એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !

ઓક્ટોબર 8, 2009 at 2:03 પી એમ(pm) 13 comments

   
     
 
 

એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !

એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું  અહી,
ગમે યા ના ગમે, વાંચશો જરૂર તમે જરી,……..ટેક
કવિતાઓ વાંચી, કાવ્યો લખવા પ્રેરણાઓ મળી,
સાહિત્યકારોને વાંચી,કંઈક લેખરૂપે લખવા પ્રેરણાઓ મળી,
આભાર સૌનો દર્શાવી રહ્યો છું અહી……..એક….(૧)
કાવ્યો લખી, કાવ્ય્સંગ્રહને પુસ્તીકારૂપે પ્રગટ કરી,
લેખો લખતા, વેસ્મા ગામ ઈતિહાસની પુસ્તીકા પ્રગટ કરી,
હૈયે આનંદ જે, એ જ દર્શાવી રહ્યો છું અહી…….(૨)
મુજ-વિચારો પ્રગટ કરવાની શક્તિ હતી મારી,
અને, જો તમ-વિચારો  કાવ્યો કે વાર્તારૂપે પ્રગટ કરવા ના હોય શક્તિ તમારી,
તો, દુઃખ હૈયે અનુભવું, એ જ દર્શાવી રહ્યો છું અહી,…..(૩)
જ્ઞાતિજન કોઈને એક નાની પુસ્તીકા પ્રગટ કરવા પ્રેરણા આપવા,
એક “ફંડ”રૂપે એના વ્યાજમાંથી સહકાર જ્ઞાતિજનોને આપતા,
મુજ હૈયે આનંદ છે ફરી, એ જ દર્શાવી રહ્યો છું અહી,…..(૪)
યોજના દ્વારા દશ કે વધૂ પુસ્તીકાઓ નાની થઈ પ્રગટ,
હશે અનેક બીજી પુસ્તીકાઓ, જે જ્ઞાતિજનો જ કરશે પ્રગટ,
બસ, આ “ચંદ્રવિચાર”, દર્શાવી રહ્યો છું અહી,……(૫)
  
કાવ્ય રચના…સેપ્ટેમ્બર,૨૫,૨૦૦૯            ચંદ્રવદન.
 
  
   

બે શબ્દો…સહિત્ય સહકાર/ઉત્તેજન..

પ્રજાપતિ જ્ઞાતિમાં ગરીબાયના કારણે અનેક જ્ઞાતિજનો શિક્ષણ મેળવી શક્યા નથી…આ એક હકિકત છે…ધીરે ધીરે, આ બદલાય છે….તેમ છતાં, જ્ઞાતિજન પાસે “કાવ્ય-લખાણ” કે પછી “લેખ-લખાણ”ની શક્તિ હોય તો પણ એ એક “પુસ્તીકા”રૂપે પ્રગટ કરી શકતો નથી. આ વિચારથી મારૂં હૈયું  દુઃખી થયું…..અને આ વિચાર ફરી ફરી મારા મનમાં રમતો હતો !

હું જ્યારે નાનો હતો ત્યારે વેસ્માની ગુજરાતી શાળામા અભ્યાસ કરતો….શાળાના પુસ્તકોમાં અનેક ગુજરાતના કવિઓની કવિતાઓ વાંચી આનંદ થતો…..ત્યારે અનેક ગુજરાતી સાહિત્યકારો બારે પણ જાણ્યું હતું  આ પ્રમાણે, કવિઓ નર્મદ…નાનાલાલ, દલપત વિગેરે…તેમજ ઝવેરચંદ મેઘાણી, અને બીજા અનેક ગુજરાતી શહિત્યકારો બારે જાણી ગૌરવભરી ખુશી અનુભવી હતી…..આજે ગુજરાતી ભાષાએ એ સર્વના કાર્યોનો ખજાનો આપણે એઓના પુસ્તકો વાંચી જાણી/માણી શકીએ છીએ.અને, એ સૌએ જ મને પ્રભાવીત કર્યો..અને મારા મનમા એક વિચાર જાગ્રુત થયો…” ભલે, હું કાંઈ એઓની તુલના નથી….પણ, મારી જ રચનાઓ કાવ્ય ના હોય તો મને જરા વાંધો નહી…..પણ, એ સર્વને એક પુસ્તકરૂપે તો અમરતા આપી શકું છે, અને એવું કરવા માટે પ્રભુએ મને શક્તિ આપી છે”અને આટ્લી વિચારધારા બાદ, મેં મારી પુસ્તીકાઓ “ત્રિવણી સંગમ” અને “ભક્તિભાવના ઝરણા”પ્રગટ કરી …..અને ત્યાર્બાદ,  મારા વેસ્મા ગામનો ઈતિહાસ ભુલાય ના જાય એવા હેતુથી મિત્ર ઈશ્વરભાઈ દેશાઈના સહકારે ” વેસ્મા…વિશ્વક્ષિતિજે” નામકરણે એક નાની પુસ્તીકા પ્રગટ કરી.

મેં જાતે પુસ્તીકાઓ પ્રગટ કરી એથી મને પુરો ખ્યાલ છે કે આવું કાર્ય કરવા માટે “પૈસા”ની ખાસ જરૂરત પડે….મેં તો એ ખર્ચ નિભાવ્યો પણ, આ અનેક જ્ઞાતિજનોની શક્તિબહાર કહેવાય…..અને, ફરી બીજો વિચાર મારા મનમાં આવ્યો...” જો હું કોઈ સંસ્થાને મોટું દાન આપું, અને એ જૉ અનામત “ફિક્સ ડીપોસીટ” માં હોય તો એના વાર્ષિક વ્યાજમાંથી એક નાની પુસ્તીકા પ્રગટ કરવી શક્ય હોય.”…આ વિચાર ફરી ફરી મારા મમાં આવ્યો……અને, મેં આ વાત મારા મિત્ર વિનોદભાઈને કહ્યો..એમણે એને વધાવી લીધો…..માર્ગદર્શન આપ્યું અને થોડા વર્ષો પહેલા {આશરે ૪-૫ વર્ષ ) આ દાન સહકારે ” ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી સાહિત્ય ટ્રસ્ટ “ નામકરણે જન્મ લીધો. અને, યોજના પ્રમાણે, જે કોઈ જ્ઞાતિજન નાની પુસ્તીકારૂપે પ્રગટ કરવા ઈચ્છા રાખતા હોય તેણે વિનોદભાઈનો સંપ્રક કરવો રહે….એ વર્ષ કોઈ બીજી વ્યકતિ ના હોય તો સહકાર એને આપી પુસ્તીકા પ્રગટ કરવાનો નિર્ણય લેવાય….અને યોજના આધારીત કુલ્લે ૧૦૦૦ પુસ્તીકાઓ છપાય, અને એમાંથી ૧૦૦ લેખકને ભેટ, અને બીજી જ્ઞાતિજનોને મફત વહેંચવામાં આવે. યોજના શરૂ કર્યા બાદ, અત્યાર સુધી કુલ્લે ૧૦થી વધુ પુસ્તીકાઓ પ્રગટ થઈ ચુકી છે,,,એ આનંદની વાત છે ! આ ટ્રસ્ટ દ્વારા અનેક જ્ઞાતિજનો અનેક પુસ્તીકાઓ પ્રગટ કરતા રહે એવી આશા અને પ્રભુને પ્રાર્થના !>>>>ચંદ્રવદન.

 

 

FEW WORDS

Today, it is October,8,2009 and ASO VAD CHOTH….& I am publishing this Post of a Gujarati Poem “Ek ChandraVichar Darshavi Rahyo Chhu Ahi”…..& trying to express my love for the Gujarati Sahitya…& informing you of my promotion of that love in Others in the Community. I hope you read this Post…& hoping that you are inspired……

>>>>Chandravadan.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં ! કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !

13 ટિપ્પણીઓ Add your own

  • 1. વૈભવ રાણા  |  ઓક્ટોબર 8, 2009 પર 5:22 પી એમ(pm)

    ખુબ જ સુંદર કાવ્ય અને આપની યોગજા પણ સરસ છે.

    જવાબ આપો
  • 3. pravinash1  |  ઓક્ટોબર 8, 2009 પર 6:30 પી એમ(pm)

    Nice ‘Yojana’, gives inspiration

    જવાબ આપો
  • 4. Ramesh Patel  |  ઓક્ટોબર 8, 2009 પર 6:33 પી એમ(pm)

    મુજ હૈયે આનંદ છે ફરી, એ જ દર્શાવી રહ્યો છું અહી,…..

    Best wishes for your creative supports.

    Ramesh Patel(Aakashdeep)

    જવાબ આપો
  • 5. Dr. Chandravadan mistry  |  ઓક્ટોબર 8, 2009 પર 9:13 પી એમ(pm)

    Email Response to the Post from CHANDRASHEKHAR>>>>>

    NEW POST…..GUJARATI SHAHITYA
    Thursday, October 8, 2009 7:39 AM
    From:
    “Chandrashekhar Bhatt”
    View contact details
    To:
    “chadravada mistry”

    Dear Kaviraj CM:

    I must confess that though I do not get much chance to visit your blog, I do read the glimpses of it. It’s such a divine blessings that your creations happen so naturally and spontaneously. When will we have a chance to see you down here? sau kamuben ne yaad. We will be at the yog camp this weekend. Please take a good care of your health. jay shri Krushna!!!!!

    Chandrashekhar S. Bhatt

    જવાબ આપો
  • 6. sudhir patel  |  ઓક્ટોબર 9, 2009 પર 1:19 એ એમ (am)

    Enjoyed your thoughts and ideas through your poems and articles.
    Sudhir Patel.

    જવાબ આપો
  • 7. atuljaniagantuk  |  ઓક્ટોબર 9, 2009 પર 3:37 એ એમ (am)

    સારા વિચારો ને ઉતેજન મળી રહે તથા તેનો પ્રચાર – પ્રસાર થાય તે માટે સાહિત્ય પ્રકાશનની યોજના બનાવી તેને અમલમાં મુકવા બદલ ધન્યવાદ.

    જવાબ આપો
  • 8. Neela  |  ઓક્ટોબર 9, 2009 પર 8:31 એ એમ (am)

    Good thinking and congates.

    જવાબ આપો
  • 9. Dilip Gajjar  |  ઓક્ટોબર 9, 2009 પર 5:37 પી એમ(pm)

    એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું અહી,
    Nice thought to serv human being by our skill.
    Dilip gajjar

    જવાબ આપો
  • 10. મહેર એકતા  |  ઓક્ટોબર 10, 2009 પર 9:53 એ એમ (am)

    આપના અદભુત વિચારને અમારી હાર્દિક શુભકામના. આપની સમાજ અને શિક્ષણ તેમજ સાહિત્ય પ્રત્યેની લાગણી અહીં છલકતી જોવા મળી.
    અન્ય સમાજોને પણ આપનો આ વિચાર ઉપયોગી બની રહો તેવી અભ્યર્થના. — અશોક મોઢવાડીયા (મહેર એકતા)

    જવાબ આપો
  • 11. Vishvas  |  ઓક્ટોબર 11, 2009 પર 11:36 એ એમ (am)

    જય શ્રીકૃષ્ણ કાકા,

    સાચી વાત છે કાકા કાવ્ય કે રચના કદાચ વ્યાકરણ કે ભાષા છંદ પ્રમાણે બંધ ન પણ બેસતી હોય પણ તેનામાં રહેલ ભાવ ઘણું બધું કહી જાય છે.
    અને કદાચ તે સર્વોચ્ચ્ છે. જો એ કોઈની મદદ કરી શકે .
    આપનો ડો.હિતેશ ચૌહાણ

    જવાબ આપો
  • 12. pragnaju  |  ઓક્ટોબર 14, 2009 પર 8:42 એ એમ (am)

    યોજના દ્વારા દશ કે વધૂ પુસ્તીકાઓ નાની થઈ પ્રગટ,

    હશે અનેક બીજી પુસ્તીકાઓ, જે જ્ઞાતિજનો જ કરશે પ્રગટ,

    બસ, આ “ચંદ્રવિચાર”, દર્શાવી રહ્યો છું અહી,…

    જય શ્રીકૃષ્ણ

    જવાબ આપો
  • 13. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 6:35 એ એમ (am)

    Tamara Dil na Bhav Janva Malya.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 269,376 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: