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 12. Rajendra  |  નવેમ્બર 2, 2009 પર 8:31 પી એમ(pm)

  સારી ખરાબ પ્રકૃતીની દાસ્તાં…સરસ બોધ-કાવ્ય!
  અભિનંદન.

  Rajendra

  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 13. Tejas Shah  |  નવેમ્બર 2, 2009 પર 10:24 પી એમ(pm)

  Good imagination. A little inspiring poetic story. Enjoyed!

  જવાબ આપો
 • 14. pallavi  |  નવેમ્બર 3, 2009 પર 7:58 એ એમ (am)

  nice n inspiring talk
  pallavi

  જવાબ આપો
 • 15. arvind  |  નવેમ્બર 3, 2009 પર 8:49 એ એમ (am)

  ભાઈશ્રી ચંદ્રપ્રસાદ
  ચકલીની વાતે મને પણ બાળપણમાં અનેક વાર સાંભળેલી એક હતો ચકો અને એક હતી ચકીની વાર્તા ખુબજ યાદ આવી ગઈ. આ વાર્તા અનેક વાર સાંભળવા છતાં વારંવાર સાંભળવી ગમતી અને સાચું કહું આજે પણ એટલીજ ગમે છે. આપની આ વાત તો અલબત્ત માનવી એ પોતાથી જે કાંઈ શક્ય હોય તે અન્ય અને જરૂરિયાત મંદ માટે કરી છુટવાની પ્રેરણા આપનારી છે. એક પાણીના બિંદુથી શું થઈ શકે તેનો વિચાર કર્યા વગર સારું કાર્ય કરવાની શરૂઆત કરી દેવાની તત્પરતા જ્ જીવનમાં મહત્વની બની રહે તો જ માનવ તરીકે જન્મયા તે લેખે લાગે તેમ માનું છું.

  સ-સ્નેહ

  અરવિંદ

  જવાબ આપો
 • 16. વૈભવ રાણા  |  નવેમ્બર 3, 2009 પર 2:00 પી એમ(pm)

  ખુબ જ સુંદર રચના…

  જવાબ આપો
 • 17. vijayshah  |  નવેમ્બર 5, 2009 પર 3:23 એ એમ (am)

  khuba sundar vaat!

  જવાબ આપો
 • 18. પંચમ શુક્લ  |  નવેમ્બર 6, 2009 પર 2:38 પી એમ(pm)

  આપની આ શૈલી નવી જ છે. સરળ અને સહજ.

  જવાબ આપો
 • 19. Dilip Gajjar  |  નવેમ્બર 6, 2009 પર 9:15 પી એમ(pm)

  ઘણી જ બોધદાયક વાત કાવ્યમા કહી દીધી આમ ચકલાચકલિની વાત પણ જીવનને કેવો દિવ્ય સંદેશ આપે છે તમારુ અવલોકન મનન ગજબનુ ં છે માનવ સેવાકાર્યોથી મઘમઘે છે આપનુ જિવન..

  જવાબ આપો
 • 20. દિલીપ ર. પટેલ  |  નવેમ્બર 10, 2009 પર 5:36 એ એમ (am)

  મુરબ્બીશ્રી ચન્દ્રવદનભાઈ,
  આપે આ બોધદાયી ‘બે ચકલીની વાત’ કાવ્ય રચના અને એની પૂર્વભુમિકા દ્વારા કલ્યાણમયી પ્રવૃત્તિની પ્રેરણા સુપેરે આપી છે. આજની દોડધામ ભરી જિન્દગીમાં પ્રભાતકાળે ચકલા ચક્લીના ચીં ચીં ચુંકાર વચ્ચે મનને પ્રફુલ્લિત કરતી લટારને બદલે જોગીંગ રૂપે દોટ મૂકીને શુષ્ક દિવસ શરૂ કરતો માનવી આ વાતમાંથી શાંતિનો સંદેશ મેળવે અને બીજી ચકલી જેવું જીવતર કેળવે એજ આશા. જનકલ્યાણની યાત્રા કરાવવા બદલ અભિનંદન અને આભાર.

  જવાબ આપો
 • 21. atuljaniagantuk  |  નવેમ્બર 11, 2009 પર 4:53 એ એમ (am)

  બે ચકલીની વાત ઘણું કહી ગઈ. આ આખુયે વિશ્વ આવી અનેક ચકલીઓથી ભરેલું છે. અને સહુ કોઈ પોતપોતાની પ્રકૃતિ મુજબ તણખા ફેંકે છે અથવા પાંખો ફેલાવી પાણી છાંટે છે. ભગવદગીતા પણ દૈવી તેમ જ આસુરી પ્રકૃતિનું વર્ણન સુંદર રીતે કરે છે. વળી તેનાપરીણામો પણ બતાવતા કહે છે કે આસુરિ પ્રકૃતિ નિકૃષ્ત્ટ રીતે બંધન કરે છે જ્યારે દૈવી પ્રકૃતિ સારી રીતે મુક્ત કરે છે. આનંદની વાત તે છે કે માનવી પ્રયત્ન કરે તો પોતાની પ્રકૃતિમાં ફેરફાર કરીને દૈવિ પ્રકૃતિ ધારણ કરી શકે છે.

  સુંદર વાત સરળ રીતે કહેવા માટે ડોક્ટર સાહેબને ખુબ ખુબ ધન્યવાદ.

  જવાબ આપો
 • 22. Gopal Shroff  |  જાન્યુઆરી 21, 2010 પર 3:50 એ એમ (am)

  Shri Chandravadanbhai

  This is excellent writing fun to read. Thanks for giving us such a high quality gujarati poems. We wish happy and healthy new year.

  Gopal & Rajul Shroff

  જવાબ આપો
 • 23. Patel Popatbhai  |  જાન્યુઆરી 22, 2010 પર 12:37 પી એમ(pm)

  Shri Candravadnbhai

  Mode-Mode Sundar Bodh varta vanchava Mali. ” Khubaj Sundar “

  જવાબ આપો
 • 24. Hina Vakharia.  |  મે 7, 2011 પર 10:19 પી એમ(pm)

  if u know this story can u please tell us? its so nice to remember all those stories of childhood.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,706 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: