કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !

October 13, 2009 at 3:45 pm 16 comments

   

     
 

કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !

કુળ, જ્ઞાતિ, અને જન્મભુમીનું ઋણ ચુકાવવું છે મારે,
જનકલ્યાણના કાર્યો કરી, એ તો ચુકાવવું છે મારે,,…….ટેક
જન્મ લીધો, ‘ને મળ્યા મળ્યા માતપિતા અને દાદાદાદી,
એમના નામે કાર્યો કરી, યાદ એમની જગમાં તાજી કરી,
વંદન કરૂં છું હું એમને !……કુળ……(૧)
પ્રજાપતિ જ્ઞાતિએ મેં તો જન્મ લીધો,
જ્ઞાતિ લાભ કાજે કાર્યો કરવા નિર્ણય લીધો,
જ્ઞાતિગૌરવ સહીત વંદન કરૂં છું સૌને !…..કુળ…..(૨)
વેસ્મા ગામ છે જન્મભુમી રે મારી,
પ્રગતિપંથે પ્રજાપતિ ફળિયે કે ગામે કાર્યો કરવા ફરજ મારી,
ધરતીમાતાને વંદન છે મારા !……કુળ….(૩)
ચંદ્ર હવે નથી રહ્યો ફક્ત પ્રજાપતિ,
એ તો નિહાળી રહ્યો છે “એક જ માનવ જાતિ”
વંદન છે મારા સર્વ માનવીઓને !……કુળ…..(૪)
  
કાવ્ય રચના…સેપ્ટેમ્બર,૨૬,૨૦૦૯         ચંદ્રવદન.
 
 
  

બે શબ્દો….કુળ.જ્ઞાતિ,અને જન્મભુમીનું ગૌરવ

 

 

આજની પોસ્ટ છે..”કુળ, જ્ઞાતિ, અને જન્મભુમીનું ઋણ”નામે એક કાવ્ય રચના.
માનવી સ્વરૂપે જન્મ લેતા એને માતા-પિતા મળે છે, માતા-પિતાના સબંધે એને જ્ઞાતિ મળે, અને જ્યાં જન્મ લીધો હોય એ એની “જન્મભુમી” કહેવાય. આ પ્રમાણે, મારા ભાગ્યમાં “માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી” નામે મારા પિતાજી, અને “ભાણીબેન માધવભાઈ મિસ્ત્રી” નામે મારા માતાજી…અને, સાથે સાથે, દાદા “ગાંડાભાઈ જગાભાઈ મિસ્ત્રી ” અને દાદીમા “ગંગાબેન ગાંડાભાઈ મિસ્ત્રી” …તેમજ પ્રિવારમાં અન્ય અને કુટુંબીજનો. વેસ્મા ગામ મારી જન્મભુમી કે મારી બીજી માતા…..જેમાં હું ગુજરાત કે પછી ભારતને મોટી માતારૂપે નિહાળી શકું …કે પછી સારા વિશ્વને “જગ-જનની કે ધરતીમાતા ” સ્વરૂપે નિહાળી શકું છું .
આ પ્રમાણે, મારે કુળ. જ્ઞાતિ, તેમજ જન્મભુમીનો આભાર દર્શાવી. કંઈક કાર્યો કરી, સૌનું ૠણ ઉતારવું એ મારી ફરજ બની જાય છે. આગળની પોસ્ટો દ્વારા તમે મારા કરેલા વર્ણન આધારીત અનુમન તો કર્યું જ હશે કે મેં ૠણ અદા કરી દીધુ છે. તેમ છતા,આજે ફરી આ પોસ્ટ લખી રહ્યો છું .
હવે, આપણે મારા જીવનની સફર તરફ નજર કરીએ, અને મારાથી શક્ય થયેલા કાર્યોને એક “ઝલક”રૂપે જાણીએ..>>
(૧) શ્રી ભુરીયા ફળિયા પ્રજાપતિ ભવન, વેસ્મા, ગુજરાત.
“ભુરિયા ફળિયા ” નામે વેસ્મામાં એક પ્રજાપતિ મોહલ્લો છે. અહી, મારો જન્મ થયો હતો. સામ સામે ઘરોથી બનેલું આ ફળિયું ગામમાં જાણીતું અને વખણાયેલું …ફળીયાના એક નાકે તળાવ પહેલા કુળ દેવી ખોડિયાર માતાનું મંદિર…..અને, અ મંદિરની સામે એક “ખુલ્લી જમીન ” જે ફળીયાની પ્રજાપતિ પંચના હક્કે સરકાર તરફથી મળી હતી. હું નાનો હતો ત્યારથી મેં સાંભળ્યું હતું કે  આ જમીન પંચને ૧૯૦૦મી સદીની શરૂઆતે મળી હતી….અને, મારા જન્મ પહેલા ૧૯૪૦ના સમયગાળામાં એ જમીન પર જ્ઞાતિનું મકાન બાંધવા વિચારણા થઈ હતી…..અનેક વર્ષો વહી ગયા પણ આ વિચાર અમલમાં મુકાયો ન હતો…..હું મોટો થયો ત્યારે એ વિચાર મારા મનમાં ફરી ફરી આવતો રહ્યો.
પિતાજી ૧૯૭૩માં ગુજરી ગયા…અને ત્યારબાદ, મારા મોટાભાઈ(છગનભાઈ )અચાનક એક્સીડન્ટમાં ૧૯૭૪માં ગુજરી ગયા…..અને હું પરિવાર સાથે ૧૯૭૬માં આફ્રિકાથી ભારત ફરવા આવ્યો, અને વેસ્મા રહેતો હતો.
એ સમયે એક દિવસ ફળીયાના જ્ઞાતિજનો એકસાથે બેથા હતા ત્યારે ફરી ખુલ્લી જમીન બારે ચર્ચા થઈ …..ત્યારે મેં વાત કહી કે આ ખુલ્લી જમીન પર એક વાર “પ્રજપતિ ભવન ” રૂપી મકાન બાંધવાની  વડીલોની ઈચ્છા હતી….તો, આજે આ જમીન પર એનું મકાન હોય તો કેવું? અ સમાયે ફળિયામા મારા વડીલબંધુ પરસોત્તમભાઈ સુખાભાઈ મિસ્ત્રી રહેતા હતા….એમણે આ વિચારને વધાવી લીધો, અને અન્યમાં ઉત્સાહ રેડ્યો..ત્યારે મેં સૌને કહ્યું કે ” જો તમે આ કાર્ય હાથ પર લ્યો તો મારા પરિવાર તરફથી “મોટું દાન” હશે, અને હું અન્ય પાસે પણ સહકાર મેળવવા પ્રયત્નો કરીશ” આ મારા શબ્દોથી સૌને હિંમત મળી, કમીટી થઈ, અને પત્રીકાઓ છયાય. યોજના આધારીત મેં દાન-સહકાર આપ્યો, અને ૧૯૭૭માં આ મકાન તૈયાર થયું ત્યારે એનું નામકરણ “સ્વ, માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી તેમજ સ્વ. છગનભાઈ માધવભાઈ મિસ્ત્રી મેમોરીયલ શ્રી ભુરીયા ફળિયા પ્રજાપતિ ભવન” નામે થયું….અને, જ્યારે, ૧૯૭૭માં એનું ઉદઘાટન થયું ત્યારે મારા હૈયે ખુબ જ ખુશી હતી.
૧૯૭૭માં મકાન તો બંધાયું ,,,અનો વપરાસ પંચની મીટીંગો માટે થાય તે યોગ્ય જ હતું …..પણ, પરસોત્તમભાઈએ સૌને ત્યાં “બાળમંદિર ” શરૂ થાય એવું કહેતા, ” શ્રી ભુરીયા ફળિયા બાળમંદિર”શરૂં થયું ….બે રૂપીઆ જેવી નજીવી ફી સાથે બાળકને પેન/ચોપડી/સ્લેટ અને નાસ્તારૂપે દુધ/બીસકીટ આપવામાં આવતા, અને  ભણાવનાર ટીચરની વ્યવસ્થા હતી. આ બાળમંદિર ગામમાં પ્રથમ હતું , અને આજે અનેક વર્ષોથી સફળતા સાથે ચાલી રહ્યું છે…આ જ ખુશીની વાત છે !
(૨) શ્રી ખોડીયાર માતા  ભુરીયા ફળિયા વારીગ્રહ..
૧૯૯૦ પહેલા, ફળિયે અનેક ઘરે કુવાઓ હોવા છતા, નળથી પાણી સૌ ઘરે હોય એવા વિચારો પર ચર્ચાઓ થઈ …અને, પત્રીકાઓ અપાય…દાન-સહકારની અપીલ થઈ ત્યારે દાદા ગાંડાભાઈ તેમજ દાદી ગંગાબેન ના નામે દાન આપ્યું જેનો ઉલ્લેખ પ્રજાપતિ ભવનના બાજુએ બાંધેલા નાના મકાન પર થયો….કંઈક એમના નામે દાન કાર્યાની ખુશી…..બોરહોલ-કુવાથી પાણી પમ્પ દ્વારા ઉપર લાવી પાઈપો દ્વારા ફળિયાના ઘરે ઘરે નળથી પહોંચતું થયું ત્યારે હૈયે ખુશી હતી.
(૩)વેસ્મા ગામે અન્ય કાર્યો..
“આર્યુવેદીક દવાખાનું”….તેમજ માતાની યાદમાં “સાર્વજનીક હોસ્પીતાલ” માટે દાન……હાઈસ્કુલમાં બાળકો માટે સાયકલ સ્ટેન્ડં…..પુસ્તકાલય માટે સહાય….મંદિરોના બાંધકામ કે રીપેર માટે સહકાર..કે જુદા જુદા સમજો માટે સહકાર,….વિગેરે વિગેરે…જેમાંથી કંઈક કાર્યો બારે તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટૉ દ્વારા જાણ્યું જ હશે !
(૪) પ્રજાપતિ જ્ઞાતિ માટે સહકાર..
આ બારે પણ વિગતે વર્ણન બીજી પોસ્ટોમા થઈ ગયું છે…દક્ષિણ ગુજરાતના જ્ઞાતિજનોથી…..સૌરાષ્ટ, અને ઉત્તર ગુજરાત….અને, મુંબઈના જ્ઞાતિજનો
પરદેશમાં પણ જ્ઞાતિજનોને માર્ગદર્શન…સહકાર આપવા માટે આતુર !
આ પ્રમાણે, વહ્યું હતૂં મારૂં જીવન …અને એ વહેતું રહશે, એવી પ્રભુને પ્રાર્થના !>>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS…
Today it is 13th October, 2009….13th OCTOBER means it is my Birthday….But by TITHI I was born on SHARAD POONAN Day…& so it can be my Birthday too. Today I am publishing yet another New Post on the subject of JANKALYANna KARYO…& the Topic for the discussions is KUL GYATI & JANMABHUMI,meaning my ROOTS & my BIRTHPLACE.  I was born at VESMA, a village of South Gujarat. I have DEEP LOVE for my ROOTS & my BIRTHPLACE. In this Post, I had tried to teel of some of my involvements in the projects that benefit the Public. All that had been done because of the GRACE of GOD, & I thank HIM for that. I hope you enjoy reading this Post>>>>CHANDRAVADAN.
 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી ! ભક્તિપંથે મારૂ જીવન વહે

16 Comments Add your own

 • 1. Capt. Narendra  |  October 13, 2009 at 11:03 pm

  જન્મ દિવસના હાર્દિક અભિનંદન! સત્કાર્ય માટે પ્રભુ પ્રત્યે કરેલી પ્રાર્થનામાં અમે પણ સામેલ છીએ. જન કલ્યાણ માટે આપની મનોકામના પૂર્ણ કરવા પરમાત્મા આપની સહાય કરતા આવ્યા છે અને કરતા રહેશે એવી મને શ્રદ્ધા છે.

  Reply
 • 2. sheela Patel  |  October 13, 2009 at 11:49 pm

  Happy BirthDay to you Bhai. Your story of your life and Vesma is so beautiful!May the Lord help you to fulfill all your dreams!

  Reply
 • 3. નટવર મહેતા  |  October 14, 2009 at 12:09 am

  જન્મદિનની શુભકામનાઓ.
  આપે જે સેવા કાર્યો અને દાન ધર્મની ધુણી ઘખાવી છે એ અનન્ય છે. એમાં ઉત્તઉત્તર વધારો થાય અને આપના સર્વે મનોરથો પુરા થાય એવી પ્રભુને નમ્ર પ્રાર્થના.
  વેસ્મા ખરેખર રૂપળું અને લીલું છમ ગામ છે. હું નાનો હતો ત્યારે વેસ્મા ઘણી વાર મારા એક સગાને ત્યાં જતો. હાઈવે ૮ નો એને લાભ અને ગેરલાભ બન્ને છે.
  નવસારીના પ્રજાપતિ આશ્રમમાં મારા કેટલાંક મિત્રો રહેતા હતા. એટલે વારે વારે પ્રજાપતિ આશ્રમ પર પણ જવાનુ થતું. એનો ટાવરની ઘડિયાળ ત્યારે ચાલતી હતી. આજે ખબર નથી.
  હા, સાથે સાથે દિવાળીની શુભકામનાઓ અને હાર્દિક નુતન વર્ષાભિનંદન

  Reply
 • 4. Ramesh Patel  |  October 14, 2009 at 1:20 am

  ચન્દ્રની જેમ આપના વિચાર અને કાર્યો શીતળતા પાથરી રહ્યા છે.અમને સૌને આપ લાગણીથી ભીંજવી રહ્યા છો,

  અમારા સંબધી અને વતન નિવાસી સુશ્રી શીલાબેન પાણ વેસ્મા ગામની વીડીઓ લાવ્યા હતા અને એક આત્મીયતા આપનાલેખો દ્વારા બંધાતી જાય છે.

  આપને જન્મદિને અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આપને તંદુરસ્તી સાથે સારા કામના યશભાગી બનાવે એવી

  પ્રભુ પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. Ishvarbhai R. Mistry & Family  |  October 14, 2009 at 2:07 am

  Very Happy Birthday Chandravadanbhai. Bless you in all your undertakings . Pray for happiness peace, joy .Very much interested to read your postings ,Tahnks for sharing.
  Very interesting about your birth place.
  Ishvarbhai R. Mistry.

  Reply
 • 6. Harnish Jani  |  October 14, 2009 at 3:45 am

  very happy Birthday-and also Diwali wish-May God give you strength to fulfill your dreams-May God bless you to do more charity work.

  Reply
 • 7. Tejas Shah  |  October 14, 2009 at 8:32 am

  Good thoughts. Excellent. Wishing you many many happy returns of the day. Happy birthday

  Reply
 • 8. pragnaju  |  October 14, 2009 at 8:50 am

  જન્મ દિવસના હાર્દિક અભિનંદન!/શુભકામનાઓ.
  દરેક મનુષ્યનો જન્મ થતાંની સાથે જ ‘દેવરૃણ’,’ઋષિરૃણ’ અને ‘ પિતૃઋણ લઇને જન્મે છે.શ્રાવણ માસમાં જન્માષ્ટમી,ગણેશોત્સવ જેવા તહેવારોમાં પૂજા અર્ચન કરવાથી ‘દેવરૃણ’માંથી મુક્તિ મળે છે.તો ઋષિ પંચમીએ ગુરૃ પૂજન,ઉપનયન સંસ્કાર અને સપ્તઋષિઓના પૂજન થી ‘ઋષિરૃણ’માંથી મુક્ત થવાય છે, જ્યારે પિતૃઋણમાંથી મુક્ત થવાનો માર્ગ છે આપે જે સેવા કાર્યો અને દાન ધર્મની ધુણી ઘખાવી છે એ ….સાથે દિવાળીની શુભકામનાઓ અને હાર્દિક નુતન વર્ષાભિનંદન

  Reply
 • 9. Dilip Gajjar  |  October 14, 2009 at 2:28 pm

  ચંદ્ર હવે નથી રહ્યો ફક્ત પ્રજાપતિ,
  એ તો નિહાળી રહ્યો છે “એક જ માનવ જાતિ”
  શું વિચારો છે..ત્રિણી રુણ અપાકૃત્યમ…ત્રણ ઋણ્ને ચૂકવનાર જ માનવ કહેવાય. આ તમે સાકાર કર્યુ તેમ લાગે છે.. ભાવ ભરપૂર રચના…

  દ્વેષના કૂડા કચરા વાળિ જાતને જેને અજવાળી
  પ્રિતના દિવડાં પ્રગટાવી દે તેને આંગણ રોજ દિવાળી !

  -દિલીપ ગજ્જર

  Reply
 • 10. સુરેશ  |  October 14, 2009 at 4:06 pm

  જન્મદીનની વધાઈ .

  Reply
 • 11. Valibhai Musa  |  October 14, 2009 at 6:09 pm

  પ્રિય ચંદ્રવદનભાઈ,
  દીર્ઘ વિરામ બાદ કોમેન્ટ લખવા પ્રેરાયો છું. ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની લાક્ષણિકતાની જેમ આપની જનસેવાની નાનીમોટી પ્રવૃત્તિઓ છેવટે તો સમસ્ત માનવજીવનને સ્પર્શે છે. આ વાતની સાક્ષી પૂરે છે આ પંક્તિઓઃ
  “ચંદ્ર હવે નથી રહ્યો ફક્ત પ્રજાપતિ,
  એ તો નિહાળી રહ્યો છે “એક જ માનવ જાતિ”
  વંદન છે મારા સર્વ માનવીઓને.”
  ભાવવાહી રચના માત્ર માટે જ નહિ, આપની જનહિતાય-જનસુખાય સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  Reply
 • 12. Dr. Chandravadan Mistry  |  October 16, 2009 at 2:38 am

  This is an Email Response to the Post from BHIKHU/TARA>>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARWednesday, October 14, 2009 9:53 AMFrom: “bntmistry@ntlworld.com” View contact detailsTo: “chadravada mistry” Namaste Kaka and Kaki

  Happy belated birthday kaka, we are only few hundred miles away from you in San Jose. Next week we may be able to see you when we visit Simi Valley.
  Once again your posts are very thought provoking for us all to remember our matrubhumi and serve her in whatever way we can.

  Happy Diwali and Nutan Varshabhinandan.
  Bhikhu and Tara

  Reply
 • 13. Geeta and Rajendra  |  October 16, 2009 at 5:26 pm

  Happy Belated Birthday!
  Each new breath is a life to live and do good work…..

  Rajendra
  http://www.bpaindia.org

  Reply
 • 14. Vishvas  |  October 17, 2009 at 7:05 am

  જય શ્રીકૃષ્ણ કાકા,

  મોડા મોડા પણ આપને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.વળી આપને ખ્યાલ હશે જ કે ૧૩મી ઓક્ટોબરે મારી મમ્મીનો પણ જન્મદિવસ હતો…બસ હંમેશા આમ જ સેવાકાર્યો કરી માનવતાની મહેક અને આપની અસર છોડતા રહો તેવી પ્રાર્થના…

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 15. Gopal Shroff  |  October 27, 2009 at 3:56 pm

  Chandravadanbhai

  Wish belated Happy Birthday to you. ALL YOUR WISHES COME TRUE

  Reply
 • 16. Patel Popatbhai  |  January 29, 2010 at 6:44 am

  Tamari Ichcha, Bhavna ,Karyo POONAM na Chanrda

  Jem Khili Rahe.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

October 2009
M T W T F S S
« Sep   Nov »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: