ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

સપ્ટેમ્બર 14, 2009 at 3:37 પી એમ(pm) 28 comments

 

     
 

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

નિહાળું માતા તુંજમાં,
નિહાળુ પત્ની તુંજમાં,
નિહાળૂ બેન,દિકરી તુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !…….ઓ નારી……(૧)
નિહાળુ અપાર શક્તિ તુંજમાં,
નિહાળુ સહનતા વિષેશ તુંજમાં
નિહાળુ સ્નેહ દેનાર યુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !….ઓ નારી……(૨)
નિહાળુ ક્ષમાનો ભંડાર તુંજમાં,
નિહાળુ દયાનો ખજાનો તુંજમાં,
નિહાળુ પરિવારનો આધાર તુંજમાં ,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી…..(૩)
નર જાતીએ પદ નીચુ દીધુ, તો ક્ષમા કરજે,
અપમાનો ઘણા સહન કરવા પડ્યા, તો ક્ષમા કરજે,
હવે, એકતાના ત્રાજવે, અભિમાન ના લાવજે,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી……(૪)
  
કાવ્ય રચના….ઓગસ્ટ,૨૧, ૨૦૦૯           ચંદ્રવદન.
  
 
 
 
 
 
 

નારીઓને વંદના….બે શબ્દો

આજે તમે નારીઓના વંદનારૂપે મારૂં કાવ્ય “ઓ, નારીઓ, વંદન છે મારા તમોને!” વાંચ્યું. મારો હ્રદયભાવ જાણ્યો. પણ, એ થકી, તમે મારા જીવનમાં શક્ય થયેલ “નારી સહકાર “બારે કાંઈ જ ના જાણ્યું …..તો, હવે, આ “બે શબ્દો” દ્વારા એ હું જણાવી રહ્યો છું.
આગળની પોસ્ટમાં મારૂં બચપણ મારી માતા સાથે ગયું હતું તે જાણ્યું ….અને, મારા જીવનના ઘડતરમાં મારી માતાનો પ્રભાવ ઉંડો છે, એ એક સત્ય છે. માતાને પુજ્ય ગણતા, જગતની સૌ માતાઓને પણ વંદના કરી હોય એવું થાય…અને, એ થકી, સર્વ નારીઓને વંદના.મારા સંસારી જીવનમાં એક પત્ની અને સંતાનરૂપે ચાર દીકરીઓ, અને આથી, ઘરમાં ૬ નારીઓ……આવા વાતાવરણે, મારો નારીઓ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો. અને, મારૂ જીવન વહેતું ગયું.
મારી પ્રજાપતિ જ્ઞાતી તરફ નજર કરી તો, જ્ઞાતીમાં કન્યાઓ શિક્ષણ આપવા માટે જોઈએ તેવો ભાર/ઉત્સાહ ના હતો. એ પ્રમાણે, અન્ય જ્ઞતીઓમાં પણ એવું જ નિહાળ્યું …..સંસારમાં નારીઓનું પદ ,સમયના વહેણમાં,નીચે પડવા લાગ્યું હોય એવું અનુમાન થયું …..નારી કાંઈ બોલતી ના હતી,….ચુપચાપ આ અન્યાયને સહન કરતી હતી…કિન્તુ, એના હૈયામાં એક મહા વેદના સાથે એક દિવસ એને ન્યાય મળશે  અને નારી પદ પુરૂષોની સરખામણીએ “એક સરખું ” હશે એવી આશાઓ હતી.
સમય વહેતો ગયો….અને, જુની વિચારધારાને બદલે “નવા વિચારો” અમલમાં મુકાતા, સંસારે એક “પરિવર્તન” આવ્યું. હવે, કન્યાઓને શિક્ષણ માટે ઉત્તેજન અપાય છે…..હવે, કન્યાઓ/સ્ત્રીઓ ઘર બહાર જઈ કામ/નોકરીઓ પણ કરે છે…અને, અનેક નારીઓએ સંસારી જગતમાં ઉચ્ચ પદવીઓ પણ મેળવી છે. …હવે, નારીઓના હૈયે છુપાયેલી “સમતોલ ભાવે તુલના” માટેની આશાઓ પુર્ણ થતી હોય એવું થવા લાગ્યું છે….પણ મારૂં માવવું છે કે ” પુર્ણ પરિવર્તન ” માટે હજૂ થોડો વધુ સમય લાગશે, અને મને શ્રધ્ધા છે કે એક દિવસ એવો હશે કે સંતાનરૂપે દીકરો કે દીકરી હોય પણ એને આ જગતમાં આવકારો એક સરખા ભાવે  આનંદ સાથે અપાશે !
હવે, જુદા જુદા વિષયે મારા નારીઓ માટેના વિચારો સાથે થોડા શક્ય થયેલા કાર્યો>>>>>>
(૧) ગરીબ/ વિધવા નારી-સહકાર..કોઈ પણ માનવી ગરીબ હોય એ એક મહા-દુઃખ કહેવાય…..કિન્તુ, જ્યારે એ નારી ગરીબ અને વિધવા હોય ત્યારે એની વધેલી જવાબદારીઓ સાથે જે એના હૈયે દુઃખ હોય તેની તો આપણે કલ્પના જ કરવાની હોય છે , અને ખરેખર તો જે મારી એવું દુઃખ અનુભવી રહી હોય એ જ જાણી શકે.
આવા વિચારો સાથે, મેં મારા જીવનમાં આગેકુચ કરી. પ્રથમ, વ્યકતીગત કોઈને પૈસા કે અન્ન કે અન્ય સહકાર આપવાની તકો લીધી. પણ, મારૂં હૈયું પૂકારી રહ્યું હતું કે ” કંઈક એવું કર કે એ સહાયતાથી નારી એના પગ પર ઉભી રહી, જાતે પોતાનું ગુજરાન કરી શકે ! “…..અને ત્યારબાદ, કોણ જાણે કેમ એક દિવસ પ્રભુએ એક “સિવણકામનો સંચો ” મનમાં વિચારરૂપે મુક્યો……એ વિચાર, ફરી ફરી આવ્યો, અને એક દિવસ મેં આ વાત મુંબઈ રહીશ વિનોદભાઈને કહી…અને પછી, જાણ્યું કે એક સંચાની કિંમત આશરે ૪૦૦૦-૫૦૦૦ રૂપીઆ હોય શકે. તો, મેં તરત સુચન કર્યું કે ” એક સંચો ખરીદો, અને સમાજમાં કોઈ ગરીબ વિધવા નારી હોય તેને  દાન સહકારરૂપે મારા તરફથી આપો ! “…થોડો સમય વહી ગયો, અને એક દિવસ વિનોદભાઈએ કહ્યું કે મુંબઈની એક લતાબેન યોગ્ય છે...મેં તરત હા કહી….પા્છળથી વધુ જાણ્યું કે લતાબેન ૩૫ વર્ષના એક ગરીબ વિધવા હતા, અને સંતાનો હતા, અને ગુજરાન માટે માટી કે ઈંટો ના ટોપલાઓ ઉંચકી સખત મજુરી કરતા હતા.  એ લતાબેને ટુંક સમયમાં જ સીવવાનું શીખી, ઘર ઘર જઈ, સીવવાની કામ હાથે લીધું ….એમનું અને પરિવારનું ગુજરાન કરતા બચત પણ હતી, અને હવે ઘર બહાર જઈ મજૂરી કરવી પડતી ના હતી…અને પરિવારે સૌ ખુશી આનંદમાં હતા આ જાણી, મારા હૈયે જે આનંદ થયો તે કેમ દર્શાવું ? અને, ત્યારે જ નિર્ણય લીધો કે ” આ જ પ્રમાણે, મારે અન્યને મદદ કરવી છે ! “
ત્યારબાદ, મુંબઈમાં અન્યને, સૌરાષ્ઠ્માં અનેક શહેરોમાં “સિવણકામ સંચારૂપી સહકાર” આપવાની તકો લીધી…….તેમ છતાં ,મારૂં હૈયું મને વધુ ક્રરવા કહી રહ્યું હતું  મેં મારા મિત્ર ગોદડભાઈને યાદ કર્યા…ચર્ચાઓ કરી, અને એમના માર્ગદર્શનથી ઉત્તર ગુજરાતમાં દાન સહકાર શરૂ કર્યો ત્યારે મેં  મારા ભત્રીજા દીલીપ અને સ્નેહી ડો. શશીકાન્તભાઈને પણ પ્રેરણા આપી, જે થકી, ત્રણ નારીઓને મદદ શક્ય થઈ.
(૨) સિવણકામના ક્લાસો..
એક સિવણકામના સંચાથી શરૂઆત કરી……મદદ કરીને આનંદ પણ અનુભવ્યો ત્યારે મનમાં પાલનપુરમાં ગોદડભાઈએ કહેલું તે યાદ આવ્યું કે “અમારા કેળવણી મંડળ હેથળ સિવણકામના ક્લાસો ચાલે છે. “..અને, હૈયે થયું કે “થોડા સિવણકામના સંચાઓ જો કોઈ સંસ્થાને અપાય તો સિવણકામના ક્લાસો શરૂ કરી શકાય અને અનેક એનો લાભ લઈ શકે ! ” ….બસ, આટલા વિચારે, મારા હ્રદય્માં એક સંક્લપ કર્યો કે મારે એ પ્રમાણે કરવા પગલા લેવા પડશે.
પ્રથમ, પાલનપુરને યાદ કર્યું. અને, ડો. શશીકાન્તભાઈ અને દીલીપ સાથે મળી ત્રણ સંચાઓ પાલનપુર્ની સંસ્થા, જે ક્લાસો ચલાવી રહી હતી, ત્યાં દાનરૂપે આપી આનંદ અનુભવ્યો. અને, દક્ષિણ ગુજરાત તરફ નજર કરી અને, ત્યાંના ત્રણ જિલ્લા ( સુરત, નવસારી, વલસાડ )ની પ્રજાપતિ સંસ્થાઓ સાથે ચર્ચાઓ શરૂ કરી. બારડોલી, તેમજ બીલીમોરાની સંસ્થાઓ તરફથી રસ જાણી, ત્યાં મેં મારા વિચારો દર્શાવ્યા….મોટા દાનરૂપે રકમ માટે સ્વીકાર હતો. સંસ્થાઓએ ક્લાસો માટે રૂમ, શીખવનાર વ્યક્તિ, અને શીખનાર નારીઓ માટે જવાબદારી સંભાળવાની રહેતી હતી. અને, સંસ્થાઓએ  ક્લાસોનું નામકરણ “Kamuben Chandravadan Mistry Sewing Class” રાખવાનો નિર્ણય લઈ લીધો હતો, જે મારા પત્નીના નામે હોવાથી મારા હૈયે એક અનોખી ખુશી હતી. જાણ્યું કે સેપ્ટેમ્બર, ૨૦૦૯માં આ ક્લાસોની શુભ શરૂઆત થશે . પ્રભુને પ્રાર્થના કે અનેક આ ક્લાસોનો લાભ લેય, અને આ કાર્ય જ્ઞાતીમાં અન્યને પ્રેરણા આપે !
(૩)પ્રજાપતિ જ્ઞાતીમાં કન્યા છાત્રાલયો….
ઉત્તર ગુજરાતમાં પ્રજાપતિ કન્યાઓ માટે છાત્રાલય છે એવું જાણ્યું હતું . તેમ છતાં , દક્ષિણ ગુજરાતમાં કન્યાઓ માટે છાત્રાલય મારી જાણમાં ન હતું…હા, થોડા વર્ષો પહેલા, નવસારીના પ્રજાપતિ આશ્રમે કુમાર છાત્રાલયના પાછળના ભાગે થોડી કન્યાઓને રહેવા માટે સગવડ થઈ હતી. નવસારી સિવાય આણંદમાં કુમારો માટે આશ્રમે છાત્રાલય પણ શરૂ કર્યું હતું. આથી, મારા મનમાં હંમેશા થતું કે ” ક્યારે ક્ન્યા છાત્રાલય આણંદમાં હશે કે ક્ન્યાઓને ઉચ્ચ અભ્યાસ કરવાની તકો મળે?”
૨૦૦૬માં જ્યારે ભારત જવાનું થયું ત્યારે જાળ્યું કે આણંદમાં એક પ્લોટ્ની જમીન વેચાણમાં લેવાય છે અને તેના પર ક્ન્યા છાત્રાલય બાંધવા એક વિજયદેવ મિસ્ત્રીએ લાખો રૂપીઆનું દાન આપ્યું છે. એ વિજયદેવ અસલ વેસ્મા ગામના અને ફળિઆના નાતે “કાકા” થાય. એ અણી, ખુબ જ આનંદ થયો. વળી, આ શુભ કાર્ય માટે ભુમી પુજનના દિવસે પધારવા આમંત્રણ પણ મળ્યું . તે દિવસે હાજરી આપતા, હૈયે આનંદ હતો અને  જ્યારે મને પણ પુજા કરવાનો લ્હાવો મળ્યો ત્યારે એ આનંદ વધી ગયો……..અને, હજુ હું ભારતમાં હતો ત્યારે જાણ્યું કે નવસારી આશ્રમના મકાનના પાછળના ભાગને ભાંગી, ત્યાં એક સુંદર ક્ન્યા છાત્રાલય કરવા આ વિજયકાકાએ વધુ દાન સહકાર આપવા વચન આપ્યું ત્યારે તો પ્રભુને પ્રાર્થના કરી કે ” પ્રભુ, મારા સ્વપનારૂપી વિચારને સાકાર કર્યો તે માટે તારો ઉપકાર ખુબ જ છે ! ” આ બન્ને કન્યા છાત્રાલયોના બાંધકામ માટે મેં પણ મારી શક્તિ પ્રમાણે, દાન સહકાર આપ્યો.
મારા જીવનમાં પજાપતિ નારીઓ માટે કંઈક સહકાર કરવાની તકો પ્રભુએ જ આપી, અને એની જ પ્રેરણાથી હું કંઈ કારી શક્યો તો એમાં પાડ પ્રભુનો જ છે. અને આવા વિચારે હું કાર્યોના ફળોની અશ્હોથી મુક્ત થાઉં છું .અને, પ્રભુને પ્રાર્થના કરૂં છું કે એ અન્યને શુભ કાર્યો કરવા પ્રેરણાઓ આપે !
બસ, તમે મારા વિચારો અને મારા જીવનમાં કરેલા કાર્યો બારે જાણ્યું ,,,,,આ પ્રમાણે વેબસાઈટ પર પોસ્ટરૂપે પ્રગટ કરતા એક હૈયે આનંદ પણ પ્રગટ કરવાનો હેતુ ફક્ત એટલો જ કે જે કોઈ વાંચે તેમાંથી કૉઈને પણે જનકલ્યાણના કાર્યો કરવા પ્રેરણા મળે !
તમોને મારૂં કાવ્ય કે આ “બે શબ્દો ” ભર્યું લખાણ ગમશે એવી આશા !>>>>>>ચંદ્રવદન.  
 
 
FEW WORDS
 
Today it is Monday, 14th, 2009…..& it is still the Month of BHADAVO….&  in a few days it will be the Month of ASO…..NAVRATRI…then DIWALI & NEW YEAR……Before that, I wish to publish yet another Post on the Topic of JANKAYAN……And, Today’s Post is on NARI ( WOMEN ). I am narrating some of my ACTIONS & at the same time I am shring my VIEWS on NARI too. I hope you will like to READ that & may be able to SHARE with me your THOUGHTS too>>>>>CHANDRAVADAN

Entry filed under: કાવ્યો.

શિક્ષણ ઉત્તેજન યજ્ઞ હટાવો બિમારી !

28 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 14, 2009 પર 5:43 પી એમ(pm)

  નર જાતીએ પદ નીચુ દીધુ, તો ક્ષમા કરજે,
  અપમાનો ઘણા સહન કરવા પડ્યા, તો ક્ષમા કરજે,
  હવે, એકતાના ત્રાજવે, અભિમાન ના લાવજે,
  વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી
  ખૂબ સુંદર ભાવ
  માતા દિકરી બહેન પત્ની રૂપ તારા ઝુઝવા
  પ્રેમાળ પવિત્રતાની સરગમ લાગે ગુંજવા
  ના રી તું ના રા ય ણી

  જવાબ આપો
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 14, 2009 પર 8:00 પી એમ(pm)

   Pragnajuben,
   THANKS for your 1st COMMENT & your nice words for the Post……
   “NARI TU NARAYANI”…is the greatest & the right TRIBUTE to ALL WOMEN…& I believe a Woman is the POWERHOUSE of the UNLIMITED ENERGY….& that is why I wanted to add to my “BE SHABDO ” the following>>>>>

   ઉપર મુજબ, મેં કંઈક કર્યાનો ઉલ્લેખ કર્યો…પણ, ખરેખર તો આ બધુ પ્રભુ ક્રુપાથી જ થયું !……નારીની શક્તિ અયાર છે…….એ અપાર શક્તિનો ઉપયોગ કરવા નારીઓને તક નથી મળતી…..ગામડાઓમાં નારીઓ અનેક કાર્યો કરવા તૈયાર છે…..કોઈ માર્ગદર્શન દેનાર/સહકાર આપનારની ખોટ છે. ઘરકામની ચીજો પાપડ, અથાણા કે પછી, ટોપલા/ટોપલીઓ, ભરતકામ કે અન્ય કળાઓ ….એ સર્વમાં નારીઓ અગત્યનો ફાળો આપી શકે છે…યાને નાના ઉધ્યોગો/ હેડીકાફ્ટો. ભવિષ્યમા કોઈને પ્રભુ જ પ્રેરણા આપશે !
   I failed to ADD the above to the Published Post & now as I THANK you I took the OPPORTUNITY to express mt FEELINGS !>>Chandravadan.

   જવાબ આપો
 • 3. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 14, 2009 પર 7:56 પી એમ(pm)

  નારી માટે દિવ્ય વ્હાવ અહોભાવ જગાવી જાય છે તમારું કાવ્ય…મારી પંક્તિથી આદર વ્યક્ત કરું છું..

  કૃષ્ણ ગાંઘી બુદ્ધ જેવા માનવી
  મા વિના ઈશ્વર નહિ સર્જી શકે

  થયો પ્રકાશનો વિજય દિવાળી યાદ આવી ગઈ
  અસૂરોની મને અંતિમ દશાની યાદ આવી ગઈ
  મચ્યા રહે ભોગમાં જૂલ્મો કરે જડ થઈને અબલા પર
  હણે મહિષાસૂરો મા મર્દીનીની યાદ આવી ગઈ
  -દિલીપ ગજ્જર

  જવાબ આપો
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 14, 2009 પર 8:06 પી એમ(pm)

   Dear Dilipbhai, THANKS for your NICE WORDS as your COMMENT…I just read after a REPLY to 1st Comment by Jragnajuben.
   In my Response, I had mentioned of the “unlimited Powers” of Nari…& your words echoes the same & takes the Nari to Godly Heights !>>Chandravadanbhai

   જવાબ આપો
 • 5. Capt. Narendra  |  સપ્ટેમ્બર 14, 2009 પર 11:13 પી એમ(pm)

  Chandravadanbhai,
  Your thoughts are noble and also, you have put them in action. The multifarious activities you started for our ladies in India bear witness to it. My compliments to you.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  સપ્ટેમ્બર 15, 2009 પર 4:00 એ એમ (am)

  નિહાળુ ક્ષમાનો ભંડાર તુંજમાં,
  નિહાળુ દયાનો ખજાનો તુંજમાં,
  નિહાળુ પરિવારનો આધાર તુંજમાં

  what you have told are eaternal truth…

  let me add my feelings…

  અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
  જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 7. Harnish Jani  |  સપ્ટેમ્બર 15, 2009 પર 4:29 એ એમ (am)

  Jabarjast lekh banyo chhe- One of the best-I thorouly enjoyed-Nice essay-
  Dil khush thai gayu^- I agree with u.

  જવાબ આપો
 • 8. પ્રવિણ શ્રીમાળી  |  સપ્ટેમ્બર 15, 2009 પર 7:05 એ એમ (am)

  નારી તું નારાયણી !!,

  સિવણ કલાસો અને કન્યા છાત્રાલયો ચાલુ કરીને આપે જે ઉત્તમ જનકલ્યાણ નું કાર્ય કર્યું છે તે ખુબ જ સરાહનીય છે અને અભિનંદન ને પાત્ર છે.
  સ્ત્રી વિધવા બને અને બાળકો ના ઉછેર અને તેમના જીવન ઘડતર ની જવાબદારી આવી પડે ત્યારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે માત્ર ને માત્ર સ્ત્રી જ કરી શકે અને તમારા જેવા દાતા જ્યારે તેમને સહકાર અને ફરી બેઠાં થવા માટે નો જે આર્થિક ટેકો અને રોજી કમાવવા માટે નો કોઈક ધંધો કે સિલાઈ મશીન કે ચરખા આપો ત્યારે તેને અબળામાંથી સબળા બનાવવા નો તમારા જેવા સજ્જનો ને ફાળે જાય છે…હું પણ આવી પરિસ્થિતીમાંથી ગુજરી ચૂકયો છું..હું જયારે ધો-૫ માં ભણતો હતો ને મારા પિતાજી મૃત્યું પામ્યા ત્યારે મારિ ‘માતા’ પર આભ તૂટી પડયું હતું…મારી મમ્મી અભણ એટલે નૌકરી પણ કેવી રીતે કરે?! અને મારા પિતા સામાન્ય મિલ કામદાર હતા એટલે પેન્સન જેવું કંઈ નહીં, ત્યારે હું મોટો અને મારા થી બીજ ચાર ભાઈ નાના…છતાં મારા મમ્મી હિંમત હાર્યા નહીં અમણે ભણાવ્યા-ગણાવ્યા મજૂરી કરીને એટલું જ નહીં, પરંતુ અમને પાંચેય ભાઈઓ ને સ્નાતક બનાવ્યા અને મને ડબલ ગ્રેજ્યુએટ!!..My Mother is a rally greatest lady of one !!

  તમારો આ સેવાયજ્ઞ હંમેશા ચાલુ રાખજો અને ભગવાન તમને આ કાર્યમાં સદા સાથે રહે અને તમારા હ્સ્તે આવા અનેક શુભ કાર્યો થતા રહે તેવી અંતરની શુભેચ્છા!

  જવાબ આપો
 • 9. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 15, 2009 પર 1:47 પી એમ(pm)

  સરસ ભાવ

  જવાબ આપો
 • 10. Vinod Patel  |  સપ્ટેમ્બર 15, 2009 પર 2:55 પી એમ(pm)

  Your vandana to Nari is well done. I salute all naris in any form.

  જવાબ આપો
 • 11. Ishvarbhai R. Mistry & Family  |  સપ્ટેમ્બર 15, 2009 પર 4:51 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  Very good post on Nari. You have said it what applies to them very thoughtfully and kindly.There is never enough what we can say about Nari. Well done and best wishes on you posting .Very encouraging and informative. Some of the folks may not know enough of about Nari and how much they contribute to human life.

  Thankyou
  Ishvarbhai. R Mistry.

  જવાબ આપો
 • 12. sheela Patel  |  સપ્ટેમ્બર 15, 2009 પર 11:11 પી એમ(pm)

  Chandravadanbhai,
  Your tribute to all women is so beautiful! Every woman to me is a reprentative of the Mother.I see the Cosmic Mother in all.That which is most admirable in woman is her mother love. The qualities that you have discribed in a woman more tender and forgiving is so true! Your thoughts have so much depth! Thanks!

  That reminds me that in India we like to speak of God as Mother Divine! Because true Mother is more tender and forgiving

  જવાબ આપો
 • 13. atuljaniagantuk  |  સપ્ટેમ્બર 16, 2009 પર 5:33 એ એમ (am)

  સુંદર ભાવ. સરાહનિય અને અનુકરણીય સત્કાર્યો. ખુબ ખુબ ધન્યવાદ.

  રમન્તે તત્ર દેવતાઃ યત્ર નાર્યસ્તુ પુજ્યતે !

  જવાબ આપો
 • 14. "Dhavalrajgeera"  |  સપ્ટેમ્બર 18, 2009 પર 12:14 એ એમ (am)

  યત્ર નાર્યસ્તુ પુજ્યતે !

  રમન્તે તત્ર દેવતાઃ …..સરસ ભાવ.

  Rajendra
  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 15. Vishvas  |  સપ્ટેમ્બર 19, 2009 પર 12:34 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  નારી શક્તિ તો અપાર છે અને માટે જ તો નારી શક્તિની ઉપાસના મા અંબાની પૂજા અર્ચના એક નહી પૂરા નવ નવ દિવસ સુધી થાય છે.આજથી પ્રારંભ થતી નવરાત્રીની આપને અને ઘરના સર્વેને શુભકામનાઓ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ.

  જવાબ આપો
 • 16. Dr. Chandravadan mistry  |  સપ્ટેમ્બર 20, 2009 પર 12:37 એ એમ (am)

  This is an Email Response from CHUNIBHAI MISTRY of UK after reading this Post & OTHERS>>>>>>

  From:
  “Chunilal Mistry”
  View contact details
  To:
  emsons13@verizon.net
  telephoneDr.docter, i tried to phone wed abd thurs day but failed i think u were not at home.thanks for your kavita ans so on i did read and enjoyed suterday i di try to talk u on phone ok.sop far we are ok hope u r as well Jay parmatma .chunibhai bye

  જવાબ આપો
 • 17. Dr. Chandravadan mistry  |  સપ્ટેમ્બર 20, 2009 પર 12:39 એ એમ (am)

  This was the Email from KANTILAL PARMARof UK after this Post was read>>>>>>

  Flag this message
  Re: Re: NEW POST….NARI…..JANKALYAN
  Thursday, September 17, 2009 10:28 AM
  From:
  “Kantilal Parmar”
  View contact details
  To:
  “chadravada mistry”
  સ્નેહિશ્રી ચંદ્રવદનભાઈ,
  નમસ્તે,
  આપ જનકલ્યાણ નામે આપો છો તો જનકલ્યાણ મેગેઝીનની કોઈ વાત આપશો.
  શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ ગુજરાતીમાં ઈન્ટરનેટ પર હોય તો ખબર કરશોજી.
  આભાર,
  કાંતિલાલ પરમાર
  હીચીન

  જવાબ આપો
 • 18. Dr. Chandravadan mistry  |  સપ્ટેમ્બર 20, 2009 પર 12:49 એ એમ (am)

  Dear Kantibhai,
  THANKS for your Email Response after reading the Post on JANKALYAN KARYO……
  Yes, there is a Gujarati Magazine JANKALYAN which was started by SANT PUNIT..& it is still published regularly from Amdabad, Gujarat..Very Nice Magazine !
  I had not REPUBLISHED any VARTA from that……may be in the future, I may be INSPIRED to publish a Post based on a VARTA published in that Magazine !
  I hope you are READING my Posts of my JOURNEY & some of the JANKALYAN KARYO…Your Comment DIRECTLY on the Site will REALLY DELIGHT me !>>>Chandravadan

  જવાબ આપો
 • 19. neetakotecha  |  સપ્ટેમ્બર 30, 2009 પર 1:06 એ એમ (am)

  jetlu apman purusho kare che stri o nu eni mate ek purush nahi duniya aakhi na purusho ek stri pase mafi mange ne toy oochi che..pan vadhare aasha rakhvi j nahi ke je vat thavani na hoy..bahu oocha purusho hashe ke je stri ne samje che..baki to navratri ma ambaji ni puja etle kare che ke dar che ke kyak kopayman thaine kaik kari n bese..

  જવાબ આપો
 • 20. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 5:37 એ એમ (am)

  ” JNANI NI JOD JAGE NAHI JADE RE LOL “

  જવાબ આપો
 • 21. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જુલાઇ 31, 2012 પર 1:25 પી એમ(pm)

  શ્રીમાન. પુકાર સાહેબ

  કેટલી સરસ રચના

  આટલી સુંદર રચના રચીને આ પવિત્ર

  શ્રાવણ માસ ને આપે સાચે જ દીપાવ્યો છે સાહેબ

  નિહાળુ ક્ષમાનો ભંડાર તુંજમાં,
  નિહાળુ દયાનો ખજાનો તુંજમાં,
  નિહાળુ પરિવારનો આધાર તુંજમાં ,
  વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી…..(૩)

  જવાબ આપો
 • 22. aataawaani  |  ઓગસ્ટ 7, 2012 પર 1:02 એ એમ (am)

  મેં ઘણે ઠેકાણે લખ્યું છેકે મારા વિકાસમાં સ્ત્રી શક્તિનો જબરો ફાળો છે.
  મને તમારું કાવ્ય બહુજ ગમ્યું છે. જય હો સ્ત્રી શક્તિ
  મેં એક ગીત બનાવ્યું છે આ નાનકું ગીત “વૈષ્ણવ જનતો તેનેરે કહીએ ” એ ઢબથી ગાઈ શકાય છે .
  ઘર ઓફિસમાં પેલો નંબર કવિતા જેને પ્યારી છે.
  મેહનત પ્યાર સંસ્કાર સફળતા આ જગદંબા નારી છે .
  ભાવ ભરેલા શબ્દોનો ઈતિહાસ બનશે ઈ જોયા કરો
  ભારત હોય કે અમેરિકા બધી બાજી સ્ત્રીઓ એ મારી છે
  “આતા “ની એકાણુંમે વરસે જે શક્તિ તમે જુવો છો
  આ શક્તિ જે ટકી રહી એ નારીને આભારી છે .
  નારી શક્તિ તારો જય જય કાર હો હિંમતલાલ જોશી આતા અતાઈ

  જવાબ આપો
 • 23. kajal  |  સપ્ટેમ્બર 13, 2012 પર 12:34 પી એમ(pm)

  mane a kvitao khub gami 6e hu pan ek nari 6u teno mane garv 6e

  જવાબ આપો
  • 24. chandravadan  |  સપ્ટેમ્બર 13, 2012 પર 1:31 પી એમ(pm)

   Kajalbenji,
   This must be your 1st visit to my Blog.
   Thanks for reading this Post…& your Comment.

   આ નારીઓ વિષેની કાવ્ય પોસ્ટ ગમી તે માટે મને પણ આનંદ થયો.

   ફરી આવી, બીજી પોસ્ટ વાંચશો, એવી આશા.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 25. Pallavi chaudhari  |  જાન્યુઆરી 22, 2013 પર 10:55 એ એમ (am)

  Really the importance and the Role of “MOTHER” is described superbly in your creation. I like to give very congratulations from the bottomof my heart.

  જવાબ આપો
  • 26. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 22, 2013 પર 3:01 પી એમ(pm)

   Pallaviben,
   Thanks for visiting..reading this Post & your Comment.
   It is the feedback like yours that give me the joy & the encouragement.
   Please do revisit my Blog !
   Chandravadan

   જવાબ આપો
 • 27. ગોદડિયો ચોરો…  |  ઓગસ્ટ 1, 2014 પર 1:10 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ
  હવે, એકતાના ત્રાજવે, અભિમાન ના લાવજે,

  વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી

  નારી વંદનાની પ્રેમ ભરપુર એક ભાવ્યાત્મક રચના ચંદ્ર્પુકાર

  કેરા ટહુકે મજાની ટહુકી છે.

  જવાબ આપો
  • 28. chandravadan  |  ઓગસ્ટ 1, 2014 પર 2:36 એ એમ (am)

   Govindabhai,
   You came on my Blog & read this old Post.
   Your comment read.
   I am happy to note that you liked my Rachana (of 2009).
   Thanks !
   Chandravadanbhai

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: