સુવિચારો

August 10, 2009 at 2:44 am 20 comments

 
        
 
 
 

સુવિચારો

 

આચરણ

>> જ્ઞાનરૂપી પ્રકાશનું આચરણ કરતા, જીવનમાં સદગુણો ખીલે છે……જ્યારે, અજ્ઞાનરૂપી અંધકારથી અવગુણો વધી, માનવીનું પતન કરે છે !
 
>>જ્ઞાનથી માનવ વિચારોમાં શુધ્ધી……ત્યારબાદ, એવા શુધ્ધ વિચારોનું આચરણ દ્વારા માનવ ચારિત્રનું ઘડતર થાય !
 
>> માનવીનું મુલ્ય એના ચારિત્ર પર નભે……અને, ચારિત્રનો આધાર છે સદગુણોનું આચરણ !
 
બે શબ્દો
 
 
આજે તમે “આચરણ ” વિષયે “ચંદ્રસુવિચારો ” જાણ્યા…..જ્ઞાન, સદગુણો, ચારિત્ર, માવવ-મુલ્ય, વિચાર-શુધ્ધી આ બધા જ શાથે આચરણનું મહત્વ ઘણુ જ છે…..આચરણ વગર એ ચારેય અધુરા છે. ભલે, માનવ પાસે જ્ઞાન હોય અને એ મહાજ્ઞાની હોય કિન્તુ, જો એ જ્ઞાનને આચરણરૂપી જ્યોત ના આપે તો એનો શો અર્થ ? આ વિષયે, હવે હું તમારા વિચારો જાણવા માંગુ છું..તો, પધારી, તમે તમારો “પ્રતિભાવ ” આપશોને ? એ વાંચી , મને આનંદ થશે !>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS
 
Today’s Post is ” SUVICHARO ” meaning ” PEARLS of WISDOM “.
The topic is Aacharan or Putting into Actions…..Knowledge,virtues,character,value as a Human, and the the Right Thoughts…..ALL of these have a LINK to the TRANSLATION into the ACTIONS. Without any Action all the GOODNESS of the HUMAN is valueless. Therfore, remember the saying ” Practice what you preach ! “
I hope you like my message !>>>>>Chandravadan.
Advertisements

Entry filed under: સુવિચારો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૯) ચંદ્રભજન મંજરી (૬)

20 Comments Add your own

 • 1. pravinash1  |  August 10, 2009 at 5:53 am

  This is absolutely true. But some times “Duniyane undha chashma hoy” what to do about that.

  Reply
 • 2. pragnaju  |  August 10, 2009 at 6:31 am

  શાશ્વત સેવા આ પદની તદાકારતા સંધાય તેવો પ્રયત્ન કરવાનો છે, આત્મામાં છુપાયેલી અનંત શક્તિનો ખજાનો ખોલવો છે પણ ક્યારે તે ખુલે? સમજ હોય તો સંગ્રહ જરૃરી છે, સંગ્રહ દ્ધારા દુનિયાની વસ્તુઓ ઉપર મમત્વ-આસકિત નથી કરવી, વિવેકપૂર્વક તેનો સદુપયોગ કરવો જોઇએ. ફૂલ સુંદર-રમણીય છે. સુગંધી છે. અને ચારે બાજૂ વાતાવરણને પણ સુગંધી હરે છે. રાતે રાતરાણી ખીલે છે ને વાતાવરણ મહેંકી જાય છે. ચારિત્ર પણ પુષ્પ સમાન છે. પોતે સુવાસમય છે અન્યને સુવાસિત હરે છે. કોઈનું છીનવી નહીં લેવાનો ભાવ, અણહક્કનું પ્રાપ્ત નહીં કરવાની પ્રતિજ્ઞા, પરસ્પર અવિશ્વાસ નહીં રાખવાનો ભાવ પણ ચારિત્રનો જ ભાવ છે. આ લૌકિક ચારિત્રની વાત છે. પરસ્પર લેવડ દેવડમાં એક વ્યક્તિ પૈસા ગણીને આપે-સામેની વ્યકિત નોટો ગણે શા માટે અવિશ્વાસ આમાં બંનેનો અમૂલ્ય સમય વેડફાયો તેનું ભાન છે. ચારિત્ર એટલો મોટો સદ્ગુણ છે કે તેના પર જીવનની ઈમારત સર્જાય છે, પૂજ્યશ્રીએ ચિંતનમાં આગળ વધતાં જણાવ્યું કે, આપણા વિચારથી દેશ-દુનિયાનું ભલું થાય આ વિચારધારા નિરંતર-ચાલવી જોઈએ ભ્રષ્ટાચારને રોકવા સતત છ-છ મહિના વિશ્વાસ પૂર્વક વિચાર કર્યા પછી પરિણામ જુવો અવશ્ય સફળતા

  Reply
 • 3. atuljaniagantuk  |  August 10, 2009 at 7:22 am

  Very true. Actions are equally important. First our mind should grasp noble thought and than we have to put it in action. Without action what is the use of knowledge? Action is as important as thought, otherwise the library would be wisest place in the world.

  Reply
 • 4. પ્રવિણ કે.શ્રીમાળી  |  August 10, 2009 at 12:33 pm

  સુંદર સુવિચાર !

  જ્ઞાન નો પ્રકાશ એટલે પ્રગતિ નો પંથ.

  Reply
 • 5. Harnish Jani  |  August 10, 2009 at 1:11 pm

  It is very important to understand what is gyan and what is Agyan.
  For some mislead person Agyan is Dyan and he keeps going on wrong path.

  Reply
  • 6. DR. CHANDRAVADAN MISTRY  |  August 10, 2009 at 1:41 pm

   Harnishbhai,
   Your point is well taken….that is why one MUST take a shelter under the BHAKTI or PARAM TATVA PATH in Life ( even for a brief period ) & once he/she had done that it is deep-rooted & even if one pretends to have ABANDONED it …it silently keeps guiding that person to the RIGHT PATH.
   This is my understanding ! You or others may differ.
   THANKS for your COMMENT !>>>>Chandravadanbhai

   Reply
 • 7. rekha sindhal  |  August 10, 2009 at 3:21 pm

  “Practice what you preach” is very Important. great thoughts.

  Reply
 • 8. P Shah  |  August 10, 2009 at 5:55 pm

  જેમ પ્રભુ મારામાં વસે છે તેમ તે બીજામાં પણ વસે છે- આટલું જ જ્ઞાન
  માણસને થાય તો તેનું જીવન સદગુણોથી ખીલી ઊઠે અને પ્રભુ સમિપ
  જવાનો માર્ગ ખૂલી જાય !
  આપના સુવિચારો વાંચી આનંદ થયો.

  Reply
 • 9. Ramesh Patel  |  August 10, 2009 at 8:03 pm

  Dr shri CHANDRAVADANBHAI
  માનવીનું મુલ્ય એના ચારિત્ર પર નભે……અને, ચારિત્રનો આધાર છે સદગુણોનું આચરણ !

  And pragnanjuji

  ચારિત્ર પણ પુષ્પ સમાન છે. પોતે સુવાસમય છે અન્યને સુવાસિત હરે છે. કોઈનું છીનવી નહીં લેવાનો ભાવ, અણહક્કનું પ્રાપ્ત નહીં કરવાની પ્રતિજ્ઞા, પરસ્પર અવિશ્વાસ નહીં રાખવાનો ભાવ

  REALLY WORDS TOUCHED MY SENCE AND HEART. .
  thanks a lot

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 10. Capt. Narendra  |  August 10, 2009 at 11:40 pm

  તદ્દન સાચી વાત. માનવીનું મૂલ્ય તેના ચારિત્ર્ય પર જ અંકાય. તમે કહો છો તેમ જ્ઞાનનો પ્રકાશ ત્યારે જ ફેલાય જ્યારે માણસ મેળવેલા જ્ઞાનને આચરણમાં મૂકે.

  Reply
 • 11. dilip  |  August 11, 2009 at 12:48 am

  આચરણ વિષે સુંદર સુવિચાર વાંચ્યા….આચરણ જરુરી છે તેની ના નથી..પણ જ્ઞાન સ્વતઃસિદ્ધ છે..આપણી પાસે કશું ન હોય તો પણ જ્ઞાન હોવું…કિંમતી છે, મૂલ્યવાન છે…અમૂલ્ય છે…જ્ઞાનરુપી પ્રકાશનું આચરણ…જ્ઞાનથી પ્રકાશ ખુલ્લો થાય છે તે જ તેની સિદ્ધિ…પ્રથમ અજ્ઞાનથી આવૃત જીવાત્મા અંધકારમાં સપડાયેલ હોય છે..જ્ઞાન થતા..કે હું પ્રકાશ ચિદાનન્દરુપ શિવોહં છું…તે કહી ઉઠે છે ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ…જ્ઞાનીને પ્રવૃત્તિ હોય કે આ પણ એક પ્રશ્ન છે…તેનું હોવું જ આનંદરુપ છે…અજ્ઞાનથી પ્રવૄત્તિ શરુ થાય છે જ્ઞાનથી નિવૃત્તિ અને મુક્તિ…મહાપુરુષ કરુણાથી જગતના ઉપકારાર્થે પ્રવૂત્તિ કરે અને સુધારે તો આખી જિંદગી ઓછી પડે..અને આખુ જગત તો પણ ન સુધરી શકે..જ્ઞાનીને કર્મ કરતા છતાં કર્મ છે જ નહિ…અજ્ઞાનીને કર્મ અને આચરણની ચિન્તા છે..જ્ઞાન કર્મ અને ભક્તિ તેમાંથી જ્ઞાને સહુથી ઉત્તમ…જ્ઞાની આત્મૈવ મે મત..જ્ઞાની મારો આત્મા છે..જ્ઞાનવિહીનસર્વમતેન મુક્તિ ન ભજતે જન્મશતેન…તેમાં પણ શંકરાચાર્ય જ્ઞાનનો મહિમા દર્શાવે છે.. જ્ઞાનનું ઉત્તુંગ શીખર અએટલે શીવજી.બસ ત્યારે..અંતે મારી પંક્તિ,
  આપણું હોવું અહી ક્યાં નાનીસૂની વાત છે ?
  વિશ્વરચના જોઈને બુદ્ધિ જ ચકરાઈ જશે.

  Reply
 • 12. Govind Maru  |  August 13, 2009 at 11:41 am

  ખુબ જ સુંદર સુવીચાર ! !! !!!

  Reply
 • 13. સુરેશ જાની  |  August 13, 2009 at 11:59 pm

  લાઓ ત્સે નો એક બહુ ચર્ચાસ્પદ પણ કડવી વાસ્ત્વીકતા જેવો વીચાર –
  જ્ઞાન જ બધા દુખોનું મુળ છે !!
  જો કોર્ર જાતનું જ્ઞાન સજીવને ન હોય તો કદાચ
  જીવન દુખ મય ન હોત …

  Reply
  • 14. DR. CHANDRAVADAN MISTRY  |  August 14, 2009 at 1:59 am

   સુરેશભાઈ,

   તમે પધારી જે પ્રતિભાવરૂપે લખ્યું તે માટે આભાર. તમે લખો છો કે “કોઈ જાતનું જ્ઞાન જ ન હોય તો કદાચ જીવન દુઃખમય ન હોત ”

   જ્ઞાન કે અજ્ઞાન સાથે દુઃખનો કોઈજ સબંધ નથી એવું હું કહું ..અરે, જ્ઞાન કે અજ્ઞાનને સુખ સાથે પણ સબંધ નથી. એથી, માનવ-જીવનને કોની સાથે સબંધ છે તે સવાલ આવે. દેહરૂપી માનવને ફક્ત એના આત્મા સાથે સબંધ છે. એ પોતાના આત્માને ખરેખર જાણે તો “કહો એને જ્ઞાન કે કહો એને આનંદ “…ખરેખર, આપણે સૌ “આનંદ ” કે “પરમાનંદન “ની જ શોધમાં નથી ?…..ચંદ્રવદન.

   Reply
 • 15. સુરેશ જાની  |  August 15, 2009 at 12:37 am

  આત્મા, પરમાત્મા , પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, …. આ બધા કલ્પના કે વીચારથી ઉદભવેલ ચીજો છે.
  પણ જ્ઞાન એ ઈન્દ્રીયો અને મન દ્વારા અનુભવાતી, નીર્વીવાદ વાસ્તવીકતા છે.
  દાત. સોય ભોંકાય અને પીડા થાય , તે સ્પર્શના જ્ઞાનના પ્રતાપે છે. એ જ્ઞાન ન હોય , કે હીપ્નોટીઝમ કે ધ્યાન વડે કામચલાઉ ભુલાવી દેવાય , તો પીડા ન થાય.
  લાઓ ત્સે એ બહુ વીચાર પુર્વક આ કહ્યું છે.

  મારા માનવા પ્રમાણે આધ્યાત્મીકતા માનવીની સુખની શોધની મુળભુત વૃત્તીમાંથી ઉદભવેલું શાસ્ત્ર છે. અને કદાચ એમાંથી પેદા થયેલા વીવીધ વીચારોને કારણે જગતના ધર્મો બન્યા છે.

  અને આના કારણે સૌથી મહાન અનીષ્ટો સર્જાયા છે. સર્જાઈ રહ્યા છે અને હજુ પણ સર્જાશે.

  મારા નમ્ર માનવા પ્રમાણે .. આ વીચાર અને વીવાદ કરતાં વર્તમાનમાં જીવવું અને માનવ ધર્મનું આચરણ કરવું એ વધારે અગત્યની બાબતો છે.

  તમે તમારા સમાજની જે સેવા કરી છે. તેવી સેવા સૌ ભણેલા, અને સમૃદ્ધ લોકો કરતા થાય , તો જીવનની ઘણી વીષમતાઓ દુર થવા માંડે.

  માનવ ધર્મીઓની સંખ્યા એક કરોડ થાશે ત્યારે એક મહાન સામાજીક બળ પેદા થશે નએ હજારો વર્ષોની ગલત ફહેમીઓનો અંત આવશે.; એમ મારું માનવું છે.
  \અસ્તુ …

  Reply
  • 16. DR. CHANDRAVADAN MISTRY  |  August 15, 2009 at 1:58 am

   સુરેશભાઈ,

   નમસ્તે ! તમે પધારી જે લખ્યું એ સત્ય છે….જવાબ આપવો ના હતો, છતાં લખી રહ્યો છું , અને સમજાતું નથી.

   તમે દર્શાવેલા વિચારો માટે તમોને વંદન સહીત આભાર.

   તમે જે લખો છો તેના સારરૂપે લખું તો તમારો મત એવો છે કે……”માનવી આ જગમાં એનું જીવન જીવતા, એની અંદર રહેલી “માનવતાની જ્યોત “ને ખરેખર જાણી, આચરણ કરતા શીખે તો એનું જીવન “વર્તમાન”માં જ વહેતું રહે “…આ હ્તી મારી સમજ..કોઈ ભુલ થઈ હોય તો સુધારશો. …..અહી આવે છે “જનસેવા “…અને, આ વિષયે ચર્ચા હશે. તો, જરૂરથી પધારી પોસ્ટો વાંચશો, એવી નમ્ર વિનંતી છે.

   >>>ચંદ્રવદન.

   Reply
 • 17. Dr.Shashikant Mistry  |  August 16, 2009 at 2:56 pm

  You said it well. Goodl character depends upon putting in practice what is noble,good and ideal in our day to day activities in life.Every one should strive for it.

  Reply
 • 18. bipinpatel  |  February 6, 2010 at 2:08 pm

  તમે દર્શાવેલા વિચારો માટે તમોને વંદન સહીત આભાર.

  Reply
 • 19. bipinpatel  |  February 6, 2010 at 2:10 pm

  તમે દર્શાવેલા વિચારો માટે તમોને વંદન સહીત આભાર.

  હજારો વર્ષોની ગલત ફહેમીઓનો અંત આવશે.; એમ મારું માનવું છે.

  Reply
 • 20. deepak shukla  |  September 3, 2011 at 10:36 am

  your so good through pranam from me and my family

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

August 2009
M T W T F S S
« Jul   Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: