Archive for ઓક્ટોબર 18, 2009

ભક્તિપંથે મારૂ જીવન વહે

 
   

 
 
ભક્તિપંથે મારૂ જીવન વહે,
  
ભક્તિપંથે મારૂ જીવન વહે,
એ….જી….એ તો વહેતું રહે, પ્રભુજી એવું માંગુ !……ટેક
ભક્તિબીજ તો  માતાએ હૈયે વાવ્યું,
એ…જી…એ તો એક વ્રુક્ષ રે થયું,
એની શીતલ છાયામાં …..
મારૂં જીવન વહે,……ભક્તિપથે…..(૧)
નિહાળી ફોટો રે પ્રભુજીનો હૈયે ખુશી રે લાવું,
નિહાળી મુર્તિઓ મંદિરે, નુત્ય રે કરૂં ,
એ….જી…. એવી હાલતમાં ,……
મારૂં જીવન વહે,……ભક્તિપંથે….(૨)
નિહાળૂં પ્રભુજીને હવે તો મુજ હૈયામાં,
નિહાળૂં એને રે સૌ માનવ હૈયામાં,
એ…જી….આ જગની સુંદરતામાં ,……
મારૂં જીવન વહે,……ભક્તિપંથે…..(૩)
મળ્યું છે જીવન મુજને, માનવ સહાયતા જ કરવા,
અરે…એ તો જનકલ્યાણના કર્યો જ કરવા,
એ…જી….આવા જીવન-મંત્રમાં,……
મારૂં જીવન વહે,….ભક્તિપંથે…..(૪)
 
કાવ્ય રચના,…સેપ્ટેમ્બર,૨૫,૨૦૦૯          ચંદ્રવદન.
 
 
 
 

બે શબ્દો….ભક્તિપંથે મારૂં જીવન વહે !

માનવ જીવનમાં “પ્રભુભક્તિ” હોવી એ ખાસ જરૂરીત છે. અને, પ્રભુભક્તિ એટલે કોઈ “તત્વ” કે “શક્તિ”ને મુખ્ય બિન્દુ તરીકે ગણવી, અને એ તરફ જીવનમાં કાર્યો કરવા…..પ્રભુભક્તિને જો ધર્મોમાં જઈ નિહાળીએ તો “ઈશ્વર” “ખુદા” કે યાહુદીઓના “યહવેહ(YAHWEH)” કે ક્રાઈસ્ટને ભગવાનના દિકરારૂપે ગણતા “એ ઈશ્વર કે ગોડ (GOD)” આપણે નિહાળી શકીએ.
આ પ્રમાણે, સૌ માનવીઑ પ્રભુભક્તિ તરફ છે……પણ, જ્યારે માનવી એ “પ્રભુતા”ને સર્વ પ્રાણીઓમાં નિહાળવા શીખે ત્યારે એ માનવીઓમાં રહેલી “માનવતા”ને પણ નિહાળી શકે છે…..અને, આ પ્રમાણે, એને આ પરિવર્તન ‘ઉચ્ચ પદે” લઈ જાય છે, અને ત્યારે એ આપોઆપ “જનક્લાણના કાર્યો” તરફ વળે છે…..આ જ સનાતન સત્ય છે  ! ભલે, એ માનવી એમ કહેતો રહે કે ” હું તો મંદિરો કે મુર્તિઓમાં માનતો નથી, અરે, હું તો પ્રભુમાં જ માનતો નથી”. જ્યારે કોઈ પણ માનવી અન્ય માટે “દયા ભાવનાઓ” જાગ્રુત કરે ત્યારે એ અજાણે “ભક્તિપંથ”નો સ્વીકાર કરે છે.જાહેર કરેલી એની “નાસ્તિકતા” દુર થઈ જાય છે. વિજ્ઞાનીકો પુરાવાઓમાં માને છે. અને, અન્યને સવાલ કરતા રહે “પ્રભુ છે તો ક્યાં છે?..મને બતાવ !”…..એ વિજ્ઞાનીક પણ જ્યારે એક શાંત વાતાવરણમાં બેસે, ત્યારે એ એના દેહની અંદર ડુબકી મારે અને ત્યારે એને “અનેક ના જાણેલું “ ના અગ્નિમાં બળે છે…કે જ્યારે એનું ધારેલું ના થાય ત્યારે એ જાતે જ “પ્રભુ-તત્વ” તરફ પગલાઓ લેય છે. મોટા મોટા સાન્ટીસ્ટો ( જેવા કે આલબ્ર્ટ આઈન્સ્ટાઈન) પણ “પ્રભુ છે” એવી કબુલાત કરે છે.
ઉપર મુજબ પ્રભુ-તત્વ કે ભક્તિ બારે સમજાવ્યા બાદ, હવે આપણે મારા જીવન તરફ નજર કરીએ>>>>>>
 
(૧)  ભક્તિબીજમાંથી ભક્તિ

જગતમાં જન્મ લીધા.

બાદ,મારી ભક્તિભરપૂર માતાએ મારા હૈયે “ભક્તિબીજ” વાવ્યું……હું મોટો થતો ગયો,…….ધર્મની વાતો સાંભળતો ગયો,…..મંદિરે પણ જતો હતો,…..અને, મારામાં રોપાયેલું “ભક્તિબીજ” હવે તો એક નાનું “ભક્તિવૃક્ષ”બની ગયું હતું !…..ત્યારબાદ, ગુરૂની મહત્વતા બારે જાણ્યું ,……પણ, મારા ગુરૂ કોણ ?…..આ સવાલ મારા મનમાં ફરી ફરી આવ્યો…….એ સમયગાળા દરમ્યાન મેં વીરપુરના જલારામબાપા બારે જાણ્યું,……મેં એમના જીવનનું પુસ્તક વાંચ્યું,……એમની “પ્રભુભક્તિ” સાથે એમનો અન્ય માટેનો “પ્રેમ” તેમજ અન્નદાનરૂપી”ભોજન યજ્ઞ”નું જાણી, હું ખુબ જ પ્રભાવીત થયો. બાપાના જીવને “જનકલ્યાણનું કાર્ય” નિહાળ્યું…..અને, મારી શ્રધ્ધા વધી…..ફરી, મારા મનમાં એક જ સવાલ હતો ..મારા ગુરૂજી કોણ ?….મેં સંતો/ભક્તો તરફ નજર કરી, અનેક સારૂં કાર્ય કરતા નિહાળ્યા…પણ, કોઈક એવા દાખલાઓ જાણ્યા કે જે જાણી મને ખુબ જ મન-દુઃખ થયું,……અને, મેં ધર્મ તરફ નજર કરી તો, અનેક સુત્રો જાણ્યા....”પોતે પોતાના જ ગુરૂ હોય શકે !”…કે પછી ” માતપિતા જ તમારા ગુરૂ !” અને, “પ્રભુ જ તમારા સાચા ગુરૂ !”…તો, મનમાં થયું કે ” એવું જરૂરીત નથી કે જીવતો જાગતો માનવી જ ગુરૂ હોય શકે” ...બસ, આ છેલ્લા વિચાર સાથે ફરી જલારામબાપા યાદ આવ્યા…..અને, આ યાદ સાથે, મેં જલારામબાપાને મારા ગુરૂજી માન્યા. પણ, અહી મારે લખવું છે કે મારા મન/હૈયે તો સર્વ સંતો/ભક્તો પૂજ્ય અને ગુરૂ સમાન છે !

હું વધુમાં એવું પણ માનુ છું કે “પ્રભુ તો આત્મામાં જ છે !”, અને સર્વ ધર્મો એક જ “પ્રભુ-તત્વ” તરફ દોરે છે, ભલે, એ તત્વ પામવા ધર્મરૂપી જુદા જુદા રસ્તાઓ છે. અને, ભલે ભક્તિની શરૂઆતે માનવ ફોટા/મુર્તિઓમાં “સાકાર”પ્રભુને નિહાળી ભક્તિ કરે છે…કે પછી, ઉચ્ચ પદે રહી, “નિરાકાર” પ્રભુની ભક્તિ કરે…..અહી એટલું જ સમજવાનું છે કે મુર્તિ કે ફોટોમાં એણે એની “શ્રધ્ધા”ભરી છે, અને એને “શ્રધ્ધારૂપી પરમ-તત્વ”ના દર્શન એમાં જ થાય છે. આથી, એવા માનવીઓની ટીકાઓ કરવી એ જ “અજ્ઞાનતા” છે…….પણ, જો એની ભક્તિમાં પુર્ણતા હોય તો એ આપોઆપ અન્યને પ્રેમ/દયાથી નિહાળે છે, અને અંતે, એ ભક્તિપંથે “જનકલ્યાણના કાર્યો” તરફ વળે છે,…..હું પણ મારા જીવનમાં આવા વિચારો સાથે “ભક્તિપંથે” ચાલી રહ્યો છું !
(૨) અંબા માતાનું મંદિર, દિપલા ગામ, ગુજરાત.
દક્ષિણ ગુજરાતમાં દિપલા એક નાનું ગામ છે. ત્યાં માતાના ભક્ત રહે. એક નાના મંદિરે માતાજીનું સ્થાન……ગામમાં એક મોટું માતાજીનું મંદિર હોય તો કેવું ? એ ભક્ત છે બાબુભાઈ પટેલ ! એમણે મંદિર બાંધવા માટે દાનની અપીલ કરી…..વેસ્મા ગામે રહે એમના એક મિત્ર…..એમણે એમને વાત કરી…..અને, મંદિર માટે દાન-સહકારની અપીલ મને મળી…..માતાની મુર્તિ માટે પણ મોટા દાનની આશાઓ હતી. હું તો એમને કે દિપલા ગામને ના જાણું ,…….માતાજીની પ્રેરણા થઈ…..મનમાં માતાજીની પૂકાર હતી….અને મેં સહકાર આપવા માટે વચન આપ્યું ..…એક ભવ્ય માતાજીનું મંદિર દિપલા ગામની શોભા વધારવા લાગ્યું ..અને, ગામમાં અનેક ભક્તિથી રંગાયા…અને, એ જાણી, મને ખુબ જ આનંદ હતો……૨૦૦૬માં મેં મારી પત્ની સાથે દિપલા ગામે જઈ માતાજીના દર્શન કર્યા ત્યારે મારૂં હૈયું આનંદથી નાચી ઉઠ્યું !
(૩)  રામચંદ્રજી મંદિર, વેસ્મા અને સંતોને રહેવા માટે તેમજ સતસંગ માટે હોલ..
રામચંદ્રજી મંદિર ….એ વેસ્મા ગામનું એક જુનું મંદિર છે. એની દેખરેખ એક કમીટી રાખે છે. ૨૦૦૩/૨૦૦૪ની સાલે મંદિરની સામેની જમીન પર એક “સતસંગ હોલ” બાંધવા વિચારણા ચાલી રહી હતી એ જાણવા મળ્યું …ત્યારે, કમીટીને ઉત્સાહ આપવા સહકાર આપવા માટે રસ બતાવ્યો…..કોઈ દાતારે મોટું દાન નોંધાવ્યું ના હતુ……તો, મેં લગભગ કુલ્લે થતો ખર્ચ આપ્યો….કમીટીએ એ માટે આભાર દર્શાવ્યો અને હોલનું નામકરણ “ચંદ્ર-કમુ રંગૌપવન હોલ”કર્યું …એની ખુશી હૈયે માણી, મેં પ્રભુનો પાડ માન્યો……૨૦૦૪માં બંધાયેલા આ હોલે અનેક “પ્રવચનો” શક્ય થયાનો આનંદ હૈયે છે…અને ત્યાં “લોક દયરાઓ” પણ યોજાયા છે.૨૦૦૬માં ભારત જવાનું થયું ત્યારે એ હોલ નિહાળી હૈયે ખુબ જ ખુશીઓ હતી.
(૪) મહાદેવનું મંદિર, પ્રજાપતિ ફળિયું , ઊંટડી, ગુજરાત.
ઊટડી ગામે રહેતા એક પ્રજાપતિ ભાઈને સ્વપનું આવતા, જમીન ખોદતા, એક શીવલીંગ મળ્યાનું જાણ્યું …….ત્યારબાદ, પ્રજાપતિજનોએ ત્યા એક મંદિર બાંધવા નિર્ણય લીધો….,..દાન માટે અપીલ થઈ…અનેક તરફથી સહકાર મળ્યો હતો છતાં વધુ દાનની જરૂરત હતી…..મને જાણ થઈ…..અને, પ્રભુ-પ્રેરણાથી મેં પણ સહકાર આપ્યો…અને, આખરે, ઊટડી ગામે, પ્રજાપતિ ફળિયે એક સુંદર મંદિર ગામની શોભા વધારતું હતું .મંદિર થયાનો મને આનંદ હતો…ગામમાં મંદિર થકી અનેક ભક્તિપંથે હતા એ માટે અનોખો આનંદ હતો. ૨૦૦૬માં આ મંદિર જોવાની તક મળી હતી, અને પ્રભુના શીવ સ્વરૂપે દર્શન કરી મેં પ્રભુનો પાડ માન્યો હતો.
(૫) ભક્તિપંથે પુસ્તકો પ્રકાશન, અને અન્ય કાર્યો.
૧૯૮૮ના એપ્રિલ માસે મારી માતા ગુજરી ગયા…..એ મને ખુબ જ વ્હાલા હતા……એમની યાદમાં કંઈક કરવું એવા વિચારો ફરી ફરી આવ્યા……મેં જુદા જુદા વાંચનમાંથી જુની પ્રાર્થનાઓ/ભજનો ભેગા કરવાનું કાર્ય શરૂ કર્યું ……સાથે સાથે, ગીતાસારરૂપી લખાણ, સુવિચારો, આરતીઓ/ધુનો  વિગેરેનો સંગ્રહ કર્યો…..જુદા જુદા વિભાગે મુક્યા…..અને જ્યારે ૧૯૮૮ની આખરી પહેલા ભારત માતાની પૂજા/શ્રાધક્રીયા માટે ગયો ત્યારે એ બધુ જ એક પુસ્તકરૂપે પ્રગટ કરવા પગલાઓ લીધા…અને ત્યારે જ મેં “શ્રી કૃષ્ણ લીલામ્રુત” નામ આપ્યું……આ સુંદર પુસ્તીકા જ્યારે તૈયાર થઈ ત્યારે એને મેં મફત પ્રસાદીરૂપે સગા/સ્નેહીઓને, ભજન મંડળોને, અનેક સતસંગપ્રેમીઓને આપી…આ પુસ્તીકા મારી માતાના નામે હતી તેમ છતા, મારા પિતાજી અને મોટાભાઈને અંજલીરૂપે હતી….આ પુસ્તીકા તો પુરી થઈ …અને જ્યારે જાણ્યું કે અનેક એ મેળવવા રસ રાખે છે તો ૨૦૦૦ બાદ “રીપ્રીન્ટ”રૂપે ફરી પ્રગટ કરી અનેકને ભેટરૂપે આપી આનંદ અનુભવ્યો.
ત્યારબાદ, મારી જ અનેક કાવ્યરચનાઓમાંથી ભક્તિભાવના કાવ્યો જુદા કરી, “ભક્તિભાવના ઝરણા”નામે એક નાની પુસ્તીકા પ્રગટ કરી, અનેકને “પ્રસાદી” રૂપે વહેંચી.
અને, હું જ્યાં કેલીફોર્નીઆમાં રહું ત્યાં એક ભજન મંડળ ચાલતું હતું ……જુદા જુદા ભજનો પાનાની કોપીઓ એક સાથે કરી ભજનો ગવાતા નિહાળી, મેં એક પુસ્તીકા પ્રગટ કરી સૌને આપવા નિર્ણય લીધો..અને,એન્ટૅલોપ વેલી ભજન મંડળ “ઓમ શ્રી હરિ ભજનાવલી”નામે એક પુસ્તીકા સૌના હસ્તે મુકી આનંદ અનુભવ્યો !
ન્યુ જર્સીમાં એક “રામ રામ ભાઈ” રહે છે….એઓ અમદાવાદમાં સંત પુનીત સાથે હતા…એમણે “મંત્ર પત્રીકાઓ” તેમજ “મંત્ર નોટબુકો” નો યજ્ઞ શરૂ કરેલો તે બારે જાણી, પત્રીકાઓ, અને નોટબુકો મંગાવી અનેકને “રામનામ” કે “કોઈ પણ પ્રભુનામ” લખવા માટે પ્રેરણાઓ આપી..અહી અમેરીકા, અને બીજે પરદેશમાં તેમજ ગુજરાતમાં અનેકે લેખન કર્યૂં…જેનો મને આનંદ છે !
(૬) સ્થાયી મંદિરો કે નવા મંદિરો બાંધવાના કાર્યો માટે સહકાર.
વેસ્મા ગામે નવા મંદિરોમા આવે છે (૧) જલારામ મંદિર (૨) સાંઈબાબા મંદિર (૩) નવું મહાદેવ મંદિર (૪) હનુમાન મંદિર (રીબીલ્ડ) (૫) માતાજીનું મંદિર…….અને એ સિવાય વેસ્મા ગામે અનેક જુના મંદિરો છે અને કાઈ પણ મંદિરે સહકારની જરૂરત જણાતા મેં “ફુલ નહી તો ફુલની પાંખડી” રૂપે મે કંઈક આપવા તકો લીધી ….
વેસ્મા ગામ સિવાય વીરપુર, ગોંડલ, દ્વારકા અંબાજી, સાંઈબાબા મંદિરોએ, મહાદેવના મંદિરોએ મારી શક્તિ પ્રમાણે સહકાર કરી આનંદ અનુભવ્યો છે..અહી અમેરીકામાં પણ દાન સહકાર કરવા અનેક તકો લીધી છે !
 
તમે મારા ભક્તિપંથ બારે ઉપર મુજબ જાણ્યું …..તમોને આ પોસ્ટ ગમી હશે એવી આશા…..તમે વાંચ્યા બાદ, તમારા “બે શબ્દો” પ્રતિભાવરૂપે જરૂરથી આપશો એવી બીજી આશા >>>>ચંદ્રવદન. 
 
FEW WORDS
Today it is Sunday, October 18th 2009 & it is the DIWALI DAY…& Monday October 19th 2009 it will be the NEW YEAR.
SO…….HAPPY DIWALI & HAPPY NEW YEAR to you ALL !
Today, I had just published a New Post & it is a Gujarati Poem entitled “Bhakti Panthe Maau Jivan Vahe ” meaning My Life on the Devotinal Path.
I had tried to express my VIEWS on BHAKTI (Devotion) & then narrated some facts on some of my ACTIONS in the path of “Jankalyanna Karyo”.
If one person is inspired after reading this Post, I will be very happy & will THANK GOD for that….I hope you will take your time & READ this Post.
>>>>CHANDRAVADAN.

ઓક્ટોબર 18, 2009 at 1:08 એ એમ (am) 24 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031