ભલે હું ડોકટર !

ઓક્ટોબર 23, 2009 at 1:05 પી એમ(pm) 24 comments

 
 
 

 
   

 

ભલે હું ડોકટર !

ભલે હું ડોકટર, …..પણ, છું એક માનવ પહેલો !……ટેક
લીધો જન્મ એક માનવરૂપે,
રોપ્યા મમતાએ માનવતાના બીજ ભક્તિસંગે,
ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો ! (૧)
મટી બાળ, માનવ યુવાની મેંતો ચાખી,
કરતા પરિવારીક કર્તવ્ય, માનવતા મેંતો ફેલાવી,
ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો !….(૨)
વહી ગઈ યુવાની, ઘડપણમાં છું નિવ્રુત્તિ જીવને,
રહી ભક્તિપંથે, ભરૂં હું માનવ-સેવા મુજ જીવને,
ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો !…..(૩)
 
કાવ્ય રચના..ઓગસ્ટ, ૧૨, ૨૦૦૯        ચંદ્રવદન.
 
 

બે શબ્દો….ભલે હું ડોકટર !

 ઓગસ્ટ,૨૧,૨૦૦૯ની તારીખે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)”ની પોસ્ટ પ્રગટ કરી, …ત્યારબાદ,  અનેક પોસ્ટો “જનકલ્યાણના કર્યો”ના વિષયે પ્રગટ કરી, જેમાં મેં મારી જીવન-સફરને ગુંથી હતી…..”કરૂં હું માનવસેવા !”કાવ્યરૂપે  તારીખ ઓગસ્ટ,૨૩,૨૦૦૯ના રોજ પ્રગટ કરી મેં મારા જીવનમાં શક્ય થયેલા જનકલ્યાણના કાર્યોની ઝલક આપી હતી…..ત્યારબાદ, તમે અનેક પોસ્ટો તમે આ વિષયે વાંચી…અને આજે તમે “ભલે હું ડોકટર !”ના કાવ્યરૂપી પોસ્ટ વાંચી રહ્યા છો……આ કાવ્ય તમે વાંચશો તો  તમોને ખ્યાલ આવશે કે  એ કાવ્યમાં મારો એક જ સંદેશ કે ” હું પ્રથમ માનવ, અને પછી ડોકટર !”….એક માનવી તરીકે મારામાં “માનવતા” ખીલી ના હોય તો હું પોતાને માનવ કેવી રીતે કહી શકું ?……એથી જ મેં કાવ્યમાં લખ્યું કે જન્મ લીધા બાદ, ભક્તિરંગે રંગાયા બાદ, કર્તવ્ય-પાલન કરતા, મેં માનવીઓની “માનવતા” નિહાલી. અને કાવ્યના અંતે ફરી ઉલ્લેખ કર્યો કે ભલે મારા જીવનમાં યુવાનીથી ઘડપણ, અને નિવૃત્તિ-જીવનના દિવસો માણવાનો લ્હાવો પ્રભુએ આપ્યો, પણ આ બધા જ દિવસોમાં હું ભક્તિપંથે રહું એવી આશાઓ હૈયે રાખી, “જનકલ્યાણના કાર્યો”નો યજ્ઞ ચાલુ રાખી શકું એવી પ્રભુજીને નમ્ર પ્રાર્થના કરી.
આ પ્રમાણે, કુલ્લે ૧૧ પોસ્ટો દ્વારા મે મારા જીવનની ઝલક આપી, અને એ “ઝલક”માં મારા “જનકલ્યાણના કર્યોના યજ્ઞ” બારે વર્ણન હતું ! અહી મારે સૌને એટલું જ કહેવું છે કે આ પ્રમાણે વિગતે વર્ણન કરવા માટેનો મારો હેતું એટલો જ કે “મારી જીવન કથાનું વાંચી/જાણી કોઈ એક માનવી પણ જનકલ્યાણના કાર્યો તરફ વળે, અને એના જીવનમાં પરિવર્તન આવે તો હું એવું સમજીશ કે મારૂ જીવન ધન્ય થયું …..અરે, એવું પણ ના થાય અને જે કોઈ વ્યક્તીએ જનકલ્યાણના કાર્યો કરતી જ હોય એવી વ્યક્તીને “વધુ કરવા પ્રેરણાઓ” મળે તો મારા હૈયે ખુબ જ આનંદ હશે “…..અને, ઉપર મુજબ પણ જરા પણ શક્ય ના થાય અને અનેક વાંચકો ” જનક્લાણના કાર્યો”ની તુલના “પ્રભુ સેવા ” સમાન કરતા શીખે તો અનેક પોસ્ટો પ્રગટ કર્યાની મારી મહેનત સફળ થઈ એવૂ હું માનીશ. ……આવી વિચારધારા અને આશાઓ દર્શાવ્યા બાદ, મારે વધુમાં કહેવું છે કે આવી આશાઓમાં માનવીમાં “ફળ”ની આશાઓની નજરે આવે છે…એ સ્વભાવીક છે…..પણ, આવી ઘડીએ માનવી જો શાંત મનથી વિચારે, અને સમજે કે “જે કંઈ થાય તે પ્રભુ કૃપા/ઈચ્છાથી જ થાય” …ત્યારે એનો ભ્રમ ભાંગે છે અને એનામાં રહેલી “હુંકરૂં, હું કરૂં “ની ખોટી અહંકારભારી આશાઓ દુર થાય છે…અને એ “કર્મફળ”નો આપોઆપ ત્યાગ કરે છે, અને શક્ય થયેલું બધું જ પ્રભુને અર્પણ કરે છે……આથી હું અંતે સૌને કહું છું કે આ મારા જીવનમાં જે કંઈ શક્ય થયું તે પ્રભુકૃપાથી જ થયું છે.
અંતે લખવું છે>>>>>>માનવી જગતમાં જન્મ લેતા, પુરૂષાર્થ કરતા, કલાકાર….શિક્ષક….ધંધાનો માલીક….મહેનત મજુરી કરનાર માનવી કે પછી ડોકટર..એન્જીનીઅર…..વિગેરે વિગેરે સ્વરૂપો અપનાવે છે….પણ એવા સ્વરૂપે પોતાનું રહી, એ સ્વરૂપે કર્તવ્ય-પાલન કરતા, સમય સમયે સ્વરૂપને ભુલી, માનવ બની, અન્યમાં “માનવતા”ના ભાવે નિહાળી. કરેલા કાર્યોને પ્રભુને અર્પણ કરી, જીવન-સફરમાં આગેકુચ કરવા પ્રભુ પાસે જ શક્તિ માંગી, માવવ-જીવનનો આનંદ અનુભવી, સંતોષી જીવન જીવવા શીખે તો એનું માનવ-જીવન ધન્ય બની જાય છે !.>>>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS….
Today, it is Friday, October,23rd, 2009 and it is the 5th Day of the month of Kartik or Kartik Sud Pancham of the New year 2066 as per the Indian Calender…and this  Day is popularly known as LABH PANCHAM. This is an auspicious day ! And, it is also a Special  day for my wife, Kamu & me as on this day at BARDOLI, GUJARAT, there will be the Opening Ceremony of the Sewing Class for the Prajapati Community. The Class is named as ” KAMUBEN CHANDRAVADAN MISTRY SEWING CLASS”of BARDOLI & will be managed by the Prajapati Samaj of Bardoli…..Thus, it will give opportuntity to those in the Community to learn sewing, which can be beneficial for their livelihood.
Then , a few days after this Labh Pancham Day, it is the 7th Day of Kartik or Kartak Sud Satem & it is the JALARAM JAYANTI…..a day of the Celebrations the Birth of Jalaram Bapa. …& it is actually on Sunday, October, 25th 2009.
Therefore, I feel the joy of publishing a New Post of “BHALE HU DOCTOR” …..In this Post, I had tried to convey the message that ” what ever be one’s occupation in life as a Human, he/she MUST forget briefly that worldly title and be a HUMAN-BEING and devote the ENERGY/TIME for the good of the Public at large (Jankalyan-na Karyo).
I hope you like this Post & it’s message>>>CHANDRAVADAN.

Entry filed under: કાવ્યો.

ભક્તિપંથે મારૂ જીવન વહે બે ચકલીની વાત

24 ટિપ્પણીઓ Add your own

 • 1. Capt. Narendra  |  ઓક્ટોબર 23, 2009 પર 2:54 પી એમ(pm)

  જીવનની કૃતકૃત્યતા તો ભક્તિપંથમાં રહી છે જ્યાં માણસ આનંદ અને સંતોષથી આધ્યાત્મિકતામાં ખોવાઇ જાય એ તમે સરસ રીતે વર્ણવ્યું છે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓક્ટોબર 23, 2009 પર 4:54 પી એમ(pm)


  વહી ગઈ યુવાની, ઘડપણમાં છું નિવ્રુત્તિ જીવને,
  રહી ભક્તિપંથે, ભરૂં હું માનવ-સેવા મુજ જીવને,
  ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો ખૂબ સુંદર ભાવના
  ભક્તીભાવ અને દર્દ મટાડવા અંગે સંતોના આ મંતવ્ય આપને ગમશે
  પ્રાર્થનાની શક્તિ એ શીર્ષક હેઠળ અમેરિકાની તબીબી સંશોધન પત્રિકા – ‘Journal of the American Medical Association’ના જાન્યુઆરી-૧૯૫૮ના અંકમાં મહત્ત્વપૂર્ણ લેખ પ્રકાશિત થયો હતો. લંડનમાં જોન જેહૂ નામના એક પોસ્ટમેનને બસ સાથે અકસ્માત થયો. તેના કપાળમાં ઊંડો ઘા થયો. મગજનો જમણો ભાગ બહુ ખરાબ રીતે ઘવાયો હતો. બધા જ ડૉક્ટરોના મતે તે હવે ક્યારેય ચાલી શકે તેમ નહોતો કારણ કે મગજની ઈજાને કારણે તેનું ડાબું અંગ લકવાનો ભોગ બની ગયું હતું. પરંતુ આૅપરેશન કરનાર સર્જન પ્રાર્થનામાં શ્રદ્ધા ધરાવતો હતો. તેણે પોતાના તમામ સાથીદારો-નર્સો, ડૉક્ટરો અને હૉસ્પિટલના અન્ય દર્દીઓને વિનંતી કરી કે ‘આપણે બધા જોનના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરીએ. જ્યાં સુધી જોન સ્વસ્થ ન થાય ત્યાં સુધી પ્રાર્થના ચાલુ રાખીએ.’ અને એ સામૂહિક પ્રાર્થનાનો પ્રભાવ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જોન ચાલવા લાગ્યો. બોલવાની શક્તિ પણ તેનાં આવી ગઈ. સર્જને કહ્યું : ‘હું અને મારો સ્ટાફ પ્રાર્થનામાં દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ અને જોનની આ વિકટ પરિસ્થિતિ તથા તેનું દુઃખ દૂર થાય તેવી પરમાત્મા પ્રત્યેની પ્રાર્થના અમે નિરંતર કરતા રહીશું !’
  ત્યાર પછી બ્રિટિશ મૅડિકલ ઍસોસિયેશને ધર્મ અને ચિકિત્સાના આ સુમેળને પોતાની હૉસ્પિટલમાં આવકાર્યો. ઍસોસિયેશનના ઉપસચિવ ડૉ. ક્લેકસ્ટને કહેલું કે ‘આપણે આપણું કાર્ય વધુ ને વધુ સારું બનાવવું હોય તો આધ્યાત્મિક શક્તિ-પ્રાર્થનાની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવો અનિવાર્ય છે.’)

  (પ્રાર્થનાથી સ્વાસ્થ્ય સુધરે છે — સને ૧૯૦૩માં, ફ્રાંસના લીયો (Lyons) વિશ્વવિદ્યાલયમાં ‘પ્રાર્થના દ્વારા આરોગ્ય ઉપચાર’ની વાત પ્રસ્તુત કરીને બૌદ્ધિકોમાં ખળભળાટ મચાવનાર ડૉ. એલેકસીસ કૈરલે ‘Man The unknown’ નામના પુસ્તકમાં આરોગ્ય પર પ્રાર્થનાના પ્રભાવ ïïવિશે ખૂબ લખ્યું છે. તેઓ લખે છે કે પ્રાર્થનાથી ‘કોઢ, કૅન્સર, ટી.બી. વગેરે રોગોના છેલ્લી કક્ષાના દર્દીઓને સ્વસ્થ થઈ જતા મેં જોયા છે. આ પ્રક્રિયામાં, શરૂઆતમાં વિષમ વેદનાથી પીડાય છે. પરંતુ ત્યાર પછી તરત જ સ્વસ્થ થઈ ગયાનો અનુભવ તેને થાય છે. ત્યાર પછીની થોડી જ પળોમાં તેનો રોગ ગાયબ થઈ જાય છે, તેનાં લક્ષણો અદૃશ્ય થઈ જાય છે.’
  ડૉ. કૈરલ કહે છે કે ‘એ જરૂરી નથી કે રોગનિવારણ માટે રોગીએ પોતે જ પ્રાર્થના કરવી. પરંતુ કોઈપણ સહૃદયી વ્યક્તિ રોગી માટે ભગવાનને પ્રાર્થના કરી શકે છે. પરંતુ તે સાચા દિલથી અને વિશ્વાસ સાથે થવી જોઈએ. પ્રાર્થનાનો એવો પ્રબળ પ્રતાપ છે અને તે આત્મોન્નતિનું સરળ સોપાન છે.’
  અમેરિકાની રોકફેલર ઈન્સ્ટિટ્યૂટમાં ડૉ. કૈરલે તબીબીક્ષેત્રે કરેલ આવાં વિશિષ્ટ સંશોધનો માટે સને ૧૯૧૨માં નૉબલ પુરસ્કાર આપીને તેમનું વિશ્વ બહુમાન કરવામાં આવ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે લડાઈમાં ઘવાયેલાની સારવાર કરીને તેમણે ફ્રાંસ, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના વિશિષ્ટ સન્માન મેળવ્યાં હતાં.
  વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાયું છે કે સામાન્ય વ્યક્તિ પણ પ્રાર્થનાથી સ્વાસ્થ્યમાં પરિવર્તન આણી શકે છે. તો શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષ પ્રાર્થનાપૂર્વક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી યોગીજી મહારાજનું ઝેર ઉતારી જ શકે – તેમ ચોક્કસ શ્રદ્ધા બેસે છે.)

  શરીર રોગનું ઘર છે. જીવનના અંત સુધી આપણે અનેક રોગના ભોગ બનીએ છીએ. પરિણામે આજે રોગ, પીડા, ડૉક્ટર, નિદાન અને દવા અનિવાર્ય બન્યાં છે. તંદુરસ્તીને આવશ્યક સમજી માનવ વર્ષોથી ચિકિત્સા પદ્ધતિમાં ઉત્તરોત્તર સુધારો કરતો આવ્યો છે. અત્યાધુનિક વિશ્વમાં તો મૅડિકલ ક્ષેત્રે અકલ્પનીય ફેરફારો થયા છે. પ્રતિદિન થતા આવિષ્કારો અને અમલીકરણથી અસાધ્ય રોગોનાં પણ મૂળિયાં ઊખડવા માંડ્યાં છે. આપણે હવે વધુ લાંબું અને વધુ સારું આયુષ્ય ભોગવતા થયા છીએ. ૨૦મી સદીના અંતે, સરેરાશ જીવનમાં ૨/૩ આવરદાનો ઉમેરો થયો છે.
  રોજબરોજનાં મૅડિકલ સંશોધનોની સુગમતાથી રોગનિદાનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમાં નવાં પરિમાણો ઉમેરાયાં છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉ. જોન કહે છે કે શરીર એ રોગનું મુખ્ય કારણ છે. પરંતુ તેમાં શરીર સિવાય હવે બીજી ભૂમિકાઓની પણ ગણના થવા લાગી છે. હવે રોગ થાય ત્યારે ડૉક્ટર શારીરિક ભૂમિકા ઉપરાંત દર્દીની મનની તેમજ આધ્યાત્મિક ભૂમિકાનો પણ વિચાર કરે છે. એમના કહેવા પ્રમાણે ચિકિત્સામાં સૂક્ષ્મ ફેરફાર થયો છે. પહેલાં માત્ર રોગની જ સારવાર થતી જ્યારે હવે રોગીની સારવાર થાય છે.
  અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ સાબિત કરે છે કે જે વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેનું શરીર પ્રમાણમાં વધુ સ્વસ્થ રહે છે. અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી હૉસ્પિટલમાં એક દર્દીની આજુબાજુ થોડા મૅડિકલ વિદ્યાર્થીઓ ઊભા હતા. દર્દી હતો ટોમ લોંગ. તેને એક ઝઘડામાં હૃદય, પેટ અને બરોળમાં છરીના મરણતોલ ઘા મારવામાં આવ્યા હતા. છતાં એ બચી ગયો. એના પર સાત મોટાં આૅપરેશનો કરવામાં આવ્યાં. એક વર્ષ વીત્યા પછી પણ પેટના ઘામાં બરાબર રૂઝ ન આવી. તેને ડિસેમ્બર ૧૯૯૯માં ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એક વધુ આૅપરેશન બાદ તે સાજો થયો. આ એક વિરલ ઘટના હતી, કારણ કે શરીરનાં આંતરિક અંગો પર આવા ઘાતક ઘા પછી કોઈ જીવે નહીં. આનાથી આશ્ચર્યચકિત થયેલા રેધન ફોલ નામના એક વિદ્યાર્થીએ ટોમને પૂછ્યું, ‘તમારા બળનું રહસ્ય શું છે ?’ ટોમે જણાવ્યું : ‘મારું બળ છે ભગવાન.’ ફોલ જણાવે છે કે સમયે સમયે આપણને અનુભવાય છે કે અધ્યાત્મ અને સ્વાસ્થ્ય એકબીજા સાથે સંકળાયેલાં છે.
  મૂળ તો શરીર અને અધ્યાત્મનો સંબંધ અનાદિનો છે. આપણાં શાસ્ત્રોમાં મનુષ્યની તમામ ઇંદ્રિયો અને અંગોમાં દેવોનો વાસ છે એવાં વર્ણનો આવે છે. આ વર્ણનો અનુસાર કાનના દિશા, ત્વચાના પવન, ચક્ષુના સૂર્ય, જીભના પ્રચેતા, વાક્‌ના અશ્વિનીકુમાર, વાણીના અગ્નિ, પગના વિષ્ણુ, હાથના ઇંદ્ર, ગુદાના મિત્ર, ઉપસ્થના પ્રજાપતિ, બુદ્ધિના બ્રહ્મા, મનના ચંદ્રમા, ચિત્તના અચ્યુત, અહંકારના રુદ્ર વગેરે દેવ છે. આ બધા દેવોનું પોષક તત્ત્વ છે ભગવાન. જેટલા આપણે વધુ મંદિરમાં જઈએ કે ભગવાન સંબંધી કર્મ કરીએ, તેટલું આ દેવોને પોષણ મળે છે. દેવોને પોષણ મળતા શરીર પણ પોષાય છે અને સ્વસ્થ રહે છે. પરંતુ આ વાત આપણે પાશ્ચાત્ય ચિકિત્સાપદ્ધતિ તેમજ જીવન-શૈલીના સપાટામાં ભૂલી ગયા. આપણે ભગવાન અને મંદિરથી દૂર થયા. અત્યારે સમાજમાં પ્રવર્તેલી ઉપચાર પદ્ધતિમાં માત્ર શરીરને ધ્યાનમાં લઈ દવા અપાય છે. એમાં રોગીને બદલે રોગ મુખ્ય રહે છે. દર્દીનું માનવને બદલે ‘કેસ’ અને ‘કૅમિકલ’માં વિભાજન થયું છે. ઘણે ઠેકાણે તેની પ્રામાણિક સારવારને બદલે ‘ધોબી ધુલાઈ’ શરૂ થઈ છે. કટ્‌ પ્રૅક્ટિસે માઝા મૂકતા કસાઈ-બકરાં સંબંધનો સમાજમાં પ્રસાર થયો છે.
  આની સામે સમાજમાં વિસ્તરેલી માનવતાની ક્ષિતિજોએ આ ચિત્ર કંઈક બદલાવ્યું છે. વૈજ્ઞાનિક સંશોધનો અધ્યાત્મ અને સ્વાસ્થ્યનો ઘનિષ્ઠ સંબંધ સમજાવવા લાગ્યા છે. તેથી દર્દીઓનો ઝોક પણ વધુ ભગવાનમય બન્યો છે. આનાથી મૅડિકલ વર્તુળોની રીતિ, નીતિ અને સ્થિતિ બદલાઈ રહી છે.
  વિજ્ઞાનના સંશોધનાત્મક સામયિકો અને ઘણાં નવાં પ્રકાશનોમાં આ અંગે વધુ પ્રકાશ પડી રહ્યો છે. ડૉક્ટરો પણ ‘Medico-spiritual conference’માં જતા થયા છે. ૧૯૯૪માં વોશિંગ્ટન જ્યુઈશ હીલિંગ નેટવર્ક શરૂ કરનારા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ. કારોલ પી. હોસમેન આ નોંધી જણાવે છે કે ‘મને લાગે છે કે લોકો હવે આધ્યાત્મિક્તા તરફ વધુ વળી રહ્યા છે.’
  વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા :
  આધુનિક સંશોધનો અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેની દીવાલોના ફૂરચા ઉડાવી રહ્યાં છે. એવું સાબિત થયું છે કે જે વ્યક્તિ અઠવાડિયામાં એકથી વધુ વાર મંદિરમાં જાય છે, સેવા-ભજન-ભક્તિ વગેરેમાં જોડાય છે તેનું આયુષ્ય બિનધાર્મિક વ્યક્તિની સરખામણીએ વધે છે. ૧૯૯૮માં ડ્યૂક યુનિવર્સિટી મૅડિકલ સેન્ટરના ડૉક્ટરો હારોલ્ડ કોઈંગ તથા ડેવિડ લાર્સને શોધ્યું કે આવી વ્યક્તિ બીમાર પડે તેને બિનધાર્મિક દર્દી કરતાં ઘણું ઓછું હૉસ્પિટલમાં રહેવું પડે છે.
  આનું સૌથી મોટું કારણ તો મંદિરમાં થતા સત્સંગથી માણસનું મન બદલાય છે, મનમાં સંતોષ અને પ્રફુલ્લિતતા આવે છે – તે છે. પરંતુ બીજું એક કારણ એ પણ કહી શકાય કે મંદિરમાં જતી વ્યક્તિ ધૂમ્રપાન, ગુટકા, તમાકુ, વ્યભિચાર, દારૂ, માંસ, જુગાર વગેરે બદીઓથી દૂર રહે છે, નહીંવત્‌ કરે છે કે તેનું સેવન ઓછું કરતો જાય છે. રોજિંદા જીવનમાં પણ તેને વ્યસનમુક્ત અને સદ્‌ગુણી વ્યક્તિઓનો સવિશેષ સંપર્ક રહેતો હોવાથી તે પણ શુદ્ધ, સાત્ત્વિક અને પવિત્ર જીવન જીવતો હોય છે. આનાથી વિપરીત એકલવાયું અને અધાર્મિક જીવન જીવનારા માનસિક તથા શારીરિક – ઊભયપક્ષે ખુવાર થાય છે.
  મંદિર તથા સત્સંગસભાની વ્યક્તિ પર થતી શુભ અસરો માપવાનું કોઈ માપદંડ કે મીટર શોધાયાં નથી. આ સંદર્ભે હાર્વર્ડ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક માર્ટિન જોન્સ કહે છે કે ‘પ્લેસિબો’ દર્દી પર કેવી રીતે અસર કરે છે તે શોધાયું નથી, પરંતુ તેના ઉપયોગથી થતી સારી અસરો પરથી તેના ફાયદા શોધાયા છે. તે જ રીતે, માણસની આધ્યાત્મિક જાગૃતિથી, પ્રવૃત્તિથી તેનાં લાભદાયક પરિણામો શોધાયાં છે. તો શા માટે આધ્યાત્મિક-ધાર્મિક ન થવું ? આધ્યાત્મિક જાગૃતિનું મુખ્ય શક્તિશાળી તત્ત્વ છે દૃઢ શ્રદ્ધા.
  બીમારીથી શરીર તૂટે ત્યારે ભગવાનમાં શ્રદ્ધા વ્યક્તિને આંતરિક મજબૂતાઈ આપે છે. વોશિંગ્ટનમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. ડેલ મેથ્યુસનો અનુભવ ઉલ્લેખનીય છે. એમને તો ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં જ અનુભવાયું કે દર્દીઓને તેની પાસે ફક્ત નિદાન કે દવાની અપેક્ષા નથી. તેઓ ઇચ્છે છે કે ડૉક્ટર પણ તેમની સાથે પ્રાર્થના કરે. હવે ડૉ. ડેલ મેથ્યુસ દર્દીને પૂર્વે થયેલા રોગોના ઇતિહાસની સાથે સાથે દર્દી ભગવાનમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે તે પણ પૂછી લે છે. ડૉ. ડેલ હવે પ્રસંગોપાત્‌ દવાના લિસ્ટ સાથે ધાર્મિક ગ્રંથોનાં વાંચન માટે ભલામણ લખતા થયા છે. આ ભલામણ અંગે દર્દીઓ કહે છે, ‘તેમાં જાદુ રહેલો છે.’
  જેમ ડૉક્ટરો દર્દીઓને દવામાં ‘ભગવાન’ સૂચવે(પ્રીસક્રાઈબ) છે, તેમ હવે વિશ્વની ઘણી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમ અધ્યાત્મલક્ષી કોર્સ પ્રીસક્રાઈબ કરે છે.
  ૧૯૯૬માં અમેરિકન મૅડિકલ કૉલેજે વકીલો, ડૉક્ટરો, મૅડિકલ વિદ્યાર્થીઓ, ઇન્સ્યુરન્સના માંધાતાઓ તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે વિચારવિમર્શ કર્યો કે ‘મૅડિકલ કૉલેજનું લક્ષ્ય શું હોવું જોઈએ ?’ વિચારણાના અંતે એવું તારણ મળ્યું કે કૉલેજના લક્ષ્ય તરીકે અધ્યાત્મ, સંસ્કાર અને જીવનનું ફળ હોવાં જોઈએ. અને હવે મૅડિકલ કૉલેજમાં આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા અભિયાન શરૂ થયાં છે. ૧૯૯૨માં અમુક જ કૉલેજોએ ધર્મ-અધ્યાત્મના પાઠ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. જ્યારે હવે અમેરિકાની ૧૨૫માંથી ૫૦ નામી કૉલેજોએ ભગવાનને એમના કોર્સમાં ઉમેર્યા છે. જ્યોર્જટાઈનમાં મૅડિકલના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓએ ‘Religious Tradition in Health Care’ નામનો કોર્સ પસંદ કર્યો છે.
  આ કોર્સમાં જુદા જુદા ધર્મોને મૅડિકલ દૃષ્ટિકોણથી સમજાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ શીખ્યા કે ધર્મનો પ્રભાવ બ્લડ ટ્રાન્સફ્યુઝન, દવાઓ અને અમુક પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગ પર પડે છે. દર્દીઓ ટ્રીટમેન્ટ પહેલાં પોતાના ધર્મમાં આ અંગે શું વ્યવસ્થા છે તે તપાસે છે. વિદ્યાર્થીઓને દર્દીની ધાર્મિક માન્યતાને મૅડિકલ ઇતિહાસ સાથે સાંકળીને નિદાન કરવાનું ભણાવવામાં આવે છે.
  શરીર રોગગ્રસ્ત થાય ત્યારે લોકો મંદિર ભણી દોટ મૂકે છે. માનતાઓ માને છે. આ કરવું યોગ્ય છે, પણ શું આપને એવું નથી લાગતું કે આપણે રોગી થઈએ ત્યારે જ ધાર્મિક થઈએ તે કરતાં પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાનુસાર રોજ ભગવાન ભજીએ – સત્સંગ કરીએ તે તન, મન અને ધન માટે વધુ ફાયદાકારક છે ?
  આની પુષ્ટિ માટે થોડું વધુ વાંચીએ. હજારો સંશોધનમાંથી તારવેલા અમુક ફાયદાઓ નીચે પ્રમાણે છે.
  લાંબું જીવન : ૧૯૮૭થી ૧૯૯૫ વચ્ચે અમેરિકામાં રાષ્ટ્ર- વ્યાપી સંશોધન થયું. એમાં ૨૧,૦૦૦ વ્યક્તિઓની મુલાકાત લેવામાં આવી. તેમાં એવું જાણવા મળ્યું કે જે વ્યક્તિ અઠવાડિયામાં એક કરતાં વધુ વખત સેવામાં જાય છે તેનું આયુષ્ય બિનધાર્મિક વ્યક્તિ કરતાં સાત વર્ષ વધુ હોય છે.
  સંપૂર્ણ સ્વાસ્થ્ય : જેફ લેવિન (‘ભગવાન, વિશ્વાસ અને સ્વાસ્થ્ય’ પુસ્તકના લેખક અને) એેપિડેમિઓલોજિસ્ટ જણાવે છે કે અધાર્મિક વૃદ્ધો કરતાં ધાર્મિક વૃદ્ધોને ઓછા શારીરિક પ્રશ્નો હોય છે અને શરીર પણ સારી રીતે કાર્ય કરે છે.
  ઝડપી પુનઃસ્વાસ્થ્ય : ૧૯૯૫માં ડર્ટમાઉથ મૅડિકલ સ્કૂલનું સંશોધન જણાવે છે કે ભગવાનમાં શ્રદ્ધાવાળા આૅપન હાર્ટ સર્જરીના દર્દીઓને અધાર્મિક દર્દીઓની સરખામણીએ સર્જરી થયા બાદ જીવવાની તકો ત્રણ ગણી વધારે છે.
  મજબૂત હૃદય : ૧૯૯૭માં ભારતના એક સર્વેક્ષણ મુજબ જે ભારતીયો (મુખ્યત્વે હિંદુ) નિયમિત રીતે પ્રાર્થના કરે છે તેને હૃદયરોગની ૭૦„ ઓછી શક્યતા છે.
  લો-બ્લડપ્રેશર : જ્યોર્જિયા, અમેરિકામાં એક સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જેઓ ધર્મને મહત્ત્વનો ગણી નિયમિતપણે મંદિરે જાય છે અને સાધના કરે છે, તેને હાઈ-બ્લડપ્રેશરના રોગ સામે સંરક્ષણાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો ફાયદો થાય છે.
  માનસિક સ્વસ્થતા : મંદિરોમાં જવાથી ડિપ્રેશન અને ઉદ્વેગ ઓછો થાય છે એવું ૧૯૯૯માં ડ્યૂક યુનિવર્સિટીએ હાથ ધરેલા ૪૦૦૦ વ્યક્તિઓના અભ્યાસ પરથી જણાવ્યું છે.

  સ્ટ્રેસનો ઘટાડો : ‘ધી રિલેક્સેશન રિસ્પોન્સ’ના લેખક ડૉ. હર્બટ બેન્સન કહે છે કે સ્ટ્રેસથી બ્લડપ્રેશર, હૃદયરોગ તથા શ્વાસોચ્છ્‌વાસની ઝડપ વધે છે. જે શરીર માટે વિનાશક છે. ડૉ. હર્બટ આના નિરાકરણ માટે બે ઉપાયો સૂચવે છે : (૧) નિયમિત પ્રાર્થના, ભગવાનનું ધ્યાન (૨) યોગાસન.

  જવાબ આપો
  • 3. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 23, 2009 પર 10:07 પી એમ(pm)

   This is my REPLY to the COMMENT from PRAGNAJUBEN>>>>

   પ્રજ્ઞાજુબેન,

   નમસ્તે!……તમે આજે ઓકટોબર,૨૩,૨૦૦૯ના રોજ આ પોસ્ટ પ્રગટ કરી, અને તરત જ પધારી જે પ્રતિભાવ આપ્યો તે વાંચી ખુબ જ આનંદ થયો…..અને હું ખુબ જ પ્રભાવીત થયો….અને. તમે જે વિગતે “મેડીકલ સાયન્સ”માં શોધાયલું/જાણેલું એ બારે એ પુરાવો આપે છે કે તમારૂં વાંચન ઘણૂં જ ઉડૂં છે……હું ભલે ડોકટર, તેમ છતા, આવી માહિતી પોસ્ટરૂપે ના આઅપી શકતે.

   પ્રજ્ઞાજુબેન, મેં તમારો પ્રતિભાવ ફરી શાંતીથી વાંચ્યો…..”પ્રભુ/પ્રભુભક્તિ”ની શક્તિનું દર્શન તમે અનેક મડીકલ સાયન્સના અનુભવો/પરિણામો દ્વારા કરાવ્યું

   હવે, મારે એટલું જ કહેવું છે કે “આધ્યાત્મિકતા” કે “પ્રભુભક્તિ/શ્રધ્ધા દ્વારા માનવીને જે બળ/શક્તિ મળે છે તેમાં માનવદેહમાંથી “રોગના ઈલાજરૂપી તત્વો”ની વ્યવસ્થા શક્ય હોય છે…જેવા કે સાયન્સે જાણેલા “એનડોરફીનો” કે પછી “અન્ય હોર્મોન્સ કે એવા પદાર્થો”નું વધતા ઘટતા પ્રમાણમાં બની દેહમાં ભ્રમણ કર્વું એ બધુ જ દેહના સારા માટે શક્ય બને છે…જુની કે નવી શોધો એનો પુરાવો આપે છે. ….જ્તારે “મેડીકલ સાયન્સ” “હાર ” નો સ્વીકાર કરે ત્યારે અસંભવને સંભવ કરી “જીત “ના દર્શન “પ્રભુશ્રધ્ધા” જ કરાવે છે…આ બારે અનેક દાખલાઓ છે…અને, આવા દાખલાઓ આધારીત માનવીઓમાં “ભક્તિભાવ” વધતો રહે એ જ મારી પ્રાર્થના હંમેશા રહેશે !…..અંતે, પ્રજ્ઞાજુંબેન, તમોને પ્રતિભાવ આપ્યો તે માટે ફરી આભાર !>>>>>>ચંદ્રવદનભાઈ

   જવાબ આપો
 • 4. Harnish Jani  |  ઓક્ટોબર 23, 2009 પર 5:01 પી એમ(pm)

  I enjoyed your philosophy of life- I must say I also enjoyed “Pragnaju”-I always enjoy her comments in diff blogs-

  જવાબ આપો
 • 5. Valibhai Musa  |  ઓક્ટોબર 23, 2009 પર 5:26 પી એમ(pm)

  નેકનામશ્રી ચંદ્રવદનભાઈ,

  આપના નીચેના શબ્દો વાંચતાં નરસિંહ મહેતાના “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ” કાવ્યમાંના શબ્દોની યાદ તાજી થાય છે. શબ્દો છે “હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!”

  “માનવી જો શાંત મનથી વિચારે, અને સમજે કે “જે કંઈ થાય તે પ્રભુ કૃપા/ઈચ્છાથી જ થાય” …ત્યારે એનો ભ્રમ ભાંગે છે અને એનામાં રહેલી “હું કરું, હું કરું” ની ખોટી અહંકારભરી આશાઓ દૂર થાય છે…અને એ “કર્મફળ”નો આપોઆપ ત્યાગ કરે છે.”

  આપની ઉદ્દાત ભાવનાઓ અને નમ્ર વિચારોને સહ્રૃદયભાવે બિરદાવું છું. આપની તંદુરસ્તીસહ દીર્ઘાયુંની પ્રાર્થના સાથે વિરમું છું.

  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  ઓક્ટોબર 23, 2009 પર 6:15 પી એમ(pm)

  અન્યમાં “માનવતા”ના ભાવે નિહાળી. કરેલા કાર્યોને પ્રભુને અર્પણ કરી, જીવન-સફરમાં આગેકુચ કરવા પ્રભુ પાસે જ શક્તિ માંગી, માવવ-જીવનનો આનંદ

  આપના પુરુર્ષાથ ભર્યા અને પુષ્પની સુંગંધથી મહેંકતી જીવન કથા સદા

  પ્રફુલ્લિત રહે તેવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. નટવર મહેતા  |  ઓક્ટોબર 23, 2009 પર 11:42 પી એમ(pm)

  એક ધર્મ હોવો જોઈએ એ છે ‘માનવતા’.

  બાકી બધા ધર્મો માનવે ઉભા કરેલ ધર્મો છે.

  “માનવતા” મરી પરવારે તો કોઈ ધર્મનો અર્થ નથી રહેતો.

  હું “માનવ” “માનવ” થાઉં તો ય ઘણું !

  આપણે આપણને જ ઓળખતા નથી. અને અન્યને ઓળખવાનો વ્યર્થ પ્રયત્ન કરતા રહી છીએ. જ્યારે આપણામાંથી અહમ્ નીકળી જશે ત્યારે આપણે માનવ થઈશું.

  આપનો પ્રવાસ એ માર્ગે જઈ રહ્યો છે એટલે આપને ધન્યવાદ.

  આપનો રાહ ફુલો પાથરેલ રહે… આપને આપના કુટુંબીજનોનો સાથ સહકાર મળી રહે અને આપની તંદુરસ્તી જળવાઈ રહે એ જ વંદના.

  જવાબ આપો
 • 8. neetakotecha  |  ઓક્ટોબર 24, 2009 પર 12:03 એ એમ (am)

  sachchu kahu bahu oocha DR. eva che ke jema manvata rahi che…oocha etle aangadina vedhe pan n gani sakay eva..bahu kharab anubhavo amne thaya che dr. na..etle etlu j kahish ke

  ભલે હું ડોકટર, …..પણ, છું એક માનવ પહેલો !

  badha dr. aavu vichare to ketlu saru…

  besharmi ni had nathi rahi ke ek manas marto hoy ane eni pase paisa n hoy potana ilaj karavana tyare dr..kahi de ke to hu kai n kari saku..ane manas mari jay vagar ilaje…aava DR. ne DR. na kahevay ek khuni kahevay..

  જવાબ આપો
 • 9. Tejas Shah  |  ઓક્ટોબર 24, 2009 પર 2:42 એ એમ (am)

  વાહ! ગૂઢ અને માનવીય વિચાર. અભિનંદન

  જવાબ આપો
 • 10. arvindadalja  |  ઓક્ટોબર 24, 2009 પર 8:39 એ એમ (am)

  નીલાજીની વાત તદન સાચી છે કે આજના ડૉકટર માત્ર ડૉકટર જ બની રહ્યા છે અને ત્યારે આપની આ વાત “ભલે હું ડૉકટર, પણ છું એક માનવ પહેલો” તે સંદેશો જો આજના ડૉક્ટરો પણ સાંભળે અને સમજે તો કેવું સારું !! એવો વિચાર આવી જાય છે પણ ડોક્ટરના દિલમાં રામ વસશે ખરા ? આપના જીવનનો માનવીય અભિગમ અમારા જેવાઓ ને પ્રેરણા દાયક બની રહે અને માનવ છીએ અને જીવનનાં અંત સુધી માનવી બની રહીએ તેવા ઈશ્વરીય આશીર્વાદ મળતા રહે તેવી પ્રાર્થના કરું છું.
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 11. venunad  |  ઓક્ટોબર 24, 2009 પર 3:00 પી એમ(pm)

  It is now a established fact that people having faith in God and also will to live lives even after greatest trauma and urgery. I as a surgeon have experienced such incidents in my life. I do pray after my patients. Very nice article.

  pamevada@bsnl.in

  જવાબ આપો
 • 12. Vinod Patel, USA  |  ઓક્ટોબર 24, 2009 પર 4:06 પી એમ(pm)

  I wish there are more doctors like you who truly believe in Manav Dharm. Ony two persons know the anatomy of human body-one is God and other is Doctor. That is why doctors are cose to God. I think they should have more responsibility to go on to the path of manav seva. May God bless you and similar minded doctors!

  જવાબ આપો
 • 13. Ishvarbhai R. Mistry & Family  |  ઓક્ટોબર 24, 2009 પર 5:37 પી એમ(pm)

  Chandravadanbhai,
  Very good poem with lot of good meaning .Surely Manavdharma is all about life to help others.You get all blessings from God when you do that because you are doing HIS WIILL.
  Thanks for sharing. and good luck.
  JaiShriKrishna.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 14. himanshupatel555  |  ઓક્ટોબર 25, 2009 પર 4:50 એ એમ (am)

  સરસ લેખ છે વિચાર અને સૂજ ભરેલો ગમ્યો અને ડૉ વિઝિટ માટે આભાર
  ફરિ મળીશુ એજ

  જવાબ આપો
 • 15. pallavi  |  ઓક્ટોબર 26, 2009 પર 8:25 એ એમ (am)

  nice poem-nice thoughts
  pallavi

  જવાબ આપો
 • 16. સુરેશ જાની  |  ઓક્ટોબર 27, 2009 પર 2:55 પી એમ(pm)

  બહુ જ પ્રેરણાદાયી લેખ. આપણે વ્યવસાયે કાંઈ પણ હોઈએ; પણ તે તો આપણા જીવન ગુજાર માટેનું એક સાધન માત્ર જ છે. જો માનવ ધર્મના ગુણો, કરુણા, પરોપકાર વૃત્તી વી. ભુલી જઈએ , તો એ જીવન પશુ જીવન જ છે.

  પ્રાર્થનાનું/ ભક્તીનું / ધ્યાનનું બળ કદાચ .. મનની સંકલ્પ શક્તીને ધારદાર બનાવે છે – માણસને અને એના માનસને શક્તીમાન બનાવે છે. વીજ્ઞાન જ્યારે આ સત્યને આગળ ધપાવશે ત્યારે ભૌતીકવાદ અને આધ્યાત્મીકતા સમાંતર રાહે આગળ ધપશે.

  જવાબ આપો
 • 17. P Shah  |  ઓક્ટોબર 27, 2009 પર 4:33 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ તમારા તથા પ્રજ્ઞાજુબેનના વિચારો વાંચ્યા અને ખૂબ ગ્મ્યા
  પુલકિત થયો. ખૂબ આનંદ થયો.
  અભિનંદન !
  આભાર !

  જવાબ આપો
 • 18. Natu Desai  |  ઓક્ટોબર 27, 2009 પર 5:40 પી એમ(pm)

  Recently I had the previlage to stay with Dr. Chandravadanbhai (under the same roof) during the wedding of my grand daughter who also was the neoce of Kamuben. I will always cherish that experiance . There were, staying in the same house , several elderly ladies, and the DOCTOR was their HERO. These ladies, as usual, had many-many questions about their illness that were pent up in their mind and when they found that the DOCTOR was able and willing to answer any and all questions regarding their health, explaining calmly and in detail (why and what to do) regarding their health problems that they followed him every where he went. ( Kamuben was jealous seeing Doctor;s popularity with these ladies) . Anyway my request to the Doctor is to set aside certain time during the day to answer questions regarding such elderly people of our community. ( I am one of them). God Bless you and we Love you Chandravad bhai the DOCTOR,
  ( There is no “spelling check ” in this }

  જવાબ આપો
 • 19. અમિત પટેલ  |  ઓક્ટોબર 28, 2009 પર 5:11 એ એમ (am)

  માનવતાની મહેક સમા ચંદ્રવદનકાકા ને વંદન.

  જવાબ આપો
 • 20. પ્રવિણ કે.શ્રીમાળી  |  નવેમ્બર 2, 2009 પર 11:23 એ એમ (am)

  સાહેબ, આપતો મન, કર્મ અને વચન થી નિશઃકપણે તો યુવા જ છો, આપ તો યુવાનને પણ શરમાવે તેવી પ્રવૃત્તિ કરો છો અને સંપ્રદાયો માં રહેલાં સાધુ-સંતો કરતાં પણ સરસ ભકિતમય જીવન જીવો છો. આપ સેવા ના ભેખધારી છો.

  જવાબ આપો
 • 21. sudhir patel  |  નવેમ્બર 9, 2009 પર 12:20 એ એમ (am)

  You are doing a great job and have very inspiring message for every one specially for those who are in the field of health care!
  I also enjoyed thoughts of Pragnaben.
  Sudhir Patel.

  જવાબ આપો
 • 22. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 7:00 એ એમ (am)

  Tamari Rachanao, Karyo ma MANAVTA ni MAHEK
  Bhali Chhe, Prabhuni Krupa.

  જવાબ આપો
 • 23. Dharnidhar.Thakore  |  ફેબ્રુવારી 8, 2010 પર 3:31 એ એમ (am)

  ખૂબ આનંદ થયો.
  અભિનંદન !

  જવાબ આપો
 • 24. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  મે 8, 2011 પર 5:42 પી એમ(pm)

  સરસ રજુઆત કરેલ છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: