હ્રદય દર્દની તુલના

જુલાઇ 29, 2009 at 12:35 એ એમ (am) 16 comments

   https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

હ્રદય દર્દની તુલના

હ્રદય ખોલી કાર્ય તમે કોઈનું કરો,
આગળ હસી, અને, પાછળ છાતીમાં ખંજરનો ઘા સહન કરો,
દર્દ આવાની તુલના કેમ કરવી ?……(૧)
થતું સારૂં કાર્ય અટકાવવાની તો એક વાત,
કિન્તુ, જે હોય તેને પણ છીનવી લેવાની તો અલગ વાત,
દર્દ આવાની તુલના કેમ કરવી ?……(૨)
સંસારી જીવને બનતી હોય ઘટનાઓ આવી,
પ્રભુએ કશોટીરૂપે જ જાણે એ આપી,
દર્દ આવામાં પ્રભુશ્રધ્ધા ભરી, તમ-જીવન સફર કરવી !…..(૩)
 
કાવ્ય રચના….જુન. ૨૫, ૨૦૦૯            ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક ગુજરાતી કાવ્ય “હ્રદય દર્દની તુલના “…..આ પહેલા, “ચંદ્રપૂકાર” પર એક જન્મ ખુશીનું કાવ્ય, એક મ્રુત્યુ સમયનું “અંજલી” કાવ્ય,અને ત્યારબાદ, “ગરીબાયના આંસુ”, અને અંતે “માંદગી કોણે બોલાવી ? “…આ પ્રમાણે, તમે માનવજીવને જન્મની ખુશી બાદ “માનવ-દુઃખો” બારે વાંચ્યું.
હવે, આ કાવ્ય દ્વારા માનવ હ્રદયે જે દર્દ થાય તે બારે ઉલ્લેખ કર્યો છે.હ્રદયનું દુઃખ ભયંકર હોય છે. ઘણી વાર માનવી એને છુપાવે છે, તો કોઈક વાર એ એનું દુઃખ કોઈકને કહી એનું દીલ હલકુ કરે છે. આ પ્રમાણે, હ્રદય-દર્દ આપનાર વ્યક્તિ આપણા જ નજીકના/વ્હાલા હોય ત્યારે તો હૈયામા જે દર્દ થાય તેને શબ્દોમાં કહેવું અશક્ય છે. આવી ઘટનાઓનો જે કોઈ અનુભવ કરે તે જ એ સમજી શકે!….અને, આવા સમયે, સંસારી માનવીને જો કોઈનો “સાચા દીલ”થી સહકાર મળે ત્યારે એ એનું દુઃખ હલકુ કરી શકે છે, અને ભક્તિપંથે દોરી, એને ઘટના ભુલવાની પ્રેરણા આપી, થોડી મોહ-માયામાંથી મુક્ત કરી, એને જીવન-સફરે આગેકુચ કરવા શક્તિ આપે છે.
આ પોસ્ટના વાંચકોએ કદાચ એમના જીવને આવી જ ઘટનાનો સામનો કર્યો હોય તો એ કદાચ તાજી થાય….જેમણે આવી ઘટનાઓનો સામનો નથી કર્યો એમણે તો પ્રભુનો પાડ માનવો જોઈએ….સૌએ તો આ માનવ-જીવન સફર કરતા,મળતા સુખો કે દુઃખોને પ્રભુ-શક્તિ દ્વારા હિમંત મેળવી, મનની “સ્થીરતા” રાખી,સામનૉ કરવાની ટેવ કેળવવી રહી……આટલું જો શક્ય થાય તો માનવીનું જીવન ધન્ય થઈ જાય. સૌ પર આવી “પ્રભુ-ક્રુપા” થાય એવી મારી પ્રાર્થના !
આશા છે કે તમોને મારૂં કાવ્ય અને આ “બે શબ્દો” ગમે…શક્ય હોય તો તમે તમારો “અભિપ્રાય” આપશો. ………ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Kavya (Poem ) entitled ” HRADAY-DARDni TULANA “..In this Post. Ihad tried to talk about other Humans ( sometimes those close to you & you Love ) try to do harm to you…& this gives the “biggest hurt ” in the Heart. It is during that period , you may hide what had happened to you OR may get the courage to tell that to a Friend. Thus. one can get the needed comfort & healing…..Also at the same time, his Faith in God is stronger.
As a reader of this Post, if anyone has had the ” hurt in the Heart ” then you may be reminded of that incident again…& if you did not have any of such experience then you are lucky & must thanks God for that….And, to ALL I wish that God showers his BLESSINGS always on you !. I hope you like my Poem & these “FEW WORDS ” !>>>>>CHANDRAVADAN. 
Advertisements

Entry filed under: કાવ્યો.

કોણે બોલાવી માંદગી ? મન અને વિશ્વાસ

16 ટિપ્પણીઓ Add your own

 • 1. BHARAT SUCHAK-GUJARATIKAVITA ANE GAJAL  |  જુલાઇ 29, 2009 પર 2:16 એ એમ (am)

  chandravadanbhai bahu saras rachna

  please visit gujarati ane tamaro amulya abhipraya apejo

  http://gujaratikavitaanegazal.ning.com

  જવાબ આપો
 • 2. Ramesh Patel  |  જુલાઇ 29, 2009 પર 3:27 એ એમ (am)

  life with feelings is real life.
  our heart bits varies accordingly.
  enjoyed your views about heart.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 3. Ramchandra Prajapati  |  જુલાઇ 29, 2009 પર 11:35 એ એમ (am)

  Life is depend on human’s Past Action (Karm) and will get it.But GOD’s will provide sufficent power to protect your life.

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  જુલાઇ 29, 2009 પર 1:30 પી એમ(pm)

  સંસારી જીવને બનતી હોય ઘટનાઓ આવી,
  પ્રભુએ કશોટીરૂપે જ જાણે એ આપી,
  દર્દ આવામાં પ્રભુશ્રધ્ધા ભરી, તમ-જીવન સફર કરવી !…..(૩)
  Khub Sachi vaat

  જવાબ આપો
 • 5. અક્ષયપાત્ર  |  જુલાઇ 29, 2009 પર 3:06 પી એમ(pm)

  માંદગીનું દુ:ખ આજે ઘરે ઘરે છે. સરસ રચના !

  જવાબ આપો
 • 6. Ishvarbhai R. Mistry & Family  |  જુલાઇ 30, 2009 પર 5:26 એ એમ (am)

  Our Karma builds our life.Good Karma will always open your way and guide you through all difficulties. Good poem Chandravadanbhai. keep up the good work.
  Thankyou for sharing.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 7. Capt. Narendra  |  જુલાઇ 30, 2009 પર 7:53 એ એમ (am)

  “થતું સારૂં કાર્ય અટકાવવાની તો એક વાત,
  કિન્તુ, જે હોય તેને પણ છીનવી લેવાની તો અલગ વાત,
  દર્દ આવાની તુલના કેમ કરવી ?”
  જીવનનું આ કટૂ સત્ય છે. આવા દર્દનો અનુભવ વર્ણવવો શક્ય જ નથી અને વ્યથીત વ્યક્તિ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તેની તુલના થઇ જ ન શકે. સુંદર-સરળ ભાવપ્રદર્શન દ્વારા તમે અનેક સત્કાર્ય કરનારાઓની ભાવનાને શબ્દ અપ્યો છે, ચંદ્રવદનભાઇ.

  જવાબ આપો
 • 8. સુરેશ જાની  |  જુલાઇ 30, 2009 પર 2:37 પી એમ(pm)

  ‘ મેરા નામ જોકર’ ફીલ્મ યાદ આવી ગઈ.

  જવાબ આપો
 • 9. mustdeein  |  જુલાઇ 31, 2009 પર 4:03 એ એમ (am)

  sarach blog che, tamara blog ni visit lay saru lagyu

  જવાબ આપો
 • 10. atuljaniagantuk  |  જુલાઇ 31, 2009 પર 5:41 એ એમ (am)

  ઘણીયે વાર સત્કાર્ય કરનારાઓના સારા કાર્યને બિરદાવવાનું તો એક બાજુએ રહ્યું પણ તેની ઉપર માછલાં ધોવાતાં હોય છે. આવે વખતે જે વ્યથા થાય છે તેને આપે સરળ શબ્દોમાં સુંદર વાચા આપી.

  જે ગમે જગદગુરૂ દેવ જદીશને,
  તે તણો ખરખરો ફોક કરવો

  એમ નરસીંહની સલાહ મુજબ આ સર્વ પ્રભુની કસોટી રૂપ જ છે તેમ જાણીને નિજ નિજ કર્તવ્ય કર્મો કરતાં રહેવા તેવો સુંદર સંદેશ પણ આપ્યો.

  આભાર અને ધન્યવાદ.

  ગીતામાં પણ ભગવાન અર્જુનને કહે છે કે તું તારું કાર્ય કર.

  લાભ, હાનિ, સુખ, દુઃખ કે જીત મળે કે હાર
  સરખા સહુને માન ને, લડવા થા તૈયાર.

  તો બસ, આમ જ આ જીવનની લડાઈ લડતાં રહેવાની છે.

  જવાબ આપો
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 1, 2009 પર 4:53 પી એમ(pm)

  THANKS a lot for publishing my Post on NIPRA…I will revisit your Blog !
  Chandravadan Mistry ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

  જવાબ આપો
 • 12. pragnaju  |  ઓગસ્ટ 2, 2009 પર 12:12 એ એમ (am)

  સંસારી જીવને બનતી હોય ઘટનાઓ આવી,
  પ્રભુએ કશોટીરૂપે જ જાણે એ આપી,
  દર્દ આવામાં પ્રભુશ્રધ્ધા ભરી,
  તમ-જીવન સફર કરવી

  ખૂબ સુંદર ભાવ્

  જવાબ આપો
 • 13. neetakotecha  |  ઓગસ્ટ 2, 2009 પર 1:39 એ એમ (am)

  હ્રદય ખોલી કાર્ય તમે કોઈનું કરો,
  આગળ હસી, અને, પાછળ છાતીમાં ખંજરનો ઘા સહન કરો,

  khub sachchi vat

  જવાબ આપો
 • 14. Vishvas  |  ઓગસ્ટ 2, 2009 પર 12:49 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  અત્યારે રહેવા,ખાવાની સગવડ તથા કામના ભારણ અને વેતન વધારાની માંગને લઈને અમે ગુજરાતના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરેલ છે,જેની વિગત આપ બ્લોગ http://gardgujarat.blogspot.com પર જોઈ શકશો જેના લીધે સમય મળી શકતો નથી તો તે બદલ દરગુજર કરશો.
  વળી મન પણ મુલાકાત લઈ શકતી નથી તો તે પણ દિલગીર છે.
  અને અત્યારે કદાચ અમારા હૃદયની સ્થિતિ પણ કંઈક આવી જ છે કારણકે અહીં રેસિડન્સીમાં ૨૪ કલાક કામ કરીએ છીએ છતા રહેવાના તથા કામના સ્થળનિ ગુણવતા અને વેતન રૂપે નહીવત મળે છે ત્યારે પણ સરકાર માંગ સ્વીકારવાને બદલે અત્યારે અમારા પર આવશ્યક સેવા ધારો(એસ્મા)નો કાયદો લગાડેલ છે.માટે આ હૃદયના દર્દને અમે દરેક સમજી શકીએ છીએ.

  હ્રદય ખોલી કાર્ય તમે કોઈનું કરો,
  આગળ હસી, અને, પાછળ છાતીમાં ખંજરનો ઘા સહન કરો,
  દર્દ આવાની તુલના કેમ કરવી ?

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 15. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 2, 2009 પર 5:15 પી એમ(pm)

  This is an Email Response of HEMANG to this Post>>>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARSunday, August 2, 2009 9:24 AM
  From: “hemang nanavaty” View contact detailsTo: “chadravada mistry” chandravadanji,
  tamari harday na dard ni ksvita vanchi.
  vicharta kari muke tevun chhe.
  maro manobhav nicheni kavita dwara darshavun chhun.
  કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
  એક કામના માણસને નકામો કરી દીધો છે.
  ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
  સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.
  ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દિધો છે.
  પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.
  ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
  ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દિધો છે.
  માયાએ કાયાને પ્રેમ કરતો કરી દિધો છે.
  પ્રેમ કહી વાસનામાં રમતો કરી દિધો છે.
  તમે મારા આત્માને ખોખલો કરી દિધો છે.
  ને મને, દુનિયાદારી કરતો કરી દિધો છે.

  જવાબ આપો
  • 16. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 2, 2009 પર 7:49 પી એમ(pm)

   This is my ” COMMENT ” for the ALL who had commented for this Post>>>>>>

   વ્હાલા વાંચકો,

   પ્રતિભાવો વાંચ્યા…..પ્રથમ ભરતભાઈનો, અને અંતે હેમંગભાઈનો મળીને કુલ્લે ૧૫….વાંચી ખુબ જ આનંદ !

   સૌને પોસ્ટ ગમી !

   કોઈએ સાથે એમના ” વધુ વિચારો ” જણાવ્યા, જેમકે નરેન્દ્રભાઈએ, અતુલભાઈએ, અને છેલ્લે હેમંગભાઈએ…અને, સાથે, ડો. હિતેશે એની “હડતાલ “ના દર્દ સાથે પોસ્ટના કાવ્યની સરખામણી કરી !

   હું આ ” મારા શબ્દો ” સાથે સૌનો આભાર દર્શાવી રહ્યો છું !……ચંદ્રવદન.

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: