પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !

October 4, 2009 at 1:08 am 14 comments

     
 
 
 

પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !

પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં ,
હૈયે આનંદ લાવી, દર્શન હું તો એના કરૂં !…….ટેક
ગાયકવાડ સરકાર હસ્તે થાય એક સાર્વજનિક પુર્તકાલય વેસ્મા ગામે,
ચાર ધોરણ સુધી અંગ્રેજી અભ્યાસ માટે શાળા પણ વેસ્મા ગામે,
મળે પુસ્તકાલયનો લાભ સૌને !………(૧)
વર્ષો વહી જતા, પુસ્તકાલય તો ખંડેર હાલતે,
બારણા બંધ, ‘ને અંદર પુસ્તકોના રૂદને થાય દર્દ મુજ હૈયે,
મળશે પુસ્તકાલય ફરી ક્યારે સૌને ?……(૨)
નવું પુસ્તકાલય કરવા વિચાર છે સૌ ગામવાસી હૈયે,
આવો વિચાર અમલમાં મુકાશે, એવું જાણી, છે ખુશી મુજ હૈયે !
આપશે પુસ્તકાલય તો લાભ ફરી સૌને !…….(૩)
મોટા દાન સહકારની પ્રેરણા દીધી પ્રભુએ મુજને,
૨૦૦૩માં પત્ની નામે સાર્વજનીક પુસ્તકાલય નિહાળી, છે ખુશી મુજને !
ગમે છે આ સુંદર પુસ્તકાલય રે સૌને !…….(૪)
આવે અખબારો, માસીકો પુસ્તકાલયે અનેક,જેને સૌ વાંચે,
એક બાદ બીજી પુસ્તક ઘરે લઈ જઈ હોંશે, હોંશે સૌ વાંચે,
નિહાળી દ્રશ્ય આવું, છે ખુશી મુજ હૈયે !…….(૫)
દર વર્ષ નવા નવા પુસ્તકો છે પુસ્તકાલયે,
અને, હવે તો એક કોમ્પુટર છે પુસ્તકાલયે,
જાણી આવું, છે ખુશી મુજ હૈયે !…….(૬)
પ્રભુ મંદિર જેમ શોભે છે પુસ્તકાલય વેસ્મા ગામે,
અને, હોય પુસ્તકાલયો શહેરોમાં,’ને ગામે ગામે ,
બસ, આશા આટલી છે ચંદ્ર હૈયે !…….(૭)
 
કાવ્ય રચના…સેપ્ટેમ્બર,૨૩.૨૦૦૯         ચંદ્રવદન.
 

બે શબ્દો…..પુસ્તકાલય સહકાર

આજે તમે એક કાવ્ય “પુસ્તકાલય તો મંદિર પ્યારૂં” વાંચ્યું. એ કાવ્ય રચનામાં મારી જન્મભુમી વેસ્માની સાર્વજનિક પુસ્તકાલયની કહાણી છે. આ કાવ્ય દ્વારા હું “પુસ્તકાલય” બારે મારા વિચારો દર્શાવવા માંગુ છું, તેમજ મારી “જનકલ્યાણ કાર્યોની માળા”માં એક બીજો મણકો મુકવાનો પ્રયાસ કરૂં છું.
મેં મારી આગળની પોસ્ટોમાં “શિક્ષણ”ના મહત્વ બારે ઉલ્લેખ કર્યો જ છે. શાળાઓમાં કે કોલેજોમાં અભ્યાસ કરવાથી શિક્ષણ મેળવવું શક્ય છે, કિન્તુ, શાળાઓ કે કોલેજો બહાર જ્ઞાનની જ્યોત વધુ પ્રગટવવા માટે પુસ્તકાલયની ખાસ જરૂરત છે. પુસ્તકાલય એટલે “અનેક પુસ્તકોના સંગ્રહનું ઘર “, અને એવી શાંત વાતાવરણભરી જ્ઞાનગંગાને  આપણે “મંદિર ” સ્વરૂપે નિહાળીએ તો એ જરા પણ ખોટૂં નથી. અહી માનવી એના જ્ઞાનને વધારવાની આશાઓ સાથે આવે છે. અહી નવા નવા અનેક પુસ્તકોનું વાંચન હોય શકે છે….અહી પુસ્તકો સિવાય માસીકો, અખબારો પણ વાંચી શકાય છે. આવા વાંચનથી માનવી મન/બુધ્ધી સાથે હ્રદય ખીલે છે, અને એના જ હ્રદયે “નવા જ્ઞાન ઝરણાઓ” વહે છે…..અને, કોણ જાણે એ માનવી  ભવિષ્યમાં એક કવિ કે એક સાહિત્યકાર પણ હોય શકે…..અને, જે પુકતકાલયે એ ગયો હતો ત્યાં  એણે જ પ્રગટ કરેલ પુસ્તક પણ અન્યને આનંદ આપતી હોય શકે !
આજે તો “ઈનટરનેટના યુગ”માં સર્વ માહિતીઓ કોમ્પુટરઓ દ્વારા શક્ય છે. એથી, અનેક લોકો તો એમ કહે છે કે..” આ જમાનામાં પુસ્તકો કોઈ ના વાંચે, બધુ જ તો કોમ્પુટરો દ્વારા જાણી શકાય છે, ” અહી મારો મત જુદો છે……..જ્ન્મેલા બાળક માટે માતપિતા જ એના ગુરૂ…તેમ છતા, બાળક્ને ઘર બહાર શાળાએ જવું અગત્યનું છે, અને શાળામાં જઈ ગુરૂ પાસે જ્ઞાન મળવે છે. એવી જ રીતે, ભલે કોમ્પુટરો દ્વારા જાણકારી શક્ય હોય પણ એના જ્ઞાનની સ્થીરતા માટે ગુરૂ કે શાળા/કોલેજનું મહત્વ હંમેશા રહેશે જ , અને એની સાથે હશે પુસ્તકાલયનું મહત્વ !કોઈ પણ વ્યક્તિ જ્યારે “પુસ્તક વાંચન”થી જ્ઞાન મળવે ત્યારે એ ગ્રહણ કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે અને એથી, એ જ્ઞાન એની “મહેનતના ફળ”રૂપે હોય છે……એક બીજમાંથી થયેલ ફળ, એટલે ખરી જ્ઞાન પુર્ણતા !
હવે, આપણે મારી જનકલ્યાણ-કાર્યોની જીવન સફર તરફ નજર કરીએ>>>.
(૧)સાર્વજનિક પુસ્તકાલય, વેસ્મા, ગુજરાત,
આશરે ઈ.સ. ૧૯૪૦ની સાલે ગાયકવાડ સરકારની સત્તાએ વેસ્મા ગામે પ્રથમ સાર્વજનિક પુસ્તકાલલય શરૂ થયું હતું. એનો લાભ ગામવાસીઓએ ખુશી સાથે લીધો….અને ભણતા બાળકો માટે એ એક અગત્યની જગ્યા બની ગઈ હતી.
૧૯૬૦ બાદ, સમયના વહેણમાં આ પુસ્તકાલય ખંડેર હાલતે થઈ…..દેખરેખ રાખતી કમીટીએ જવાબદારીઓ સારી રીતે અદા ના કરી એના કારણે પુસ્તકાલ્યના બારી-બારણા બંધ થયા, અને પુસ્તકાલય્માં પુસ્તકો ધૂળ ખાતા થઈ ગયા. હું જ્યારે પુસ્તકાલયની બાજુએ આવેલ કુમાર શાળામા અભ્યાસ કરતો ત્યારે અનેક વાર એ પુસ્તકાલયે ગયો હતો,,,,,,અને, એથી, આવી હાલતે પુસ્તકાલયને નિહાળી, મારા હૈયે ખુબ જ દુઃખ થતું. ઈ.સ. ૨૦૦૦ બાદ, ગામવાસીઓ જુની પુસ્તકાલયને તોડી, નવી પુસ્તકાલય બાંધવા માટે વિચારણા કરવા લાગ્યા, અને એક નવી કમીટી પણ બની. એ જાણી, અમેરીકામાં રહી, મેં ખુબ જ આનંદ.અનુભવ્યો. પુસ્તકાલય્ના બાંધકામ માટૅ દાનની અપીલ થઈ…ત્યારે, મેં “મોટુ દાન ” આપવાનું વચન આપ્યું , અને સાથે કહ્યું કે બીજા પાસે પણ સહકાર મેળવવા પ્રયત્નો કરીશ. અને, મોટો ફાળૉ શક્ય કર્યો. કમીટીએ પણ નિર્ણય લીધો કે આ નવી પુસ્તકાલય મારા પત્નીના નામે “શ્રીમતી કમુબેન ચંદ્રવદન મિસ્ત્રી ” સાર્વજનિક પુસ્તકાલય  હશે. એ જાણી, મને વધુ ખુશી થઈ. દાન સહકાર સિવાય, મેં પુસ્તકાલય બાંધકામ માટે ઘણો રસ લીધો>>
>>પુસ્તકાલયના બાંધકામના થતા ખર્ચ કરતા વધુ દાન ભેગુ કરવું કે જેથી બાકી રહેલા પૈસા “ફીક્ષ ડીપોસીટ” કરી એના વ્યાજમાથી રીપેરીન્ગ વિગેરે હોય શકે.
>>૫૦૦૧ કે વધુ રૂપીઆ દાનમાં આપનાર વ્યક્તિના નામે “ફીક્ષ ડીપોસીટ” રકમ રહે અને એના વ્યાજમાંથી દર વર્ષ નવી પુસ્તક લેવાય…આ પ્રમાણે, અનેકને દાન આપવા પ્રેરણાઓ મળી.
>> એક બે માસીકો માટે “આજીવન લવાજમ ” ભરી પુસ્તકાલયે માસીકો આવતા રહે એવું કર્યું , અને અન્યને પણ પ્રેરણા આપી.
>> શાળાના બાળકોમાં પુસ્તકો વાંચવા માટે ઉત્સાહ રેડવા કમીટીને શાળાઓના ટીચરોને મળી, વધુ પુસ્તકો વાંચનાર બાળકોને “ઈનામ ” મળે એવી યોજના શરૂ કરવા માર્ગદર્શન આપ્યું.
>> પુસ્તકાલયે એક કોમ્પુટરની ખાસ જરૂરત જાણી,,માર જ ભત્રીજા દિલીપને પ્રેરણા આપી, અને એણે કોમ્પ્યુટરની કિંમત કરતા વધુ દાન આપ્યું જે થકી, ઈનટરનેટ વિગેરેનો ખર્ચ પણ હોય શકે. ૨૦૦૬માં આ કોમ્પ્યુટર પુસ્તકાલયે શોભે છે.
(૨) સુનિલબાઈ પટેલના શાળા-શિક્ષણ, અને પુસ્તકાલય સહકારના યજ્ઞમાં ફાળૉ
સુનિલભાઈ ન્યુ જર્સીના છે  એમણે દક્ષિણ ગુજરાતની પ્રાઈમરી શાળાઓમાં અંગ્રજી શરૂ થાય એવી ભાવનાથી સહકાર આપવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે મેં પણ ફાળો આપ્યો…..ભારત જઈ જાતે ગામે ગામો જઈ અંગ્રજી શીખવાની નાની પુસ્તીકાઓ બાળકોને આપી…ત્યારબાદ, અનેક પુસ્તકાલયે આપી…..એમને એમના કાર્યમા સફળતા મળી….ત્યારબાદ, પુસ્તકાલયે પુસ્તક-સંગ્રહ માટે કબાટો ના હતા જાણી, “દાનરૂપે” કબાટો આપવાનું કાર્ય હસ્તે લીધું ત્યારે, નવસારીની પુસ્તકાલય માટે મેં પણ ફાળો આપ્યો.
આ રહ્યા મારા પુસ્તકાલય માટે વિચારો…તેમજ  મારી શક્તિ પ્રમાણે થોડો સહકાર……આશા એટલી જ કે અનેક માનવીને પ્રભુ પ્રેરણા આપે…..અને શહેરો/ગામે  પુસ્તકાલયો હોય !
>>>ચંદ્રવદન,

 
 
FEW WORDS
Today, it is SUNDAYm OCTOBER 4th 2009..and as per Hindu TITHI…it is ASO SUD POONAM…or SHARAD POONAM….Very auspicious Day !….And,as per the TITHI my Birth was on this Day & so it is MY BIRTHDAY too !
Today, I have the Post with a Poem (Kavya) in Gujarati “PUSTAKALAY TO SHIKSHAN MANDIR PYARU” meaning A LIBRARAY is LIKE A LOVELY TEMPLE of LEARNING.
I hope you like this Poem…in which I had tried to say the History of a Public Library os Vesma……And using that as the BASE or the FOUNDATION  for my Journey in Life for the JANKALYAN KARYO towards my LOVE for the PUBLIC LIBRARIES in general.
Here, the MAIN LINK is the SUPPORT/LOVE for the EDUCATION ( SHIKSHAN).
>>>CHANDRAVADAN.

Entry filed under: કાવ્યો. Tags: .

ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી ! એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !

14 Comments Add your own

  • 1. Harnish Jani  |  October 4, 2009 at 3:32 am

    Who will differ from your article- I have spent 1/3 of my life inMovie houses and spent 1/2 in the libraries-rest working on job.

    Reply
  • 2. Mukund Desai 'MADAD'  |  October 4, 2009 at 12:51 pm

    You are right.When my uncle late Ballukaka was a teacher in Vesma High School,I used to visit Vesma Library in vacaion time. I have taken good help of the library.It is goog that you are taking care of the library.

    Reply
  • 3. સુરેશ જાની  |  October 4, 2009 at 2:44 pm

    બહુ જ ઉમદા કામ.
    સૌરાષ્ટ્રમાં મોટા પાયે પ્ય્સ્તકાલય પ્રવૃત્તીના પ્રણેતા ડો. પ્રફુલ શાહ વીશે વાંચો

    http://gujpratibha.wordpress.com/2007/08/29/praful_shah/

    Reply
  • 4. Capt. Narendra  |  October 4, 2009 at 3:54 pm

    પુસ્તકાલય શરૂ કરવું એ કેટલું ઉમદા કાર્ય છે એ તો તેનો લાભ લઇ જીવનમાં કંઇક બની શકનાર વ્યક્તિ જ જાણી શકે. મને તો ખુશી થઇ કે તમે કેવળ બીજ રોપીને અટક્યા નથી. તેને પોષી તેમાં એટલી વૃદ્ધી કરી છે કે તેનાં ફળ પેઢીઓ ચાખતી રહેશે. હરનીશભાઇ સાથે હું સહમત છું: મારા જેવા અનેક (તે સમયના યુવાન) લોકોનો ઉત્કર્ષ અમદાવાદના મા.જે. પુસ્તકાલય તથા ભાવનગરની બાર્ટન લાયબ્રરીને કારણે થયો છે. તમે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રવૃત્તિને જે સ્વરૂપ આપ્યું છે તે ખરે જ પ્રશંસાપાત્ર છે.

    Reply
  • 5. Ramesh Patel  |  October 4, 2009 at 6:20 pm

    પ્રભુ મંદિર જેમ શોભે છે પુસ્તકાલય વેસ્મા ગામે,
    અને, હોય પુસ્તકાલયો શહેરોમાં,’ને ગામે ગામે ,
    બસ, આશા આટલી છે ચંદ્ર હૈયે !…….(૭)
    dhanyavaad.

    પુસ્તકાલય માટે આપે કહ્યું તેમ ગાયકવાડી સરકાર તથા સેવાભાવી આઝાદી સમયના લોકોને પુસ્તકો માટે

    એક અહોભાવ હતો.સારા વાંચનની તરસ હતી.પછી આપે કહ્યું તેમ….

    વર્ષો વહી જતા, પુસ્તકાલય તો ખંડેર હાલતે,
    બારણા બંધ, ‘ને અંદર પુસ્તકોના રૂદને થાય દર્દ મુજ હૈયે,

    મારે ઘરે મારા પુજ્ય પિતાશ્રી નવા નવા પુસ્તકો વસાવી વાંચવા આપી પ્રોત્સાહન આપતા.

    અમને પણ બાળપણમાં વાંચેલા અનેક ધાર્મિક અને વિવેકાનંદ ,સૌરાષ્ટ્રની રસધાર જેવા પુસ્તકોની યાદ

    આપના કવન દ્વારા આવી ગઈ.

    આપે શરુ કરેલા આ જ્ઞાન યજ્ઞ માટે ખૂબ અભિનંદન.

    રમેશભાઈ પટેલ(આકાશદીપ)

    Reply
  • 6. અમિત પટેલ  |  October 5, 2009 at 12:57 pm

    એક સારું પુસ્તકાલય શિક્ષકોની ગરજ સારે છે.

    જ્ઞાનપિપાસુઓની જિજ્ઞાસા સંતોષતું પુસ્તકાલય .

    Reply
  • 7. Ishvarlal R Mistry  |  October 5, 2009 at 4:41 pm

    Very true Library very important on gaining knowledge. well said Chandravadanbhai. Keep us the good work .Best of luck.

    Ishvarbhai R. Mistry

    Reply
  • 8. pravinash1  |  October 5, 2009 at 8:30 pm

    Best thing to do in the life, help somebody for Education or buld or donate for ‘Pustakalaya’
    visit
    http://www.pravinash.wordpress.com

    Reply
  • 9. પ્રવિણ શ્રીમાળી  |  October 6, 2009 at 9:12 am

    લાયબ્રેરી તો વિશાળ જ્ઞાનનો ખજાનો અને સાહિત્યનો સાગર કહેવાય. હું તો જયાં-જયાં રહ્યો ત્યાં-ત્યાં લાયબ્રેરી શોધીને મારૂ એકાઉન્ટ ખોલાવતો અને ભરપુર લાભ લે તો.હાલ પણ રજાને દિવસે અચૂક લાયબ્રેરીમાં જવાનું અને બે-ત્રણ કલાક વાંચન કરવાનું!

    એક અગત્યની વાત કહું તો મેં મારો હાઈસ્કૂલ થી બી.એ., એલ.એલ.બી સુધીનો અભ્યાસ મેં લાયબ્રેરિ ના પુસ્તકો વાંચીને તેનો પુરો લાભ લીધો છે અને તેના આધારે જ ભણ્યો છું! મારા માં સાહિત્યપ્રત્યેની રૂચી, લગાવ, વાંચન અને લેખન, નવા વિચારો, જ્ઞાન, હાજરજવાબી પણું અને વક્તા તરીકે નો સમગ્ર વિકાસ પુસ્તકાલયને આભારી છે. મારો વિચાર તો એવો છે કે તમે જૂનાં પૂસ્તકો વાંચી લીધા પછી પસ્તીમાં આપવાને બદલે આવા જૂનાં પુસ્તકોની તમારી સોસાયટી, મહોલ્લો કે પૂળમાં નાનકડી લાયબેરી ખોલી ને તેમાં એકઠાં કરીને સંગ્રહ કરીને તેના વાચનનો લાભ બીજા પણ લે તે કરવું જોઈએ. આપે સારા નક્કર અને પ્રરણાદાયી પ્રયત્નો આ માટે કર્યા છે, તે બદલ સાહેબ તમને અભિનંદન! તમે સાચા સાહિત્ય પ્રેમી છો, તે આ વાત પરથી સમજાય.

    Reply
  • 10. pallavi  |  October 7, 2009 at 9:26 am

    Chandravadanbhai,
    Happy Sharad Purnima n Happy Birthday.
    Khub saras kavya ane khub saras Kartvya.
    Abhinandan
    Pallavi

    Reply
  • 11. Govind Maru  |  October 7, 2009 at 11:43 am

    વાંચનથી માનવી મન/બુધ્ધી સાથે હ્રદય ખીલે છે, અને એના જ હ્રદયે “નવા જ્ઞાન ઝરણાઓ” વહે છે…..
    આપના પ્રેરણાદાયી વીચારો માટે ખુબ ખુબ અભીનંદન…

    Reply
  • 12. pravinash1  |  October 26, 2009 at 4:11 am

    Yes, library and education are fundamental things in life. Wonderful thoughts.

    Reply
  • 13. Patel Popatbhai  |  January 29, 2010 at 6:29 am

    SHIXAN NE LAGTUN SARAS-UTTAM kARYA.

    Reply
  • 14. hemapatel  |  મે 22, 2011 at 1:57 pm

    શોભાયમાન જ્ઞાન યજ્ઞ .
    બહુજ સરસ અને ઉમદા કાર્ય .

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

October 2009
M T W T F S S
« Sep   Nov »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: