અતુલભાઈની વાર્તાઓ

June 27, 2009 at 1:17 pm 9 comments

 
 
 
 
 
 
 
 
 

અતુલભાઈની વાર્તાઓ

પ્રેરણાદાઈ વાર્તાઓ, અતુલભાઈ જાની પ્રગટ કરે
વાંચવા એને, કોણ ના કહી શકે ?
જેટલું મેં વાંચ્યું, એ વિષે કહું છું આજે,
ધ્યાનથી સાંભળશો, તમારા જ ભલા કાજે !
“પરિક્ષમ એ જ પારસમણી “મા એક ખેડુત-પુત્રની વાર્તા હતી,
“છે ખજાનો ખેતરમાં “ખુલાસો એવો કર્યાની વાત હતી,
આખું ખેતર ખોદ્તા ના મળ્યો એ ખજાનો,
પણ, જે પાક થયો એમાં જ હતો એ ખજાનો,
” મહેનતના ફળ મીંઠા” છે અહી બોધ આવો !……પ્રેરણાદાઈ……(૧)
વળી, ડુંગરીના કોથરાની ચોરીની વાત હતી એમાં,
ચોરી કરતા પકડાતા, ન્યાયધીશ આપે ત્રણ વિકલ્પોરૂપી સજા,
” કોથરાની બધી ડુંગરી ખાવી “ના વિકલ્પે હાર સ્વીકારી,
” સો ફટકા મારો “ના વિકલ્પે સહનશક્તિ એની ખુટી,
તો, કહે, “દંડ ભરી દઈશ ” ‘ને ભરી છુટ્ટી લીધી,
અહી, “લોભ પાપનું મૂળ છે ” ના બોધની વાત રહી !……પ્રેરણાદાઈ……(૨)
અતુલભાઈ લખે છે આવી તો અનેક વાર્તાઓ,
કાવ્યરૂપે મેં તો જણાવી ફક્ત બે જ વાર્તાઓ,
એ બધી વાંચવી હોય તો, નિહાળો એમનો બ્લોગ “ભજનામૃતવાણી”,
વાંચી મઝા આવશે, આપું એવી ખાત્રી મારી !……..પ્રેરણાદાઈ…….(૩)
  
કાવ્ય રચના…..જુન,૧૨, ૨૦૦૯         ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

આજે તમે એક કાવ્યરૂપે એક વ્યકતિ શ્રી અતુલભાઈ જાનીના બ્લોગ “ભજનામૃતવાણી “બારે જાણ્યું….એક વાર અતુલભાઈએ મને એમના બ્લોગ વિષે ઈમેઈલથી જાણ કરી. હું એમના બ્લોગ પર ગયો અને એમણે પ્રગટ કરેલી પ્રેરણાદાયક વાર્તાઓ વાંચી..એ સિવાય્ બીજી વાર્તાઓ પણ વાંચી . હું ઘણો જ ખુશ હતો !બસ, બે વાર્તાઓને ચુંટી, પ્રભુપ્રેરણાથી આ કાવ્યરૂપે જે લખ્યું તે અહી પ્રગટ કર્યું છે. મને એમનો બ્લોગ ગમ્યો તે પ્રમાણે તમને ગમશે એવી આશા છે……અતુલભાઈનો જ્ન્મ ભાવનગર, ગુજરાતમાં થયો હતો, અને ઈંજીનીઅરીંગનું ભાણ્યા બાદ,એમના ગુજરાતી ભાષાના પ્રેમે એમને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી….વધુ માહિતીઓ માટે તમને એમના બ્લોગ પર જવા વિનંતી !એ માટે નીચેની “લિન્ક “પર ક્લીક કરો>>>>
 
અને, હા. ત્યાં જાઓ તે પહેલા, તમારા “બે શબ્દો ” લખતા જશો તો એ વાંચી મને આનંદ થશે !..>>>>>ચંદ્રવદન
  
FEW WORDS
 
Today’s Post is a Poem in Gujarati informing about a Blog of Atul Jani who publishes the Varta ( Stories ) in Gujarati …I had the pleasure of visiting  his Blog & after reading all the Posts etc. I was inspired to tell about his Blog by a Poem….& may you also visit that Blog. You can do so by the Link given above…..I hope you like it too.>>>>>Chandravadan.
Advertisements

Entry filed under: કાવ્યો.

લગ્નદિવસની ખુશી ચંદ્રવિચારો શબ્દોમાં (૮)

9 Comments Add your own

 • 1. Tejas Shah  |  June 27, 2009 at 1:52 pm

  સરસ કાવ્યાત્મક શૈલીમાં વાર્તાઓનૂ નિરુપણ. હવે તો અતુલભાઇની વાર્તાઓ વાંચવી જ પડશે. શુભેચ્છાઓ!
  -તેજસ

  Reply
 • 2. Harnish Jani  |  June 27, 2009 at 2:24 pm

  Chandravadanbhai-Good selection-Liked it.

  Reply
 • 3. Capt. Narendra  |  June 27, 2009 at 3:13 pm

  સાહિત્યકારની કૃતિનો પરિચય આપવાનો તમારો નવો અભિગમ ગમ્યો. અતુલભાઇ મારા ગામ (ભાવનગર)ના નીકળ્યા તેથી તેમના બ્લૉગની મુલાકાત લેવી જ જોઇશે!

  Reply
 • 4. atuljaniagantuk  |  June 27, 2009 at 3:20 pm

  શ્રી ચન્દ્રવદનભાઈ,

  સહુ પ્રથમ તો આપના સૌજન્ય બદલ ખુબ ખુબ આભાર. મારા બ્લોગ ઉપર સામાન્ય રીતે હું પ્રત્યેક મનુષ્યોને કશુંક પ્રેરણાત્મક ભાથું મળી રહે તેવા લેખો કે ભજનો મુકવાના પ્રયત્નો કરું છુ. સંસારના જુદા જુદા , નાના કે મોટા , જાણીતા કે અજાણ્યા તેવા અનેક ચિંતકોને મારા બ્લોગ ઉપર સમાવી અને તેમના પ્રેરણાત્મક વિચારો લોકો સમક્ષ પહોંચાડવાની મારી ઈચ્છા છે. આપ સહુ અવારનવાર મારા બ્લોગ પર આવીને મને પ્રોત્સાહિત કરતા રહો છો તેથી મારા ઉત્સાહમાં ઘણો જ વધારો થાય છે. ફરી એક વાર શ્રી ચન્દ્રવદનભાઈનો હ્રદયપૂર્વક આભાર માનીને મારા બ્લોગ ઉપર સદૈવ પધારતા રહેવાના સ્થાઈ નિમંત્રણ સાથે વિરમુ છું

  અતુલ

  http://bhajanamrutwani.wordpress.com/

  Reply
  • 5. chandravadan  |  June 27, 2009 at 4:21 pm

   Dear Atul, It is my pleasure to publish this as a Post today…You visited my Blog & posted your Comment…& that means a lot to me,,…..I wish God guide you to continue your journey in the Gujarati Webjagat !
   Dr. Chandravadan Mistry ( Chandrapukar )

   Reply
 • 6. પંચમ શુક્લ  |  June 27, 2009 at 6:24 pm

  Good style of introducing other blog.

  Reply
 • 7. સુરેશ જાની  |  June 28, 2009 at 12:49 pm

  નવી જ વાત . ગમી

  Reply
 • 8. pragnaju  |  June 29, 2009 at 4:49 pm

  ઘણી સુંદર વાર્તાઓ

  Reply
 • 9. deepak parmar  |  June 30, 2009 at 6:19 am

  hmm…

  good stories in different style…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

June 2009
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: