કોણે બોલાવી માંદગી ?

જુલાઇ 25, 2009 at 5:55 એ એમ (am) 10 comments

https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

કોણે બોલાવી માંદગી ?

જીવનમાં માંદગી આવી…..કોણે બોલાવી એ માંદગી ? ….(ટેક )
ડાયાબીટીસ અને હ્રદય રોગ છે તને,
અરે,  તો  વંશવેલાથી છે તને,
હવે તો, એનો સ્વીકાર કરી, કાળજી લેવી,
ફરજ બને છે તારી એવી !……જીવન…(૧)
છે ફેફસામાં ટીબી કે નિમોનીઆ તને,
અરે, એ તો જંતુઓ કારણે છે તને ,
હવે, તો એનો સ્વીકાર કરી, દવાઓ લેવી,
ફરજ બને છે તારી એવી !…..જીવન…(૨)
ભયંકર કેન્સરનો રોગ છે  તને,
અરે, એ તો ખોરાક કે હવામાંથી હોય શકે તને,
હવે, એનો સ્વીકાર કરી, પ્રભુશ્રધ્ધાથી સારવાર કરવી,
ફરજ બને છે તારી એવી !…..જીવન….(૩)
આંખે મોતીઆ પણ નાબુદ હોય શકે,
દેહની ખામીઓ પણ નાબુદ હોય શકે,
હવે, એવું જાણી, તૈયારી તારે ઓપરેશનની કરવી,
ફરજ બને છે તારી એવી !……જીવન…..(૪)
પુર્વ જન્મના કર્મે માંદગી તને આજે ?
કે પછી, બીનકાળજી કારણે માંદગી તને આજે ?
હવે તો સ્વીકાર કરી, ડોકટરી સલાહો લેવી,
ફરજ બને છે તારી એવી !…..જીવન….(૫)
 
કાવ્ય રચના…જુન, ૨૪, ૨૦૦૯            ચંદ્રવદન.
 

બે શબ્દો

આજની પોસ્ટ છે ગુજરાતી કાવ્ય રચના “કોણે બોલાવી માંદગી ?”….માનવીના જીવને “માંદગી” એક મહાન દુઃખભરી કહાણી છે. કોઈક માંદગી ડોકટરી જાણ પ્રમાણે વંસવેલામાં આવે, કોઈક જંતુઓના કારણે, તો કોઈકહવામાન કે ખોરાકના કારણે હોય છે. “કેન્સર” કે થોડા બીજા રોગો થવાના કારણો બારે માનવી અલ્પ જાણી શક્યો છે અને એનો પુરો ઈલાજ જાણી શક્યો નથી. કોઈક રોગો ઓપરેશનથી નાબુદ થઈ શકે છે. જન્મ સાથે માનવીને “દેહની ખામી”રૂપે કોઈક રોગો હોય શકે છે, અને અનેકનો ઓપરેશન દ્વારા ઈલાજ હોય છે.
માનવીએ “માંદગી”નો સ્વીકાર કરવો એ અગત્યનું છે….ત્યારબાદ, ડોકરી સલાહો પ્રમાણે ઈલાજ કરવો કે ખોરાક/પરેજી વિગેરે કરવું એ એની ફરજ બની જાય છે. અને, એવી ફરજ બજાવતા, માનવીએ ” પ્રભુશ્રધ્ધા”નો સહારો લેવો જરૂરીત છે એવું મારૂં માનવું છે. આવા વર્તનથી માનવી એનું “આત્મબળ”વધારી શકે છે, અને જે થકી,એ માંદગીનો સામનો કરવા શક્તિ મેળવી શકે છે.
મારા આજના કાવ્યમાં ફક્ત આ જ “શીખ” છે !
સૌ વાંચકો આ પોસ્ટ વાંચી, “નેગેટીવ” કે ખોટા વિચારોને છોડી, “પોસીટીવ”યાને શુભ વિચારો તરફ જઈ, જીવન સફર ચાલુ રાખે. આ કાવ્ય-રચના તેમજ આ વિચારો તમોને ગમે એવી આશા……….ચંદ્રવદન. 
 
 
FEW WORDS
 
The Post of today is a Gujarati Poem entitled ” KONE BOLAVI MANDAGI ? ” meaning  ” Who had called the Illness ? “. In this Post, I have tried to inform the readers that the ILLNESSES of the Humans may be Familial, may be caused by GERMS, may be as Birth-defects & may be without the Full Understanding of them …like Cancers & Autoimmune Diseases. ……A human MUST accept that he/she has the Disease…then try to follow the advices of the Doctors for the TREATMENT….That becomes his/her DUTY…..Along with this, one MUST keep the TOTAL FAITH in the DIVINE. This ATTITUDE keeps a porson away fom the NEGATIVE thoughts, & gives  Him/Her the needed POSITIVE thoughts. The Positve Thoughts assist a person to FIGHT the ILLNESS.
The above message is conveyed in the posted GUJARATI KAVYA. I hope you like my message>>>>CHANDRAVADAN.

Advertisements

Entry filed under: કાવ્યો.

ગરીબાયના આસું હ્રદય દર્દની તુલના

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 25, 2009 પર 7:31 એ એમ (am)

  આત્મ અજ્ઞાન તે મોટી માંદગી.

  ભ્રાંતિઓ અને અજ્ઞાન મૂલક ધારણાઓનું માત્ર પરિષ્કાર તથા પરિમાર્જન

  જ નહીં

  … તેઓને આત્મ-વિદ્યાની સારવાર જોઈએ

  જવાબ આપો
 • 2. Dilip Gajjar  |  જુલાઇ 25, 2009 પર 8:21 એ એમ (am)

  રોગ છે,..તેનું કારણ છે,..તેનો નાશ છે,..તેનાથી મુક્તિ છે,..તેવું જ દુઃખનું, અજ્ઞાનનું….સુંદર અભિવ્યક્તિ કરી છે.. મુક્તિનું પ્રથમ સોપાન તેનો સ્વીકાર…નહિ કે ધિક્કાર

  જવાબ આપો
 • 3. atuljaniagantuk  |  જુલાઇ 25, 2009 પર 1:12 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ,

  આપે શરીરના રોગોનું સુંદર વર્ણન કર્યું અને તેનો કાળજીપૂર્વક ઈલાજ કરવાનું પણ સુચવ્યું. આમ પણ શરીર ધર્મ તેમ જ કર્મ બંને માટેનું સાધન હોવાથી તે સ્વસ્થ રહે તે ખુબ જ અગત્યનું છે.

  આ ઉપરાંત શ્રી રામચરિત માનસમાં માનસરોગ નીચે પ્રમાણે વર્ણવ્યો છે.

  માનસરોગ
  ——-
  રાગઃ એક છીપમાં ચાર મોતી
  1) કાગ ઋષિ કહે સુણો ગરૂડજી – કહું માનસ રોગ રે
  જેનાથી જગમાં જીવ દુઃખી રહેતા – તેવો મોહ સૌ વ્યાધિનું મુળ રે – કાગ..
  2) પીડા સઘળી તેથી પેદા થાતી – કામ વાયુ કફ લોભ બહુ
  ક્રોધ પીત નિત છાતી બાળે – આ ત્રણ સગા થાઈ ભાઈ રે – કાગ..
  3) ત્રણે ભાઈ જો પ્રિતી કરે તો – સનેપાત થઈ જાઈ રે
  વિષય મનોરથ બહુ પ્રકારે – રાત દિન કરે શુલ રે – કાગ..
  4) મમતા દાદુ કંડુ ઈરષા – હરખ વિષાદ ગરહ બહુ
  પર સુખ દેખી છાતી બળે તે – દુષ્ટતા કુટીલ મન કોઢ મોટો – કાગ..
  5) અહંકાર અતિ ભારે ડમરૂઆ – કપટ દંભ મદ નેહ રૂઆ
  તૃષ્ણા જલોદર અતિ ભારે – ત્રિવિધ ઈષણા તરૂતા તિઝોરી – કાગ..
  6) ટાઢીયો ધખળીયે તાવ મત્સર અવિવેક તે – એવા કુરોગ અનેક રે
  એક રોગ વશ થઈ માણસ મરતો – આ રોગ અસાધ્યા કહેવાય રે – કાગ..
  7) માનસરોગથી રાત દિ પીડાતા – સમાધિ કેમ તે કરી શકે
  નેમ ધરમ આચાર તપ જ્ઞાના – જગન જપ દાન હોઈ રે – કાગ..
  8) કોટી દવા કરવા છતાં પણ – રોગ ન જાઈ ખગેશ રે
  જગમાં આવી રીતે સકલ જીવ રોગી – શોક હરખ ભય પ્રિતી થકી – કાગ..
  9) માનસરોગ કાંઈક મેં કહ્યો – જાણી કોઈ વિરલા કરે ઉપાઈ
  ભજનપ્રકાશ પરમ સુખ પામે – કોઈ રઘુપતિના દાસ રે – કાગ..

  માનસરોગનો ઉપાય
  ————-
  રાગઃ એક છીપમાં ચાર મોતી
  1) કાગ ઋષિ કહે સુણો ખગેશા – માનસ રોગ ન તુરત જાવે
  રામકૃપાથી નાસે સબ રોગા – સંજોગ જો એક એવો બને – કાગ..
  2) સદ્ગુરૂ વૈદ વચન વિશ્વાસા – પાળે સંયમ ન વિષયની આશા
  રઘુપતિ ભગતિ સંજીવન બુટી – અનુપાન શ્રદ્ધાથી નિત લેવે – કાગ..
  3) એવી રીતે રોગ સઘળા નાસે – ઔર તો કરોડ ઉપાયે ન જાયે
  રોગ ગયો મનનો ત્યારે જાણીયે – રદય બલ વૈરાગ વધતાં રહે – કાગ..
  4) સુમતિ ભુખ નિત નવી નવી વધતી – વિષય આશ દુર્બલતા ભાગી
  નિર્મલ જ્ઞાન જલથી નાવે જ્યારે – રામ ભક્તિ રદય રમે જમે – કાગ..
  5) શિવ બ્રહ્મા શુક સનકાદી – નારદ પણ તેમ ગાતા રે
  ભજનપ્રકાશ ભવ ભવ માગે – ભક્તિ રઘુપતિ નાથ તણી – કાગ..

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  જુલાઇ 25, 2009 પર 9:56 પી એમ(pm)

  I m suffering from diabetese and heart disease–I m happy and enjoy the life-I laugh and make people laugh.

  જવાબ આપો
 • 5. sudhir patel  |  જુલાઇ 26, 2009 પર 4:42 એ એમ (am)

  Your post is interesting and the comments are more interesting and informative!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  જુલાઇ 26, 2009 પર 5:35 પી એમ(pm)

  Health is welth
  Good environment solve many problem.
  to take care of each other is base to fight
  against..સૌ વ્યાધિનું મુળ

  Thanks to share nice views on subject.
  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 7. Capt. Narendra  |  જુલાઇ 27, 2009 પર 3:39 પી એમ(pm)

  સરળ શબ્દોમાં સરસ સલાહ. ઘણા લોકો હંમેશા denialમાં રહેતા હોય છે. સ્વીકારમાં અને તેના ઉપચારમાં રહેલું તથ્ય તમે સરસ રીત કહ્યું. બાકી હરનીશભાઇની વાત પણ મને સો ટકા સાચી લાગી. ગમે તેવી હાલતમાં ખુશ રહેવું અને મિત્રો તથા આસપાસ રહેનારા લોકોને ખુશ રાખવામાં જીવનની િફલસુફી આવી જાય છે.

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 27, 2009 પર 7:49 પી એમ(pm)

  This is an Email Response from Dipesh after the publication of the Poem on Mandagi>>>>

  NamasteMonday, July 27, 2009 4:20 AM
  From: “dipeshmistry” View contact detailsTo: emsons13@verizon.netJai shree krishna kaka and kaki how r u hope ur flight back to usa must be fine and also u and kaki had njoy the trip to uk as we all r fine here i had gone through ur new poem in chandrapukar it is really fantastic and hope those people r reading this poem they should understood and follow in the actual life.
  Thank U for ur call befor going back to home everybody is fine in india as grany is also good.
  Give my regards to kaki and my sister.
  Thanking You
  Dipesh.

  જવાબ આપો
 • 9. તેજસ શાહ  |  જુલાઇ 28, 2009 પર 9:03 એ એમ (am)

  સુંદર વર્ણન

  જવાબ આપો
 • 10. Nikhil Joshi  |  જુલાઇ 31, 2009 પર 4:06 એ એમ (am)

  Dear Chandravadanji,
  u r really doing well in blogging
  almost everyday u place one post on your blog
  and all are in gujarati
  that’s really great
  i enjoy reading youe blog

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: