નિર્મળાને અંજલી

July 10, 2009 at 4:04 pm 13 comments

 https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

નિર્મળાને અંજલી

અરે, નિર્મળા, ક્યાં છે તું ?
દયાનંદને કઈક કહેજે રે તું !
ઓ,મારા દયાનંદ, નથી હું તારાથી દૂર,
તારા જ હૈયામાં હતી હું, અને આજે પણ તુજ હૈયામાં, નથી દૂર…(૧)
યાદ છે વર્ષો પહેલા લગ્નગ્રંથીથી જોડાયા હતા આપણે,
એકસાથે સફર કરી, સુખો અને દુઃખો ઝીલ્યા હતા આપણે !……(૨)
અરે, નિહાળને આપણા જ બાળકોને, જે આજે છે તારી સાથે,
એઓમાં હું જ છું, શોધ નહી બીજે, અને છું હું તારી સાથે !……(૩)
હવે, યાદ કરજે દિવસો, જ્યારે આપણે પ્રેમથી વાતો જે કરી હતી,
એવી યાદમાં, નિહાળજે મુજને, અને મુખડે લાવજે હસી !…….(૪)
અને, હા, પરલોકમાં હું છું, પણ, છું પ્રભુની ગોદમાં,
હવે, તુજ જીવન-સફરે ,નિહાળજે મુજને તારા જ દિલમાં !……(૫)
ભાઈ ચંદ્ર, અર્પણ કરે છે, આવી એક અંજલી,
સ્વીકારજે, નિર્મળા, મુજ હ્રદયમાંથી ઝરેલી આ અંજલી !……(૬)
  
કાવ્ય રચના…..માર્ચ, ૧૫, ૨૦૦૯          ચંદ્રવદન.
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક વ્યકતિને કાવ્યરૂપે “અંજલી “…..કાવ્ય વાંચશો તો તમે  એ વ્યક્તિ બારે જાણશો જેમાં ઉલ્લેખ થયો છે , એક પત્નીનું  અવસાન અને એક પતિને “બેશબ્દો ” રૂપે આશ્વાસનરૂપે લખાણ. આ લખાણ ફક્ત એક જ વ્યક્તિને જ લાગુ પડે એવું નથી….અરે, એ તો આ સંસારમાં થતી એક ધટના છે, જે દુઃખ લાવે. કિન્તુ, એવા સમયે એ દુઃખ દુર કરવા મીઠી યાદોમાં આવી, પ્રભુનો સહારો લેવો એ જ મહત્વનું છે…..જ્યારે કોઈ સ્નેહી ( કે કોઈ પણ વ્યક્તિ )નું પ્રભુધામથી તેડું આવ્યું હોય ત્યારે મારા હૈયામા દર્દ હોય….કોઈક વાર આવી હાલતે શબ્દો છલકે….તો, એવી જ આ ઘટના દ્વારા આજનું આ કાવ્ય છે ! તમે આ વાંચી, તમારા વિચારો જણાવશો.>>>>>ચંદ્રવદન
  
  

 

 
Few Words
 
Today the Post is a Poem entitled :Nirmalane Anjali……In the Poem, after the untimely death of Nirmala (wife ) the Husband is given the strength to bear her loss. This event of a Death of an individual can be applied to anyone. Therefore, my intent by this Post is to bring this event of the End of Life as the ultimate Event of Sadness in this World or Sansar…From the Joy of the Birth to the Sadness of Death…I will take you all to other Events in the Life of a Human in the Posts that follow…Did you like this Post ? Will you read the next Posts ? >>>Chandravadan.

Advertisements

Entry filed under: કાવ્યો.

જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! ગરીબાયના આસું

13 Comments Add your own

 • 1. Jagadish Christian  |  July 11, 2009 at 12:25 am

  લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

  Reply
 • 2. pragnaju  |  July 11, 2009 at 8:36 am

  યાદ આવી વાત-પત્નીનુ મૃત્યુ થઈ ગયુ હતુ તેથી તેઓ દિવસભર આંગણામાં બેસીને છાપુ વાચતા રહેતા અને પુત્ર-વહુને સારા કામ કરવા પ્રેરિત કરવા કહો કે પછી ટોકવાનુ કહી લો, એ એમની દિનચર્યાનો એક ભાગ હતો.
  એ દિવસે પણ મોટી વહુ આખા ઘરનો કચરો મકાનની બહાર ખૂણામાં જ નાખ્યો તોએ મગનભાઈ એરોજની જેમ વહુને ફરી ટો કી હતી ‘બેટા, થોડી આગળ જઈને કચરો કચરા પેટીમાં જ નાખી આવતી. સહન કરવાની પણ સીમા હોય છે. તેથી પુત્ર અને વહુ એક દિવસ તેમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પરંતુ પુત્ર અને વહુ હજુ પણ ખુશ નહોતા. હવે તો જો કે બાબુજીને સહન નહોતા કરવા પડતા, ન તો કચરો દૂર ફેંકવા જવુ પડતુ હતુ, પરંતુ હવે તો આખી કોલોનીની દુર્ગંધ સહન કરવી પડતી હતી, કારણ કે હવે તેમના ઘરના ખૂણા પર આખા મોહલ્લાનો કચરો એકઠો થવા જો માંડ્યો હતો.

  Reply
 • 3. Natver Mehta  |  July 11, 2009 at 5:51 pm

  સરસ રચના

  Reply
 • 4. Dr.Shashikant Mistry  |  July 12, 2009 at 8:02 am

  Beautifully expressed sentiments on sudden death of Nirmala, wife of Dayanand Vijaydev Mistry of Johannesburg, South Africa. It applies to all married people when one of them is no more in this world.

  Shashibhai

  Reply
 • 5. Ishvarbhai R. Mistry & Family  |  July 12, 2009 at 5:50 pm

  Very well said Chandravadanbhai .When the life partner passes away the life’s responsiblity falls on the remainig person and it is hard . We are very sorry to hear the sudden death of Nirmalaben.
  Will be happy to hear more about life’s cycle.

  Thankyou,
  Ishvarbhai R. Mistry

  Reply
 • 6. Capt. Narendra  |  July 12, 2009 at 7:01 pm

  સુંદર ભાવાંજલિ.

  Reply
 • 7. Ramesh Patel  |  July 12, 2009 at 11:17 pm

  હ્રદયમાંથી ઝરેલી આ અંજલી

  In life ,who face such situation ,god may give strength
  throgh these words.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. Tejas Shah  |  July 13, 2009 at 12:24 pm

  Expressed in a great way.

  Reply
 • 9. P Shah  |  July 14, 2009 at 5:31 am

  great affections !

  Reply
 • 10. અમિત પટેલ  |  July 18, 2009 at 12:32 pm

  પતિ અને પત્ની સંસાર રૂપી ગાડીના બે પૈંડા છે. બેમાંથી એક પૈંડું ન હોય તો ગાડી ચાલવામાં શું મુશ્કેલી પડે છે તે કાવ્ય વાંચી સમજી શકાય છે !

  Reply
 • 11. Harnish Jani  |  July 23, 2009 at 7:34 pm

  Nice message for “Pati Patni–Again I liked PRAGNAJU’s comment=

  Reply
 • 12. rajeshwari  |  July 25, 2009 at 2:01 pm

  very good …

  Reply
 • 13. Mrs. Hemu Aggarwal  |  August 23, 2009 at 7:24 pm

  Nirmala Ne Anjali…Very touchin poem.
  I had posted the followings on another page but were not sure if it went (did not get any confirmation and the post does not show on that page. So if this is repeated please forgive me.

  Respected Chandravadanbhai:

  While searching for online Gujarati dictionary I came across your blog and surprisingly it is extremely interesting. I am a Gujarati (married to a Panjabi). enjoyed the poetry written on the Home page of this site.

  I am in the process of translating some very old letters written in Gujarati in to English and having a difficult time finding proper words. Gujarati words are full of emotion, humility and expressive to find equivalent words in English. Can you suggest good online , or printed, Gujarati to English dictionary? Plese reply to my email or post it here. Thank you.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

July 2009
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: