કરૂં હું તો માનવ સેવા !

ઓગસ્ટ 23, 2009 at 3:50 પી એમ(pm) 20 comments

 

 

 
 
કરૂં હું તો માનવ સેવા !

માનવ થઈ,
જનકલ્યાણના કાર્યો કરી,
કરું હું તો માનવ સેવા !…..(ટેક )
પરિવારને સંભાળતા,
કર્તવ્ય-પાલન કરી,
કરૂં હું તો માનવ સેવા !…..મનવ…..(૧)
ડોકટર બની,
દર્દીઓની સારવાર કરતા,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૨)
જ્ઞાતિ ગરીબાય નિહાળી,
શિક્ષણ ઉત્તેજનનો યજ્ઞ કરી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ…..(૩)
જ્ઞાતિ બહાર માનવીઓને નિહાળી,
ભણતર-જ્ઞાન શ્રેષ્ઠ માની,
કરૂં હું તો માનવ સેવા !……માનવ….(૪)
નારી છે મહાન માની,
નારી સેવાના કાર્યો કરતા,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૫)
તંદુરસ્તી છે સૌને વ્હાલી,
મેડીકલ સહાયના કાર્યો કરતા,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૬)
લગ્ન એ નર-નારીનું પવિત્ર બંધન સમજી,
સમુહ લગ્નનું મહત્વ જાણી,
કરૂં હું તો માનવ સેવા !….માનવ….(૭)
ગરીબાય તો છે એક મોટી બિમારી,
ભુખ્યાને અન્ન, ‘ને તરસ્યાને પાણી આપી.
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૮)
વાંચનથી જ જ્ઞાન ગંગા બને,
સમજી એવું, પુસ્તકાલય સહકારનો ધ્યેય ધરી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ…(૯)
ભક્તિ પંથે સફર કરી,
પ્રભુ સેવામાં જન સેવા સમાવી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ…..(૧૦)
જન્મયો જે ધરતી પર કે જે જ્ઞાતિમાં એ ના ભુલી,
જનસેવાના યજ્ઞમાં સૌને સમાવી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ……(૧૧)
માનજો કે જે લખ્યું તે નથી કર્યું મેં,
કર્યું એ તો સર્વ પ્રભુએ જ !
ચંદ્ર કહે, એવા ભાવે  માનવીઓમાં માનવતા નિહાળી,
કરૂં હું તો માનવ સેવા !….માનવ….(૧૨)
 
 
કાવ્ય રચના…..ઓગસ્ટ, ૧૨,૨૦૦૯             ચંદ્રવદન. 
 
 
 

મારી જીવન સફર અને જનકલ્યાણના કાર્યો

આજે  એક કાવ્યરૂપે તમે મારા જીવનની “ઝલક “નિહાળી. અને, એ “ઝલક”માં મેં ફક્ત “જનકલ્યાણ કાર્યો”ના વિષયે પ્રગટ કર્યું હતું…..તમે “કાવ્યરૂપે “તો બધું જાણ્યું જ છે અને એથી મારે “વધુ શબ્દો” માં કહેવાનું રહેતું નથી…..છતાં, મને થયું કે શબ્દો-લખાણે કાંઈ ના હશે તો આ પોસ્ટ અધુરી હશે….કારણ કે જે કોઈને “કાવ્યરૂપે ” સુંદર કાવ્યની આશા હોય તેઓ સૌ નિરાશ થાશે, અને એટલા માટે કે મારી રચના તો છંદ/જોડણી વગરની એક ” શબ્દોની ગોઠવણી ” જ છે. અનેક તો કહેશે કે “આ તે કેવું કાવ્ય ? ” વળી . કોઈને કાવ્યમાં રસ ના હોય તેઓ “લેખ ” રૂપે વાંચવાની ઈચ્છા રાખતા હોય તેઓ ફક્ત કાવ્યથી નિરાશ હોય શકે. બસ, આવા વિચારો કારણે, આજે આ પોસ્ટ હું લખી રહ્યો છું. 
કોઈ પણ માનવી આ ધરતી પર એના જન્મથી શરૂઆત કરે,અને મ્રુત્યુ થકી એ એનો અંત મેળવે…..આ બે બિંદુઓ વચ્ચે રહે છે એની “જીવન સફર “.
મેં જે કુળે/જ્ઞાતિએ કે જે જન્મભુમી પર જન્મ લઈ આ સંસારમાં જીવવાનું શરૂ કર્યું  એ હું કદી ભુલી શકું તેમ નથી. કાવ્યમાં કર્તવ્ય-પાલનમાં મેં “જન સેવા ” જ નિહાળી છે. બચપણ વિતાવી અભ્યાસ કારણે હું એક ડોકટર બન્યો, અને દર્દીઓની સેવા કરતા ફરી મેં માનવ સેવા ચાલુ રાખી. બચપણમાં નિહાળેલી “જ્ઞાતિ ગરીબાય” ને હું કદી ભુલી શક્યો નહી. જ્યારે જ્યારે કોઈ પણ માનવી ની ગરીબાય નિહાળું ત્યારે ત્યારે હું ખુબ જ દુઃખ અનુભવું, અને મારી આંખોમાં આંસુઓ હોય છે…આવા ભાવે મારી શક્તિ પ્રમાણે કંઈક કરતો રહ્યો…..આ પમાણે, દર્દીઓના દુઃખોથી મારા હ્રદયમાં વેદના અનુભવી કંઈક કરવા પ્રભુએ જ પ્રેરણા રેડી, કંઈક શક્ય કરાવ્યું. અને મારા હ્રદય્ભાવ સાથે, “મેડીકલ સહકાર “,” નારીઓને સહકાર”તેમજ “શીક્ષણ-ઉત્તેજન કે પુસ્તકાલય સહકાર ” માટે મારો યજ્ઞ ચાલુ જ છે. ભક્તિ પથે હુ છું પણ એમાં હું જનસેવામાં પભુ જ નિહાળું છુ અને પ્રભુસેવામાં જનસેવા જ નિહાળું છું.
હવે પછી, અનેક પોસ્ટો દ્વારા આ વિષયે હું જે કંઈ વર્ણન કરૂં તેમાં તમે ફક્ત મારો “હ્દય ભાવ ” જ નિહાળશો…..જુદા કાર્યોના વર્ણનમાં ” હું કંઈ જ નથી કરતો ” એવો ભાવે નિહાળશો….અને, લખાણમાં થયેલી ભુલો સુધારશો એવી નમ્રવિનંતી.
મારૂં કાવ્ય કે આ લેખ તમોને ગમે એવી આશા ! મને ઉત્સાહ આપવા “પ્રતિભાવ” રૂપે લખશોને ?>>>>>ચંદ્રવદન.
 
 
 
 
FEW WORDS …
 
Today, it is the auspicious day of GANESH CHATURTHI…..and you are viewing this Post of my Life’s Journey & the JANSEVA Karyo. It is a a Poem in Gujarati & within that Poem I had tried to enlist different ways I had executed my ACTIONS to BENEFIT OTHERS and these include FAMILY…EDUCATION…WOMEN…..HEALTH…..WEDDINGS…..POVERTY…LIBRARY… GUJARATI LITERATURE ( Sahitya )….GYATI/BIRTHPLACE…..DEVOTIONAL PATH….and  above al to touch the l HUMANITY ( MANAVTA ) within ALL…I hope you like this Post & that you will come back to VIEW the OTHER POSTS too>>Chandravadan.
 
Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦) પરિવારીક કર્તવ્ય પાલન

20 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 23, 2009 પર 5:09 પી એમ(pm)

  માનવ ઉપર ભગવાનના હજારો ઉપકારો છે. તેનું ખોરાક લેવાનું, બોલવાનું, ચાલવાનું, ઉંઘવાનું સંપત્તિવાન બનવાનું વગેરે તમામ પ્રભુની ઈચ્છાથી શક્ય બને છે, કહેવાનો મતલબ કે માણસના જીવનની તમામ ‍િક્રયાઓ પ્ર‍‍‍ક્રીયાઓ ખુદતેનું અસ્તિત્‍વ પણ ઈશ્વરને આધિન છે. આપણી દરેક બાબતોમાં ભગવાન સાથે જ હોય છે. ભગવાનના આ અસંખ્‍ય ઉપકારોના બદલામાં તેમણે આપેલા ફળના બદલામાં એમાંથી નાનો હિસ્‍સો એટલે કે જેની ઉપર ભગવાનનો હક્ક થાય તે દેવ-ભોગ આપણે તેમના ચરણોમાં ધરીએ. ભગવાન પાસે કોઈ બાબતની કમી નથી. પરંતુ તેઓ ભક્તની ભાવનાના ભૂખ્‍યા છે. #brake# તેઓ આપણને દરેક કર્મનું ફળ આપે છે. પરંતુ તે એમ કહેતા નથી કે તેમાંથી ‍અડધો ભાગ મને આપી દે, તેઓ તેમાંથી માત્ર નાનો હિસ્સો જ માંગે છે, અને તે પણ વ્યક્તિગત રીતે તેઓ પોતાની પાસે રાખતા નથી, તેઓના અર્થાત માનવકલ્‍યાણના માર્ગે વપ્‍રાતા તેમજ ઈચ્‍છે છે. આમ, માનવે પ્રભુને ધરેલો ભોગ અંતે માનવના ઉપયોગમાં જ આવે છે.

  જવાબ આપો
 • 2. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 23, 2009 પર 5:18 પી એમ(pm)

  Pragnajuben,,,,Namaskar to you ! For today’s Post your COMMENT was the 1st…..You had said “some words of Wisdom ” to ALL. May this Post OR the Posts thar follow give the NEEDED INSIPATIONAL PUSH to OTHERS….& even if it be FOR ONE INDIVIDUAL, I will be THANKFUL to GOD for thar PRERANA ……>>>CHANDRAVADAN.

  જવાબ આપો
 • 3. વિશ્વદીપ બારડ  |  ઓગસ્ટ 23, 2009 પર 5:29 પી એમ(pm)

  કરૂં હું તો માનવ સેવા !….માનવ
  sundar bhavo..

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  ઓગસ્ટ 23, 2009 પર 6:03 પી એમ(pm)

  manav SEva-real Gandhian way
  Thank u

  જવાબ આપો
 • 5. Geeta and Rajendra- 'Dhavalrajgeera"  |  ઓગસ્ટ 23, 2009 પર 10:19 પી એમ(pm)

  “Tera Tujako Arapan!”
  Let us sing all and action too live the daily life….
  Your poem remind our family’s work which was started in 1954. We need people like you to be more on the land!!! who has been active servng people and specially the disablled …

  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  ઓગસ્ટ 24, 2009 પર 1:09 એ એમ (am)

  Your words from noble heart, I have heard
  a message of GEETA

  ગીતાજી .

  શ્રી કૃષ્ણ વદે,સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય
  સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ

  આત્માને અમર જાણ, દેહની નશ્વરતાને પહેચાન
  થા તું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

  સુણ પાર્થ ,જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
  થા માત્ર નિમિત્ત,કરવા સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ

  અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
  ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુજ હાથ

  તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
  હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  manav seva is a great religion.pl lead all of us.

  Ramesh Patel(aakashdeep)

  જવાબ આપો
 • 7. atuljaniagantuk  |  ઓગસ્ટ 24, 2009 પર 2:59 પી એમ(pm)

  જીવ સેવાની – સુંદર વાત, અને દરેક જીવમાં શિવ રહેલ છે તેવી શિવજ્ઞાને જીવસેવા થાય તો તો વળી સોનામાં સુંગંધ ભળે.

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 24, 2009 પર 5:09 પી એમ(pm)

  Email Response from THAKORBHAI LAD to the Post with GANESH CHATURTHI Greetings>>>>>

  Re: Fw: NEW POST….,JANKALYAN KARYO (1)Monday, August 24, 2009 7:37 AM
  From: “thakorbhai lad” View contact detailsTo: “chadravada mistry” Om,

  Happy GANESH CHATURTHI,

  And Good Fortune for the full Year ahead,
  To Chandravadanbhai,Family & All of the Readers,

  Jaishrikrishna,

  Thaorbhai & Padmaben Lad.

  જવાબ આપો
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 24, 2009 પર 6:09 પી એમ(pm)

  An EMAIL Response fot this Post>>>>>

  {યુવા રોજગાર} Re: Fw: NEW POST….,JANKALYAN KARYO (1)Sunday, August 23, 2009 8:54 PM
  From: “Prem Shrimali” View contact detailsTo: “Yuvarojagar-યુવા રોજગાર” આદરણીય ચંદ્રવદનભાઈ,

  ‘યુવારોજગાર’ ગૃપ તરફથી તમાર જનસેવા યજ્ઞ માટે અભિનંદન !!

  આ યજ્ઞને હંમેશા ચાલુ રાખો.

  -પ્રવિણ કે.શ્રીમાળી
  સંચાલકઃ “યુવારોજગાર” ગૃપ

  જવાબ આપો
 • 10. Ishvarbhai R. Mistry & Family  |  ઓગસ્ટ 25, 2009 પર 4:38 પી એમ(pm)

  Manav seva is one of the greatest thing one can do.Manav seva is Prabhoo seva they say.Very good thought Chandravadanbhai.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 11. અમિત પટેલ  |  ઓગસ્ટ 26, 2009 પર 3:58 એ એમ (am)

  વૈષ્ણવ જન તો તેને રે કહીએ
  જે પીડ પરાયી જાણે રે…..

  જવાબ આપો
 • 12. Rajul  |  ઓગસ્ટ 26, 2009 પર 8:33 એ એમ (am)

  Your are succesful & known, when you do somthing for others.

  જવાબ આપો
 • 13. Capt. Narendra  |  ઓગસ્ટ 27, 2009 પર 4:45 એ એમ (am)

  Anything you say with humility – which you always do, is from the heart and in the service of the Almighty. It never has the tint or an iota of self-praise. I for one would like you to share your experiences and the work you have done. We can always find a path, an indication as to how we too can, in our own way contribute in the service of humankind.

  Keep on writing. It is always inspiring to read your blog.

  જવાબ આપો
 • 14. પ્રવિણ કે.શ્રીમાળી  |  ઓગસ્ટ 29, 2009 પર 3:50 એ એમ (am)

  સર, આપણાં રોજિંદા દૈનિક કાર્યની સાથે-સાથે આ સમાજ ઉપયોગી જનહિતમાં આપણે ઘણું કરી શકીએ છીએ અને તે સેવા કરવી જ જોઈએ, કેમકે આપણે સમાજ નો એક હિસ્સો છીએ અને તેથી સમાજ પ્રત્યે પણ આપણી ફરજ છે કે તેના માટે કંઈક કરી જાણીએ. આ માટે હું એક લેખ લખી રહ્યો છું તેને આપ મારા બ્લોગ પર થોડીજ વારમાં વાંચી શકશો.

  જવાબ આપો
 • 15. Dr.Shashikant Mistry  |  ઓગસ્ટ 29, 2009 પર 4:27 એ એમ (am)

  Chandravadanbhai,

  Your beautiful poem summarizes the many types of work that can be done for the welfare of community at large. May it guide and inspire many to do such work.

  Shashibhai

  જવાબ આપો
 • 16. rekha sindhal  |  ઓગસ્ટ 30, 2009 પર 12:52 એ એમ (am)

  નારી છે મહાન માની,
  નારી સેવાના કાર્યો કરતા,
  કરૂં હું તો માનવ સેવા !…..માનવ

  માનવ સેવા ઘણી બધી રીતે થઈ શકે તે દર્શાવતુ સુંદર કાવ્ય. આપે દરેક રીતે કરવાનો પ્રયાસ કરી જીવન સફળ બનાવ્યુ છે. નિમ્ન કક્ષાની ઉચ્ચ સેવાઓ કરતા ઉચ્ચ કક્ષાની નાની નાની સેવાઓનું મૂલ્ય ઘણુ છે. આ કાવ્યમાં આપનુ જીવન ઉચ્ચપ્રકારની માનવતાથી ભર્યુ પડ્યુ છે. એમ જોઈ શકાય છે અને એ ગૌરવના આપ અધિકારી છો. વંદન સહ….આભાર

  જવાબ આપો
 • 17. Vishvas  |  ઓગસ્ટ 30, 2009 પર 7:02 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  ખુબ સુંદર જીવન અભિવ્યક્તિ.
  સાચા અર્થમાં કહીએ તો

  માનવસેવા એ જ સાચી પ્રભુસેવા.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 18. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 30, 2009 પર 1:41 પી એમ(pm)

  An EMAIL Response from CHANDRASHESHAR BHATT>>>

  > Fw: NEW POST….,JANKALYAN KARYO (1)Sunday, August 30, 2009 6:12 AM
  From: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadan:

  It’s about time to come to south. I am sure with your natural creations you are in harmony within and enjoying your good health. Sarathi’s yog camp is scheduled for Oct. 9-11 and I hope you both can join us. how are your children and grad children? Have a nice day. Jay shri Krushna!!!!!.

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો
 • 19. P Shah  |  ઓગસ્ટ 31, 2009 પર 3:20 પી એમ(pm)

  સંવેદનોની ખૂબ જ સુંદર અભિવ્યક્તિ
  !
  ઉમદા વિચારો !

  જવાબ આપો
 • 20. Mita  |  સપ્ટેમ્બર 8, 2009 પર 5:15 પી એમ(pm)

  May it guide and inspire many to do such work. it’s something that i can learn and pass on to my child.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: