Archive for જૂન 21, 2009

મારી પિતાજીની યાદ

Happy_Father's_Day!

 

મારી પિતાજીની યાદ

જગત કહે “ફાધર્સ ડે “છે આજે,
અને, યાદ કરે છે જગતના બાળકો પિતાજીને આજે,
પિતાજી, હું પણ તમારી યાદમાં છું આજે !………(ટેક)
જન્મ મારો થયો ‘ને ગયા હતા દુર તમે પરદેશમાં,
નથી યાદ કે રમાડ્યો કે હાથ પકડી ચલાવ્યો મુજને દેશમાં,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં છું યાદ તમોને !…….પિતાજી…(૧)
યાદ છે આવ્યા હતા આફ્રિકાથી, ‘ને નિહાળ્યા તમોને પ્રથમ એક દસવર્ષના બાળરૂપે,
યાદ છે એ મુલાકાતમાં પ્રથમ અનુભવેલી તમ છત્રછાયા આ બાળને,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં છું યાદ તમોને !…….પિતાજી….(૨)
તમ કડ્ક સ્વભાવમાં શોધ્યો હતો છુપાયેલો પ્રેમ તમારો,
ભણતર કરી, ડોકટર બની, ચાખ્યો હતો ખુશી ભર્યો ગૌરવ તમારો,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં યાદ તમોને !……..પિતાજી….(૩)
સંસારમાં,  પિતાજી સાથે શોભે છે માતાજી,
માતા વ્હાલનો ભંડાર, તો છત્રછાયારૂપી આધાર છે પિતાજી,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં છું યાદ તમોને !……પિતાજી….(૪)
ચંદ્ર કહે, ભલે મીઠી કે કડવી યાદ હોય પિતાજીની,
એક સંતાનરૂપે યાદ કરી, કરજો તમે પુજા પિતાજીની,
અને, આ જગના સૌ બાળકો સાથે કરજો યાદ પિતાજીને !…….પિતાજી…..(૫)
 
કાવ્ય રચના……મે, ૨૨, ૨૦૦૯                ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે જુન, ૨૧, ૨૦૦૯ની તારીખ……અને, જુન માસનો ત્રીજો રવિવાર, જે થકી, આજે છે “ફાધર્સ ડે ” યાને “પિતાજીનો દિવસ “. આજે જે કાવ્ય પ્રગટ કર્યું છે તે મેં મારા જીવનને યાદ કરી, હકીકતોથી ભર્યું છે. મારો જન્મ ભારતમાં થયો અને હું જ્યારે બાળરૂપે હતો ત્યારે પિતાજીએ ભારત છોડી, આફ્રિકાની સફર કરી હતી. જન્મ બાદ, એમણે મને હાથમાં તો લીધો હશે કિન્તુ, એનો મને ખ્યાલ નથી.  મારૂં બચપણ મારી માતા સાથે ગયું, અને એવા દિવસે મેં મારા પિતાજીને ફક્ત ફોટામાં જોયા હતા. જ્યારે હું દસ વર્ષનો થયો ત્યારે પિતાજી આફ્રિકાથી ભારત આવ્યા. ત્યારે જ મેં પ્રથમ વાર પિતાજીને નિહાળ્યા, અને રૂબરૂ અનુભવ્યા. ગુસ્સામાં ના બોલ્યા છ્તા કોણ જાણે કેમ હું શાંત હતો. એઓ સિધ્ધાંતવાદી તેમજ કડક સ્વભાવના હતા, પણ એમના અંતરના ઉંડાણમાં પ્રેમ હતો, અને હું મારી જ બીક કે અન્ય કારણોસર એ પ્રેમથી દુર હતો. જ્યારે હું ભણીને એક ડોકટર બન્યો ત્યારે એમના ચહેરા પર જે આનદભર્યો ગૌરવ નિહાળેલો તેને હું શબ્દોમાં કેમ કહી શકું ? જ્યારે જ્યારે મારા વિષે ચર્ચા થતી, કે પછી હું કોઈને ત્યાં બોલાવે સહાય કરતો ત્યારે એઓ એમનો આનંદ શબ્દોમાં નહી કહેતા પણ એ આનંદને એમના હૈયામાં નિહાળી શકતો હતો. મારી માતાએ જે મને વ્હાલ આપ્યો તે મારા માટે પુજ્ય હતી…..અને, સંસારમાં માતા પતિદેવ વગર સુની/અધુરી કહેવાય……મારા હૈયામાં પિતાજીનું સ્થાન માતાની સાથે જ હતું….પિતાજી માટે જે પ્રેમ હતો તે હું કદી શબ્દોમાં દર્શાવી શક્યો નહી. આજે આ કાવ્યરૂપે મેં તો આ બધી હકીકતોનો ઉલ્લેખ જ કર્યો છે. જગતના સૌ બાળકો જેમ આ ” ફાધર્સ ડૅ ” ઉજવે તે પ્રમાણે હું પણ આજે એ આનંદ અનુભવી રહ્યો છું. આશા છે કે તમો સૌને મારી આ કાવ્યરચના ગમે. વધુ એટલી જ આશા કે તમે ” પ્રતિભાવ ” રૂપે ” બે શબ્દો ” જરૂરથી લખશો. ………….ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’ Post if on the FATHER’S DAY…..This Post is with a Poem in Gujarati & it narrates the actual events in my Life…..missing the Love of a Father in early Childhood…..yet having the deep Love & Respect for the Father….And, giving the message that the Father is the “protective/supportive figure in the Family Unit. As all the Children of the World celebrate this Father’s Day I,too,is filled with the happiness with the Momories of my Father. Last year, I had posted a Poem & one can view that Poem by clicking below>>>>
 

ક્દી ના ભુલશો એવા પિતાજીને

I hope you like that Poem and this Poem as a Post today……I will be happy to read your Comments>>>>>CHANDRAVADAN.

જૂન 21, 2009 at 3:49 એ એમ (am) 19 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,535 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930