ભક્તિપંથે મારૂ જીવન વહે

ઓક્ટોબર 18, 2009 at 1:08 એ એમ (am) 24 comments

 
   

 
 
ભક્તિપંથે મારૂ જીવન વહે,
  
ભક્તિપંથે મારૂ જીવન વહે,
એ….જી….એ તો વહેતું રહે, પ્રભુજી એવું માંગુ !……ટેક
ભક્તિબીજ તો  માતાએ હૈયે વાવ્યું,
એ…જી…એ તો એક વ્રુક્ષ રે થયું,
એની શીતલ છાયામાં …..
મારૂં જીવન વહે,……ભક્તિપથે…..(૧)
નિહાળી ફોટો રે પ્રભુજીનો હૈયે ખુશી રે લાવું,
નિહાળી મુર્તિઓ મંદિરે, નુત્ય રે કરૂં ,
એ….જી…. એવી હાલતમાં ,……
મારૂં જીવન વહે,……ભક્તિપંથે….(૨)
નિહાળૂં પ્રભુજીને હવે તો મુજ હૈયામાં,
નિહાળૂં એને રે સૌ માનવ હૈયામાં,
એ…જી….આ જગની સુંદરતામાં ,……
મારૂં જીવન વહે,……ભક્તિપંથે…..(૩)
મળ્યું છે જીવન મુજને, માનવ સહાયતા જ કરવા,
અરે…એ તો જનકલ્યાણના કર્યો જ કરવા,
એ…જી….આવા જીવન-મંત્રમાં,……
મારૂં જીવન વહે,….ભક્તિપંથે…..(૪)
 
કાવ્ય રચના,…સેપ્ટેમ્બર,૨૫,૨૦૦૯          ચંદ્રવદન.
 
 
 
 

બે શબ્દો….ભક્તિપંથે મારૂં જીવન વહે !

માનવ જીવનમાં “પ્રભુભક્તિ” હોવી એ ખાસ જરૂરીત છે. અને, પ્રભુભક્તિ એટલે કોઈ “તત્વ” કે “શક્તિ”ને મુખ્ય બિન્દુ તરીકે ગણવી, અને એ તરફ જીવનમાં કાર્યો કરવા…..પ્રભુભક્તિને જો ધર્મોમાં જઈ નિહાળીએ તો “ઈશ્વર” “ખુદા” કે યાહુદીઓના “યહવેહ(YAHWEH)” કે ક્રાઈસ્ટને ભગવાનના દિકરારૂપે ગણતા “એ ઈશ્વર કે ગોડ (GOD)” આપણે નિહાળી શકીએ.
આ પ્રમાણે, સૌ માનવીઑ પ્રભુભક્તિ તરફ છે……પણ, જ્યારે માનવી એ “પ્રભુતા”ને સર્વ પ્રાણીઓમાં નિહાળવા શીખે ત્યારે એ માનવીઓમાં રહેલી “માનવતા”ને પણ નિહાળી શકે છે…..અને, આ પ્રમાણે, એને આ પરિવર્તન ‘ઉચ્ચ પદે” લઈ જાય છે, અને ત્યારે એ આપોઆપ “જનક્લાણના કાર્યો” તરફ વળે છે…..આ જ સનાતન સત્ય છે  ! ભલે, એ માનવી એમ કહેતો રહે કે ” હું તો મંદિરો કે મુર્તિઓમાં માનતો નથી, અરે, હું તો પ્રભુમાં જ માનતો નથી”. જ્યારે કોઈ પણ માનવી અન્ય માટે “દયા ભાવનાઓ” જાગ્રુત કરે ત્યારે એ અજાણે “ભક્તિપંથ”નો સ્વીકાર કરે છે.જાહેર કરેલી એની “નાસ્તિકતા” દુર થઈ જાય છે. વિજ્ઞાનીકો પુરાવાઓમાં માને છે. અને, અન્યને સવાલ કરતા રહે “પ્રભુ છે તો ક્યાં છે?..મને બતાવ !”…..એ વિજ્ઞાનીક પણ જ્યારે એક શાંત વાતાવરણમાં બેસે, ત્યારે એ એના દેહની અંદર ડુબકી મારે અને ત્યારે એને “અનેક ના જાણેલું “ ના અગ્નિમાં બળે છે…કે જ્યારે એનું ધારેલું ના થાય ત્યારે એ જાતે જ “પ્રભુ-તત્વ” તરફ પગલાઓ લેય છે. મોટા મોટા સાન્ટીસ્ટો ( જેવા કે આલબ્ર્ટ આઈન્સ્ટાઈન) પણ “પ્રભુ છે” એવી કબુલાત કરે છે.
ઉપર મુજબ પ્રભુ-તત્વ કે ભક્તિ બારે સમજાવ્યા બાદ, હવે આપણે મારા જીવન તરફ નજર કરીએ>>>>>>
 
(૧)  ભક્તિબીજમાંથી ભક્તિ

જગતમાં જન્મ લીધા.

બાદ,મારી ભક્તિભરપૂર માતાએ મારા હૈયે “ભક્તિબીજ” વાવ્યું……હું મોટો થતો ગયો,…….ધર્મની વાતો સાંભળતો ગયો,…..મંદિરે પણ જતો હતો,…..અને, મારામાં રોપાયેલું “ભક્તિબીજ” હવે તો એક નાનું “ભક્તિવૃક્ષ”બની ગયું હતું !…..ત્યારબાદ, ગુરૂની મહત્વતા બારે જાણ્યું ,……પણ, મારા ગુરૂ કોણ ?…..આ સવાલ મારા મનમાં ફરી ફરી આવ્યો…….એ સમયગાળા દરમ્યાન મેં વીરપુરના જલારામબાપા બારે જાણ્યું,……મેં એમના જીવનનું પુસ્તક વાંચ્યું,……એમની “પ્રભુભક્તિ” સાથે એમનો અન્ય માટેનો “પ્રેમ” તેમજ અન્નદાનરૂપી”ભોજન યજ્ઞ”નું જાણી, હું ખુબ જ પ્રભાવીત થયો. બાપાના જીવને “જનકલ્યાણનું કાર્ય” નિહાળ્યું…..અને, મારી શ્રધ્ધા વધી…..ફરી, મારા મનમાં એક જ સવાલ હતો ..મારા ગુરૂજી કોણ ?….મેં સંતો/ભક્તો તરફ નજર કરી, અનેક સારૂં કાર્ય કરતા નિહાળ્યા…પણ, કોઈક એવા દાખલાઓ જાણ્યા કે જે જાણી મને ખુબ જ મન-દુઃખ થયું,……અને, મેં ધર્મ તરફ નજર કરી તો, અનેક સુત્રો જાણ્યા....”પોતે પોતાના જ ગુરૂ હોય શકે !”…કે પછી ” માતપિતા જ તમારા ગુરૂ !” અને, “પ્રભુ જ તમારા સાચા ગુરૂ !”…તો, મનમાં થયું કે ” એવું જરૂરીત નથી કે જીવતો જાગતો માનવી જ ગુરૂ હોય શકે” ...બસ, આ છેલ્લા વિચાર સાથે ફરી જલારામબાપા યાદ આવ્યા…..અને, આ યાદ સાથે, મેં જલારામબાપાને મારા ગુરૂજી માન્યા. પણ, અહી મારે લખવું છે કે મારા મન/હૈયે તો સર્વ સંતો/ભક્તો પૂજ્ય અને ગુરૂ સમાન છે !

હું વધુમાં એવું પણ માનુ છું કે “પ્રભુ તો આત્મામાં જ છે !”, અને સર્વ ધર્મો એક જ “પ્રભુ-તત્વ” તરફ દોરે છે, ભલે, એ તત્વ પામવા ધર્મરૂપી જુદા જુદા રસ્તાઓ છે. અને, ભલે ભક્તિની શરૂઆતે માનવ ફોટા/મુર્તિઓમાં “સાકાર”પ્રભુને નિહાળી ભક્તિ કરે છે…કે પછી, ઉચ્ચ પદે રહી, “નિરાકાર” પ્રભુની ભક્તિ કરે…..અહી એટલું જ સમજવાનું છે કે મુર્તિ કે ફોટોમાં એણે એની “શ્રધ્ધા”ભરી છે, અને એને “શ્રધ્ધારૂપી પરમ-તત્વ”ના દર્શન એમાં જ થાય છે. આથી, એવા માનવીઓની ટીકાઓ કરવી એ જ “અજ્ઞાનતા” છે…….પણ, જો એની ભક્તિમાં પુર્ણતા હોય તો એ આપોઆપ અન્યને પ્રેમ/દયાથી નિહાળે છે, અને અંતે, એ ભક્તિપંથે “જનકલ્યાણના કાર્યો” તરફ વળે છે,…..હું પણ મારા જીવનમાં આવા વિચારો સાથે “ભક્તિપંથે” ચાલી રહ્યો છું !
(૨) અંબા માતાનું મંદિર, દિપલા ગામ, ગુજરાત.
દક્ષિણ ગુજરાતમાં દિપલા એક નાનું ગામ છે. ત્યાં માતાના ભક્ત રહે. એક નાના મંદિરે માતાજીનું સ્થાન……ગામમાં એક મોટું માતાજીનું મંદિર હોય તો કેવું ? એ ભક્ત છે બાબુભાઈ પટેલ ! એમણે મંદિર બાંધવા માટે દાનની અપીલ કરી…..વેસ્મા ગામે રહે એમના એક મિત્ર…..એમણે એમને વાત કરી…..અને, મંદિર માટે દાન-સહકારની અપીલ મને મળી…..માતાની મુર્તિ માટે પણ મોટા દાનની આશાઓ હતી. હું તો એમને કે દિપલા ગામને ના જાણું ,…….માતાજીની પ્રેરણા થઈ…..મનમાં માતાજીની પૂકાર હતી….અને મેં સહકાર આપવા માટે વચન આપ્યું ..…એક ભવ્ય માતાજીનું મંદિર દિપલા ગામની શોભા વધારવા લાગ્યું ..અને, ગામમાં અનેક ભક્તિથી રંગાયા…અને, એ જાણી, મને ખુબ જ આનંદ હતો……૨૦૦૬માં મેં મારી પત્ની સાથે દિપલા ગામે જઈ માતાજીના દર્શન કર્યા ત્યારે મારૂં હૈયું આનંદથી નાચી ઉઠ્યું !
(૩)  રામચંદ્રજી મંદિર, વેસ્મા અને સંતોને રહેવા માટે તેમજ સતસંગ માટે હોલ..
રામચંદ્રજી મંદિર ….એ વેસ્મા ગામનું એક જુનું મંદિર છે. એની દેખરેખ એક કમીટી રાખે છે. ૨૦૦૩/૨૦૦૪ની સાલે મંદિરની સામેની જમીન પર એક “સતસંગ હોલ” બાંધવા વિચારણા ચાલી રહી હતી એ જાણવા મળ્યું …ત્યારે, કમીટીને ઉત્સાહ આપવા સહકાર આપવા માટે રસ બતાવ્યો…..કોઈ દાતારે મોટું દાન નોંધાવ્યું ના હતુ……તો, મેં લગભગ કુલ્લે થતો ખર્ચ આપ્યો….કમીટીએ એ માટે આભાર દર્શાવ્યો અને હોલનું નામકરણ “ચંદ્ર-કમુ રંગૌપવન હોલ”કર્યું …એની ખુશી હૈયે માણી, મેં પ્રભુનો પાડ માન્યો……૨૦૦૪માં બંધાયેલા આ હોલે અનેક “પ્રવચનો” શક્ય થયાનો આનંદ હૈયે છે…અને ત્યાં “લોક દયરાઓ” પણ યોજાયા છે.૨૦૦૬માં ભારત જવાનું થયું ત્યારે એ હોલ નિહાળી હૈયે ખુબ જ ખુશીઓ હતી.
(૪) મહાદેવનું મંદિર, પ્રજાપતિ ફળિયું , ઊંટડી, ગુજરાત.
ઊટડી ગામે રહેતા એક પ્રજાપતિ ભાઈને સ્વપનું આવતા, જમીન ખોદતા, એક શીવલીંગ મળ્યાનું જાણ્યું …….ત્યારબાદ, પ્રજાપતિજનોએ ત્યા એક મંદિર બાંધવા નિર્ણય લીધો….,..દાન માટે અપીલ થઈ…અનેક તરફથી સહકાર મળ્યો હતો છતાં વધુ દાનની જરૂરત હતી…..મને જાણ થઈ…..અને, પ્રભુ-પ્રેરણાથી મેં પણ સહકાર આપ્યો…અને, આખરે, ઊટડી ગામે, પ્રજાપતિ ફળિયે એક સુંદર મંદિર ગામની શોભા વધારતું હતું .મંદિર થયાનો મને આનંદ હતો…ગામમાં મંદિર થકી અનેક ભક્તિપંથે હતા એ માટે અનોખો આનંદ હતો. ૨૦૦૬માં આ મંદિર જોવાની તક મળી હતી, અને પ્રભુના શીવ સ્વરૂપે દર્શન કરી મેં પ્રભુનો પાડ માન્યો હતો.
(૫) ભક્તિપંથે પુસ્તકો પ્રકાશન, અને અન્ય કાર્યો.
૧૯૮૮ના એપ્રિલ માસે મારી માતા ગુજરી ગયા…..એ મને ખુબ જ વ્હાલા હતા……એમની યાદમાં કંઈક કરવું એવા વિચારો ફરી ફરી આવ્યા……મેં જુદા જુદા વાંચનમાંથી જુની પ્રાર્થનાઓ/ભજનો ભેગા કરવાનું કાર્ય શરૂ કર્યું ……સાથે સાથે, ગીતાસારરૂપી લખાણ, સુવિચારો, આરતીઓ/ધુનો  વિગેરેનો સંગ્રહ કર્યો…..જુદા જુદા વિભાગે મુક્યા…..અને જ્યારે ૧૯૮૮ની આખરી પહેલા ભારત માતાની પૂજા/શ્રાધક્રીયા માટે ગયો ત્યારે એ બધુ જ એક પુસ્તકરૂપે પ્રગટ કરવા પગલાઓ લીધા…અને ત્યારે જ મેં “શ્રી કૃષ્ણ લીલામ્રુત” નામ આપ્યું……આ સુંદર પુસ્તીકા જ્યારે તૈયાર થઈ ત્યારે એને મેં મફત પ્રસાદીરૂપે સગા/સ્નેહીઓને, ભજન મંડળોને, અનેક સતસંગપ્રેમીઓને આપી…આ પુસ્તીકા મારી માતાના નામે હતી તેમ છતા, મારા પિતાજી અને મોટાભાઈને અંજલીરૂપે હતી….આ પુસ્તીકા તો પુરી થઈ …અને જ્યારે જાણ્યું કે અનેક એ મેળવવા રસ રાખે છે તો ૨૦૦૦ બાદ “રીપ્રીન્ટ”રૂપે ફરી પ્રગટ કરી અનેકને ભેટરૂપે આપી આનંદ અનુભવ્યો.
ત્યારબાદ, મારી જ અનેક કાવ્યરચનાઓમાંથી ભક્તિભાવના કાવ્યો જુદા કરી, “ભક્તિભાવના ઝરણા”નામે એક નાની પુસ્તીકા પ્રગટ કરી, અનેકને “પ્રસાદી” રૂપે વહેંચી.
અને, હું જ્યાં કેલીફોર્નીઆમાં રહું ત્યાં એક ભજન મંડળ ચાલતું હતું ……જુદા જુદા ભજનો પાનાની કોપીઓ એક સાથે કરી ભજનો ગવાતા નિહાળી, મેં એક પુસ્તીકા પ્રગટ કરી સૌને આપવા નિર્ણય લીધો..અને,એન્ટૅલોપ વેલી ભજન મંડળ “ઓમ શ્રી હરિ ભજનાવલી”નામે એક પુસ્તીકા સૌના હસ્તે મુકી આનંદ અનુભવ્યો !
ન્યુ જર્સીમાં એક “રામ રામ ભાઈ” રહે છે….એઓ અમદાવાદમાં સંત પુનીત સાથે હતા…એમણે “મંત્ર પત્રીકાઓ” તેમજ “મંત્ર નોટબુકો” નો યજ્ઞ શરૂ કરેલો તે બારે જાણી, પત્રીકાઓ, અને નોટબુકો મંગાવી અનેકને “રામનામ” કે “કોઈ પણ પ્રભુનામ” લખવા માટે પ્રેરણાઓ આપી..અહી અમેરીકા, અને બીજે પરદેશમાં તેમજ ગુજરાતમાં અનેકે લેખન કર્યૂં…જેનો મને આનંદ છે !
(૬) સ્થાયી મંદિરો કે નવા મંદિરો બાંધવાના કાર્યો માટે સહકાર.
વેસ્મા ગામે નવા મંદિરોમા આવે છે (૧) જલારામ મંદિર (૨) સાંઈબાબા મંદિર (૩) નવું મહાદેવ મંદિર (૪) હનુમાન મંદિર (રીબીલ્ડ) (૫) માતાજીનું મંદિર…….અને એ સિવાય વેસ્મા ગામે અનેક જુના મંદિરો છે અને કાઈ પણ મંદિરે સહકારની જરૂરત જણાતા મેં “ફુલ નહી તો ફુલની પાંખડી” રૂપે મે કંઈક આપવા તકો લીધી ….
વેસ્મા ગામ સિવાય વીરપુર, ગોંડલ, દ્વારકા અંબાજી, સાંઈબાબા મંદિરોએ, મહાદેવના મંદિરોએ મારી શક્તિ પ્રમાણે સહકાર કરી આનંદ અનુભવ્યો છે..અહી અમેરીકામાં પણ દાન સહકાર કરવા અનેક તકો લીધી છે !
 
તમે મારા ભક્તિપંથ બારે ઉપર મુજબ જાણ્યું …..તમોને આ પોસ્ટ ગમી હશે એવી આશા…..તમે વાંચ્યા બાદ, તમારા “બે શબ્દો” પ્રતિભાવરૂપે જરૂરથી આપશો એવી બીજી આશા >>>>ચંદ્રવદન. 
 
FEW WORDS
Today it is Sunday, October 18th 2009 & it is the DIWALI DAY…& Monday October 19th 2009 it will be the NEW YEAR.
SO…….HAPPY DIWALI & HAPPY NEW YEAR to you ALL !
Today, I had just published a New Post & it is a Gujarati Poem entitled “Bhakti Panthe Maau Jivan Vahe ” meaning My Life on the Devotinal Path.
I had tried to express my VIEWS on BHAKTI (Devotion) & then narrated some facts on some of my ACTIONS in the path of “Jankalyanna Karyo”.
If one person is inspired after reading this Post, I will be very happy & will THANK GOD for that….I hope you will take your time & READ this Post.
>>>>CHANDRAVADAN.

Entry filed under: કાવ્યો.

કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ ! ભલે હું ડોકટર !

24 ટિપ્પણીઓ Add your own

 • 1. sudhir patel  |  ઓક્ટોબર 18, 2009 પર 2:29 એ એમ (am)

  Enjoyed your nice ‘Bhakti-Geet’!
  Wish you all Happy Diwali and Prosperous New Year!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 2. Dr.Shashikant Mistry  |  ઓક્ટોબર 18, 2009 પર 7:14 એ એમ (am)

  Chandravadanbhai,

  Your writings about Bhakti and temples, your enormous contributions for promotion of our culture, religion and literature, your burning desire to reduce suffering of others and your God given ability to express your honest views in form of poems and written words, all are very inspiring. It is so because the sentiments you expressed are just not empty words but are put in practice by suitable actions. May Almighty Lord grant you long, happy and healthy life to carry on with your life’s mission with greater passion.

  With warm regards,

  Shashibhai

  જવાબ આપો
 • 3. નટવર મહેતા  |  ઓક્ટોબર 18, 2009 પર 12:35 પી એમ(pm)

  સરસ ભક્તિ ગીત.
  ભક્તિ જિવન જીવવાની શક્તિ આપે છે.

  મારા પરમ પુજનિય પિતાશ્રી હમેંશ કહેતા

  અન્યથા શરમ્ નાસ્તિ
  ત્વમેકમ્ શરણ મમ ||

  પ્રભુનું શરણ જો હોય હર હંમેશ સાથે તો પછી મરણનો પણ ભય ન રહે. આપણે ખોટાં ખોટાં શરણોનો આધાર લેતા રહીએ છીએ. જીવતા રહીએ છીએ. આજે નુતન વરસના નવલા પર્વે ચાલો આપણે સહુ પ્રભુને શરણે જઈએ. આપણા આત્માના અવાજને ઓળખીએ. અને એને અનુસરીએ. આત્મા એ જ પરમાત્મા છે. પ્રભુ ક્યાંય મંદિર મસ્જીદ કે ઘંટાઘરમાં કે ગુરુદ્વારામાં નથી. એતો વસ્યો છી આપણી જ અંદર! આપણા જ મનમંદિરમાં. ચાલો આપણે મનનો દિવો સળગાવીએ અને દિવાળીને મનનાં અંધારા દુર કરીએ.

  કોઈનું ભલું ન કરી શકીએ તો વાંધો નહિં પરંતુ કોઈનું પણ ચાહીને બુરૂં ન કરીએ. સત્ય કાયમ વદવું સહેલું નથી. પણ શક્ય હોય તેટલું અસત્યથી દુર રહીએ.

  દરેક જીવ એક શિવ છે. દરેક જીવને આપણે એ દૃષ્ટિએ નિહાળીએ.
  ચાલો આપણે જિવન જીવતા શિખીએ.. આપણે આપણા જ ગુરૂ બનીએ અને આત્મવંચના ટાળીએ. આશાવાદી બનીએ !

  આપે સાચું જ કહ્યું છે

  નિહાળૂં પ્રભુજીને હવે તો મુજ હૈયામાં,
  નિહાળૂં એને રે સૌ માનવ હૈયામાં,

  જવાબ આપો
 • 4. Dilip Gajjar  |  ઓક્ટોબર 18, 2009 પર 1:20 પી એમ(pm)

  सुंदर भावसभर गीतमां आपे भक्तिनो महिमा इश्वरनो अने मानवताना कार्य माटे प्रेम दरशाव्यो छे.नवा वरशना अभिनन्दन

  જવાબ આપો
 • 5. Geeta and Rajendra  |  ઓક્ટોબર 18, 2009 પર 3:19 પી એમ(pm)

  ભક્તિપંથે મારૂ જીવન વહે,
  Bhakti Karata Chute mara pran!!

  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 6. Capt. Narendra  |  ઓક્ટોબર 18, 2009 પર 3:33 પી એમ(pm)

  ભક્તિપંથે આપનું જીવન વહેતું રાખવા પરમાત્મા આપને આવી જ શ્રદ્ધા અને શક્તિ આપતા રહે એવી આ નુતન વર્ષના દિવસે પ્રાર્થના. નવા વર્ષના અભિનંદન…..

  જવાબ આપો
 • 7. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 18, 2009 પર 4:52 પી એમ(pm)

  This is an EMAIL Response to the Post>>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARSunday, October 18, 2009 9:09 AMFrom: “Manibhai Patel” View contact detailsTo: “chadravada mistry” SAL MUBARAK AND JAI SHREE KRISHNA ! MANVANT.

  જવાબ આપો
 • 8. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 18, 2009 પર 5:30 પી એમ(pm)

  An Email Response to the Post from ARVIND>>>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARSaturday, October 17, 2009 7:04 PMFrom: “Arvind Mistry” View contact detailsTo: “chadravada mistry” Chandravadanmama and Mami

  Namaste and Jay shree Krishna

  Wish you and your family very Happy Diwali and New Year!!!

  From:
  Arvind, Rasmita, Neha, Shiv, Mom and Dad

  જવાબ આપો
 • 9. Harnish Jani  |  ઓક્ટોબર 18, 2009 પર 6:24 પી એમ(pm)

  Very Tue-good message-Thank you Chandravadanbhai.

  જવાબ આપો
 • 10. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 18, 2009 પર 11:51 પી એમ(pm)

  This is an Email from RATILALBHAI>>>>

  Flag this messageRe: GREETINGSThursday, October 15, 2009 8:09 AMFrom: “R P Chandaria” View contact detailsTo: “chadravada mistry”
  Happy New Year

  My Dear Chandravadan Mistry

  I wish you a
  DIWALI
  ENJOY THE NEW YEAR
  With Health, Happiness, Peace and Prosperity.

  Love from

  RATILAL CHANDARIA

  Vir savant: 2536
  Vikram Savant: 2066
  2009 AD

  જવાબ આપો
 • 11. neetakotecha  |  ઓક્ટોબર 19, 2009 પર 1:25 એ એમ (am)

  khub saras bhakti geet..
  hu evu manu chu ke koi vyakti ne guru n banavo..aapde j ene bagadiye che..enu abhiman poshiye che ane pachi e j aapdne nade che…
  biju kahevanu ke prabhu che ema na nahi ek shakti che ke je dekhati nathi pan kam kare che ane aapde ene prabhu nam aapyu che..pan hu ek pan mandiro ma mota divaso ma nathi jat..karan tya kolahal hoy che..ha jyare man ashant hoy tyare chokkas jav chu..ane chuppchap ek khuna ma besi jav chu…ane man hakikat ma shant thay che..i

  જવાબ આપો
 • 12. Ramesh Patel  |  ઓક્ટોબર 19, 2009 પર 1:51 એ એમ (am)

  નિહાળૂં પ્રભુજીને હવે તો મુજ હૈયામાં,
  નિહાળૂં એને રે સૌ માનવ હૈયામાં

  આથી રુડુ શું જીવનમાં.સર્વ શાસ્ત્રોનો સાર જાણ્યો અને કર્મ થકી પૂર્તિ કરી.

  આપના જીવનમાં સદા ઉલ્લાસ ઉછળતો રહે તેવી શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 13. pragnaju  |  ઓક્ટોબર 19, 2009 પર 2:35 એ એમ (am)

  મારૂં જીવન વહે,……ભક્તિપંથે….(૨)
  નિહાળૂં પ્રભુજીને હવે તો મુજ હૈયામાં,
  નિહાળૂં એને રે સૌ માનવ હૈયામાં,
  એ…જી….આ જગની સુંદરતામાં ,
  સર્વ શાસ્ત્રોનો સા

  જવાબ આપો
 • 14. rekhasindhal  |  ઓક્ટોબર 19, 2009 પર 4:42 એ એમ (am)

  Happy New year Chandrabhai,
  you have lived not only with bhakti but with your giving nature have gave so much to community. your charities shows your big heart. good emotions in poem

  જવાબ આપો
 • 15. devikadhruva  |  ઓક્ટોબર 19, 2009 પર 11:24 એ એમ (am)

  આજથી આરંભાતુ,

  અભિનવ આદિત્યનું,

  અનેરું આગમન,

  આપને અને આપના આપ્તજનોને,

  અખંડ આનંદ,

  અદ્વિતિય ઐશ્વર્ય,

  અને અખૂટ આયુષ્ય અર્પે,

  એવી અમારી,

  આરાધ્યદેવને,

  અંતરની અભિલાષા,અભ્યર્થના

  અને આરાધના……..

  જવાબ આપો
 • 16. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 20, 2009 પર 2:01 પી એમ(pm)

  An Email Response from Balvantbhai>>>>

  Re: NEW POST on CHANDRAPUKARSaturday, October 17, 2009 10:50 PMFrom: “balvant patel” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadanbhai,
  Am indeed very happy for your good wishes for the New Year.
  We wish you a bright New Year, may all your desires in the year be fulfilled and may you have a grand success in whatever you undertake,
  Balvant Patel

  જવાબ આપો
 • 17. Ishvarbhai R. Mistry & Family  |  ઓક્ટોબર 20, 2009 પર 5:49 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  Bhakti path in my life. Very very good thought it is a path to salvation. I like it and hope we all can live our life on that path &
  attain true peaceful life.
  Thank you for sharing.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 18. sima shah  |  ઓક્ટોબર 21, 2009 પર 2:33 એ એમ (am)

  સૌને નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન.
  નવું વર્ષ આપ સૌને શુભદાયી,સુખદાયી,ફળદાયી અને મંગળકારી નિવડો એ જ પ્રભુને અભ્યર્થના
  સરસ ભક્તિગીત…
  સદાય આવું ભક્તિસભરકાર્ય કરવાની પ્રભુ શ્રદ્ધા અને શક્તિ આપે એ જ પ્રાર્થના
  સીમા

  જવાબ આપો
 • 19. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 21, 2009 પર 4:24 એ એમ (am)

  This is an Email Response from SHIRISH/LATA MISTRY of California>>>>>

  ReplyReply AllMove…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARTuesday, October 20, 2009 9:08 PMFrom: “ShirishM@aol.com” View contact detailsTo: emsons13@verizon.netMessage contains attachments1 File (131KB)Jalaram Jayanti Program0001.pdfNamaste Chandravadanbhai and Kamuben:

  Your articles are truly worth reading and I truly appreciate your efforts towards the home village – Vesma, Mandirs and our society and humankind. Your views, poems and literature are very meaningful and I truly admire yours and Kamubens accomplishments.

  I am amazed how much funding, time and dedication you have poured from yourself and the family for the good of all. From the bottom of my heart – You are truly amazing and God give you strength in accomplishing your future endeavors.

  I like the articles in gujarati and you truly are assisting me in my forgotten vernaculars.

  Please find attached a program that is to be held in Riverside Temple this Sunday at 11:00 AM – Jalaram Jayanti. You may be interested and if time permits you can attend also.

  Thank You.

  Shirish & Lata Mistry

  જવાબ આપો
 • 20. nilam doshi  |  ઓક્ટોબર 22, 2009 પર 8:24 એ એમ (am)

  ચન્દ્રવદનભાઇ..નમસ્કાર…અને નવા વરસની હાર્દિક શુભેચ્છાઓ….
  તમારી ભક્તિની પ્રવૃતિઓ વિશે જાણી આનંદ અને ગૌરવ થયા. અભિનંદન..
  પરંતુ સાવ સાચી વાત કહું તો મંદિરો કરતા પણ વધારે જરૂર ગરીબ, અનાથ બાળકો માટે કશું થઇ શકે..તો ભગવાન વધુ પ્રસન્ન થાય..જનસેવા એ જ પ્રભુસેવા…

  આ મારી અંગત માન્યતા છે. મંદિરોની આપણા દેશમાં કયાં ખોટ છે ? બીજી પાયાની અનેક જરૂરિયાતો આજે પણ છે જ.
  તમારા જેવા..આ દિશામાં કશું વિચારી શકે તો..?

  જવાબ આપો
  • 21. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 22, 2009 પર 1:57 પી એમ(pm)

   નિલમબેન,…..પ્રથમ તો તમે પધારી પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર !…તમે જે લખ્યું કે “મંદિરો કરતા જરૂર ગરીબ અનાથ બાળકો માટે કશું થઈ શકે તો ભગવાન વધુ પ્રસન્ન થાય” ….તે યોગ્ય જ છે અને એ “સનાતન સત્ય જ છે ” હું સહમત છું. …..પણ, તમે જો મારી આગળની પોસ્ટો વાંચી હોત તો તમોને મારા જીવનયાત્રાનો પુરો ખ્યાલ આવતે…..મારૂ જીવન જ “જનકલ્યાણના કાર્યો” ના મંત્ર સાથે વહે છે….અને, એક પોસ્ટ ” ગરીબાય દુર કરો, મારા પ્રભુજી !” જે આગળ પ્રગટ થઈ તેની લીન્ક નીચે મુજબ છે>>>>>

   http://www.chandrapukar.wordpress.com/2009/09/28

   આશા છે કે તમે એ પોસ્ટ તેમજ અન્ય આગળની ” જનક્લ્યાણના કાર્યો”ની પોસ્ટૉ વાંચશો..જેમાં “હેલ્થ” “શિક્ષણ” “પુસ્તકાલયો” વિગેરે વિષે માહિતી છે…..તમે બીઝી છો તેમ છતા ફરી સાઈટ પર પધારી વાંચશો એવી આશા છે !>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 22. સુરેશ જાની  |  ઓક્ટોબર 22, 2009 પર 9:58 પી એમ(pm)

  ભક્તિબીજ તો માતાએ હૈયે વાવ્યું,
  એ…જી…એ તો એક વ્રુક્ષ રે થયું,
  એની શીતલ છાયામાં …..
  મારૂં જીવન વહે,

  ———————
  બહુ જ સરસ ભાવ . કોઈ ચીજ બીજ વીના ઉગતી નથી. ભક્તી માટે શ્રધ્ધાનું બીજ જોઈએ.

  જવાબ આપો
 • 23. vimal agravat  |  જાન્યુઆરી 4, 2010 પર 2:00 પી એમ(pm)

  nice blog

  જવાબ આપો
 • 24. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 6:50 એ એમ (am)

  Vahi Rahya chho,
  Nirantar Vaheta Raho.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,825 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: