ગરીબાયના આસું

July 20, 2009 at 4:10 pm 9 comments

 https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

ગરીબાયના આસું

એક બાળ છે ઉભો, શાળાની પાસે,
ભણવું છે,અને નથી પૈસા પુસ્તકો ખરીદવા માટે,
નયને વહે છે ગરીબાયના આસું !…..(૧)
એક બાળ છે ઉભો, હોટેલની પાસે,
ભુખ્યો છે અને નથી પૈસા ભોજન માટે,
નયને વહે છે ગરીબાયના આસું !…..(૨)
એક બાળ છે ઉભો, રાત્રીના અંધકારમાં,
થાક્યો છે, અને નથી ઝુપડી  રહેવા ભાગ્યમાં,
નયને વહે છે ગરીબાયના આસું !……(૩)
એક બાળ છે ઉભો, માનવ મેદનીમાં,
નિરાશ છે, અને મળ્યો સહારો એને એક માનવ હ્રદયમાં,
નયને નથી વહેતા ગરીબાયના આસું !…..(૪)
 
કાવ્ય રચના…જુન, ૨૩, ૨૦૦૯          ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક કાવ્ય “ગરીબાયના આસું “. માનવી તરીકે આ જગમાં જન્મ લેતા માનવીને એના જન્મની ખુશીનો અંત એની ગરીબાયના કારણે હોય શકે છે. સંસારમાં બનતી ઘટનાઓમાં “ગરીબાય ” એક મહાન દુઃખ છે. ગરીબાયના કારણે માનવીનું જીવન અંધકારભર્યુ હોય છે. જ્યારે ગરીબાયના કારણે માનવી પોતાના ગુજરાન માટે “અન્ન “મેળવવા અશક્ય બને ત્યારે એનું દુઃખ એક મહન પર્વત સમાન હોય, અને સાથ રહેવા માટે “ઝુપડી ” પણ ના હોય તો એના હૈયે જે વેદના હોય તેની કલ્પના હું કેમ કરી શકું ? અને, ઘર હોય અને “એવી સારી કમાણી “ના હોય તો સંતાનોને ” શિક્ષણરૂપી જ્ઞાન “કેમ હોય શકે ? જ્યારે માનવી આવી હાલતમાં હોય ત્યારે જો કોઈ અન્ય માવવ હૈયે “દયાનું ઝરણું ” વહે અને એને થોડો સહકાર મળે તો એને જે આનંદનો અનુભવ થાય તેને હું શબ્દોમાં કેમ કહી શકું ?અને,…..આવા જ સહારે કે પછી પ્રભુની કૃપા થકી એને એની ગરીબાય પર વિજય મળી શકે છે અને એન જીવનમાં પરિવર્તન પણ હોય શકે !
મેં મારા કાવ્યમાં ફક્ત આ જ વિચાર પ્રગટ કર્યો છે. જે કોઈ માનવી પૈસે ટકે સુખી હોય તેણે દુનિયાના અન્ય દુઃખીને ભુલી જવા ના જોઈએ. આખી દુનિયામાં પરિવર્તન લાવવું એક માનવી માટે અશક્ય છે…કિન્તુ, એક કે થોડા દુઃખી માનવીઓને તો એ જરૂર સહકાર આપી શકે છે…..આવી ભાવના એના હૈયે જાગૃત થાય તો એનું જીવન પણ ધન્ય બની જાય છે. મારી આ પોસ્ટ વાંચ્યા બાદ, ફક્ત એક માનવીની વિચારધારામાંકંઈક આવું પરિવર્તન શક્ય થાય તો મને જે આનંદ થશે તેને હું શબ્દોમાં કહી શક્તો નથી પરતું એટલું તો કહી શકુ કે આ ઘટના પ્રભુકૃપાથી જ શક્ય થઈ છે ! તમે, જે કોઈ, મારા બ્લોગ પર પધારી આ પોસ્ટ વાંચી, તો તે માટે આભાર……ાને, તમે પોસ્ટ વાંચ્યા બાદ” બે શબ્દો “પ્રતિભાવરૂપે લખ્યા હોય તો તમારો ખુબ ખુબ આભાર…….અને, જો તમારૂં  જીવન જૉ ” દયા-દાન” સાથે વહી રહ્યું હોય તો પ્રભુ તમોને વધુ શક્તિ-માર્ગદર્શન આપે એવી મારી પ્રાર્થના ! ફરી મારા બ્લોગ ” ચંદ્રપૂકાર ” પર પધારવા વિનંતી !>>>ચંદ્રવદન
 
FEW WORDS
 
Today I had published a Post of a Poem in Gujarati entitled ” GARIBAYna ANSU” meaning ” TEARS of POVERTY ” In this Poem , my message is that the POVERTY can be the GREATEST TRAGEDY for a Human……He can be HOMELESS & he can be a BEGGER with NO FOOD to susstain the Life…Even when he is able to susstain the Life, he is unable to provide the EDUCATION to his children…He is longing for some KINDNESS fomr another Human…..A small assistance can tranform his Life for better…So, my hope is that those who are blessed with comforts of the Life may be inspired to give the needed ASSISTANCE to others. That act can GLORIFY their journey in this World.
Those of you who read this Post & if you are on that Path of Kindness I salute you. Those of you who are inspires to to do Acts of Kindness , I thanks God & pray that you continue your new MISSION>>>.CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

નિર્મળાને અંજલી કોણે બોલાવી માંદગી ?

9 Comments Add your own

 • 1. P Shah  |  July 20, 2009 at 5:03 pm

  નયને વહે છે ગરીબાયના આસું !…..

  સુંદર કલ્પના !

  Reply
 • 2. Harilal Lad  |  July 20, 2009 at 8:19 pm

  very good soud very poetic keep up good work brother.

  Harilal,,
  Canada.

  Reply
 • 3. pragnaju  |  July 20, 2009 at 11:19 pm

  ગરીબાઈની વેદનાને વાચા આપતી રચના આંખ ભીની કરી ગઈ

  યાદ આવી

  ટોલ્સ્ટોયે ગરીબોની વેદનાથી દ્રવિત થઈને પોતાના જીવનનું સુકાન કેવી રીતે ફેરવ્યું તેની સળંગ ગાથા છે.તેમા આ વાત ખૂબ અસરકારક લાગી
  ‘મેં આખું આયુષ્ય ગામડાંમાં ગાળેલું, એટલે ૧૮૮૧માં હું મોસ્કો શહેરમાં રહેવા ગયો ત્યારે ત્યાંની શહેરી ગરીબાઈ જોઈ તાજુબ થયેલો. ગામડામાં ગરીબાઈ કેવી હોય છે તે હું જાણતો હતો, પણ આ શહેરી ગરીબાઈ મેં નવી જોઈ. મારી સમજમાં એ ઊતરતી જ નહોતી. મોસ્કોની શેરીઓમાં તમે નીકળો અને તમને ભિખારીઓ ન મળે, એમ બને જ નહીં; અને ગામડાંમાં જોવામાં આવે છે તેનાથી જુદી જ જાતના આ ભિખારી હોય છે. મોસ્કોના ભિખારીઓ હાથ લંબાવીને ભીખ માગતા ફરતા નથી પણ તેની પાસે થઈને તમે પસાર થાવ ત્યારે તમારું ધ્યાન ખેંચવાની કોશિશ તે કરશે; અને તમારી નજર પારખીને તમારી પાસે માગશે અથવા નહીં માગે.

  પહેલાં તો મને એ જ સમજાય નહીં કે શા માટે મોસ્કોના ભિખારી છડેચોક માગતા નહીં હોય; પાછળથી તેનું કારણ સમજાયું. એક દિવસ હું ગલીમાં થઈને જતો હતો, ત્યાં એક પોલીસનો માણસ કોઈ ચીંથરેહાલ ગામડિયાને પકડીને ટાંગામાં બેસાડતો હતો. એને ઉપાડી જવાનું કારણ મેં તે પોલીસને પૂછ્યું.
  પોલીસ કહે : ‘એ ભીખ માગે છે.’
  ‘માગવાની મનાઈ છે ?’
  ‘છે સ્તો !’ પોલીસે જવાબ આપ્યો.
  ભિખારીને ટાંગામાં લઈ જવામાં આવ્યો. બીજો ટાંગો લઈને હું તેમની પાછળ ગયો. ભીખ માગવાની ખરેખર જ મનાઈ છે કે કેમ, અને હોય તો એ મનાઈનો શી રીતે અમલ કરવામાં આવે છે, તે મારે જોઈ લેવું હતું. એક માણસ બીજા માણસ પાસે કંઈક માગે એમાં તેને શીદને રોકવામાં આવે, એ મારી બુદ્ધિમાં ઊતરતું ન હતું. વળી મોસ્કોમાં એટલા બધા ભિખારીઓ જોવા મળતા હતા કે અહીં ભીખની બંધીનો કાયદો હશે એમ મારા મનને હું મનાવી જ શકતો ન હતો. પેલા ભિખારીને પોલીસ જે ચોકીમાં લઈ ગયો તેમાં હું પણ ગયો. ત્યાં તલવાર અને બંદૂકવાળો એક જણ મેજની પછવાડે બેઠો હતો. મેં તેને પૂછ્યું : ‘આ ગામડિયાને શું કામ પકડવામાં આવ્યો છે ?’ તલવાર ને બંદૂકવાળો મારી સામે કરડી નજર ફેંકી બોલ્યો : ‘તેનું તમારે શું કામ છે ?’ છતાં, મને કંઈક ખુલાસો આપવો જોઈએ એમ તેને લાગ્યું હશે એટલે, પાછો બોલ્યો : ‘સરકારનો હુકમ છે કે આવા લોકોને પકડવા, એટલે તેને પકડવો પડ્યો છે.’

  Reply
 • 4. Dhavalrajgeera  |  July 21, 2009 at 1:35 am

  Those who can come forward and help poor self will gain power.
  There is Ekal Vidyalaya and BPA like many orgenizations who can work to stop tears.
  There ia help if one seek it!

  નયને નથી વહેતા ગરીબાયના આસું !….

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  Reply
 • 5. Sudhir Patel  |  July 21, 2009 at 12:18 pm

  Very truely said about the poverty.
  Gandhiji is also inspired from the reading of Tolstoy!
  Sudhir Patel.

  Reply
 • 6. Dilip Gajjar  |  July 21, 2009 at 1:59 pm

  ગરીબાઇના આંસૂ…માણસ દીન હીન દુબળો ગરીબ કંગાળ રહે એક માણસને શોભતું નથી..જેની પાસે વધુ છે તેને થોડુ આપવુ જોઇએ. તેથી જ બુદ્ધે કહ્યું કે આપવુ એ જ સુંદરતા છે માત્ર લેવું તે કુરુપતા છે…તેથી જ રુષિઓએ કહ્યું ઓમ સહનાવ ભુનક્તું…પણ માણસ માણસની પાસે આવવા તૈયાર નથી…મોરારી બાપુએ સાચુ કહ્યુ, કે જે લોકોને હ્દયમાં બીજાને સહકારની ભાવના નથી તેઓ નું હાર્ટ ફૈલ છે..માત્ર બિમારી ફિજીકલ નથી…

  ભુખે બચ્ચે કી તસલ્લી કે લિયે
  માને ફીર પાની પકાયા દેર તક -નીદા ફાજલી

  સામેની ફુટપાથ ઉપર સુતૂ હો કોઈ ભુખ્યા પેટે ઉના શ્વાસે આસૂ પીને
  સામેની ફુટપાથ ઉપર કોઈ હોટલ આલિશાન મળે ને તારુ સાલુ લાગી આવે…મુકેશ જોશી

  ભુખ્યા રહે છે તેમનો પણ કર જરા ખયાલ
  તુ પેટ ભરીને ખાય છે તે જિન્દગી નથી -હારુન પટેલ.

  ગરીબોની દુઃખીઓની અમે સેવા કરી લઈશું
  પરમને પંથ ચાલી પૂણ્યનું ભાથુ ભરી લઈશું -દિલીપ ગજ્જર

  Reply
 • 7. Ishvarbhai R. Mistry & Family  |  July 21, 2009 at 3:53 pm

  Chandravadan bhai,
  Very nice poem lot to learn about poverty and how we can help.
  well said.
  Ishvarbhai R. Mistry.

  Reply
 • 8. Ramesh Patel  |  July 21, 2009 at 5:14 pm

  ગરીબાઈ માણસને લાચાર બનાવે છે સાથે સાથે પ્રતિકાર કરવાની શક્તિ આપેછે.

  બાળ માનસ સારી રીતે વિકસે ખોટા રસ્તે ના વળે એ સમાજને જ મોટો ફાયદો આપેછે.

  સૌના દિલમાં આ કૃતિ દ્વારા એક ડગલું ભરાય તો કલ્યાણ પંથે પગરવ થાય.

  સહિયારો પુરુષાર્થ રંગ લાવે.

  રચનાની ભાવના,ડૉ.શ્રી ચંદ્રવદનભાઈના કરુણા સભર દિલમાંથી વહી છે અને ગંગોત્રી જેટલી

  પવિત્ર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. Harnish Jani  |  July 23, 2009 at 7:30 pm

  You have touched a nice subject=I liked Pragnaju’s story-
  I know that you personaly is involved with lots of charity- Good luck.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

July 2009
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: