આ દુનિયા

June 1, 2009 at 3:46 pm 14 comments

 
 
             આ દુનિયા
આ દુનિયા, ઘણી અદભુત, ઘણી અદભુત,…. (ટેક)
કાગડો કાગડીને પુછે: “હું કેમ કાળો ?”
કાગડી કહે, “જુઓ નાથ ના કરો શોક ને મારૂ માનો,
દુનિયાના અંધકારમાં સર્વ માનવી કાળા,
કાળા હમો શરીરે પણ નથી દીલડે હમો કાળા,”
                                 આ દુનિયા…. (૧)
હંસલો હંસલી ને પુછે:”હું કેમ આટલો સફેદ ?”
હંસલી કહે: “જુઓ નાથ છે ગર્વ તમારો એમાં સહેજ,
નયને ધોળા શું કામના ? રાખવા હ્રદય ધોળા
હમો સફેદ કાયામાં રહી,રાખીશું દીલડાં અમારા ધોળા.”
                                  આ દુનિયા…. (૨)
અંતે કાચબો કાચબીને પુછે: “દુનિયામાં આ શું થઈ રહ્યું ?”
કાચબી કહે: “જુઓ નાથ તમો પુછો છો એથી મારે કહેવું રહ્યું
અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”
એથી ચંદ્ર કહે:
  “ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”
                                     આ દુનિયા…. (૩)
કાવ્ય રચના
જુન ૨૬, ૧૯૮૯
  
  

 

 

બે શબ્દો

” આ દુનિયા ” નામની આજની પોસ્ટ છે. “સંસાર અને સબંધો “નામની પોસ્ટથી તારીખ એપ્રિલ,૨૨,૨૦૦૯ના રોજ શરૂઆત થઈ, અને ત્યારબાદ, આ વિષયે તમોએ અનેક પોસ્ટો વાંચી. પ્રથમ ” સંસારના સાત પગથીઆ ” જેમાં માનવ જન્મે જુદા જુદા સબંધો…..અને ત્યારબાદ, જે પોસ્ટો પ્રગટ કરી તેમાં  મનુષ્ય-મનુષ્ય વચ્ચેના બંધાતા સબંધો બારે ઉલ્લેખ કરતી પોસ્ટો  તમે સૌએ વાંચી…..યાને કે “માત-પિતા વંદના “. ” નારી જીવન અંજલી ”  ” દામ્પત્ય જીવન ”  અને “દીકરીની પૂકાર “અને “મિત્રતાના સ્નેહસબંધે “………અને,  ” દોલતની આગ ” ની પોસ્ટ દ્વારા સંસારી ચીજોની જરૂરતનો ઉલ્લેખ કરી, સંસારી મોહમાયાના કેદી ના બનવા ચેતવણી આપી. હવે, આ પોસ્ટ ” આ દુનિયા “….દુનિયા એટલે જગત યાને સંસાર……જગત એક નાટક છે, અને એ નાટકના રમનારા છે જગતના માનવીઓ……જુદા જુદા ભાગો ભજવનારા…..દરેક પોતપોતાનો ભાગ ભજવીને ચાલી જવાના……કેટલો સારો ભાગ ભજવાય છે એની જવાબદારી જાતે જ સંભાળવાની છે…અને, અંતે કાવ્યમાં એક શીખ છે, કે ” આ જગતનો નાટક ભજવતા જે કંઈ ભુલો ( મેલ ) હોય તે આ જગતમાં જ સુધારી  આ માનવ જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ કરવાનો છે ” કે  આ જગત છોડ્યા બાદ  પાછળ રહેલા આ જગવાસીઓ હંમેશા યાદ કરતા રહે !
આશા છે કે તમોને આ પોસ્ટરૂપી કાવ્ય ગમ્યું હશે……તમે તમારી સમજ પ્રમાણે  આ વિષયે તમારો “પ્રતિભાવ ” જરૂરથી આપશો….એ વાંચવા હું આતુર  છું !……….ચંદ્રવદન.
 
FEW WORDS
Today’s Post is entitled “Aa Duniya ” meaning this world……The poem in Gujarati states that the World is a Stage & all Human Beings are only “players “…..all performing his/her parts & finally we all depart this World…..we all have to play our part well, so others always remember us for the parts we played ! I hope this message is understood well !>>>>>Chandravadan.
Advertisements

Entry filed under: કાવ્યો.

દોલતની આગ ગગન દ્વાર

14 Comments Add your own

 • 1. Harnish Jani  |  June 1, 2009 at 4:14 pm

  Wonderful philosophy-Thanx

  Reply
 • 2. vijayshah  |  June 1, 2009 at 4:29 pm

  ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”

  saras

  Reply
 • 3. pragnaju  |  June 1, 2009 at 7:28 pm

  અંતે કાચબો કાચબીને પુછે: “દુનિયામાં આ શું થઈ રહ્યું ?”
  કાચબી કહે: “જુઓ નાથ તમો પુછો છો એથી મારે કહેવું રહ્યું
  અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”
  એથી ચંદ્ર કહે:
  “ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,

  સરળ અને સરસ રજુઆત.

  હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.
  મને સંસાર સારો શુન્ય ભાસે છે
  તમારા સમ, નવાઈ છે
  તમોને શુન્ય મા સંસાર લાગે છે

  Reply
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  June 1, 2009 at 10:41 pm

   આજે જ જુન,૧.૨૦૦૯ના રોજ પોસ્ટ પ્રગટ કરી, અને આજે જ ત્રણ “પ્રતિભાવો મળ્યા…તેનો આનંદ ! હરનીશભાઈ, વિજયભાઈ, અને પ્રજ્ઞાજુંબેન તમોને ઉત્સાહ આપવા માટે ખુબ ખુબ આભાર !…ચંદ્રવદન

   Reply
 • 5. Capt. Narendra  |  June 2, 2009 at 4:43 am

  “હંસલો હંસલી ને પુછે:”હું કેમ આટલો સફેદ ?”
  હંસલી કહે: “જુઓ નાથ છે ગર્વ તમારો એમાં સહેજ,
  નયને ધોળા શું કામના ? રાખવા હ્રદય ધોળા
  હમો સફેદ કાયામાં રહી,રાખીશું દીલડાં અમારા ધોળા.”

  જીવનનું તથ્ય તમે કહી દીધું. ગર્વ માણસને અંધ બનાવે છે, તે સુંદર રૂપક દ્વારા તમે રજુ કર્યું.

  Reply
 • 6. atuljaniagantuk  |  June 2, 2009 at 4:56 am

  Good poem with important message.

  Reply
 • 7. Dilip Gajjar  |  June 2, 2009 at 7:08 am

  “ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ” aa duniya ghani adbhut…your post to wonderful..very nice message we all have to wash our dirt of sin…

  Reply
 • 8. maulik shah  |  June 2, 2009 at 7:55 am

  ન ગમે મને સફેદ કે ન કાળૉ
  સૌથી સુંદર હોય છે સૌનો સાળૉ !
  ન અક્કલ બડી ન ભેંસ
  સબસે બડા દરવાજા –
  સબ આયે ઔર સબ જાય…!

  કવિવર આપનુ સર્જન અર્પતા રહેશો. શુભકામના…

  Reply
 • 9. P Shah  |  June 2, 2009 at 9:12 am

  “ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”
  ખૂબ જ સુંદર વાત !

  Reply
 • 10. ashalata  |  June 2, 2009 at 3:10 pm

  KHEL RMTA RMTA DHOJO TAME____

  very nice message

  good creation

  Reply
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  June 2, 2009 at 4:34 pm

  This is an Email Response from HEMANG NANAVATY>>>

  Re: Fw: NEW POST on CHANDRAPUKARTuesday, June 2, 2009 9:02 AM
  From: “hemang nanavaty” View contact detailsTo: emsons13@verizon.netbahuj saras chhe.

  Reply
 • 12. Dr.Shashikant Mistry  |  June 2, 2009 at 4:53 pm

  Chandrakantbhai

  I am amazed at your ability to create poem on any subject or thought.
  Well done.

  Shashibhai

  Reply
 • 13. neetakotecha  |  June 8, 2009 at 12:55 am

  khub saras …

  Reply
 • 14. "મન"  |  June 9, 2009 at 6:33 am

  જય શ્રીકૃષ્ણ કાકા,
  કદાચ તમે મને નહીં ઓળખતા હોવ પણ મનનો વિશ્વાસના ડો.હિતેશ ચૌહાણ ને ઓળખતા હશો. હું તેની ખાસ મિત્ર “મન” છું.હાલમાં હિતેશ”વિશ્વાસ” પી.જી.ના અભ્યાસમાં વ્યસ્ત હોવાથી આપની તથા અન્ય મિત્રો વડીલોના બ્લોગની મુલાકાત લ્ઈ શકતો નથી. માટે તેમણે આ કામ મને સોપ્યું છે અને તેમના બ્લોગ પર પણ રચના મુકવાની પરવાનગી આપિ છે.તો આશા છે આપ સાથ સહકાર આપશો.આપ હિતેશના જ ઈમેલ પર સંદેશા મોકલી શકો છો કારણકે તે તેને સમય મલ્યે જોતો રહે છે જ અને મને માહિતી આપે છે પણ ફોનમાં ગુજરાતી ન હોવાથી તે પાંગળો થઈ જાય છે વળી હું પણ નવી છું અને કોમ્પ્યુટર કે લેપટોપ પણ ન હોવાથી તેના જેટલી વ્યવસ્થિત રહી શકું તેવી કોશિ કરીશ.
  આપની બધી રચનાઓ વાંચી તથા આપના ભક્તિભાવના ઝરણાં પણ થોડા વાંચ્યા ખુબ જ સરસ રચનાઓ છે.અને આપની આ કૃતિ વાંચી એક ભજન યાદ આવ્યું કે
  “સલા તારે રેવું રે ભાડાના મકાનમાં”

  આપની “મન” અને હિતેશની યાદ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

June 2009
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: