શિક્ષણ ઉત્તેજન યજ્ઞ

September 9, 2009 at 6:27 pm 19 comments

 

     
 
 

શિક્ષણ ઉત્તેજન યજ્ઞ

શિક્ષણ છે જ્ઞાનરૂપી એક યજ્ઞ,
હોમું એમાં શિક્ષણ-ઉત્તેજનનું એક રત્ન !……(ટેક )
જ્ઞાતી ગરીબાય નિહાળતા,
અને, શિક્ષણ મહત્વ સમજતા,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……..શિક્ષણ……(૧)
કરી નાની મોટી સહાય બાળકોને,
કરી ઈનામી યોજનાઓ શિક્ષણ માટે,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !…….શિક્ષણ….(૨)
શાળાઓમાં ઈનામે ટ્રોફીઓથી શરૂઆત કરી,
ઉચ્ચ ડીગ્રીઓ માટે જ્ઞાતી ગૌરવ એવોર્ડ કરી,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !…….શિક્ષણ…..(૩)
ના ભુલ્યો વેસ્માની કુમારશાળાને,
શક્ય થઈ એક ઈનામી યોજના એ શાળાએ,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ…..(૪)
દુર થઈ રહ્યો છે જ્ઞાતી અંધકાર આજે,
થયું આવું  શિક્ષણ જ્યોત  કાજે,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ….(૫)
કર્યું જે તેથી સંતોષ માની, નથી બેસવું,
શિક્ષણ માટે કંઈક તો કરતું રહેવું ,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ…..(૬)
 
કાવ્ય રચના….ઓગસ્ટ,૧૮,૨૦૦૯          ચંદ્રવદન.
 
 
 

શિક્ષણ યજ્ઞ,…..બે શબ્દો

તમે આગળની પોસ્ટ “પરિવારીક કર્તવ્ય ” બારે વાંચ્યું અને જાણ્યું કે મારા જીવનમાં “કંઈક પરિવર્તન ” આવ્યું છે. માનવ જીવને પરિવર્તન આવ્વું એ એક નિયમ છે. એ નિયમને ધ્યાનમાં લઈને મારી જીવન યાત્રાને ફરી નિહાળવા પ્રયાસ કરીએ. હું જ્યારે બચપણમાં શાળામાં ભણતો હતો ત્યારે મને શાળાએ જવાનો ખુબ જ આનંદ હતો. એવા આનંદ સાથે મારી ભણતર યાત્રા શરૂ થઈ અને ચાલુ રહી.એ આનંદ કારણે કદાચ શિક્ષણ પ્રત્યે પ્રેમ ખીલ્યો હશે. પરતું, અન્યના ભણતર માટે પ્રેમ ખીલલવો એ કંઈ સીદી સાદી વાત નથી જ !
જ્યારે બચપણમાં મારૂં જીવન વહેતું હતું ત્યારે મેં મારી જ્ઞાતીમાં ગરીબાય નિહાળી….કોઈ બાળક, ભલે ભણતરમાં હોંશીઆર હોય , પણ આગળ ભણતર માટે પૈસા ના હોય તો એ એની ઈચ્છા પુર્ણ કરી શકતો નથી. આ હકીકત મેં નજરોનજર નિહાળેલી, જાણેલી. ત્યારબાદ, અનેક વાર એ મને યાદ આવતી …..જ્ઞાતી બહાર નિહાળ્યું તો અન્ય જ્ઞાતી બાળકો પણ આવી જ મુશકેલીઓમાં હતા. આ દુઃખની સાથે, મને જ્ઞાન થયું કે જ્ઞાતીનો “અંધકાર કે ગરીબાય” હટાવવો હોય તો શિક્ષણ જ આ ગરીબાય કે અંધકાર હટાવવાનું સાધન છે. બસ, આટલી સમજ સાથે મારો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો, અને આવા પરિવર્તન સાથે, આવી જાગ્રુતિ સાથે, મારા “શિક્ષણ ઉત્તેજન યજ્ઞ” ની શરૂઆત થઈ. અહી મારે એ ના ભુલવું જોઈએ કે આવા પરિવર્તનમાં “પ્રભુ-પ્રેરણા ” નો ફાળો અગત્યનો છે. અને, પ્રથમ, જ્ઞાતીના બાળકોને શિક્ષણ માટે સહકાર/ઉત્તેજન કેમ આપવું એ ધ્યાનમાં લઈને “વ્યક્તિગત ” ફુલ કે ફુલની પાંખડીરૂપે કંઈક સહકાર શરૂ કર્યો….આ સહકાર જાતે આપ્યો અને પાછળથી જ્ઞાતી સમાજરૂપી સંસ્થાઓ દ્વારા આ કાર્ય કર્યું …આ યજ્ઞ આ પ્રમાણે શરૂ થયા બાદ, હું જ્ઞાતી બહાર સૌ માનવ બાળકોના વિચારો કરી, સૌને શિક્ષણ સહાય કેમ મળે એવી વિચારધારા સાથે જીવનની સફર કરવા લાગ્યો. આજ સુધી જે શક્ય થયું એ પ્રભુ ક્રુપાથી જ થયું. આ બધું જ નીચે મુજબ છે>>>>
(૧) વ્યક્તિગત બાળકોને સહકાર.
આપ્રમાણે, મારી જન્મભૂમી વેસ્મા ગામે શરૂઆત કરી…ત્યારબાદ, મુંબઈ અને ગુજરાતમા અન્ય જગ્યાએ સહકારની યોગતા લાગી તે પ્રમાણે મારી શક્તિ પ્રમાણે કર્યું.
(૨) કુમાર શાળા, વેસ્મા, ગુજરાત.
આ શાળામાં મેં મારૂં ભણતર શરૂં કર્યું હતું. ફક્ત ૫ ગુજરાતી ધોરણનો અભ્યાસ. એ શાળાને હું કેમ ભુલી શકું ? જીવનની સફર કરતા કરતા, શાળાને ફરી ફરી યાદ કરતો રહ્યો…..એક દિવસ ૧૯૯૩માં ગામમાં રહેતા ઈશ્વરભાઈ દેસાઈની સાથે ચર્ચા કરી…એમણે મારા શાળાએ ઈનામી યોજનાના વિચારોને વધાવી લીધા…..શાળાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ, “ડો. ચંદ્રવદન માધવભાઇ મિસ્ત્રી ઈનામી યોજના” ની સ્થાપના થઈ…અનેક વર્ષોથી આ યોજના ચાલે છે અને અનેક બાળકોને વધુ અભ્યાસ કરવા પ્રેરણા મળી છે.
(૩) અગ્નિચક્ર માસીક અને મુંબઈનો સોરઠીઆ પ્રજાપતી સમાજ.
મુંબઈ રહીશ વિનોદબાઈ પ્રજાપતી અગ્નિચક્રના તંત્રી…એમની સાથે પત્રો દ્વારા મિત્રતા થઈ.  માસીકમા લેખો લખી શિક્ષણ પ્રેમ /જ્ઞાતી પ્રેમ દર્શાવ્યો…..અને, એક દિવસ ચર્ચા કરતા, શિક્ષણ ઉત્તેજન માટે દાન આપી એક યોજના શરૂ કરવા ઈચ્છા દર્શાવી…એમણે ટ્રોફી ઈનામરૂપે શરૂ કરવા માર્ગદર્શન આપ્યું ..અને “ચંદ્ર-કમુ ટ્રોફી”ની સરૂઆત થઈ……પ્રથમ મુંબઈમા, અને ત્યારબાદ, સૌરાષ્ઠમાં અનેક શહેરોમાં દર વર્ષ આ પ્રમાણે ઈનામો શરૂ થયા, અને અનેક વર્ષોથી ચાલુ છે. અહી, મારે એક ઉલ્લેખ કરવો છે>રાજકોટમાં એક બાળક્ને આવી ટ્રોફી મળી…તો એને પ્રેરણા મળી, બીજા ધોરણમાં પણ સારા માર્કો મેળવતા ફરી ટ્રોફી, અને એને મેડીકલ કોલેજમાં એડ્મીશન મળ્યું અને એક ડોકટર બન્યો. આની જાણ થતા મારા હૈયે જે આનંદ થયો તે શબ્દોમાં કેમ કહી શકું ?
(૪) ગુજરાત પ્રજાપતી સમાજ, અમદાવાદ.
૧૯૯૩માં મારા ૫૦ વર્ષ પુરા થતા મનમાં થયું કે પ્રભુએ આ દિવસ જોવાની તક આપી..તો મારે કંઈક કરવું જોઈએ…શિક્ષણ સાથે આ સમાજરૂપી સંસ્થાને યાદ કરી…..સમાજના એક કાર્યકર્તા રમેશ્ભાઈઓઝાને વાત કરી અને મોટી રકમ દાનરૂપે આપી, અનામત રાખી, વ્યાજમાંથી શીલ્ડો મળે…..અને આ પ્રમાણે, “ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્તી પ્રજાપતી શીલ્ડ એવોર્ડ યોજના” શરૂ થઈ, અને આજે ચાલુ છે. અહી, SSC & 12th Gradeમાં સારા માર્કે પાસ થનાર કુમાર/કુમારીકાને ઈનામો હતા.
(૫) અખિલ ગુજરાત પ્રજાપતી સંઘ, ગુજરાત.
આ સંસ્થાની સ્થાપના ૧૯૮૭માં થઈ…..જાણી, ખુશ થઈ એના મુખપત્રક “વિશ્વનિર્માતા પ્રજાપતી”ને વાંચતા, અનેક અંકોમાં શિક્ષણ બારે લેખો પણ પ્રગટ કર્યા. માસીકના તંત્રી, ગોદડભાઈ સાથે મિત્રતા થઈ. S.S C & 12th Grade Examsમાં સારા માર્કે પાસ થનાર પ્રજાપતી કુમાર/કુમારીકાઓને ” ચંદ્ર-કમુ ટ્રોફી અવોર્ડ” ઈનામરૂપે અને પૈસારૂપી રકમ દાનની રકમના વ્યાજમાંથી શરૂ કરી આનંદ અનુભવ્યો..અનેક વર્ષોથી દર અર્ષે આ ચાલે છે,,,,અનેકને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા મળી છે.
આટલું કર્યા બાદ, જે બાળકોએ ઉચ્ચ ડીગ્રીઓ મેળવી હોય તેને ધ્યાનમાં લઈ, ” ડો. ચંદ્રવદન મિસ્ત્રી ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના” શરૂ કરી, અને જ્યારે ૨૦૦૯માં પ્રથમ એવોર્ડો અપાયા ત્યારે હૈયે ઘણી જ ખુશી અનુભવી.
(૬) પ્રજાપતી કેળવણી મંડળ, પાલનપુર.
આ સંસ્થાના એક કાર્યકર્તા છે ગોદડભાઈ…જે મારા મિત્ર, અને પાલનપુરના રહીશ. આ સંસ્થા એક શાળા પણ ચલાવે છે એ ગોદડભાઈ મારફતે જાણ્યા બાદ, ત્યાં દાન કરી, દાનની રકમ ફીક્સ ડીપોસીટમા રાખી, એના વાર્ષિક વ્યાજમાંથી ઈનામો બાળકોને મળે…..સંસ્થાએ એનો સ્વીકાર કર્યો..અને અનેક વર્ષોથી ઈનામો અપાય છે…..૨૦૦૬/૨૦૦૭માં ભારતની મુલાકાતે એ વર્ષના ઈનામો મારા તેમજ મારી પત્ની કમુના હસ્તે અપાતા ખુબ જ ખુશી અનુભવી, એ સમયે જાણ્યું કે એક “બાળમંદીર” શરૂ થયું છે…તો તરત મને વિચાર આવ્યો…નાના બાળકોને ઈનામો/એવોર્ડો હોય તો કેવું ? આ વિચાર દર્શાવી, દાનરુપે રકમ કહી, યોજના શરૂ કરી ત્યારે જ આનંદ થયો !
(૭) કોરોનેશન સ્કુલ, લિવીંગસ્ટન, ઝાંબીઆ, આફ્રીકા,
આ શાળામા અંગ્રેજી અભ્યાસ શરૂ કરી આગળ ભણ્યો. તો આ શાળાને કેમ ભુલી શકું ?..૨૦૦૩માં ફરી નિહાળી…નામ બદલાય ગયું હતું છતાં જુની યાદ તાજી થઈ, અને ત્યાં ઈનામી ઓજનાએ ” ડો. ચંદ્રવદન મિસ્ત્રી ટ્રોફી” શરૂ કરી ત્યારે ખુશી અનુભવી અને જાણે ઋણ ઉતાર્યું હોય એવું હૈયે થયું !
(૮) શ્રી પ્રજાપતી  આશ્રમ, નવસારી, ગુજરાત.
આ સંસ્થા ૧૯૩૪માં પ્રજાપતી કુમાર-બાળકોના છાત્રલયરૂપે શરૂ થઈ. દ્ક્ષિણ ગુજરાતના પ્રજાપતી જ્ઞાતિજનો માટે એક ગૌરવગાથા હતી ! અહી ” જ્ઞાતિએ શિક્ષણ ઉત્તેજન” હેતુ હતો,,,……નાના મોટા દાન કરવાનો લ્હાવો લીધો....જ્યારે આણંદ તેમજ નવસારીમાં ‘કન્યા છાત્રાલય” બંધાય ત્યારે દાન સહકાર આપી આનંદ થયો !
(૯) જ ભ ચ જ યોજના.
વેસ્માની કુમાર શાળાએ ભણતો ત્યારે મારી સાથે હતા,જગુ,…ભગુ…અને જયંતિ…આ ત્રણે મારા મિત્રો….એક વાર મે કહ્યું ” ચાલો, આપણે એક સરખી રકમ દાનરૂપે ફીક્સ કરી, વ્યાજમાંથી કુમાર શાળા ના બાળકો કે અન્ય વેસ્માની શાળાએ શિક્ષણ સહાય કરીએ તો કેવું ?” વિચાર ગમ્યો અને આજે દર વર્ષે સહકાર અપાય છે .
(૧૦) S.C. B. Medical College,Cuttack Orissa & Bhavans College, Andheri Mimbai.
આ બે કોલેજોમાં હું ભણ્યો હતો એથી એનું ઋણ ચુકવવા ત્યાં કંઈક કરવા ઈચ્છા છે ……પ્રભુ પર એ છોડ્યું છે !
 
આ પ્રમાણે, પ્રભુપ્રેરણાથી જે કંઈ શક્ય થયું તે માટે પ્રભુનો પાડ માનું છું ….ઉપર ઉલ્લેખ કર્યો એ સિવાય એક સુનિલ પટેલના દક્ષિણ ગુજરાતમાં પ્રાઈમેરી શાળાએ “અંગ્રેજી ” શરૂ કરવાના યજ્ઞ માટે સહકાર આપવની તક લીધી હતી …..વધુ કરવા પ્રભુ પ્રેરણા આપે, અને શક્તિ આપે !…..આ પોસ્ટરૂપે લખાણ લાંબુ થયું છે તો માફ કરશો>>>>ચંદ્રવદન
 
FEW WORDS
Todat it is SEP. 9th, 2009…..So many days had passed since my last Post on AUG. 31st, 2009……AND today I am away fro Lancaster, California & at COLUMBIA, SOUTH CAROLINA. USA…..& taking the opportunity to publish this New Post on JANKALYAN KARYO & the topic is SHIKSHAN or EDUCATION…….I hope you like this Post & may be if ONE of you take this PATH of the EDUCATIONAL ASSISTANCE, I will be HAPPY…..If you are already on the PATH of JANKALYAN, please DO CONTINUE that with TRUE FEELINGS  & without any SELF-PRAISE>>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

પરિવારીક કર્તવ્ય પાલન ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

19 Comments Add your own

 • 1. Dilip Gajjar  |  September 9, 2009 at 8:28 pm

  આપે કરેલા શૈક્ષણિક કાર્ય માટે ખુબ ખુબ અભિનંદન

  Reply
 • 2. Harnish Jani  |  September 9, 2009 at 9:10 pm

  Wah Wah-Totally new Avenue and new field-Bravo-Nice reading.Thanks.

  Reply
 • 3. "Dhavalrajgeera"  |  September 9, 2009 at 9:29 pm

  Keep it uo your good work.
  Best of luck.

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Reply
 • 4. neetakotecha  |  September 10, 2009 at 2:42 am

  aap je shikshan mate sahay karo cho e aap ek balak na nasib ma enu bhavishya sudharva mate ni tak aapo cho..bahu bachchao bahu j hoshiyar hoy che..pan aarthik taklif ne lidhe teo pachad rahi jay che..ane emna antar ni duaa aapne malshe..
  bas aapnu karya hamehsa jadpi gati e vadhtu rahe evi prabhu prrarthana..

  Reply
 • 5. atuljaniagantuk  |  September 10, 2009 at 4:23 am

  Heartily Congratulations !

  શ્રીમદ ભગવદ ગીતામાં પણ દાનનું મહત્વ દર્શાવતા ભગવાન કહે છેઃ-

  યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ |
  યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ || ૧૮/૫ ||

  યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવાં જોઈએ; કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારાં છે.

  એતાન્યપિ તુ કર્માણિ સંગં ત્યક્ત્વા ફલાનિ ચ |
  કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ્ || ૧૮/૬ ||

  માટે હે પાર્થ ! આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને, તેમજ બીજાં પણ સઘળાંય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવાં જોઈએ; આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે.

  Reply
 • 6. pragnaju  |  September 10, 2009 at 9:42 am

  કર્યું જે તેથી સંતોષ માની, નથી બેસવું,
  શિક્ષણ માટે કંઈક તો કરતું રહેવું ,
  શિક્ષણ જ્યોત પ્રગટાવી,
  કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ

  અભિનંદન

  વિદ્યાર્થીઓની કામ કરવાની મનની તાકાત અને તેમની રીતભાત ઉપર તેમણે સદાય વિશ્વાસ રાખ્યો હતો. આ રીતે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ મૂકવાની ઉત્તમ પ્રેરણા તેમણે જૂના-નવા સૌ શિક્ષકો અને વાલીઓને પૂરી પાડી હતી. તેમના મતે બધા જ વિદ્યાર્થી સમાન હતા. કોઈ હોશિયાર નહીં, કોઈ ઠોઠ નહીં. તેમના જીવનનું આ એક અગત્યનું પાસું હતું. આ માન્યતામાં તેઓ ખૂબ દઢ હતા. શિક્ષણમાં સતત નવા પ્રવાહો નૂતન બનાવવા અને નૂતન બનેલા શિક્ષણને સદાય જીવંત રાખવા તેમણે વિદ્યાર્થીઓને પૂરી શ્રદ્ધાથી ચાહ્યા હતા. એ સ્નેહ અને વિશ્વાસના સથવારે તેમણે કરેલા અનેક પ્રયોગો સફળ બની રહ્યા. એમની આ કેડી પર એ સફળ પ્રયોગો નૂતન શિક્ષણના વિકાસની કેડી બની રહ્યા. આજે કેડી પર શિક્ષકો ધારે તો શિક્ષણમાં ધારી સફળતા મેળવી શકે એમ છે. શિક્ષણનો વિકાસ કરી શકે એમ છે

  Reply
 • 7. Vishvas  |  September 10, 2009 at 1:13 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,
  શિક્ષણ યજ્ઞ તો ખરેખર અનેરો છે , આજે જ્યારે એનેટોમી વિભાગમાં જોડાયા બાદ હવે શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયો છું ત્યારે એનો અહેસાસ થાય છે.
  અને આપે કરેલા પ્રદાન બદલ આપને ખુબ ખુબ વંદન.

  ભણે તે ગણે.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 8. વૈભવ રાણા  |  September 10, 2009 at 1:43 pm

  આદરણીય ચન્દવદનજી
  તમારા કાવ્યોમાં એટલો ગહેરો મર્મ ભર્યો હોય છે કે એને કાવ્ય ન કહેતા સૂત્ર કહેવાનું મન થાય છે. ખરેખર શિક્ષણ યજ્ઞ કરતા મહત્વનો કોઈ યજ્ઞ મારા ધ્યાનમાં નથી આવતો. આપના કાર્યને મારા નમન. બસ ભગવાનને આટલી જ પ્રાર્થના કે અમો સૌને પણ આ યજ્ઞમાં આહૂતિ આપવાનો મોકો મળે.

  વૈભવના જય શ્રી કૃષ્ણ

  Reply
 • 9. નટવર મહેતા  |  September 10, 2009 at 10:31 pm

  પુજનિય ચન્દ્રવદનજી
  આપની શિક્ષણ અંગેની વાતો અને એનો અમલ માટે આપનો પ્રયત્ન માટે મારી પાસે શબ્દો નથી. અને મા. અતુલભાઈની શુભાષિતો વાંચી આપના પ્રત્યે અને અતુલભાઈ વિશે માનની લાગણી થાય છે કે આપના કદમ ચુમી લઉં.
  વંદન કરી દઉં
  આપની સમક્ષ તો હું બહુ તુચ્છ છું

  Reply
 • 10. Ramesh Patel  |  September 11, 2009 at 2:13 am

  સાચે જ આ યજ્ઞ છે.આપના સૌજન્યની સુવાસથી ઘણા જીવન

  ખીલી ઊઠશે.આપના સમાજ સેવાના આ ઉમદા કાર્યને બિરદાવતાં

  હું આનંદ અનુભવું છું.સાથેસાથે સૌ સેવાભાવી સજ્જનોને પણ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. પ્રવિણ કે.શ્રીમાળી  |  September 11, 2009 at 4:25 am

  વિધાદાન જેવું મહાદાન કોઈ નથી અને આપ તો પ્રેરણાની પરબ છો, નાના બાળકો માટે અને ખાસ શિક્ષણ માટે આપેલું દાન અને તમારા દ્વારા મળેલ પ્રોત્સાહન થી જે વિધાર્થી ભણી ગણી એક સારી પદવી પર કે એક સારો નાગરિક બનશે ત્યારે તે પણ તમારી બતાવેલી કેડીએ ડગ ભરશે અને આ યજ્ઞ સદા પ્રજવલ્લિત રહેશે. અને આ રીતે એક નવા સમાજનું નવનિર્માણ થશે. તેથી આપ દિવાદાંડી સમાન છો. આપે તમારા સમાજ માટે ખુબ જ સારા કાર્યો કર્યા છે તથા સદા સારા લોકહિત ના કાર્યોમાં તમારો તન,મન અને ધનથી ફાળો આપ્યો છે. તે માટે તમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં પડે. બસ, આપ કર્મ કરતાં રહો તેના મીઠાં ફળ ચાખવા જરૂરથી મળશે.

  Reply
 • 12. સુરેશ જાની  |  September 11, 2009 at 1:57 pm

  પ્રશંસનીય કામ.
  આ જ સાચું પુણ્ય.

  Reply
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  September 12, 2009 at 12:28 am

  This is an EMAIL Response from BHIKHUBHAI of UK>>>

  RE: NEW POST on JANKALYANMonday, September 7, 2009 10:44 AM
  From: “Bhikhu Mistry” View contact detailsTo: “‘chadravada mistry'” Namaste Kaka

  I have been receiving your posts regularly, read them all with interest. Very thoughtful topics and contents. I have also put a link from Leicester samaj web site ( http://www.shreeprajapati.org.uk ) to chandrapukar

  Your Kavyos have been inspiring.

  Kind Regards

  Bhikhu

  Reply
 • 14. sudhir patel  |  September 12, 2009 at 2:37 am

  Congratulations! You are doing a great work in the field of education and inspiring a lot of people by your deed and poems!
  Thanks for sharing your thoughts and experience through your poems.
  Sudhir Patel.

  Reply
 • 15. Capt. Narendra  |  September 12, 2009 at 2:19 pm

  અખંડ યજ્ઞ જેવા તમારા જીવનમાંથી ફેલાતા પ્રકાશમાં તમે આપેલા અનેક અર્ઘ્યનું આજના કવિતમાં દર્શન થયું. જ્ઞાતિમાંથી શરૂ થયેલો આ યજ્ઞ વિશ્વજ્ઞાતિ માટે ફેલાવવા આપના વાચક તથા યઝના સહભાગીઓને પરમાત્મા શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું.

  Reply
 • 16. Capt. Narendra  |  September 12, 2009 at 2:21 pm

  “યજ્ઞ”ની ટાઇપીંગની ભૂલ માટે ક્ષમા યાચના: “યજ્ઞના સહભાગી” વાંચવા વિનંતી.

  Reply
 • 17. dr. Nanavati  |  September 13, 2009 at 8:54 am

  this is not a poem….sir…

  this is called “SHILALEKH”

  KEEP IT UP SIR…

  DR J.K.NANAVATI

  Reply
 • 18. vijayshah  |  September 13, 2009 at 1:13 pm

  આપનો જ્ઞાન યજ્ઞ
  ખુબ જરુરી ઉપદેશ
  ભણવું અને ભણાવવું
  છે બે શબ્દનો સંદેશ

  Reply
 • 19. Patel Popatbhai  |  January 29, 2010 at 5:31 am

  Adarniy Shree Chandravadnbhai

  Shun Abhivykt kariae Shabdo J nathi.

  Karmo ma Ati-Uttam Karm PARMATA Tamara PRIVA thaki Karave chhe, Karavta Rahe Aevi Prathna Karun chhun.
  Amara Parivar Sathe.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: