હટાવો બિમારી !

સપ્ટેમ્બર 19, 2009 at 2:50 પી એમ(pm) 20 comments

હટાવો બિમારી !

હટાવો બિમારી !
હું તો તંદુરસ્તી ચાહું !…….(ટેક)
બિમારી કારણે, દવા કે હોસ્પીતાલ સારવારની જરૂર પડી,
તો, પ્રભુએ જ સહાય કરવા મુજ હૈયે પ્રેરણાઓ દીધી,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો…(૧)
જન્મભુમીએ નથી હોસ્પીતાલ કે દવાખાનું,
પ્રથમ દવાખાનું અને પછી હોસ્પીતાલ ગામે થાવું,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો….(૨)
દાનસહકારરૂપે “વીલચેર” કે “ક્રચીસ”દીધા, જેને જરૂરત હતી,
આંખના ઓપરેશન માટે પણ સહાય કીધી,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો….(૩)
કંઈક કર્યાનો આનંદ હતો છતાં કરવું છે વધુ,
“હેલ્થ સેન્ટર” પાલનપુરે કર્યાનો સંતોષ હૈયે લાવું ,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?…..હટાવો…..(૪)
હવે, ચંદ્ર હૈયે છે ખુશીઓ ઘણી,
છતાં, કંઈક વધુ કરવા હૈયે આશાઓ ભરી,
તો, એવી આશાઓ સાથે, હૈયે ખુશીઓ કેમ ના લાવું?….હટાવો….(૫)
કાવ્ય રચના….ઓગસ્ટ, ૨૦, ૨૦૦૯         ચંદ્રવદન.

બિમારી હટાવો…બે શબ્દો

આજે તમે મારૂં કાવ્ય “હટાવો બિમારી” વાંચ્યું ….એ વાંચી,તમોને થોડો ખ્યાલ આવ્યો હશે કે મેં મારી જનકલ્યાણના કાર્યોની સફરમાં મેં “માનવ તંદુરસ્તી”ને મહત્વ આપ્યું છે. માનવી માટે રોગ/બિમારી એ એક “મહાન દુઃખ ” છે. હા, કોઈ પણ ઈચ્છતું નથી કે એને બિમારી મળે…તેમ છ્તાં, અનેક કારણોસર એને બિમારી સહન કરવી પડે છે. આ બારે મેં આગળ એક બિમારીઓ બારે પોસ્ટ પ્રગટ કરી હતી જે તમે નીચેની “લિન્ક” (LINK)થી ફરી વાંચી શકો છો>>>>
https://chandrapukar.wordpress.com/2009/07/25/
હવે, આજે તમે મારૂં કાવ્ય વાંચ્યું આ કાવ્યમાં છંદ/જોડણી ના શોધશો…ફક્ત “હ્રદયભાવ” નિહાળશો., અને મારા જીવનમાં થયેલા કાર્યો બારે જાણવા માટે જ ઈચ્છાઓ રાખશો.
મારી “મેડીકલ સહકાર”રૂપી સફરમાં પ્રથમ મેં એક વ્યક્તિગત કોઈને સહાય આપી એક શુભ શરૂઆત કરી, અને સાથે સાથે ” અનેકને લાભ મળે ” એવા ભાવે કંઈક કરવા પ્રયાસ કર્યો છે, અને એનું વર્ણન હવે કરી રહ્યો છું .
(૧) આર્યુવેદીક દવાખાનું, વેસ્મા, ગુજરાત.
“શ્રી વેસ્મા રામચંદ્રજી મંદિર સેવા મંડળ ટ્રસ્ટ” નામે  એક સંસ્થા વેસ્મા ગામે અનેક વર્ષોથી છે. એ સંસ્થાએ ૫૦ વર્ષ ૧૯૯૨/૯૩માં પુરા કર્યા ત્યારે ” જુની વાત કે ગામમાં એક હોસ્પીતાલ કે દવાખનું  કરવું જોઈએ ” એ તાજી થઈ….એ સમયે હું વેસ્મા જ હતો કે મને એનું જાણ થયું ……આ વાત આગળ વધી ન હતી અને એથી એને વેગ આપવા માટે મે ગામમા કાર્યકર્તાઓને કહ્યું કે “હું એક મોટી રકમ દાનરૂપે આપવા તૈયાર છું , જો તમે આ કાર્યને હસ્તે લઈ, પત્રીકાઓ છપાવી, આગળ લઈ જવા ઈચ્છાઓ રાખો તો “…ગામવાસીઓને પ્રેરણાઓ મલી…પત્રીકાઓ થઈ અને દાન-સહકાર માટે અપીલ થઈ. મેં પણ. વચન આપેલું તે પ્રમાણે દાનની રકમ મોકલી, અને વધુમાં કહ્યું કે “પરદેશમાં અન્ય પાસે દાન સહકાર મેળવવા હું બનતો પ્રયાસ કરીશ ” પ્રભુએ અનેકને પ્રેરણાઓ આપી, અને હું સારૂં ફંડ ભગું કરી મોક્લ્યું…..મારા દાન તેમજ મારી દર્શાવેલી ઈચ્છાઓને માન આપી કાર્યકર્તાઓએ દવાખાનાનું નામકરણ “સ્વ. માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી તથા સ્વ. ભાણીબેન માધવભાઈ મિસ્ત્રી ધર્માદા આયુર્વેદિક દવાખાનું ” રાખ્યું, અને આ દવાખાના માટે ફંડરૂપે ભેગા કરેલા પૈસાને બેન્કમાં “ફિક્સ ડીપોસીટ”તરીકે રાખી, એના વ્યાજમાંથી દવાઓ ખરીદી, એક ડોકટર રાખી સેવા આપવી…..આ કાર્ય માટે ૨ રૂપીઆ જેવી “ટોકન ફી ” થી જ કાર્ય કરવું…આ દવાખાનાનું જ્યારે ઉધઘાટન થયું ત્યારે મારા હૈયે ખુબ જ ખુશી હતી.
થોડા વર્ષો આ પ્રમાણે આર્યુવેદિક દવાઓનો લાભ અનેકને મળ્યો……અને, પછી, “અલોપથી” દવાઓ પણ આપવાની શરૂઆત કરી. …આજે, અનેક વર્ષોથી આ દવાખાનું સારી રીતે ચાલે છે. શરૂઆતમાં કરેલા ફંડ બાદ, અનેકે સારો દાન-સહકાર આપ્યો છે અને એથી, અનેક લાખોનું ફંડ બેન્કમાં હોવાથી આ દવાખાનું અનેકને લાભ આપી સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે…..આ સફળતામાં  કાર્યકર્તાઓની સેવા, દાનવીરોનો સહકાર તેમજ પ્રભુની ક્રુપા આધારીત છે. બસ, મારી ગુજરાત.તો એક જ પ્રાર્થના છે કે આ દવાખાનું હંમેશા ચાલતું રહે !
(૨) સાર્વજનિક હોસ્પીતાલ, વેસ્મા,
વેસ્મા ગામ નેશનલ હાઈવે ૮ પર આવેલું છે. ગામ વસ્તી પ્રમાણે મોટું કહેવાય, અને બજારના કારણે તેમજ હાઈવે હોવાના કારણે અનેક ગામનો લાભ લેતા હોય છે. આટલું મોટું ગામ હોવા છ્તાં, ગામમાં હોસ્પીતાલ ન હતી…..એક ડોકટર તરીકે મેં ગામમાં હોસ્પીતાલ હોવાના સ્વપના નિહાળ્યા હતા…….કોઈક વાર ગામના રહીશો પણ ગામમાં હોસ્પીતાલ હોય એવી ચર્ચાઓ કરતા….ત્યારે જાણ્યું કે અનેક વર્ષો પહેલા એક “વૈદકીય રાહત મંડળ, વેસ્મા ” નામે એક સંસ્થા શરૂ થઈ હતી, અને એ એક હેતુ સાથે….”ગામમાં એક મેડીકલ સારવાર માટે દવાખાનું/હોસ્પીતાલ હોય “અને એક જમીન પણ હક્કે હતી. ગામવાસીઓ ગામના મુખી મારફતે એક ઉઘરાણું પણ શરૂ કરેલું….એને સફળતા ના મળેલી એથી અનેક હાતાશ હતા…..એ સમયગાળા દરમ્યાન મારો મિત્ર (કુમાર શાળાથી) કેનેડા ફરવા આવ્યો હતો તે મારા ઘરે આવ્યો..ફરી હોસ્પીતાલની ચર્ચઓ થઈ ત્યરે મેં એને કહ્યું કે” તું જ્યારે ભારત જાય ત્યારે વેસ્મા જઈ ગામવાસીઓની મીટીંગમાં જઈ ઉત્સાહ રેડીશ અને હહીશ કે પરદેશમાંથી પણ સારૂં ફંડ મળશે “……આ પ્રમાણે , થયું અને “નવી કમીટી ” થઈ અને હોસ્પીતાલ માટે યોજના થઈ..પત્રીકાઓ છપાય…..અને, પ્રભુક્રુપાથી સારો સહકાર મળવા લાગ્યો..મારો મિત્ર આરકીટેટ હતો અને એણે રસ લઈ મહાનનું ડ્રોઈંગ પણ કર્યું અને બાંધકામ સમયે માર્ગદર્શન આપવા વચન આપ્યું ..એ સમયે યોજનામાં ૩લાખના દાને “મેટરનીટી વોર્ડ” (Maternity Ward ) હોય શકે એવું હતું તો મેં મારા મિત્ર જયંતિને કહ્યું કે ” તારી માતા તને જ્ન્મ આપી ગુજરી ગઈ હતી….અને મારે મારી માતાની યાદમાં કંઈ કરવું છે ..તો, આપણે એ થઈ કેમ આ દાનની રકમ આપીએ ? …જે થકી, તારી અને મારી માતાની યાદ એક જગ્યાએ હોય શકે” ..એને આ વિચાર ગમ્યો..અને આજે એ હોસ્પીતાલે મેટરનીટી વોર્ડ પર  મારી માતા “ભાણીબેન ” તેમજ એની માતા “પાર્વતીબેન” નું નામ છે….એ મારા માટે ઘણા જ આનંદની વાત છે !
આ સિવાય, મેં અન્યને પ્રેરણા આપી, અને “બાળકોનો વોર્ડ” તેમજ ” પેથોલોજી” અને અન્ય માટે પરદેશથી સહકાર મળ્યો.
૨૦૦૫માં એક મોટા દાનવીર ફેમીલીના સહકાર કારણે ” અમ્રુતલાલ દેસાઈ” ના નામકરણે આ હોસ્પીતાલ શરૂ થઈ ત્યારે ખુબ જ ખુશી હતી…
થોડો સમય હોસ્પીતાલનું કાર્ય સારી રીતે ચાલ્યું…પણ કાર્યકાર્તાઓના વચ્ચે બરાબર ના રહેતા તકલીફો આવી….ત્યારે, જાણ્યું કે કમીટીમાં ફેરફારની જરૂર છે…તો, અમેરીકાથી પત્રો લખ્યા…અને અંતે, કમીટી બદલાય અને ગામની મુશલીમ કોમ્યુનીટીનો સહકાર મળ્યો..અને, મુશલીમ ટ્રસ્ટ રાહત મંડળ સાથે જોડાઈ જઈ “ફાઈનાન્સીયલ સપોર્ટ ” કરવા લાગ્યા..અને, હોસ્પીતાલે ઓછા પૈસે ઓપરેશન શરૂ થયા, અને મેટરનીટીમાં મફત ડીલીવરી માટે ગોઠવણ થઈ….હવે, આ હોસ્પીતાલ બહું જ સારી રીતે ચાલે છે.
(૩) હેલ્થ સેન્ટર, પાલનપુર, ગુજરાત.
અનેક વ્યક્તિગત મેડીકલ સહાયના કાર્યો બાદ મને ઘણી વાર વિચારો આવતા કે “એક હેલ્થ સેન્ટર હોય તો, એ દ્વારા એક નહી પણ અનેકને સહકાર આપી શકાય ! “…..બસ, આ વિચાર મારા મનમાં ફરી ફરી આવતા, મારા હૈયામાં એ રમવા લાગ્યો…ત્યારે મને પ્રભુએ જ સમજ આપી કે ” આવું કાર્ય કરવા માટે કોઈ સંસ્થાની જરૂરત, અને સહકાર જોઈએ !”….અને, મેં મારા પાલનપુર રહીશ મિત્ર ગોદડભાઈને યાદ કર્યા, અને મારા વિચરો મેં એમને જણાવ્યા….એને મેં વધુમાં કહ્યું કે “જો આ પ્રમાણે શક્ય થાય તો હું તેમજ મારા સ્નેહી ડો, શશીકાન્તભાઈ તરફથી મોટુંદાન હશે. ” એમણે આ વાત ” શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર ” ની સંસ્થાના કાર્યકર્તાઓને કહી, અને, સંસ્થાએ નામકરણ સાથે દાનનો સ્વીકાર કરવા નિર્ણય લીધો…અમે બન્ને જણાએ દાનની રકમ પોંહચતી કરી ……અને, રવિવાર, જુલાઈ , ૫, ૨૦૦૯ના શુભ દિવસે ” ડો. ચંદ્રવદન એમ. મિસ્ત્રી અને ડો. શશીકાન્ત ડી. મિસ્ર્તી હેલ્થ સેન્ટર ” ના નામે આ સેન્ટરની શરૂઆત થઈ ત્યારે ખુબ જ આનંદ હતો.
આ પ્રમાણે, મારૂં એક સ્વપનું પ્રભુએ જ સાકાર કર્યુ…..આ સેન્ટરે ડોકટરો “વોલંટરી સરવીસ” આપે છે, અને જુદા જુદા વિભાગના સ્પેસીઆલીસ્ટો પણ સેવા આપે છે….અનેક્ને લાભ થાય છે…અને આ સેન્ટરના છત્ર નીચે ભવિષ્યમાં “નેત્ર કેમ્પ” ” બ્લડ ડોનેશન ” કે ” હેલ્થ ચેક-અપ ” વિગેરે થશે. …આ સેન્ટરની સફળતા દ્વારા જ્ઞાતીમાં અન્યને પ્રેરણાઓ મળે એવી આશાઓ !
(૪) નૈત્ર-દ્રષ્ઠી દાન સહકાર.
ગરીબાય તેમજ બિમારી/રોગોનું દુઃખ આ માનવીના બે મહાન દુઃખો છે. બિમારી જે કોઈને આવે ત્યારે એ દુઃખી…પણ જો એ ગરીબ હોય તો એની પાસે સારવાર માટે શક્તિ ન્ન હોય ત્યારે એ દુઃખ બયંકર બની જાય છે.
અનેક સંસ્થાઓ મારફતે ઓછા ખર્ચે “શિબીરો” કરી આંખના મોતીઆના ઓપરેશનો થાય છે…અને એવા ઓપરેશનો દ્વારા અનેક “રોશની” મળી છે..….જ્યારે આવી સહાય કરવાની તકો મને મળી ત્યારે પ્રભુપ્રેરણાથી મેં સહકાર આપ્યો છે…..૨૦૦૬/૨૦૦૭માં સુરતની “સાંઈબાબા મંદિર” સંસ્થાએ દન માટે અપીલ કરી ત્યારે મારા મિત્ર જયન્તી ચંપાનેરીઆએ આ બારે મને ખ્યું ત્યારે મેં તરત મારી શક્તિ પ્રમણે સહકાર આપ્યો..અને મારા ભત્રીજા દીલીપને પણ પ્રેરણા આપી…અને કઈક નૈત્ર ઓપરેશનો માટે સહકાર આપવા તક લીધી…!આ પ્રમાણે, “નૈત્ર યજ્ઞ “ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના
(૫) ચાલવાના ક્રચીસ ( CRUTCHES) તેમજ વીલચેર (WHEELCHAIR) સહકાર.
કોઈકને વાગ્યું હોય ત્યારે સપોર્ટ માટે ક્રચીસની ખાસ જરૂરત પડે,…..ત્યારે કોઈ પાસે એ ખરીદવા પૈસા ના હોય…આ વિચારને હૈયે લાવી, કંઈક સહકાર કરવાનો નિર્ણય લીધો…ડો.શશીકાન્તભાઈને વાત કરી , અને ત્યારબાદ, ગોદડભાઈ મારફતે જ્ઞતીમાં જે કોઈને જરૂર હોય તે પ્રમાણે અનેકને સહાય કરી આનંદ અનુભવ્યો.
અને, એક સમયે, મુંબઈ રહીશ મારા મિત્ર વિનોદભાઈએ દ્વારકામાં એક “ના ચાલી શકતા ” એક બાળક્ને એક “વીલચેર ” ની ખાસ જરૂર છે એવું કહેતા મેં તરત એ માટેના દાન-સહકારની સગવડ કરી..અને એ બાળકને એ વીલચેરમાં નિહાળી ખુશી અનુભવી !
આ પ્રમાણે, પ્રભુ વધુ પ્રરણાઓ આપે એવી પ્રાર્થના કરી !
(૬) ઓપરેશન તેમજ દવાઓ/સહકાર.
માંદગી એટલે સારવાર માટે હોસ્પીતાલે દાખલ થવું પડે..ઘણી વાર, કોઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી સહકાર માટે અપીલ થાય……ઓપરેશન ખર્ચ માટે કે દવાઓ માટે કે પછી, લોહી માટે .. એવો ખર્ચ વ્યક્તિની શક્તિ બહાર હોય છે…આવા સમયે, મેં “ફુલ નહી તો ફુલની પાંખડી “રૂપે કંઈક કરવા પ્રભુએ જ પ્રેરણાઓ આપી…..આવી મદદ કરવામાં હું એકલો ના હતો પણ મદદ કરનારા અનેક હતા..એ વિષે મને ખુબ જ આનંદ થાય છે !
તો, તમે અનેક રીતે સહકાર આપ્યો એ બારે જાણ્યું ….તમે પણ તમારી રીતે સહાય કરતા જ હશો…તો. કરતા રહેજો…….અને, જો આવું કાર્ય ના કર્યું હોય તો જરૂરથી કરશો એવી આશાઓ ! CHANDRAVADAN
FEW WORDS

Today, it is Saturday,Sep. 19th,2009……& ASO SUD 1…So the FIRST DAY of NAVRATRI…..and I have just published a New Post on the Topic of JANKALYAN….And, the Discussions on ILLNESS/HEALTH…..and my VIEWS & my ACTIONS for those in need of the ASSISTANCE. The purpose of this Post is to bring the AWARENESS in OTHERS…..I know there are MANY who are PUBLICLY or SILENTLY assisting those in need…BUT more may be INSPIRED for this CAUSE…..& if ONE HUMAN, after reading this Post, resorts to the PATH of ASSISTING OTHERS, then I will be HAPPY & THANKFUL to GOD. I hope you like the Poem & the “BE SHABDO ” in Gujarati>>>>>CHANDRAVADAN

Entry filed under: કાવ્યો.

ઓ નારીઓ, વંદન છે મારા તમોને ! સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય

20 ટિપ્પણીઓ Add your own

 • 1. Capt. Narendra  |  સપ્ટેમ્બર 19, 2009 પર 11:13 પી એમ(pm)

  Such noble thought and noble deeds! It is a good motivation for people to give back to the society what we get from it.

  જવાબ આપો
 • 2. Ramesh Patel  |  સપ્ટેમ્બર 20, 2009 પર 3:41 એ એમ (am)

  એક સ્વપનું પ્રભુએ જ સાકાર કર્યુ.
  many people benifitted.
  Noble work…inspiring us.
  Thanks for sharing.

  Ramesh Patel(aakashdeep)

  જવાબ આપો
 • 3. atuljaniagantuk  |  સપ્ટેમ્બર 20, 2009 પર 6:30 એ એમ (am)

  પ્રેરણાદાયક સત્કાર્યો. ઘણા લોકો એમ માને છે કે કરેલા સુકૃતની જાહેરાત ન કરવી જોઈએ પણ મારા મતે સત્કાર્યો ને પ્રકાશમાં લાવવા જોઈએ કે જેથી અન્યોને પણ પ્રેરણા મળે. દરેક વ્યક્તિ પોતાનાથી બને તેટલું યોગદાન આ રીતે આપની જેમ સમાજમાં આપતાં રહે અને માત્ર વાતો કે લેખો લખવાને બદલે ખરેખર કાર્યો કરે તો સમાજમાં ઘણું સારુ પરિવર્તન આવે.

  ધન્યવાદ.

  જવાબ આપો
 • 4. pragnaju  |  સપ્ટેમ્બર 20, 2009 પર 9:34 એ એમ (am)

  યમારી પ્રેરણા લેવા જેવી વાત
  દવાખાના પણ કહે છે
  તું દવા ખા ના

  જવાબ આપો
 • 5. mrunalini  |  સપ્ટેમ્બર 20, 2009 પર 9:43 એ એમ (am)

  આવ તો કદાચ ભારતમામ જ થાય
  તદ્દન આદિવાસી વિસ્તારમાં – શ્રી ઝીણાભાઈ દરજી, શ્રી જુગતરામભાઈ દવે તથા રાનીપરજ સેવા સભાના સહયોગથી 100મો નેત્રયજ્ઞ – કૅમ્પ થયો અને ત્યારથી ડૉ. દોશીએ ખાનગી પ્રેક્ટીસ બંધ કરીને આ સેવાયજ્ઞ માટે પોતાની જાતને સંપૂર્ણ સમર્પી દીધી. હવે આ નેત્રઅભિયાન ગુજરાત પૂરતું જ નહીં પરંતુ ગુજરાતની સરહદો વટાવી – બિહાર, ઓરિસા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પ્રસર્યું. ડૉ. દોશી અને તેમના સેવાભાવી ડૉક્ટરો છેક બાંગ્લાદેશ સુધી નેત્રયજ્ઞ કરી આવ્યા.
  સને 1970માં પૂ. રવિશંકર મહારાજ આંખની મોટી હોસ્પિટલ ચિખોદરા-આણંદ મુકામે ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંડળે લોકોના દાન ફાળાથી ઊભી કરી. અને ડૉ. દોશીના માર્ગદર્શન હેઠળ બીજી હોસ્પિટલો વડોદરા, ભચાઉ (કચ્છ), દહેગામ, ટાટાનગર (બિહાર)માં ઊભી થઈ અને આજે પણ સારી રીતે સેવાકાર્યથી સુવાસ ફેલાવી રહી છે. સેવાનું એક નાનું સરખું મહારાજે રોપેલ બીજ આજે એક વિશાળ વટવૃક્ષ જેવું બની ગયેલ છે. ગુજરાત નેત્ર રાહત મંડળ દ્વારા આજદિન સુધી અંદાજે આઠ લાખ આંખના દરદીઓની સારવાર અને અંદાજે અઢી લાખ જેટલાં આંખનાં ઓપરેશન થયાં છે. આ નાની સરખી સિદ્ધિ નથી. કદાચ આ એક વિશ્વ રેકોર્ડ હશે. સેવાયજ્ઞનો આ લોકાભિમુખ પ્રયોગ ઘણા નવોદિત કાર્યકરોને સામાજિક ઉત્કર્ષ માટે પ્રેરણારૂપ બનશે.
  આ ભગીરથ મહાઅભિયાન શરૂ કરનાર પૂ. મહારાજ અને ડો. દોશી તથા અન્ય સેવાભાવી ડૉક્ટર-કાર્યકરોને શત શત પ્રણામ અને વંદન.

  જવાબ આપો
 • 6. નટવર મહેતા  |  સપ્ટેમ્બર 20, 2009 પર 12:28 પી એમ(pm)

  આપે ધખાવેલી સેવાની ધૂણી વધારે વધારે પ્રજ્વલિત થાય અને સર્વે જરૂરિયાતમંદોને એનો લાભ મળે અને એમાંથી અન્યોને પ્રેરણા મળે એ જ પ્રાર્થના.

  જવાબ આપો
 • 7. Mukund Desai 'MADAD'  |  સપ્ટેમ્બર 20, 2009 પર 4:20 પી એમ(pm)

  You have still good spirit and love for your mother and mother land.Thats why you little three is developed like Kabirvad? My natve is Sandalpur just near two mils avay from Vesma.It smaller than Vesma.In my school days I used to visit Vesma from my Molsalgam Kharsad. Ihave sweet remembrance of Vesma.Even my Fuvji Maganlai ‘Vashi’ who has Kapadni Dukan in the middle street and there he had his

  જવાબ આપો
 • 8. પ્રવિણ શ્રીમાળી  |  સપ્ટેમ્બર 21, 2009 પર 5:41 એ એમ (am)

  પ્રજ્ઞાબેને સાચું કહ્યું કે દવાખના કહે છે કે તું દવા ખા ના! પરંતુ ના ખાઈએ તો મૃત્યુ આપણ ને ખાઈ જાય! પરંતુ મૃત્યુને પાછું ઠેલનારા આપ જેવા જનસેવાને વરેલાં ડૉકટરો કરે છે.તમારા દરેક કાર્યોમાં સત્કાર્યનું એક નવું જ મોરપીંછ ઉમેરાતું જાય છે અને તે દ્વારા બીજાને પણ કંઈક કરવાની નવપ્રેરણા મળે છે.

  જવાબ આપો
 • 9. Vishvas  |  સપ્ટેમ્બર 21, 2009 પર 12:53 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  સાચી વાત તો એ છે જ કે
  If you lost money you lost nothing,
  but if you lost wealth u lose interest in every activity.
  i modified this hope u like it.,
  આપને અને સમગ્ર પરિવારજનોને નવરાત્રીની ખુબ ખુબ શુભકામનાઓ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ.

  જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 21, 2009 પર 2:33 પી એમ(pm)

  Sunder karya…inspirational to all..
  your’s
  dilip gajjar

  જવાબ આપો
 • 11. Ishvarbhai R. Mistry & Family  |  સપ્ટેમ્બર 21, 2009 પર 4:38 પી એમ(pm)

  Hello Chandravadanbhai, Very good poem and very inspiring. If our health is good we like to do lot of things and have good enjoyment . Pain and suffering should be eredicated .
  Thanks
  Ishvarbhai R Mistry

  જવાબ આપો
 • 12. Harnish Jani  |  સપ્ટેમ્બર 22, 2009 પર 1:57 એ એમ (am)

  Doctor Saheb-I m proud of u-and also I m proud of knowing u-U r doing great service to society.

  જવાબ આપો
 • 13. અક્ષયપાત્ર  |  સપ્ટેમ્બર 22, 2009 પર 11:13 પી એમ(pm)

  આપની પ્રેરણાદાયક સેવાઓ વાંચીને સમાજને કંઈક પાછુ આપવુ જ જોઈએ એ વિચાર મજબૂત થાય છે. હરેક ડોકટર આપની જેમ વિચારે તો તંદુરસ્ત સમાજ રચી શકે. ધન્યવાદ !

  જવાબ આપો
 • 14. અમિત પટેલ  |  સપ્ટેમ્બર 23, 2009 પર 6:03 એ એમ (am)

  ચંન્દ્રવદનકાકા જેવા વિચારો અને દરેક સમાજમાં દાતાઓ હોય તો ” હેલ્ધી હોગા હિન્દુસ્તાન “

  જવાબ આપો
 • 15. Dr.Shashikant Mistry  |  સપ્ટેમ્બર 23, 2009 પર 7:13 પી એમ(pm)

  Heart Congratulations to a very generous,kind,humble and sympathatic doctor who has tried his best to help the needy. He is indeed an inspiration to all as seen by all his services to the poor and needy of India.

  Shashibhai

  જવાબ આપો
 • 16. Tejas Shah  |  સપ્ટેમ્બર 28, 2009 પર 9:30 એ એમ (am)

  પ્રેરણાદાયક વિચારો.
  ધન્યવાદ

  જવાબ આપો
 • 17. Mukund Desai 'MADAD'  |  સપ્ટેમ્બર 29, 2009 પર 6:47 એ એમ (am)

  I read your blog site regularly with interest.Vesma is Sandalpur’s nebour village. I have weet remembrance of Vesma.

  જવાબ આપો
 • 18. pravinash1  |  નવેમ્બર 6, 2009 પર 11:35 એ એમ (am)

  You are doing wonderful job. Yes, we owe our Janmbhumi a lot. I wish we Indians living in America will never forget our roots.
  We have taken from the society A LOT. Now it is a pay back time.
  Congretulations.
  visit http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 19. smdave1940  |  નવેમ્બર 12, 2009 પર 5:41 એ એમ (am)

  Good information on the organisation and persons working for taking health care

  જવાબ આપો
 • 20. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 5:51 એ એમ (am)

  Tamara Uttam Vicharothi Uttam Karyo Thay Chhe.

  Bahen Mrulanigi ae Vidhyarthi Jivan Yad Karavyun.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: