ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)

ઓગસ્ટ 21, 2009 at 12:40 એ એમ (am) 13 comments

 
     
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)

 

જનકલ્યાણના કાર્યો યાને જનસેવા

ચંદ્રવિચારો શબ્દોમાં (૯)ની પોસ્ટ એક પત્રરૂપે તારીખ, ઓગસ્ટ, ૫, ૨૦૦૯ના રોજે પ્રગટ કરી હતી. ત્યારબાદ, તો તમે “સુવિચારો ” અને “ચંદ્રભજનમંજરી” પર એક ભજન સાંભળ્યું. …..યાદ છે કે એ ઓગસ્ટ,૫, ૨૦૦૯ની પોસ્ટના અંતે મેં લખ્યું હતું કે ” હવે પછી કયા વિષયે પોસ્ટો હશે એની ખબર નથી…વિચારો કરતા, પ્રભુ જ પ્રેરણા આપશે, એવીમારી પુર્ણ શ્રધ્ધા છે “….અને, આજે, પ્રભુપ્રેરણાથી જ “જનકલ્યાણના કાર્યો/ જનસેવા “ના વિષયે પોસ્ટૉ લખવાનો નિર્ણય લીધો છે.
આ વિષયે હું કેવી રીતે લખું ? આ પ્રશ્ર્નનો જવાબ મેળવવા અનેક વિચારો આવ્યા, કિન્તુ, અંતે થયું કે મારી જ જીવન-સફર તરફ નજર કરી, આ વિષયે કંઈક લખું. જ્યારે આ પ્રમાણે નિર્ણય લીધો તો ફરી બીજો વિચાર આવ્યો,..”પણ, તો તો કોઈ એવું માનશે કે આ માનવી પોતાના જ વખાણ કરે છે “….હું જરા અચકાયો…અને ત્યારે મારા હ્રદયમાં જાણે પ્રભુ જ બોલી રહ્યા હતા..”એવી ચિંતા મત કર ! હ્રદયભાવથી ફક્ત સત્યનો પ્રકાશ આપ ! ” બસ, આટલી પ્રેરણાથી મને આત્મબળ મળ્યું, અને આજે આ “જન-સેવા”ના વિષયે શુભ શરૂઆત કરી રહ્યો છું.
એક માનવ તરીકે જન્મ લેતા મારી જીવન-સફર શરૂ થઈ….અને, બાળજીવનથી યુવાની, અને ત્યારબાદ,ઘડપણ તરફ નિવ્રુત્તિજીવન. આ સમયગાળા દરમ્યાન, મેં મારા જીવને “પરિવર્તન ” નિહાળ્યું છે. દરેક સંસારી માનવી જીવન જીવતા બદલાય છે, એ સનાતન સત્ય છે !કોઈ મોહમાયામાંથી છુટવાનો પ્રયાસ કરે છે, તો કોઈ મોહમાયાની જાળમાં વધુ ફસાય છે..તો કોઈ કહે “હું નાસ્તિક છું ” તો કોઈ કહે “હું તો પ્રભુ-ભક્ત છું “..અને, કોઈ કહે ” આ મારૂં , આ મારૂં  ” ત્યારે કોઈ કહે “આ બધુ જ પ્રભુનું છે “, અને વળી કોઈ કહે ” હું તો મુર્તિપુજામાં ના માનું , પ્રભુ મારા હ્રદયમાં છે “તો કોઈ કહે ” હું તો મુર્તિમાં પ્રભુ જ નિહાળૂ છું, અને સતસંગથી મને આનંદ થાય છે ” આ બધા જ માનવ-પરિવર્તનના જુદા જુદા રૂપો છે…પણ, આ બધામાં ફક્ત એક જ તત્વ છુપાયેલું છે…અને એ છે “માનવતા “જ્યારે પણ આ માનવતા માનવ-હ્રદયે ખીલે ત્યારે “જનસેવા”નો યજ્ઞની શરૂઆત થાય છે, એવું મારૂં મનવું છે.
હવે પછીની પોસ્ટ હશે એક કાવ્ય, એ કાવ્ય દ્વારા હું જનકલ્યાણના કાર્યોની મારી જીવન સફર બારે થોડી “ઝલક “આપીશ, અને ત્યારબાદ, આ વિષયે તમે બીજી પોસ્ટૉ વાંચશો. આજની આ પોસ્ટ વાચી, તમે જરૂર તમારો પ્રતિભાવ આપી મને ઉત્સાહ આપશો, આપશોને ?……….ચંદ્રવદન.
 
FEW WORDS
 
 
On Thursday,August,20th.2009 it is SHRAVAN VAD AMAAS…& so the Holy Month of SRAVAN as per the Hindu Calender ended. As of today, Friday,August,21st 2009 the month of BHADARVO starts. You are today viewing a Post “CHANDRAVICHARO SHABDOMA (10) ” which introduces the New subject of “JANKALYANna KARYO/ JANSEVA ” with the reference to my own JOURNEYon this EARTH. I hope you enjoy reading this Post & ALL the Posts that will follow & on this subject.
>>>CHANDRAVADAN.
 

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

ચંદ્રભજન મંજરી (૬) કરૂં હું તો માનવ સેવા !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  ઓગસ્ટ 21, 2009 પર 1:23 એ એમ (am)

  Jan Kalyaan na tamara Vichato khub Ucha chhe– GAMYA.

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  ઓગસ્ટ 21, 2009 પર 2:10 એ એમ (am)

  Keep doing good wprk as you think!

  Rajendra

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓગસ્ટ 21, 2009 પર 3:47 એ એમ (am)

  જો માનવ ને જરૂર સમયે મદદ કરે સર્વ પ્રત્યે સમભાવ રાખે તે પ્રભુ ભક્તિ જ છે અને તેનો આનંદ સ્વર્ગના સુખથી કમ નથી.એટલે
  જનસેવા એ જ પ્રભુસેવા
  ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
  પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે
  હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
  નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  ઓગસ્ટ 21, 2009 પર 5:41 એ એમ (am)

  તમે ઘણી સમાજ સેવા કરી છે.

  જવાબ આપો
 • 5. Dr.Shashikant Mistry  |  ઓગસ્ટ 21, 2009 પર 4:05 પી એમ(pm)

  Chandravadanbhai,

  I hope in this section you will write about the ways in which one can serve the community at large and your experiences in doing the services that you adocate.That will give direction to all who enjor your blog.

  Shashibhai

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  ઓગસ્ટ 21, 2009 પર 7:57 પી એમ(pm)

  ડૉશ્રી ચન્દ્રવદનભાઈ

  આપના વિચારો માનવ જીવન ના પ્રવાહો પર ઘેરી અસર છોડનારા છે,કારણકે

  આ ફક્ત શાસ્તીય વાતો નથી પણ જીવન કથાના પડઘા છે.

  આપની વાત સૌને હ્ર્દયથી માણવી સમજવી અને માર્ગ દર્શક બનશે.શ્રી સુરેશભાઇ

  જાનીની સત્ય કથાઓ પણ વેબ સાઈટ પરનાં ઘરેણાં છે.

  હું પણ માનવ જીવન વીશે થોડીક પંક્તિઓ મારા કવનની share કરું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  પથ્થર મનને ઘસી ઘસી ચમકાવી દિવ્ય વ્યાપી થાજો મહારથી
  ગ્યાન કિરણે ઢૂંઢો જગે તો તમને ઈશ્વર સિવાય કંઈ જડશે નહીં
  સ્વયંને પરખ્યા વગર રહી જાશે, સર્વ સાધના જગે અધૂરી
  આત્મીય આનંદે નિષ્કલંક પ્રતિભાનો ,સૂર્ય સ્વયં જાશે પ્રકાશી

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  ઓગસ્ટ 21, 2009 પર 9:08 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ, નમસ્કાર
  વિશ્વ સમસ્તના કલ્યાણયજ્ઞમાં જનસેવાની આહૂતિ આપ આપો છો અને આપશો તે તમારો ઉચ્ચ વિચાર છે તેને હું બિરદાવું છું.
  દિલીપ ગજ્જર

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 22, 2009 પર 1:18 પી એમ(pm)

  This is an EMAIL Response from CHANDRASHEKHAR BHATT of LA>>>>>

  Fw: NEW POST ….& NEW SUBJECT of JANSEVAFriday, August 21, 2009 7:35 AM
  From: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “chadravada mistry” Bhai Chandravadan:

  It is always a pleasure to see that how you are guided to create poems and stories and bhajans. It provides reflection of your inner harmony. Quite frankly, though I do not get a chance to read all your poems and other creations, I just glance at the brief notes. That itself shows the nectar of your thought process. may you get guided to bring out best of you in all your creation. Your simplicity and creativity are unique.

  How is your health? it is about time to visit south. So do plan to visit us. how are your children? Sarathi’s Yog camp is scheduled for Oct. 9-11, 2009. please let me know if you like to come. Sau Kamuben ne yaad. Jay shri Krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો
 • 9. HEMANG  |  ઓગસ્ટ 22, 2009 પર 2:23 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવાદનજી,
  જનકલ્યાણ ના ભિષ્મપિતામહ શ્રી પૂનિતમહારાજ્જી એ એકજ જીવન સાચું જીવવાનો મંત્ર આપ્યો.
  “જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે. તેમના ભક્તોએ તેમના સ્વર્ગારોહણના ૭૫ વર્ષ બાદ પણ અવિરતપણે તેનો મંત્ર અચાર અને વિચારમાં જીવિત રાખ્યો છે. આવા મહાન સંતશ્રીના
  મહાયજ્ઞમાં જોડાઇને તેના પવિત્ર કાર્યને વિચાર સ્વરૂપે પણ તમારા જનકલ્યાણ અર્થે સેવા બદલ
  કોટી કોટી ધન્યવાદ.

  જવાબ આપો
 • 10. sudhir patel  |  ઓગસ્ટ 22, 2009 પર 8:34 પી એમ(pm)

  Very nice thought! Your experiences in this field will help the people and the community a lot!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 11. Vishvas  |  ઓગસ્ટ 23, 2009 પર 1:16 પી એમ(pm)

  Jay Shri Krishna Kaka,

  Sorry this is from mobile so not in gujarati.
  Janseva e j prabhseva.
  ane kadach ek doctor ane khub saras rite samji sake se, jyaare katokatini paloma pan te dardi ne sahay mate ladto hoy.

  same way we can put our efforts to help neededone.

  i think that if you forget to pray or not pray its ok. but dont forget to help others.

  yours Dr. Hitesh chauhan

  જવાબ આપો
 • 12. Capt. Narendra  |  ઓગસ્ટ 23, 2009 પર 6:46 પી એમ(pm)

  મંત્ર બોલવો અને તેને જીવનમાં ઉતારવો માનવ માટે મોટો સંગ્રામ હોય છે. તમે જનસેવા થકી પ્રભુસેવા કરી તેમાં આનંદ પામ્યો તેમાં જીવનનો મર્મ આવી જાય છે. જેવા ઉંચા તમારા વિચારો છે, એવું જ સુંદર જીવન જીવી રહ્યા છો. તમારી સાથેની મૈત્રી અમારા જેવા સાધારણ માણસો માટે સત્સંગ છે.

  જવાબ આપો
 • 13. Vinod Patel  |  ઓગસ્ટ 29, 2009 પર 11:11 પી એમ(pm)

  Very nice. I am looking forward to your writing on janseva. You are inspirational to me and many others.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: