Archive for ઓગસ્ટ 31, 2009

પરિવારીક કર્તવ્ય પાલન

 
 

     
 

પરિવારીક કર્તવ્ય પાલન

ધરતી પર જન્મ લેતા,
મળ્યા મુજને માત-પિતા,
મુખડું પ્રભુનું નિહાળી,
સેવા, પુજા કરી એમની !…….(૧)
માત પિતાએ આપ્યો ભાઈ એક,
“મોટાભાઈ”કહી, પુજ્ય ગણી,
જ્ઞાના પાલન કરી એમની !……(૨)
પરણતા, ભાગ્યમાં હતી પત્નિ પ્યારી,
પત્નિ સંતાનો સંભાળતા,
કર્મયોગે કરી સેવા એમની !……(૩)
સંસારી સબંધે રહેતા,
મળ્યા મુજને સગાસબંધીઓ અનેક,
પ્રેમ સબંધે કરી કદર, સેવા એમની !…..(૪)
જાતી કુળ પ્રભુએ દીધુ,
તે સ્વીકારી,કર્યું કર્મ સગડું,
ચંદ્ર હ્રદયભાવે રહી,
નિહાળી જનસેવા, કરે સેવા રે સૌની !….(૫)
 
કાવ્ય રચના……ઓગસ્ટ,૧૭,૨૦૦૯           ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

મારા જીવનની કાવ્યરૂપે એક ઝલક વાંચ્યા બાદ, આ વિષયે આ બીજુ કાવ્ય “પરિવારીક કર્તવ્ય પાલન” વાંચી, તમે જરા અચંબો પામી રહ્યા હશો. તમે વિચારશો કે પરિવાર બારે કહી, આ વ્યક્તિ શા માટે”જનકલ્યાણ”શબ્દનો ઉલ્લેખ કરે છે……જન્કલ્યાણનું કાર્ય તો એ હોય કે એ કાર્ય અન્ય માનવીઓ માટે હોય, ના કે આપણા પોતાના પરિવાર માટે હોય……..એ વિચાર સાથે એક રીતે હું સહમત છું, કિન્તુ, હું એ પણ સાથે કહું છું કે “જેને તમે પોતાના ગણો ” એ પણ ખરેખર તો માનવીઓ ને ? તો, એવી કબુલાત તમે કરો તો “કોઈ પણ માનવી માટે કઈક સારૂં કરવું” એ યોગ્ય કહેવાય કે નહી ?.બસ, આવા વિચારો સાથે મેં મારા વિચારૉ આ પોસ્ટરૂપે જણાવ્યા છે અને, કદાચ તમે મારી સાથે સહમત હોય કે નહી, છતાં, અહી વધું લખુ છું .
મારો જન્મ વેસ્મા ગામે, ગુજરાતમાં પ્રજાપતિ જ્ઞાતીમાં થયો હતો. માતાપિતારૂપે જે મારા ભગ્યમા મળ્યા તે માટે પ્રથમ પ્રભુનો પાડ માની, એમને પુજ્ય ગણી, કંઈક સેવારૂપે કર્યું , અને એમાં મેં મારી ફરજ નિહાળી. બચપણના પ્રથમ વર્ષો માતા સાથે હોવાના કારણે, માતા પ્રત્યે મારો પ્રેમ ઉંડો હતો, અને એ અભણ હોવા છ્તાં જ્ઞાની હતા, અને પ્રભુભક્તિથી ભરપુર હતા. એમણે ભક્તિનું બીજ રોપી, મારા જીવને “ભક્તિનું બીજ “મુકી મારા જીવનને માર્ગદર્શન આપ્યું તો એ સનાતન સત્ય છે ! અને, આવા ઘડતરના કારણે, મોટાભાઈને “માન” પત્નિ, સંતાનો માટે “કંઈક કરી પરિવારનું ગુજરાન કરવું ” કે પછી, સગા-સ્નેહીઓને “પ્રેમભાવ ” આપવો કે પછી, અન્યને ” સ્નેહ ” આપવો …આ બધું જ શક્ય ” માતાના ઉપકાર” ના પરિણામરૂપે છે !
દેહની સંભાળ, એ એક વ્યક્તિની જવાબદારી કહેવાય…..પ્રથમ માનવીએ એના દેહની સંભાળ લઈ, દેહની શક્તિનો ઉપયોગ અન્યના લાભ માટે કરે તો એ સ્વાર્થ ના કહેવાય. એ પ્રમાણે, સંસારી માનવી, એના પરિવાર બારે મહેનત કરે તો એનું ઘર જ સંભાળી રહ્યો કહેવાય….અને, અને પછી, જગતની સંભાળ લેવા કે માનવસેવાના કાર્યોમાં આગેકુચ કરે તો એ યોગ્ય જ કહેવાય….બસ, અહી મેં ” એક સમજ “ની વાત કરી છે
મારા જીવને પ્રભુની ક્રુપા ખુબ જ થઈ છે…..પરિવારની સંભાળ બાદ કંઈક વધુ કરવા માટે શક્તિ….હ્રદયમાં પ્રેરણાઓ……જે થકી. મારી જીવન-સફરે “જનકલ્યાણ કાર્યો” તકો મળી, અને કઈક શક્ય થયું. મારા માતા પિતા આજે આ જગતમાં નથી તેમ છતાં એમની યાદ તાજી છે…..મારા મોટાભાઈ આજે આ જગતમાં નથી છતાં એમની યાદ મારા હ્દયમાં છે. આજે પત્ની અને સંતાનો સાથે જગતમાં સફર કરી રહ્યો છું. તમોને કાવ્ય કે આ લખાણ ગમશે એવી આશા,……..પ્રતિભાવ લખશો તો વાંચીશ>>>>>>>ચંદવદન.
 
 
FEW WORDS
 
 
Today it is the BHADARVA SUD AGIARARAS & it is MONDAY AUG. 31st 2009… & I am publishing a New Post ” PARVARIK KARTVYA PALAN ” meaning TAKING CARE of the FAMILY as a DUTY, & this is the STARING POINT of my JOURNEYof JANKALYAN KARYO…..I hope you like this Post…….Whether you agree with me or not, I thank you all for READING this Post…Your COMMENTS appreciated !>>>CHANDRAVADAN. 

ઓગસ્ટ 31, 2009 at 12:54 પી એમ(pm) 15 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 372,874 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31