ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !

September 28, 2009 at 7:52 pm 23 comments

 
 
     
 

ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !

માનવીને ગરીબાય શાને તું આપે?, ઓ પ્રભુજી !
ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી!……ટેક
જન્મ લીધો એક ગરીબ બાળક બની,
જ્ઞાતિમાં પણ અનેકની ગરીબાય નિહાળી,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૧)
પ્રભુ, તારી જ દયાથી શિક્ષણ મળ્યું મુજને,
અને, હટાવવા ગરીબાય મળી છે શક્તિ મુજને,
દયા કરજે ઓ મારા પ્રભુજી !
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૨)
ધન-દોલતના લોભમાં જરા મુરખ બન્યો જ્યારે,
અમીરીમાં ગરીબીના દર્શન બતાવતો હતો તું ત્યારે,
દયા કરજે , ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !………(૩)
પૈસે ટકે ભલે સુખી આજે રહું હું,
ઉદારતાથી ભરપુર હંમેશા રહું હું ,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૪)
હોય ભુખ્યાને અન્ન રોટલો,’ને તરસ્યાને પાણી,
હોય ગરીબ નિરાધારને ઝુપડી, માંગુ એટલું તારી દયાને જાણી,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૫)
જીવનમાં બધી રીતે સુખ આપ્યું છે મુજને,
ક્રોધ, અભિમાન દુર કરી, હૈયે દયા ભાવનાઓ જગાવજે,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૬)
  
કાવ્ય રચના…..સેપ્ટેમ્બર, ૨૨ , ૨૦૦૯            ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…..ગરીબાય દુર કરો !

આજની પોસ્ટરૂપે એક કાવ્ય “ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી ! ” છે…..અને, “જન્કલ્યાણના કાર્યો” ની મારી જીવન સફરે જે માનવ ગરીબાયે પ્રભાવ પાડ્યો તે વિષે મારા થોડા વિચારો છે……જેમાં કંઈક સહાયરૂપે શક્ય થયું તેનો ઉલ્લેખ છે.તમે કાવ્ય વાંચશો તો જાણશો કે મારી આ રચનામાં “મારો પ્રભુ સાથે એક વાર્તાલાપ “ છે, જેમાં મેં માનવ ગરીબાયથી હૈયે થતા દુઃખનું વર્ણન કર્યું છે, અને પ્રભુને પ્રાર્થના સહીત વિનંતિ કરી કે “દયા કરી, માનવ ગરીબાયને દુર કર “
કુદરતનું સર્જન અદભુત છે…..સુખ સાથે દુઃખ….આશાઓ સાથે નિરાશા……હાસ્ય, અને આનંદ સાથે હૈયે દર્દ અને નયને આંસુ……આ બધામાં ઘણી વાર ગરીબાયનો ફાળૉ હોય છે. ત્યારે, માનવી જ પ્રભુને સવાલ કરે છે….”પ્રભુ, તું શા માટે ગરીબાયનું દુઃખ આપી રહ્યો છે ?” ત્યારે પ્રભુ એને જવાબ ના આપે…..અને માનવી અનેક અનુમાનો કરે….…”પુર્વ જન્મનું ભોગવવું રહ્યું “ એવું અનુમાન કોઈનું ….તો કોઈ કહે ” પ્રભુ આ તો તારી કસોટી કરે છે “ જ્યારે માનવી ગરીબાયના દુઃખમાંથી બહાર આવી, પોતાની સમજ/શક્તિ પ્રમાણે વિચારો કરે ત્યારે પ્રભુ જ એને સહાય/માર્ગદર્શન આપે છે……અહી, માનવી ગરીબાયનો પ્રથમ સ્વીકાર કરે અને એ એમાંથી બહાર નીકળવા પ્રયાસો કરે…એવા સમયે, પ્રભુ એને મદદ કરવા દોડે……અચાનક કોઈની સહાય મોકલે કે પછી એને શું કરવું તે બારે માર્ગદર્શન/ શક્તિ બક્ષે.ભક્તો કે સંતોની સહાયના અનેક દાખલાઓ છે…અરે, એક સામાન્ય માનવીની બાજી અચાનક બદલ્યાના પણ અનેક દાખલાઓ છે…….પણ, અહી મારે એક વધુ ઉલ્લેખ કરવો છે,….જ્યારે માવવી એની આળસને ખસેડી પુરૂષાર્થ કરવાનો નિર્ણય મક્કમતાથી અમલમાં મુકે ત્યારે એ “ગરીબાયની જાળ ” માંથી મુક્ત થઈ શકે છે, ….આ પ્રમાણે, ગરીબ માનવ પ્રયાસ કરે તો “પ્રભુના ચમતકાર ” રૂપે અજાણ વ્યકતિ તરફથી સહાય પણ હોય શકે છે !
હવે, મારી જીવન સફરે નજર કરી, થોડું લખવું છે>>>>
(૧) અન્ન-ભોજન દાન…
ગરીબ માનવી માટે “ભુખ “એ એક મહાન દુઃખ છે. એની પાસે જ્યારે ખાવા માટે “સુકો રોટલો” પણ ના હોય ત્યારે એ “ભીખ ” નો સહારો લેવા વળે છે…..જ્યારે જ્યારે હું કોઈ ગરીબને નિહાળું ત્યારે ત્યારે મારૂં હૈયુ ખુબ જ દુઃખ અનુભવે છે.અહી અમેરીકામાં ડોલર કે સેન્ટો કે ભારતમાં રૂપીઓ કે  પૈસા સહાયરૂપે આપતા હું ફક્ત એમાં “એનું ભોજન” જ નિહાળુ છું ….તો કોઈ વાર  હું જાતે ખાવાની વસ્તુઓ ખરીદી એને આયું ત્યારે જ મને સંતોષ થાય. અહી મારે બીજો વિચાર દર્શાવવો છે….અનેક લોકો કહે ..” અરે, આ બધા ભિખારીઓ તો જુઠા છે , એઓ તો એક ધંધો કરે છે ” …..હા, એમાં થોડું સત્ય ખરૂં ….કોઈક એવા આળસુ, અને મહેનત કરવી જ નથી , તો કોઈક એને “બળજબરીથી ભીખ ” તરફ દોરે છે. પણ, મારો મત એટલો જ કે એક માનવ થઈને દુઃખી માનવી માટે હૈયે થોડી તો દયા-ભાવના જગ્રુત કરતા શીખ, અને જો સહકારરૂપે કે દાન રૂપે તું કંઈ જ ના કરી શકે તો જરા એના માટે પ્રાર્થના તો તું જરૂર કરી શકે, અને એ સાચો છે કે ખોટો છે તરફ ના જઈ ટીકાઓ/ ગાળો ના આપે તો યોગ્ય હશે !
મને જલારામબાપાએ શરૂ કરેલ વિરપુરનો ” ભોજન/દાન યજ્ઞ ” યાદ આવે છે….મને સાંઈબાબા પંથ તરફથી ચાલી રહેલા ભોજન-દાન યજ્ઞોનું યાદ આવે છે……પ્રભુને પ્રાર્થના કે મને પણ કંઈક કરવા પ્રેરણાઓ આપતો રહે !
અનેકને વ્યક્તિગત સહકાર આપવાની તકો મેં લીધી છે…..વેસ્મા ગામે અન્ન સહાય….જ્ઞાતિમાં કોઈકને સહાય…..સુરતમાં સાંઈબાબ મંદિર ટ્રસ્ટ દ્વારા સાધુઓ/ ગરીબોને ભોજન માટે સહકાર….નવસારીના રામજી મંદિરે ગરીબોને ભોજન….નવસારીના પ્રજપતિ આશ્રમે તીથી -દાન રૂપે ભણતા બાળકોને ભોજન કે પછી અમદાવાદની પ્રજપતિ સંસ્થાના છાત્રાલયે બાળકોને તીથી-દાન રૂપે ભોજન વિગેરે….શક્ય થયેલું તે માટે પ્રભુનો પાડ !
(૨) ગરીબાય અને શિક્ષણ-જ્યોત..
ગરીબાય કારણે બાળકોને શિક્ષણ ના મેળવી શકે…..શિક્ષણ પ્રકાશથી જ જ્ઞાન અને કમાવાના રસ્તાઓ ખુલ્લા થાય, નહી તો ગરીબાય માનવીને કેદી કરી દેય….આથી જ મેં આગળની પોસ્ટ ” શિક્ષણ ઉત્તેજન યજ્ઞ” (તારીખ સેપ્ટેમ્બર,૯, ૨૦૦૯ )માં શિક્ષણને મહત્વ આપ્યું છે…..આથી , મારી જીવન યાત્રાએ ગરીબાય હટાવવા માટે પગલા લેવાય ગયા જ છે, અને આ યજ્ઞ હજુ ચાલુ જ છે !
(૩) ગરીબાય અને સામાજીક વર્તનમાં ફેરફારો…
અનેકવાર દાખલારૂપી પુરાવાઓ હોય કે ભીખ માંગતો ગરીબ ” એક ધંધો ” કરે છે…..ઘણી વાર એ પોતાની મજબુરીથી કરતો હોય, તો ઘણી વાર એને ધમકી/બળજબરીથી ભીખ માંગવાનુ કાર્ય કરવું પડે છે, અને એવા સમયે એ બાળકની આંખો/હાથો/પગોનું બલીદાન સહન કરવું પડે છે….આંધળા/લુલા/ લંગડા બનાવી દયાના પાત્રો બનાવી બજારે ફરતા મુકે છે,
ઉપરના કારણે, આપણે સૌ માટે એવું અનુમાન ના કરવું જોઈએ કે “બધા જ ભીખ માંગતા ઢોંગીઓ છે ” ...કોઈક તો જન્મથી જ ગરીબ, તો કોઈ ખોટા ધધે જડી, કે કોઈ દારૂ પીવાના કારણે ગરીબાયને અનુભવે. આથી, સૌ ગરીબ/ભીખારીઓમાં કોઈક તો ખરેખર દુઃખી  જ છે એ પરમ સત્ય છે !….કોણ ઢોંગી છે તે ઘણી વાર કહેવું અશક્ય છે..…તો, એ ગરીબને નિહાળી, હૈયે એના માટે પ્રાર્થના કરીએ, અને ત્યારબાદ, સહકાર આપવો કે ના આપવો એનો નિર્ણય કરીએ તો કેવું ?
મારા મનમાં બીજો વિચાર આવે છે>>>>” એક વ્યક્તિ કે થોડી વ્યક્તિઓ ભેગી મળીને ગરીબોને સહકાર આપવાનો નિર્ણય કરે તો એક “ફંડરૂપે ” મોટી રકમ હોય શકે….જેમાંથી, “બાળકોને શિક્ષણ આપવા ” કે પછી, “બાળકોને કંઈક રોજી માટેનો ધંધો શીખવવા ” પગલાઓ લેવા શક્ય બને…..ગરીબાય હટાવવા માટે આવું “પરિવર્તન” સમાજમાં ખુબ જ જરૂરીત છે.” આ સ્વપ્નરૂપી વિચાર અનેક માનવ હૈયે જન્મે, અને અનેક જગ્યાએ આવા “સામાજીક પરિવર્તન યજ્ઞો” શરૂ થાય એવી પ્રભુને મારી પ્રાર્થના !
>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS
Today, it is September,28,2009…and it is also DASHERO…or VIJAYADASHMI….& so my BEST WISHES to ALL.
Today, I had just published a Post as a Kavya on POVERTY.
To be poor is SAD story for a HUMAN…..Some are born poor,some become poor due to circumstances in life…& yet some (as in India ) are made to be poor & beggers by FORCE. Some try & come out of the Poverty….& to some who TRY sometimes gets the unexpected assistance from others…possibly GOD-INSPIRED.
As we DO NOT know the CIRCUMSTANCES why someone is poor, if you can not help,atleast offer your PRAYERS to those who are in need & NOT SAY BAD ABOUT THESE UNFORTUNATE HUMANBEINGS of the World. I hope you enjoyed reading this Post>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !

23 Comments Add your own

 • 1. વૈભવ રાણા  |  September 28, 2009 at 9:09 pm

  ખુબ જ સુંદર રચના, આપના ભાવોને ખુબ જ સરસ રીતે વ્યક્ત કર્યા છે આ કાવ્યમાં. કાવ્ય પછીના બે શબ્દો વાંચવા ગમ્યા.

  Reply
 • 2. દક્ષેશ  |  September 28, 2009 at 9:33 pm

  ગરીબી એ માનવને માટે મોટામાં મોટો અભિશાપ છે. ઘણાં કહે છે કે દુઃખ હોય તો પ્રભુનું ભજન સારી રીતે થાય, પરંતુ સુખમાં પણ પ્રભુનું ભજન થઈ જ શકે છે. એટલે ભજન માટે દુઃખ અથવા ગરીબી ઈચ્છવાયોગ્ય નથી. ઘણીવાર વ્યક્તિ સંજોગોને આધિન થઈને લક્ષ્મીહીન બને છે, ઘણીવાર માનવનો પુરુષાર્થ એમાંથી બહાર નીકળવા પૂરતો નથી થઈ પડતો તેવા સંજોગોમાં બીજા માનવોની એને સહાયતા પહોંચાડવાની ફરજ થઈ પડે છે.
  બીજી પણ એક વાત પણ છે – ભિખારીઓને મદદ કરવાથી પુણ્ય મળે છે અને લોકો એને મને-કમને પણ પૈસા આપે છે. પરંતુ સમાજમાં એવા કેટલાય એવા કુટુંબો હોય છે જેઓ આર્થિક સંકડામણ તો ભોગવે છે પણ સામાજિક શરમને લીધે કોઈની આગળ હાથ લાંબો કરી શકતા નથી. એવા લોકોને મદદ કરવી પણ જરૂરી છે, જેથી એમની ખુમારી, અને ટટ્ટારી જળવાઈ રહે.
  મદદ કરનારે પણ મદદ એવી રીતે કરવી જોઈએ કે જેથી લેનારને ઉપકારનો ભાવ ન લાગે.
  ચંદ્રકાતભાઈ, લેખની શરૂઆતમાં તમે મૂકેલ ભજન ભલે સાહિત્યિક રીતે મૂલ્યવાન ન હોય, પણ તેમાં અને લેખમાં વ્યક્ત થયેલ વિચારો ઉમદા છે. વિશેષતઃ તમારું માનવીય કાર્ય, હાથ લાંબો કરી બીજાને મદદરૂપ થવાનું કાર્ય સમાજના અન્ય લોકોને પ્રેરણારૂપ બને તેવું છે.

  Reply
 • 3. DR. CHANDRAVADAN MISTRY  |  September 28, 2009 at 11:13 pm

  Dear Vaibhavbhai…& Daxeshbhai,
  THANKS for your visits/comments for the Post ….
  Vaibhavbhai, you were the 1st to comment & your words give me all the encouragement to continue publishing …..
  Daxeshbhai, You had REVISITED my Blog & your comment is Very Thoughtful & it gives the further light on those who kept themselves hidden from the Society, and do not wish to expose their misery to the public…..And, yes it is to discover them & silently assist them …& may be that little assistance may be able to give them “the needed push “to come out os the POVERTY !
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 4. Ramesh Patel  |  September 29, 2009 at 12:01 am

  જ્યારે માવવી એની આળસને ખસેડી પુરૂષાર્થ કરવાનો નિર્ણય મક્કમતાથી અમલમાં મુકે ત્યારે એ “ગરીબાયની જાળ ” માંથી મુક્ત થઈ શકે છે,

  પૈસે ટકે ભલે સુખી આજે રહું હું,
  ઉદારતાથી ભરપુર હંમેશા રહું હું ,
  દયા કરજે, ઓ મારા પ્રભુજી,

  પ્રેરણારૂપ સાહિત્યિક
  Congratulation,for sharing noble feelings.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 5. sudhir patel  |  September 29, 2009 at 12:18 am

  Very nice inspiring Geet and your thought provoking two words!!
  Thank you for sharing your useful experience that someone can follow for the betterment of the society/community.
  Sudhir Patel.

  Reply
 • 6. pravinash1  |  September 29, 2009 at 2:45 am

  Yes, Wonderful work and really caring things.
  On the auspicious day of Dushera nice work
  visit
  http://www.pravinash.wordpress.com

  Reply
 • 7. Capt. Narendra  |  September 29, 2009 at 4:02 am

  Very inspiring poem. What you have done is with humility, which is very important in whatever a person does. There is not an iota of pride in your statement, which I am sure will inspire people like us to do the best we can, anonymously, if possible. There lies the beauty of selfless contribution. You have brought these points so succinctly in both your poem and its paraphrase.

  Reply
 • 8. atuljaniagantuk  |  September 29, 2009 at 4:09 am

  ગરીબો પ્રત્યે સહાનુભુતી દર્શાવતુ સુંદર ભાવકાવ્ય. તથા ગરીબો માટે કશુંક કરી રહેલ તથા કરી છૂટવાની ભાવના ધરાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ. ખરેખર તો જ્યાં જે કાઈ સહાય આપણે કરી શકીએ તે કરવી જોઈએ જેમ કે ગરીબોને અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરેની. વિદ્યાર્થિને શિક્ષણ માટે, સમાજમાં રહેલા કુરિવાજો ને અટકાવવા માટે, સારુ કાર્ય કરતા હોય તેમને ટેકો આપવા વગેરે. પણ સાથે સાથે સહાય મેળવનારે પણ પોતાનું જીવન સુધારવા માટે કટીબદ્ધ થઈને આજીવન સેવા લીધા જ કરવાને બદલે જ્યારે તે પગભર થાય ત્યારે પોતે મેળવેલ સહાયને પાછી સમાજને આપીને પોતાનું ૠણ અદા કરવું જોઈએ.

  બાકી તો ગીતાવાક્ય અનુસાર “તપ, યજ્ઞ અને દાન” હંમેશા કરતાં રહેવા જોઈએ.

  Reply
 • 9. neetakotecha  |  September 29, 2009 at 7:12 am

  garibay aape eno vandho nahi pan jyare garibi hoy tyare swaman thi jivvani takat aap..ane aaju baju vada pan man aavape evi vyavastha kar..karan garibi nathi todti pan loko ni njar todi nakhe che..

  Reply
 • 10. Harnish Jani  |  September 29, 2009 at 12:02 pm

  Very True-You have nicely woven your experience in your poem.
  I liked it.

  Reply
 • 11. pragnaju  |  September 29, 2009 at 12:53 pm

  ખૂબ સરસ પ્રાર્થના
  યાદ આવી
  વિવિધ વેશ વાહનથકી સજ્જ બનેલ સમાજ
  જોઇ પોતાનો હસ્યા શંભુ ગરીબનવાજ.

  કોઇ મુખવિણ વિપુલમુખ, પદ કર વિણ કોઇ,
  કોઇને પદ કર વિવિધ, આંખરહિત કોઇ

  કોઇ અનેક આંખથી જગત રહ્યા જોઇ,
  હૃષ્ટપુષ્ટ કોઇક તો અતિ દુર્બળ કોઇ

  Reply
 • 12. arvindadalja  |  September 29, 2009 at 5:06 pm

  સરસ રચના. અભિનંદન આપે જે ગરીબો પ્રત્યે સંવેદના દર્શાવી છે તે ખૂબ જ સુંદર છે. ગરીબોની ગરીબાઈ મીટાવવા મફત ભોજન આપવાનું જે આપણાં સમાજે સ્વીકાર્યું છે તે બંધ કરી તેમને હંમેશ માટે કામ કરતા કરવા જોઈએ. હા અપાહિત કે અપંગ લોકોને ભોજન આપવામાં કોઈ નુકશાન નથી. પરંતુ જે કામ કરી શકે તેમ છે તેમને મફત ભોજન આપી આપણે જાણ્યે-અજાણ્યે તેમની કામચોરીને પોષી રહ્યા હોઈએ તેવું મારું માનવું છે. પુરૂષાર્થ વગર કોઈની પણ ગરીબાઈ દૂર ના જ થઈ શકે ! કમભાગ્યે ગીતાના સંદેશનું પણ આપણે મનભાવે તેવું અર્થ ઘટન કરી નાખીએ છીએ અને બીજો કોઈ આવશે અને આપણી ગરીબાઈ કે મુશ્કેલી કે દુઃખ દૂર કરી જશે તેવી અપેક્ષા રાખતા થઈ જઈએ છીએ ! મારી ગરીબાઈ કે અન્ય મુશ્કેલી કે દુઃખ દૂર કરવા મારે જ પુરૂષાર્થ કરવો રહ્યો તેવો સંદેશો જ મળતો રહેવો જોઈએ ! આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખૂબજ સરાહનીય અને ધન્યવાદને પાત્ર છે જ. જરૂરિયાત વાળાઓને લાગણી ભરી હુંફ અને હિમત આપવી રહી કે જેથી તે સ્વાવલંબી બને પોતાના ભવિષ્યનું ઘદતર તે પોતેજ કરતો થાય ! અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

  Reply
  • 13. DR. CHANDRAVADAN MISTRY  |  September 29, 2009 at 5:19 pm

   Arvindbhai…you are RIGHT…those who are able & poor must be given the needed support so he/she can earn his/her LIVING. This needs the AWAKENING in our SAMAJ…..& instead of organizing the “FREE FOOD ” days , the Organizers should look at them & SPEAK/ENCOURAGE them to some JOBS…If such an approach is taken soon there will be FEWER in that GROUP coming for the FREE MEALS.
   May God give the PRERANA to MANY!
   THANKS, Arvindbhai for your VISIT/COMMENT on the Site !
   CHANDRAVADAN.

   Reply
 • 14. Neela  |  September 30, 2009 at 3:52 am

  ગરીબાઈ હટાવવાનો વિચાર સારો છે. સુંદર રચના.

  Reply
 • 15. Dr.Shashikant Mistry  |  September 30, 2009 at 7:36 pm

  These are the thoughts of a person with very compassionate heart and willingness to do some thing for the unfortunate people in our society.
  May his thoughts inspire many to do some relief work for the poor in whatever way it is appropriate. It is generally true that you are remembered for what you do for others in your life time. We all know that when the time comes to say goodbye to the world, money and material comforts are not coming with us. So it must be used with care during the life time so that family is well looked after as well as the needs of poor and unfortunate people in society are catered for. Help must be given in such a way that self respect of those receiving help is not hurt in any way.

  Shashibhai

  Reply
 • 16. DR. CHANDRAVADAN MISTRY  |  October 2, 2009 at 2:08 am

  This is an Email Response from Balvantbhai>>>>

  Flag this messageRe: NEW POST…..GARIBAY DUR KAROThursday, October 1, 2009 5:53 PMFrom: “balvant patel” View contact detailsTo: “chadravada mistry” Cc: “Ratilal Chandaria” , “Uttam Gajjar” , “harnish Jani” Chandravadanbhai,
  Yes, May God remove proverty,
  both mental and financial,
  Balvant

  Reply
 • 17. સુરેશ જાની  |  October 2, 2009 at 2:36 am

  તમે કરેલાં કામો ખરેખર મહાન છે. બહુ ઓછા લોકો આમ સ્વાર્થમાંથી બહાર આવી શકે છે.

  Reply
 • 18. પ્રવિણ શ્રીમાળી  |  October 2, 2009 at 4:08 am

  સાહેબશ્રી,
  ગરીબાઈ તમે અને મેં જોઈ છે અને તે કેવી હોય છે તે આપણને ખબર હોય છે, તેથી તે દિવસો કયારેય ભૂલાઈ નહીં, તેને હંમેશા યાદ રાખવા જોઈએ અને તે દ્વારા તેમાંથી જ એક મદદ નો અંતર નો આવાજ આવ્યા કરશે, જેથી આ મદદ અને જનકલ્યાણનું ઝરણું કયારેય સુકાશે નહીં.

  હોય ભુખ્યાને અન્ન રોટલો,’ને તરસ્યાને પાણી,
  હોય ગરીબ નિરાધારને ઝુપડી, માંગુ એટલું તારી દયાને જાણી,
  દયા કરજે, ઓ મારા પ્રભુજી,
  કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૫)

  તમારી આ પંકિતઓમાં ખુબ જ ભાવવાહી માં ડૂબાડી ને ભાવમય બનાવી દીધા.ઈશ્વર હંમેશા તમારી સાથે છે, બસ આપ કર્મ કરતાં રહો, જે ફળ મળશે તે ચોક્ક્સ મીઠાં હશે.

  Reply
 • 19. Dilip Gajjar  |  October 2, 2009 at 7:14 am

  ધન-દોલતના લોભમાં જરા મુરખ બન્યો જ્યારે,
  અમીરીમાં ગરીબીના દર્શન બતાવતો હતો તું ત્યારે,
  દયા કરજે , ઓ મારા પ્રભુજી,
  ગરીબાઈ વિષે આપે અંતરના ભાવથી કાવ્યમાં વાત કરી છે…માનવ ગરીબ હોય શકે પણ દીનતાપૂર્વક ન આપવું પણ એક ભાઈ તરીકે માનવ ગૌરવ જાળવી આપવું જોઈએ.વૃત્તિની ગરીબાઈ પણ દૂર કરવી જોઈઅએ..માંગણીયા વૃત્તિ આ ગરીબાઈ જ છે..

  Reply
 • 20. Vishvas  |  October 2, 2009 at 12:31 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,

  ગરીબાઈ. પૈસાની ગરીબાઈ કરતાં પણ વધું આજે માનવીમાં માનવતાની ગરીબાઈ આવી ગઈ છે.જેમ આપે કહ્યું કે જો માનવી પોતાની આળસ ખંખેરી મહેનત કરે તો તે કદાચ આર્થિક તંગીમાંથી તો બહાર આવી શકે પણ જ્યારે માનવતા અને દયાના મુલ્યોમાંની ગરીબાઈ દુર કરવી તો બહું મુસ્કેલ થઈ ગઈ છે અને તે માનવતા ટકાવી રાખવી જરૂરી છેઆને એકલા ખાવા કરતાં સાથે મળિને ખાવામાં ખરેખર આનંદ મળે છે ભલે ને એ મિષ્ટાન્નને બદલે બટકું રોટલો હોય.
  આ માટે ૨૭મી સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી JOY OF GIVING WEEK ઉજવવામાં આવવાનું છે આ માટે તમે મારા બ્લોગ અથવા http://joyofgivingweek.org ની મુલાકાત લઈ શકો છો.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 21. Ishvarbhai R. Mistry & Family  |  October 2, 2009 at 4:25 pm

  Very god poem about poverty , help is one.pray for their
  betterment .Well said chandravadanbhai.
  Thank you for sharing.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 22. DR. CHANDRAVADAN MISTRY  |  October 5, 2009 at 4:29 pm

  Another Email Response of BALVANTBHAI for this Post>>>>

  Flag this messageRe: NEW POST…..GARIBAY DUR KAROSunday, October 4, 2009 4:35 PMFrom: “balvant patel” View contact detailsTo: “chadravada mistry” 
  Chandravadanbhai,
  On second thought yesterday,
  can we pray like this —
  God may help those
  who try to remove their poverty
  both mental and financial ?
  Balvant Patel

  Reply
 • 23. Patel Popatbhai  |  January 29, 2010 at 6:20 am

  Shri Chandravadanbhai

  Bhav Saro chhe, Pan

  ‘ MANSIK ‘ Garibai ???

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: