મિત્રતાના સ્નેહસબંધે

મે 25, 2009 at 2:10 પી એમ(pm) 22 comments

 
friends.png Friends image by subaluba38
 

મિત્રતાના સ્નેહસબંધે

મિત્રતાના સ્નેહસબંધે, વહે જીવન મારૂં,
ઈચ્છું એટલું કે હોય હંમેશા ભલું સૌનું !…(ટેક)
જગતમાં તમે એક માનવી બની સફર કરો,
અને, માનવતાના ગુણે, બીજા માનવીઓને મળો,
કદી કરશો આવું, તમ હ્રદયદ્વાર ખોલી,
તો, ભરાશે તમ મિત્રતાની ઝોલી !……..મિત્રતા….(૧)
જીવન સફરે, સુખમાં હોય મિત્રો ઘણા,
દુઃખભર્યા દિવસોમાં રહે સાથ તે જ મિત્રો ખરા,
ધ્યાનમાં રાખજે, હકીકત આવી હમેંશા,
અને, અનુભવોનું ભાથુ રહે સાથ તારી હમેંશા !…….મિત્રતા…(૨)
માનવ છે તો, તો થાય ભુલો, કબુલાત એવી કર,
શત્રુ બનેલ મિત્રને પણ ભેટી ક્ષમા કર,
વર્તન તારું  હશે આવું તો, માનવી ખરેખર તું,
હશે તુજ પર કૃપા અપાર પ્રભુની, એવું કહું હું !……મિત્રતા…..(૩)
 
કાવ્ય રચના….મે, ૨૨. ૨૦૦૯            ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે તારીખ મે, ૨૫,૨૦૦૯ અને આ વર્ષનો ” મેમોરીયલ ડે ” (Memorial Day ). અને, “સંસાર અને સબંધો ” ના વિષયે  આજની પોસ્ટ છે “મિત્રતાના સ્નેહસબંધે “……મનુષ્ય-મનુષ્ય વચ્ચે મિત્રતા થાય છે…..સાચા હ્રદય્ભાવ સાથે થયેલી મિત્રતા એ હંમેશા રહે છે……માનવી રહ્યો એટલે ભુલો કરવી એ શક્ય છે….અને, જો ભુલો માટે ખરા હદયભાવે માફી હોય તો મિત્ર-મિત્રે ભેટી પ્રભુનો પાડ માનવો રહ્યો……..આ સંસાર રંગીલો છે, અને છે જુદી જુદી વિચારધારાના માનવીઓ, કોઈક ખોટા વિચારો સાથે……..સુખ્-દુઃખે મિત્રતાનું પારખું છે…….સાચો મિત્ર સુખ કે દુઃખના સમયે સાથે જ રહે છે, અને માંગ્યા વિના સહાય કરે છે. જો  આપણે સૌ મિત્રતાના ભાવે સૌને નિહાળીએ તો આ જગત જ સ્વર્ગ છે ! મિત્રતા બારે કે આ કાવ્ય બારે તમે તમારા વિચારો “પ્રતિભાવો ” રૂપે લખશોને ?…………..ચંદ્રવદન
 
 
FEW WORDS
Today’s post is a Gujarati Poem entitled ” Mitrata na  Snehsabandhe ” meaning  Loving Realationship in Friendship. This is yet another post on the  topic of  ” Sansaar ane Sabandho ” meaning the Human Relationships in the World. The Poet encurages all to make friends…..then warns that one must recognise who are the “true friends ” ……a true friend will be there in Good or Bad times ! I hope you like the  message !>>>>>CHANDRAVADAN.

Entry filed under: કાવ્યો.

દીકરીની પૂકાર દોલતની આગ

22 ટિપ્પણીઓ Add your own

  • 1. Harnish Jani  |  મે 25, 2009 પર 3:44 પી એમ(pm)

    Wah Mitra Wah–So taka sachi vaat kahi.

    જવાબ આપો
  • 2. અક્ષયપાત્ર  |  મે 25, 2009 પર 4:29 પી એમ(pm)

    મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે ……… નો ભાવ જાગે તેવી સરસ રચના .

    જવાબ આપો
  • 3. P Shah  |  મે 25, 2009 પર 4:55 પી એમ(pm)

    મૈત્રિભાવ પર એક આબેહૂબ રચના !
    અભિનંદન !

    જવાબ આપો
  • 4. Ramchandra Prajapati  |  મે 25, 2009 પર 6:25 પી એમ(pm)

    Dr.Chandravadan Mistry Uncle,

    It’s a true in world.
    I think Good friends is our personal Assects which give us by GOD.

    જવાબ આપો
  • 5. Capt. Narendra  |  મે 25, 2009 પર 6:47 પી એમ(pm)

    સારા મિત્ર સદ્ભાગીને મળતા હોય છે. હૅરોના રેનર્સ લેનમાં નજીક નજીક રહ્યા પણ કદી ન મળ્યા, અને આટલાં વર્ષો બાદ પરદેશમાં આવીને મૈત્રી થઇ તે મહદ્ભાગ્ય ગણું છું. સુંદર કાવ્યરચના અને તેવી સુંદર મૈત્રી માટે આભાર!

    જવાબ આપો
  • 6. vijayshah  |  મે 25, 2009 પર 7:08 પી એમ(pm)

    માનવ છે તો, તો થાય ભુલો, કબુલાત એવી કર,
    શત્રુ બનેલ મિત્રને પણ ભેટી ક્ષમા કર,
    વર્તન તારું હશે આવું તો, માનવી ખરેખર તું,
    હશે તુજ પર કૃપા અપાર પ્રભુની, એવું કહું હું !……

    saras vaat

    જવાબ આપો
  • 7. Amit Panchal  |  મે 25, 2009 પર 7:18 પી એમ(pm)

    Its really gr8 !!

    THanks

    જવાબ આપો
  • 8. pragnaju  |  મે 26, 2009 પર 8:02 એ એમ (am)

    આધ્યાત્મિક રીતે મિત્રતા-સખાભાવ આ રીતે વર્ણવ્યું છે
    द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
    तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥વૃક્ષ શરીર છે. સ્થૂળ શરીર. એમાં જીવાત્મા અને પરમાત્મા બંનેનો વાસ છે. બંને સનાતન સખા અથવા સાથી છે. એકમેકની સાથે શાશ્વત સ્નેહસૂત્રે બંધાયેલા છે. એમાં જીવાત્મા જુદા જુદા કર્મફળોનો ઉપભોગ કરે છે, શુભાશુભ કર્મફળોની સારીનરસી, અનુકૂળ કે પ્રતિકૂળ પ્રકિયાને અનુભવે છે, અને પરમાત્મા કશું જ નથી કરતા. એ સર્વ પ્રકારનાં કર્મો અને કર્મફળોની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. એમની અંદર અહંતા અથવા મમતા નથી હોતી. એ જીવાત્માની જેમ કર્મફળમાં આસક્તિ કરીને બદ્ધ નથી બનતા. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. જીવાત્મા તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને વિષયોપભોગ કરી, વિષયોમાં પડીને ભૂલી જાય છે. માટે તો અશાંત અને દુઃખી થાય છે.

    જવાબ આપો
  • 9. dr.j.k.  |  મે 26, 2009 પર 8:56 એ એમ (am)

    vaah… naryu satya nitare chhe…….

    abhinandan chandravadanbhai….

    જવાબ આપો
  • 10. Dilip Gajjar  |  મે 26, 2009 પર 9:58 પી એમ(pm)

    માનવ છે તો, તો થાય ભુલો, કબુલાત એવી કર,
    શત્રુ બનેલ મિત્રને પણ ભેટી ક્ષમા કર, This one people find hard…
    Khuba sunder sandesh lai aavya chho aap…aaa samay friendship no chhe…gulaamino, majurno, maalikno, samay gayo…I will visit your site again.

    જવાબ આપો
  • 11. DR. CHANDRAVADAN MISTRY  |  મે 27, 2009 પર 12:31 એ એમ (am)

    This is an Email Response from CHANDRASHEKHAR BHATT of LA for this Post>>>>

    Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKAMonday, May 25, 2009 9:50 AM
    From: “C S Bhatt” View contact detailsTo: “chadravada mistry” Dear Doctor:

    i am glad to have a docotr cum poet friend. good rachana about friends. we will nourish our friendship such that we feel the warmth of our company and understand strength of togetherness. please keep healthy. please visit us soon. sau kamuben ne yaad. jay shri krushna!!!!!!

    જવાબ આપો
  • 12. અમિત પટેલ  |  મે 27, 2009 પર 4:35 એ એમ (am)

    મિત્રના પત્રો

    મિત્રના પત્રો સૌ આવીને પૂછતાં,
    ‘ભાઈલા, હાલ છે શા જ તારા ?’
    મિત્ર ભિન્ન મિત્રની ભિન્ન ભિન્ન ઊર્મિઓ
    આવીને છેડતી ઉરવીણા
    શુદ્ધ ને શુચિદા પ્રેમથી નિર્મલા
    મૈત્રીનાં નિર્ઝરો નિત વહેતાં
    વેરાન જીવનને પ્રેમનાં સીંચને
    સીંચીને નિત્ય એ સાવ દેખા
    મિત્રના ઉરની ઊર્મિઓ ઝીલતા
    જીવનમાં શક્તિનાં પૂર આવે
    દૂર વસતા છતાં પત્રને પાઠવી
    મૈત્રીની વેલને જીવંત રાખે
    એકલો એકલો પત્ર વાંચું અને
    મૈત્રીનું ગાન ગાઉં સ્નેહભાવે
    દૂરના દેશ કે ગામમાં મિત્ર તો
    પણ સદા પત્રથી પાસ લાગે

    – ભૂપેન્દ્ર વકીલ

    જવાબ આપો
  • 13. સુરેશ જાની  |  મે 27, 2009 પર 8:01 એ એમ (am)

    Long live our friendship.

    જવાબ આપો
  • 14. Vishvas  |  મે 27, 2009 પર 1:16 પી એમ(pm)

    જય શ્રીકૃષ્ણ કાકા,

    મિત્રતા… શું કહું હવે…
    કદાચ સૌ સંબંધોમાં મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે શોધીએ છીએ.આપણા અનુભવો પરથી આપણે તેની પસંદ કરીએ છીએ.જ્યારે બીજા સંબંધો આપણને જન્મ સાથે મળે છે.એક ગીત અને એક વાત કહેવાનું મન છે,

    ગીત— જેની ગોઠડી ના શકાય તોડી, એવી કૃષ્ણ-સુદામાની જોડી…

    કહે છે કે આપણા સંસારમાં પ્રેમ કરતાં પણ મિત્રતાને એક આંગળ ઊંચું સ્થાન છે.એક પ્રેમી/પ્રેમિકા એમ કહે છે કે હે પ્રિયે જો તને જરૂર પડે તો મને સાદ કરજે હું દોડીને ચાલી આવીશ.જ્યારે એક મિત્ર કહે છે કે હે દોસ્ત તને જ્યારે જરૂર હશે ને ત્યારે હું તારી પડખે જ ઊભો હોઈશ મને બોલાવવો નહી પડે. આ છે મૈત્રી.

    આપનો ડો.હિતેશ ચૌહાણ

    જવાબ આપો
  • 15. neetakotecha  |  મે 27, 2009 પર 1:19 પી એમ(pm)

    khub saras lakhiyu che bhai…
    ane sachchi vat che dukh na divaso ma sathe rahe e j sachcha mitro..nahi to kyay dur sudhi n dekhay je dukh na divaso ma ene j kahevay mitro…have evi kahevat kadhvi pade eva divso che..pan bahu loko hoy che ke je mitrata nibhavine pachu kyay ansar pan nathi aava deta..khub saras…

    જવાબ આપો
  • 16. Dr.Shashikant Mistry  |  મે 27, 2009 પર 3:42 પી એમ(pm)

    Well said in poem form ” Friend in need is friend indeed”.
    Friends are plentifull during good times but real friends remain in
    trying times.

    જવાબ આપો
  • 17. ANAND RAO  |  મે 28, 2009 પર 2:00 એ એમ (am)

    I am visitng your Blog & trying to post a comment…it failed bfore & hoping I am able to to do it this time….Nice Blog !
    Anand Rao

    જવાબ આપો
  • 18. DR. CHANDRAVADAN MISTRY  |  મે 28, 2009 પર 2:20 એ એમ (am)

    The Post of ” Mitratana Snehsabandhe ” was so well received by the Readers ….I really thank ALL who read the Post & my “Special Thanks ” to those who had taken the effort to post the Comments .
    Dr. Chandravadan ( Chandrapukar ! )

    જવાબ આપો
  • 19. aagaman  |  મે 28, 2009 પર 4:01 એ એમ (am)

    માનવ છે તો, તો થાય ભુલો, કબુલાત એવી કર,
    શત્રુ બનેલ મિત્રને પણ ભેટી ક્ષમા કર,

    ખૂબ જ સરસ !

    હુ તમને મારા બ્લોગ પર આવવાનું ભાવભીનું આમંત્રણ આપુ છુ,
    હુ આપના પ્રતિભાવની આતુરતાથી રાહ જોઇશ.

    મારા બ્લોગની લીંક છે.

    http://www.aagaman.wordpress.com

    — મયુર પ્રજાપતિ —

    જવાબ આપો
  • 20. sudhir patel  |  મે 29, 2009 પર 4:12 એ એમ (am)

    Enjoyed your feelings on friendship!
    Congratulations!
    Sudhir Patel.

    જવાબ આપો
  • 21. arvind adalja  |  મે 30, 2009 પર 10:44 એ એમ (am)

    ભાઈશ્રી
    આપનું કાવ્ય સુંદર સંદેશ પાઠ્વે છે. આપણા પુરાણા સાહિત્યમાં મિત્રતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને તેવી મિત્રતા દર્શાવતા કદાચ દુનિયા ભરના સાહિત્યમાં કોઈએ આલેખ નથી. (1) કર્ણ અને દુર્યોધનની મિત્રતા અનેક પ્રલોભનો ભગવાન કૃષ્ણ જેવાએ આપવાની વાત કરવા છતાં અરે માતા કુંતી દ્વારા દ્રોપદી સુધ્ધાં આપવાની લાલચ આપવા છતાં કર્ણે દુર્યોધનનો પક્ષ છોડવાનો ઈંકાર કરતા કહેલું કે મને જાણ છે કે કૌરવો સાથે રહેવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે પણ જે વ્યક્તિએ મને મારું ઘોર અપમાન થતું હતું ત્યારે મને એક મોભો આપ્યો તેને હું મારા સ્વાર્થ માટે ના છોડી શકું. આ અને કૃષ્ણ સુદામાની મૈત્રી કે સુદામા ભગવાન કૃષ્ણને મળવા પત્નીની અતિ દબાણથી દ્વારકા આવે છે અને કૃષ્ણ તેની બગલમાં રાખેલા તાંદુલ ઝુંટવી આરોગે છે અને સુદામા દ્વારા કંઈ માગવામાં આવ્યું નહિ હોવા છતાં સુદામાને જાણ પણ ના થાય તેમ તેમના ઘરે બધું પહોંચી જાય છે. મકાન આલિશાન બની જાય છે કે જે સુદામા પણ પોતાના જ મકાનને ઓળખી શકતા નથી. આ મૈત્રીના દુનિયાભરમાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. અને એક બીજી વાત આપણને જન્મ વખતે મા-બાપ કે અન્ય કોઈ સગા-વહાલાં પસંદ કરવાનો અધિકાર નથી તે જન્મથી જ આપોઆપ મળે છે. અરે જીવનસાથી પસંદ કરી શકો પણ સાસુ -સસર કે અન્ય સગા પસંદ કરવાનો અધિકાર નથી તે પણ જીવનસાથીના સંબંધને કારણે આપોઆપ મળી રહે છે. માત્ર અને માત્ર મિત્ર પસંદ કરવાનો જ આપણને અધિકાર છે અને જો જીવનમાં ઉપરોક્ત ઉદાહરણ આપ્યા કર્ણ્-દુર્યોધન અને કૃષ્ણ્-સુદામા જેવા મિત્રો મળી રહે તો જીવન ધન્ય બની જાય્ જીવનમાં જેને આવો એક પણ મિત્ર મળે તો મળે ! અત્યંત કઠિન છે સાચો મિત્ર મેળવવો.
    આપને ધન્યવાદ !
    સ-સ્નેહ
    અરવિંદ્

    જવાબ આપો
  • 22. dhavalrajgeera  |  જૂન 5, 2009 પર 3:39 એ એમ (am)

    Those who are friends feel by living via internet Or in person.
    Dear Chandravadan You are and will stay connected.
    Keep shining!

    Dhavalrajeera
    Rajendra

    http://www.yogaeast.net
    http://www.yoaeast.net

    જવાબ આપો

Leave a reply to aagaman જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,351 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031